ફાઈનલ એક્ઝામનો દિવસ. મેહાના હાથમાં પેપર આવ્યું. મેહાને પેપર અઘરું લાગ્યું. અઘરું તો લાગવાનું જ હતું. મેહાએ વાંચવામાં ધ્યાન જ નહોતું આપ્યું. મેહાને રજતના પ્રેમની ટેવ પડી ગઈ હતી. આખો દિવસ રજતના વિચારો અને રાતે પણ રજતના સપના જોવામાં જ બિઝી હતી. જો કે એક્ઝામ માટે મેહાને કંઈ ફરક ન પડ્યો. જેટલું આવડ્યું એટલું લખ્યું. પેપર લખતા લખતા પણ મેહા બાજુની બેન્ચ પર બેઠેલા રજત તરફ કેટલીય વાર નજર કરી લેતી.
રજત:- "મેહા શું કરે છે? એક્ઝામ માં ધ્યાન આપ."
પણ મેહાને તો કંઈ અસર જ નહોતી.
પોણા કલાકમાં તો મેહા નું પેપર લખાઈ ગયું.
રજતની નજર મેહા પર ગઈ.
રજત:- "લખાઈ ગયું?"
મેહા:- "હા."
રજત:- "આટલી જલ્દી?"
મેહા:- "હાસ્તો વળી."
રજતે પોતાના પેપર પર ધ્યાન આપ્યું. રજતે બે કલાકમાં તો બધા પ્રશ્નો સોલ્વ કરી લીધા.
રજતે મેહા તરફ નજર કરી તો મેડમ તો ક્યારની સ્માઈલ કરી રજત તરફ જ જોતી બેઠી હતી.
રજતે વિચાર્યું કે આટલી જલ્દી મેહાએ પોતાનું પેપર કેવી રીતના પતાવ્યું.
રજતે પ્રોફેસરની નજર ચૂકવી પોતાની આન્સર શીટ મેહાને આપી અને મેહાની આન્સર શીટ પોતે લઈ લીધી. રજતે આન્સર શીટ જોઈ તો મેહાએ માંડ માંડ બે જ પેજ લખ્યા હતા.
રજત મનોમન જ બોલ્યો "આટલું લખ્યું છે તો મેહા તો ચોક્કસ ફેલ થઈ ને જ રહેશે. પાગલ થઈ ગઈ છે કે શું?"
રજત પાસે હજી કલાક હતો. રજત પેપર લખવા લાગ્યો.
એક્ઝામનો ટાઈમ પૂરો થયો.
રજત બહાર નીકળ્યો. મેહા પણ રજતની પાછળ પાછળ નીકળી.
રજત:- "મેહા પાગલ થઈ ગઈ છે કે શું? શું લખ્યું તે? ફેલ થવાનો વિચાર હતો કે શું?"
મેહા:- "તો ફેલ થઈ જતે. એમાં શું? મને કંઈ ફરક નહીં પડે. તું છે ને મારી સાથે. તો મને કંઈ નથી જોઈતું."
રજત મેહા પર ગુસ્સે પણ થયો અને મેહાને સમજાવ્યું પણ...મેહાને કોઈ અસર ન થઈ.
થોડા દિવસમાં એક્ઝામ પણ પૂરી થઈ. રજત અને મેહાની ફોન પર વાતો થતી રહેતી. ફ્રેન્ડસ સાથે ફરતા,મુવી જોવા જતા અને પાર્ટી પણ કરતા.
મેહા બસ એમ જ વિચારતી કે રજત મળી જાય એટલે બધું મળી ગયું એમ સમજીશ. મેહા વિચારતી કે હું જે શોધી રહી હતી તે રજત જ છે. હવે મારી પ્રેમની તરસ પૂરી થઈ.
રીઝલ્ટ નું લિસ્ટ મૂકાયું. મેહા હજી કૉલેજ નહોતી આવી. રજતે સૌથી પહેલાં મેહા નું રિઝલ્ટ જોયું. મેહાના પાસિંગ માર્કસ આવ્યા હતા. રજતને ખ્યાલ તો હતો કે મેહાના માર્કસ સારા નહીં આવે. પણ પાસિંગ માર્કસ આવશે તેની આશા નહોતી. રજત સ્હેજ અપસેટ થઈ ગયો.
એટલામાં મેહા આવે છે. બધા એકબીજાને માર્કસ પૂછતા હતા.
રૉકી:- "Congrats RR. તે તો ટોપ કર્યું છે."
રજતને ખુશી તો થઈ પણ રજત થોડો ઉદાસ હતો.
મેહા:- "Congrats રજત. Guys ચાલો રજત ટોપ પર આવ્યો. પાર્ટી તો બને જ છે ને?"
બધા પાર્ટી કરવા તૈયાર જ હતા.
મિષા:- "મેહા તું પણ ટોપ પર આવી હશે ને?"
મેહા:- "નહીં હું તો માંડ માંડ પાસ થઈ. પાસિગ માર્કસ છે."
બધાને આશ્ચર્ય થયું કે મેહાના આ વખતે કેમ પાસિગ માર્ક્સ આવ્યા.
મિષા:- "તું મજાક કરી રહી છે ને મેહા?"
મેહા:- " ના મારા પાસિગ માર્ક્સ જ આવ્યા છે. હવે ચાલોને યાર અહીં જ વાત કરવી છે કે પાર્ટી કરવા જવું છે."
રૉકી:- "હા યાર ચાલો."
રજત:- "મિષ તારી બાઈકની ચાવી આપ. અને આ મારા કારની ચાવી છે. તમે લોકો કારમાં આવો. હું મેહા સાથે બાઈક પર આવું છું."
મિષાએ રજતને બાઈકની ચાવી આપી. રજતે મિષાને કારની ચાવી આપી.
રજત અને મેહા બાઈક પર ગયા.
રજત:- "મેહા તું કંઈ નાની છોકરી છે તે આમ બિહેવ કરે છે?"
મેહા:- "શું થયું?"
રજત:- "મેહા તને કેટલી વાર કહ્યું હતું કે વાંચવામાં ધ્યાન આપ. માંડ માંડ પાસિગ માર્કસ આવ્યા છે."
મેહા:- "પાસિગ માર્કસ તો આવ્યા. નહીં તો મને તો એમજ હતું કે હું ફેલ થઈ જઈશ. Thanks RR તારે લીધે હું પાસ તો થઈ. આખરે મારી આન્સરશીટ તો તે જ લખી હતી ને."
રજત:- "કૉલેજમાં આ વર્ષે ધ્યાન આપજે. એ તો સારું કે હું તારી બાજુની જ બેન્ચ પર હતો નહીં તો...."
"રજત પ્લીઝ યાર આ એક્ઝામ તો પૂરી થઈ ગઈ પણ તું હજી ત્યાં જ છે. મને અત્યારે કોઈ સલાહ ન આપતો." એમ કહી મેહા રજતના ખભા પર માથું મૂકી આંખો બંધ કરી દે છે.
રેસ્ટોરન્ટમાં બધા નાસ્તો કરે છે.
રજત:- "હવે તને ઘરે મૂકી આવું."
મેહા:- "રજત હું જતી રહીશ."
રજત:- "હું મૂકવા આવું છું."
મેહા:- "ઑકે."
રજત:- "ઘરે ખબર છે કે તારા પાસિંગ માર્કસ આવ્યા."
મેહા:- "ખબર તો નથી. ખબર પડશે તો થોડી ઘણી સલાહ આપતે."
રજત મેહાને ઘરે મૂકી આવે છે. વેકેશનમાં રજત અને મેહાની ફોન પર વાતો થતી રહેતી.
કૉલેજનું બીજું વર્ષ. બધા વેકેશનમાં ફેમિલી સાથે કશે ને કશે ફરવા જતા રહ્યા હતા એટલે ઘણાં સમય પછી કૉલેજમાં એકબીજાને મળ્યા.
રૉકી બધા ફ્રેન્ડસને મળી મિષાને ક્લાસમાં લઈ ગયો.
રજત:- "મેહા આપણે પણ કોઈ એકાંત વાળી જગ્યાએ જઈએ."
મેહા:- "ઑકે."
રજત અને મેહા ક્લાસમાં ગયા. ક્લાસમાં જઈને મેહા તો રજતને વળગી જ પડી. રજતે પણ મેહાને ટાઈડ Hug કર્યું. રજત અને મેહા ક્લાસની બહાર નીકળ્યા. કૉલેજમાં રાહુલ અને એની ગેંગ નવા નવા સ્ટુન્ડન્ટની હલકી ફૂલકી રેગિંગ કરી રહ્યા હતા.
નવા સ્ટુડન્ટ પણ સ્માર્ટ હતા.
નવી નવી ગર્લ્સોનુ ધ્યાન RR પર જાય છે. કૉલેજની નવી યુવતીઓ એક પછી એક રજતને લાઈન આપતી જાય છે. રજત પણ સ્માઈલ આપતો હતો. મેહા નું ધ્યાન રજત પર અને નવી નવી યુવતીઓ પર હતું.
મેહા:- "રજત ક્લાસમાં જઈએ ને. લેક્ચરનો ટાઈમ થઈ ગયો છે."
રજત:- "મેહા પહેલા જ દિવસે કોઈ લેક્ચર લેવા નહીં આવે. આજે તો કૉલેજમાં મજા આવે છે. નવા નવા લોકોને મળીએ."
મેહા:- "સારું હું મિષા પાસે જાઉં છું."
રજત:- "સારું રૉકીને કહેજે કે રજત બોલાવે છે."
મેહા મિષા પાસે જતી હતી કે મિષા અને રૉકી સામે જ મળી ગયા.
મેહા:- "રૉકી તને રજત બોલાવે છે. મિષા આપણે પ્રિયંકા અને નેહા પાસે જઈએ."
મિષા:- "ઑકે."
થોડે જતા મિષા મેહાનો હાથ પકડી સાઈડ પર લઈ જાય છે.
મેહા:- "શું થયું? તું મને કેમ અહીં લઈ આવી?"
રૉકી:- "આપણે છૂપાઈને રૉકી અને રજત પર નજર રાખવાની છે."
મેહા:- "હા રજત તો કંઈક વધારે જ ઈન્ટરેસ્ટ લે છે નવી નવી યુવતીઓમાં."
મિષા:- "રૉકી પણ નવી નવી છોકરીઓને જોતો જોતો આવતો હતો."
મેહા:- "ગર્લફ્રેન્ડ છે તો પણ બીજી યુવતીઓને ઈમ્પ્રેસ કરે છે."
મિષા:- "હા યાર."
મેહા:- "મિષા યાર કેટલી વાર સુધી અહીં ઉભા રહીશું. ચાલને ક્લાસમાં."
મિષા:- "હું પણ ઉભી રહીને થાકી ગઈ છું. આપણે ક્લાસમાં જઈને રૉકી અને રજતને ફોન કરીને બોલાવી લઈશું."
મેહા:- "હા એ ઠીક રહેશે. ચાલ."
ક્લાસમાં જઈ મિષા રૉકીને અને મેહા રજતને ફોન કરી ક્લાસમાં બોલાવે છે.
મિષા:- "શું કહ્યું રજતે?"
મેહા:- "રૉકી અને રજત બંન્ને કેન્ટીનમા છે. તને શું કહ્યું રૉકીએ?"
મિષા:- "તને કહ્યું એ જ."
રજત:- "ચલને યાર થોડી ગર્લ્સ સાથે ફર્લ્ટ કરવા જઈએ."
રૉકી:- "પણ રજત મિષા...."
રજત:- "થોડી ફ્લર્ટિગ તો ચાલે હવે. બહુ વિચાર ન કર...Come..."
રજત અને રૉકી નવી નવી યુવતીઓ સાથે વાત કરવામાં બિઝી થઈ ગયા. રજત એક યુવતીને એક ક્લાસમાં લઈ ગયો.
મિષા અને મેહા બંને રૉકી અને રજતની રાહ જોતા જોતા કેન્ટીનમા આવ્યા. સાથે સાથે નેહા અને પ્રિયંકા પણ આવ્યા. ચારેય સુમિત અને પ્રિતેશ પાસે જઈને બેસે છે.
મિષા:- "રૉકી અને રજત ક્યાં છે?"
સુમિત:- "ખબર નહીં."
મેહા:- "તમે બે રૉકી અને રજતના ફ્રેન્ડ છો. તો તમને ખબર ન હોય એવું બને જ નહીં. સાચેસાચું બોલો."
પ્રિતેશે સુમિતને કાનમાં કહે છે "આ લવ કપલ વચ્ચે પડવા જેવું નથી. ચાલ અહીંથી જતા રહીએ.''
સુમિત:- "અમે રજત અને રૉકીને શોધી લાવીએ છીએ. ચાલ પ્રિતેશ."
સુમિત અને પ્રિતેશ બંન્ને કેન્ટીનમાથી નીકળી ગયા.
થોડીવાર રહીને કૉલેજની પાંચ યુવતીઓ આવે છે.
યુવતીઓ રજત અને રૉકી વિશે વાત કરી રહી હતી. મેહાએ રજતનુ નામ સાંભળ્યું. યુવતીઓ વાત કરતી હતી કે મેહાએ એ યુવતીઓ પાસે જવાનું વિચાર્યું.
મેહા:- "તમે લોકો બેસો. હું બસ હમણાં જ આવી."
મેહા એ યુવતીઓ પાસે જાય છે.
મેહા:- "Hi girls..."
યુવતીઓએ પણ Hi કહ્યું.
મેહા:- "તમે RR વિશે વાત કરી રહ્યા હતા. રાઈટ?"
એમાંની એક યુવતીએ કહ્યું "હા RR જેવો છોકરો તો મે જીંદગીમાં નથી જોયો. RR ને કિસ કરવાનું તો બને જ છે."
મેહા:- "નહીં RR કોઈને નહીં કિસ કરે."
બીજી યુવતી:- "કેમ નહીં કરે? આ જો RRએ મને Love bite આપ્યું છે તે."
મેહાએ જોયું તો એ યુવતીના ગળા પર દાંત ના નિશાન હતા.
મેહાને તો એ નિશાન જોઈ રજત પર ગુસ્સો આવ્યો.
મેહા મિષા પાસે આવી.
"હું પછી તમને ક્લાસમાં મળું." એમ કહી મેહા રજતને શોધવા ગઈ.
પેલી પાંચ છોકરીઓમાંથી એક છોકરીએ કહ્યું "RRએ તને સાચ્ચે Love bite આપી. મને તો વિશ્વાસ નથી આવતો."
બીજી છોકરીએ કહ્યું "ના રે આ Love bite તો મારા બોયફ્રેન્ડે આપી છે. એ તો પેલી છોકરીઓનું સીનીયર ગ્રુપ હતું એટલે રૉફ જમાવવા એવું કહી દીધું. એમ પણ RR ડાન્સર છે અને ફેમસ પણ...RR ને કોણ નથી જાણતું આ શહેરમાં. એટલે રોફ જમાવવા કહી દીધું."
એક ખાલી ક્લાસમાં રજત એક છોકરી સાથે વાત કરી રહ્યો હતો.
મેહા રજતનો હાથ પકડી બીજા ક્લાસમાં લઈ ગઈ.
રજત:- "શું થયું? તું મને અહીં કેમ લઈ આવી?"
મેહા:- "શું વાત કરતો હતો એ છોકરી સાથે?"
રજત:- "કંઈ નહીં બસ એમ જ ફ્લર્ટિગ કરી રહ્યો હતો."
મેહા:- "સાચ્ચે ફ્લર્ટિંગ કરી રહ્યો હતો કે પછી એને કિસ કરવાનો હતો કે પછી Love bite?"
રજત:- "તું શક કરે છે મારા પર?"
મેહા:- "કદાચ. જો રજત તું પહેલેથી જ છોકરીઓ સાથે કિસ કરતો આવ્યો છે તો મને..."
રજત:- "તો તને લાગ્યું કે હું તને છોડીને બીજી યુવતીઓને કિસ કરી રહ્યો છું. રાઈટ?"
મેહા:- "મને એમ લાગ્યું કે..."
રજત:- "બસ મારે હવે કોઈ વાત નથી કરવી."
મેહા:- "રજત બસ મારે આ વાત ક્લીઅર કરવી હતી એટલે મેં તને પૂછી લીધું. સિમ્પલ."
રજત:- "મારા માટે આ સિમ્પલ વાત નથી.મેહા હું તને સમજાવીને થાકી ગયો છું. મેહા તું મારા પર વિશ્વાસ જ કરવા નથી માંગતી તો મને લાગે છે કે આપણે બ્રેક અપ કરી લેવું જોઈએ."
મેહા:- "રજત તારા મનમાં આ વાત આવી પણ કઈ રીતે? ઑહ I see મારાથી મન ભરાઈ ગયું ને? કૉલેજમાં નવી નવી છોકરીઓ આવી એટલે.
ઑહ એટલે મારી સાથે બ્રેક અપ કરવા માંગે છે."
રજત:- "મેહા વાત એ નથી કે મારું મન તારાથી ભરાઈ ગયું છે. વાત છે વિશ્વાસની. જે તું મારા પર તો બિલકુલ નથી કરતી."
મેહા:- "પણ મને ક્લીઅરલી થવું છે કે તું એ છોકરીને કિસ કરવાનો હતો ને!"
રજત:- "મેહા તને સમજાવવાનો કોઈ ફાયદો નથી. મારા તરફથી બ્રેક અપ. કહેવા ખાતર બ્રેક અપ નથી. સીરીયસલી કહું છું. તો એવી આશા બિલકુલ ન રાખતી કે હું તારી પાછળ પાછળ આવીશ."
મેહા:- "હા તો મને પણ કોઈ શોખ નથી તારી ગર્લફ્રેન્ડ બનાવાનો. આજથી તું તારા રસ્તે હું મારા રસ્તે."
બંનેને એકબીજા પર ગુસ્સો આવતો હતો.
મેહા ઘરે ગઈ. પહેલાં પહેલાં તો ખૂબ ગુસ્સો આવ્યો પણ પછી મેહાથી રડી પડાયું. ખાસ્સીવાર સુધી રડી. પછી થોડી શાંત થઈ. રાતે જમીને મેહાએ રજતને ફોન કરવાનું વિચાર્યું. પણ પછી વિચાર કર્યો કે હું શું કરવા ફોન કરું. એ મને ફોન કરીને મનાવશે. રજતને પણ ગુસ્સો આવ્યો હતો. ફોન કરીને મેહાને સમજાવવાનો વિચાર કર્યો. પણ પછી વિચાર આવ્યો કે હું શું કરવા એને સમજાઉ. એણે જ સમજવું જોઈએ ને? આ વખતે તો હું એની પાછળ નહીં જ જાઉં. એમ પણ ભૂલ મેહાની છે.
બંનેએ એકબીજાને ફોન ન કર્યો. બીજા દિવસે કૉલેજમાં મેહા અને રજત એકબીજા તરફ નજર કરી લેતા પણ વાતની શરૂઆત કોઈએ કરી જ નહીં.
રજત અને મેહાના ફ્રેન્ડસે એવું વિચાર્યું કે મેહા અને રજત વચ્ચે એવું તો ચાલ્યા જ કરે છે. હમણાં એક બે દિવસમાં ફરી એકબીજા સાથે વાત કરતા થઈ જશે. પણ અઠવાડિયું થઈ ગયું. ન તો રજતે મેહા સાથે વાત કરવાની કોશિશ કરી ન તો મેહાએ રજત સાથે વાત કરી. બંનેના ફ્રેન્ડસે પણ રજત અને મેહાને સમજાવવાની કોશિશ કરી પણ કંઈ ફરક ન પડ્યો.
મેહા રોજ રાત્રે રજત વિશે વિચારી અપસેટ થઈ જતી. મેહાને એવું લાગ્યું કે રજત હવે સાચ્ચે મારી પાછળ નહીં આવે. મેહાને પછીથી અહેસાસ થયો કે રજતની વાત સાચી હતી. મારે રજત પર વિશ્વાસ કરવાનો હોય...શંકા નહીં... ઘણાં દિવસ થયા પછી મેહાને લાગ્યું કે રજત સાથે એકવાર વાત તો કરવી જોઈએ.
રિહર્સલ હૉલમાં એક દિવસ બધા બેઠાં બેઠાં વાતો કરી રહ્યા હતા. મેહા અને રજત એકબીજા સાથે વાત નહોતા કરતા પણ ગ્રુપમાં સાથે બેઠા હોય ત્યારે ફ્રેન્ડસ સાથે મજાક મસ્તી તો ચાલતી રહેતી. ડાન્સની પ્રેક્ટીસ પણ ચાલું જ હતી.
મેહા રજત પાસે ગઈ અને રજતનો હાથ પકડી કહ્યું "Sorry રજત. ભૂલ મારી હતી."
રજત કંઈ બોલ્યો નહીં અને મેહાનો હાથ છોડાવી દીધો.
મેહા:- "રજત મારે તારી સાથે વાત કરવી છે."
રજત:- "પણ મારે તારી સાથે કોઈ વાત નથી કરવી."
મેહા ચૂપચાપ એના ફ્રેન્ડસ પાસે જઈને બેસી ગઈ.ઘરે જઈને મેહાની આંખમાંથી આંસુ સરી પડ્યા. મેહા વિચારતી હતી કે ઘણાં સમયથી મારી અને રજત વચ્ચે વાત નથી થઈ. અને આજે તો Sorry પણ બોલી દીધું. પણ હવે લાગે છે કે રજત મારી પાસે નહીં આવે. મેહાએ ફોન ચેક કર્યો. ના તો રજતનો ફોન ના તો કોઈ મેસેજ.
પહેલાં શ્રેયસે મને તરછોડી દીધી અને કદાચ રજતે પણ મુવ ઓન કરી લીધું છે. એમ પણ રજતને કોઈ ને કોઈ છોકરી તો મળી જ જશે. મારો તો કોઈ ચાન્સ જ નથી કે કોઈ છોકરો મળે. અને મળશે તો પણ શ્રેયસ જેવા. અને મળી જાય તો પણ રજત જેટલો લવ તો મને નહીં કરે. તેના કરતા બેટર છે કે સિંગલ જ રહેવું. આવા વિચારો કરતાં કરતાં જ મેહા સૂઈ ગઈ.
ક્રમશઃ