ભવ્યા મિલાપ (ભાગ 15) Bhavna Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

ભવ્યા મિલાપ (ભાગ 15)

ભવ્યા મિલાપ (ભાગ 15)

(એક ક્ષણિક મુલાકાત)

ગતાણકમાં જોયું કે ...

ભવ્યાનો બર્થડે માટે નો ઉત્સાહ મિલાપ ના કારણે તૂટી જાયછે તે આખો દિવસ અજંપો લઈને ફરતી રહેછે. પણ મિલાપ ના કોઈ ખબર નથી..એને થોડી ચિંતા પણ થાયછે ફોન કરેછે પણ લાગ્યો નહીં અને સ્ટેટ્સ જોયું હોતું નથી તેમજ એના વોટ્સઅપ માં લાસ્ટસીન પણ બદલાતું નથી એ ઓનલાઈન દેખાતો નથી લગભગ એના ઇંતજાર માં ઝૂરીઝુરીને ભવ્યાને એક મહિનો વીતી જાયછે..
અને સમય આગળ વધેછે..

જોઈએ આવતા અંકમાં...

લગભગ એક સાંજે ભવ્યા મંદિરમાં બેસેલી હોયછે પ્રભુને પ્રાર્થના કરતી હોયછે..

લગભગ જ્યારથી મિલાપ વગર કહ્યે જતો રહ્યો છે ત્યારથી ભવ્યા એના વિલાપમાં દુઃખને ભૂલવા મંદિરે આવેછે..અને પ્રાર્થના કરેછે કદાચ એ આશા એ કે ક્યાંક મિલાપ મળી જાય..

આજે એનો જાણે લકી દિવસ હોય એમ ત્યાં અચાનક મિલાપ આવી ચડેછે.. એના શહેર માં આ મંદિર બોવ પ્રખ્યાત હોયછે એટલે બોવ લોકો ત્યાં દર્શનાર્થે આવતા હોયછે. એમનો ભેટો થાયછે ...

મિલાપને જોઈને ભવ્યા અત્યંત ગુસ્સે થયી જાયછે. છતાં એ મિલાપને જોઈ રાજી પણ થાયછે પણ એને બતાવવા માંગતી નથી અને વ્યર્થ રોષ બતાવતા એ મિલાપ ને સામું જોયા વગર બહાર નીકળે છે. મિલાપ પણ એની પાછળ પાછળ જાયછે. કદાચ કઇક કહેવું હતું એને પણ એને ખબર હતી કે ભવ્યાનો ગુસ્સો અતિ આકરો છે અને આસપાસ પબ્લિક પણ હોવાથી એને વધુ કાઈ બોલવું મુનાસીમ ના લાગ્યું એટલે એ પણ ઘેર જતો રહ્યો

ભવ્યા એને જતા જોઈ રહી..અને બોલી શીટ યાર પાગલ છે તું એ તને કાઈ કહેવા આવ્યો હતો પણ તું બસ ઈગો માં જ રે..એ જતો પણ રહ્યો તું એના માટે એક મહિનો સતત ઝુરતી રહી અને એ સામે આવ્યો એટલે તે ગાંડા જેવી હરકત કરી. એ તારી વિશે શું વિચારશે? પાગલ છોકરી છે સાવ. (ભવ્યા ખુદને મીઠો ઠપકો આપે છે.. )

અને એ રાતે અચાનક ભવ્યાના વોટ્સએપમાં મેસેજ આવેછે..

મિલાપ : ભવ્યા સોરી..
મારો મોબાઈલ બગડ્યો હતો.

અને તને ખબર છે ને હું જ કમાનાર છું ઘરમાં બધું સેટ કરવાનું મારે ટૂંકા પગાર માં મમી ની દવાઓ અને ઘરખર્ચ બધું માંડ પરવડતું હોયછે એટલે નવો મોબાઈલ લેવા સેવિંગ કરવાની હતી .

આજે મોબાઇલ લીધો અને થયું કે તું મળી છે તો તને બતાવું અને સોરી કહું પણ તેતો મારી સામું પણ ના જોયું😢


ભવ્યા : હ તો ના જ જોઉને
તને ખબર તો છેને કે તે એક મહિનો
કંઈપણ કહ્યા વગર મને રડતી મૂકી
આમ ચાલ્યો ગયો હતો તું..
એની સામે આ સજા તો કઈ ના કહેવાય


મિલાપ : ઓહ યાર મારી સ્વીટ ભવ્યું
માની જાને યાર?plz


ભવ્યા : ઓકેઓકે પણ આજ પછી
આવું ન કરતોતું એટલીસ્ટ મને ફેસબુકમાં
જાણ તો કરી શક્યોહોતને કે આવી સ્થિત
છે તને ખબર મારી શુ હાલત થયી છે ?


મિલાપ : સોરી, હવે કાન પકડીને કઉ.?
ઓકે ,જાન ચાલ સ્માઈલ કર

અને બન્ને ની લવસ્ટોરી પૂર્વવત સ્થિતિમાં આવી જાયછે..
એ દિવસે ભવ્યા સ્ટેટ્સ મુકેછે


" કેટલો સુંદર હોયછે એ સંબંધ
જેમાં ભૂલ થાય અને સોરી થી
ફરી એવો જ મીઠો સંબંધ બની જાયછે"
😍🤗


મિલાપ સ્ટેટ્સ જોઇને પ્રેમાળ સ્માઇલી (😍) અને થેન્ક્સ લખે છે

આમ બન્નેની ગાડી ફરી પટરી પર આવી જાયછે. એ દિવસે બન્ને મોડા સુધી વાત કરેછે. અને ભવ્યાની ખુશી નો પાર નથી રહેતો.


મિલાપ ભવ્યાને અતિ લાગણીશીલ શબ્દો કહેછે..


" ભવ્યા તું ખૂબ જ સારી છોકરી છે અને તારી સાથે જે લગ્ન કરશે એ બોવજ ખુશનસીબ હશે મારા નસીબ માં તું નથી મને અફસોસ રહેશે પણ હું મજબુર છુ😔

તને ખબર છેને મારો ભૂતકાળ
મારી વાઈફ ને અને મારી મમ્મી ને સારું બનતું નહોતું એજ સાસબહુના ઝગડા એમા મારી લાગણીઓ પીસાતી રહી અનિચ્છાએ પણ મારે એને ડિવોર્સ આપવા પડ્યા અને હવે પાપાના અવસાન બાદ હું જ મમ્મીનો સહારો છું. મારુ સપનું છે એક મસ્ત ઘર લઉં અને ગાડી લઉં એમને બધી ખુશીઓ આપું.. હું તને નહીં ભૂલી શકું તું આજીવન મારી સારી ફ્રેન્ડ રહીશ..
મને ભૂલી ન જતી મેરેજ પછી😢

મિસયું ..
અત્યારે મારી પરિસ્થિતિ સારી નથી એ સક્ષમ કરું એક ગાડી લેવાનો વિચાર છે થોડું સેવિંગ અને થોડી લોનથી એમા સૌથી પહેલી તને જ બેસાડીશ..

મારી ભવ્યું, આઈ લવ યુ♥️🌹


(અને ભવ્યા આ વાતથી ખુબજ ભાવવિભોર થયી જાયછે અને મિલાપ નો આભાર માનેછે.)


ભવ્યા : "મિલાપ તારી કામની નિષ્ઠા તને
એ મુકામ સુધી જરૂર પહોંચાડશે..
મારી ગુડ વિશ તારી સાથે છે.. "

લવ યુ ટુ બેબી..,♥️
બસ આમજ મને પ્રેમ કરજે ,
ગાયબ ના થતો..


મિલાપ : હા, ભવ્યું મારી ડાર્લિંગ😘


(આજ ભવ્યા સાતમા આસમાને વિહરી રહી હતી
અને પછી બન્ને સુઈ જયછે.એક ક્ષણિક મુલાકાત બન્નેની પ્રેમની ગાડીને પાટા પર લાવી દીધી.)

મિત્રો, સાચો પ્રેમ દૂર જવા છતાં હમેશા સાથે રહેછે .
બન્ને ની સ્ટોરી માં આગળ શું આવશે એ જોઈશું હવે એ પછીના આવતા અંકમાં..


આવજો અને ઘરમાં રહેજો☺️.
.સેફ રહેજો👍