ઇશ્વરીયા પાર્કમાં નવા વિકસેલી 'ફ્લાવર ગાર્ડન વેલી' ની સુંદરતા અદ્ભુત હતી. આજની આ ખુશનુમાં સાંજે ફૂલોની વોકસ્ટ્રીટમાં ચાલવાનો અાનંદ જ અનેરો હતો. મારી જોડે ચાલનાર એ નસીબદારની આવવાની ઘડીઓ ગણાઇ રહી હતી. આકાશમાં ઘનઘોર વાદળોને જોતાં હમણાં વરસાદ તુટી પડશે એવું લાગતું હતું.
નવરા બેઠા મને વિચારોની ભુલભુલામણીમાં ખોવાઇ જવાની બહુ મજા પડતી. ઇશ્વરે સ્ત્રીને પણ કેવી કમાલની સર્જી છે. લગ્ન પછી એક જ ઝટકે બધું છોડી પોતાનું સમગ્ર અસ્તિત્વ બીજામાં ઓગાળી દેવાનું. પોતાની ઇચ્છાઓ મનના કોઈ ખૂણામાં ધરબી દઈ પતિના ઘરના નિયમો મુજબ પોતાની જાતને એડજેસ્ટ કરતી જવાની. આ એક જાતની મુર્ખામી જ કહી શકાયને ! તો યાર પાછલી જીવેલી જીદંગીનું શું ? જેને પોતાના સપનાઓ હતા. પોતાની લાગણીઓ હતી. એ બધાનું અસ્તીત્વ કોના માટે ?
જે હોય તે હવે હું પણ આ વ્યવસ્થાનો એક ભાગ બનવા જઇ રહી હતી. મનમાં ડર સાથે એક જાતનો રોમાંચ પણ હતો .મને પણ સ્ત્રી સહજ કોઇ ગમતા પુરુષમાં મારી જાતને ઓગાળી દેવાની ઇચ્છા હતી. પરન્તુ મારી અંદરની રેવાને જીવંત રાખીને. લગ્ન પછી મોટાભાગની સ્ત્રીઓ પતિને ગમતી જીદંગી જીવવા માંડે છે.તેમને આ નથી ગમતું .... તેમને આ શાક નથી ભાવતું ... યાર તમને પણ ઘણી વાતોની એલર્જી હતી તે કોણ પુછવા આવશે ? શું મારી સાથે પણ આવું થશે ?
કોઇ સ્ત્રી જીદંગી કોના માટે જીવે છે તે જ સમજાતું નથી. પોતાના માટે કે લગ્ન પછી પોતાના પતિના કુટુંબ માટે ?
આમ તો હું બહુ મજબુત હતી. પણ ક્યારેક આવી લાગણીશીલ વાતોને લીધે મન મુકીને રડી પડતી. સ્ત્રીને પોતાનું અસ્તીત્વ બીજામાં ઓગાળી પોતાની નવી જીદંગી કોઇની સલામતની આગોશમાં માથું છુપાવીને જીવવી ગમતી હશે. એટલે જ ભગવાને તેને આવી બનાવી હશે. તે જે કપડાં પહેરે તેમાં તેનં શરીર આપોઆપ અનુકુળ થઇ જાય.
ખબર નહી પણ કેમ આવા રોમેન્ટીક વાતાવરણમાં મને રડવાની મજા આવતી હતી. ત્યાં જ સામેથી પસાર થતાં યુગલને જોઇ ઉત્સવ યાદ આવી ગયો. કેવો ગજબનો છોકરો હતો. બે મુલાકાતોમાં મુલાકાતમાં સાત જન્મનો સંબંધ હોય એવું ફીલ કરાવી ગયો. તેને યાદ કરતાં રડતાં રડતાં પણ શરમાઇને હસ્યા વગર ના રહી શકી.
એટલામાં એક મધમીઠો અવાજ કાને પડ્યો." તો આ ગોર્જીયસ અને બ્યુટીફુલ ગર્લ એકસાથે હસી અને રડી પણ શકે છે."
બાયોડેટાના બંધારણ પરથી તેને ઓળખી ગઇ. આ હેન્ડસમ એન્ડ ચાર્મીંગ બોયના હાથમાં હવે શાહ ઇન્ડસ્ટ્રીનું સુકાન આવવાનું હતું. ગૌતમ શાહ મારા સ્વંયવરની રુબરુ ડેટ માટે માટે પસંદ કરેલો પ્રથમ મુરતીયો. ઓગસ્ટ મહિનાની પહેલી 'ગ્રાન્ડ દિવાન પાર્ટી' માટે આરવે ટોટલ 8000 કેન્ડીડેટ્સનું ફાઇનલ લિસ્ટ મને સોંપ્યું હતું. હવે મારે તેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હતી. બહુ અઘરું હતું. પણ સ્ત્રીના અસ્તિત્વને ટકાવી રાખવા પ્રેમ કરતાં રોમાન્સની ભૂખ વધુ હોય છે. આવી અમુક મોમેન્ટ્સના સહારે સ્ત્રી ક્યારેક આખું જીવન વિતાવી દે એટલી મજબૂત હોય છે. મારા રોમાન્સના ડેટા સ્ટોરેજનો આજથી ઓફિશિયલ શુભારંભ થઈ ચૂક્યો હતો.
"ઘણી સ્ત્રીઓના ભાગમાં આજીવન રડવાનું જ આવે છે. તેમને ટેકો મળી રહે માટે ક્યારેક હું પણ આવી રીતે થોડું રડી લઉ છું." મેં ત્યાં ગોઠવેલી બેઠક પરથી ઉભા થતાં કહ્યું.
"મારી આ નાનકડી ગીફ્ટ હાસ્ય વેરતી રેવા માટે" હાથમાં રહેલું સુંદર બુકે મને આપતાં તેને કહ્યું.
" મી. ગૌતમ સ્ત્રીઓના મૂડ તેના કપડાંની જેમ ઝડપથી ચેન્જ થાય છે માટે જ તે ઘણું બધું છુપાવી રહસ્યમય રહી શકે છે. તો આપણી આ પ્રથમ ડેટ કઇ રીતે શરું કરીશું ?" મે કહ્યું.
તારી સાથેના રોમાન્સની કલ્પનામાં.....
બિન્દાસ બનીને નાચતો રહ્યો,
હકીકતમાં બદલાયાની ખુશીમાં.....
"આમ તો કવિતા મારો વિષય નથી પરન્તું આ મદહોશ વાતાવરણ અને તમારી સુંદરતાં જોઇને આવું કંઇક સુઝી આવ્યું."તેને ચોખવટ કરતાં કહ્યું.
હું ખડખડાટ હસી પડી. તે મુંઝાઇને મારી સામે જોઇ રહ્યો. અમે બંનેએ ધીમા પગલે વોકસ્ટ્રીટમાં ચાલવાનું શરુ કર્યું.
"રીયલમાં મસ્ત છે. પણ મને સૌથી વધારે ગમ્યું તમને આવું કંઇક સૂઝયું. કવિતા વિશે કંઈ ખબર નહોતી, તો પણ તમે પરીણામની પરવા કર્યા વગર તમારી નાદાની સ્વિકારવાની હીમંત કરી તે. તમે મને ખુશ કરવા માગતાં હતાં નહી ?" મને આવી રીતે જવાબરુપે પ્રશ્નો પુછવાનું બહુ ગમતું.
" સાચું કહું તો તમને ઇમ્પ્રેસ કરવાનો ઇરાદો હતો. મારો દોસ્ત કહે છે બ્યુટીફુલ ગર્લને આવા શાયરાના ટાઇપ આશીકો વધુ પસંદ પડે છે."તેને સાચી વાતની કબુલાત કરી.
તે નીખાલસ હતો કે પછી જુઠ્ઠું પકડાઇ જવાની બીકે સાચું બોલતો હતો હું શક્યતાઓ તપાસતી હતી. પણ તેનું દિલ સાફ હતું એ વાત ચોક્કસ હતી. પરીવારમાં તેનો ઉછેર જગતભરની રીતરસમો મુજબ થયો હશે કદાચ એટલે જ તે પુરુષ તરીકે વેલ પ્લાન્ડ લાગતો હતો. કોઇ પણ છોકરીને ગમે તેવું લાઇફનું જરુરી સંસ્કાર અને જગતની રુટીન લાઇફને એન્જોય કરી બંને વચ્ચે બેલેન્સ જાળવી રાખવાનું કોમ્બો પેકેજ તેનામાં હતું.
"હેલ્લો મિસ. રેવા પાછા ક્યાં ખોવાઇ ગયા તમે ?" તેને ચાલતાં ચાલતાં પ્રશ્નન કર્યો.
"તમારા વિશે વિચારતી હતી !" સંસ્કારયુક્ત શબ્દો સાથે મે એક નજર મારા હાથમાં રહેલા બુકે પર નાખી.
"ના યાર, હવે આ બુકે બનાવવામાં મારો કોઇ હાથ નથી. આ તો મે તૈયાર લીધું છે અને કોઇ પણ પ્રકારના ઈમ્પ્રેસ કરવાના ઇરાદા વગર માત્ર શુભેચ્છા રુપે તમને આપ્યું છે." તે મારા શબ્દોથી અને નજરથી અકળામણ અનુભવતો હતો. કદાચ આ પ્રકારની તેની પહેલી ડેટ હશે.
હું ફરીથી બિન્દાસ હાસ્ય વેર્યા વિના ના રહી શકી. ગાજવીજ સાથે વરસાદ પણ ચાલું થઇ ચુક્યો હતો. વાદળોની ગર્જના સાથે મારું હાસ્ય કેટલીયવાર સુધી હવામાં ગુંજતું રહ્યું. તે પણ હવે પોતાની મુર્ખામી પર ખુલ્લા દિલે હસી રહ્યો હતો.
"ગૌતમ તારી લાઇફ આ બુકેમાં કેદ થયેલા ફુલો જેવી છે. અંદરથી બધું સાચુંને નિર્દોષ પણ દુનીયાદારીની પ્લાસ્ટીકની કેદમાં તારી સાચી લાગણીઓ મુંઝાઇને દિવસે દિવસે મરી રહી છે. તું પોતે જ નક્કી નથી કરી શકતો તારે મારી સામે ક્યાં સ્વરુપે રજુ થવું ? એ બધું છોડ હવે. મને તારી પ્રામાણીકતા બહુ જ ગમી. આપણી આજની ફર્સ્ટ ડેટ અહીયા પુરી થાય છે." હું શ્વાસ લેવા અટકી.
આવા અનરાધાર વરસાદમાં પણ તે પરસેવે રેબઝેબ બની ગયો હતો. તે એકટીશે મારા ભીંજાયેલા દેહને નીરખતો તેના ભવિષ્યના નિર્ણયની રાહ જોતો હતો.
મે કહ્યું "ચાલ મારી સાથે વરસાદમાં એક મસ્તમજાનો ડાન્સ કરીશ ને ?"
"હાં હું.... ના .... મને ડાન્સ...." તે કશું નક્કી કરી શકતો નહોતો.
"ચીલ યાર, તું આટલું બધું વિચારતો રહીશ તો મને ચોક્કસ કોઇ ઘોડે બેસાડીને લઇ જશે. મને તું ગમ્યો. પહેલી ગ્રાન્ડ દિવાન પાર્ટીનું આમંત્રણ તને મળી જશે.તારું સીલેક્શન ઇમાનદારીને લીધે થયું છે. મારી સાથે આજીવન રેઇની રોમાન્સ કરવા માટે હજું ઘણી આવડત પુરવાર કરવી પડશે."મે તેના પ્રત્યેની મારી ફાઇનલ લાગણી વરસાવી દીધી.
મારી હા સાંભળી તે રિલેક્સ થઈ ગયો. તે મનોમન ઘણું વિચારતો હતો.કદાચ મારી સાથે વધુ સમય ગાળવાની ઈચ્છા હતી. પણ મારી અનિચ્છા જાણી બાકીની અદાકારી તેને બીજી મુલાકાત માટે સાચવી રાખતાં બોલ્યો. "તૈયાર રહેજો તમારી દરેક અપેક્ષામાં હું ખરો ઉતરીશ. આ મારો વાયદો છે."
તેનાં જતાં જ મે મારી મેલી થઇ ગયેલી લાગણીઓને વરસાદના કુદરતી પાણીમાં ધોવાનું શરુ કર્યું. પૈસા, બિઝનેસ એમ્પાયરનો માલિક પણ એક છોકરી સાથે વાત કરવામાં તે થોથવાતો હતો. શું રોમાન્સની ટ્રેનિંગ માટે પણ કોઈ કલાસ કે કોર્સ હોવો જોઈએ ? આઈડિયા એટલો ખરાબ પણ નથી ! આ સ્વંયવર કોણ જાણે શું શું કરાવશે ? મારા ટિપિકલ વિચારો પણ વરસાદના પાણીમાં ધોવાઈને તોફાની, ક્રિએટિવ અને નખરેબાજ બની રહ્યા હતાં.
* * * * * * * * * * * * * * *
રવિવારની આ ફુલગુલાબી સાંજે વરસાદ વરસીને ધરાઇ ચુક્યો હતો. અમારી ચંડાળ ચોકડીની મહેફીલે છેલ્લી ચાર કલાકથી જમાવટ લીધી હતી. આજે બધાએ સામેના ગાર્ડનમાં લંબાવ્યું હતું. રાત્રીનો એક થવા આવ્યો હતો. બધાની અંદર ધરબાયેલી વાતો વરસાદની જેમ બેફામ બનીને વરસી ચુકી હતી. પેટમાં ગલુડીયા બોલતાં તથાગત અને આરવ નાસ્તો લેવા ગયા. આમ તો મારા ચારેય વચ્ચે કોઇ પણ વાતો સિક્રેટ ના રહેતી. તો પણ દરેકને પોત પોતાના અમુક રહસ્યો હતા. જેને કોઇએ હાથ નહી લગાડવાનો વણલખ્યો નિયમ રહેતો. બધાને એકબીજા પર પુરો વિશ્વાસ હતો. હું અમુક વાતોને યોગ્ય સમયે જ કહેવામાં માનતો. આથી ક્યારેક મારે આ દિલોજાન દોસ્તોની ગાળો પણ ખાવી પડતી.
એકલા પડતા મે સૌમ્યને પુછ્યું " ગૂગલ આગળ વધુ કંઇ જાણવા મળ્યું કે નહી ? "
"ઉત્સવ, ડીપી ગ્રુપની સિક્યુરીટી ઇન્ચાર્જ સુલતાન શેખની કંપની છે."તે હતાશ થતાં બોલ્યો.
"તો શું થયું ? તને શું ફેર પડે છે? તે તો ઘણી વેબસાઇટ અને અભેધ કહી શકાય તેવા સુરક્ષા લેયર્સ તોડ્યાં છે." મેં સહજતાથી કહ્યું.
"એ...*** લેખકની ઔલાદ આ કંઇ રેઢા રાજ પડ્યા છે. જે મન થાય તે ઉપાડી લો. હું તેના ડેટાબેઝમાં સાવ આસાનાથી ઘુસી ગયો ત્યારે જ મને શંકા ગઇ હતી. આ સુલતાન 'રો' નો પ્રખ્યાત જાસૂસ હતો. અને આપણે એક ખંધા જાસૂસના નેટવર્કની જાસૂસી કરવાની છે હવે તો સમજી શકે છે ને કામ કેટલું મુશ્કેલ હશે.બટ , ડોન્ટ વરી સૌમ્ય ઇઝ બેસ્ટ. તારું કામ થઇ જશે." તેને પોતાની કાબિલીયતનું ગૌરવ હતું.
એટલામાં પેલ્લા બંન્ને નાસ્તો અને ચા લઇને આવી પહોચ્યા.અમે ચારેય બધું ગોઠવી નાસ્તા પર ભુખ્યા વરુની જેમ તુટી પડ્યા. સમોસા, થેપલા,સુકીભાજી અને ગરમાગરમ ભજીયા.......નાસ્તા ટાઇમે બધા પોતાનો ભાગ ઝુંટવાઇ જવાની બીકે મૌનવ્રત પાળતા.
તૃપ્તીનો ઓડકાર ખાધા પછી તથાગત બોલ્યો. "સારું છે આ કમીશનર આવ્યા પછી દુકાનો મોડે સુધી ખુલ્લી રાખવાની છુટ છે નહીં તો સૌમ્ય ભુખ્યો જ મરી જાત."
સૌમ્ય તેને મારવા દોડ્યો " ઉભો રે તારી તો...*****હું તારી જેમ ભુખ્ખડ નથી." બંન્ને બગીચામાં દોડાદોડી કરી ખાધેલું પચાવી રહ્યા હતાં.
આરવે પુછ્યું " ઉત્સવ તું રેવાને મળ્યો કે નહી ? સાલું પુછતાં જ ભુલાય ગયું."
"હા મસ્ત ઇન્ટ્રો થઇ ગયો અને e પછી પણ એક મુલાકાત થઈ. થોડો ફ્રી પછી 'રેઇની રોમાન્સ' માટે કોઈ રોમેન્ટિક પ્લેસ પર મળીશું" મે કહ્યું.
"તું તો બહુ ઝડપી છો.પણ જો જે ક્યાંક તેના પ્રેમમાં ના પડી જવાય !" તે ચેતવતાં બોલ્યો.
"આરવ હવે જે થાય તે આઇ હેવ નો અધર ઓપ્શન. પણ યાર તે ઘણી રહસ્યમય લાગે છે. તેને જોતાં જ કશોક નશો ચડવા માંડે છે. એન્ડ સૌમ્ય આપેલા અમુક ડેટા પછી તે વધુ વિચીત્ર લાગવા માંડી છે." મે મુંઝાતાં કહ્યું.
તે બોલ્યો " ઉત્સવ એ બધું વિચારવાનું છોડ. એ અલગ જ છે. તું વિચારે કે સમજે તે કરતાં પણ ઉંડી અને અઘરી છે. એ બધું અત્યારે ના વિચાર. તારા કામ પર ફોક્સ કર".
"પણ મને પેલા મહાત્માની વાત યાદ આવે છે. કદાચ હું પ્રેમમાં પડ્યો તો 'રેઇની રોમાન્સ' અધુરી રહી જશે અને હું માર્કેટમાંથી સાવ ફેંકાઇ જઇશ યાર." મે મારા મનોમંથનને શબ્દોનું સ્વરુપ આપ્યું.
તેને ઉભા થઇ બે હાથથી મારું માથું પકડતા કહ્યું " હે લુક, તારી 'રેઇની રોમાન્સ' પણ પુરો થશે અને રેવા જોડે પ્રેમ થયો તો એ રોમાન્સ પણ. તું તારું કામ બિન્દાસ બનીને ચાલુ કર.... મહાત્માની વાણી અને તારા નસીબ સામે લડવાની જરુર પડશે તો અમે ત્રણેય લડી લઇશું."
મારી આખમાં હરખનાં આસું આવી ગયા. હું તેને જોરથી ભેટી પડ્યો. થોડીવારમાં પેલાં બંન્ને અમારા પર કુદી પડ્યા. સાલાવ, તમારે બેય ને એકલા એકલા પ્રેમ કરવો છે એમ ? અમે બંને ક્યાં જશું ?
હવે દોસ્તીની તાકાતના જોરે હું રોમાન્સનું ગમે તેવું યુધ્ધ લડવા તૈયાર હતો.....
To be continued.......