નમણી નૈનો વાળી,નાજુક વદન વાળી, નૈનો માં સામ્યતા વાળી, મનમાં આનંદ વાળી, મને ગમતી કાયાવાળી, મેં તેને ગુમાવી દિધી, તે સદા ને માટે ગુમ થઈ ગઈ હતી. સમય વિતતો ગયો હું રાહ જોતો જ રહ્યો. અફસોસ હવે તે નજર તે પ્રૈમ નો અહેસાસ ગુમાવી દિધો હતો. તેને અંતર થી ખુબ ચાહ હતી, પણ તે ફરીને અંતર મા દફન થઈ ગઈ. મારા જીવન નો પ્રથમ પ્રેમ કદાચ આકર્ષણ થી અંજાયેલ હતો તેનો ખ્યાલ નથી પણ સદા ને માટે યાદ બની ને રહી ગયો.
હું તેને દિલ થી ચાહતો હતો, તેની નજરો ને પહેચાનતો હતો, મારા માટે તે મારૂ જીવન હતું. જીવન સંગીની બની મારી કલ્પના શક્તિમાં ઘણી વાર સંસાર માંડ્યો, મારા જીવન ની અણમોલ તે ઘડી હતી સદા તેના ખયાલ અને તેના સીવાય બીજો કોઈ વિચાર નહોતો. પણ તે સપનુ હતું. વાસ્તવિકતા માં તો હું એકલો ઉદાસ ચહેરે તેની રાહ જોતો, હા એ સપનું સાચું થઈ શકે અને તેના માટે મારે તેની નજરોમાં નજર મેળવી પ્રેમ નો એકરાર કરવાનો હતો.
અમારૂ મિલન અનાયાસે અચાનક નહોતું થયું. મેં તેને સ્કૂલ માં ભણતી હતી ત્યારે એકાદ નજરે નીરખી હતી. તે સમયે તેને નિરખી આજ મારી ખાસ ને આજ મારું જીવન મનથી નક્કી કરી લીધુ હતું. તેનામા અનૂપમ સુંદરતા હતી. નમણાસ હતી. હું તેને જોયાજ કરતો તેના ઓષ્ઠ રક્ત ના ટેશી જાણે ફુટી હોય તેવા ચણોઠી જેવા લાલ હતા, મુખારવિંદ મારા અંતર ને ઘાયલ કરી ગયું હતું. તેના સ્વરે મારા માં અનેક વાજીત્રો ના રણકાર સંભળાતા હતા, તે અનુપમ હતી મારાં માટે વિશ્વભરમાં આવી બીજી કોઈ નહીં હોય. મારી દિલરૂબા મારા અંતર ને અંદર થી કોળી ખાતુ એક જવાન હૈયુ સદા ને માટે તેના માટે ધબકતુ રહેતુ.
તે મારાં વ્હાલી દિલ ચોરતી ગોપી મને નીરખાતી. તેની નજર ત્રણ ચાર મહીનાથી મળતી ને ચુભતી હતી. તે કોલેજમાં આવ્યા પછી તે ને મારા દિલ મા ઘર કરી લીઘું હતુ. દિવસભર તેના વિચારોમાં ખોવાયેલો રહેતો. તેની રાહ એક મારૂં કામ બની ગયુ હતુ.
અમારૂ મિલન તેની ઉપર આધારીત હતું, તે આવતી હું નીરખતો મને પણ લાગતુ કે તે મારી તરફ થોડીક ઢળી રહી છે.મને લાગતુ તેના ઓષ્ઠ કઈક કહેવા માગે છે. જે મને સ્પષ્ટ સમજાતુ નથી.તેના દેહ ને સંકોચતી જાણે શરમાતી હોય તેમ તેની વાક છટા મને વઘુ ને વધુ નજીક રોજ મને લઈ જતી.
એક દિવસ તે આવી હું એકલો હતો, મારે મારા દિલ ની ફક્ત રજુઆત કરવાની હતી છત્તા હું વાત ના કરી શક્યો, તે જાણે મને ના સમજી શકી,અને તે ચાલી નીકળી.હુ તેને રોકી ના શકયો,તેને જતા હુ નીરખતો રહ્યો
મને તેનું સાનીધ્ય ગમતું, તે મળશે ત્યારે મન ની વાત કરી લઈશ, પણ અફસોસ હું તે ના કરી શક્યો.તે પછી ઘણીવાર મુલાકાત થઈ, તે આવતી, પણ હવે તે નજર નહોતી, તે ઉત્સુકતા તેનામાં જોવા મળતી નહોતી, જે પ્રથમ નજરોમા વસી ગઈ હતી તે તેનુ સ્વરૂપ બદલાયેલું જણાતુ.મારા પ્રત્યે નો જે ઉત્સુકતા જણાતી તે ન સમજાય તેવી પરિસ્થિતિ માં આવી ગઈ હતી. તેને ઉભી રાખવા ની કોશિશ કરતો, પણ તે હવે તેને મંજુર ના હોય તેમ જણાયું . જાણે મે તેના દિલ ની પર વજ્રાધાત કર્યોં હોય. હું દુઃખી થઈ ગયો મારો ના જાણેલો પ્રથમ પ્રેમ સમાપ્ત થઈ ગયો હતો. મારૂ દિલ ઘણાં દિવસ સુધી ઉત્સુક હતું કયાંક તેની નજર બદલાય પણ અફસોસ હું હારી ગયો.
જીજ્ઞેશ શાહ