લવ રિવેન્જ - 19 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ - 19

લવ રિવેન્જ

પ્રકરણ-19

"એ પાછો નહીં આવે....!" કાર નજરોથી ઓઝલ થઈ જવાં છતાંપણ લાવણ્યા એ દિશામાં જોઈને ઊભાં-ઊભાં ધિમાં સ્વરમાં બબડી રહી હતી"એ પાછો નહીં આવે....!"

લાવણ્યાની આંખોમાંથી હવે આંસુઓની ધાર વહી રહી હતી. થોડીવાર ત્યાંજ ઊભાં રહીને બબડાટ કર્યા પછી લાવણ્યાએ પાછાંવળીને અંકિતા તરફ જોયું. તે હજીપણ તેનાથી થોડેદૂર ત્યાંજ ઊભી હતી. તે પણ ત્યાં ઊભી-ઊભી રડી રહી હતી.

લાવણ્યા હવે ધીમાં પગલે ચાલતી-ચાલતી તેની તરફ જવાં લાગી. અંકિતા પણ એજરીતે તેની તરફ આવવાં લાગી. થોડું નજીક પહોંચતાંજ લાવણ્યા દોડીને અંકિતાને વળગી પડી અને મોટાં અવાજે રડી પડી.

"એ...એ પાછો નહીં આવે....!"

"લાવણ્યા....! તું...તું શાંત થઈજા....! પ્લીઝ....! શાંતથા....!" અંકિતાએ લાવણ્યાની પીઠ પસવારવાં માંડી.

"અ...અંકિતા....! એ...એ ....નહીં આવે .....એ પાછો નહીં આવે....!"લાવણ્યા હજીપણ ડૂસકાંજ લઈ રહી હતી.

લાવણ્યા ક્યાંય સુધી એમજ રડતી રહી. અને એકની એક વાતનું રટણ કરતી રહી. અંકિતા પોતે પણ રડવાનું રોકીનાં શકી. છતાં તે લાવણ્યાને શાંત કરવાનો પ્રયત્ન કરતી રહી. આજુબાજુનાં ફ્લેટનાં આવતાં જતાં રહીશો પણ રસ્તાં ઉપર વળગીને ઉભેલાંએ બંનેને જોઈને જતાં હતાં.

"એ પાછો નહીં આવે....!" લાવણ્યા હજીપણ બબડી રહી હતી.

"લાવણ્યા....! આમજો ....! મારી સામે ...!" અંકિતા હવે પોતાની ભાવનાઓ ઉપર માંડ કાબૂ મેળવ્યો અને લાવણ્યાનો ચેહરો તેનાં બંને હાથવડે પકડ્યો.

"આમજો....! તું...તું સિદ્ધાર્થને લવ કરેછેને....!?"અંકિતાએ વ્હાલથી તેનાં ગાલ ઉપર હાથ ફેરવ્યો "બોલતો....! તું એને લવ કરે છેને...!?"

"હં....! હાં....! ત....તનેતો બધુ ખબર છેને યાર....!" લાવણ્યા માંડ બોલી. બોલતાં-બોલતાં હવે તેનાં મોઢાંમાં લાળ વળવાં લાગી.

"તો...તો તને ટ્રસ્ટ છેને એની ઉપર....! બોલ....! છેને ...!?"

"ક...કેવી વાત કરેછે યાર...! મારી...મારી...જાનથી પણ વધુ ટ્રસ્ટ છે એની ઉપર....!"

"તો પછી શું કામ તું એ ચાંપલીની વાત ઉપર વિશ્વાસ કરેછે....!? બોલ...!?"

લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર ડૂસકાં ભરતી-ભરતી વિચારવાં લાગી અને અંકિતા સામે શૂન્યમનસ્ક તાકી રહી. ધીરે-ધીરે તેનાં હ્રદયનાં ધબકારાં શાંત થવાં લાગ્યાં અને શ્વાસ નોર્મલ થવાં લાગ્યો. અંકિતા પણ હવે શાંત થઈ અને પોતાની ફીલિંગ્સ કંટ્રોલ કરીને લાવણ્યાને જોઈ રહી.

"લાવણ્યા...! જો તને એની ઉપર ટ્રસ્ટ હોય....! તો બીજું બધુ ભૂલીજાં...! અને બસ ફક્ત એની રાહજો....!" થોડીવાર પછી અંકિતાએ પ્રેમથી લાવણ્યાની દાઢી ઊંચી કરીને મૃદુ સ્વરમાં કહ્યું "લાવણ્યા.....! જો પ્રેમમાં વિરહનાં હોય....! તો મિલનની શું મઝાં....!? હમ્મ....!?"

લાવણ્યાનાં મોઢાં ઉપર હળવું સ્મિત આવી ગયું. તે અંકિતા સામે જોઈ રહી.

"આ પે'લ્લીવારતો નથીને ....! જ્યારે તારે એની રાહ જોવાની હોય....!? બોલ..!?"અંકિતાએ પ્રેમથી પૂછ્યું.

"નાં....!" લાવણ્યા હવે તેનો ચેહરો લૂંછતાં બોલી "એ કાયમ મને રાહજ જોવડાવે છે....!"

બંને હવે હળવું હસી પડ્યાં.

"હું રોજે એની પાર્કિંગમાં રાહ જોતી હોઉ છું...! રોજે....! એ કાયમ મોડો આવેછે...!" લાવણ્યા હવે તદ્દન નોર્મલ થઈને વાત કરવાં લાગી અને એક્ટિવા તરફ ચાલવાં લાગી "કોઈવાર અડધો કલ્લાક મોડો આવશે...! કોઈવાર આખો એક કલ્લાક....! તો કોઈવાર એથીય વધુ....!"

"અને તોય તું એની રાહ જોવે છે....! નઇ....!?"અંકિતાએ હવે લાવણ્યાનો હાથ પકડી લીધો.

"હાં....! મને ગમે છે....! એની રાહ જોવી...!"

"કેમ....!?"

"કેમકે એટલી રાહ જોવડાયાં પછી જ્યારે એ આવે છે ....! ત્યારે એને જોવાની અને મળવાની ખુશી ડબલ થઈ જાય છે....! જેટલી વધુ રાહ જોવું છું એટલીજ વધુ ખુશી થાય છે જ્યારે એ આવે છે....! અને પછી એટલાજ આવેગથી એને વળગી પાડવાનું મન થઈ જાય છે...! અને હું વળગી પણ પડું છું...!"

બંને હવે કમ્પાઉન્ડનાં ગેટ પાસે મૂકેલાં એક્ટિવા પાસે આવીને ઊભાં રહ્યાં.

"હવેતો એ પણ મને એજરીતે વળગી પડે છે....! વચ્ચે જો એકાદ દિવસ પણ અમે નાં મળીએ તો એ પણ મને કેટલું જોરથી હગ કરતો હોય છે....! એમાંય જો એ સ્ટ્રેસમાં હોયતો તો વધુ જોરથી વળગી પડતો હોયછે....!"

લાવણ્યા હવે સિદ્ધાર્થનાં એ પ્રથમ આલિંગનને યાદ કરવાં લાગી. સિદ્ધાર્થે જેરીતે એ દિવસે પ્રથમવાર તેને કચકચાવીને તેનાં મજબૂત હાથોમાં જકડી લીધી હતી એ યાદ આવતાંજ લાવણ્યાનાં ચેહરાં ઉપર સ્મિત આવી ગયું.

અંકિતા તેનાં ચેહરાંને જોઈ રહી. તે પણ સ્મિત કરવાં લાગી.

"કઇંક યાદ આવી ગયું....!?"અંકિતાએ હવે લાવણ્યાનાં ગાલ ઉપર ટપલી મારી અને ટીખળભર્યા સ્વરમાં પૂછ્યું.

"હાં.....!" લાવણ્યા હસી પડી "તું સાચું કે'છે....! જો પ્રેમમાં વિરહનાં હોય ....! તો મિલનની શું મઝાં....!?"

અંકિતા લાવણ્યાને વળગી પડી.

લાવણ્યા હજીપણ સિદ્ધાર્થનાં આલિંગનને યાદ કરી રહી હતી. તેને એ ક્ષણ યાદ આવી જ્યારે સિદ્ધાર્થે તેને કમરમાંથી પકડીને એક ઝટકાં સાથે પોતાની તરફ ખેંચી હતી અને તેનાં ઉન્નત ઉરજો સિદ્ધાર્થની છાતી સાથે હળવેથી અથડાયાં હતાં. આ એ ક્ષણ હતી જ્યારે લાવણ્યાએ તેનાં શરીરમાં કરંટ જેવી વીજળી પસાર થઈ હોય એવો અનુભવ કર્યો હતો અને તેનાં ધબકારાં વધી ગયાં હતાં.

"પણ.....!" લાવણ્યાએ હવે ફરી સહેજ ઢીલો ચેહરો કરી અંકિતા સામે જોયું "નવરાત્રિને હવે ત્રણ-ચાર દિવસજ બાકી છે...! અને એ ચાર દિવસ હું ...! હું એનાં વગર કેમની કાઢીશ....!?"

"કેમ.....! એમાંશું....!? અમે બધાં છેજને તારી જોડે....!?"અંકિતા બોલી "આમ ચપટી વગાડતાં નીકળી જશે ...! અને હાં....! એ પાછો આવે એટ્લે જેટલી રાહ તને એ જોવડાવે એ બધું વસૂલ કરજે....! એટલી કિસ વધુ કરજે....!"

કિસ શબ્દ સાંભળતાંજ લાવણ્યા ઉદાસીભર્યું હસી.

"એટલી શું....! એણે મને હજી એક કિસ પણ નથી આપી...!" લાવણ્યાએ ઉદાસ ચેહરે એની સામે જોયું.

"what nonsense...!"અંકિતાને નવાઈ લાગી "તમે બેય આટલાં ક્લોઝ તો છો...! તો પણ ...!? આવું કેવું યાર....!?"

"અમે જેટલાં ક્લોઝ છીએ....! કદાચ એટલાંજ હજી દૂર છીએ...!" લાવણ્યા ફરીવાર એજરીતે ઉદાસ સ્વરમાં બોલી.

"કેમ...! એવુંતો શું છે જે તમને હજીપણ એકબીજાની નજીક આવતાં રોકે છે....!?"

લાવણ્યાએ સૂચક નજરે અંકિતા સામે જોઈએ રાખ્યું.

"ઓહ....!" અંકિતા સમજી ગઈ "એ ચાંપલી....!"

"હાં....હાં....હાં....!" લાવણ્યા હસી પડી "તું એને ચાંપલી કેમ કે'છે....!?"

"તો શું કઉ...!?"અંકિતા હવે એક્ટિવાની સીટ ઉપર બેઠી અને સ્ટિયરિંગ પકડીને એક્ટિવા સાઇડ સ્ટેન્ડ ઉપરથી ઊંચું કર્યું"એ તમને બેયને ટોર્ચર કર્યા કરે છે....!"

"છોડને ....!"લાવણ્યા હવે તદ્દન નોર્મલ થઈ ગઈ "એની વાતોથી મૂડ નથી ખરાબ કરવો....!"લાવણ્યા પણ હવે એક્ટિવાની પાછલી સીટ ઉપર બેઠી.

"વાહ...! તો હવે તારો મૂડ સારો થઈ ગયો એમ..!?"અંકિતાએ એક્ટિવાનો સેલ માર્યો અને હળવેથી એક્સિલેટર ફેરવી એક્ટિવા વળાવવાં લાગી.

"હાં...! સિદ્ધાર્થ જોડેની એ હેપ્પી મોમેંન્ટ્સ યાદ આવતાંજ મારું આખું મન હળવું થઈ ગયું....! એટ્લે હવે મારે મૂડ ખરાબ નથી કરવો...!"

"તો હવે ...! કોલેજ જઈશું....!?"અંકિતાએ હવે એક્ટિવા ચલાવીને મુખ્ય રોડ ઉપર લઈ લીધું.

"હાં....! જવાદે...!" લાવણ્યા સ્મિત કરતાં બોલી અને જાણે સિદ્ધાર્થને વળગતી હોય તેમ તેણીને જકડીને તેણી પીઠ ઉપર માથું ઢાળી દીધું. તેણે અંકિતાની આખી કમર ઉપર તેનાં હાથ વીંટાળી દીધાં.

"અરે બાપરે....!" લાવણ્યાની હરકતથી અંકિતાને નવાઈ લાગી. જોકે તે તરતજ સમજી ગઈ "હું સિદ્ધાર્થ નથી હોં...!"

"અરે... એનાં જેવુતો કોઈ નથી....!" લાવણ્યાએ હવે તેણી દાઢી અંકિતાનાં ખભાં ઉપર એજરીતે મૂકી "એનાં હોટ હોટ શરીરમાંથી આવતી સુખડનાં અત્તરની એ જોરદાર સ્મેલ....! આયે હાએ....!ઉમ્મા" લાવણ્યાએ હવે ટીખળ કરતાં અંકિતાની ગરદન ઉપર બચકું ભરી લીધું.

"ઓય....!" અંકિતાનું બેલેન્સ સહેજ ખોરવાયું જોકે તેણે તરતજ સંભાળી લીધું "હમણાં પડ્યાં હોતતો...!? તું એને પણ આવુંજ કરતી હોઈશ લાગેછે...!?"

"હાસ્તો....!" લાવણ્યાએ ફરીવાર અંકિતાને બચકું ભર્યું.

"જો તો ખરી આ છોકરી....! તું તો જબરી મૂડમાં આઈ ગઈ...!"

બંને હસવાં લાગ્યાં. અંકિતાએ હવે એક્ટિવા કોલેજ તરફ ચલાવી દીધું.

"અંકિતા.....!" લાવણ્યાએ હવે પાછો તેનો ચેહરો અંકિતાની પીઠ ઉપર ઢાળી દીધો અને સહેજ લાગણી ભીનાં સ્વરમાં બોલી.

"હમ્મ....!બોલને...!?"

"thank you....!"

અંકિતાએ હળવું સ્મિત કરીને પ્રતીભાવ આપ્યો અને એક્ટિવાની સ્પીડ સહેજ વધારી દીધી.

-----

"હું એક્ટિવા પાર્ક કરીને આવું ...! તું કેન્ટીનમાં જાં...!"કોલેજનાં કમ્પાઉન્ડમાં એક્ટિવા ઊભી રાખીને અંકિતા બોલી.

લાવણ્યા એક્ટિવા ઉપરથી ઉતરીને ઊભી રહી.

"નાં...નાં...! હું ઊભીજ છું તું આવ ....! આપણે જોડેજ જઈએ...!" લાવણ્યા બોલી.

અંકિતાએ માથું ધૂણાવી દીધું અને એક્ટિવા પાર્કિંગ શેડ તરફ જવાં દીધી.

લાવણ્યા અંકિતાને એક્ટિવા ચલાવીને જતાં જોઈ રહી. દૂરથી દેખાતાં પાર્કિંગ શેડ ઉપર તેણીની નજર પડતાંજ તેને ફરી સિદ્ધાર્થ યાદ આવી ગયો. થોડીવાર સુધી તે પાર્કિંગ તરફ એજરીતે જોઈ રહી અને સિદ્ધાર્થને યાદ કરી રહી.

પાર્કિંગ શેડમાં સિદ્ધાર્થે તેણીને પ્રથમવાર જે જગ્યાએ ઊભાં રહીને આલિંગન આપ્યું હતું ત્યાં હવે લાવણ્યાને એ દ્રશ્ય ફરી દેખાયું. એ દ્રશ્ય યાદ આવતાંજ લાવણ્યાનાં મોઢાં ઉપર સ્મિત આવી ગયું. તેણીને આલિંગનમાં લઈને જે રીતે સિદ્ધાર્થ ઊંડા શ્વાસ ભરતો હતો અને એ ગરમ શ્વાસ જ્યારે લાવણ્યાની પીઠ ઉપર અથડાતાં હતાં, એ ક્ષણને યાદ કરતાંજ લાવણ્યાને સિદ્ધાર્થનાં શ્વાસની એજ ગરમીનો ફરીવાર અનુભવ થવાં લાગ્યો અને તેનાં શરીરમાં એજ ઉર્જાનો સંચાર થવાં લાગ્યો જે એ દિવસે તેણીએ થતો અનુભવ્યો હતો.

"લાવણ્યા...!?"અંકિતાએ લાવણ્યાનાં ખભાં ઉપર હાથ મૂકતાં કહ્યું "ક્યાં ખોવાઈ ગઈ છે...!? અને પાર્કિંગમાં શું જોવે છે...!?"

સિદ્ધાર્થનાં વિચારોમાં ખોવાયેલી લાવણ્યાને એ ખબરજ નાં રહીકે અંકિતા ક્યારે એક્ટિવા પાર્ક કરીને તેણી જોડે આવીને ઊભી થઈ ગઈ.

"ઓ...ઓ....!" અંકિતાએ ટીખળ કરી "સિદ્ધાર્થ .....! ક્યાં છે....? ક્યાં છે...!?"

"શું અંકલી તું પણ....!" લાવણ્યા શરમાઇ ગઈ અને કોલેજની બિલ્ડિંગ તરફ ચાલવાં લાગી.

"ઓહો....! તું તો જો...! છોકરી.....! શરમાતી ક્યારથી થઈ ગઈ...!?"અંકિતા હવે તેને વધુ ચીડવવાં લાગી.

"અંકલી તું માર ખાઈશ હો અવે....!?"લાવણ્યા બોલી અને અંકિતાને હળવેથી મુઠ્ઠીઓ મારવાં લાગી.

"હાં....હાં....હાં...!" અંકિતા હસવાં લાગી.

બંને હવે કેન્ટીન તરફ જતાં કોરિડોરમાં ચાલવાં લાગ્યાં.

"ખરેખર લાવણ્યા....!" અંકિતા હવે ચાલતાં-ચાલતાં ધીરેથી બોલી "તું બઉ બદલાઈ ગઈ હોં...!"

લાવણ્યાએ તેની જોડે ચાલતાં-ચાલતાં હળવું સ્મિત કર્યું.

"ક્યાં ઓલી જૂની "ધી લાવણ્યા" ....! અને ક્યાં આજની સિદ્ધાર્થની લાવણ્યા....!"

"ધી લાવણ્યા...!?"લાવણ્યાને નવાઈ લાગી.

"હાસ્તો....!" અંકિતા બોલી "તું પે'લ્લાં જેવી હતીને...! તો અમે બધાએ તારું નામ 'ધી લાવણ્યા' પાડ્યું'તું....!"

લાવણ્યા સહેજ મોટેથી હસી પડી.

"તને સૂટ કરતું'તું એ નામ....!" અંકિતા બોલી.

"હાં સાચીવાત.....! જેવી હું હતી....!મને એ નામ સૂટ કરતું'તું...!"

"સિદ્ધાર્થે એવુંતો શું કર્યું ....! કે તું આટલી બદલાઈ ગઈ...!?"થોડું ચાલ્યાં પછી અંકિતાએ પૂછ્યું.

લાવણ્યા થોડીવાર નીચે જોઈને ચાલતી રહી અને સ્મિત કરતી રહી.

"એણે કઈં નથી કર્યું અંકિતા....!" થોડીવાર પછી લાવણ્યા બોલી "ઉલટાનું એણેતો મને હું જેવી છું એવીજ એકસેપ્ટ કરી લીધી.....!પણ એનો પ્રભાવજ એવો છે ....! કે હું જાતેજ બદલાઈ ગઈ....! એનાં કઈંપણ કર્યા વિના....! એ જેટલાં રિસ્પેક્ટથી મારી જોડે બિહેવ કરેછે....! મને એવું લાગે છે જાણે ....! જાણે હું કોઈ ક્વિન હોઉ....!"

બંને થોડીવાર મૌન થઈને ચાલતાં રહ્યાં.

"એ મને કોઈ દિવસ નથી કે'તો.....! કે મારે શું પે'રવું જોઈએ ...શું નઇ...! હાં....!એ બસ એની પસંદ કે'તો હોયછે....! કે હું એને કેવી ગમું....! કેવાં કપડાંમાં ગમું.....! અને હું જાતેજ એને ખુશ કરવાં માટે એરીતે તૈયાર થતી હોઉ છું....!"

"તને નથી લાગતું ....! કે તે એનાં પ્રેમમાં તારી ઓળખ ગુમાવી દીધી હોય...!?"અંકિતાએ પૂછ્યું. બંને હવે કેન્ટીનના દરવાજે ઊભાં રહ્યાં.

"જેને પ્રેમ કરો ....! એનાંમાં પોતાનું અસ્તિત્વ ઓળગી જાય ત્યાંસુધી પ્રેમ કરો....! એ હું એની જોડેથીજ શીખી છું....!" લાવણ્યા ધિમાં સ્વરમાં બોલી.

"યાર તું એનાં આટલાં વખાણ ના કર....!"અંકિતાએ હવે લાવણ્યાને ચીડવતાં કહ્યું "ક્યાંક એવું ના થાય કે તારાં પે'લ્લાં હું એને પટાવીને પરણી જાઉં.....!"

"એમ...!?"લાવણ્યાએ કટાક્ષમાં તેની સામે જોયું "તને શું લાગે છે..!? સિદ્ધાર્થને પટાવવો કે પછી સિડ્યુસ કરવો એટલો ઇઝી છે...!?"

"એમાં શું...!?"અંકિતાએ ખભાં ઉલાળ્યાં "એ આખરેતો છોકરોજ છેને...!?"

"એવુંજ હોત....! તો એણે મને એક કિસ માટે આટલી ના તરસાવી હોત...!" લાવણ્યા બોલી "તું એને નથી ઓળખતી....!"

બંને હવે કેન્ટીનમાં પ્રવેશી ગયાં અને આમતેમ જોઈ ગ્રૂપનાં અન્ય લોકોને શોધવાં લાગ્યાં.

"એ યુનિક છે....!" લાવણ્યા બોલી અને અંકિતા સામે જોયું "તારે ટ્રાય કરવો હોયતો કરીજો....! એને સિડ્યુસ કરવાનો...!"

એટલું બોલી લાવણ્યા એ ટેબલ તરફ ચાલવાં માંડ્યુ જ્યાં તેણે પ્રેમ સહિત અન્ય ફ્રેન્ડ્સને બેઠેલાં જોયાં.

"તું ખરેખર એવું ઈચ્છે છે કે હું ટ્રાય મારું....!?"અંકિતાએ નવાઈ પામીને પૂછ્યું. તે પણ લાવણ્યા જોડે ચાલવાં માંડી.

"તું જેલસ તો નઇ થાયને.....!?"અંકિતાએ પૂછ્યું.

"હાં થઈશને....! એતો મારો હક છે....!" લાવણ્યા સ્મિત કરતાં કહ્યું.

"તને ડર નઇ લાગે....!?"અંકિતા બોલી "કે હું એને તારાંથી છીનવી લઇશ...!?"

"નાં....! તું ટ્રાય કર....! જા...!" લાવણ્યા બોલી.

બંને હવે ટેબલ જોડે પહોંચી ગયાં. ટેબલ નીચેથી ચેયર કાઢીને બંને જોડેજ બેઠાં. પ્રેમ, કામ્યા, ત્રિશા, રોનક પણ આજુબાજુ બેઠાં હતાં.

"શું ટ્રાય કરવાની વાત ચાલે છે...!?"સામે રોનકની જોડે બેઠેલી ત્રિશાએ લાવણ્યા અને અંકિતા સામે જોઈને પૂછ્યું. બધાં હવે તેમની તરફ જોઈ રહ્યાં.

"કઈં નઇ...!" અંકિતા બોલી "લાવણ્યા મને ચેલેન્જ કરેછે ....! કે હું સિદ્ધાર્થને એનાથી છીનવી બતાવું....!?"

"એમ...!?"કામ્યાને નવાઈ લાગી "તને હવે બીક નથી લાગતી કે એને કોઈ તારાંથી છીનવી લેશે...!?"

"નાં....!" લાવણ્યા પૂરાં કોન્ફિડેન્સ સાથે કામ્યાની આંખોમાં આંખો પરોવીને બોલી"એ મારોજ છે....! અને મારોજ રે'શે...! એને મારાંથી કોઈ નઈ છીનવી શકે...!"

"ઓહો....!" ત્રિશાએ રમતિયાળ સ્મિત કર્યું.

પ્રેમ અને કામ્યા આશ્ચર્યથી લાવણ્યાને જોઈ રહ્યાં. સવારે લાવણ્યા સિદ્ધાર્થની એક ઝલક મેળવવાં માટે જેટલી રઘવાઈ થઈ હતી તેની જગ્યાએ અત્યારે એ એકદમ શાંત હતી.

જાણે સિદ્ધાર્થ તેની જોડેજ હોય. કામ્યા સહિત બધાંને નવાઈ લાગી હતી કે અંકિતાએ એવુંતો શું કર્યું હતુંકે લાવણ્યાનું મૂડ એકદમ રિલેક્સ થઈ ગયું હતું.

કામ્યાએ સૂચક નજરે અંકિતા સામે જોયું. અંકિતાએ પ્રતીભાવમાં હળવું સ્મિત કર્યું અને બંને પછી પ્રેમ સામે જોયું. પ્રેમે પણહળવું સ્મિત કર્યું.

બધાં હવે એકબીજા જોડે કોઈને કોઈ વાત લઈને ચેટ કરવાં લાગ્યાં. લાવણ્યા જોકે મૌન થઈ બધાંની સામે જોઈ રહી. તેનું મન ફરી સિદ્ધાર્થનાં વિચારોમાં ખોવાઈ ગયું.

"એને મારાંથી કોઈ છીનવી નઈ શકે....!" લાવણ્યા હવે પોતાનાંજ શબ્દો મનમાં મમળાવવાં લાગી. એણે ભલે પૂરાં આત્મવિશ્વાસથી બધાંને કહ્યું હોય કે સિદ્ધાર્થને એનાથી કોઈ નઈ છીનવી શકે કે પછી એને કોઈનો ડર નથી, પણ લાવણ્યા અંદરથીતો જાણતીજ હતી કે એમ કહીને એણે માત્ર પોતાનાં મનને મનાવ્યું છે. બીજું કોઈ કદાચ સિદ્ધાર્થને તેનાથી છીનવી શકે કે નાં શકે, પણ લાવણ્યાને હજીપણ એ ડરતો હતોજ કે નેહા જરૂર સિદ્ધાર્થને તેનાથી છીનવી લેશે.

"લાવણ્યા....!?"તેની જોડે બીજી બાજુ બેઠેલી કામ્યા બોલી "ક્યાં ખોવાઈ ગઈ છે તું...!?

"અમ્મ....! કઈં નઇ..!" લાવણ્યા હવે સિદ્ધાર્થના વિચારોમાંથી બહાર આવી.

"હું પણ....! ઓબ્વિઅસલી ....! તું સિદ્ધાર્થનાં વિચારોમાંજ ખોવાયેલી હોઈશ....!" કામ્યાએ તેનો ખભો લાવણ્યાના ખભાંને અથડાવ્યો.

લાવણ્યા હળવું હસી.

"શું પીશ તું....!? ચ્હા....! કોફી...!?"પ્રેમે લાવણ્યાને પૂછ્યું.

"અમ્મ....! બોર્નવિટાવાળું દૂધ...!" લાવણ્યા એકદમજ બોલી ગઈ.

બધાં તેની સામે સ્મિત કરીને જોઈ રહ્યાં.

"ઓહો....! આ તો જો મેડમ....!" રોનક બોલ્યો અને પછી બીજા બધાં હસી પડ્યાં.

લાવણ્યા પણ હસી પડીઅને શરમાઇ ગઈ.

"તને ક્યારથી બોર્નવિટાવાળું દૂધ ગમવાં લાગ્યું....!?"જોડે બેઠેલી અંકિતાએ તેની આઇબ્રો નચાવતાં પૂછ્યું.

"જેને પ્રેમ કરો....! એનું બધુ ગમવાં લાગે...!" લાવણ્યાએ પણ હવે અંકિતાની સામે જોઈને કહ્યું.

"હાં....! એતો છે...!"પ્રેમે સૂચક નજરે લાવણ્યા સામે જોયું.

લાવણ્યાએ તેની સામે જોઈને સ્મિત કરી રહી.

"તો .....!" અંકિતાએ લાવણ્યાની પીઠ ઉપર ધબ્બો માર્યો "હવે અમે તારું નામ "સિદ્ધાર્થ" પાડી દઈએ....!?"

લાવણ્યા ફરી શરમાઇ ગઈ. બધાં હસી પડ્યાં. સિદ્ધાર્થને લઈને ક્યાંય સુધી બધાં એજરીતે લાવણ્યા જોડે મજાક-મસ્તી કરતાં રહ્યાં.

----

"શું જોવે છે તું આજુબાજુ....!?" ત્રિશાએ ડાફોળીયાં મારી રહેલાં રોનકને કહ્યું.

લંચ બ્રેકમાં બધાં પાછાં આવીને કેન્ટીનમાં બેઠાં હતાં.લાવણ્યાએ ઘણાં દિવસો પછી લેકચર એટેંન્ડ કર્યો હતો. જોકે લેકચરમાં તેનું મન નહોતું લાગ્યું. તેનું મન હજીપણ સિદ્ધાર્થનાં વિચારોમાંજ ખોવાયેલું હતું.

"અરે કઈં નઇ...! મારે એક ઇમ્પોર્ટેંન્ટ વાત કરવી છે...!" રોનક બધાંની સામે જોઈને બોલ્યો.

"હાંતો કરને....!" ત્રિશા બોલી "એમાં ડાફોળીયાં શું મારે છે...!?"

"અરે ડાફોળીયાં નથી મારતો....!" રોનક બોલ્યો. લાવણ્યા સહિત બધાં તેની તરફ જોઈ રહ્યાં હતાં.

"પણ હું જ્યારે જ્યારે પાર્ટીની કે એવી કોઈ બીજી પ્લાનિંગની વાત કરુંછું....! નેહા કોઈકને કોઈક વાતે ઝઘડો ચાલુ કરીને બધાં પ્લાનિંગની પથારી ફેરવી નાંખે છે...!" રોનક બોલ્યો "એટ્લે જોવું છું....! એ આજુબાજુતો નથીને ક્યાંય.....!"

"ના રે.....! એ તો બરોડા ગઈ છે....!" અંકિતા બોલી. પછી તેણે લાવણ્યા સામે જોયું. લાવણ્યાએ પરાણે સ્મિત કર્યું.

"તારે શેની પાર્ટી કરવી છે....!?"હવે કામ્યાએ રોનકને પૂછ્યું.

"અરે કેમ....!? નવરાત્રિ આઈ ગઈ...! તો પ્લાનિંગ નઇ કરવું પડે...!?"રોનક બોલ્યો.

"એમાં પ્લાનિંગ શું....!?"કામ્યા બોલી "દર વખતની જેમ કોલેજનાં સ્પોર્ટ્સ ગ્રાઉંડમાંજ ગરબાં ગાવાંનાં છે....!"

"નાં ....!" રોનક બોલ્યો "આ વખતે કોલેજ ગ્રાઉંડમાં ગરબા નથી....!"

"હેં...!? તો....!?"કામ્યા બોલી. હવે લાવણ્યા અને અંકિતા પણ સાંભળવાં લાગ્યાં.

"સેટેલાઈટ કેશવબાગ પાર્ટી પ્લોટમાં છે....!" રોનકે બધાંની સામે જોઈને કહ્યું "કોલેજનાં ગ્રાઉંડમાંતો ફૂટબોલ ગ્રાઉંડ અને રનિંગ ટ્રેક બનાવવાનું કામ ચાલે છે....! એટ્લે આ વખતે ગરબા ત્યાં નથી રખાયાં...! અને એમપણ....!" રોનકે હવે કામ્યા સામે જોયું "બે કોલેજનાં ભેગાં ગરબા છે...! એટ્લે કોલેજનું ગ્રાઉંડ નાનું પડે....!"

"કઈ બે કોલેજ....!?"લાવણ્યાએ પૂછ્યું.

"આપડી કોલેજ અને સેન્ટ ક્ષ્ઝેવિયર .....!" રોનક બોલ્યો "સિદ્ધાર્થનાં મામા એ કોલેજનાં પણ વન ઓફ ધી ટ્રસ્ટી છે....!"

"ઓહો...! તો તો બહુ મોટાં ગરબા થશે યાર....!" પ્રેમ ખુશ થતાં બોલ્યો "મઝા પડી જશે....!"

"હાં....! હવે તું કોઈ નવી ગર્લફ્રેન્ડ ગોતી લેજે....!" લાવણ્યા સ્મિત કરતાં બોલી "ઝાડ નીચે મારી રાહ જોઈને બેસીનાં રેહતો....!"

"હાં...હવે....!" પ્રેમ સહેજ ચિડાયો. જોકે તેણે સ્મિત કરી સામો જવાબ આપ્યો "મને ખબર છે....! તું તો સિદ્ધાર્થ જોડેજ આવવાની....!"

"તો શું...!" ત્રિશા બોલી.

"અરે યાર ગરબડ થઈ ગઈ....!" અંકિતા બોલી "પાર્ટી પ્લોટમાં ગરબા છે તો તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ યાર..!"

"કેમ....!? એમાં શું પ્રોબ્લેમ....!?"લાવણ્યાએ પૂછ્યું.

"કોલેજનાં ગ્રાઉંડમાંજ મારાં પપ્પા ગરબા ગાવાં માંડમાંડ આવવાં દેતાં'તા ...! તો પછી પાર્ટી પ્લોટમાં કેવીરીતે આવવાં દેશે...!? પાર્ટી પ્લોટમાં તો લેટ નાઈટ ગરબા ચાલતાં હોય છેને...!?"

"અરે કેમ....!? સિદ્ધાર્થ આવવાનો હતોને....! તારાં અને ત્રિશાનાં મોમ-ડેડને મનાવવાં...!?"રોનકે યાદ દેવડાવ્યું.

"એ આવવાંનો તો છેને....!?"રોનકે પહેલાં અંકિતા અને પછી લાવણ્યા સામે જોયું.

અંકિતાએ હવે સહેજ ઢીલાં મોઢે લાવણ્યા તરફ જોયું. રોનકની વાત સાંભળીને લાવણ્યાનું મોઢું પણ સહેજ ઉતરી ગયું. તેની આંખો સહેજ ભીંજાઇ.

"એ પાછોતો આવશેને....!?"લાવણ્યા મનમાં બબડી. સિદ્ધાર્થનાં પાછાં આવવાં અંગેની અનિશ્ચિતતાંનાં એજ વિચારો ફરીવાર તેનાં મનને ઘેરવાં લાગ્યાં. ધીરે-ધીરે તેનાં કપાળે પરસેવાની બુંદો બઝવાં લાગી અને તેનાં ઉરજોની ગતિ વધવાં લાગી.

"લાવણ્યા...!" અંકિતાએ લાવણ્યાને જોઈને તરતજ તેનાં હાથને પોતાનાં હાથમાં લઈ લીધો અને તેની સામે સ્મિત કરીને જોયું.

અંકિતાએ સવારમાં કહેલી વાત યાદ આવતાં લાવણ્યાને થોડી હિમ્મત મળી અને તેણે પોતાનાં વિચારો ઉપર કાબૂ મેળવવાંનો પ્રયત્ન કર્યો. ધીરે-ધીરે તેનું મન શાંત થવાં માંડ્યુ.

"હાં....! હાં...!ર...રોનક...!" લાવણ્યા રોનક સામે જોઈને હિમ્મત કરતાં માંડ બોલી "એ આવશેજ....! એ...એ પાકું પાછો આવશે....!"

પોતાનાં મનમાં રહેલો ડર લાવણ્યાએ શક્ય એટલો દબાવવાંનો પ્રયત્ન કર્યો. જોકે તેનાં ચેહરાં ઉપરનાં એ ભાવો લગભગ બધાંએ વાંચી લીધાં. રોનકને પોતાની ઉપર ગિલ્ટી ફીલ થવાં લાગ્યું. છતાં તે કઈંપણ બોલ્યાં વગર લાવણ્યા સામે ઢીલાં મોઢે જોઈ રહ્યો.

"હું ...! હું એને વોટ્સએપ કરી દઉં છું....! હોં...!" લાવણ્યાએ ટેબલ ઉપરથી તેનો ફોન ઉઠાવ્યો અને તેને અનલોક કરવાં લાગી.

સ્ક્રીનસેવર અને હોમસ્ક્રીન ઉપર તેણે વૉલપેપરમાં રાખેલાં સિદ્ધાર્થનાં ફોટાને તે કેટલીક ક્ષણો જોઈ રહી. છેવટે ફોન અનલોક કરી તેણે વોટ્સએપ ખોલી સિદ્ધાર્થનો નંબર કાઢ્યો અને ફટાફટ મેસેજ ટાઈપ કરવાં માંડ્યો.

"ક્યાં છે જાન....!?

"તું બહુ યાદ આવે છે...!"

"બધાં તને યાદ કરે છે....!"

લાવણ્યા ફટાફટ નાનાં-નાનાં મેસેજ ટાઈપ કરીને સેન્ડ કરતી ગઈ.

"હું પણ...!"

"આવીરીતે કીધાં વગર કેમ જતો રહ્યો...!?"

"તારાં વગર કઈં ગમતું નથી....!"

"પ્લીઝ પાછો આવ....! જલ્દી....!"

ઉચાટ ભર્યા જીવે લાવણ્યાએ મેસેજો ટાઈપ કરી સેન્ડ કરી દીધાં અને "બ્લૂ ટીક" આવે તેની રાહ જોવાં લાગી. ક્યાંય સુધી તે પોતે મોકલેલાં મેસેજની નીચે મેસેજ વંચાયાની "બ્લૂ ટીક"ની રાહ જોતી રહી. જોકે લાવણ્યાનું મન ધીરે-ધીરે સાવ નિરાશ થઈ ગયું. કેમકે બ્લૂ ટીકતો ઠીક,મેસેજ સિદ્ધાર્થ સુધી પહોંચ્યાંની "ડબલ ટીક" પણ નહોતી આવતી.

"સિડ......! જાન....! પ્લીઝ.....!"

"બધુંજ ખાલી ખાલી લાગેછે તારાં વિના....!"

"તું મેસેજ વાંચે કે તરતજ રિપ્લાય કરજે...! હોં.....!"

થોડીવાર પછી લાવણ્યાએ ફરીવાર મેસેજ કર્યા. ફરીવાર એજ સ્થિતિ. મેસેજ પહોંચવાની ડબલ ટીક પણ નહીં.

લાવણ્યાનાં મનને સિદ્ધાર્થની ગેરહાજરીનો ખાલીપો ઘેરી વળ્યો. ક્યાંય સુધી લાવણ્યા "બ્લૂ ટીક"ની અને સિદ્ધાર્થનાં જવાબની આશાએ તે ફોન પકડીને બેસી રહી. છેવટે લાવણ્યાની આંખો ભીંજાઇ. તેની આંખમાંથી આંસુ વહીને નીચે પડે એ પહેલાંજ લાવણ્યાએ પોતાનો ફોન લોક કરી દીધો અને ટેબલ નીચેથી પોતાની હેન્ડબેગ લઈને ચેયરમાંથી ઊભી થવાં લાગી.

"લાવણ્યા....!?"અંકિતાએ નવાઈ પામીને પૂછ્યું "શું થયું....!? કેમ ઊભી થઈ ગઈ..?"

"ઘ...ઘરે જ...જવું છે....!" લાવણ્યા માંડ બોલી "હું ઘરે જાઉં છું....! કાલે મળીએ....! બાય...!"

"અરે પણ લાવણ્યા...!" અંકિતા ઊભી થઈ અને તેને રોકવાનો પ્રયત્ન કરવાં ગઈ.

"એને જવાંદે....!" કામ્યા બોલી. અંકિતાએ પાછાં ફરીને ચિંતાતુર નજરે જોયું.

"આપણાં બધાંની સામે એ રડી નઇ શકે....!"કામ્યા આગળ બોલી અને કેન્ટીનની બહાર નીકળી રહેલી લાવણ્યાની પીઠ તરફ જોયું "એ ઝૂરી રહી છે એનાં માટે....! અને એ ફીલિંગમાંથી બહાર નીકળવાં રડવું જરૂરી છે....!"

અંકિતાએ હવે એ કેન્ટીનનાં દરવાજા તરફ જોયું. લાવણ્યા હવે જતી રહી હતી.

----

બીજાં દિવસે સવારે....

"આન્ટી લાવણ્યા....!?"અંકિતા સવારેજ લાવણ્યાનાં ઘરે આવી ગઈ હતી.

આગલાં દિવસે અપસેટ થઈને લાવણ્યા કોલેજથી ઘરે જતી રહી હતી. આથી કામ્યાએ અંકિતાને શક્ય હોય એટલો સમય લાવણ્યાની જોડેજ રહેવાં જણાવ્યું હતું. અપસેટ થઈ ગયેલી લાવણ્યા કદાચ કોલેજ નઇ આવે એ બીકે અંકિતા સવારેજ તેને લેવાં માટે તેનાં ઘરે આવી ગઈ હતી.

"એ તો હજી એનાં રૂમમાં સૂતી છે...!" સુભદ્રાબેન બોલ્યાં "તું આવને અંદર...!"

તેમણે અંકિતાને અંદર આવવાં માટે જગ્યા કરી આપતાં અંકિતા ડ્રૉઇંગરૂમમાં દાખલ થઈ.

"કેમ શું થયું...!? એને કોલેજ નથી આવવાનું....!?"અંકિતાએ પૂછ્યું.

"ખબર નઇ.....!" સુભદ્રાબેન બોલ્યાં "સવારે હું ઉઠાડવાં ગઈતો એ કે'તી'તી કે તબિયત ઠીક નથી એટ્લે કદાચ કોલેજ નઇ જાય....!"

"સારું.....! હું જોવું એને....!" અંકિતા બોલી અને દાદરા ચઢીને લાવણ્યાનાં બેડરૂમ તરફ જવાં લાગી.

"લાવણ્યા....!" લાવણ્યા બેડ ઉપર બેઠી-બેઠી તેનો મોબાઇલ મંતરી રહી હતીને તેને બેડરૂમનાં દરવાજેથી અંકિતાનો અવાજ સંભળાયો.

"અરે અંકિતા...!?"લાવણ્યાએ તેનો મોબાઇલ અનલોક રાખીનેજ રજાઈ નીચે છુપાવી દીધો.

"કેમ તારે કોલેજ નથી આવવાનું...!?"અંકિતા તરતજ તેની જોડે બેડ ઉપર બેસી ગઈ "આન્ટી કહેતાં'તાં કે તારી તબિયત ઠીક નથી....! શું થયું...!?"

"અરે .....! કઈં નઇ....! આઈ એમ ફાઇન....!"લાવણ્યા શક્ય એટલું નોર્મલ રહીને બોલવાનો પ્રયત્ન કરવાં લાગી.

"એમ...!? તો પછી ચાલ કોલેજ આવવાં તૈયારજા...!" અંકિતાએ લાવણ્યાને જોઈને કહ્યું. તે હજીપણ નાઈટડ્રેસમાં હતી.

"અ....! પણ....!"

"પણ બણ કઈં નઇ....!" લાવણ્યા કઇંક બોલવાં જતી હતી ત્યાંજ અંકિતા વચ્ચે બોલી "જો તું ફાઇન હોયતો તારે કોલેજ આવવુંજ પડશે....! નવરાત્રિ આવે છે યાર...! કોલેજની સૌથી હોટ છોકરી રજા પાડેતો કોલેજની રોનક ખોવાઈ જાય...!"

"પણ...!"

"લાવણ્યા....! ચાલને યાર....!" અંકિતા બેડ ઉપર બેઠાંબેઠાંજ લાવણ્યાનો હાથ ખેંચવાં લાગી "મોડુંના કર તું યાર....! જલ્દી તૈયારથા...!"

"હાં સારું...!" લાવણ્યા હવે તેનાં છૂટાં વાળમાં હેયર બેન્ડ ભરાવી બાંધવાં લાગી "હું નાઈ લઉં ફટાફટ....! બસ...!"

બેડ ઉપરથી ઊભી થઈને લાવણ્યાએ તેનાં વૉર્ડરોબમાંથી ટોવેલ લીધો.

"કયો ડ્રેસ પહેરું...!?"ખભે ટોવેલ ભરાવીને તે મુકેલાં ડ્રેસની થપ્પીમાંથી ડ્રેસ ઊથલાવીને જોવાં લાગી અને મનમાં વિચારવાં લાગી.

"એ આજે આવશે તો...!?"લાવણ્યા મનમાં બબડી "તો તો બ્લેકજ પે'રી લઉં....!એનો ફેવરિટ...!".

મનમાંજ વિચારીને લાવણ્યાએ થપ્પીમાંથી બ્લેક ડ્રેસ કાઢી લીધો અને વૉર્ડરોબનો દરવાજો બંધકરીને બાથરૂમમાં જતી રહી.

લાવણ્યાએ બાથરૂમનો દરવાજો બંધ કરી દેતાં અંકિતાએ રજાઈ નીચે લાવણ્યાએ સંતાડેલો તેનો મોબાઇલ કાઢ્યો. અંકિતાને જોઈને લાવણ્યા જ્યારે તેનો મોબાઇલ રજાઈ નીચે સંતાડી રહી હતી ત્યારેજ અંકિતાએ તેને તેમ કરતાં જોઈ લીધી હતી.

મોબાઇલનું લોક હજી ખુલ્લુંજ હતું. તેમજ લાવણ્યાએ વોટ્સએપમાં સિદ્ધાર્થને કરેલાં મેસેજ પણ. અંકિતા ફટાફટ સ્ક્રીન ઉપર સ્ક્રોલ કરતાં કરતાં મેસેજ વાંચવાં લાગી.

"તારાં વિનાં બધુંજ ખાલી ખાલી લાગેછે જાન....!"

"પ્લીઝ ....! રિપ્લાય તો કર...."

"તું નારાજ છે મારાંથી....!? બોલને જાન....!?"

"ક્યારે આવીશ તું...!?"

"હું રાહ જોઉં છું તારી...!"

"તું કાલે આવીશ....!?"

"હું...પાર્કિંગમાં તારી રાહ જોઈશ...!હોને ...!"

અંકિતા જેમજેમ મેસેજો વાંચતી ગઈ તેમતેમ તેની આંખો ભીંજાતી ગઈ. લાવણ્યાએ કલ્લાકો સુધી સિદ્ધાર્થને મેસેજ કરે રાખ્યાં હતાં. અંકિતાને સૌથી વધુ દુખ એ વાતનું થયુંકે લાવણ્યાએ કરેલાં છેક પહેલાં મેસેજથી લઈને છેલ્લાં મેસેજ સુધી એકપણ મેસેજનો રિપ્લાયતો દૂર એકપણ મેસેજ સિદ્ધાર્થને પહોંચ્યોજ નહોતો.

આમછતાંય લાવણ્યાએ એકધારી ઉત્કટતાં અને આવેગથી સિદ્ધાર્થને મેસેજ કરે રાખ્યાં હતાં. સિદ્ધાર્થનો રિપ્લાય આવશે એ ઉમ્મીદમાં તેણે ક્યાંય સુધી તેને મેસેજ કરે રાખ્યાં હતાં.

આટલું ઓછું હોય એમ લાવણ્યાએ એક ઓડિઓ મેસેજ પણ સિદ્ધાર્થને રેકોર્ડ કરીને મોકલ્યો હતો. ઓડિઓ મેસેજમાં શું છે એ સાંભળવાં અંકિતાએ પ્લેનું બટન દબાવીને ઓડિઓ મેસેજ પ્લે કર્યો. મેસેજમાં લાવણ્યાનો મધુર લાગણીભીનો સ્વર સંભળાયો:

"સિડ.....! ક્યાંછે જાન તું....! પ...પ્લીઝ જલ્દી આવને....! તું કઈંપણ કીધાં વગર જતો રહ્યો.....! તારાં વિના મારી શું હાલત છે એ હું તને કેવીરીતે કહું....! બધાંની જોડે બેઠી હોઉંછું તોય સાવ એકલી હોઉં એવું લાગે છે....!"

થોડીવાર સુધી ઓડિયો મેસેજમાં શાંતિ પથરાઈ ગઈ. બાથરૂમમાંથી શાવરનો અવાજ આવી રહ્યો હતો. આથી લાવણ્યાને ઓડિઓ મેસેજનો વોઇસ સંભળાવાંની શક્યતા નહોતી. કેટલીક ક્ષણો પછી ઓડિઓ મેસેજમાં ફરીવાર લાવણ્યાનો વોઇસ સંભળાયો:

"સિડ.....! તારાં વિના હું જાણે ઠંડા કાળાં અંતરિક્ષમાં ખોવાઈ ગઈ હોઉં એવું લાગે છે....! ભટકી ગઈ હોંઉં એવું લાગેછે....! હું કદાચ શબ્દોમાં તને નઇ કહી શકું....! કે તારાં વિના હું કેવું ફીલ કરી રહી છું....! એટ્લેજ હું તને મારાં અવાજમાં એક ગીત ગાઈને મોકલી રહી છું....! આઇ હોપ તને મારો વોઇસ ગમશે....!"

કેટલીક ક્ષણો મેસેજમાં ફરીવાર મૌન પથરાઈ ગયું. અંકિતાએ હવે ઓડિયો મેસેજ વધુ ક્લિયર સંભળાય એટ્લે ફોન પોતાની વધુ નજીક લાવ્યો. કેટલીક ક્ષણો બાદ લાવણ્યાનાં સ્વરમાં એક જાણીતી હિટ હિન્દી મૂવીનું ગીત સંભળાયું:

"सुना सुना, लम्हा लम्हा

मेरी राहें, तनहा तनहा

आकर मुझे तुम थाम लो

मंज़िल तेरी देखे रस्ता

मुड़ के जरा अब देख लो

ऐसा मिलन फिर हो ना हो

सबकुछ मेरा तुम ही तो हो.....!"

અંકિતા આ ગીત જાણતી હતી. તે અનેક વાર એ ગીત સાંભળી પણ ચૂકી હતી. ગીત 2004માં રીલીઝ થયેલી હિટ મૂવી "Krishna Cottage"નું હતું. લાવણ્યાએ થોડીક ક્ષણો અટકીને ગીત આગળ ગાયું:

"बेपनाह प्यार है, आ जा....

तेरा इंतजार है, आ जा....

हो ...बेपनाह प्यार है, आ जा....

तेरा इंतजार है, आ जा.....

सुना सुना, लम्हा लम्हा

मेरी राहें, तनहा तनहा..."

કેટલીક ક્ષણો અટક્યાં બાદ લાવણ્યાએ ફરીવાર ગીતનાં આગળનાં ભાગનાં શબ્દો ગાયાં. અંકિતાની આંખો હવે વધુ ભીંજાઇ:

"...बिछडेभी हम जो कभी रास्तों मेंतो संग संग रहूँगी सदा

कदमों की आवाज सुनके चलूँगी तुम्हे ढ़ूँढ़ लूँगी सदा....

भूली मोहोब्बत की ये खूशबूँए हैं हवाओं में फैली हुई

छूकर मुझे आज महसूस कर लो वो यादें मेरी अनछुई

ऐसा मिलन फिर हो ना हो
सबकुछ मेरा तुम ही तो हो
बेपनाह प्यार है, आ जा
तेरा इंतजार है, आ जा
हो ....बेपनाह प्यार है, आ जा
तेरा इंतजार है, आ जा

सुना सुना,....लम्हा लम्हा....
मेरी राहें .....तनहा तनहा...."

લાવણ્યાએ ફરીવાર થોડો વિરામ લીધો પછી આગળ ગાયું.

"...यादों के धागों में हमतुम बंधे हैं जरा डोर तुम थाम लो
बाहोंमें फिरसे पिघल जाने दो मुझको फिरसे मेरा नाम लो

मैं वो शमा हूँ जो रोशन तुम्हे करके खूद तो पिघल जाऊँगी
सुबह का सूरज तुम्हारे लिए है मैं हूँ रात ढ़ल जाऊँगी

ऐसा मिलन फिर हो ना हो
सबकुछ मेरा तुम ही तो हो
बेपनाह प्यार है, आ जा
तेरा इंतजार है, आ जा
हो... बेपनाह प्यार है, आ जा
तेरा इंतजार है, आ जा....."

ગીતમાં લાવણ્યાની બધીજ ભાવનાઓ નિચોડાઇ ગઈ હતી. સિદ્ધાર્થનાં પાછાં આવવાની ઉમ્મીદથી લઈને એનાં પાછાં નહીં આવવાનો ડર, સિદ્ધાર્થ વિનાં તેની એકલતાં અને ખાલીપો.

પોતાનાં મધુર સ્વરમાં એ સોંગ રેકોર્ડ કરતી વખતે લાવણ્યાએ કોઈપણ જાતનાં બેકગ્રાઉંડ મ્યુઝિક કે અન્ય કોઈપણ મ્યૂઝિકલ ઇન્સ્ટ્રુમેંન્ટનો ઉપયોગ નહોતો કર્યો. સોંગમાં માત્ર લાવણ્યાનોજ સ્વર સંભળાતો હતો. આમ છતાંય લાવણ્યાનો સ્વર એટલો બધો મધુર હતો કે અંકિતા ભાન ભૂલીને ઓડિયો મેસેજમાં લાવણ્યાને એ ગીત ગાતાં સાંભળી રહી.

"આઈ હોપ તને મારો અવાજ ગમ્યો હશે સિડ....!"સોંગ પૂરું થયાં પછી લાવણ્યાએ રેકોર્ડ કરેલો વોઇસ તેમાં આગળ સંભળાયો "અને મારી ફીલિંગ્સ પણ કદાચ સમજાઈ હશે...!હું પાર્કિંગમાં તારી રાહ જોઈશ.....! જલ્દી આવ સિડ.....! પ્લીઝ જલ્દી આવ જાન.....!"

"सबकुछ मेरा तुम ही तो हो......!"ગીતમાં ઘણીવાર આવતી એ લાઇન લાવણ્યાએ એટલાં ભાવથી ગાઈ હતી કે સિદ્ધાર્થ તેનાં માટે શું છે એ ભાવનાં એ એકજ લાઇનમાં એણે વ્યક્ત કરી દીધી હતી. કોઈપણ વ્યક્તિનાં હ્રદયમાં ઉતરી જાય એરીતે અને એટલી ફીલિંગ સાથે તેણે એ લાઇન ગાઈ હતી.

અંકિતાએ પોતે પણ જ્યારે-જ્યારે અતિશય લાગણીભીનાં સ્વરમાં ગવાયેલી એ લાઇન સાંભળી ત્યારે-ત્યારે એનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં.

"सबकुछ मेरा तुम ही तो हो" લાવણ્યાનાં ભાવભીનાં સ્વરમાં ગવાયેલી એ લાઈનોનાં હવે અંકિતાનાં મગજમાં જાણે પડઘાં પડવાં માંડ્યા. તેનાં મગજમાં એ શબ્દો હવે ઘુમરવવાં લાગ્યાં.

"ઓહ લાવણ્યા.....!" અંકિતાની આંખોમાંથી છેવટે આંસુ વહેવાં લાગ્યાં અને તે બાથરૂમનાં દરવાજા તરફ જોઈને રડવાં લાગી અને મનમાં બોલવાં લાગી"સિદ્ધાર્થને તારાં જેટલો લવ કોઈ નાં કરી શકે....! કોઈનાં કરી શકે...!"

અંકિતા થોડીવાર સુધી લાવણ્યાનાં સ્વરમાં એજ લાઈનો યાદ કરીને રડતી રહી. છેવટે તેણે પરાણે પોતાની ભાવનાઓ ઉપર કાબૂ મેળવ્યો. તેણે ફટાફટ પોતાની આંખો લૂંછી.

"This needs to go viral.....!"અંકિતા તેની આંખો કોરી કરી અને ફટાફટ લાવણ્યાનાં ફોનમાંથી તે ગીતનો સિદ્ધાર્થને મોકળેલો આખો ઓડિયો મેસેજ પહેલાં પોતાનાં વોટ્સએપ નંબર ઉપર ફોરવર્ડ કરી દીધો. થોડીવારમાં તેનાં નંબર ઉપર લાવણ્યાનો એ ઓડિયો મેસેજ આવી ગયો. અંકિતાએ ઓડિયો ડાઉનલોડ કરી લીધો અને તે મેસેજ હવે તેમનાં વોટ્સએપ ગ્રૂપમાં ફોરવર્ડ કરવાં લાગી.

"પણ લાવણ્યાએ સિદ્ધાર્થ માટે જે મેસેજ રેકોર્ડ કર્યો છે એ પણ આ સોંગની જોડેજ છે....!" ગ્રૂપમાં ઓડિયો મોકલતાં પહેલાં અંકિતા અટકી અને વિચારવાં લાગી. કેમકે લાવણ્યાએ સિદ્ધાર્થ માટે જે મેસેજ રેકોર્ડ કર્યો તે મેસેજ અને જે સોંગ તેણે પોતાનાં સ્વરમાં ગાયું હતું એ સોંગ બધું એકજ ઓડિયોમાં રેકોર્ડ થયેલું હતું.

બધાંને મેસેજ ફોરવર્ડ કરવો કે નાં કરવો એ અંગે અંકિતા બે ઘડી વિચારે ચડી ગઈ. છેવટે તેણે ફોરવર્ડનાં ઓપ્શન ઉપર ટચ કરીને તેનાં ગ્રૂપમાં એ ઓડિયો મેસેજ ફોરવર્ડ કરી દીધો.

"ફ્રેન્ડ્સ.....! પ્લીઝ લિશન ધિસ મેસેજ એન્ડ સોંગ....! ઇટ્સ અવર બિલવ્ડ ક્વિન લાવણ્યા....!"લાવણ્યાનાં ઓડિયો મેસેજનાં કેપ્શનમાં લખી અંકિતાએ મેસેજ ફોરવર્ડ કરી દીધો.

અંકિતા કોલેજનાં "Viral Group" કહેવાતાં વોટ્સએપ ગ્રૂપની મેમ્બર હતી. આ ગ્રૂપ કોલેજમાં ખાસ હોય એવી કોલેજની ઘટનાંઓને viral કરવાં જાણીતું હતું. કોલેજનાં લગભગ 80-85% સ્ટુડન્ટ્સ આ ગ્રૂપનાં મેમ્બર હતાં. લાવણ્યા પણ હતી. અંકિતાએ એ "Viral Group"માં પણ મેસેજ એજ કેપ્શન લખીને ફોરવર્ડ કરી દીધો. આમ, લાવણ્યાએ સિદ્ધાર્થ માટે રેકોર્ડ કરેલો મેસેજ અને સોંગ હવે કોલેજનાં 80-85% સ્ટુડન્ટ્સને એક સાથે પહોંચી ગયો.

અંકિતાએ ખુશ થઈને તેનો ફોન લોક કર્યો તેમજ બેડ ઉપર પડેલો લાવણ્યાનો ફોન પાછો જેમ હતો તેમ સિદ્ધાર્થનાં મેસેજની ચેટ ઓપન રાખીને લોક કર્યા વગર રજાઈ નીચે પાછો મૂકી દીધો.

બાથરૂમનો દરવાજો ખૂલ્યો અને લાવણ્યા તેનાં ભીનાં વાળ ટોવેલ વડે લૂંછતી-લૂંછતી બહાર નીકળી.

"લાગે છે કે તને પણ હવે બ્લેક કલર ગમી ગયો છે....!?"અંકિતાએ હસીને લાવણ્યાએ પહેરેલાં બ્લેક ડ્રેસને જોઈને કહ્યું.

લાવણ્યાએ હળવું સ્મિત કર્યું અને ટોવેલ બેડ ઉપર નાંખી ડ્રેસિંગ ટેબલનાં ડ્રૉઅરમાંથી હેયર ડ્રાયર કાઢી લીધું.

"લાવ....!" અંકિતા હવે બેડ ઉપરથી ઊભી થઈને લાવણ્યાની જોડે ગઈ અને તેણે હેયર ડ્રાયર લાવણ્યાનાં હાથમાંથી લઈ લીધું "તું અંહિયાં બેસ...!"

અંકિતાએ હવે લાવણ્યાને ડ્રેસિંગ ટેબલ આગળ પડેલાં સ્ટૂલ ઉપર તેનાં ખભાં પકડીને બેસાડી દીધી. લાવણ્યા નવાઈપૂર્વક સ્મિત કરતી રહી. અંકિતાએ હવે હેયર ડ્રાયરનાં કેબલને ડ્રેસિંગ ટેબલની જોડે દીવાલમાં બનેલાં એક પ્લગમાં નાંખી સ્વિચ ચાલુ કરી.

"ઘરર.......!" હેયર ડ્રાયરનો અવાજ આવવાં લાગ્યો અને અંકિતાએ લાવણ્યાનાં મીડિયમ લાંબા સીધાં વાળને કોરાં કરવાં ડ્રાયર ફેરવવાં માંડ્યુ. લાવણ્યા અને અંકિતા બંને સ્મિત કરી રહ્યાં હતાં.

થોડીવાર ડ્રાયર વડે વાળ કોરાં કર્યા પછી અંકિતાએ લાવણ્યાનાં વાળમાં હેયર સિરમ નાંખી તેનાં વાળ ઓળવવાં માંડ્યા.

"એક સાઈડ લાંબી લટ રાખી વાળ ઓળાવજે...!" લાવણ્યા કાંચમાં જોઈ રહીને બોલી "સિડને એવી લટ બહુ ગમે છે....!"

"Aww....! ચો ચ્વિટ....!" અંકિતાએ કાલી ભાષાંમાં કહ્યું.

લાવણ્યાની જોડે ટીખળ કરતાં-કરતાં અંકિતાએ તેનાં વાળ ઓળી આપ્યાં. લાવણ્યા તૈયાર થઈ ગઈ એ પછી બંને બેડરૂમથી નીકળી નીચે જવાં લાગ્યાં.

લાવણ્યાએ તેનો ફોન રજાઈ નીચે કાઢી લીધો. ફોનમાં સિદ્ધાર્થની ચેટ હજી ઓપન હતી. લાવણ્યા હોમ બટન દબાવી દઈ ફોન લોક કરી દીધો અને અંકિતાની પાછળ બેડરૂમમાંથી બહાર નીકળી ગઈ.

પોતાનાં મમ્મીને કહીને લાવણ્યા ઘરની બહાર નીકળી ગઈ. અંકિતા એક્ટિવા ચાલુ કરીને તેની રાહ જોતી સીટ ઉપર બેઠી હતી. લાવણ્યા પાછલી સીટ ઉપર બેસી ગઈ. અંકિતાએ એક્ટિવાનું એક્સિલેટર ફેરવી દીધું.

----

"ચાલ....!" કોલેજનાં પાર્કિંગમાં એક્ટિવા પાર્ક કરીને અંકિતાએ લાવણ્યાની જોડે આવતાં કહ્યું "થોડું લેટ થઈ ગયું..!"

અંકિતા બોલી પેવમેન્ટ ટ્રેક ઉપર આગળ ચાલવાં લાગી. લાવણ્યા ત્યાંજ ઊભી રહીને ભીની આંખે પાર્કિંગ શેડ તરફ જોઈ રહી.

"લાવણ્યા...!?"અંકિતા પછી ફરીને ઊભી રહી "ચાલને...!"

લાવણ્યા બાળક જેવુ મ્હોં કરીને ભીની આંખે તેની સામે જોઈ રહી.

"શું થયું....!?કેમ આમ ઢીલી થઈ ગઈ....!"

"નઈ....! અ....! કઈં નઈ....!" લાવણ્યા માંડ પોતાની ભાવનાઓ કાબૂ કરતાં બોલી "તું ...! તું કેન્ટીનમાં જા....! હ...! હું થોડીવારમાં આવું....!હોં....!"

એટલું બોલીને લાવણ્યા પાર્કિંગ શેડ તરફ જોવાં લાગી.

"લાવણ્યા....! એ આજે નઈ આવે...!" અંકિતાએ લાવણ્યાની આંખોમાં સિદ્ધાર્થનાં આવવાંનાં એ ઇંતજારને પારખી લીધો.

"હું ....! હું થોડીવાર રાહ જોઈશ....! પ....પછી આવતી રઈશ....! પ્લીઝ....!" લાવણ્યા દયામણું મોઢું કરીને બોલી "હું....! જાઉં...!?"

"સારું....!" અંકિતા છેવટે બોલી "પણ જલ્દી આવજે....!"

લાવણ્યાએ હકારમાં માથું ધૂણાવી દીધું અને પાર્કિંગ શેડ તરફ ચાલવાં લાગી. અંકિતા દયાભાવથી તેને જતી જોઈ રહી.

"સિડ.....! જાન....! હું પાર્કિંગમાં આવી ગઈ છું....! ક્યાંછે તું...!?"લાવણ્યાએ પાર્કિંગમાં પહોંચીને સિદ્ધાર્થને વોટ્સએપ કર્યો.

લાવણ્યા હવે રોજની જેમ પાર્કિંગ શેડમાં આતુરતાંપૂર્વક રાહ જોવાં લાગી. તે હવે દર થોડીવારે કોલેજના ગેટ તરફ જોઈ લેતી.

લગભગ પોણો કલ્લાક વીતી ગયો. છતાં લાવણ્યા એટલીજ આતુરતાંપૂર્વક ત્યાં આંટા મારતી રહી. અંકિતાએ બે-ત્રણવાર ફોન કરીને લાવણ્યાને કેન્ટીનમાં બોલાવી પણ લાવણ્યા જેમ-તેમ કરીને તેને ટાળતી રહી. લાવણ્યાએ ત્યારપછી પણ સિદ્ધાર્થને અનેકવાર મેસેજ કરી જોયાં. એકપણ મેસેજ હજીસુધી સિદ્ધાર્થને પહોંચ્યો નહોતો. સિદ્ધાર્થનો રિપ્લાય આવવાની કોઈ આશાં ના હોવાં છતાંપણ લાવણ્યાએ તેને અનેક લાગણીભીનાં મેસેજ કર્યા. જવાબમાં તેને અનંત ઇંતજાર સિવાય કશુંય ના મળ્યું.

"વ્રુમ.....! વ્રુમ.....!" કોલેજના ગેટ તરફથી યામાહા બાઇકના ફાયરિંગનો અવાજ આવ્યો. લાવણ્યાનો ચેહરો ખીલી ઉઠ્યો અને તેણે ધડકતાં હ્રદયે તરતજ ગેટ તરફ જોયું. જોકે તરતજ લાવણ્યાનો ખીલી ઉઠેલો ચેહરો પાછો વિલાઈ ગયો.

બાઇકતો યામાહાજ હતું. પણ એની ઉપર આવનાર છોકરો સિદ્ધાર્થ નઇ પણ વિવાન હતો. કોલેજમાં ઘણાં યુવાનો યામાહા બાઇક લઈને આવતાં. વિવાન પણ.

પાર્કિંગ શેડ તરફ બાઇક લઈને આવતાં વિવાને તેનું બાઇક પાર્કિંગ શેડમાં લાવીને પાર્ક કર્યું. આવતી વખતે તેણે શેડની બહાર આંટા મારી રહેલી લાવણ્યા તરફ જોઈને હળવું સ્મિત કર્યું. લાવણ્યાએ પ્રતીભાવમાં ઔપચારિક સ્મિત આપ્યું અને પછી ઢીલાં મોઢે આંટા મારવાં લાગી.

"લાવણ્યા....!" બાઇક પાર્ક કરી વિવાને લાવણ્યાની જોડે આવતાં કહ્યું "તારો વોઇસતો બહુજ મસ્ત છે યાર...! તારેતો સિંગર બનવું જોઈએ...!"

"હેં....! શું...!?"લાવણ્યાએ નવાઈ લાગી.

"અરે તારાં સોંગની વાત કરું છું...!"વિવાન બોલ્યો અને જીન્સનાં પોકેટમાંથી તેનો ફોન કાઢવાં લાગ્યો. વિવાન પણ "Viral Group" નો મેમ્બર હતો.

"આ સોંગ....!" તેણે પોતાનાં ફોનમાં એજ ગ્રૂપમાં અંકિતાએ શેયર કરેલો લાવણ્યાનો ઓડિયો મેસેજ પ્લે કર્યો અને લાવણ્યાને બતાવવાં લાગ્યો "બેપનાહ વાળું...!"

વિવાને ઓડિયો મેસેજ પ્લે કરતાં લાવણ્યા આઘાત પામી ગઈ. અને ફાટી આંખે વિવાનનાં ફોનમાં એ ઓડિયો મેસેજ સાંભળી રહી. તેણે ગાયેલું ગીત આવતાંજ લાવણ્યા હવે ગભરાઈ ગઈ. તેનાં ધબકારાં વધી ગયાં અને માથે પરસેવો વળવાં લાગ્યો.

"ત... તને આ ઓડિયો ક...કોણે આપ્યો....!?"લાવણ્યા માંડમાંડ પૂછી શકી.

"અરે....! કેમ ...!? અંકિતાએજ તો શેયર કર્યો છે....!જો...!"

આઘાત પામી ગયેલી લાવણ્યાનું ધ્યાન છેક હવે ગ્રુપમાં મેસેજ સેન્ડ કરનારનાં નામ-નંબર ઉપર ગયું. મેસેજ અંકિતાએ સેન્ડ કર્યો હતો.

"આ વિડીઓ પણ જો....!" વિવાને હવે તેનાં એજ ગ્રુપની ચેટમાં એક બીજા મેમ્બરે શેયર કરેલો વિડીયો બતાવ્યો. ગ્રૂપનાંજ કોઈ મેમ્બરે તે વિડીયો જાતે બનાવ્યો હતો અને ગ્રૂપમાં શેયર કર્યો હતો.

વિડીયો જોઈને લાવણ્યા હવે વધુ ચોંકી ગઈ. લાવણ્યા અને સિદ્ધાર્થનાં કેટલાંક ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરી એક સ્લાઇડ શૉ બનાવાયો હતો. અને સ્લાઇડ શૉનાં બેકગ્રાઉંડમાં લાવણ્યાએ સિદ્ધાર્થને પોતાનાં અવાજમાં રેકોર્ડ કરીને મોકલેલું "બેપનાહ" સોંગ કટ કરીને સેટ કરવામાં આવ્યું હતું.

વિડીયો બનાવવાં જે ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરાયો હતો એ ફોટોગ્રાફ્સ લાવણ્યાનાં ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ ઉપરથી ડાઉનલોડ કરાયાં હતાં.

લાવણ્યા જ્યારે-જ્યારે સિદ્ધાર્થ સાથે કોઈ ફોટો ક્લિક કરતી તે બધાંજ ફોટો લાવણ્યા તેનાં ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ચોક્કસ શેયર કરતી. તેઓ જ્યારે મોઢેરાં ગયાં હતાં ત્યારે લાવણ્યાએ ફોટોગ્રાફ્સ ખેંચ્યાં હતાં તે ફોટોગ્રાફ્સથી માંડીને લાવણ્યા અને સિદ્ધાર્થનાં બધાંજ લેટેસ્ટ ફોટોસ જે લાવણ્યાએ તેનાં સોશિયલ મિડિયા ઉપર શેયર કર્યા હતાં તેમાનાં કેટલાંક ફોટોસ સિલેક્ટ કરીને વિડીયો બનાવાયો હતો.

"આ...વિડીયો....!" લાવણ્યા ધ્રૂજતાં સ્વરમાં બોલી "અ...! આને ડિલીટ કર...!"

"કેમ......!?"વિવાને નવાઈપૂર્વક પૂછ્યું "ઓલરેડી વાઇરલ થઈ ચૂક્યો છે...!"

"ઓહ ગોડ.....! ઓહ ગોડ....!" લાવણ્યાએ હવે તેનાં માથે વળેલો પરસેવો લૂંછવાં માંડ્યો. સિદ્ધાર્થે ઘણીવાર લાવણ્યાને એ બધાં ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા ઉપર શેયર નાં કરવાં માટે સમજાવી હતી. જોકે લાવણ્યાએ કોઈદિવસ તેની વાત નહોતી માની. આજે લાવણ્યાને સિદ્ધાર્થની વાત નહીં માનવાં ઉપર પસ્તાવો થઈ રહ્યો હતો.

વિવાનને મોબાઇલ પાછો પકડાવી લાવણ્યા તરતજ કેન્ટીન તરફ ઉતાવળાં પગલે દોડી ગઈ. વાઇરલ થયેલાં વિડીયો વિષે સિદ્ધાર્થને ખબર પડશેતો શું થશે એ વિચાર આવતાંજ લાવણ્યાની આંખમાંથી આંસુ વહેવાં લાગ્યાં અને તે કેન્ટીન તરફ જતાં-જતાં રડી પડી.

----

"અ...અંકિતા......! અંકિતા.....!?"કેન્ટીનમાં પ્રવેશતાંજ રડતાં-રડતાં લાવણ્યા આમ-તેમ જોઈને અંકિતાનાં નામની બૂમો પાડવાં માંડી.

કામ્યા સહિત ગ્રૂપનાં બધાં જે ટેબલ ઉપર બેઠાં હતાં તે તરફ લાવણ્યા ઉતાવળાં પગલે જવાં લાગી.

"નાઇસ સોંગ લાવણ્યા.....!" એક ટેબલ ઉપર બેઠેલાં ગ્રૂપનાં એક સ્ટુડન્ટે લાવણ્યાએ કહ્યું.

લાવણ્યા જોકે ઊભી રહ્યાં વગર સીધી તેમનાં ગ્રૂપનાં ટેબલ તરફ ધસી ગઈ.

"અંકિતા......!" ટેબલ જોડે પહોંચીને તરતજ લાવણ્યાએ રડતાં-રડતાં અંકિતાનો હાથ પકડીને તેને ઊભી કરી. લાવણ્યાને રડતાં જોઈને પ્રેમ, કામ્યા સહિત બીજાં બધાં ઊભાં થઈ ગયાં.

લાવણ્યાને જોઈને આજુબાજુ બેઠેલાં સ્ટુડન્ટ્સ તેમની તરફ જોવાં લાગ્યાં. લાવણ્યાએ તેની નજર આજુબાજુ ફેરવી અને બધાં તરફ જોયું. પછી તેણે રડતાં-રડતાં અંકિતા સામે જોયું અને તેનો હાથ પકડીને કેન્ટીનની બહાર ખેંચી જવાં લાગી.

"લાવણ્યા...!" કામ્યા પણ તેની પાછળ ચાલી. કામ્યા પછી પ્રેમ અને ત્રિશા પણ તેમની પાછળ-પાછળ જવાં લાગ્યાં.

"અરે લાવણ્યા...! શું થયું..!" અંકિતા લાવણ્યાની પાછળ-પાછળ ખેંચાતી પુછવાં લાગી. તેઓ હવે કેન્ટીનની બહાર નીકળી ગયાં.

"તે....! તે....! આવું કેમ કર્યું....!?"કોરિડોરમાં સહેજ આગળ ચાલીને ઊભાં રહ્યાંબાદ લાવણ્યા રડતાં-રડતાં બોલી "કોને પૂછીને તે..તે...એ ઓડિયો મેસેજ બીજાંને સેન્ડ કર્યો....!?"

હવે કામ્યા, પ્રેમ અને ત્રિશા પણ આવી પહોંચ્યાં.

"લાવણ્યા...!" અંકિતા તેનાં ખભાં ઉપર હાથ મૂકીને સમજાવવાંનાં સૂરમાં કહ્યું "તે એટલું સરસ રીતે ગાયું'તું કે ....! કે મને થયું કે મારે બધાંને શેયર કરવું જોઈએ....! તો મેં શેયર કર્યું....!"

"પણ....! પણ મેં.....! સિદ્ધાર્થ માટે ગાયું'તું...! એનાં માટે સોંગ ગાયું'તું....!" લાવણ્યાને ડૂસકાં આવવાં માંડતાં તે માંડ-માંડ બોલી રહી હતી.

"હાં....! મને ખબર છે...!" અંકિતાએ પ્રેમથી લાવણ્યાનાં ગાલ ઉપર હાથ મૂક્યો "હું ઇચ્છતી'તી કે તું એને કેટલો લવ કરેછે એ બધાંને ખબર પડે...! બધાંને દેખાય"

"હું એને લવ દેખાડો કરવાં માટે નઇ કરતી....!" લાવણ્યા હવે ગુસ્સે થઈ અને હાંફવાં લાગી.

"લાવણ્યા....! શાંત થઈજા....!" પ્રેમે હવે લાવણ્યાને શાંત કરાવવાંનો પ્રયત્ન કર્યો. કામ્યા દયામણી નજરે તેની સામે જોઈ રહી.

"અંકિતા.....!" લાવણ્યાએ પ્રેમની વાત ઇગનોર કરતાં કહ્યું "તે.... તે...મારાં અને ...અને સિડનાં પર્સનલ મેસેજ શું કામ વાંચ્યાં.....!" લાવણ્યા હવે ડૂસકાં ભરવાં લાગી.

અંકિતાની આંખ પણ ભીંજાઇ ગઈ.

"અને તે.....તે મને પ...પૂછ્યાં વગર ....બધાંને મેસેજ ફોરવર્ડ કરી દીધો..! બધાં હવે વિડીયો બનાવી-બનાવીને ફોરવર્ડ કરવાં માંડ્યાં છે....!"

"હાં....! પણ મને નહોતી ખબર કે આ બધુ આટલું વાઇરલ થઈ જશે....!" અંકિતાને હવે પોતે જે કર્યું એનાં ઉપર પછતાવો થવાં લાગ્યો "સો..સોરી લાવણ્યા...!"

"શું સોરી....!?"લાવણ્યા થોડી વધુ આકળાઇ "હવે...હવે સિડને ખબર પડશે....! તો...તો....એતો મારી જોડે વાતજ નઇ કરે.....! બોલશે પણ નઈ..!"

"નઈ....! નઈ...! લાવણ્યા...! એવું કઈં નઈ ....!"

"એ....એ મને છોડી દેશેતો....!?"લાવણ્યા હવે બઘાઈ ગઈ અને બબડાટ કરવાં લાગી.

પ્રેમ, કામ્યા અને ત્રિશા તેને ઘેરી વળ્યાં. લાવણ્યાનો ચેહરો જોઈને અંકિતા ડરી ગઈ. તેને પોતાની ઉપર ચીડ ચઢવાં માંડી.

"નઈ....! હું કઇંશ એને....! હોને...!" અંકિતાએ હવે લાવણ્યાનો ચેહરો પ્રેમથી પોતાનાં હાથમાં પકડ્યો "આમજો મારી સામે.....! આમજો....! હું...! કઈશ કે...કે બધો વાંક મારોજ છે...!"

"એ મારાંથી નારાજ થઈ જશે....!" લાવણ્યા હજીપણ બબડાટ કરે જતી હતી "મને...મને છોડી દેશે....! એને ..એને આવું બધું નઈ ગમતું...!"

".....કોઈ...કોઈ બીજું પર્સનલ વા..વાતો જાણે...! એ બધું એને નઈ ગમતું....! તે...તે.. બઉ ખોટું કર્યું....! આવું ....! આવું કેમ કર્યું....!? તે મને હર્ટ કરી....! સિડ પણ હર્ટ થશે....!"

"લાવણ્યા....! સોરી યાર....! આમજો યાર ...! મારી વાત સંભાળ...!" અંકિતાની આંખોમાંથી છેવટે આંસુ વહેવાં લાગ્યાં.

"નેહા.....! નેહાને ખબર પડશેતો...!?"લાવણ્યા હવે ભયથી ધ્રૂજવાં લાગી "તો...તો. એ ..એ સિડને કેટલો ટોર્ચર કરશે....!? શું કામ તે આવું કર્યું...! અંકિતા....!? શું કામ આવું કર્યું....!?"

"લાવણ્યા...! તું રડ નઈ....!" કામ્યાએ હવે તેની આંખો લૂંછી.

પ્રેમ અને ત્રિશા ઢીલાં મોઢે તેની સામે જોઈ રહ્યાં.

"એનાં...એનાં મામા....! એમને ખ...ખબર પડશેતો...!?"લાવણ્યા હવે વધુ હાંફવાં માંડી "ક....કામ્યા...! એનાં મામાને ખબર પડશેતો....!?"

"લાવણ્યા...! આમજો...!" પ્રેમે લાવણ્યાનાં ખભાં પકડીને પોતાની તરફ કરી "લાવણ્યા ...! લાવણ્યા ....! આમજો...!"

બધાં ભેગાં થઈને ક્યાંયસુધી લાવણ્યાને શાંત કરાવવાંનો પ્રયત્ન કરતાં રહ્યાં. લગભગ અડધો કલ્લાક મથ્યા પછી લાવણ્યા છેવટે શાંત થઈ.

-----

"અંકિતા....! તે બહુ ખોટું કર્યું યાર....!" કામ્યા બોલી.

કામ્યા અને પ્રેમે લાવણ્યાને સમજાવી અને કોલેજનાં ગાર્ડનમાં મોટાં લીમડાંનાં ઝાડનીચે બાંકડા ઉપર બેઠાં હતાં. ઢીલી થઈ ગયેલી લાવણ્યા બાંકડાં ઉપર કામ્યાનાં ખોળાંમાં માથું મૂકીને આડી પડી હતી. જોકે તેણે આંખો ખુલ્લી રાખી હતી.

અંકિતા લાવણ્યાનાં પગ તેનાં ખોળાંમાં લઈને બેઠી હતી. પ્રેમ જોડેજ ઊભો હતો. કામ્યા વ્હાલથી લાવણ્યાનાં વાળમાં હાથ ફેરવી રહી હતી.

"મને નહોતી ખબર કે આવું થશે...!" અંકિતા શૂન્યમનક્સ જોઈ રહેતાં બોલી.

લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર તેમની વાતો સાંભળી રહી. તેની આંખો રડી-રડીને સુઝી ગઈ હતી અને આઈલાઇનરનાં ડાઘાંને લીધો તેનો ચેહરો ખરડાઇ ગયો હતો.

“હવે જે થઈ ગયુંછે એનેતો આપણે બદલી નઇ શકવાનાં....!” પ્રેમ આમતેમ આંટા મારતો બોલ્યો.

“હમ્મ...!” કામ્યા બોલી અને લાવણ્યાનાં ચેહરા સામે જોયું. તેનાં ચેહરા ઉપર કોઈ હાવભાવ નહોતાં.

થોડીવાર બધાં મૌન થઈ ગયાં.

“હવે આપણે એ વિચારીએ કે નવરાત્રિમાં શું પ્લાન કરશું....!?”પ્રેમ થોડીવાર પછી બોલ્યો.

“હાં....! હજીતો શોપિંગથી માંડીને બધુ બાકીજ છે....!” કામ્યા બોલી અને તેણે તેનાં ખોળાંમાં માથું ઢાળીને સૂતેલી લાવણ્યાને પૂછ્યું “લાવણ્યા....! બોલ આપણે ક્યારે જવું છે....!? ચણિયાચોલી વગેરે લેવાં....!? અને પાર્લરનું પેકેજ પણ કઈ જગ્યાએથી કરાવું છે....!?”

લાવણ્યા કઇંપણ બોલ્યાં વગર સૂતાં-સૂતાં આંખો ખુલ્લી રાખીને તાકી રહી. થોડીવાર સુધી બધાં મૌન થઈ ગયાં અને લાવણ્યાનાં જવાબની રાહ જોઈ રહ્યાં.

"સિદ્ધાર્થ વિના નવરાત્રિ સેલિબ્રેટ કરવાનું મારું કોઈ મૂડ નથી....!" છેવટે લાવણ્યાએ મૌન તોડતાં કહ્યું. તે હવે બેઠી થઈ "ત.....તમે લોકો શોપિંગ વગેરે કરી લેજો...!"

"પણ લાવણ્યા.....!" અંકિતા બોલી "કોલેજમાં આ આપણી છેલ્લી નવરાત્રિ છે યાર...!"

"પ્લીઝ મને ફોર્સ ના કરશો....!" લાવણ્યાએ શૂન્યમનસ્ક જોઈ રહી ભીની આંખે કહ્યું "એનાં વિના હું શ્વાસ પણ લઈ રહી છું એજ બઉ મોટી વાત છે....! મારું કશામાં મન નઇ લાગે.....! પ્લીઝ.........!"

"લાવણ્યા....!" હવે પ્રેમ તેનાં ઘૂંટણીયે બેસી લાવણ્યાનાં હાથ ઉપર હાથ મૂકતાં બોલ્યો "શું અમે ..! અ ...અમારી ફીલિંગ્સનું તારાં માટે કોઈજ ઇમ્પોર્ટન્સ નથી....!"

"પ્રેમ....!" લાવણ્યાની આંખમાંથી હવે ફરી આંસુઓ વહેવાં લાગ્યાં "હું ઓલરેડી તૂટી ચૂકી છું...! હવે તમે લોકો મને ઈમોશનલી વધુ બ્લેકમેઇલ નાં કરો...!પ્લીઝ..."

"લાવણ્યા પણ...!"

"પ્રેમ....!" કામ્યા વચ્ચે બોલી "she needs time....!"

બધાં ફરીવાર મૌન થઈ ગયાં. લાવણ્યા એમજ ભીંજાયેલી આંખે શૂન્યમનસ્ક જોઈ રહી. બાકીનાં ત્રણેય પણ તેને ભીની આંખે જોઈ રહ્યાં.

ખાસ્સો લાંબો સમય તેઓ લાવણ્યા જોડે એજરીતે બેસી રહ્યાં. બપોરે લંચ બ્રેકમાં ભાંગી પડેલી લાવણ્યા છેવટે ઘરે આવતી રહી.

“લાવણ્યા.....!” કમ્પાઉન્ડનાં ગેટ જોડે ઊભેલી લાવણ્યાને અંકિતા કહ્યું. તે લાવણ્યાને ઘરે ઉતારવાં આવી હતી “સોરી યાર...!”

લાવણ્યા કઇંનાં બોલી પણ તેની આંખમાંથી આંસુની ધાર વહીને નીચે પડી. તે હવે પાછી ફરીને ગેટ ખોલવાં લાગી.

“લાવણ્યા.....! કઇંકતો બોલ યાર....!” એક્ટિવા ઉપર બેઠેલી અંકિતા ઢીલા સ્વરમાં બોલી.

“તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે અંકિતા....!” લાવણ્યા તેની તરફ પીઠ રાખીને ગળગળાં સ્વરમાં બોલી “તે મારી બઉ હેલ્પ કરીછે....! પણ....!” છેવટે તેણે પાછાં ફરીને અંકિતા સામે જોયું “પણ તે ...! આજે મને બઉ હર્ટ કરી....!”

લાવણ્યા અંતે ગેટ ખોલીને ઘરમાં ચાલી ગઈ. અંકિતા ભીની આંખે તેણીને જતાં જોઈ રહી. આજે જે થયું એ વિષે વિચારતાં-વિચારતાં થોડીવાર પછી પોતાની ઉપર ચિડાયેલી અંકિતાએ પણ તેની એક્ટિવા પોતાનાં ઘર તરફ મારી મૂકી.

­----

ઘરે આવ્યાં પછી લાવણ્યાએ ઠીકઠાક જમ્યું અને પોતાનાં રૂમમાં ભરાઈ ગઈ. વાઇરલ થયેલાં મેસેજથી લઈને સિદ્ધાર્થ સુધીનાં વિચારોને લીધે તેનું મન ઘોર હતાશાંમાં ઘેરાઈ ગયું. અડધી રાત સુધી લાવણ્યાએ અનેકવાર સિદ્ધાર્થને મેસેજ કરી જોયાં અને કેટલીયવાર સુધી તેને ફોન પણ કરી જોયાં. જોકે બધાંનું પરિણામ શૂન્યજ આવ્યું. નાં તો સિદ્ધાર્થને મેસેજ પહોંચ્યાં નાં તો તેનો નંબર લાગ્યો. થાકને લીધે લાવણ્યા છેવટે ક્યારે સૂઈ ગઈ તેને પોતાનેજ નાં ખબર પડી.

----

"ક્યાંછું જાન....!?"

"હું બસ અત્યારેજ પહોંચી કોલેજમાં.....!"

"થોડું લેટ થઈ ગયું .....! સોરી જાન...!"

સવાર-સવારમાં કોલેજ પહોંચીને તરતજ કમ્પાઉન્ડમાં પેવમેન્ટ ટ્રેક ઉપર ઊભાં-ઊભાં લાવણ્યાએ સિદ્ધાર્થને મેસેજ કર્યો. મેસેજ વાઇરલ થયાંની ઘટનાંને બે-ત્રણ દિવસ વીતી ગયાં હતાં. એ દિવસ પછી પણ લાવણ્યા કોલેજ આવતી હતી. જોકે મેસેજ વાઇરલની તે ઘટનાં પછી લાવણ્યાએ ફ્રેન્ડ્સ સાથે બોલવાનું ઓછું કર્યું હતું. તે કેન્ટીનમાં બધાં જોડે બેસતી, લેકચર પણ ભરતી, પણ તેનું મન કશામાં નહોતું લાગતું.

રોજની જેમ તે સિદ્ધાર્થને મેસેજ કર્યા કરતી અને આતુરતાંપૂર્વક તેનો રિપ્લાય આવવાંની રાહ જોતી રહેતી. દર થોડીવારે ફોનમાં સિદ્ધાર્થને મોકલેલાં મેસેજમાં બ્લૂટીક આવી કે નઇ એ ચેક કરતાં રહેવું, પાર્કિંગમાં સિદ્ધાર્થની રાહ જોતાં રહેવું એજ હવે તેનાં લગભગ આખાં દિવસનું રૂટિન બની ગયું હતું. જોકે આટલાં દિવસોમાં સિદ્ધાર્થને કરેલાં અનેક મેસેજીસનો ક્યારેય કોઈ રિપ્લાય નહોતો આવ્યો. એકેય મેસેજ હજીસુધી તેને પહોંચ્યો પણ નહોતો.

લાવણ્યાએ જેટલાં પ્રેમથી અને ભાવથી "બેપનાહ" સોંગ તેનાં અવાજમાં ગાઈને રેકોર્ડ કરીને મોકલ્યું હતું તે મેસેજ પણ સિદ્ધાર્થને નહોતો મળ્યો. આમ છતાંપણ સિદ્ધાર્થ જાણે તેનાં મેસેજ વાંચી રહ્યો હોય એમ માનીને લાવણ્યા એટલીજ ઉત્કટતાંથી રોજે મેસેજ કર્યા કરતી.

"આવતીકાલથી નવરાત્રિ શરૂ થાય છે જાન....!"

લાવણ્યાએ વધુ એક મેસેજ સિદ્ધાર્થને મોકલ્યો.

"તું આવને ....! પ્લીઝ....!"

"તારાં વિના શ્યામ મને એકલડું લાગે....! રાસ રમવાને વે'લ્લો આવજે...!"

લાવણ્યાએ ફેમસ ગુજરાતી ગરબાની બે લાઈનો લખીને સિદ્ધાર્થને મેસેજ કર્યો. તે હજીપણ ત્યાંજ ઊભી હતી અને મેસેજમાં બ્લૂ ટીક આવવાની રાહ જોઈ રહી.

"હું પાર્કિંગમાં તારી રાહ જોઉં છું....! તું આવે છેને...!?"

થોડીવાર પછી ત્યાંજ ઊભાં-ઊભાં લાવણ્યાએ વધુએક મેસેજ લખીને સેન્ડ કર્યો.

"લાવણ્યા...!?" પાછળથી પ્રેમનો અવાજ આવ્યો.

લાવણ્યાએ પાછાં ફરીને જોયું. પ્રેમ, અંકિતા અને કામ્યા ત્રણેય તેની પાછળજ આવીને ઊભાં હતાં.

"શું વાત છે આજે આપણે બધાંજ મોડાં પડ્યાં....!?" કામ્યા બોલી. બધાં હળવું હસ્યાં. લાવણ્યાએ પણ સ્મિત કર્યું. સિદ્ધાર્થને કરેલાં મેસેજ કોઈ વાંચીનાંલે એટલાં માટે લાવણ્યાએ તેનાં ફોનની સ્ક્રીન લોક કરી દીધી.

"કેન્ટીનમાં જવું છે કે લેકચર ભરવાં....!?" પ્રેમ પૂછ્યું.

"કેન્ટીનમાં જઈએ....!" અંકિતાએ લાવણ્યા સામે સ્મિત કરીને કહ્યું. લાવણ્યાએ પ્રતીભાવમાં હળવું સ્મિત કર્યું.

બધાં હવે વાતો કરતાં-કરતાં આગળ ચાલવાં લાગ્યાં. લાવણ્યા બધાંની પાછળ ધિમાં પગલે ચાલવાં લાગી. આગળ જઈ રહેલાં ફ્રેન્ડ્સને જોઈને લાવણ્યા થોડી વધુ ધીમી પડી અને તેણે ફરીવાર સિદ્ધાર્થને મેસેજ ટાઈપ કર્યો.

"હું કેન્ટીનમાં વેઇટ કરું છું તારી.....!"

"જલ્દી આવજે ......!"

"ક્યાંછું જાન એતો કે ....!?"

લાવણ્યાએ છેલ્લે મેસેજ ટાઈપ કર્યો અને સેન્ડ કર્યો. સિદ્ધાર્થને કરેલાં મેસેજનું ચેટ બોક્સ ઓપન રાખી ફોનની સ્ક્રીન સામે જોઈ રહી તે હવે અગાળ જઈ રહેલાં તેનાં ફ્રેન્ડ્સની સાથે થવાં સહેજ ઉતાવળાં પગલે ચાલવાં લાગી. તેણે નજર ઊંચી કરીને આગળ જોઈ ચાલવાં માંડ્યુ.

થોડું ચાલી તેણે ફરીવાર ફોનની સ્ક્રીનમાં નજર નાંખી. તેનાં પગ અચાનક થંભી ગયાં. તે પોતાની આંખોની પલકો ઝપકાવવાંનું પણ ભૂલી ગઈ. તેણે મોકેલેલાં મેસેજોમાં "બ્લૂ ટીક" આવી ગઈ હતી. લાવણ્યાનાં શ્વાસ અદ્ધર થઈ ગયાં.

"સૂના સૂના ....! લમ્હા લમ્હા...! મેરી રાહે તનહા તનહા....!" લાવણ્યા કઈં સમજે-વિચારે એ પહેલાંજ સિદ્ધાર્થનો મેસેજ આવી ગયો.

"સિદ્ધાર્થનો મેસેજ.....!?" લાવણ્યાની આંખ ભરાઈ આવી તે માંડ માંડ બોલી શકી. જાણે એક આખો યુગ પસાર થઈ ગયો હોય અને તેની આતુરતાંનો અંત આવ્યો હોય એવું તેને ફીલ થયું. થોડીવાર સિદ્ધાર્થનાં રિપ્લાય સામે જોઈ રહ્યાં બાદ લાવણ્યાએ ધ્રૂજતાં હાથે મેસેજ ટાઈપ કરવાં માંડ્યો.

"આકર મુઝે....! તુમ થામલો....! મંઝિલ તેરી દેખે રસ્તા....!" લાવણ્યા મેસેજ ટાઈપ કરીને મોકલે એ પહેલાંજ સિદ્ધાર્થનો બીજો મેસેજ આવી ગયો.

"ક્યાંછું....! ક્યાંછું જાન....!?" ધ્રૂજતાં હાથે લાવણ્યએ માંડ-માંડ મેસેજ ટાઈપ કરીને સેન્ડ કર્યો. તેની આંખોમાંથી હવે દડદડ આંસુ વહેવાં લાગ્યાં.

"મૂડકે ઝરાં ....! તુમ દેખલો.....! એસા મિલન ....! ફીર હોનાં હો....!

સબકુછ મેરાં....! તુમહી તો હોઓ...!"

સિદ્ધાર્થે લાવણ્યાનાં પ્રશ્નનો જવાબ પણ લાવણ્યાએ મોકેલાલાં સોંગની લાઈનો લખીને આપ્યો.

લાવણ્યા તેનાં મેસેજનો અર્થ પામી ગઈ હોય એમ હાંફળી-ફાંફળી થઈને આમતેમ જોવાં લાગી. તે પછી ફરી અને હવે કોલેજનાં ગેટની દિશામાં જોવાં લાગી. સામેનું દ્રશ્ય જોઈને તેની આંખો ત્યાંજ થંભી ગઈ અને તેનાં ઉરજોની ગતિ અતિશય વધી ગઈ. તેની આંખોમાં જાણે પૂર આવ્યું હોય એમ તેની આંખોમાંથી આંસુઓની ધાર વહી રહી.

લાઇટ ગ્રે બ્લેઝર, અંદર બ્લેક ટી-શર્ટ, બ્લૂ જીન્સ....! તેનાં એજ લાંબા બ્રાઉન વાળ, ગોરો ચેહરો....! અને લાવણ્યાનાં ફેવરિટ એવાં એજ રતુમડાં હોંઠ.....!

"સિદ્ધાર્થ.....!" લાવણ્યાથી છેવટે જોરથી બૂમ પડાઈ ગઈ.

******

Note : With some literature freedom, Love Revenge is a true story, I was there.

નોંધ-2: “બેપનાહ” સોંગ 2004માં રીલીઝ થયેલી હિટ હિન્દી મૂવી “ક્રિષ્ના કોટેજ”નું છે. આ સોંગ ઉપર કે પછી તેનાં lyrics ઉપર કે પછી અન્ય કોઈપણ પ્રકારે લેખકનો તેનાં ઉપર કોઈ હકદાવો નથી.