ભવ્યા મિલાપ (ભાગ 16) Bhavna Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભવ્યા મિલાપ (ભાગ 16)

ભવ્યા મિલાપ (ભાગ 16)

(મિલાપનો બર્થ ડે)

તમે ગતાંક માં જોયું કે ભવ્યા અને મિલાપ બન્ને વચ્ચે એક ગેરસમજણ ને પરિણામે ભવ્યા દુઃખી થાયછે અને એના મોબાઈલ ચેક પણ કરેછે આખો બર્થડે પણ વીતી જાયછે પણ મિલાપ ગાયબ હોયછે

એક મહીનો વીતી જાયછે ને એક દિવસ અચાનક મંદિરમાં ભવ્યા ને મળવા મિલાપ આવેછે એ વાત થી ભવ્યાને ગુસ્સો આવેછે અને એની સામે જોયા વગર નીકળી જાયછે

આમ, એક ક્ષણિક મુલાકાત ને અંતે મિલાપ સમજદારીથી ભવ્યા ને મનાવી લેછે.. અને ફરી પ્રેમનું વિસ્તરણ થાયછે..

હવે જોઈએ આગળ...

ભવ્યા અને મિલાપ એકબીજાની સાથે ખુશ હોયછે વ્યસ્તતા વચ્ચે પણ હવે એકબીજાને સારો એવો સમય આપેછે અને દિવસે દિવસે એમનો પ્રેમ પાંગરતો જાયછે અને એક દિવસ મિલાપ નો બર્થડે આવે છે સંજોગે એ જ દિવસે દિવાળી પણ હોયછે..

ભવ્યા અને મિલાપના પ્રેમની દિવાળી હૈયામાં ઉમંગ અપાર અને ઊર્મિઓની ધામધૂમ હોય છે .ભવ્યાએ મિલાપ નો જન્મદિવસ યાદ રાખીને આગલી રાત્રે 12 વાગે મેસેજ કરેછે, અને સાથે હેપી દિવાળી પણ વિશ કરેછે .

મિલાપ પણ ભાવુક થયી જાયછે અને એ બીજા દિવસે થોડા સમય માટે મળવા કહેછે.

ભવ્યા સહમત થાયછે અને બન્ને મીઠી વાતો કરીને સુઈ જાયછે..

સવારે ઉઠતા જ મિલાપ ને વિડિઓકોલમાં જન્મદિન ની શુભેચ્છા પાઠવે છે. અને મિલાપ ખુશ થયી જાયછે બન્ને સાંજે ક્યાં મળવું એ પ્લેસ નક્કી કરેછે..


ભવ્યા બજાર ના કામ અર્થે જવાનું હોવાથી હાઈવે સાઈડ બજારની કામ પતાવીને એક શાંત જગ્યાએ મિલાપને 7 વાગે બોલાવેછે અને એ સમયે દિવાળી હોવાથી બોવ તો નહીં પણ 10 મિનિટ જેવું પણ માંડ મળે છે .

"ભવ્યા : હેપી બર્થડે મિલું

મિલાપ : thnks

આજ ભવ્યા સુંદર લાગી રહી હોયછે રૂબરૂમાં મળવાની વાત જ અલગ હોયછે..

પ્રિયજન ની પાસે ઉભા રહેતા જ જે અનુભુતી થાયછે એતો એ પ્રેમીઓ જ સમજી શકે.

મિલાપ હાથ મિલાવીને તરત જ લઈલેછે

મિલાપ ભવ્યા ની નખરાળી કાજલ ભરી આંખોમાં અનિમેષ નયને જોવેછે અને ખોવાઇ જાયછે અને બન્ને એકમેક ને પ્રેમથી જોવે છે ત્યાં ભવ્યાનો મોબાઈલ રણકે છે ..
એના પાપા નો ફોન હતો..
એ મિલાપ ને ચૂપ રહેવા ઈશારો કરીને વાત કરેછે

પાપા : ભવ્યા બેટા ઘેર જલ્દી આવ રાત પડવા આવે એ પહેલાં.. તહેવાર નો સમય છે

ઓકે પપ્પા..ભવ્યા ફોન કટ કરેછે

બન્ને ને મન તો નથી થતું ઘેર જવાનું પણ મિલાપ ને પણ કામ હોવાથી બન્ને નાછૂટકે વિદાય લેછે ..


ભવ્યા તો સ્ફુટી ચલાવતા ચલાવતા મિલાપના જ વિચારોમાં ખોવાયેલી રહે છે. આજે એને આ ઊગતી રાતના તારા અને ચંદ્ર ને જોઈને અનહદ આનંદ થાયછે. પવનના સુસવાટા નો અવાજ પણ એના મનને મોહીત કરી જાયછે


આવેશમાં એ સ્ફુટીની સ્પીડ વધારીને આકાશ અને પવન સાથે વાત કરતી ઉડાઉડ કરતી ઘેર જાય છે..આજ એનો ચહેરો અતિ આનંદિત હોયછે


મિલાપ ને એની બેઠક વચ્ચે 1 ફૂટ નું અંતર હોવા છતાં જાણે એનો વણસ્પર્શયો હાથ એની આંગળીઓમાં મહેસુસ કરતી હતી. એને અવિરત આનંદિત આ ક્ષણ ને પૂરેપૂરી માણવી હતી પણ સમય નો અભાવ હતો..

આ સમય પણ કેવી કરામત કરેછે..ઇંતજાર હોય એટલે ધીમેં ધીમે વહેછે અને પ્રિયજન સાથે હૉયછે એટલે જલન નો માર્યો ક્યારે ફટાફટ વહી જયછે એજ નય સમજાતું. અને એ મનમાં જ સ્મિત કરીને આસપાસ કોઈ જોઈ ન જાય એના આ સ્મિતને એમ એની ખાતરી કરીને પછી ઘેર જાયછે.

રાતે ફટાકડા ફોડતા સમય મિલાપનો વીડિયો કોલ આવેછે અને ભવ્યા ધાબા પર જઈને વાત કરેછે એને મિલાપને એટલો ખુશ પહેલીવાર જોયેલો કદાચ એના પ્રેમની અસર હતી એ બન્નેને એકબીજાને માટે સમાન લાગણીઓ હતી..

કદાચ હવે મિલાપ પણ ભવ્યા બાબતે ગંભીર બનેલો.. એ જોઈ ભવ્યાને હરખ નહોતો માતો..

બસ આમને આમ દિવસો વીતી જાયછે અને એમના પ્રેમને 3 વર્ષ થવા આવેછે..

એક દિવસ ભવ્યા ને જોવા છોકરો આવે છે..ભવ્યાને મિલાપને કહેવું હતું પણ એ કહી નથી શકતી.. મમ્મી- પાપાની સામે એ લાચાર છે..

જોઈએ હવે શું થાયછે પ્રેમના 3 વર્ષનો હિસાબ નફામાં થાયછે કે નુકશાન થાય એ જોવા માટે થોડી રાહ જોવી પડશે ..

મિત્રો આગળ નો ભાગ કાલે જ કરીશ પણ ત્યાં સુધી તમેં મારી અન્ય સ્ટોરીઓ પણ વાંચતા રહેજો ઘેર રહેજો સેફ રહેજો

આવજો..😊ગુડનાઇટ✍️♥️