upar bhut che books and stories free download online pdf in Gujarati

ઉપર ભૂત છે

પંકજ ની ઉંમર હજુ અઢાર વર્ષની હતી. તે હજુ કોલેજ માં આવ્યો હતો. પણ તેના પપ્પા ની નોકરી ની અવાર નવાર બદલી થતી એટલે તે હોસ્ટેલ માં રહી અભ્યાસ કરતો હતો. પંકજ ના પિતાજી ને ફરી એક ગામ માં નોકરી ની બદલી નો ઓર્ડર આવ્યો ને આખું ફૅમિલી તે ગામ માં શિફ્ટ થયું, પરિવાર માં મમ્મી પપ્પા અને એક પંકજ ની નાની બહેન હતી.

હજુ તો પહેલો દિવસ હતો. મકાન એક ભાડે શોધ્યું ને તેમાં રહેવા લાગ્યા. સાંજ પડી ને પંકજ ના પિતાજી ને એટેક આવતા તે મૃત્યુ પામ્યા. ને બધી જવાબદારી તેની મમ્મી પર આવી ગઈ..

ઘર ગામથી થોડે દૂર હતું અને મુખ્ય રસ્તા થી થોડું અંદર હતું. ઘર બહુ જૂનું અને એક હવેલી જેવું હતું, પણ એક ખંડેર જેવી હાલત માં હતું. હતું મોટું મકાન પણ રહેવા માટે ફક્ત છ રૂમ હતા - તેમાંથી ચાર નીચેના માળે હતા. જેમાં પંકજ અને તેનો પરિવાર રહેતો હતો.અને બાજુના મકાન માં મકાન માલિક રહેતી હતી. તે ખૂબ જ દયાળુ સ્ત્રી હતી જ્યારે પંકજ ની મમ્મી કામ પર જતી ત્યારે તે પંકજ અને તેની બહેનનું ધ્યાન રાખતી.

ઉપરનાં બંને રૂમ માંથી એક રૂમ બંધ રાખ્યાં હતો પંકજ મમ્મીએ પૂછપરછ કરતાં મકાન માલીકે ખોટી રીતે કહ્યું કે તે રૂમ નું સમારકામ કરવું પડે તેમ છે, તેની છત બરાબર નથી, પંકજ ની મમ્મીએ પણ આ વાત બહુ કરી નહીં.

પંકજ ની બહેન નાની હતી તેથી મમ્મી તેને હંમેશાં તેની સાથે કામ પર લઈ જતી, અથવા તો કાકી ની ઘરે છોડી જતી, કોલેજ પછી પંકજ ઘરે એકલા રહેતો હતો.

એક બપોરે પંકજ કોલેજ થી ઘરે પાછો આવી ગયો. મમ્મી બહેન ને કાકી ના ઘરે મૂકી ને ગઈ હતી. પંકજે ખાધું અને પથારીમાં સૂઈ ગયો. સુઈ ગયા પછી તેને કેટલાક વિચિત્ર અવાજો સાંભળ્યા કે તરત તેની ઊંઘ ઊડી ગઈ. તેને અવાજ તરફ કાન માંડ્યા તો ઉપરના ઘરમાંથી અવાજ આવી રહ્યો હતો - જાણે કોઈ જમીન પર ભાર લઈને ચાલતું હોય. પંકજ સજાગ થઈ ગયો અને ધ્યાનથી સાંભળવા લાગ્યો. ને હવે શું થશે તે વિચારવા લાગ્યો પણ થોડીવાર પછી અવાજ બંધ થઇ ગયો.

પંકજ ને લાગ્યું મારો વહેમ હસે એમ વિચારીને પાછો સૂવાનો પ્રયત્ન કર્યો. પરંતુ થોડા જ સમયમાં, અવાજ પાછો આવવા લાગ્યો - અને ભાર વાળા અવાજ સાથે, પંકજ ને લાગ્યું કે કોઈ ઊંડો શ્વાસ લઈ રહ્યું હોય. પંકજ જાગી ગયો અને તે ઝડપથી ઘરની બહાર દોડી ગયો બહાર આવી તેણે ઉપરના ઘર તરફ જોયું ત્યારે બધી વિંડોઝ બંધ થઈ ગઈ હતી. જે પહેલા ખુલ્લી હતી. હવે તે ડરવા લાગ્યો અને તેણે બાજુના ઘરનો દરવાજો ખટખટાવ્યો.

મકાનમાલિકની વૃદ્ધ માતાએ દરવાજો ખોલ્યો અને પ્રેમથી પંકજ ને પૂછ્યું તું કેમ આટલો ડરે છે. પંકજે આખી વાત કહી દીધી. પંકજ ની વાત સાંભળીને, તેના ચહેરા પર એક વિચિત્ર ભય દેખાયો, પરંતુ તે પછી તે વૃદ્ધ માતા હસી અને કહ્યું કે તે સપનું જોયું હશે. થોડી વાર ત્યાં બેસ્યો ને પછી તેના મમ્મી આવતા તે તેના રૂમમાં જતો રહ્યો.

આમ ઘણા દિવસો સુધી આવો અવાજ પંકજ સાંભળતો રહ્યો, ઘણી વાર તેની મમ્મી ને કહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કામ પરથી પરત ફર્યા પછી કંટાળી અને થાકી રહેતી એટલે તે કંઇપણ સાંભળતી ન હતી.

એક રાતે પંકજ ના મમ્મી અને બહેન વહેલા સૂઈ ગયા હતા, પરંતુ પંકજ પથારીમાં સૂઇ ગયો હતો પણ તે ભૂતકાળની ઘટનાઓ વિશે વિચારી રહ્યો હતો. ત્યાં અચાનક તેણે અવાજ સાંભળ્યો - એવું લાગ્યું કે ઉપરના મકાનમાં કોઈ દિવાલ પર કોઈ ઘસી રહ્યું હોય. ધીરે ધીરે, તે અવાજ પંકજ ની સામેની બારીમાંથી આવવા લાગ્યો. ત્યાં તો પંકજ ઉભો થઈને બેસી ગયો અને તેણે જે જોયું તે દંગ રહી ગયો.

વિંડો પાસે એક સફેદ સાડી પહેરેલી મહિલા ઊભી હતી. તેના લાંબા વાળ નીચે સુધી લટકતા હતા. આખો એકદમ લાલ હતી. આગળ ના બે મોટા દાત બહાર હતા ને તે મોટે મોટે થી હસી રહી હતી. આ જોઈને પંકજ ના હોશ ઉડી ગયા, તેણે જોરથી બૂમ પાડી ને બેહોશ થઈ નીચે પડી ગયો.

પંકજ ને હોશ આવ્યો ત્યારે જોયું તો તે તેના મમ્મી ના ખોળા માં સૂતો હતો ને તેની નાની બહેન તેને વ્હાલ કરી રહી હતી. મકાનમાલિકની માતા તેની બાજુમાં બેઠી હતી. આ ઘટના પછી, પંકજ ને બે દિવસ તાવ આવ્યો. તાવ માં તે રાત્રે બકવાસ કરી રહ્યો હતો કે કોઈ ભૂત ઉપર ના માળે રહે છે. ને તે આપણ ને ભરખી જાશે. જલ્દી અહીંથી જતા રહીએ તો સારું.

પંકજ ની આવી હાલત થી મમ્મી ની ચિંતા માં વધારો થયો તેણે નક્કી કર્યું કે આ ઘર છોડવું જ આપણા માટે ઉચિત રહેશે. બીજે દિવસે તેણે બીજું મકાન શોધ્યું ને ત્યાં રહેવા જતા રહ્યા. પંકજ પણ પેલા ની જેમ સ્વસ્થ થઈ કોલેજ જવા લાગ્યો.

એક વર્ષ વિતી ગયું હતું. એક દિવસ પંકજ બજાર બાજુ જઈ રહ્યો હતો ત્યાં તેને પેલી મકાન માલિકીની માતા મળી પહેલા તેના હાલચાલ પૂછ્યા પછી તે ભૂત વિશે વાત કરી ત્યારે તેણે કહ્યું કે તે ભૂત હજુ ત્યાં જ છે પણ તે મને પરેશાન નથી કરતું હા ક્યારેક દેખાય છે પણ હું તેને સામાન્ય માનું છું.

પંકજ તે માતા ને પૂછ્યું તે ભૂત કોણ છે ?
ત્યારે તેણે કહ્યું તે મારા દીકરા ની વહુ છે. જે આકસ્મિત રીતે તે મૃત્યુ પામી હતી ને તે ભૂત બની ભટકી રહી છે. તેની કોઈ ઈચ્છા હસે પણ તે મને જણાવી રહી નથી. બેટા તે બધી વાત છોડ તું કેમ છે ને તારા મમ્મી કેમ છે, તમે ત્યાં રહો છો તો તમને ત્યાં ગમે તો છે ને ?

હા માતા એમને ત્યાં ફાવી ગયું છે પણ મારે તમારી વહુ વિશે જાણવું છે તે કેમ આમ ભટકી રહી છે. બેટા ભૂત હંમેશા ભટકતા જ હોય છે. તારે તે જાણી ને શું કરવું છે.

માતા મારે તેને મોક્ષ અપાવો છે. તેની ઈચ્છા હું પૂરી કરવા માંગુ છું. આખરે માતા હારી ને પંકજ ને કહે છે જેવી તારી મરજી તારે જ્યારે મારા ઘરે આવવું હોય ત્યારે આવી સકે છે. હું તારી મદદ કરીશ બસ. આમ કહી માતા તેની ઘરે જતી રહી.

એક દિવસ જ્યારે મમ્મી અને બહેન બહાર ગયા હતા ત્યારે તે રાત્રે પંકજ તે માતા ના ઘરે ગયો. માતા રાત્રી નું ભોજન કરી પલંગ પર સૂતી હતી. પંકજે તેને જગાડી, તે ઊઠયા ને કહ્યું બેટા તારે જે કરવું હોય તે કર મને ઊંઘ આવે છે મને સુવા દે અને જો મારું કામ હોય તો જગાડ જે કહી તે માતા ફરી સુઈ ગઈ.

પંકજ ઉપર ના માળે લાઈટ કરી અને ત્યાં ખૂણામાં પડેલ લાકડી હાથમાં લીધી ને તે કેટલાય દિવસ થી બંધ પડેલ રૂમ પાસે ગયો. તેને થોડો ડર લાગી રહ્યો હતો કે ભૂત તેને નુકસાન તો નહિ કરે ને એટલે દરવાજો ખોલતા પહેલાં તેણે એક અવાજ કર્યો. હે ભૂત હું તમારી મદદે આવ્યો છું. મહેરબાની કરીને મને કોઈ નુકસાન ન પહોંચાડતા.

ત્યાં તો રૂમ ની અંદર થી અવાજ આવવા લાગ્યો કોઈ દિવાલ ને ઘસી રહ્યું હોય તેવો. પંકજ થોડો ડર્યો પણ આ પહેલા તેણે આવો અવાજ સાંભળ્યો હતો એટલે તેણે તે અવાજ ને ગંભીર ન ગણ્યો. તેણે દરવાજો ખોલ્યો અને લાકડી પછાડી જો મને કઈ કર્યું છે તો આ લાકડી થી હું મારી નાખીશ. ત્યાં સામેથી અવાજ આવ્યો હું તો પહેલી થી મરેલી છું મને હવે કેમ મારી શકશો. પંકજ નો અવાજ થોડો ગંભીર થયો તો પણ મારી પાસે આવ્યા છો તો હું લાકડી વડે મારીશ તમને. તમે જે હોય તે મારી સામે આવો.

એક સુંદર સફેદ કલર ની સાડી પહેરેલી, લાંબા વાળ વાળી અને દિવ્ય પ્રકાશ સાથે સામે એક સ્ત્રી દેખાઈ. પંકજ તેના તેજ થી અંજાઈ ગયો. થોડી વાર થઈ એટલે તે પ્રકાશ થોડો ઓછો થયો એટલે હિંમત કરી પંકજે તેને કહ્યું તમે કોણ છો ને અહી ભૂત બનીને કેમ વાસ કરો છો.

હે યુવાન મને લાગે છે તું મારી મદદે આવ્યો છો એટલે તું ચિંતા છોડી દે હું તને કોઈ નુકસાન નહિ પહોંચાડું. અને મારી વાત શાંતિ થી સંભાળ. હું લગ્ન પછી આ ઘર ની વહુ બની મારા સાસુ જે અત્યારે અહી રહે છે તે મને ખુબ જ પ્રેમ કરતા હું આમ તો સુખી હતી પણ મારા પતિ થી બહુ દુઃખી હતી. તેણે મને ક્યારેય પ્રેમ કર્યો જ ન હતો. હું હંમેશા તેના પ્રેમ ની ભૂખી રહી હતી. હું તેના પ્રેમ માટે તરસતી હતી. લગ્ન ને હજુ એક વર્ષ જ થયું હતું ત્યાં મારા પતિ ને એક ભયંકર બીમારી માં સપડાયા ને તે મૃત્યુ પામ્યા.

તમારા પતિ મૃત્યુ પામ્યા પછી તમે કેમ ભૂત બન્યા. જાણવા ની વૃત્તિ થી પંકજે તે ભૂત ને કહ્યું.

પતિ ના મૃત્યુ પછી મને બહુ એકલું ફિલ થતું હતું ને જે પ્રેમ માટે હું તરસતી હતી તે પ્રેમ હવે હું ક્યારેય પામી નહિ શકું તેવું મને લાગતું હતું. આખરે હું મારા પ્રેમ વિના ના જીવન થી કંટાળી ને મે આત્મહત્યા કરી. પણ મારી રહી ગયેલી અધૂરી ઈચ્છા થી હું ભૂત બની ગઈ છું ને આ મકાન માં ભટકી રહુ છું. મારા સાસુ ને પણ આ વાત કેમ કહી શકું.

પંકજે પૂછ્યું મોક્ષ માટે કોઈ ઉપાય છે. તો હું તમારી મદદ કરું.

મોક્ષ તો મને નહિ મળે પણ મને શાંતિ તો જરૂર થી મળશે.

બોલો તમને શાંતિ શેમાંથી મળશે તમે કહેશો તે કરીશ.

તું કરીશ ને ...એક આશા સાથે ભૂતે પંકજ ને કહ્યું.

હા જરૂર થી. તમે કહો તો ખરા.

તો સાંભળ તું કોલેજ માં જે છોકરી ને પ્રેમ કરે છે તે છોકરી તને પણ પ્રેમ કરે છે પણ તમે એકબીજાને કહી નથી શકતા. હું તે છોકરી ના શરીર માં પ્રવેશી જઈશ, હું તેને ક્યારેય હાની નહિ પહોંચાડું. તું બસ તેને પ્રેમ કરતો રહેજે એટલે એટલે તે પ્રેમ મને મળતો રહેશે ને હું ખુશ રહીશ.

હા પ્રેમ તો હું કરતો રહીશ તેને પણ તમે તેના શરીર માં કેટલો સમય રહેશો ? કદાસ મારે તેની સાથે લગ્ન કરવાના થાય તો હું એક ભૂત ની સાથે કેમ લગ્ન કરીશ.

તે ચિંતા છોડી દે પંકજ તારા લગ્ન નું નક્કી થાય તે પહેલાં તો હું તેના શરીર માંથી મુક્ત થઈ જઈશ. બની શકે કે મને જરૂર પુરતો પ્રેમ મળી જાય ને મને પ્રેમ નો સંતોષ થઈ જાય તો તે પહેલાં પણ હું તેનું શરીર છોડી દઈશ.

પંકજે તે ભૂત ની બધી વાત માની એને વચન આપ્યું કે હું તે છોકરી ને પ્રેમ કરીશ ને તમારી બધી ઈચ્છાઓ પૂરી કરવાની કોશિશ કરીશ.

થોડી વાર થઈ ત્યાં તે પ્રકાશ ગાયબ થઈ ગયો ને એક મીઠી સુગંધ પ્રસરી ગઈ.

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED