ભૂતે વેર્યો વિનાશ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

ભૂતે વેર્યો વિનાશ

એક ગામ હતું, પણ સમૃદ્ધ ગામોમાં ગણવામાં આવતું હતું. તે ગામમાં, લગભગ તમામ પરિવારો સંપૂર્ણ રીતે સુખી હતા અને ખેતી પણ ખૂબ સારી હતી. આ ગામમાં ઘણા કુવા, નદી અને તળાવ હતા. એવું કોઈ ઘર ન હતું કે ત્યાં ઢોર ન હોય. તે સમયે આ ગામના મોટાભાગના લોકો મુંબઈ નોકરી કરતા હતા. એટલું જ નહીં શેરડીના ઉત્પાદન માટે પણ આ એક પ્રખ્યાત ગામ હતું.

એક ધોબી પરિવાર આ ગામ ની પાછળ માં ભાગે બીજા ગામથી આવી ને અહી સ્થાયી થયો હતો. ગામના કપડા ધોવા થી અને કપડા ને પ્રેશ કરવાથી આ પરિવારની સારી આવક થતી હતી અને કોઈ પણ રીતે ખાવા પીવાની અછત ન હતી. આ ધોબી પરિવારે ગામની નદી નાં કાંઠા પાસે ધોબી ઘાટ બનાવ્યો હતો, કપડા ધોયા પછી નદી નાં કાંઠા પાસે એક ખંડેર પાસે સુકવતા. સુકાઈ ગયા પછી પરિવારનો એક સભ્ય ગામમાં ભટકતો અને કપડા તેમના ઘરે આપતો.

જ્યારે સમય બદલાય છે ત્યારે બધું બદલાય જાય છે, જીવન નું ચક્ર ક્યારે બદલાઈ જાય છે, તે કોઈ કહી શકતું નથી. સારા અને ખરાબ દિવસો નું આ સમય ચક્ર ચાલતું રહે છે. હા, ખબર નથી ક્યારે આ ગામની ખુશી પર કોઈની નજર પડી?

એવું બન્યું કે બાજુ ના ગામના ધોબી પરિવારમાં થી એક પરિવાર નો કિશોર સાથે એક ઘટના બની, તેના પરિવારનો માત્ર એક 14-15 વર્ષનો કિશોર રોગચાળોમાં ફસાયો. આ દુર્ઘટના દરમિયાન, પેલો ધોબી પરિવાર લાચાર કિશોરને તેના ગામમાં લઇ ગયો હતો. બે-ચાર મહિનામાં કિશોર તેના દુ: ખમાંથી સ્વસ્થ થઈ ગયો, તે કિશોર ફરીથી તેના રૂટિન માં આવી ગયો. હવે તે ધોબી પરિવાર સાથે રહેવા લાગ્યો અને કપડાં ધોવા વગેરેમાં બધાની મદદ કરવા લાગ્યો. ધીરે ધીરે તે કિશોર ગામનો પ્રિય બની ગયો

તેનો આ ગામ સાથે અખૂટ સંબંધ બની ગયો. ઘરમાંથી કપડાં લઈને અને તેને ધોયા પછી, મોટે ભાગે તે જ કરવાનું શરૂ કર્યું હતું. અચાનક તે કિશોર ને ખબર ન રહી તે કપડા લેવા અને આપવાની પ્રક્રિયામાં તે ગામના એક યુવાન છોકરી રમીલા સાથે દોસ્તી થઈ ગઈ. અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. તેઓએ એકબીજા સાથે જીવવા અને મરવાની પ્રતિજ્ઞા પણ લીધી.

એવું કહેવામાં આવે છે કે પ્રેમ ક્યારેય છૂપાયેલો રહેતો નથી. આ કહેવત સાચી છે. ગામલોકો તે કિશોર જેનું નામ રામુ હતું તે અને રમીલા નાં પ્રેમથી વાકેફ થયા. એક દિવસ ગામના કેટલાક દબંગ લોકો રમીલા નાં ઘરે પહોંચ્યા અને રમીલાના પરિવારને આ વાત કરી. રમીલાનો પરિવાર પણ ગામનો એક સમૃદ્ધ પરિવાર હતો. ગામ લોકો અને તેનો પરિવાર તેને સમજાવવાની કોશિશ કરી પણ તે માનવા તૈયાર નહોતી. અંતે, તેને માર મારવામાં આવ્યો, પરંતુ હવે તેણે જાહેરમાં રામુ નાં નામ ની માળા જપવાનું શરૂ કર્યું. તે પછી ગામના લોકો ધોબી પરિવાર સાથે એકઠા થયા અને ધોબી પરિવારને કહેવામાં આવ્યું કે રામુ ને તેના ગામ માં મોકલવામાં આવે. તેવું ગામ લોકો દબાણ કરવા લાગ્યા છેવટે, ધોબી પરિવાર રામુ ને ઘણો સમજાવ્યો અને કહ્યું કે પ્રેમની આ રમત આખા કુટુંબને પોતાની સાથે લઇ જશે, પરંતુ રામુ આ વાત સ્વીકારવા તૈયાર ન હતો

ત્યારે ધોબી પરિવાર ને ખબર હતી કે જો રામુ અહી રહેશે તો ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડશે એટલે રામુ ને ઘર ની બહાર કાઢી મૂક્યો. અને તેને કહ્યું કે જ્યાં તું ઈચ્છે ત્યાં તું જા અને કદી પાછો અહી નહિ આવતો અને આ ગામમાં પોતાનો ચહેરો પણ ન બતાવતો.

રામુ ગામ છોડીને ચાલ્યો ગયો, પરંતુ ગામની બહાર નદીના કાંઠે રહીને ગુપ્ત રીતે રમીલા ને મળવાનું ચાલુ રાખ્યું. હવે આ જગ્યા તે ગામની બહાર આવી હતી અને નજીકના અન્ય ગામો માટે તે પ્રેમ ચર્ચાનો વિષય બની ગયો હતો. ગામ લોકો તેમની પ્રેમ જોઈ શકતા ન હતા એટલે તેમણે એક યોજના બનાવી. યોજના પ્રમાણે ધોબી પરિવારને હવે રામુ અને રમીલા ને બોલાવવાનું કહેવામાં આવ્યું. તેને માફ કરી દેવામાં આવ્યા. ધોબી પરિવાર સાથે ગામ લોકોને હવે કોઈ ફરિયાદ હતી નહિ. તે ધોબી પરિવાર તે ગામના લોકોની કુટિલ અને લોહિયાળ ચાલને સમજી શક્યો નહીં. રામુ ગામમાં આવવાથી તે ધોબી પરિવારના તમામ સભ્યોના ચહેરા આનંદથી ગુલાબી થઈ ગયા હતા. હા પણ તે રહેતો હતો સામે નદી નાં કાઠે. હવે રામુ તે ગામમાં ફરી આવવા લાગ્યો હતો. આ વખતે ગામમાં રામુ આગમનનો માત્ર બીજો દિવસ હતો. ત્યારે સાંજ હતી અને સૂર્યદેવ અસ્ત થવા માટે બેચેન દેખાતા હતા.

અચાનક જ ગામના 15-20 યુવાન અને વૃદ્ધ લોકોએ તે ધોબી પરિવારનો દરવાજો ખખડાવ્યો. તે સમયે રામુ નજીકમાં આવેલા ખેતર માં ઘાસ કાપવામાં વ્યસ્ત હતો. અચાનક જ, ગામના કેટલાક યુવકો તે ખેતર પહોંચ્યા અને ધોબી પરિવારની વાત વિશે કંઇ સમજે તે પહેલાં રામુ ને પકડી લીધો. કોઈ કાંઈ બોલે તે પહેલાં ધોબી પરિવાર રડવા લાગ્યો ત્યાં ભેગા થતાં પહેલાં રામુ પર ભાલા, લાકડી વગેરે હુમલો કર્યો . મહારાક્ષાઓ બની ગયેલા ટોળાએ રામુ પર તૂટી પડ્યા. ધોબી પરિવાર ગામ લોકો ના પગ પકડી ભીખ માંગવા લાગ્યા રડતા રડતા આજીજી કરી રહ્યા પણ તે વ્યર્થ રહ્યું. એક પાગલ ટોળા માંથી આવી રામુ ની હત્યા કરી નાખી. લોહી થી લથપથ રામુ ને કોઈ બચાવી ન શક્યું પણ બે દિવસ લાશ પડી રહી પછી ધોબી પરિવાર તેને અગ્નિસંસ્કાર કર્યો.

રામુ નાં મૃત્યુ પછી ધીરે ધીરે ગામ વિનાશ તરફ જઈ રહ્યું હતું. રામુ ની ઘટનાના 5 દિવસ પછી એવું બન્યું કે રમીલા એક ઝાડ નીચે ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી તેની જીભ બહાર આવી ગઈ હતી. આ ઘટના બાદ આખું ગામ શોક માં છવાઇ ગયું હતું.

આ ઘટના ને એક મહિના પણ નહોતા થયો કે એક દિવસ સવારે ઢોર ચરાવવા ગયેલ બે 10-12 વર્ષના બાળકોની લાશ ખાડાની બાજુમાંથી મળી આવી. એવું લાગી રહ્યું હતું કે કોઈએ બે નિર્દોષ છોકરાઓની નિર્દયતાથી ગળું દબાવી દીધું હોય. તે પછી ઘણી ભયાનક ઘટના બનવા માંડી. આવી ભયાનક હ્રદયસ્પર્શી ઘટનાઓ થી ગામલોકોનું જીવન નરક બની ગયું.

પછી ગામની આસપાસ અને ખેતર બાજુ વહેલી સવારે અને રાત્રે વિચિત્ર અવાજો આવવા લાગ્યા, પ્રેમમાં રામુ અને રમીલા ભૂત બની ને ગામ માં અને ખેતર માં સાથે ભટકતા હતા. હવે અવનવી ઘટના બનવા લાગી ક્યારેક કોઈના મકાનમાં આગ વિના આગ લાગવા લાગી., તો અમુક લોકોના ઘર મા બારી દરવાજા આપ મેળે બધ થઈ જતાં રસોડા માં અચાનક જમવાનું બની જતું અને થાળી માં પીરસાઈ પણ જતું હતું. કોઈ ગાય અથવા ભેંસનું દૂધ લાલ થવા લગ્યું.. ગામલોકો સંપૂર્ણ પરેશાન થઈ ગયા.. બધા નું જીવન મુશ્કેલ બની ગયું. અકાળે ગામ લોકો નું અવસાન થવા લાગ્યું કેટલાક લોકો પાણીમાં ગરકાવ થવા લાગ્યા. અને કોઈ માંદગી વિના મૃત્યુ પામવા લાગ્યા, આખું ગામ ખૂબ ભયાનક, પીડાદાયક પરિસ્થિતિ માં આવી ગયું.

આવી ભયાનક પરિસ્થિતિ પછી, એક પછી એક તે ગામના લોકો ગામ છોડીને બીજા ગામમાં જવા લાગ્યા, પરંતુ તે ભૂત નાં આતંકમાં કોઈ ઘટાડો થયો ન હતો રામુ અને રમીલા બંને ભૂત બની ગયા હતા. અંતે, ગામમાં લોકો રામુ ના મૃત્યુ પર દુ: ખ વ્યક્ત કરવા લાગ્યા અને કેટલાક સારા લોકોએ ગામમાં એક મહાન બ્રાહ્મણ ને બોલાવવામાં આવ્યા. બ્રાહ્મણે મોટી પૂજા અને હવન કર્યા પછી, ભૂતનો આતંક થોડો ઓછો થયો. અંતમાં, બ્રાહ્મણે ગામલોકોને રામુ અને રમીલા નાં આત્માની શાંતિ માટે ધાર્મિક વિધિ કરાવી. પછી ગામ ને થોડી રાહત મળી.

થોડા દિવસ થયા પછી તે ઘટના ફરી બનવા લાગી ગામ ના લોકો મહા મારી માં સપડાઈ ગયા. એકપછી એક ગામ ના લોકો મૃત્યુ પામવા લાગ્યા. ફરી ગામ લોકોએ તે બ્રાહ્મણ ને બોલાવવામાં આવ્યા. ત્યારે બ્રાહ્મણ કહ્યુ મોટો યજ્ઞ કરવો પડશે ને તે બંને આત્મા ને બોલાવી તેની ઈચ્છા પૂરી કરવી પડશે તો જ તમે તેના કોપ માંથી બસી શકશો.

ગામ લોકોએ બધી તૈયારી કરી ને યજ્ઞ શરૂ કરવામાં આવ્યો. ગામના લોકો બ્રાહ્મણ સાથે આહુતિ આપવા લાગ્યા. પછી બ્રાહ્મણ તે આત્મા નું આહવાન કર્યું. થોડી વાર થઈ એટલે બંને આત્માઓ ત્યાં પ્રગટ થઈ. ગામ લોકોએ તેમની ઈચ્છા પૂછી ત્યારે તેમને કહ્યું અમારા લગ્ન હજુ બાકી રહી ગયા છે. જો તમે અમારા બંને ના લગ્ન કરી આપો તો અમે ભૂત યોની માની મુક્ત થઈશું અને તમે અમારા ત્રાસ થી પણ મુક્ત થશો.

બંને તે જ હવન કુંડ માં બ્રાહ્મણ નાં સ્લોક સાથે બંને ના લગ્ન કરાવવામાં આવ્યા. લગ્ન થયા પછી એક આકાશ માં તેજ થયો ને એક ઠંડા પવન ની લહેર આવી ને બધા ને ચહેરા પર ખુશી આવી ને જે બીમાર હતા તે બધા સાજા થઈ ગયા. અને ફરી થી ગામ સુખી અને સમૃદ્ધ થયું.

જીત ગજ્જર