taras premni - 33 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૩૩સાગર અને પ્રાચીના ગયા બાદ રજત એક બેન્ચનો ટેકો લઈને બેસી ગયો અને આંખો બંધ કરી.

મેહા રજત પાસે આવી બેસી ગઈ.

મેહાએ રજતનો હાથ પકડ્યો. રજતે આંખ ઉઘાડી એક નજર મેહા પર કરી. ફરી આંખો બંધ કરી દીધી.

મેહા:- "એ છોકરો કોણ હતો?"

રજત:- "પ્રાચીનો બોયફ્રેન્ડ."

મેહા:- "રજત તે મને ફોન કરીને કેમ બોલાવી? તું ધારતે તો પ્રાચીની મદદ કરી શકતે. જેવી રીતે તે મારી મદદ કરી હતી."

રજત:- "હું તારી મદદ કરી શકું પણ પ્રાચીની આવી રીતના હેલ્પ ન કરી શકું. કારણ કે..."

મેહા:- "કારણ કે તું મને ચાહે છે."

રજતે મેહાના હાથમાંથી પોતાનો હાથ છોડાવી હાથ મેહાની કમર પર રાખી મેહાને નજીક ખેંચી.

રજત:- "પ્રાચી જતી રહી એનો મતલબ એમ નથી કે મારી લાઈફમાં બીજી છોકરી નહીં આવે. હું તને ચાહું છું પણ તને યાદ છે ને તારે શું સાબિત કરવાનું છે."

મેહા:- "રજત તારા મગજમાં કંઈ વાત આવે છે કે નહીં? જ્યારે હોય ત્યારે તને આ જ વિચાર આવે છે કે ક્યારે મેહાને હું ટચ કરું. તું મને પ્રેમ કરે છે કે મારા શરીરને?"

રજત:- "લુક્સ ચેન્જની સાથે સાથે તે તારી બોડીનું પણ ધ્યાન રાખ્યું છે. જરા અરીસામાં જઈને જો. પોતાનું ફિગર જોઈને તું પોતાના પર જ ફિદા થઈ જઈશ. તો I think અત્યારે તો મને તારા બદન સાથે પ્રેમ છે. અને એમ પણ તારા તનની શું ખૂશ્બુ છે!"

મેહાએ પોતાની કમર પરથી રજતનો હાથ હટાવ્યો.
મેહા થોડી ગુસ્સામાં બોલી "રજત તું મને કેવી રીતના ટ્રીટ કરે છે. તને ખબર છે તારી હરકતથી,તારી આવી વાતોથી મને કેટલું હર્ટ થાય છે."

રજત:- "અને તું મને હર્ટ કરે છે ત્યારે કંઈ નહીં. અને હા આ ગુસ્સો બીજા પર કાઢજે, મારા પર નહીં.
હું તને શ્રેયસ સાથે જોતો તો તને અંદાજો પણ છે કે મને કેટલું દુઃખ થતું હશે. સૌથી વધારે મને હર્ટ ત્યારે થતું જ્યારે તું મારા પર વિશ્વાસ નહોતી કરતી.
મેહા તું તો મને સમજી જ શકી નથી."

મેહા:- "હું તને સમજી શકી નથી એટલે તું મને આવી રીતના ટ્રીટ કરે છે. રજત આ તારો કેવો લવ છે."

રજત:- "તું કરે છે એવો જ લવ છે. ઉપરછલ્લો."

મેહા:- "રજત તને શું લાગે છે હું તને નામ ખાતર જ લવ કરું છું."

રજત:- "મેહા મને તો એવું જ લાગે છે. મેહા આ પ્રેમ નિભાવવો,પ્રેમ માટે કંઈ કરી છૂટવું એ તારા હાથની વાત નથી."

રજત ઉભો થઈ જાય છે. રજતને કોઈ અસર થઈ નહીં. મેહાને પણ ગુસ્સો આવે છે.

મેહા પણ ઉભી થઈ જાય છે. રજતને પોતાની તરફ ફેરવી રજતના જેકેટ નું કૉલર પકડી રજતને કહે છે
"રજત તને અંદાજો પણ છે કે તારી વાતોથી હું કેટલી હર્ટ થાઉં છું તે. પણ નહીં તને તો તારો ઈગો જ વ્હાલો છે ને?"

એટલામાં જ મિષા,રૉકી,સુમિત,નેહા,પ્રિયંકા અને પ્રિતેશ આવી રહે છે.

મિષા:- "Guys તમારી વચ્ચે શું ચાલી રહ્યું છે?"

પ્રિયંકા:- "મિષા કંઈ યાદ આવ્યુ. સ્કૂલમાં હતા ત્યારે રજતે શું કહ્યું હતું કે હું એટલી આસાનાથી હાથમાં આવવાનો નથી."

મિષા:- "અરે હા રજતે આપણને સ્પષ્ટતા આપી હતી કે મારા અને મેહા વચ્ચે કંઈ નથી. પ્રિયંકાએ કહ્યું હતું કે આપણે રજતને રંગે હાથ પકડીશુ. અને આજે તો કાનુડો રંગેહાથ પકડાઈ જ ગયો. હવે બોલ આ બધું શું ચાલે છે?"

રજત:- "કંઈ નહીં મેડમના નખરાં વધી ગયા છે. પ્રાચી સાથે બ્રેક અપ થઈ ગયું ને એટલે."

મિષાએ જાણી જોઈને પૂછ્યું "તો મેહાને શું ફેર પડશે. મેહા તને લવ થોડી કરે છે."

રજત:- "મેહાને પૂછ. મને કેટલી વાર I love you કહી ચૂકી છે."

મેહા:- "મિષ તું રજતને પૂછ નવમાં ધોરણથી મારી પાછળ પડ્યો છે."

નેહા:- "આટલા બધા સિક્રેટ. અને અમને એની જાણ પણ થવા ન દીધી."

મિષા:- "એક મીનીટ આટલી ખુશીના સમાચાર છે અને તમારા બંનેના ચહેરા પર તો ગુસ્સો છે."

રજત:- "મિષ અમારી વચ્ચે તો આવું ચાલ્યા જ કરશે. ચાલો ક્લાસમાં જઈએ."

બપોરે કેન્ટીનમા બધા નાસ્તો કરવા ગયા.

રજત મિષને ધીમેથી કહે છે "મેડમનો ગુસ્સો ઠંડો થયો કે હજી પણ એવો જ છે?"

મિષા:- "એનો ચહેરો જોઈને તો એવું જ લાગે છે કે હજી પણ ગુસ્સામાં છે."

રજત:- "Guys આજે કંઈક વધારે જ ગરમી છે. તો આઈસ્ક્રીમ થઈ જાય."

બધાએ હા કહી.

નાસ્તો કરી બધા ક્લાસમાં જાય છે.

પ્રાચી:- "મેહા તારી અને રજતની વચ્ચે ફરી ઝઘડો થયો."

મેહા:- "હા મને એ સમજમાં નથી આવતું કે રજત મારી સાથે કેમ આવું કરે છે."

પ્રાચી:- "મેહા તું અને હું બંન્ને જાણીએ છીએ કે રજત તને લવ કરે છે. તમારી વચ્ચે શું થયું એ તો મને ખબર નથી પણ રજતે તારી સાથે જે કર્યું હોય એની પાછળ કંઈક કારણ હશે. તું ઘરે જઈને વિચારજે."

સાંજે છૂટવા ત્યારે આખો ક્લાસ ખાલી થઈ ગયો.
મેહા પણ બહાર નીકળે છે.

રજત:- "મેહા આજે સાંજે મળીએ?"

મેહા:- "મારે નથી મળવું."

રજત:- "મળવું નથી પણ કેમ? Oh God મેહા હજી પણ તારો ગુસ્સો શાંત નથી થયો. છેલ્લી વાર કહું છું તારે મળવું છે કે નહીં? જો તારા આવા જ નખરાં રહેશે તો હું કહી દઉં છું કે આ વખતે હું તારી પાછળ નહીં આવું."

મેહા:- "રજત તને ખબર છે હું કંઈ વાત પર ગુસ્સે છું તો તારે મને મનાવવાની કોશિશ કરવી જોઈએ એને બદલે તું મને જ એટિટ્યુડ બતાવે છે."

રજત:- "શું કહ્યું તે? મારે તને મનાવવી જોઈએ. બીજા કપલ્સની જેમ આપણી એટલી સ્વીટ રીલેશનશીપ નથી કે હું તને મનાવતો ફરું. ખબર છે ને આપણી વચ્ચે કેવો સંબંધ છે તે. આપણી વચ્ચે હંમેશા ઝઘડો થાય છે. ગેરસમજ તું વધારે કરે છે. આભાર માન કે હું તને હજી પણ ચાહું છું. મારી જગ્યાએ બીજુ કોઈ હોત તો તને ક્યારનો છોડીને ચાલ્યો ગયો હોત સમજી?"

"સારું તું પણ જતો રહે. શ્રેયસ મને છોડીને જતો રહ્યો હતો હવે તું પણ મને છોડી દે. કોની રાહ જોય છે. મને કોઈની જરૂર નથી. હું એકલી રહી લેવા." એમ કહી મેહા ચાલવા લાગે છે.

રજત:- "દરેક બાબતમાં ડ્રામા. આ ડ્રામા ક્વીન માનવાની નથી."

રજત મેહાની કમર પકડી પોતાની તરફ ખેંચે છે. મેહાના ઉઘાડા પેટ પર રજતના હાથનો સ્પર્શ થયો તો મેહાના શ્વાસોની આવનજાવનની પ્રક્રિયા વધી ગઈ. રજતે મેહાની કમર પકડી રાખી હોય છે.

મેહા:- "રજત છોડ મને. મેં કહ્યું ને કે હું એકલી રહી લેવા."

રજત:- "બસ ચૂપ હવે. મળવું છે કે નહીં?"

મેહા કંઈ બોલતી નથી. રજત મેહાને જોઈ રહ્યો. રજતને પણ ગુસ્સો આવ્યો.

રજત મેહાને દૂર કરતા કહે છે
"Fine ન મળવું હોય તો તારી મરજી. ખુશ?"

રજત ચાલવા લાગે છે.

મેહા રજતને જતા જોઈ રહે છે.

મેહા મનોમન કહે છે "જો રજત મને ચાહતો હોય તો મને એકવાર ફરીને જોશે."

અચાનક જ રજત ઉભો રહી ગયો. મેહા તરફ પાછળ ફરીને જોયું. મેહા તરફ આવ્યો.

"અહીં જ ઉભું રહેવું છે કે ઘરે પણ જવું છે." એમ કહી રજત મેહાનો હાથ પકડીને ચાલવા લાગે છે.

મેહાના ચહેરા પર પણ સ્માઈલ આવી ગઈ. મેહા વિચારે છે કે મેં તો વિચાર્યું હતું કે રજત મને ફરીને જોશે. પણ ફરીને જોયું તો જોયું અને મને સાથે લઈ પણ ગયો.

મેહા સાંજે ચા પીતા પીતા રજત વિશે વિચાર કરે છે.

મેહા ડાયરી અને પેન લઈ લેવા બેસે છે.

"મુંબઈની હોટલમાં રોકાયા ત્યારે શ્રેયસના રૂમમાં મને રજતે જવા દીધી નહોતી ત્યારે રજત પર ખૂબ ગુસ્સો આવ્યો હતો. અને એક દિવસે શ્રેયસે મને પ્રપોઝ કરી ત્યારે મને લાગ્યું કે દુનિયાની બધી ખુશી મને મળી ગઈ છે. અને અચાનક શ્રેયસની લાઈફમાં જીયાની એન્ટ્રી થતા મારું અને શ્રેયસનું બ્રેક અપ થઈ ગયું. તે રાત્રે હું ખૂબ રડી હતી અને મારી સાથે સાથે આકાશ પણ ચોધાર આંસુએ રડતું હતું. તે રાત્રે વરસાદ અટકવાનું નામ જ નહોતો લેતો.

વરસાદ વરસ્યા પછીનું આકાશ સ્વચ્છ હોય તેમ આંખોમાંથી આંસુઓનો વરસાદ થયા પછી આંખો પણ સ્વચ્છ થઈ જાય છે.

હું બેન્ચ પર માથું મૂકી રડતી હતી ત્યારે રજત મને સમજાવવા આવ્યો હતો. ત્યારે જ પીરીયડ્સને લીધે મને પેટમાં દુખ્યું હતું અને રજત મને કેવો ઘરે સુધી મૂકવા આવ્યો હતો.

રૉકીના ઘરે પાર્ટી હતી અને મને બધા પાર્ટીમાં આવવા ફોર્સ પાડી રહ્યા હતા ત્યારે રજતે કેવું કહી દીધું હતું કે એટેન્શન મેળવવા છોકરીઓ કેવા નખરાં કરે છે ત્યારે પહેલી વાર હું RR પર‌ ગુસ્સે થઈ હતી. હું ખુદ હેરાન હતી કે હું રજત પર કેમ ગુસ્સે થઈ.
શ્રેયસ સાથે બ્રેક અપ રજતના કારણે થયું એમ હું માનવા લાગી. રજતને જ દોષી ગણવા લાગી. હું તે સમયે કેટલી નાસમજ હતી. આજે મને ખ્યાલ આવ્યો કે બ્રેક અપ કોઈ દિવસ ત્રીજી વ્યક્તિના કારણે નથી થતો પણ બે વચ્ચે પ્રેમ અને વિશ્વાસ કમજોર હોય ત્યારે થાય છે.

તે દિવસથી પછી રજત અને મારા વચ્ચે ઝઘડા થવા લાગ્યો. જસ્ટ ડાન્સના શૉમાં ભાગ લીધા પછી મારી લાઈફ જ બદલાઈ ગઈ. મને મારું એક નવું રૂપ જોવા મળ્યું. લુક્સ ચેન્જની સાથે સાથે અંદરથી પણ હું ચેન્જ થઈ ગઈ. લુક્સ ચેન્જ થતાં જ શ્રેયસ મારી લાઈફમાં આવ્યો. પણ હવે હું નહોતી ઈચ્છતી કે શ્રેયસ મારી લાઈફમાં આવે.

ફાઈનલી શ્રેયસ મારી લાઈફથી દૂર થયો.‌ મારા લુક્સને લીધે છોકરાઓ મારી આસપાસ ભમવા લાગ્યા. એમાંથી એક છોકરા સાથે ડીનર ડેટ પર જવાનો નિર્ણય લીધો. પણ રજતે મને એક રૂમમાં લઈ જઈ મને ના પાડી હતી. રજત મારી એટલી નજીક હતો કે અનાયાસે જ મારી નજર રજતના હોંઠ પર પડે છે. હું ઈચ્છતી હતી કે રજત મને કિસ કરે. ખબર નહીં કેમ મને ઈચ્છા થઈ કે રજત મને કિસ કરે. તે સમયે જ કદાચ મારા મનમાં રજત પ્રત્યે ફીલીગ્સ આવી હશે.

રજત કોઈને ચાહે છે તે વાતની જાણ મને રૉકી પાસેથી થઈ. તે સમયે મને ખબર જ નહોતી કે એ છોકરી બીજી કોઈ નહીં પણ હું જ હતી. ત્યારે જ મેં રજતને પહેલી વાર ધ્યાનથી જોયો હતો. એનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે મને પહેલી વાર અહેસાસ થયો કે ઉપરથી ખુશ દેખાતો RR ભીતરથી ઉદાસ હતો.

રજતથી મને પ્રેમ થઈ ગયો અને રજતનો મોબાઈલ નંબર લેવા મેં મારો જ મોબાઈલ સંતાડી દીધો. જો કે રજતને આ વિશે જાણ થઈ ગઈ હતી. પછી રજતે જ મને ફોન કર્યો હતો. ત્યારથી અમે ફોન પર વાતો કરવા લાગ્યાં. ત્યારે નોર્મલી વાત કરતા થોડું અજીબ લાગતું હતું. કારણ કે અમારી વચ્ચે હંમેશા ઝઘડા જ થતા રહેતા.

ફરી એક દિવસ મને સપનું આવે છે કે રજત મને કિસ કરે છે. અને એક દિવસે મેં એટલા શોર્ટ કપડા પહેર્યાં હતા ત્યારે રજતે મને શૉલ ઓઢાવી દીધી હતી.

રજતની બેગમાંથી પાઉડરની બોટલ મળી અને મેં માની લીધું કે રજતે મારા યુનિફોર્મ માં પાઉડર નાંખ્યો છે. રજતે મારી પાસે એક ચાન્સ માંગ્યો હતો અને મેં શું કર્યું? એના પર જરા પણ વિશ્વાસ ન કર્યો. રજતને કેટલું દુઃખ થયું હશે. પછી પાછળથી મને ખબર પડી કે પાઉડર વાળી ચીપ હરકત તનિષાએ કરી હતી.

પછી પણ રજતે મને કેટલી વાર સમજાવવાની કોશિશ કરી પણ મેં શું કર્યું. હંમેશની જેમ એના પર અવિશ્વાસ કર્યો. પછી કૉલેજમાં પ્રાચી નું આવવું અને મને ન સમજાય એવી વેદના થવી. રજત પર Molestation નો જૂઠો આરોપ લગાવ્યો હતો ત્યારે રજતને કેટલું Pain થયું હશે.

Molestation નો જૂઠો આરોપ રજત પર લગાડી મેં મારા ફ્રેન્ડસને પણ ખોઈ દીધા હતા. ફ્રેન્ડસની સાથે સાથે ખબર નહીં હું પણ ક્યાં ખોવાઈ ગઈ હતી. મેન્ટલી ડિસ્ટર્બ અને રજતનુ મને ઈગ્નોર કરવું એ મારાથી સહન ન થયું અને હું ડ્રીક કરવા લાગી.

Molestation નો જૂઠો આરોપ લગાડ્યો તો રજત તો મારી સાથે બદલો લેવાનો જ હતો. રજત‌ ધારતે તો મારી સાથે ગમે તે કરી શકતે પણ મને કંઈ નહીં કર્યું. મંગળસૂત્ર અને સિંદૂર વાળી ઘટનાને તો હું સપનામાં પણ નહીં ભૂલું. એ મારી બેસ્ટ મોમેન્ટ છે.

રોડ પરથી મને ખેંચી કેવી પોતાની બાહોમાં રજતે મને છૂપાવી લીધી હતી. ત્યારે પહેલી વાર રજતની બાહોમાં જવાનો અહેસાસ અદ્ભુત હતો. રાહુલ સાથે હૉટલના રૂમમાં રજતે મને જોઈ અને રજતનુ મને થપ્પડ મારવું. થપ્પડને લીધે જ મને ખબર પડી કે રજત જે છોકરીને ચાહે છે તે હું જ છું.

તનિષાની હજી એક ચીપ હરકતને લીધે હજી એકવાર રજતના પ્રેમનો અહેસાસ થયો. રજત મને કેવો પ્રોટેક્ટ કરવા આવી ગયો હતો. ફાઈનલી પ્રાચીનો પણ આભાર માનવો પડે કે એના લીધે ફરી મને રજતના પ્રેમનો અહેસાસ થયો.

ઑહ હા પ્રાચીએ આજે મને કંઈક કહ્યું હતું કે રજત શું કરવા મારી સાથે એવું કરે છે તે ઘરે જઈને વિચારજે. અરે વિચારવા માટે બહું ટાઈમ છે પણ અત્યારે રજતને એકવાર ફોન કરી લઉં.

મેહાએ રજતને ફોન કર્યો. રિંગ પર રિંગ વાગતી રહી પણ રજતે ફોન રિસીવ ન કર્યો.

પ્રાચીએ આજે કહ્યું તેના વિશે મેહાએ વિચાર્યું. મેહા ફરી રજત વિશે વિચારવા લાગી. ડાયરીમાં લખ્યું તે એકવાર વાંચી ગઈ. મેહાએ ઝીણવટથી વિચાર્યું ત્યારે મેહાને અહેસાસ થયો કે રજત પોતાને કેટલું ચાહે છે અને પોતાનામાં કેટલી ખામીઓ છે તે.
મેહાને અહેસાસ થયો કે પોતે તો રજતને લાયક જ નથી. મેહાની આંખમાંથી આંસુ ટપકી પડ્યા. પોતે રજતને કેટલો હર્ટ કર્યો હતો. રજત પર હું વિશ્વાસ નથી કરતી એટલે રજત મારી સાથે આવી રીતના બિહેવ કરે છે.

મેહાએ ફોન સ્વીચ ઑફ કરી દીધો ને સૂઈ ગઈ.

રજત જમીને પોતાના રૂમમાં આવ્યો. મોબાઈલ ચાર્જિગમાથી કાઢ્યો. જોયું તો મેહાનો ફોન હતો. રજતે મેહાને ફોન કર્યો પણ ફોન તો સ્વીચ ઑફ હતો.

મેહા સૂઈ તો ગઈ પણ મેહાને ઊંઘ જ નહોતી આવતી. રજતે મને એક ચાન્સ તો આપ્યો છે. રજત મારી લાઈફમાં આવે એ માટે રજતને મારે સર્વસ્વ સોંપવું પડશે. પણ મેહા પોતાને જાણતી હતી કે એના માટે ખૂબ મુશ્કેલ છે. અને હવે તો મેહા રજતને પણ ઓળખવા લાગી હતી. રજત માટે સર્વસ્વ ન્યોછાવર તો ન કરી શકું. પણ એના માટે હું જીવ તો આપી શકું ને? મેહા તું પણ કેવા શેખચલ્લી જેવા વિચાર કરે છે. તું રજત માટે મરી શકીશ? ડર તો બહું લાગે છે. પણ ટ્રાય કરવામાં શું જાય છે? મરવું એટલું સહેલું થોડું છે. ખાસ્સી વાર સુધી મેહા વિચારોમાં જ અટવાયેલી રહી. વિચારો કરતાં કરતાં જ મેહા સૂઈ જાય છે.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED