લવ રિવેન્જ - 20 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ - 20

લવ રિવેન્જ

પ્રકરણ-20

"સિદ્ધાર્થ.....!" લાવણ્યાથી જોરથી બૂમ પડાઈ ગઈ.

કમ્પાઉન્ડમાં તેની સામેજ લાઇટ ગ્રે બ્લેઝર, અંદર બ્લેક ટી-શર્ટ, બ્લૂ જીન્સમાં સિદ્ધાર્થ ઊભો હતો. તે લાવણ્યાને ભાવપૂર્વક જોઈ રહ્યો હતો અને તેનાં હોંઠ ઉપર હળવી ક્યૂટ સ્માઇલ હતી. તેને જોતાંજ લાવણ્યાનું હ્રદય અને ચેહરો ખીલી ઉઠ્યો. તેની ખુશીનો પાર ના રહ્યો અને તેની આંખોમાંથી આંસુઓની ધાર વહેવાની શરૂ થઈ ગઈ. લાવણ્યાનાં હાથમાં રહેલો તેનો ફોન છૂટી ગયો. અચાનક તેનાં શરીરમાં જાણે નવો પ્રાણ ફૂંકાયો હોય અને તે જીવી ઉઠી હોય એવું લાવણ્યાને ફીલ થયું.તે ઝડપથી દોડી અને સિદ્ધાર્થની જોડે પહોંચી કૂદીને તેને વળગી પડી.

તે એટલું જોરથી દોડીને વળગી કે તેનો ધક્કો લાગવાથી સિદ્ધાર્થ પોતાનું બેલેન્સ ખોતાં-ખોતાં બચ્યો. ધક્કાનાં આઘાતથી પડીનાં જવાય એટ્લે સિદ્ધાર્થે લાવણ્યાને ઊંચકીને એકબે ગોળ ફુદરડી ફેરવી.

"ઓહ ગોડ સિડ....! ઓહ માય...!અમ્મ....!" લાવણ્યા હવે આવેગપૂર્વક સિદ્ધાર્થનાં વાળમાં હાથ ફેરવતી-ફેરવતી તેને ચૂમવાં લાગી. ક્યારેક ગાલ ઉપર, ક્યારેક તેનાં કાન ઉપર, તો ક્યારેક ગળાં ઉપર. તેણે સિદ્ધાર્થને ચુંબનોથી નવડાવી દીધો.

"ક...ક્યાં જતો રહ્યો'તો તું....!?અમ્મ" લાવણ્યા હવે ભીંજાયેલી આંખે માંડ બોલી અને ફરીવાર તેણે સિદ્ધાર્થનાં ગાલ ઉપર એક ચુંબન કરી લીધું "મને....મને...! કીધું પણ નઇ...!અમ્મ" હવે લાવણ્યાએ તેનાં માથે ચૂમી લીધું.

"ક...કેટલાં મેસેજ કર્યા.....! કેટલી ...રાહ જોઈ તારી....!" છેવટે લાવણ્યા ભાંગી પડી અને મોટેથી રડી પડી.

તેણે સિદ્ધાર્થને કચકચાવીને તેની બાંહોમાં જકડી લીધો. તેણે પોતાનાં બંને હાથ વડે સિદ્ધાર્થણે આલિંગનમાં વધુને વધુ જકડવાનો પ્રયત્ન કર્યો પણ સિદ્ધાર્થનાં પહોળાં ખભાંને લીધે તેનાં બંને હાથ તે એકબીજા જોડે ભેગાં નોહતી કરી શકતી. આમ છતાંપણ તે તેનાં બંને હાથવડે સિદ્ધાર્થને પોતાની બાંહોમાં વધુને વધુ દબાવવાં લાગી.

સિદ્ધાર્થનાં નામની બૂમ પાડીને લાવણ્યા જ્યારે તેની તરફ દોડી હતી ત્યારે પ્રેમ, કામ્યા અને અંકિતાએ પાછળ ફરીને જોયું હતું. ત્રણેય હવે લાવણ્યાને સિદ્ધાર્થ ઉપર "વરસી" પડેલી જોઈ રહ્યાં હતાં. ત્રણેયની આંખો ભીંજાઇ ગઈ હતી.

"અ....આવું કેમ... કેમ...!" લાવણ્યાને ડૂસકાં આવવાં લાગતાં તે હવે માંડ-માંડ બોલી રહી હતી. તે હજીપણ સિદ્ધાર્થની છાતીમાં પોતાનું માથું દબાવી રહી હતી.

"કેમ રિપ્લાય...! ન....ન...નહોતો કરતો....!?" લાવણ્યા હજીપણ માંડ બોલી રહી હતી "તું...તું...નારાજ હતો....!?ન...નારાજ હતો મારાથી...!?"લાવણ્યાએ સિદ્ધાર્થ સામે આંસુ ભરેલી આંખે જોયું.

સિદ્ધાર્થે હવે પ્રેમથી લાવણ્યાનો ચેહરો તેનાં બંને હાથમાં પકડ્યો. લાવણ્યા અતિશય ઈમોશનલ થઈ જતાં તેની આંખોમાંથી પાણી વહી રહ્યું હતું.

"પણ....પણ....મારો કોઈ ...કોઈ....વાંક નહોતો....!" લાવણ્યાએ સિદ્ધાર્થની સામે રડતાં-રડતાં જોઈને કહ્યું "મ....મેં કઈં નહોતું કર્યું....! મેસેજ અને વ...વિડીયો ....મેં....મેં વાઇરલ ન'તો કર્યો...! હું....હું....સાચું કઉછું....! સાચું કઉછું...સિડ....!હું...હું..."

"લવ....!" સિદ્ધાર્થે હવે લાવણ્યાનો ચેહરો એજરીતે પકડી રાખીને તેનાં કપાળ જોડે પોતાનું કપાળ અડાડ્યું "શાંતથા....! લવ....!"

"સ....સોરી...સોરી સિડ....! મેં ક....કઈ નહોતું કર્યું....!" લાવણ્યા હવે બબડાટ કરવાં લાગી. સિદ્ધાર્થની આંખો પણ હવે ભીંજાઇ ગઈ. તેણે લાવણ્યાનાં કપાળે હળવેથી ચુંબન કર્યું.

"લવ....! આમજો...! મારી સામેજો....!" લાવણ્યાનાં કપાળે પોતાનું માથું અડાડી રાખી સિદ્ધાર્થ ભીંજાયેલી આંખે બોલ્યો "મારી આંખોમાં જો લવ....!"

"સિડ....સિડ....! આ રીતે....આ રીતે મને મૂકીને નાં જતો રે'તો...!" લાવણ્યા સિદ્ધાર્થની આંખોમાં જોઈની બોલી. તે હવે થોડી શાંત થઈ.

"તને ....તને જોયાં વગર નઇ રે'વાતું......!" તે હવે થોડું સ્પષ્ટ બોલવાં લાગી "પાગલ થઈ ગઈ'તીહું....! પ્લીઝ....સિડ પ્લીઝ....! હવે આવું નાં કરતો....! આવુંનાં કરતો....!" લાવણ્યા હવે ફરીવાર સિદ્ધાર્થને વળગી પડી.

"તને જોયાં વગર નઇ રે'વાતું.....!"

"મેં ક....કઈ નહોતું કર્યું.....!"

"આ રીતે મને મૂકીને નાં જતો રે'તો.....!"

"મેસેજ અને વિડીયો...મેં ...મેં નોહોતો વાઇરલ કર્યો....!"

સિદ્ધાર્થને વળગી રહીને ક્યાંય સુધી લાવણ્યા એકની એક વાતો બબડતી રહી અને રડતી રહી. સિદ્ધાર્થની છાતી ઉપર માથું દબાવી લાવણ્યા એટલું રડી કે તેનાં આસુંઓના વાવાઝોડાંથી સિદ્ધાર્થનાં બ્લેઝર અને તેની નીચે પહેરેલી ટીશર્ટનો તે ભાગ ભીનો થઈ ગયો.

સિદ્ધાર્થ વ્હાલથી ક્યારેક લાવણ્યાનાં વાળમાં હાથ ફેરવતો તો ક્યારેક તેની પીઠ પ્રેમથી પાસવારતો. તેણે ધીરજપૂર્વક આલિંગનમાં વળગી રહીને લાવણ્યાનાં હ્રદયમાં આવેલું આવેગોનું સુનામી શમી જવાં દીધું.

કોલેજ કમ્પાઉન્ડમાં પેવમેન્ટ ટ્રેકની આજુબાજુનાં લાઇટનાં poles ઉપર લાગેલાં CCTV અને પોતાનાં સંયમી બિહેવિયરને ભૂલી જઈને સિદ્ધાર્થે લાવણ્યાને ક્યાંય સુધી આલિંગનમાં જકડી રાખી.

સિદ્ધાર્થનાં પ્રેમભર્યા આલિંગનમાં ધીરે-ધીરે લાવણ્યા છેવટે ઓગળવાં માંડી. તેનાં હ્રદયમાં આવેલું લાગણીઓનું વાવાઝોડું શમવાં લાગ્યું. ઓક્ટોબરનાં શિયાળામાં વરસાદી વાતાવરણને લીધે પ્રસરી ગયેલી વધુ ઠંડકમાં પણ લાવણ્યાને સિદ્ધાર્થનાં ખડતલ શરીરની ઉષ્મા હવે ગરમાવી રહી. તે આંખ બંધ કરીને સિદ્ધાર્થની એ ઉર્જાને માણતી રહી. તેનાં ધબકારાં ધીરે-ધીરે શાંત થવાં લાગ્યાં. છતાં સિદ્ધાર્થ તેને ફરી છોડીને ક્યાંય જતો ના રે' એ બીકે લાવણ્યાએ તેનું આલિંગન સહેજપણ ઢીલુંના કર્યું. તે ક્યાંય સુધી સિદ્ધાર્થની પીઠ ઉપર તેનાં પંજા ખૂંપાવવાંનાં પ્રયત્નો કરતી રહી. પણ સિદ્ધાર્થની ખડતલ બેક અને બ્લેઝરનાં જાડાં આવરણને લીધે તેનાં નખ વધુનાં ખૂંપ્યાં.

પ્રેમ, કામ્યા અને અંકિતા ત્રણેય હજીપણ દૂરજ ઊભાં રહીને તે બેયને જોઈ રહ્યા હતાં. અંકિતા માટેતો આ દ્રશ્ય એટલું ઈમોશનલ હતું કે તેનાથી વધુ ના જોવાતાં તે રડી પડી અને કામ્યાને વળગી પડી.

"ચાલ....!" છેવટે પંદરેક મિનિટ લાંબા આલિંગન પછી લાવણ્યા શાંત થતાં સિદ્ધાર્થે તેનો એક હાથ લાવણ્યાનાં ગાલ ઉપર વ્હાલથી મૂક્યો અને બીજો હાથ તેની કમર ઉપર મૂક્યો "રિવરફ્રન્ટ જઈએ...! આજે આખો દિવસ તું ફક્ત મ્હારીજ....!"

"આખો દિવસ તું ફક્ત મ્હારીજ....!" લાવણ્યાના મનમાં એ શબ્દો ઘુમરવવાં લાગ્યાં. તે સિદ્ધાર્થ સામે ભીની આંખે જોઈ રહી. સિદ્ધાર્થ પણ તેની સામે જોઈ રહ્યો.

"સોરી...!" લાવણ્યા તેની સામે જોઈ રહેતાં સિદ્ધાર્થ છોભીલો પડી ગયો "મારી...એટ્લે...! અમ્મ...! આજે તું મારી જોડે રઈશ...!? એમ પૂછતો'તો..!?"

લાવણ્યા સિદ્ધાર્થના ચેહરાની એ ઇનોસન્સને થોડીવાર સુધી જોઈ રહી અને મલકી રહી.

"નાં.....!" લાવણ્યા જાણે નારાજ થઈ ગઈ હોય એમ નાટક કરતાં રડમસ સ્વરમાં બોલી "ફક્ત આજેજ નઇ....! હું તો હવે આખી જિંદગી તારીજ છું....સિડ....!" લાવણ્યાની આંખમાંથી ફરીવાર આંસુઓની ધાર વહીને તેનાં ગાલ ઉપર સરકી.

"આખી જિંદગી તારીજ છું....!" લાવણ્યા ફરીવાર એજરીતે બોલી. સિદ્ધાર્થે હળવું સ્મિત કર્યું.

"હું સાચું કઉં છું સિડ....!" લાવણ્યા સિદ્ધાર્થનાં હોંઠ ઉપર આંગળી મૂકીને બોલી "હું તારીજ છું...!"

લાવણ્યા મુગ્ધતાંપૂર્વક સિદ્ધાર્થનાં હોંઠને જોઈ રહી અને હળવેથી તેનાં ઉપર આંગળી ફેરવતી રહી. આવેગમાં આવીને તેણે સિદ્ધાર્થને અનેક ચુંબનોથી નવડાવી દીધો હતો. આમ છતાં એકપણ વખત લાવણ્યાએ સિદ્ધાર્થનાં હોંઠ નહોતાં ચૂમ્યાં. સિદ્ધાર્થનાં આવવાની ખુશીમાં તે ભલે ભાન ભૂલી હતી છતાં સિદ્ધાર્થ નારાજ નાં થઈ જાય એટલાં માટે તેણે ચૂમતી વખતે સિદ્ધાર્થનાં હોંઠના ચુમાઈ જાય એનું ધ્યાન રાખ્યું હતું. જોકે લાવણ્યા મહામુસીબતે પોતાને સિદ્ધાર્થનાં હોંઠ ચૂમતાં રોકી શકી હતી.

"હું ....હું તારીજ છું સિડ....!" લાવણ્યા હવે સિદ્ધાર્થની સામે ભીંજાયેલી આંખે જોઈને ફરી બોલી.

તે હજીપણ સિદ્ધાર્થના હોંઠ ઉપર તેની આંગળીઓ ફેરવી રહી હતી. લાવણ્યા હવે તેનાં પંજા ઉપર સહેજ ઊંચી થઈ અને પોતાનાં હોંઠ તે સિદ્ધાર્થનાં હોંઠની નજીક લઈ ગઈ. હવે તેનાં શ્વાસ સિદ્ધાર્થનાં શ્વાસ જોડે વધુ જોરથી અથડાઇ રહ્યાં હતાં. સિદ્ધાર્થનાં હોંઠ ચૂમતાં પહેલાં તેણે ફરીવાર સિદ્ધાર્થની આંખોમાં જોયું. તેની આંખોમાં આવી ગયેલો એ સંકોચ લાવણ્યાએ વાંચી લીધો.

"કદાચ....! હજીપણ તું....!" લાવણ્યા મનમાં બબડી. તેની આંખો ફરી ભીંજાઇ ગઈ. તેણે પોતાનો ચેહરો સિદ્ધાર્થનાં ચેહરાંથી હળવેથી દૂર કર્યો અને પરાણે સ્મિત કર્યું.

સિદ્ધાર્થે હવે ફરીવાર લાવણ્યાને પોતાનાં આલિંગનમાં જકડી લીધી.

"ખબર નઈ હજી કેટલી રાહ જોવડાવીશ તું સિડ.....!?"સિદ્ધાર્થને વળગીને લાવણ્યા મનમાં બબડી. થોડીવાર સુધી બંને એકબીજાંએ એજરીતે વળગી રહ્યાં.

"તું આજે મારી જોડે આખો દિવસ સ્પેન્ડ કરીશને....!?" સિદ્ધાર્થે ફરીવાર સંકોચ સાથે પૂછ્યું.

"ઓહ બેબી....! કીધુંતો ખરાં...!" લાવણ્યાએ ભાવુક સ્વરમાં કહ્યું "હું તારીજ છું...! આઈ પ્રોમિસ....બસ....! આજે હું તારી જોડેજ રઈશ....! કોઈ ડિસ્ટર્બન્સ નઇ...!"

"તો...ચાલ....! જલ્દી....!" સિદ્ધાર્થે લાવણ્યાને હાથ પકડીને પોતાની પાછળ ખેંચવાં માંડી. લાવણ્યા મુગ્ધતાંપૂર્વક તેની પાછળ ખેંચાઇ. પળવારમાં સિદ્ધાર્થનું બિહેવિયર બદલાઈ ગયું. તેનો સંકોચ ક્યાંય ગાયબ થઈ ગયો.

"અરે.....!? નવું બાઇક....!?" લાવણ્યાએ યામાહાની જગ્યાએ ત્યાંજ પડેલું સિદ્ધાર્થનું નવું નક્કોર બાઇક જોઈને કહ્યું. સિદ્ધાર્થે બાઇક કમ્પાઉન્ડમાંજ તેની સહેજ પાછળ ઊભું રાખ્યું હતું.

"હાં.....! ઓલુંતો સાવ નોખું થઈ ગયું...!" સિદ્ધાર્થ બાઇકની સીટ ઉપર બેસતાં બોલ્યો "રોયલ એનફિલ્ડ થન્ડર બર્ડ....!"

સિદ્ધાર્થે હવે બાઇકને સાઈડ સ્ટેન્ડ ઉપરથી ઊંચું કર્યું અને ફરી બોલ્યો "છેને એકદમ જોરદાર....!? મારાં જેવું...!?"

"નાં....!" લાવણ્યા તેની પાછળ ઘોડો કરીને બેસતાં બોલી "તારાં તો જેવું કોઈજ નથી....! તું તો વન એન્ડ ઓન્લી છે....! યુનિક અને સ્પેશલ...!"

લાવણ્યાએ હવે બોલતાં-બોલતાં પાછળ સીટ ઉપર બેસીને સિદ્ધાર્થનાં ગાલ ખેંચ્યાં. સિદ્ધાર્થે બાઇકનો સેલ માર્યો.

ભારે અવાજ કરતું રોયલ એનફિલ્ડ બાઇકનું ફાયરિંગ રેસ આપી સિદ્ધાર્થે સહેજ વધાર્યું અને ગિયરમાં નાંખી બાઇક ઘુમાવીને ગેટ તરફ ફેરવ્યું. એક્સિલેટર આપીને તેણે બાઇક ગેટની બહાર ચલાવી દીધું.

"અરે....!?" અંકિતા બંનેને બાઇક ઉપર જતાં જોઈને તેમને રોકવાં બૂમ પાડવાં સહેજ આગળ વધી.

"જવાદે....!" કામ્યાએ અંકિતાનો હાથ પકડીને તેને ઊભી રાખી "આજે જો ભગવાન પણ એને રોકશે .....!તોય એ નઇ રોકાય....!"

"પણ કાલથી નવરાત્રિચાલું થાય છે અને શોપિંગ....!?"અંકિતા બોલી.

"વાંધો નઇ.....!" પ્રેમ બોલ્યો "કલ્લાકેક પછી એને ફોન કરીને પૂછી જોજે....!"

"અરે એનો ફોન....!?" કામ્યાએ પેવમેન્ટ ટ્રેક ઉપર પડેલો લાવણ્યાનો ફોન જોયો અને ઉતાવળાં પગલે ત્યાં ગઈ.

"આ છોકરીતો જો....!" કામ્યાએ નીચાં વળીને ફોન ઉઠાવી લીધો "ફોન પણ અહીંયા ફેંકીને જતી રહી....!"

"અરે કઈં વાંધો નઇ....!" પ્રેમ બોલ્યો "સિદ્ધાર્થને ફોન કરી લેજો ....!"

"હમ્મ....!" કામ્યા બોલી અને પ્રેમ તરફ ચાલવાં લાગી.

"કેન્ટીનમાં જઈએ હવે....! ચાલો...!" પ્રેમ બોલ્યો અને પાછો ફરી કેન્ટીન તરફ જવાં લાગ્યો. અંકિતા અને કામ્યા પણ તેની પાછળ-પાછળ ચાલ્યાં.

****

"કેમ આરીતે દૂર-દૂર બેઠી છે....!?" સિદ્ધાર્થે બાઇક ચલાવતાં-ચલાવતાં તેની પાછળ બેઠેલી લાવણ્યાને પૂછ્યું.

રિવરફ્રન્ટ જવાં તેઓ જસ્ટ કોલેજનાં કેમ્પસમાંથી નીકળ્યાં હતાં. બાઇક ક્ષ્ઝેવિયર કોલેજ રોડ પરથી પસાર થઈ રહ્યું હતું. બાઇક પાછળ બેઠાં પછીપણ લાવણ્યા સિદ્ધાર્થથી સહેજ અંતર રાખીને બેઠી હતી. આજસુધી એવું એકેયવાર નહોતું થયું કે સિદ્ધાર્થનાં બાઇક પાછળ લાવણ્યા તેને ચીપકીને નાં બેઠી હોય.

"કોલેજનાં કેમ્પસમાં હતાં એટ્લે.....! તને નઇ ગમતું હોતુંને પબ્લિકમાં એવું ચીપકવાનું....!? તો દૂર બેઠી....!"લાવણ્યા થોડાં નારાજ સૂરમાં બોલી.

"પણ હવે આપણે કોલેજની બહારતો નીકળી ગયાં.....!" સિદ્ધાર્થ થોડો અધિર્યો થઈને બોલ્યો "હવેતો પે'લ્લાંની જેમ બેસ....!"

"તને ગમે છે ....!?"લાવણ્યાએ ખુશ થઈને પૂછ્યું.

"હાં કઉ તો....!?"સિદ્ધાર્થ પાછું જોઈને બોલ્યો અને ફરી આગળ જોઈને બાઇક ડ્રાઇવ કરવાં લાગ્યો "હવે એરીતે બેસને યાર....!"

"નાં....!" સિદ્ધાર્થને પોતે એરીતે ચીપકીને બેસે એ ગમેછે એ વાત જાણીને લાવણ્યા ખુશ થઈ ગઈ અને તેને ચીડવવાં લાગી"નઇ બેસું...! જા.....!"

"કેમ આમ કરેછે તું.....!?"સિદ્ધાર્થે હવે બાઇક સહેજ ધીમી કરી અને સહેજ પાછું મોઢું કરીને ગંભીર સ્વરમાં પૂછ્યું "તું નારાજ છે મારાથી ...!?"

"હાં....! તું કીધાં વગર કેમ જતો'ર્યો...!?"લાવણ્યા હવે સિદ્ધાર્થને વધુ ચીડવવાં લાગી.

"સોરી લવ......!" સિદ્ધાર્થે હવે છેવટે બાઇક ધીમી કરી સાઈડમાં ઊભી કરી અને પાછળ જોઈને વાત કરવાં લાગ્યો "બધું એટલું ઝડપથી થઈ ગયું કે હું મૂંઝાઇ ગયો....! હું શું કરતો યાર...!? હું તને આખીવાત કઇશ...! પણ તું પે'લ્લાં મને ચીપકી જાને...!"

"સિડ....! કઈં વાંધો નઈ જાન.....!"સિદ્ધાર્થનાં ચેહરાં ઉપર તણાવ જોઈને લાવણ્યાને ચિંતા થઈ અને તેણે સિદ્ધાર્થનાં ગાલ ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો.

"તુંજ નારાજ થઈ જઈશ તો હું ક્યાં જઈશ લવ....!?" સિદ્ધાર્થ હવે ઢીલું મોઢું કરીને બોલ્યો અને આગળ બેઠાં-બેઠાંજ લાવણ્યાનાં બંને હાથ પકડીને પોતાની કમર ફરતે વીંટાળવાં લાગ્યો "તું એજરીતે બેસ જે રીતે દર વખતે બેસતી'તી....! મને હવે આદત પડી ગઈછે....!તારી અને તારાં એ બધાં બિહેવિયરની.....!"

"ઓહ સિડ....!" લાવણ્યા ખુશ પણ થઈ અને ઈમોશનલ પણ. તેની આંખ ફરી ભીંજાઇ ગઈ "હું તો ખાલી તને ચીડાંવતી'તી જાન.....!તું આવીરીતે મૂંઝાઇ ના જઈશ..!"

લાવણ્યા હવે સીટ ઉપર આગળ સરકી અને સિદ્ધાર્થને કચકચાવીને ચીપકીને વળગી ગઈ.

"બસ.....!" તેનાં ઉરજો હવે સિદ્ધાર્થની બેક જોડે ભીંસાઈ ગયાં "હવે ચીપકી ગઈ...! બોલ હવે...!" લાવણ્યાએ હવે તેની દાઢી સિદ્ધાર્થનાં ખાભાં ઉપર મૂકી.

"બસ તું આવીજ રે'જે.....!" સિદ્ધાર્થે તેનું માથું પ્રેમથી લાવણ્યાનાં માથાને અડાડયું અને તેનાં હાથ વડે લાવણ્યાનાં હાથ પકડીને પોતાની ચેસ્ટ ઉપર રબ કર્યા.આગળ મોઢું ફેરવીને સિદ્ધાર્થે ફરીવાર બાઇકનો સેલ માર્યો અને બાઇક ચલાવી.

"મને હવે તારી આદત પડી ગઈ છે....!" લાવણ્યા સ્મિત કરતી કરતી સિદ્ધાર્થે જસ્ટ કહેલી વાત મનમાં વાગોળી રહી "તો પછી મારાંથી દૂર કેમ રે'છે....!?" લાવણ્યા હવે મનમાંજ પ્રશ્નો પૂછવાં લાગી "એક કિસ પણ નઇ આપતો....!"

ઓક્ટોબરનાં શિયાળાનો મસ્ત ઠંડો પવન અને એમાંય આગલી મોડી રાત્રે પડેલાં વરસાદને લીધે થઈ ગયેલું માદક વાતાવરણ. લાવણ્યા હવે ધીરે-ધીરે સિદ્ધાર્થને તેનાં આલિંગનમાં વધુને વધુ જકડવાં લાગી.

"મને હવે તારી આદત પડી ગઈ છે....!" સિદ્ધાર્થના એ શબ્દો હવે લાવણ્યાનાં મનમાં ઘુમરાવવાં લાગ્યાં. જેટલું પ્રેમથી સિદ્ધાર્થે એ વાક્ય કહ્યું હતું તે યાદ કરીને લાવણ્યાનાં હોંઠો ઉપર હળવું સ્મિત આવી ગયું. તેણે તેનું માથું સિદ્ધાર્થની કસાયેલી બેક ઉપર ઢાળી દીધું.

----

"હવે ખબર પડી...!? કેમ હું તને કીધાં વગર જતો'ર્યો તો...!?"સિદ્ધાર્થે લાવણ્યાને પૂછ્યું.

બંને હવે રિવરફ્રન્ટનાં નીચેનાં ભાગમાં વૉક કરી રહ્યાં હતાં. સિદ્ધાર્થે લાવણ્યાને એકસીડેન્ટ પછી તેની જોડે થયેલો આખો ઘટનાક્રમ કહી સંભળાવ્યો હતો. જોકે લાવણ્યાએ સિદ્ધાર્થને કશું પૂછ્યું નહોતું. સિદ્ધાર્થે સામે ચાલીને બધું કહી દીધું હતું. જેમ-જેમ સિદ્ધાર્થે આખી વાત લાવણ્યાને કહી તેમ-તેમ લાવણ્યાની આંખ ભીંજાતી ગઈ.

"ઓહ સિડ....!" લાવણ્યા હવે ઊભી રહી અને સિદ્ધાર્થનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂક્યો "એ છોકરી તને કેમ આટલું ટોર્ચર કરેછે...!?"

"જવાં દેને એની વાત લવ....!" સિદ્ધાર્થ હવે લાવણ્યાને વળગી પડ્યો "મને એની કોઈ વાત કરવી નઇ ગમતી હવે....!" તેણે હવે ધીરે-ધીરે તેની પકડ લાવણ્યાની ફરતે વધુ સખત કરવાં માંડી.

"બસ....! તને આમ વળગું છું.....! તો મારો બધો સ્ટ્રેસ દૂર થઈ જાયછે...!" સિદ્ધાર્થ હવે લાવણ્યાનાં ખભાં ઉપર માથું ઢાળીને ઊંડા-ઊંડા શ્વાસ ભરવાં લાગ્યો.

"ઓહ માય બેબી.....!" લાવણ્યા ફરી ભાવુક થઈ ગઈ.

"જો...!? પાછું બેબી....!?"સિદ્ધાર્થે લાવણ્યાની સામે જોયું "તું મને કાયમ બેબી-બેબી કેમ કીધાં કરે છે...!? એમાંય જ્યારે-જ્યારે હું તને આરીતે વળગું છું ત્યારેતો ખાસ...! કેમ....!?"

"કેમકે તું નાનું બેબીજ છું....!" લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગાલ જોરથી ખેંચ્યાં "એકલો એકલો મૂંઝાશે....! પણ મને કશું નઇ કે'....!"

સિદ્ધાર્થે સ્મિત કર્યું અને લાવણ્યા સામે જોઈ રહ્યો.

"મને ન'તી ખબર કે તારો વોઇસ આટલો મસ્ત છે...!" થોડીવાર લાવણ્યા સામે જોઈ રહ્યાં પછી સિદ્ધાર્થ બોલ્યો.

"હમ્મ ...!? શું...!?"

"બેપનાહ સોંગ....!" સિદ્ધાર્થે યાદ દેવડાવ્યું "તારો વોઇસ એટલો જોરદાર હતો કે ....! કે બસ મગજમાં ઘૂમરાયાંજ કરેછે એ સોંગ અને તારો વોઇસ....!"

"તને ગમ્યું....!?"

"બહુજ....!"

"પણ...! એ મેસેજ મેં ન'તો વાઇરલ કર્યો....!"

"ઇટ્સ ઓકે લવ....! કોઈ વાંધો નઇ.....!" સિદ્ધાર્થે લાવણ્યાનાં ગાલ ઉપર પ્રેમથી આંગળીઓ મૂકી "પણ હું કોઈવાર કહું ....! તો મારાં માટે કોઈ સોંગ ગાઈશતો ખરીને...!?"

"હાસ્તો.....!" લાવણ્યા ભાવપૂર્વક બોલી "તું જ્યારે કે' ત્યારે...!"

બંને થોડીવાર એકબીજાની આંખોમાં જોઈ રહ્યાં.

"સિડ....! તુંજ કે'છે ને...કે તને મારી આદત પડી ગઈ છે...!રાઇટ...!?"લાવણ્યાએ પ્રેમથી સિદ્ધાર્થનાં ગાલ ઉપર હાથ મૂક્યો.

"હમ્મ.....! એતો છે....!"

"તો પછી જો તું મારાં જોડે આટલો ક્લોઝ હોય...! તો ....! તો.. મને બધું કે'તો કેમ નથી...!?" લાવણ્યાએ ચિંતાતુર નજરે એની સામે જોયું અને તેની વધુ નજીક ગઈ. હવે તેનાં ઉરજો સિદ્ધાર્થની છાતીને સ્પર્શ થઈ ગયાં.

"એ છોકરી તને હર્ટ કરેછે.....! તોપણ તું સહન કરે જાય છે....! મને બસ ખાલીતું વળગી પડે છે....! પણ કદી કશું કે'તો નથી.....! કેમ......!?"

"લવ....! અમે છોકરાંઓ છીએ....! અમારે આજરીતે રે'વું પડે.....! બહુ ઈમોશનલ થઈને બધાંને બધું કહીએ તો ....તો લોકોને અમે કમજોર લાગીએ...! ફેમિલીનું પ્રેશર હોય કે નેહાનું ટોર્ચર....! મારે સહન કરવું પડે...!કોઈને કહીએ તો એને અમે કમજોર અને નબળાં લાગીએ...!"

લાવણ્યા ચિંતાતુર નજરે સિદ્ધાર્થનાં ચેહરાં અને આંખોનાં ભાવ વાંચવાંનાં પ્રયત્નો કરતી રહી.

"મેં ક્યારેય કોઇની જોડે કશું શેયર નથી કર્યું....! કોઈ વાત શેયર નથી કરી....! મને આદતજ નથી ...!" સિદ્ધાર્થે તેનાં ખભાં ઉલાળ્યા "અમે છોકરાંઓએ આવાંજ હોવું જોઈએ....! અમને બધાં આવાંજ એકસ્પેક્ટ કરેછે....! અને હું એવોજ છુ...!"

લાવણ્યાએ થોડી વધુવાર સિદ્ધાર્થની આંખો જોયે રાખી.

"એ છોકરી તને ફોર્સ કરેછેને....!?"લાવણ્યએ ભીંજાયેલી આંખે સિદ્ધાર્થની આંખોમાં જોઈ રહેતાં પૂછ્યું "કોઈકતો મોટી વાત છે....! નઇ...! જેનાં માટે એ તને ફોર્સ કરે છે...! હેંને....!?"

"ત...તને કેમની..!" સિદ્ધાર્થ ચોંકી પડ્યો. તેની આંખો સહેજ મોટી થઈ ગઈ "એવું કઈ નથી....!"

સિદ્ધાર્થે તરતજ વાત બદલી અને તેનું મોઢું ફેરવી આગળ ચાલવાં માંડ્યો.

"જો...જો...! મને ખબર હતી...!" લાવણ્યાએ સિદ્ધાર્થનું બ્લેઝર પકડીને તેને ઊભો રાખવાં પ્રયત્ન કર્યો "તું ...તું... કે'તો કેમ નથી....!? બોલને...!"

"અરે.....એવું કઈં નથી લવ...!" સિદ્ધાર્થ હવે પરાણે હસતો હોય એમ બોલવાં લાગ્યો.

"સિડ....!" લાવણ્યાની આંખમાંથી હવે આંસુ દદડવાં લાગ્યાં "શું કામ તું એકલો એકલો મૂંઝાય છે....!મારી જોડેતો શેયર કર જાન....!"

"મારી જોડેતો શેયર કર જાન....!" લાવણ્યાએ છેલ્લું વાક્ય એટલું ભારપૂર્વક કહ્યું કે સિદ્ધાર્થનાં મનમાં તે વાક્ય બોલતી વખતે લાવણ્યાનો સ્વર અને ભાવ ગુંજવાં લાગ્યાં. તે લાવણ્યા સામે ઢીલાં મોઢે જોઈ રહ્યો. તે કઈંક બોલવાં જતો હતો. છતાંપણ પોતાને રોકી રહ્યો હતો.

"સિડ....!" બોલવાંનાં પ્રયત્ન કરી રહેલાં સિદ્ધાર્થનાં હોંઠ જોઈને લાવણ્યાએ કહ્યું "મારો જીવ હવે અદ્ધર થવાં લાગ્યો છે...! પ્લીઝ કે'ને મને...!"

"એવું કઈં નથી....!" સિદ્ધાર્થ હવે ઠંડા સ્વરમાં બોલ્યો "અને મેં કીધુંતો ખરાં....! જો હોત તોપણ હું છોકરો છું....! કોઈને નાં કઈ શકું....!"

"હું "કોઈ" છું તારાં માટે....!?"લાવણ્યા હવે સિદ્ધાર્થને પ્રેમથી ધમકાવવાં લાગી "બોલ....!? બોલને ...હું "કોઈ" છું તારાં માટે...!?"

"નાં....! તું મારી લવ છે....!" સિદ્ધાર્થે ફરીવાર તેનાં બંને હાથ લાવણ્યાની કમર ફરતે વીંટાળી તેને મનાંવવાંનાં સૂરમાં કહ્યું.

"તો પછી બોલને જાન....! આવું શું કરે છે...!?"

"તું તો પાછળજ પડી જાયછે લવ.....!" સિદ્ધાર્થ હવે સહેજ ચિડાયો "હું એ બધી વાતો ભૂલાવવાં તો તારી જોડે આવુંછું....! અને તું મને એજ બધું પૂછ-પૂછ કરે છે....! આરીતે તો તું મને વધારે ટોર્ચર કરેછે યાર...!"

"ઓહ માય બેબી....!" લાવણ્યાએ હવે સિદ્ધાર્થનો ચેહરો તેનાં બંને હાથમાં વ્હાલથી પકડી લીધો "સારું...સારું બસ....! હવે તને જ્યારે ઠીક લાગે ત્યારે તું કે'જે...બસ....! આવ....! મને હગ કર....!"

લાવણ્યાએ સિદ્ધાર્થને તેનાં આલિંગનમાં જકડી લીધો અને તેની બેક ઉપર પ્રેમથી હાથ ફેરવવાં માંડી.

"મને જરૂર હતી તારી....!" સિદ્ધાર્થ લાવણ્યાના આલિંગનમાં ફરી ઊંડા શ્વાસ લેતો-લેતો બોલ્યો "મને નઇ ખબર કેમ......! પણ...પણ તને વળગીને ......! હું શાંત થઈ જાઉં છું...! એકદમ રિલેક્સ....!" સિદ્ધાર્થ હવે લાવણ્યાની કમરના વળાંક ઉપર હાથ ફેરવવાં લાગ્યો.

"ઓહ સિડ.....! તારો આ ટચ....!" તેની કમરના વળાંક ઉપર ફરી રહેલાં સિદ્ધાર્થનાં હાથની ફીલિંગને માણતી લાવણ્યા મનમાં બબડી.

"હવેતો તું નારાજ નથીને મારાંથી....!?" થોડીવાર પછી સિદ્ધાર્થે લાવણ્યાની સામે જોઈને પૂછ્યું.

"સાચું કઉ....!?" લાવણ્યાએ તેનાં ગાલ ઉપર પ્રેમથી સ્પર્શ કર્યો "you are just..... irresistible.....! તારાથી નારાજ થવાનું નાટક કરવું પણ અઘરું પડેછે જાન....! તો ખરેખરમાં નારાજ થવુંતો પોસિબલજ નથી....!"

"અમ્મ....!" સિદ્ધાર્થે સ્મિત કરીને ફરીવાર લાવણ્યાને જકડી લીધી "આજે બસ મારે આમજ તને જકડી રાખવી છે....! અને બધો થાક ઉતારી લેવો છે....!"

"ઓહ બેબી...!" લાવણ્યાએ હવે સિદ્ધાર્થનાં વાળમાં વ્હાલથી હાથ ફેરવ્યો "તું કે'તો આખી જિંદગી હું આમજ તને વળગી રહું...!"

"એક મિનિટ...!" સિદ્ધાર્થે હવે લાવણ્યાને આલિંગનમાંથી મુક્ત કરી અને તેનું બ્લેઝર ઉતારવાં લાગ્યો.

"શું થયું....!? અને બ્લેઝર શું કામ કાઢેછે....!? રે'વા દેને.... તું બહુ હૅન્ડસમ લાગેછે આમાં...!"

"અરે તારાં માટે એક સરપ્રાઇઝ છે....!" સિદ્ધાર્થે હવે બ્લેઝર કાઢીને લાવણ્યાને આપ્યું. લાવણ્યાએ બ્લેઝર તેનાં હાથમાં પકડી રાખ્યું.

"તું ફુલ સ્લીવની ટી-શર્ટ પે'રતો કેમ થઈ ગયો...!?" સિદ્ધાર્થે બ્લેઝર કાઢતાં નીચે પેહરેલી ફુલ સ્લીવની બ્લેક ટી-શર્ટ જોઈને લાવણ્યાએ કહ્યું.

"તું આંખો બંધ કર પે'લ્લાં....!" સિદ્ધાર્થે તેની સામે જોઈને કહ્યું.

લાવણ્યાએ તરતજ તેની આંખો બંધ કરી અને સ્મિત કરી રહી.

"અરે...! તે તો તરત આંખો બંધ કરી લીધી....! મને એમ કે તું કેટલીકવાર સુધીતો કારણજ પૂછ્યા કરીશ....!"

"તું બસ એકવાર કે'.....!"લાવણ્યાએ આંખો ખોલીને તેની સામે જોયું અને ધીમાં સ્વરમાં કહ્યું "તો હું આખી જિંદગી માટે આંખો બંધ કરી દઉં જાન....!"

"શું બોલેછે તું પણ....!" સિદ્ધાર્થ ચિડાઈ ગયો.

"સોરી...!" સિદ્ધાર્થનો ચેહરો બગડી જતાં લાવણ્યા હેબતાઈ ગઈ.

"શું સોરી....!?"

"હું તો બસ તને ચીડવતી'તી જાન....!" લાવણ્યાએ સિદ્ધાર્થનાં ચેહરા ઉપર તણાવ જોઈને તેને મનાવતાં કહ્યું "પ્લીઝ સોરી...!"

"આવી રીતે કોઈ ચિડાવે....!" સિદ્ધાર્થ હવે વધુ ચિડાયો "લાવ મારું બ્લેઝર....!" તેણે બ્લેઝર લેવાં પોતાનો હાથ લંબાવ્યો.

"નાં....નાં....!" લાવણ્યા દૂર ખસી ગઈ અને બ્લેઝરને તેની પાછળ સંતાડવાં લાગી "મ..મ..મારું સરપ્રાઇઝ તો આપ....!"

"નઇ આપવું મારે કોઈ સરપ્રાઇઝ...! લાવને તું બ્લેઝર....! બધો મૂડ ખરાબ કરી દીધો...! લાવ..!"

"નઇ....! નઇ આપું....!" લાવણ્યા હવે થોડી વધુ દૂર ખસી "આવી રીતે નારાજ નાં થઈશને ....! સોરી તો કીધું....! પ્લીઝ જાન.....!"

સિદ્ધાર્થ ચિડાયેલાં મોઢે ઊભો રહ્યો અને તેની સામે જોઈ રહ્યો.

"સોરી જાન.....! આવું નાં કરને....!" લાવણ્યા હવે રડમસ ચેહરે તેની સામે જોયું "હવે કદી આવું નઇ કરું બસ....!આઈ પ્રોમિસ....!" લાવણ્યાએ તેનાં ગળાએ પકડીને સોગંધ ખાતાં કહ્યું.

"હમ્મ....!" સિદ્ધાર્થે છેવટે હુંકારો ભરી માથું હલાવ્યું.

"હવે મારું સરપ્રાઇઝ તો આપ....!"

"તું આંખો બંધ કર.....!"

"હમ્મ....!" લાવણ્યાએ ફરીવાર તેની આંખો બંધ કરી. સિદ્ધાર્થે તેની સામે જોઈ રહીને તેની ટી-શર્ટની ડાબાં હાથની લાંબી સ્લીવ ઉપર ચઢાવી તેની કોણી સુધી ખેંચી લીધી.

"હવે આંખો ખોલ.....!" સિદ્ધાર્થે તેનો સ્લીવ ચઢાવેલો ડાબો હાથ હવે લાવણ્યાનાં ખભાં ઉપર મૂક્યો. લાવણ્યાએ તેનાં ડાબાં ખભાં ઉપર સિદ્ધાર્થનાં હાથનો સ્પર્શ અનુભવ્યો અને આંખો ખોલી.

આંખો ખોલતાંજ તેણે પહેલાં સિદ્ધાર્થ સામે જોયું. તે મરક-મરક હસી રહ્યો હતો. લાવણ્યાએ તેની તરફ જોઈને પોતાનાં ખભાં ઉપર મુકેલાં સિદ્ધાર્થનાં હાથ સામે જોયું.

"હે ભગવાન....!" લાવણ્યા ચોંકી ગઈ "ટેટૂ....!?"

લાવણ્યાએ હવે સિદ્ધાર્થનો હાથ તેનાં હાથમાં પકડી લીધો.

"આટલું મોટું ટેટૂ શું કરવાં બનાવ્યું ....!? કેટલું પેઇન થયું હશે તને...!" લાવણ્યા સિદ્ધાર્થનાં હાથ ઉપર બનેલાં એ ટેટૂ ઉપર હાથ ફેરવતાં-ફેરવતાં બોલી.

"શું કરવાં આવું કર્યું તે....!?"તે હવે રડવાં લાગી અને તેની આંખોમાંથી આંસુઓ દદડવાં લાગ્યાં.

"શેનું પેઇન યાર..!?" સિદ્ધાર્થે હવે તેનો હાથ લાવણ્યાનાં હાથમાંથી છોડાવ્યો "મારાં હાથ પથરાં જેવાંછે .....! એટલી નાની અમથી સોયથી મને શું થવાનું....!?"

"શું એટલી નાની સોય....!" લાવણ્યા અકળાઇ "મને પૂછને ...! મને ખબર છે કેટલું પેઇન થાય છે....!"

"તો હું પણ તને એજ કે'તો'તો એ વખતે....! અને એમાંય તે કેટલું સોફ્ટ અંને નાજુક જગ્યાએ ટેટૂ બનાવ્યું....! મારાં હાથતો તોય મજબૂત છે...!"

"પણ મારું ટેટૂ સાવ નાનુંજ છે....!" લાવણ્યા બોલી અને તેણે ફરીવાર સિદ્ધાર્થનો ટેટૂવાળો હાથ તેનાં હાથમાં પકડી લીધો "તે કેટલું મોટું ટેટૂ બનાવ્યું છે....!"

"તને નાં ગમ્યું...!?"સિદ્ધાર્થે ઢીલું મોઢું કરીને પૂછ્યું.

"કેવીવાત કરે છે....!?" લાવણ્યા હજીપણ સહેજ અકળાંયેલી હતી.

"તો પછી તું અકળાયેલી કેમ છે....!?"

"અરે જાન....!" લાવણ્યાએ હવે તેનાં ચેહરાંનાં ભાવો બદલ્યાં "એવું નથી....! પણ તે .....!" લાવણ્યા બે ઘડી અટકી અને સિદ્ધાર્થનાં ચેહરાં સામે જોઈ રહી.

"સાચું કહું....!" લાવણ્યા ફરીવાર સિદ્ધાર્થનાં હાથનાં ટેટૂ ઉપર જોયું"મસ્ત લાગે છે...! એકદમ માચો માચો....!" લાવણ્યા હજીપણ તે ટેટૂ સામે જોઈ રહી અને બબડી "LOVE....!"

સિદ્ધાર્થે Old Anglican English કહેવાતાં ફૉન્ટમાં સરસરીતે "LOVE" લખાવ્યું હતું. લાવણ્યાએ તેનું માથું સહેજ ઝુકાવ્યું અને સિદ્ધાર્થનાં હાથને થોડો ઊંચો કરી તેનાં ફોરઆર્મ ઉપર બનેલાં એ "LOVE" ટેટૂ ઉપર હળવેથી ચુંબન કર્યું.

ટેટૂને ચૂમતાં પહેલાં તેણે સિદ્ધાર્થની સામે વ્હાલથી એક નજર નાંખી. તે થોડું ડરી કે ક્યાંક સિદ્ધાર્થનો હાથ ચૂમતાં પહેલાં તે પોતાનો હાથ પાછો નાં ખેંચીલે. જોકે સિદ્ધાર્થે એવું કશું નાં કર્યું. ઊલટાનું સિદ્ધાર્થ લાવણ્યાને પ્રેમથી જોઈ રહ્યો.

લાવણ્યાએ એને સિદ્ધાર્થની "હા" સમજી લઈ વધુ એકવાર તેનાં ટેટૂ ઉપર તેનાં હોંઠ મૂકી દીધાં. કસરતને લીધે સિદ્ધાર્થનાં ફોરઆર્મની ઊપસેલી જાડી નસો લાવણ્યાનાં હોંઠને સ્પર્શી રહી. લાવણ્યાનાં મોઢાં ઉપર હવે ફરીવાર ચિંતાનાં ભાવ આવી ગયાં.

“આ તારી નસો આટલી બધી ઊપસેલી છે....! ટેટૂની સોયથી એને કોઈ નુકશાન થયું હોતો તો....!?”

“અરે .....! તું નાહકની ચિંતાના કરને....! કઈં નથી થયું...!” સિદ્ધાર્થે ફરીવાર લાવણ્યાને જકડી લીધી “બસ તું કે’ને ....! તને ટેટૂ ગમ્યું કે નઈ....!?”

“કીધુંતો ખરાં....! એકદમ માચો લાગેછે તને....!”

સિદ્ધાર્થે હવે તેની પકડ લાવણ્યાની કમર વધુ કસી. લાવણ્યા તેની બેક ઉપર એજરીતે વ્હાલથી હાથ ફેરવી રહી. થોડીવાર પછી લાવણ્યાએ હળવેથી સિદ્ધાર્થની ગરદન ઉપર હળવેથી તેનાં હોંઠ મૂક્યાં અને એક બાઇટ કરી. સિદ્ધાર્થે કોઈ જાતનો વાંધો ના લીધો. લાવણ્યાએ હવે વધુ એકવાર સિદ્ધાર્થના કાન ઉપર હળવી બાઇટ કરી.

બાઇટ કરીને લાવણ્યાએ સિદ્ધાર્થની સામે માદક નજરે જોયું. તેની આંખોમાં કોઈજાતનો વિરોધ નહોતો. લાવણ્યા હવે તેનાં પંજા ઉપર સહેજ ઊંચી થઈ તેનાં હોંઠ સિદ્ધાર્થના હોંઠની નજીક લઈ જવાં લાગી.

ત્યાંજ...

“ટ્રીન.....ટ્રીન.....ટ્રીન....!” સિદ્ધાર્થનાં ફોનમાં રિંગ વાગી.

"શીટ.....!" આ વખતે સિદ્ધાર્થ અકળાયો અને લાવણ્યા સામે માફીસૂચક નજરે જોઈ રહ્યો.

"તું તારો ફોન ફેંકીદે આ સાબરમતી નદીમાં....!" અકળાયેલી લાવણ્યા રડમસ સ્વરમાં નદીનાં લાંબા પટ તરફ જોઈને બોલી.

"પણ હું શું કરું....!?" સિદ્ધાર્થ દયામણો થઈને તેની સામે જોઈ રહ્યો.

“ટ્રીન.....ટ્રીન.....ટ્રીન....!” સિદ્ધાર્થનાં જીન્સનાં પોકેટમાં રહેલાં ફોનમાં રિંગ હજી વાગી રહી હતી.

"ઉપાડું...!?" સિદ્ધાર્થે ડરતાં-ડરતાં લાવણ્યા સામે જોયું અને પોકેટમાં હાથ નાંખ્યો.

લાવણ્યા નારાજ ચેહરે આડું જોઈ લીધું. સિદ્ધાર્થે છેવટે તેનાં જીન્સનાં પોકેટમાંથી ફોન કાઢીને સ્ક્રીન સામે જોયું.

"અંકિતાનો ફોન...!?" સ્ક્રીન ઉપર અંકિતાનો નંબર જોઈને સિદ્ધાર્થે લાવણ્યા સામે જોયું.

"એ તને શું લેવાં ફોન કરેછે.....!?" લાવણ્યા હવે વધુ અકળાઈ ગઈ અને સિદ્ધાર્થનાં હાંથમાંથી તેનો ફોન ઝૂંટવી લીધો.

"અરે પણ મને વાતતો કરવાંદે ....!?" સિદ્ધાર્થ તેનો ફોન લાવણ્યા જોડેથી લેવાનો પ્રયન્ત કરવાં લાગ્યો "હું ફોન સ્પીકર ઉપર રાખીને વાત કરું બસ...!"

"ઊભોરે'.....! હુંજ કરું છું...!" એટલું કહીને લાવણ્યાએ અંકિતાનો કૉલ રિસીવ કરી સ્પીકરનું ઓપ્શન ટચ કર્યું.

"હેલ્લો....!? સિડ...! આટલો બધો ટાઈમ લગાડવાનો ફોન ઉપાડવાં માટે...!?" સામેથી અંકિતાનો અવાજ સંભળાયો.

"શું કામ હતું તારે....!?" લાવણ્યા અકળાયેલાં સ્વરમાં બોલી.

"અરે લાવણ્યા...!?" અંકિતા બોલી "મારે તારુંજ કામ હતું....!"

"તો મારાં ફોન ઉપર ફોન કરને....!" લાવણ્યા હજીપણ અકળાયેલી હતી "સિદ્ધાર્થને ફોન કરવાની હિમ્મત કેમની થઈ તારી...! એનાં ફોન ઉપર શું કરવાં કૉલ કરેછે....!?"

"આ છોકરીતો જો...!?" કેન્ટીનમાં બેઠેલી અંકિતા તેની બાજુમાં બેઠેલી કામ્યાને જોઈને કહેવાં લાગી. તેણે પણ પોતાનો ફોન સ્પીકર ઉપર મૂક્યો "શું બોલીતું ફરીવાર બોલતો....!?"

"બે'રી થઈ ગઈ છે તું....!?" લાવણ્યા હવે વધુ અકળાઈ "તારે મારું કામ હતુંતો સિદ્ધાર્થનાં ફોન ઉપર શું કામ કૉલ કર્યો...!?"

આજુબાજુ બેઠેલાં કામ્યા, પ્રેમ, ત્રિશા પણ હસી પડ્યાં.

"ઓ મેડમ....!" અંકિતા હવે વ્યંગ કરતાં બોલી "તમારો ફોન ક્યાંછે....!?"

"શું ક્યાં છે...!?" લાવણ્યા હવે તેનાં જીન્સનું પોકેટ ફંફોસવાં લાગી.

"અરે.....! મારો ફોન....!?" લાવણ્યા સિદ્ધાર્થ સામે જોઈને બોલી. સિદ્ધાર્થે તેનાં ખભાં ઉલળ્યા.

"ઓ મેડમ....!" સામેથી અંકિતા એજરીતે વ્યંગપૂર્વક બોલી "સિડનાં આવવાંની ખુશીમાં તમે તમારો ફોન કમ્પાઉન્ડમાં ફેંકીને જતાં રહ્યાં'તાં.....! યાદ આવ્યું...!?"

"અરે હાં....!" લાવણ્યાએ તેનાં કપાળે હાથ દઈને સિદ્ધાર્થ સામે જોયું "સોરી....!"

"હમ્મ....! અને બીજીવાત....! મારે જ્યારે સિડને ફોન કરવો હોય ત્યારે કરું....! તારે શું પંચાત...!?" હવે અંકિતા કામ્યા સામે જોઈને ફોન ઉપરજ લાવણ્યાને ચિડાવવાં લાગી.

"જ્યારે કરવો હોય એટ્લે....!?" લાવણ્યાએ સિદ્ધાર્થ સામે જોયું. તે મરક-મરક હસી રહ્યો હતો "અને તું "સિડ-સિડ" શેની કરેછે'....! સિદ્ધાર્થ કહીને બોલાવ દોઢડાહી....!"

"આતો જો....!" અંકિતાએ હસીને ફરીવાર કામ્યા સામે જોયું "મને દોઢડાહી કે'છે..!પઝેસિવ પ્રેમિકા...!"

કામ્યા સહિત બધાં સ્પીકરમાંથી સંભળાઈ રહેલો લાવણ્યાનો ઉચાટભર્યો એ પઝેસિવ અવાજ સાંભળીને મલકી રહ્યાં.

"હવે બોલને શું કામ હતું....!?" લાવણ્યા એવાજ અકળાયેલાં સૂરમાં બોલી.

"ક્યાંછો તમે લોકો...!?" અંકિતાએ પૂછ્યું.

"તારે શું પંચાત ચાંપલી....!?તારે કઈં કામનાં હોયતો અમને ડિસ્ટર્બનાં કર...! મૂક ફોન...!"

"હો હો...! ચાંપલી કીધું આતો જો....!?"

"શું કામછે તારે....!?"

"અરે હાં બાપા સાંભળ....!" અંકિતા હવે શાંતિથી બોલવાં લાગી "નવરાત્રિની શોપિંગ કરવાં નથી જવું...!?"

"નાં....! તમે લોકો જઈ આવો...! હું મારું જોઈ લઇશ....!" લાવણ્યા બોલી.

"અરે શું જોઈ લઇશ...!?" અંકિતા થોડું અકળાઈ "કામ્યાએ આજે પાર્લરની એપોઈંન્ટમેંન્ટ પણ કરાવી લીધીછે આપડાં બધાંની.....! અમે બધાંએ તારાં લીધે થઈને હજીસુધી શોપિંગ નહોતી કરી....! આવું થોડું ચાલે યાર....!"

લાવણ્યા હવે પરેશાન નજરે સિદ્ધાર્થની સામે જોઈ રહી. ફોન સ્પીકર મોડ ઉપર હોવાથી સિદ્ધાર્થે પણ અંકિતાની વાત સાંભળી.

"પછી કાલીથી નવરાત્રિ સ્ટાર્ટ થાય છે...! ખબરછેને....!?" અંકિતા આગળ બોલી.

"તો... તો....! કેટલો ટાઈમ લાગશે આપણને....!?" લાવણ્યાએ ભાવુક સ્વરમાં સિદ્ધાર્થ સામે જોઈને અંકિતાને પૂછ્યું.

"કેટલો ટાઈમ એટ્લે....!?" અંકિતા હવે વધુ અકળાઇ "કેમ તે અગાઉની એકેય નવરાત્રિમાં શોપિંગ-વોપિંગ નહોતી કરી....!? આખો દિવસ લાગી જશે...!"

લાવણ્યાએ હવે સિદ્ધાર્થની સામે જોયું. તેનું મોઢું ઉતરી ગયું.

"આજે આખો દિવસ તું મ્હારી....!" લાવણ્યા સિદ્ધાર્થના ઢીલાં થઈ ગયેલાં ચેહરાં સામે જોઈને તેણે હજી અડધો કલ્લાક પહેલાંજ કોલેજનાં કમ્પાઉન્ડમાં તેને વળગીને કહેલી વાત યાદ કરવાં લાગી.

"મારી જોડે આખો દિવસ સ્પેન્ડ કરીશ....!?" સિદ્ધાર્થે લાવણ્યાને બાળક જેવો માસૂમ ચેહરો બનાવીને પૂછ્યું હતું. અને જવાબમાં લાવણ્યાએ આખો દિવસ સાથે સ્પેન્ડ કરવાનું પ્રોમિસ પણ આપ્યું હતું.

"લાવણ્યા....!" લાવણ્યા તરફથી કોઈ જવાબ ના આવતાં અંકિતાએ ફોન ઉપર ફરીવાર પૂછ્યું "સંભળાય છે તને...! આજેતો આખો દિવસ પાર્લરમાંજ જશે....! અને પછી હજી ચણિયાચોલીનું શું ....!?"

"પણ....પણ આખો દિવસ શું કરવાં...!?" સિદ્ધાર્થનાં ઉદાસ ચેહરાંને જોઈને લાવણ્યાની આંખો ભીંજાઇ ગઈ અને તે ફોન ઉપર અંકિતાને આજીજીભર્યા સ્વરમાં પૂછવાં લાગી"એટલું બધુ શું કામ છે...!?"

"અરે આ છોકરી કેમ આમ કરે છે...!?" કેન્ટીનમાં બેઠેલી અંકિતાએ અકળાઈને કામ્યા સામે જોયું અને પાછી ફોન ઉપર લાવણ્યાને વઢતી હોય એમ બોલી "અરે ... આપણાં બધાંનું પાર્લર, ફુલ બોડી વેક્સ, આઇબ્રો, મેનીક્યોર વગેરે...! પછી ચણિયાચોલી, એની જોડે પે'રવાંની બધી એક્સેસરીઝ, મોજડી, આ બધુ એક દિવસમાં કેવીરીતે પતે યાર....!?"

સિદ્ધાર્થનો ચેહરો વધુ ઉદાસ થઈ ગયો અને તે આડું જોવાં લાગ્યો. એ જોઈને લાવણ્યાને પોતાની અને અંકિતાની ઉપર ગુસ્સો આવી ગયો. પોતે સિદ્ધાર્થને દુ:ખી કર્યોછે એમ માની લાવણ્યા પણ ઢીલી થઈ ગઈ.

"મ....મ..મારે નઇ આવું....!" લાવણ્યા હવે રડમસ સ્વરમાં માંડ બોલી "ત...તમે લોકો જાવ....!"

"અરે લાવણ્યા આવું કેમ કરેછે યાર...!? ચાલને...!?" હવે કેન્ટીનમાં અંકિતાની જોડે બેઠેલી ત્રિશા સ્પીકર ફોન ઉપર લાવણ્યાને સંભળાય એરીતે સહેજ ઊંચાં સ્વરમાં બોલી.

"પણ....! પણ મેં...! મેં....! સિડને પ્રોમિસ કરી છે....! હું..હું ...! આજે આખો દિવસ એનીજ છુ....!"

"અરે બાપાતું ખાલી આજનો અને કાલનો દિવસ આપને....!" અંકિતા હવે વધુ અકળાઈ "કાલે સાંજે ગરબા શરૂ થાય એ પછી આખી નવરાત્રિ તું એનીજ છેને...!"

લાવણ્યાએ ફરી સિદ્ધાર્થ તરફ જોયું. તેનો ચેહરો થોડો વધુ ઉતરી ગયો અને તે સાબરમતી નદીનાં પાણી તરફ જોવાં લાગ્યો. તેનો એવો ચેહરો જોઈને લાવણ્યાનું હ્રદય જાણે ચિરાઈ ગયું.

"લાવણ્યા....!" હવે કામ્યાનો અવાજ સંભળાયો "યાર આ છેલ્લી નવરાત્રિ છે...! પછી ખબર નઇ આપણે બધાં ક્યાં છૂટાં પડી જઈશું....! મળશું કે નઇ એ પણ નઇ ખબર યાર....!"

"સિડ.....!" હવે અંકિતા બોલી "યાર એને સમજાવને પ્લીઝ....!"

"ઓકે....! હું પાછો ફોન કરુંછું...!" સિદ્ધાર્થ બોલ્યો અને લાવણ્યાનાં હાથમાંથી ફોન લઈને અંકિતાનો કૉલ કટ કર્યો.

"હું નઇ જઉં.....! હું નઇ જઉં...!" લાવણ્યા ઈમોશનલ થઈ ગઈ અને રડમસ ચેહરે સિદ્ધાર્થનું મોઢું વ્હાલથી તેની બેય હથેળીઓમાં દબાવીને બોલી "તું....તું ચિંતાનાં કર....! આજે....આજે ...! હું ત...તારી જોડેજ રઈશ....! ભલે એ લોકો નારાજ થતાં....! હું નઇ જઉં...!"

"ઇટ્સ ઓકે લવ....!" સિદ્ધાર્થે લાવણ્યાને તેની કમરમાંથી પકડીને પોતાની તરફ ખેંચી લીધી "કોઈ વાંધો નઇ....!"

સિદ્ધાર્થ માંડ બોલ્યો. તેનો ચેહરો હજીપણ એવોજ ઢીલો હતો.

"મને ખબર છે...! તું મારી જોડે ટાઈમ સ્પેન્ડ કરવાં માંગે છે...!" લાવણ્યાએ તેની આંખોમાં સ્પષ્ટ વાંચી લીધું અને મનમાં બબડી.

"અંકિતા સાચું કે'છે....!" સિદ્ધાર્થ પરાણે ચેહરાં ઉપર સ્મિત લાવીને બોલ્યો "કોલેજ પૂરી થયાં પછી શું ખબર બધાં ક્યાં છૂટાં પડી જશું....!"

"ભલે....! મારે નઇ જવું....! હું....હું. તારીજ છું..!" લાવણ્યા હવે સિદ્ધાર્થને વળગી પડી "મ...મારે પણ તારી જોડે ટાઈમ સ્પેન્ડ કરવો છે....!"

"પણ લવ....!" સિદ્ધાર્થે લાવણ્યાનો ચેહરો હવે તેની હથેળીઓમાં પકડ્યો "એ લોકો તારાં માટે થઈને રાહ જોતાં હતાં....! તમે બધાં ત્રણ વર્ષથી સાથે છો....! હમ્મ...! તારે એમની ફીલિંગનું પણ ધ્યાન રાખવું જોઈએ...!"

"પણ....પણ હજી અડધો કલ્લાકજ થયોછે તારી જોડે આવે....!" લાવણ્યા છેવટે રડી પડી અને તેની આંખોમાંથી આંસુ દદડવાં માંડ્યાં "તું હજી ....હજી હમણાંજ તો પાછો ....પાછો આવ્યો....!"

સિદ્ધાર્થે લાવણ્યને આલિંગનમાં જકડી લીધી "શું કરું લવ....! હું પણ નઇ ઈચ્છતો કે તું મારાથી દૂર જઉં....!"

"તો...તો....રે'વા દેને...! મારે નથી જવું...! હું પછી મનાવી લઇશ એ લોકોને...!" રડતાં-રડતાં લાવણ્યાએ સિદ્ધાર્થની સામે જોયું.

"લવ....!" સિદ્ધાર્થે શક્ય એટલાં સ્મિત સાથે કહ્યું "આપણે આવતી કાલે જોડે ટાઈમ સ્પેન્ડ કરશું....!હમ્મ....! તું આજે જા એ લોકોની જોડે...!"

"પણ....પણ...!"

"લવ....! મારી વાત નઇ માને....!?" લાવણ્યા સિદ્ધાર્થનાં ઉદાસ થઈ ગયેલાં એ ચેહરાં સામે થોડીવાર જોઈ રહી.

"સારું....!" લાવણ્યા છેવટે માની "એને ફોન કર...!"

સિદ્ધાર્થે પાછો તેનો ફોન જીન્સનાં પોકેટમાંથી બહાર કાઢ્યો અને અંકિતાનો નંબર ડાયલ કર્યો. થોડીવાર રિંગ વાગીને અંકિતાએ ફોન ઉપાડયો.

"હા બોલ...!" અંકિતા બોલી.

"તમે લોકો બા'ર આવો ....! ગેટ પાસે....!" સિદ્ધાર્થ બોલ્યો તેણે ફોન સ્પીકર મોડ ઉપરજ રાખ્યો હતો "અમે આવીએ છે....!"

"ઓકે ...! જલ્દી આવજે....!" અંકિતા પ્રેમથી લેહકો કરતાં બોલી.

"એ દોઢડાહી....!" સ્પીકર ઉપર અંકિતાનો એ લેહકો સંભળાતાં લાવણ્યા બગડી.

"હા....હા....હા....!મને ખબર હતી ....!" અંકિતા હસી પડી.

"લવ....! એ મસ્તી કરેછે....!" અંકિતાથી ચિડાયેલી લાવણ્યાએ સિદ્ધાર્થ સામે જોતાં સિદ્ધાર્થ બોલ્યો.

"અંકિતા....! સિદ્ધાર્થ આપણી જોડે આવેતો ચાલશે....!?" લાવણ્યાએ સિદ્ધાર્થની સામે જોઈને અંકિતાને સ્પીકર ફોન ઉપર પૂછ્યું.

"હાં....હાં.....! ચાલશેને...!" અંકિતા ટીખળ કરતાં બોલી "પછી આપણે બધાં કપડાં કાઢીને વેક્સ કરાવીશું ...! અને એ ઊભો ઊભો જોશે....!"

"શું જેમ ફાવે એમ બોલે છે....!" લાવણ્યા હવે ગરમ થઈ ગઈ "એ કામ્યા....! આને કે'ને....!" અંકિતાએ પણ ફોન સ્પીકર ઉપર રાખ્યો છે એમ માની લાવણ્યા મોટેથી બોલી.

"અંકલી....!" સિદ્ધાર્થે હવે ફોનનો સ્પીકર મોડ ઑફ કર્યો અને ફોન તેનાં કાને લગાડ્યો "હવે એને બહુ હેરાનનાં કર....!તમે લોકો ગેટ પાસે આવો અમે આવીએ છે..! બાય"
સિદ્ધાર્થે ફોન કટ કરી દીધો અને પાછો તેનાં જીન્સનાં પોકેટમાં મૂક્યો.

"ચાલ....!" સિદ્ધાર્થ હવે લાવણ્યાનો હાથ પકડીને ચાલવાં લાગ્યો. ઢીલી થઈ ગયેલી લાવણ્યા કમને તેની પાછળ-પાછળ ખેંચાઇ.

રિવરફ્રન્ટનાં નીચેનાં ભાગનાં પગથિયાં ચઢીને તેઓ ઉપર આવ્યાં. કઈંપણ બોલ્યાં વગર બંને ચાલતાં-ચાલતાં હવે સિદ્ધાર્થનાં બાઇક તરફ જવાં લાગ્યાં. લાવણ્યા હવે સિદ્ધાર્થનો હાથ પકડીને તેની લગોલગ ચાલવાં લાગી. ચાલતાં-ચાલતાં તેણીએ ભીંજાયેલી આંખે સિદ્ધાર્થનાં ચેહરાં સામે જોયું. તે ઉદાસજ હતો. લાવણ્યાનું મન વધુ ભાંગી પડ્યું.

બંને છેવટે બાઇક પાસે આવી ગયાં. લાવણ્યા પાછલી સીટ પાસે ઊભી રહી. સિદ્ધાર્થે ચાવી બાઇકનાં લોકમાં ભરાવી.

"લવ....!" બાઇક ઉપર બેસતાં પહેલાં સિદ્ધાર્થ લાવણ્યા તરફ પાછો ફર્યો. તેનાં ચેહરાં ઉપર સંકોચનાં ભાવ હતાં.

"હાં....! બોલને જાન.....! શું હતું..!?" લાવણ્યાએ વ્હાલથી સિદ્ધાર્થનાં ગાલ ઉપર હાથ મૂક્યો. તે સિદ્ધાર્થનાં ચેહરાં ઉપર રહેલાં સંકોચનાં ભાવ વાંચી ગઈ.

લાવણ્યાની સામે જોઈ રહીને કેટલીક ક્ષણો સુધી સિદ્ધાર્થ બોલવાં મથી રહ્યો. છતાંપણ સંકોચના લીધે તેનાં મોઢે આવી ગયેલાં શબ્દોને તે દરવખતે ગળી જતો.

"શું વાત છે....!? તું કેમ આવું કરેછે....!? મનેતો કે' જાન...!" લાવણ્યા હજીપણ સિદ્ધાર્થના ગાલ ઉપર એજરીતે હાથ મૂકી રાખીને બોલી. તેની આંખો વધુ ભીંજાઇ.

"અમ્મ....! એક ...એક ડિમાન્ડ કરવી'તી.....! તારી પાસે....!" સિદ્ધાર્થ માંડ-માંડ બોલ્યો.

"ડિમાન્ડ....!?" લાવણ્યાએ નવાઈ પામીને પૂછ્યું.

"અ....નઇ.....! જવાદે....!" સિદ્ધાર્થે હવે મોઢું ફેરવીને બાઇક ઉપર બેસવાં લાગ્યો.

"નાં....નાં....!" લાવણ્યાએ તેનો હાથ પકડીને પાછો ખેંચવાં માંડ્યો "બોલને....! તે....તે....પે'લ્લીવાર ડિમાન્ડ કરીછે મારી જોડે ....! બોલને જાન પ્લીઝ....!"

"અરે કઈં ખાસ નથી......!" સિદ્ધાર્થનાં મોઢાં ઉપરનો સંકોચ હવે ઓર વધી ગયો અને તે લાવણ્યાથી નજર ચૂરાવવાં લાગ્યો "જવાદે.....!"

"તને મારાં સમ.....! બોલને જાન પ્લીઝ...!" લાવણ્યાએ સિદ્ધાર્થનો હાથ પકડીને તેને પાછો ખેંચ્યો.

"કઈં....એટલું બધુ ખાસ નથી....જવાદેને...!"

"જો તું મને તારી સમજતો હોય...! તો બોલ...! શું ડિમાન્ડ છે તારી....!"

"આવો ઈમોશનલ અત્યાચાર....!?"

"તો પછી બોલને જાન આવું શું કરેછે....!?"

"અ...!તું....!" સિદ્ધાર્થ હવે લાવણ્યાની વધુ નજીક આવ્યો. જોકે તે આમ-તેમ નજર ફેરવી રહ્યો.

"આમજો.....!મારી સામે" લાવણ્યાએ તેનો ચેહરો પકડીને પોતાની બાજુ ફેરવ્યો અને શાંતિથી પૂછ્યું "બોલ...! તારી જે પણ ડિમાન્ડ હોય...! તારો હકછે મારાં ઉપર...!"

"હક.....!?" સિદ્ધાર્થે આશ્ચર્ય સાથે પૂછ્યું.

"કેમ.....!? ભૂલી ગયો....!? હમણાંજ તો કીધું'તું મેં તને....! હું આખી જિંદગી તારીજ છું..!" લાવણ્યાએ યાદ અપાવ્યું.

સિદ્ધાર્થે હળવું સ્મિત કર્યું અને લાવણ્યાની સામે જોયું.

"બોલ હવે....!" લાવણ્યાએ ફરીવાર પ્રેમથી કીધું "મારી જાન છે તું...!"

"તું....! અમ્મ....! તું ચણિયાચોલી લેવાં જવાનીને...!?" સિદ્ધાર્થ એવાંજ ખચકાટ સાથે બોલ્યો.

"હમ્મ...!" લાવણ્યાએ હળવેથી ડોકી હલાવી. તે હજીપણ સિદ્ધાર્થની માંજરી આંખોમાં જોઈ રહી હતી.

"તો....! તો...!" હજીપણ ખચકાઈ રહેલાં સિદ્ધાર્થે લાવણ્યાની આંખોમાં જોયું અને તેની કમરનાં ઘાટ ઉપર બંને બાજુ તેનાં હાથ મૂક્યાં "તું...અ...! લૉ-વેઈસ્ટ ચણિયાચોલી લઇશ...!?"

સિદ્ધાર્થનાં ચેહરાંની એ ઇનોસન્સ જોઈને લાવણ્યાની આંખ ખુશીથી ભરાઈ ગઈ અને તેને સિદ્ધાર્થ ઉપર વ્હાલ આવી ગયું. પોતે કોઈક ખોટી ડિમાન્ડ કરી લીધીછે એમ માનીને સિદ્ધાર્થે તેની નજર ફેરવવાંનો ટ્રાય કર્યો.

"આમજો....!" લાવણ્યાએ ફરીવાર તેનો ચેહરો પકડી તેની બાજુ ફેરવ્યો "કેટલી લૉ-વેઈસ્ટ.....!?"

એમ કહી લાવણ્યાએ સિદ્ધાર્થનો હાથ પકડી તેને તેની ટી-શર્ટનાં આવરણ ઉપર નાભીથી સહેજ નીચે મૂક્યો "આટલી લૉ-વેઈસ્ટ.....! કે પછી....!" લાવણ્યાએ હવે તેની કમર ઉપર સિદ્ધાર્થનો હાથ સહેજ વધુ નીચે સરકાવ્યો.

"નાં....નાં......! આટલી બરાબર છે....!" સિદ્ધાર્થે હસીને તેનો હાથ પાછો લાવણ્યાની કમરનાં ઘાટ ઉપર મૂક્યો "ચાર આંગળી લૉ-વેઈસ્ટ બહુ થઈ ગઈ હોં...!"

"બીજું કઈં જાન....!?" લાવણ્યા ફરીવાર સિદ્ધાર્થની આંખોમાં જોયું.

"ન....નાં....!કઈં ....!અમ્મ...!" સિદ્ધાર્થના મોઢાં ઉપર ફરીવાર એજ સંકોચ આવી ગયો જે લાવણ્યાએ વાંચી પણ લીધો.

"કમર ઉપર પે'રવાની વેઈસ્ટ ચેઇન...!? હેં ને.....1?" લાવણ્યા રમતિયાળ સ્મિત કરતાં બોલી.

"તને કેવીરીતે ખબર પડી ગઈ....!?" સિદ્ધાર્થને નવાઈ લાગી કે લાવણ્યાએ વગર કીધે તેનાં મનની વાત જાણી લીધી.

"તારાં અહિયાં જે હોયછે.....!" લાવણ્યાએ સિદ્ધાર્થની છાતી ઉપર હ્રદયનાં ભાગે હાથ મૂક્યો "એ બધુંજ તારી ઇનોસંન્ટ આંખોમાં હોય છે જાન....! આટલી નાની ડિમાન્ડ માટે તું આટલો ખચકાતો'તો....!?"

"લાવણ્યા.....! અ....! મેં....! કોઈ દિવસ કોઈ છોકરી જોડે આરીતે .....!" સિદ્ધાર્થ ફરી ખચકાવાં લાગ્યો "મેં ક્યારેય કોઈ છોકરી જોડે આવી ડિમાન્ડ નઇ કરી...!"

"હમ્મ....! ખબરછે મને...!" લાવણ્યાએ માદક નજરે સિદ્ધાર્થની આંખોમાં જોયું "જો કરી હોત....! તો તને આટલો ખચકાટ નાં થતો હોત....!" લાવણ્યાએ હવે સિદ્ધાર્થનાં હોંઠ ઉપર તેની આંગળીઓ ફેરવી.

"કાયમ આવોજ રે'જે સિડ....!" લાવણ્યા હળવેથી સિદ્ધાર્થનાં હોંઠ ઉપર આંગળી ફેરવીને બોલી "આવોજ....! ઈનોસંન્ટ...!"

થોડીવાર સુધી બંને મૌન થઈ ગયાં.

"હવે જઈએ....!?નઇતો મોડું થશે...!?" સિદ્ધાર્થ બોલ્યો.

"ડચ....!" લાવણ્યાએ ડચકારો બોલાવ્યો અને સિદ્ધાર્થનાં હોંઠ ઉપર આંગળીઓ મૂકી રાખી ટીખળભર્યું સ્મિત કર્યું "મારી પણ એક ડિમાન્ડ છે....!"

લાવણ્યા માદક સ્વરમાં બોલી અને સિદ્ધાર્થની સામે તરસી આંખે જોઈ રહી. સિદ્ધાર્થે તેનું મોઢું ફેરવ્યાં વિનાં સંકોચપૂર્વક તેની નજર બીજી તરફ ફેરવી.

લાવણ્યાએ હવે સિદ્ધાર્થનાં હાથની આંગળીઓમાં તેની આંગળીઓ ભેરવી. તે હવે રાહ જોવાં લાગી કે સિદ્ધાર્થ ક્યારે તેની સામે જોવે.

"કદાચ...! હજીવાર છે....!" થોડીવાર વીતવાં છતાંપણ સિદ્ધાર્થે જ્યારે આમતેમ જોયે રાખ્યું તો લાવણ્યાએ મનમાં બબડી. તેનો ચેહરો ખિન્ન થઈ ગયો.

"ચ....! ચાલ....! જઈએ....!" લાવણ્યા ભીનાં સ્વરમાં બોલી.

"લવ....!" સિદ્ધાર્થે બાઇક ઉપર બેસીને બાઇકનું સાઇડ સ્ટેન્ડ ઊંચું કરતાં-કરતાં પાછળ ફરીને જોયું "તને કમ્ફર્ટેબલ નાં હોયતો....! તો...! તું તને જેવી ફાવે એવીજ ચણિયાચોલી લેજે...!"

"કેવી વાત કરેછે તું જાન....!" લાવણ્યા બાઇકની બેકસીટ ઉપર બેસતાં બોલી "તે પે'લ્લીવાર મારી જોડે આટલી ઈનોસંન્ટ ડિમાન્ડ કરીછે...! હુંતો પૂરી કરીશજ....! તું ચિંતાનાં કર....! મને બધું કમ્ફર્ટેબલજ છે...!"

સિદ્ધાર્થ હસ્યો અને તેણે બાઇકનો સેલ માર્યો. બાઇક ઘુમાવીને તેણે મુખ્ય રસ્તાં તરફ ચલાવી લીધું. લાવણ્યા તેની મજબૂત બેક ઉપર તેની મોઢું ઢાળીને બેસી ગઈ.

"તું...અ...! લૉ-વેઈસ્ટ ચણિયાચોલી લઇશ...!?" સિદ્ધાર્થનો સ્વર હવે લાવણ્યાનાં કાનમાં ગુંજવાં લાગ્યો. લૉ-વેઈસ્ટ ચણિયાચોલીની ડિમાન્ડ કરતી વખતે સિદ્ધાર્થનો એ ઇનોસંન્ટ ચેહરો લાવણ્યાને યાદ આવી જતાં લાવણ્યાએ બાઇક ચલાવી રહેલાં સિદ્ધાર્થનાં ગળાં ઉપર હળવેથી બાઇટ કરી.

"અરે...!" સિદ્ધાર્થને ઝણઝાણાટી અનુભવાતાં તે સ્મિત કરીને પાછું જોયું અને આગળ જોઈને ફરી બાઇક ચલાવવાં લાગ્યો "અચાનક શું થઈ ગયું...!?"

"બસ....! તું નાનું બેબીજ છે...! એટ્લે વ્હાલ કરવાનું મન થઈ ગયું....!" લાવણ્યાએ હવે સિદ્ધાર્થનાં કાન ઉપર બાઇટ કરી. સિદ્ધાર્થે ફરીવાર સ્મિત કર્યું અને બાઇક ચલાવવાં માંડ્યુ.

કોલેજ સુધી આખાં રસ્તે લાવણ્યા સિદ્ધાર્થને એજરીતે ક્યારેક કાન ઉપર તો ક્યારેક ગળાં બાઇટ કરતી રહી અને તેને છેડતી રહી.

----

નોંધ: "લવ રિવેંન્જ" એક "True Story" છે. બધાંજ પત્રો વાસ્તવિક છે. લેખક પોતેપણ આ વાર્તાનું એક પાત્ર છે. વાર્તા લખવાં કેટલીક સાહિત્યિક છૂટછાટ લેવામાં આવી છે. આપનાં પ્રતિભાવો મારાં watsapp નંબર 9510025519 ઉપર આવકાર્ય છે.