taras premni - 32 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૩૨મેહા:- "પકોડા બનાવવાના ચક્કરમાં તો હું ભૂલી જ ગઈ કે તમે ત્રણ અચાનક અહીં?"

રજત:- "તને લેવા આવ્યા છીએ."

મેહા:- "લેવા આવ્યા છો મતલબ? મને તું ભગાડી લઈ જવાનો છે?"

રજત:- "તું મારી સાથે આવીશ? એક નંબરની ડરપોક છે. તારા હાથની વાત નથી. તને લેવા આવ્યા છે મતલબ કે મુવી જોવા જવાના છે એટલે."

મેહા:- "ઑકે પકોડા બની ગયા. ચાખીને મને કે કેવા બન્યા છે? હું મિષા અને રૉકીને આપી આવું."

રજતે થોડું ચાખ્યું.

મેહા:- "કેવા બન્યા છે?"

મિષા:- "મેહા આજે તો ભૂલથી બનાવી દીધા પણ મારી વિનંતી છે કે હવે ક્યારેય ન બનાવતી."

મેહા:- "શું એટલા ખરાબ બન્યા છે?"

મિષા:- "ઠીકઠાક છે."

મેહા રસોડામાં જાય છે.

રજત:- "તે અમને તો ચખાડી દીધા. પોતે ચાખી જો."

મેહાએ ચાખી જોયા.

મેહા:- "sorry..."

રજત:- "વાંધો નહીં. જો કે પકોડા એટલા ખરાબ પણ નહોતા. હવે જા જલ્દી તૈયાર થઈ આવ."

મેહા ઉપરના રૂમમાં જાય છે.

મેહા:- "સફાઈ થઈ ગઈ?"

સુનિતા:- "હા."

મેહા:- "હવે કિચન સાફ કરી દેજે."

સુનિતા:- "સારું."

મેહા શાવર લઈ લે છે. કપડા ચેન્જ કરી બહાર આવે છે.

રજત મેહાના રૂમમાં આવે છે.

રજત મેહાને જોઈ રહ્યો.

મેહા:- "શું થયું?"

રજત:- "કંઈ નહીં."

રજત બેડ પર સૂઈ ગયો.

મેહા તૈયાર થવામાં બિઝી હતી.

રજત સૂતા સૂતા મેહાને જ જોઈ રહ્યો.

મેહાએ અરીસામાંથી નજર કરી તો રજત મેહાને એકીટશે જોઈ રહ્યો હતો.

મેહા:- "રજત શું થયું? તું મને આમ કેમ જોઈ રહ્યો છે."

રજત:- "કેમ ન જોવાય?"

મેહા:- "થોડું અજીબ લાગે છે."

રજત:- "અજીબ લાગે છે કે શરમ આવે છે."

મેહા:- "રજત પ્લીઝ તું મને આમ ન જો."

રજત મેહાની નજીક આવે છે.

રજત:- "કેમ ન જોઉં? મારો હક્ક છે તને આવી રીતના જોવાનો."

મેહા:- "સારું ચાલ હવે જઈએ."

રજતની કાર પ્રાચીના ઘરે ઉભી રહે છે. રજતને પ્રાચીને જોઈ વિચાર આવે છે કે મારે શાંતિથી પ્રાચી સાથે વાત કરી મેહા વિશે કહી દેવું જોઈએ. આવતી કાલે કૉલેજમાં બધું પ્રાચીને કહી દઈશ.

બધા મુવી જોવા જાય છે. મુવી જોઈને બધા નાસ્તો કરે છે. સાંજે બધા પોતપોતાના ઘરે પહોંચે છે. મેહા પોતાના રૂમમાં શાંતિથી બેસી બારી બહાર જોઈ રહી હતી. હવે તો મેહા રજત વિશે જ વિચારવા લાગી.

મેહાને યાદ આવ્યું કે પોતે નવમાં ધોરણમાં હતી ત્યારે એક સપનું આવ્યું હતું. કેટલું સરસ સ્વપ્ન હતું.
મેહા જૂની યાદોને સાચવીને રાખવા માંગતી હતી. એણે એક ડાયરી અને પેન લીધી અને લખવા લાગી.

મેહા ફકરો પાડી લખે છે "સવારની પહોરમાં એક યુવક મારા રૂમમાં આવે છે અને કપાળ પર મને મૃદુતાથી ચૂમી લે છે. મને એ ચુંબનમાં લાગણીની ઉત્કટતા,મૃદુતા,ઋજુતા અને હૂંફ મહેસુસ થાય છે. બંધ આંખોએ જ હું પથારીમાથી ઉઠીને હાથ ફેલાવી આળસ મરોડુ છું. અને આ આળસને દૂર કરવા એક યુવક મને ગરમાહટ ભર્યું hug કરે છે. અને મને આજે અહેસાસ થયો કે એ યુવક બીજું કોઈ નહીં પણ રજત છે.

ખબર નહીં બધી છોકરીઓને RR માં શું દેખાતું
પણ સાચું કહું તો રજત શરૂઆતમાં મને બિલકુલ જ પસંદ નહોતો. કારણ કે એ છોકરીઓ સાથે ફ્લર્ટિંગ કરતો હતો. પહેલી વાર મેં રજત સાથે ડાન્સ કર્યો હતો ત્યારે હું અનકમ્ફર્ટેબલ ફીલ કરતી હતી તો રજત સમજી ગયો હતો કે હું કમ્ફર્ટેબલ નથી. રજતે તે સમયે રજતે મારી સાથે બહુ પ્રેમથી વાત કરી હતી.

રજત પહેલી વાર મને જોય છે ત્યારે મને વિશ્વાસ જ નહોતો આવતો કે રજત મને આ નજરથી પણ જોય છે. પણ તે સમયે મને ખ્યાલ જ નહોતો આવ્યો કે રજત મને આ રીતે કેમ જોય છે.

અતુલ અને કોમલની પાર્ટી હતી ત્યારે પણ રજત મને કેવી રીતના જોઈ રહ્યો હતો. અને રજતે એવું જતાવ્યું કે રજતની નજર નૈનશી પર છે. મને ત્યારે ખ્યાલ ન આવ્યો કે રજતની નજર મારા પર છે.

અતુલ અને કોમલની પાર્ટીમાં મેં રજત સાથે ડાન્સ કર્યો હતો. ત્યારે પણ રજતે મારી કમર પર હાથ મૂક્યો હતો અને મને ખ્યાલ પણ ન આવ્યો કે રજતે કમર પર હાથ મૂક્યો છે. એટલે જ કદાચ રજતની આ અદાથી જ છોકરીઓ ઘાયલ થતી હશે. ત્યારે જ તો આજે પણ રજતની પાછળ કેટલીય યુવતીઓ ફિદા છે.

તનિષા પાસે સૉરી બોલાવડાવીને રજતે મારો પક્ષ લીધો હતો. તે સાંજે શ્રેયસ મને મૂકવા આવ્યો હતો ત્યારે મને વિચાર આવ્યો હતો કે મારો પ્રિન્સ ચાર્મિગ મારી રાહ જોતો ઉભો હશે તો એ મારો થઈને રહેશે. ત્યારે ધડકતા હ્દયે મેં બાલ્કનીથી નીચે નજર કરી ત્યારે રજત અને મારી નજર મળે છે. શ્રેયસ તો પોતાના દોસ્તારો સાથે વાત કરવામાં બિઝી હતો. શ્રેયસે તો એક નજર પણ મારા તરફ નહોતી કરી. રજતે બાઈક સ્ટાર્ટ કરી ત્યારે મારી અને રજતની નજર ફરી મળે છે. મારે ત્યારે જ સમજી જવું જોઈતું હતું કે રજત જ મારો પ્રિન્સ ચાર્મિગ છે.

અને પેલું પહાડ વાળું સપનું... હું ખૂબ ઉદાસ હતી. આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. હું પોતાની જાતને સંભાળી ન શકી. મને ઢળી પડવાનું મન થયું. પણ મને ફીલ થયું કે મને સંભાળવા વાળું કોઈ નથી. મને ચાહવા વાળું કોઈ નથી. મને અહેસાસ થયો કે મારા પ્રેમની તરસ અધુરી રહી ગઈ છે. પોતાને આ વિશાળ દુનિયામાં કોઈ ચાહતું નથી એ વિચાર આવતા જ મારા દુઃખની પરાકાષ્ઠા એ હદે વધી ગઈ હતી કે મને મરી જવાનો વિચાર આવ્યો. મેં આંખો મીચી દીધી. અને હું પહાડ પરથી નીચે પડવાની હતી કે કોઈએ મારો હાથ પકડી એક ઝટકા સાથે મને પોતાની બાહોમાં ભરી લીધી. એ વ્યક્તિએ મને બંન્ને હાથોથી ઉંચકી લીધી. પહાડ પર એક સુંદર ઘર હતું. એ વ્યક્તિ મને એ ઘરમાં લઈ ગયો. મને કપાળ પર કિસ કરી એ વ્યક્તિ મને ખૂબ વ્હાલ કરવા લાગ્યો. ત્યારે પણ હું સમજી ન શકી કે એ વ્યક્તિ બીજી કોઈ નહીં પણ રજત છે.

રજતના અવાજમાં અને પર્સનાલીટીમા શું જાદું છે. એટલે જ કદાચ હું રજત પ્રત્યે અદમ્ય ખેંચાણ અનુભવું છું. એટલે મારામાં કદાચ એટલી હિંમત આવી ગઈ હોય કે હું રજતને મારા દિલની વાત કહી શકી.

રજતને ક્રીના સાથે જોઈ મને ગેરસમજણ થવી અને ક્રીનાને રજતથી દૂર રહેવાની સલાહ આપતી હું...કેટલી સ્ટુપિડ હતી ને હું...મને પાછળથી ખબર પડી કે ક્રીના રજતની બહેન છે.

પ્રિતેશના ઘરે પાર્ટી હતી ત્યારે મેં છૂપાઈને તનિષા,શ્રેયસ અને રજતની વાત સાંભળી રજત પર ગુસ્સો આવતો હતો. અત્યારે ખ્યાલ આવે છે કે રજત શ્રેયસને મારાથી દૂર કરવા માંગતો હતો અને પોતે મારી નજીક આવવા માંગતો હતો. એટલે જ કદાચ રજત શ્રેયસની સામે મારો વાંક કાઢતો હતો. ઑહ હા તનિષાને કદાચ રજતના મનમાં શું ચાલે છે તેની ગંધ આવી ગઈ હશે એટલે જ તનિષાએ મને રજતથી દૂર રહેવા કહ્યું હતું. કેટલી સ્ટુપિડ હતી હું ત્યારે પણ સમજી ન શકી કે રજતની ડ્રીમગર્લ હું છું.

તે જ રાત્રે ચા પીવા ગયા ત્યારે થોડીવાર તો રજત મને કેવો જોઈ રહ્યો હતો. Oh God હું ત્યારે પણ ન જાણી શકી રજતના મનની વાત. ખબર નહીં હું કંઈ દુનિયામાં જીવતી હતી. ત્યારે હું શ્રેયસના પ્રેમમાં એટલી ખોવાઈ ગઈ હતી કે મારી આસપાસ શું ચાલી રહ્યું છે તેનો ખ્યાલ જ ન રહ્યો. શ્રેયસને મારી સાથે જોઈ રજતને જરાય નહીં ગમ્યું હોય.

મને ડફ્ફર ડફ્ફર કહે છે પોતે પણ ડફ્ફર છે. એનાથી કહેવાતું નહોતું કે મેહા હું પણ તને ચાહું છું. ઈડીયટ...

હું અને શ્રેયસ એકલામાં ન મળીએ એટલે જ રજતે બધા સાથે મુવી જોવાનો પ્લાન બનાવેલો.
શ્રેયસ સાથે પાર્ટીમાં જવા માટે મમ્મીને ખોટું બોલવું અને રજતે મમ્મીને ફોન કરી મને પાર્ટીમાં ન જવા દેવી...તે સમયે તો મને ખૂબ ગુસ્સો આવતો હતો પણ આજે યાદ કરીને રજત પર બહુ પ્રેમ આવે છે.

હવે ખ્યાલ આવે છે કે રજત મારા દિલની દરેક વાત કેમ જાણી જતો તે. શ્રેયસ સાથે પાર્ટીમાં ન જવા દીધી એનો ગુસ્સો રજત પર ઉતારવો...અને રજતને ઈગ્નોર કરી શ્રેયસ સાથે ક્લાસમાં જતું રહેવું...ઑહ I see એટલે જ પ્રાચી સાથે મળી મને જેલીસ ફીલ કરાવતો હતો. રજત તને વધારે તો નહીં પણ થોડું થોડું તો જાણવા જ લાગી છું.

મુંબઈ જવાના હતા ત્યારે રજત મને કેવો મારા ઘરે લેવા આવી ગયો હતો. મારા લીધે રજતે બસને રોકી રાખી હતી. અને સવારની પહોરમાં ફરી સુંદર સપનું આવ્યું કે એક સરસ મજાના ઘરમાં પોતે કોઈના ખભા પર માથું મૂકી સૂઈ રહી છે. મેં એ વ્યક્તિનો ચહેરો જોયો તો હું ચકિત થઈ ગઈ હતી. એ ચહેરો રજતનો હતો.

મેહાએ આટલું લખી ડાયરી મૂકી દીધી. મેહાએ વિચાર્યું કે હવે આવતીકાલે લખીશ. મેહાને પોતાને આશ્ચર્ય થયું કે રજત સાથે વિતાવેલી દરેક પળની ઝીણી ઝીણી બાબત યાદ છે.

મેહાને રજતને યાદ કરતા કરતા Song સાંભળવાનું મન થયું.

मेरे दिल में तेरी धड़कने थी
मुझको ना आई नज़र
तेरा इश्क मुझ में सांस ले रहा था
मुझको हुई ना खबर

मेरे अलावा जान गए सब
मुझपे तू किन्ना मरदा ऐ
मुझे कैसे पता ना चला
की तू मेनू प्यार करदा ऐ
मुझे कैसे पता ना चला
की मेरा ही इतेज़ार करदा ऐ

બીજા દિવસે કૉલેજમાં રજત અને પ્રાચી ક્લાસમાં બેઠા હતા. તનિષા અને તન્વી ક્લાસમાં આવે છે. રજત અને તનિષાની નજર મળે છે. રજત પ્રાચી તરફ જોય છે.

રજત વિચારે છે કે પ્રાચીને કેવી રીતના તનિષાથી પ્રોટેક્ટ કરું. તનિષાનો કોઈ ભરોસો નહીં.

રજત:- "પ્રાચી ચાલ મારી સાથે."

રજત પ્રાચીને રિહર્સલ રૂમમાં લઈ જાય છે.

રજતના ફ્રેન્ડસ રિહર્સલ રૂમમાં જ હતા.

રજત રૉકીને સાઈડ પર બોલાવે છે.

રૉકી:- "શું કરવા બોલાવ્યો?"

રજત:- "તનિષાથી પ્રાચીને પ્રોટેક્ટ કરવા."

રૉકી:- "હા પણ કેવી રીતે?"

રજત:- "તમે ત્રણ તનિષા હોય ત્યારે વાત કરવાનું નાટક કરજો કે મારું અને પ્રાચીનુ બ્રેક અપ થઈ ગયું છે. તનિષાને આ વાતની જાણ થતાં પ્રાચીને પરેશાન કરવાનું નહીં વિચારે."

રૉકી:- "અને મેહા..."

રજત:- "મેહાને તનિષા કંઈ નહીં કરે. કારણ કે હું મેહા સાથે દરેક પળે રહીશ."

રૉકી:- "તું મારી સમજની બહાર છે. તું પ્રાચીને ચાહે છે કે મેહાને."

રજત:- "હું કહું છું તેમ કર ને. જા હવે."

રૉકી:- "ઑકે પણ મને લાગે છે કે તું મેહાને..."

રજત:- "સમજી ગયો ને. જા હવે."

પ્રિતેશ અને સુમિતને રૉકીએ સમજાવી દીધું.

ત્રણેય ક્લાસમાં ગયા.

પ્રિતેશ:- "રૉકી શું થયું કેમ થોડો ઉદાસ લાગે છે."

રૉકી:- "ઉદાસ ન રહું તો શું કરું? રજતની ચિંતા થાય છે."

તનિષા:- "રૉકી શું થયું રજતને?"

રૉકી:- "તારે જાણીને શું કામ છે?"

તનિષા:- "રૉકી રજત મને ફ્રેન્ડ નથી માનતો પણ તમે તો હજી પણ મારા ફ્રેન્ડસ છો ને?"

પ્રિતેશ:- "હા તું હજી પણ અમારી ફ્રેન્ડ છે."

તનિષા:- "તો રજતને શું થયું તે મને નહીં કહો?"

સુમિત:- "રજત અને પ્રાચી નું બ્રેક અપ થઈ ગયું છે."

તનિષા થોડી ખુશ થઈ.

સાંજે બધા રિહર્સલ રૂમમાં બેઠા હતા.

મિષા:- "રૉકી ચાલને કેન્ટીનમા જઈએ. મને ઠંડું પીવાનું મન થયું છે."

રૉકી:- "ઑકે ચાલ."

મિષા:- "પ્રિયંકા-નેહા ચાલો."

રૉકી:- "રજત-પ્રાચી તમે પણ ચાલો."

પ્રાચી:- "અરે હમણાં કલાક પહેલાં નાસ્તો કર્યો. મારે કંઈ નથી પીવું."

રજત:- "હા તમે જાઓ."

પ્રિતેશ:- "મેહા ક્યાં છે?"

મિષા:- "એ લાઈબ્રેરી માં છે. ખબર નહીં આજકાલ લાઈબ્રેરી માં કંઈક વધારે જ જોવા મળે છે."

રજત અને પ્રાચી રિહર્સલ રૂમમાં એકલાં હોય છે.

પ્રાચી બેન્ચનો ટેકો લઈને બેઠી હતી.

પ્રાચીને તરસ લાગી હતી.

પ્રાચી બેગમાંથી પાણીની બોટલ કાઢવા ગઈ. પણ પ્રાચીનો હાથ પહોંચતો જ નહોતો.પ્રાચી મનોમન કહે છે "મારો ડ્રેસ ક્યાં ભેરવાઈ ગયો?" પ્રાચીએ કાઢવાની કોશિશ કરી. પણ ડ્રેસ કાઢવાની કોશિશમાં ડ્રેસનો ફાટવાનો અવાજ આવ્યો.

રજત અને પ્રાચી એકબીજાને જોઈ રહ્યા.

પ્રાચી મનોમન વિચારે છે "રજત આગળ શું બોલું? સાગર હોત તો બેધડક કહી દેત કે...પ્રાચી તું ક્યારે સાગરને ભૂલીશ...હજી પણ તારા દિલમાંથી ગયો નથી."

રજત મનોમન કહે છે "યાર હવે આ પ્રાચીની હેલ્પ કેવી રીતના કરું. મેહા હોત તો બેધડક એની હેલ્પ કરી દેત. એક કામ કરું હું મેહાને ફોન કરું."

રજત ઉભો થાય છે. પ્રાચીને એમ‌ લાગ્યું કે રજત હેલ્પ કરવા માટે મારી પાસે આવશે તો.

પ્રાચી:- "રજત... It's ok. હું જાતે કરી લઈશ."

રજત:- "રિલેક્ષ હું કોઈને મદદ માટે બોલાવું છું."

રજત મેહાને ફોન કરે છે.

રજત:- "હેલો મેહા. તું અત્યારે ને અત્યારે રિહર્સલ રૂમમાં આવ."

મેહા:- "અત્યારે શું કરવા?"

રજત:- "તું બસ જલ્દી આવ. અર્જન્ટ કામ છે."

મેહા:- "સારું બસ હમણાં જ આવી."

રજત જેકેટ કાઢી પ્રાચીને આપે છે.

પ્રાચી:- "Thanks RR..."

રજત:- "મેહાને ફોન કર્યો છે. મેહા બસ આવતી જ હશે."

પ્રાચી:- "રજત મારે એક વાત જાણવી છે."

રજત:- "બોલ..."

પ્રાચી:- "તે મેહાને જ કેમ ફોન કર્યો. મતલબ કે તું મિષા,પ્રિયંકા,નેહાને પણ ફોન કરી શક્યો હોત. મેહા કરતા તો એ ત્રણ સાથે તારું સારું બને છે ને?"

રજત કંઈ બોલી ન શક્યો.

રજત:- "પહેલું નામ દેખાયું બસ એને કૉલ લગાવી દીધો."

પ્રાચી:- "રજત મને ખબર છે કે તું અને મેહા એકબીજાને ચાહો છો."

રજત:- "પણ તને કેવી રીતના ખબર?"

પ્રાચી:- "રજત ક્લાસમાં અને કેન્ટીનમા તમારી આંખોથી વાત થાય છે. મને તો શું કોઈને પણ ખ્યાલ આવી જાય તમારી વચ્ચેની કેમેસ્ટ્રી જોઈને. તને શું લાગ્યું મને ખબર નહીં પડે."

રજત:- "સૉરી પ્રાચી...મને તું સમજે છે. એટલે મને લાગ્યું કે હું તને પ્રેમ કરવા લાગ્યો છું. પણ..."

પ્રાચી:- "સમજી ગઈ રજત. મેં પણ સાગરને ફોન કર્યો છે. એ પણ આવતો જ હશે. એક્ચ્યુઅલી મને પણ લાગ્યું કે હું તને પ્રેમ કરું છું...પણ..."

રજત:- "પણ આપણને પછી ખ્યાલ આવ્યો કે પ્રાચી સાગરને અને રજત મેહાને પ્રેમ કરે છે."

પ્રાચી:- "હા.

રજત:- "સારું સાગર શું કરે છે?"

પ્રાચી:- "કૉલેજના સેકન્ડ યરમાં છે. બાજુની કૉલેજમાં. એકચ્યુઅલી અમારી વચ્ચે નાના મોટા ઝઘડા થતા રહે છે. તો એના ચક્કરમાં બ્રેક અપ થઈ ગયું. અને કૉલેજમાં તું મને મળી ગયો. છતા પણ સાગર સાથે મારી ફોન પર વાત થતી રહેતી."

એટલામાં જ મેહા આવે છે.

રજત:- "પ્રાચી બોલાવે છે."

મેહા પ્રાચી પાસે જાય છે.

મેહા:- "શું થયું પ્રાચી?"

પ્રાચી:- "મારી ડ્રેસ થોડી ફાટી ગઈ છે."

મેહા:- "ઑકે ચાલ વોશરૂમ માં..."

પ્રાચી અને મેહા વોશરૂમ માં જાય છે.

મેહાએ બેગમાં થી સેફ્ટીપીન કાઢી લગાવી.

મેહા:- "વધારે ડ્રેસ નથી ફાટ્યો. ખબર નથી પડતી. તો તું ટેન્શન ન લે."

પ્રાચી:- "Thanks મેહા."

મેહા:- "Thank you કહેવાની જરૂર નથી. ચાલ હવે જઈએ ને. લે આ જેકેટ પહેરી લે."

રિહર્સલ રૂમમાં સાગર આવી રહે છે.

સાગર:- "તું રજત છે ને?"

રજત:- "હા હું રજત અને તું સાગર રાઈટ?"

સાગર:- "કોણે કહ્યું પ્રાચીએ?"

રજત:- "હા બસ હમણાં થોડીવાર પહેલાં જ પ્રાચીએ મને કહ્યું."

સાગર:- "ક્યાં છે તારી ગર્લફ્રેન્ડ?"

રજત:- "પ્રાચી આવી જશે."

સાગર:- "પ્રાચીની નહીં હું મેહાની વાત કરું છું."

રજત:- "તને કેવી રીતના ખબર?"

સાગર:- "એક્ચ્યુઅલી મારી અને પ્રાચી વચ્ચે ફોન પર વાતો થતી રહેતી."

એટલામાં જ પ્રાચી અને મેહા આવે છે.

પ્રાચી સાગરને જોતાં જ વળગી પડે છે.

સાગર:- "પ્રાચી તું ઠીક છે ને?"

પ્રાચી:- "તું આવી ગયો છે ને એટલે હવે હું ઠીક છું."

સાગરે પ્રાચીએ પહેરેલું જેકેટ કાઢી પોતાનું જેકેટ પહેરાવી દીધું.

સાગર પ્રાચીને લઈને જતો રહ્યો. જતાં જતાં સાગરે રજતને Thanks કહ્યું.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED