હોટલ ગુમ થઇ ગઇ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હોટલ ગુમ થઇ ગઇ

દિવ થી ચાર મિત્રો (હરેશ,રોહિત,તુષાર અને ભાવેશ) કાર માં અમરેલી પાછા ફરી રહ્યા હતા. ત્રીસ કિલોમીટર કાર ચાલી એટલે ગીર જંગલ આવ્યું. સાંજ ના છ વાગ્યા હતા પહેલાં તો ત્યાંના ફોરેસ્ટ અધિકારી એ જંગલ પાર કરવાની પરમિશન આપી નહિ પણ, હરેશ તે અધિકારી ને મનાવી લીધા એટલે તે અધિકારી એ ગેટ પાસ આપી જંગલ ની અંદર જવા દીધા.

જલ્દી ઘરે પહોંચવાની ઉતાવળ માં કાર ફાસ્ટ ચલાવી રહ્યા હતા. રસ્તો ખરાબ હતો તો પણ કાર પૂરપાટ જઈ રહી હતી. રસ્તા માં તુલસી શ્યામ ક્યારે આવી ને જતું રહ્યું તે પણ ખબર રહી નહિ. આખરે જંગલ ના સામે ગેટ પહોંચવાની તૈયારી જ હતી ત્યાં કાર માં પંચર પડી ગયું. અંધારું તો રસ્તા માં જ થઈ ગયું હતું.

કાર માંથી હરેશ ઊતર્યો ને જોયું તો પાછળ માં ટાયર માં પંચર હતું. મોબાઇલ ની ફ્લેશ લાઈટ કરી પાછળ ની ડેકી માંથી ટાયર કાઢ્યું ને ટાયર ચેક કર્યું તો તેમાં પણ હવા હતી નહિ. ચારેય મિત્રો ચિંતા માં પડી ગયા. હજુ ગેટ ચાર કિલમીટર દૂર હતું. કાર ત્યાં પહોચાડવી મુશ્કેલ હતી. એટલે ચારે મિત્રો કોઈ વાહન ની રાહ જોવા લાગ્યા. આઠ વાગ્યા પણ ત્યાંથી કોઈ પસાર થયું નહિ.

ચારેય મિત્રોએ નક્કી કર્યું કે થોડે દૂર ચાલીએ જો કદાચ આપણ ને કોઈ મળી જાય કે કોઈ નેહડું ( જંગલ નું નાનું ગામડું) દેખાઈ જાય. બધા ચાલતા થયા. લગભગ વાતો કરતા કરતા એક કિલોમીટર ચાલી ગયા. ત્યાં એક પ્રકાશ દેખાયો, પ્રકાશ પાસે જઈ ને જુએ છે તો એક હોટલ હતી. ચારેય હોટલમાં પાસે ગયા ત્યારે તે દૂર થી હોટલ જોઈ ને જ અજુગતું લાગતું હતું કારણ કે બધા વિશ્વાસ કરી શકતા નહોતા કે તે કોઈ એકાંત સ્થળે હોટલ હોઈ શકે છે. હોટલ જોતાં જ લાગ્યું કે આ બહુ જૂની હોટલ છે.

રોહિત કહ્યુ ચાલો મિત્રો આપણે ત્યાં ચાલીને મદદની માંગ કરી જોઇએ અને કદાચ ત્યાં કોઈ પંચર કરવા વાળો મળી જાય. અને જો પંચર કરી આપે તો આપણે સરળતાથી ઘરે પહોંચી શકીશું.

આ વિચારીને બધા મિત્રો તે હોટલમાં ગયા અને કોઈની મદદ માટે શોધવાનું શરૂ કર્યું, પણ તેમને કોઈ કાર પંચર કરવા વાળું કોઈ મળ્યું નહિ., ત્યાં વેઈટર દેખાયો અને તે કહેવા લાગ્યો તમને કોઈ રૂમ જોઈએ છે, તો હું તમારી મદદ કરી શકું રાતના સમયે તમે ક્યાં જશો, તમારી કાર પણ બગડેલી છે, મિત્રો ને તે બરાબર લાગ્યું, કારણ કે તેમને રાતના સમયે મદદ મેળવવી ખૂબ જ મુશ્કેલ લાગી રહી છે, તેથી બધાએ વિચાર્યું કે આપણે રાત્ર અહી રોકાઈ જવું જોઈએ. અને સવારે કોઈ આપણ ને મદદ કરશે તો અહીંથી બહાર નિકળી જઈશું.

આ વિચારીને બધા મિત્રો ત્યાં રોકાઈ ગયા પણ અમને ત્યાં કોઈ માણસ રહેતો જોવા મળ્યો નહીં, અમને લાગ્યું કે અમે જ આ હોટલમાં છીએ. ત્યાં કોઈ નજર પણ આવતી ન હતા, તો ભાવેશ તે વેઈટરને પૂછ્યું તમારી સિવાય અહી બીજું કોઈ નથી ? પછી તેણે કહ્યું તમારા સિવાય અહીં કોઈ નથી કારણ કે અહીં બહુ ઓછા લોકો આવે છે, તે સાંભળીને બધા ડરી ગયા. તેમને લાગ્યું હોટલમાં એક વેઇટર સિવાય કેમ કોઈ નથી રહેતું, કેવી રીતે થઈ શકે? જ્યારે રસ્તામાં કોઈ હોટલ હોય, તો ત્યાં કોઈ હોવું જ જોઇએ

બધાએ વિચાર્યું કે હોટેલ સાથે આપણે કોઈ લેવા દેવા નથી, ખાલી રાત કાઢવાની છે, સવારે તો નીકળી જવાનું છે, તેથી આજે રાત્ર માટે આપણે અહીં સુઈ રહીએ, બધા મિત્રો તે રૂમ તરફ ગયા. તે ખૂબ જ વિચિત્ર રૂમ લાગતો હતો, તે રૂમ તરફ નજર કરતાં, એવું લાગ્યું કે આ રૂમ ખૂબ જ જૂનો હતો, બધાએ તેના વિશે વિચારવાનું બંધ કર્યું ને પથારી કરી સુઈ ગયા.

સવાર થઈ, ચારેય મિત્રો ઉઠી ગયા. તેણે ઉઠી ને જોયું તો તેને નવાઈ લાગી. તે જમીન પર હતા ત્યાં કોઈ હોટેલ હતી નહિ. બધા વિચારવા લાગ્યા કે તે હોટેલ આખરે ગઈ ક્યાં.

મિત્રો પોતાની કાર તરફ દોડી ગયા. પહેલાં ટાયર તરફ નજર કરી તો તે ટાયર ઠીક હતું તેમાં હવા પણ હતી, કાર ચાલુ કરી, બધા કારમાં બેઠા અને પાછા તેમના ઘરે આવ્યા.

જીત ગજ્જર