તરસ પ્રેમની - ૩૪ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તરસ પ્રેમની - ૩૪



સવારે કૉલેજમાં મેહા નીચે ઉભી કૉલેજની અગાશીને જોઈ રહે છે. આટલા ઊપરથી હું નીચે પડીશ તો કલ્પના પણ નથી કરી શકતી કે મારી શું હાલત થશે. વિચારીને જ ડર લાગે છે તો કરવા જઈશ તો કદાચ હાર્ટએટેક થી જ મરી જઈશ. નહીં નહીં મારે મરવું નથી મારે રજત સાથે જીવવું છે.

રજત:- "ઑ હેલો અહીં ઉભા ઉભા શું વિચારે છે?"

મેહા:- "કંઈ નહીં બસ એમજ."

રજત:- "કાલે ફોન કર્યો હતો."

મેહા:- "હા પણ પછી મને લાગ્યું તું બિઝી હશે."

રજત:- "ચાલ તો..."

મેહા:- "ક્યાં?"

રજત:- "તું ચાલ તો ખરી."

રજત મેહાને એક ખાલી ક્લાસમાં લઈ આવે છે.

મેહા:- "અહીં શું કરવા લઈ આવ્યો?"

રજત:- "બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડને શું કરવા લઈ આવે?"

મેહા:- "રજત મેં તારી સાથે જે કંઈ કર્યું તે ગેરસમજને લીધે કર્યું. મને તો એ વાતનું આશ્ચર્ય થાય છે કે તું આટલી સહેલાઈથી મારી ખામીઓને કેવી રીતે સ્વીકાર કરી શકે. મેં તારી સાથે કેવું વર્તન કર્યું,તને હંમેશા હર્ટ કર્યો છતાં પણ તું મને કેવી રીતના આટલો લવ કરી શકે. રજત હું એવી સ્થિતિમાં નથી કે તને કંઈ સમજાવી શકું. હું એટલું કહેવા માંગું છું કે કોઈ વ્યક્તિ મને આટલી હદ સુધી કેવી રીતના ચાહી શકે. મને હજી પણ વિશ્વાસ નથી આવતો કે તું મને આટલો લવ કરે છે."

રજત:- "તો ખબર પડી ગઈ ને કે હું તને કેટલો લવ કરું છું તે. હવે તું બોલ મને લવ કરે છે કે નહીં?"

મેહા:- "હા તને લવ કરું છું પણ મારો લવ તારા લવ જેટલો ગ્રેટ નથી."

રજત:- "તો સાબિત કરી દે કે તારો લવ પણ ગ્રેટ છે.
ફાર્મહાઉસ જઈએ ને?"

મેહા:- "નહીં રજત. તારા જેટલો ગ્રેટ લવ હું તને નહીં કરી શકું. ગઈકાલે રાત્રે મેં બહું વિચાર્યું. તો મને લાગ્યું કે હું તારે લાયક જ નથી. રજત મારાથી સહન નથી થતું કે તું મને આટલો લવ કરે છે. મને હજી એ વિશ્વાસ કરવામાં સમય લાગશે કે તું મને આટલો લવ કરે છે. હું જાણે કે કોઈ સપનું જોઈ રહી છું."

રજતે મેહાની કમર પકડી પોતાની તરફ ખેંચી.

રજત:- "હવે વિશ્વાસ આવ્યો કે આ સપનું નથી."

મેહા:- "જો રજત હું તારે લાયક નથી. તો Sorry RR હું તને લવ કરું છું તે સાબિત કરવાની મારામાં હિંમત નથી. હવે મને છોડ."

રજત:- "મેહા હવે આ શું નવું નાટક છે. મેહા તારી બહુ રાહ જોઈ છે. જો મેહા હું હવે તારી રાહ જોઈને થાકી ગયો છું. મેહા હવે મારાથી તારી રાહ નથી જોવાતી. બીજી યુવતીઓ છે Waiting list માં...મેહા એકવાર વિચાર કરી લે. આ વખતે સાચ્ચે હું તારી પાછળ નહીં આવું."

મેહા:- "સારું તારી અને મારી રિલેશનશીપ આગળ વધી શકે જો તું મને મારો પ્રેમ સાબિત કરવા નહીં કહે તો!"

રજત:- "ના ના મેહા તારે સાબિત તો કરવું જ પડશે. મેહા મારા માટે એ જાણવું બહું અગત્યનું છે કે તું મારા પર કેટલો વિશ્વાસ કરે છે."

મેહા:- "સૉરી રજત મારામાં એટલી હિમંત નથી. તો તને જે ગમે તે યુવતીને ગર્લફ્રેન્ડ બનાવી શકે છે."

રજત:- "Are you sure?"

મેહા:- "હા..."

રજત મેહાને છોડી દે છે અને ક્લાસની બહાર નીકળી જાય છે. મેહા પણ બહાર નીકળે છે.

મેહા:- "રજત શું આપણે ફ્રેન્ડસ ન બની શકીએ?"

"ના હું તો તને ફ્રેન્ડ ન બનાવી શકું. Bye..."
એમ કહી રજત ચાલવા લાગ્યો.

રજતે એવી રીતના કહ્યું કે મેહાને રજત માટે દુઃખ થયું. મેહાએ પાછળ ફરી રજત તરફ જોયું. રજત તો પોતાની મેળે ચાલ્યો જતો હતો. મેહાને અહેસાસ થયો કે પોતે આવી વાત કરીને રજતને હર્ટ કર્યો છે.

મેહા રજતની પાછળ પાછળ ગઈ.

મેહાને લાગ્યું કે રજત કદાચ રડે છે.

મેહા:- "રજત..."

પણ રજત તો ચાલ્યે જતો હતો.

મેહાને ખાતરી થઈ ગઈ કે રજત રડી રહ્યો છે.

મેહાએ રજતનો હાથ પકડી લીધો. રજત હાથ છોડાવીને જતો હતો કે મેહા દોડીને એની સામે આવી ગઈ. રજત નજરોને છૂપાવતો હતો.

મેહાની ધડકનો વધી ગઈ. મેહાએ આજ સુધી કોઈ છોકરાને રડતો નહોતો જોયો. રજતની આંખમાંથી આંસું ની બુંદ ટપકી પડી. મેહા માટે અત્યારે એ વાત પર વિશ્વાસ કરવો અશક્ય હતું કે કોઈ મારા માટે રડે છે.

મેહા:- "રજત પ્લીઝ મારી તરફ જો."

રજતની નજરો ઝૂકેલી હતી.

મેહા:- "રજત પ્લીઝ."

રજતે મેહા તરફ નજર કરી. અને તરત જ નજર ફેરવી લીધી.

મેહા તો રજતને વળગી પડી. મેહાની આંગળીઓ રજતના વાળમાં ફરતી હતી.

મેહા:- "સૉરી રજત. પ્લીઝ રજત મને માફ કરી દે. મને તો વિશ્વાસ જ ન આવ્યો કે તું મારા માટે રડ્યો છે. સૉરી સૉરી સૉરી..."

રજતે પણ મેહાને ટાઈડ Hug કર્યું.

રજતના હાથ મેહાની કમર પરથી પીઠ પર અને પીઠ પરથી મેહાના વાળ પર ગયા. વાળ પર રજતની પકડ મજબૂત થઈ.

મેહા:- "રજત શું કરે છે? મને હર્ટ થાય છે."

"આ તો કંઈ જ નથી. જો મેહા તું મારી સાથે રહીશ ને તો તને આનાથી પણ વધારે તકલીફ આપીશ એના કરતા બેટર છે કે તે કહ્યું હતું એમજ કરીએ. તું તારા રસ્તે જા અને હું કોઈ મારા માટે શોધી લઈશ." એમ કહી રજતે એક ઝટકા સાથે મેહાના વાળ પકડી મેહાને પોતાનાથી અળગી કરી. રજત ચાલતી પકડે છે.

મેહા સ્વગત જ બોલે છે "રજતનો ગુસ્સો હેન્ડલ કરવો સહેલી વાત નથી. એક ક્ષણ પહેલા તો આંસુ સરતા હતા અને એ જ ક્ષણે રજતને ગુસ્સો આવી ગયો. રજત નું મૂડ ક્યારે બદલાઈ જાય કંઈ કહેવાય નહીં." મેહા પણ ક્લાસમાં જાય છે. રજત અને મેહાની નજર મળે છે.

મેહા રજતની બાજુમાં બેઠી. રજત ઉઠીને મેહાની ડાબી સાઈડની બેન્ચ પર બેસી ગયો. મેહાએ રજત તરફ નજર કરી. મેહાએ રજતને મનાવવાનું વિચાર્યું.
મોબાઈલમાં Song ચાલું કરી દીધું. અને ડાન્સ કરવા લાગી.

ये लड़का हाय अल्लाह कैसा है दीवाना
कितना मुश्किल है तौबा इसको समझाना
के धीरे-धीरे दिल बेकरार होता है
होते होते होते प्यार होता है
हो..ये लड़का हाय अल्लाह कैसा है दीवाना
कितना मुश्किल है तौबा इसको समझाना
के धीरे-धीरे दिल बेकरार होता है
होते होते होते प्यार होता है

રજત મેહાને ડાન્સ કરતા જોઈ રહ્યો.

એટલામાં જ બધા ફ્રેન્ડસ આવી રહે છે.

મિષા:- "ઑહો જોરશોરથી તૈયારી થઈ રહી છે રજતને મનાવવાની."

મેહા:- "હાસ્તો વળી. રજતના મૂડની ખબર નથી પડતી ક્યારે ગુસ્સે થઈ જાય અને ક્યારે હસી પડે."

મિષા:- "શું થયું?"

મેહા:- "છોડને યાર અમારી વચ્ચે ચાલ્યા કરે છે."

એક પછી એક સ્ટુન્ડન્ટ આવવા લાગ્યા. બધા લેક્ચર અટેન્ડ કરી રહ્યા હતા.

રજત બાજુની બેચ પર બેઠેલી મેહા તરફ નજર કરે છે. મેહાની નજર પણ રજત તરફ જાય છે. એમ પણ મેહા નું ધ્યાન ભણવામાં ઓછું અને રજત તરફ વધારે હતું. રજતની નજર મેહાની કમર પર પડે છે.

મેહા સ્વગત જ બોલે છે "લો હવે રજતનો ફરી મૂડ બદલાયો. રજતની નજર ધીરે ધીરે મેહાના આખા શરીર પર ફરે છે. રજત ક્યાંય સુધી મેહાની કમરને જોઈ રહ્યો. મેહાને ખ્યાલ આવતા શ્વાસોચ્છવાસની પ્રક્રિયા ઝડપી થઈ ગઈ. રજત જાણી ગયો કે હું મેહાને આવી રીતના જોઉં છું એટલે મેહાની શ્વાસ લેવાની ની પ્રક્રિયા વધી ગઈ છે. રજતે મેહા તરફ નજર કરી. રજતે ફરી મેહાની કમર પર નજર કરી. રજતની નજર આખા શરીર પર ફરી વળી.

રજત મને આવી રીતના જોઈ રહ્યો છે તે મેહાથી સહન ન થયું. મેહાએ પોતાના શરીરને સંકોચી લીધું. મેહાએ પોતાની કમર પર હાથ મૂકી દીધો. રજતની નજર તો મેહા પરથી હટતી જ નહોતી.

રજત મેહાને મેસેજ કરે છે "મેહા શું યાર તું પણ આટલી જલ્દી શરમાઈ ગઈ. મને શાંતિથી તો જોવા દે. કમર પરથી હાથ હટાવ."

મેહા:- "રજત પ્લીઝ મને આવી રીતના ન જો. રજત તું આમ જોય છે તો મારાથી સહેવાતું નથી."

રજત:- "મેહા આજે શું થયું? આટલા વખતથી તો નહોતી શરમાતી અને આજે શું થયું?"

મેહાના હાથ ટાઈપીગ કરવામાં લાગેલા હતા.

રજત:- "મેહા શું કરે છે? બંન્ને હાથથી ટાઈપ કરને!"

રજતની નજર મેહા પર જ હોય છે.

મેહા:- "તને શું થયું આજે? પહેલાં તો તે મને આવી નજરથી ક્યારેય નહોતી જોઈ. તો શરમાવું નહીં તો શું કરું? અને હા એક જ હાથથી ટાઈપિંગની કરીશ. બંન્ને હાથથી ટાઈપિંગની કરવા ગઈ તો તારી નજર મારી કમર પર પડશે. એટલે આ હાથ તો મારી કમર પરથી નહીં હટાવુ."

મેહાને હાશ થઈ કે ચાલો કમસેકમ રજતને મેં મનાવી તો લીધો. Thank God કે જનાબ રોમેન્ટીક મૂડમાં છે. પણ રોમેન્ટીક મૂડ બનાવવામાં હું તો શરમથી પાણી પાણી થઈ ગઈ.

રજત મેસેજ કરે છે "વધારે ખુશ થવાની જરૂર નથી. અત્યારે તો તે મને મનાવી લીધો પણ હું એટલી આસાનાથી હાથમાં આવવાનો નથી. યાદ છે ને તારે તારા પ્રેમને સાબિત કરવાનું છે તે."

મેહા વિચારે છે કે "રજત દર વખતે મારા મનની વાત કેવી રીતના જાણી જાય છે."

મેહા:- "રજત હું આ વિશે વિચારીશ."

રજત:- "Very Good..."

બપોરે કેન્ટીનમા બધા ગપ્પા મારી રહ્યા હતા.

મિષા:- "આવતીકાલથી હું કૉલેજ નથી આવવાની?"

રૉકી:- "કેમ?"

મિષા:- "ફાઈનલ એક્ઝામની તૈયારી કરવાની હોય કે નહીં?"

રજત:- "હા યાર ફાઈનલ એક્ઝામ તો નજીક જ આવી રહી છે. એમ પણ બે-ત્રણ દિવસ પછી કૉલેજમાં વાંચવાની રજા પડી જ જશે."

મેહા વિચારે છે કે કૉલેજમાં નહીં અવાશે તો રજતને તો મળાશે જ નહીં. નહીં નહીં રજત વગર હું રહી ન શકું.

મેહા:- "તમે લોકો ન આવતા પણ રજત તારે તો આવવું પડશે.''

રજત:- "મેહા મારે તો નથી આવવું. એક્ઝામની તૈયારી કરવાની છે."

રજતે પોતાનો નિર્ણય જણાવી દીધો. સાંજે ઘરે જઈને મેહા રજતને ફોન કરે છે.

મેહા:- "રજત પ્લીઝ કાલે તું કૉલેજ આવી જજે."

રજત:- "પણ મેહા કૉલેજ શું કામ આવું? આપણું ગ્રુપ તો આવવાનું નથી."

મેહા:- "રજત તો હું તને કેવી રીતના મળીશ?"

રજત:- "ઑહ તો એમ વાત છે. તો સીધેસીધું કહેવું જોઈએ ને કે તું મને મળવા માંગે છે."

મેહા:- "હવે તો કહ્યું ને."

રજત:- "ઑકે તું મારા ઘરે આવી જજે વાંચવાના બહાને."

મેહા:- "ઑકે હું કાલે આવી જવા. Bye.."

બીજી સવારે મેહા રજતના ઘરે પહોંચી ગઈ.

મેહાએ ડોરબેલ વગાડી. રજતે દરવાજો ખોલ્યો.

રજત:- "મેહા તું? આટલી જલ્દી?"

મેહા:- "હું તો આના કરતા પણ વહેલી આવવાની હતી."

રજત:- "ઑકે તું મારા રૂમમાં જા. હું હમણાં જ આવ્યો."

મેહા:- "ઘરે કોઈ નથી?"

રજત:- "Thank God કે ઘરે કોઈ નથી. મમ્મી હોત તો આવી રીતના આપણને મળવા પણ ન દેત."

મેહા:- "આંટી એટલા કડક છે."

રજત:- "હા બહું સ્ટ્રીક છે."

મેહા રજતના રૂમમાં જાય છે. મેહા આગળ પણ રજતના રૂમમાં આવી હતી. પણ આજે મેહાએ રજતના રૂમને ધ્યાનથી જોયો.

મેહા તો બેડ પર સૂઈ ગઈ. મેહા વિચારવા લાગી
"હું રજતની દુલ્હન બનીને આવીશ ત્યારે આ જ બેડ પર બેસી એની રાહ જોઈશ." મેહા તો કલ્પના કરવા લાગી કે રજત સાથે અમે આમ કરીશું ને તેમ કરીશું.
અને રહી વાત મારા પ્રેમને સાબિત કરવાની તો એ તો હું સાબિત કરીને જ રહીશ.

રજત રૂમમાં આવે છે. મેહાને સૂતેલી જોય છે. મેહાના ચહેરા પર સ્માઈલ હતી.

રજત:- "સપના જોવાઈ ગયા હોય તો થોડું વાંચી પણ લઈએ."

મેહા:- "નથી જોવાયા. તું વાંચવાની શરૂઆત કર. હું થોડીવાર પછી વાંચીશ."

રજત તો વાંચવામાં બીઝી થઈ ગયો. પણ મેહા સૂતા સૂતા રજતને જોઈ રહી. રજત પણ વચ્ચે વચ્ચે મેહા તરફ એક નજર કરી લેતો.

રજત:- "બે કલાક થયા. હવે ચલ વાંચવાનું સ્ટાર્ટ કર."

મેહા:- "રજત મને સખત ભૂખ લાગી છે."

રજત:- "ઑકે તું નીચે આવ."

રજત ડાઈનીગ ટેબલ પર જમવાનો સામાન ગોઠવી દે છે.

મેહાને તો ભૂખ લાગી હતી એટલે તો મેહાએ જમવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. જમીને મેહા રૂમમાં જતી રહી.

મેહા બેડ પર સૂઈ ગઈ.

રજત રૂમમાં આવ્યો.

રજત:- "તું વાંચવા આવી છે કે ઊંઘવા?"

મેહા:- "ખાઈ લઈને પછી મને ઊંઘ આવવા લાગે છે. હું થોડીવાર સૂઈ જાઉં પછી ચોક્કસ સિરિયસલી વાંચીશ."

રજત:- "ઑકે.'

રજત પોતાની મેળે વાંચવા લાગ્યો. થોડીવાર વાંચ્યું.
પછી રજતની નજર મેહા પર ગઈ.

રજત:- "ઊંઘ ન આવતી હોય તો ઉઠીને વાંચ."

મેહા:- "ના હું પછી વાંચીશ."

મેહાએ આંખો મીંચી દીધી.

રજતની નજર મેહા પર ગઈ. મેહા સરખી રીતના શ્વાસ પણ લઈ શકતી નહોતી. રજત મેહા પાસે આવીને બેસી ગયો. રજતની નજર મેહાની નાભિ પર ગઈ. રજતે મેહાના પેટ પર હાથ મૂક્યો.

મેહાની આંખો ઉઘડી ગઈ. મેહાની શ્વાસ લેવાની પ્રક્રિયા વધી ગઈ. રજતને ખ્યાલ આવી ગયો કે મેહા જાગી ગઈ છે. રજતે મેહા તરફ નજર કરી.

રજતે મેહાએ પહેરેલું જીન્સનું બટન ખોલી નાખ્યું.

રજત:- "હવે શ્વાસ લેવાયો? આટલું ટાઈડ જીન્સ પહેરવું જરૂરી હતું? ચામડી કેવી લાલ લાલ થઈ ગઈ છે."

રજતનો હાથ મેહાના ઉઘાડા પેટ પર ફરી રહ્યો. મેહાએ આંખો બંધ કરી દીધી. રજતે દરવાજાની સ્ટોપર મારી દીધી. રજત મેહાને પોતાની બાહોમાં લઈ સૂઈ ગયો.

સાંજે ચાર વાગ્યા પછી મેહાની આંખો ઉઘડી તો પોતે રજતની બાહુપાશમાં હતી. મેહાએ રજત તરફ નજર કરી તો રજત પણ જાગી ગયો હતો.

રજત:- "મેં તો વાંચ્યું પણ છે પણ તે તો જરાય નથી વાંચ્યું. હવે થોડીવાર તો વાંચી લઈએ ને?"

મેહા:- "ઑકે."

રજત અને મેહા વાંચવામાં પડ્યા હતા. રજત નું તો બધુ ધ્યાન વાંચવામાં હતું પણ મેહા નું ધ્યાન રજત પર જ હતું.

સાંજે રજત મેહાને ઘરે મૂકવા જાય છે.

મેહા:- "bye કાલે પણ હું વહેલાં આવી જઈશ."

રજત:- "કાલે આવવાની જરૂર નથી."

મેહા:- "કેમ?"

રજત:- "મમ્મી બહુ કડક છે. જો તને મારી સાથે જોઈ લેશે ને તો મને તો કંઈ વાંધો નહીં પણ પછી તને આ ઘરમાં પગ નહી મુકવા દે."

મેહા:- "પણ રજત હું તારા વગર આખો દિવસ કેવી રીતના કાઢીશ?"

રજત:- "હું તને વીડીયો કૉલ કરીશ."

મેહા:- "ઑકે."

બીજા દિવસે મેહા ચા નાસ્તો કરી વાંચવા બેઠી. પણ મેહા નું મન નહોતું લાગતું. ગઈ કાલે રજત સાથે વિતાવેલી પળો મેહાને યાદ આવી ગઈ. રજતની બાહોમાં સૂવાનું મળ્યું. લગ્ન પછી તો દરરોજ રજતની બાહોમાં સૂવાનું મળશે. રજતની બાહોમાં કેટલી શાંતિ અને સૂકુન હતું. મેહાએ રજતના પ્રેમનો સ્વાદ ચાખી લીધો હતો. એટલે હવે મેહાથી રહેવાતું નહોતું.

મેહા બપોરે જમીને સૂઈ ગઈ. જેવી આંખ ઉઘડી કે મેહાને રજત જ યાદ આવ્યો. મેહા ફ્રેશ થઈ અને વ્હીકલ રજતના ઘર તરફ હંકારી મૂકી.

મેહા રજતના ઘરે તો પહોંચી ગઈ. પણ અંદર કંઈ રીતે જાઉં? એમ વિચારવા લાગી. મેહાએ રજતના ઘરની આસપાસ બે ત્રણ ચક્કર લગાવ્યા. રજતે ઉપરના રૂમમાં બાલ્કની માં ઉભા ઉભા મેહાને આંટા મારતા જોઈ. મેહાએ રજત તરફ નજર કરી. સાવિત્રીબહેન લૉનમા શાંતિથી ચા પીતા હતા. મેહાને આ રીતે આંટા મારતા સાવિત્રીબહેન જોઈ રહ્યા.

રજતે મેહાને ફોન કર્યો.

રજત:- "હેલો મેહા તું અહીં શું કરી રહી છે? મેં તને ના પાડી હતી ને?"

મેહા:- "પણ રજત હું શું કરું? મારાથી રહેવાયું નહીં.
એકવાર તને જોવો હતો."

રજત:- "જોઈ લીધું ને હવે જા. આજે આવી તો આવી પણ હવે આબાજુ ન આવતી. હું તને વીડીયોકૉલ કરીશ."

મેહા:- "ઑકે Bye..."

દિવસ તો મેહાએ જેમ તેમ કાઢ્યો. મેહાથી રહેવાયું નહીં. મેહા રજતને વીડીયોકોલ કરે એ પહેલા રજતે વીડીયોકૉલ કર્યો.

રજત:- "જમી લીધું?"

મેહા:- "હા..."

રજત:- "અરે વાહ નાઈટ ડ્રેસમાં તો તું કંઈક વાધારે જ એટ્રેક્ટીવ લાગે છે."

રજત ની નજર મેહાના આખા શરીર પર ફરી વળી.

મેહાની શ્વાસ લેવાની પ્રક્રિયા વધી ગઈ.

મેહા:- "રજત કાલે વાત કરીએ."

રજત:- "કેમ શું થયું?"

મેહા:- "રજત તું મને આવી રીતના જોય છે તો..."

રજત:- "ઑહ તો મેડમને શરમ આવે છે."

મેહા:- "રજત Bye and good night..."

મેહા સૂઈ ગઈ. રજત પણ મેહા વિશે વિચારતા વિચારતા સૂઈ ગયો.

ક્રમશઃ