Gamdani Prem Kahaani - 5 books and stories free download online pdf in Gujarati

ગામડાની પ્રેમ કહાની - 5

ગામડાની પ્રેમકહાની

ધનજીભાઈ સુશિલાબેનના સુમન પ્રત્યેનાં વર્તનથી પરેશાન થઈ ગયા હતા. ભૂતકાળમાં એક ડોકિયું કરીને, તેઓ મનજીભાઈને મળવાં નીકળી પડ્યાં.


ભાગ-૫

સુશિલાબેન સુમનના લગ્ન માટે નવી યોજના ઘડી રહ્યાં હતાં. ઘણાં સમય પછી તેમને પોતાનું મનગમતું કામ કરવાં મળ્યું હતું. બીજાંને હેરાન કરીને પોતાની જાતને ખુશ કરવી, એ તેમનું મનપસંદ કાર્ય હતું.

સુમનને હોસ્પિટલે આવેલી જોઈને મનનને થોડી નવાઈ લાગી. હોસ્પિટલનો બધો સ્ટાફ તેની રીતે કાર્યરત હતો. પણ મનનના મનમાં કેટલાંય સવાલો જમાવડો નાંખીને બેઠાં હતાં. મનન સુમન સાથે વાત કરીને તેનું અત્યારે અહીં આવવા પાછળનું કારણ જાણવાં માંગતો હતો. સુમન આવીને તરત પોતાની ઓફિસમાં ચાલી ગઈ. મનન પણ તેની પાછળ ગયો.

"સુમનને હંમેશા હોસ્પિટલ પહેલાં ને ઘર પછી જ રહ્યું છે. કદાચ એટલે સગાઈની વિધિ પૂરી કરીને તરત હોસ્પિટલ આવી ગઈ હશે‌. આમ પણ એ સગાઈ તેનાં માટે અચાનક આવી પડેલી મુસીબત હતી. જે તેનાં માટે પાર કરવી જરૂરી હતી." મનન આવું વિચારીને ફરી પોતાની ઓફિસમાં જતો રહ્યો. મનન માટે તો સુમનની સગાઈ થઈ ગઈ હતી. પણ હકીકત તો કંઈક અલગ જ હતી.

ધનજીભાઈ મનજીભાઈની ઘરે પહોંચી ગયાં હતાં. મનજીભાઈ ધનજીભાઈના મોટાં ભાઈ હતાં. જ્યારથી ધનજીભાઈએ સુશિલાબેન સાથે લગ્ન કર્યા હતાં. ત્યારથી બંને ભાઈ અલગ-અલગ ઘરમાં રહેવા લાગ્યાં હતાં. સુશિલાબેનના કારણે તેમને અલગ નાં રહેવા છતાં રહેવું પડતું. એમ કહીએ તો પણ ચાલે, કેમ કે સુશિલાબેનના રોજનાં ઝઘડાં કરવાની આદતથી મનજીભાઈને પોતાનાં પત્ની મનિષાબેન સાથે પોતાનાં પૂર્વજોનું ઘર છોડીને ગામને પાદરે બીજું મકાન બનાવીને રહેવાની નોબત આવી હતી.

"અરે ધનજી, આવ આવ...આજે આટલાં વર્ષો પછી આવવાનું થયું. બધું હેમખેમ તો છે ને??"

"આપણે બંને ભાઈઓને એકબીજાં વગર ચાલતું નહીં. છતાં પણ અલગ થવું પડ્યું. એનું કારણ તો તમે જાણો જ છો‌‌. આજે એ કારણના લીધે જ હું અહીં આવ્યો છું."

"કેમ હવે સુશિલાએ શું કર્યું??" મનિષાબેન ધનજીભાઈનો અવાજ સાંભળીને તરત જ રસોડામાંથી બહાર આવ્યાં.

"અત્યાર સુધી જે કર્યું એ બધું તો મેં સહન કરી લીધું. પણ હવે એ સુમનના લગ્ન પાછળ પડી છે. આજે જ તેની એક મિત્રના છોકરાને લઈને આવી હતી. તેણે તો સગાઈ પણ એકલાં હાથે જ નક્કી કરી રાખી હતી. અમને જાણ પણ નહોતી કરી. આ તો એટલાં સારાં નસીબ કે એ છોકરાને કોઈ બીજી છોકરી પસંદ હતી‌. તો તેણે જ નાં પાડી દીધી."

"મેં તો તમને પહેલાં જ જાણ કરી હતી. અમે અલગ‌ રહીશું, તો પણ સુશિલાનો સ્વભાવ નહીં સુધરે. હવે તો તેને એક નવી રમત હાથ લાગી છે. જેમાં એ સુમનના લગ્નને અંજામ આપીને જ રહેશે."

"તો હવે હું શું કરું?? મને તો કાંઈ સમજાતું નથી. મારી દરેક મુસીબતમાં તમે લોકોએ મારો સાથ આપ્યો છે. એ બધી મુસીબત સામે આ મુસીબત મોટી પણ છે, ને તેનો ઉકેલ પણ બહું જરૂરી છે."

"હવે એ માટે તો એક જ ઉપાય છે. જો એ તમે કરી શકો તો!!"

મનન માટે હવે વધુ રાહ જોઈ શકાય એમ નહોતું. સુમન સાથે વાત કરીને તેની ઘરે શું થયું?? એ જાણવાં મનન આખરે સુમનની ઓફિસમાં પહોંચી ગયો. સુમન કંઈક ઉંડા મંથન કરવામાં લાગી હતી.

"સુમન, તારી ઘરે શું થયું એ જણાવીશ??"

"અરે મનન તું ક્યારે આવ્યો??"

"જ્યારે તું બાઘાની જેમ આ ટેબલ પર પડેલી ફાઈલને જોઈ રહી હતી. ત્યારે જ હું અહીં આવ્યો."

"ઓહ..તો હવે તું બેસ, હું ચા મંગાવું."

"મારે ચા નથી પીવી... તું મને એ જણાવ, કે તારી ઘરે શું થયું??"

"અરે કાંઈ નથી થયું. મારી સગાઈ નથી થઈ. હાલ બસ એટલું કાફી છે."

સુમનની સગાઈ નથી થઈ. એ સાંભળી મનનને ખૂબ જ ખુશી થઈ. પણ શાં કારણે નાં થઈ?? એ વાત પણ તેને જાણવી હતી. પણ સુમન એ વાત જણાવે એવું મનનને લાગતું નહોતું. પણ હાલ મનન માટે સુમન ખુશ હતી. એ વાત જ મહત્વની હતી.

ધનજીભાઈ મનજીભાઈને મળીને ઘરે આવતાં રહ્યાં હતાં. સુશિલાબેન રસોઈ બનાવતાં હતાં. હવે તેમનો ચહેરો જોતાં લાગતું હતું, કે તેઓ શાંત થઈ ગયાં હતાં. પણ જો તે શાંત થઈ ગયાં હતાં, તો તેમણે કોઈ નવાં ખેલનો પ્રારંભ કરી દીધો હશે. એ વાત પણ નક્કી હતી.

"અરે, આવી ગયાં તમે!! જમવાનું તૈયાર છે, સુમન પણ આવતી જ હશે. એ આવે એટલે જમવા બેસીએ."

"એ જમવા નહીં આવે."

"તો હું તેનાં માટે ટિફિન તૈયાર કરી લઉં."

"નાં, એની કોઈ જરૂર નથી. તે બહાર જમવાની છે. તું આપણા બંનેનું જમવાનું તૈયાર કર."

ધનજીભાઈના કહેવાથી સુશિલાબેન જમવાના બાઉલ ટેબલ પર ગોઠવવાં લાગ્યાં. સુશિલાબેનને કામમાં વ્યસ્ત જોઈને, ધનજીભાઈએ આરવને ફોન જોડ્યો.

"આરવ, તારું એક કામ છે. જો બની શકે તો કાલ જ ઘરે આવી જા‌."

"હાં, અંકલ..તમે કહો ને હું નાં આવું એવું બને જ નહીં. હું આજે જ અમદાવાદથી નીકળી જઈશ."

આરવે આવવાની હાં પાડી કે તરત જ ધનજીભાઈએ ફોન કાપી નાખ્યો. સુશિલાબેન રસોઈ ટેબલ પર ગોઠવીને ધનજીભાઈની રાહ જોતાં હતાં. ધનજીભાઈ ઉઠીને ડાઇનિંગ ટેબલ તરફ ગયાં. જમવામાં ધનજીભાઈનું મનપસંદ ભરેલાં રિંગણનું શાક, રોટલી, સુમને ઘરે બનાવેલાં મસાલાની મસાલા છાશ, અડદના પાપડ અને ગાજરનો હલવો હતો. આ બધું જોઈને ધનજીભાઈને તો ચક્કર જ આવી ગયાં. થોડીવાર પહેલાં જે સુશિલાબેન આગની જેમ ભભૂકી ઉઠયા હતાં. એમણે ઘરમાં નોકરચાકર હોવાં છતાં આટલી બધી રસોઈ જાતે બનાવી હતી. સુશિલાબેનનુ આટલું સુશીલ વર્તન જોઈને ધનજીભાઈને 'દાળમા કંઈક કાળું' હોય એવું લાગ્યું. આમ તો સુશિલાબેનના આગમન પછી ધનજીભાઈને રોજને માટે દાળ કાળી જ રહેતી. સુશિલાબેન જે કાંડ કરે એનું કાળાં રંગનું ગ્રહણ ધનજીભાઈના જીવન પર રોજ લાગતું.

"અરે, આમ શું જુઓ છો?? જમવા બેસો...આજે બધું તમારું મનપસંદ જ છે."

"એ જ તો નથી સમજાતું, કે આજે આવો ચમત્કાર થયો કેવી રીતે!!" ધનજીભાઈ સ્વગત બબડ્યાં. પણ જાણે સુશિલાબેન તેમની વાત સાંભળી ગયાં. "તમે મને જેટલી ખરાબ માનો છો. એટલી ખરાબ હું છું નહીં. મેં આજે ખુશીથી તમારું મનપસંદ જમવાનું બનાવ્યું છે."

સુશિલાબેન જે બોલ્યાં એ વાત પરથી ધનજીભાઈને ખ્યાલ આવી ગયો, કે સુશિલાબેન એમની વાત સાંભળી ગયાં હતાં. આમ હવે તેમની સામે વધું કાંઈ બોલવાનો મતલબ નહોતો. સુશિલાબેનને તો વાતનું વતેસર કરવા મળે તો એ જમવાનું પણ એક બાજુ મૂકી દે. એ વાત જાણતાં હોવાથી ધનજીભાઈ ચૂપચાપ જમવા બેસી ગયાં.

"મનન, આજે અચાનક અમને બધાંને અહીં જમવા લાવવાનું કારણ શું છે??"

"કોઈ કારણ હોય, તો જ બધાને જમવા લાવી શકાય??" મનન સુમન અને તેમનાં હોસ્પિટલનો સ્ટાફ પોતાનાં રાણપુર ગામની બાજુનાં ભેંસાણ ગામમાં આવેલી પરફેક્ટ હોટેલમાં જમી રહ્યાં હતાં.

સુમન જ્યારથી અહીં આવી ત્યારથી મનન સામે જ જોયાં કરતી હતી. એ વાતની નોંધ મનને પણ લીધી હતી. પણ હાલ એ એવી વાતો પર ધ્યાન આપવા નહોતો માંગતો. હાલ તેનાં માટે સુમનની ખુશી જ વધું મહત્વની હતી.

આરવ રાણપુર આવવા માટે પોતાનો સામાન પેક કરી રહ્યો હતો. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતો આરવ બહું મોટો બિઝનેસમેન હતો. માત્ર છવ્વીસ વર્ષની ઉંમરે જ તેણે દેવરાજભાઈનો બધો જ કારોબાર એકલાં હાથે સંભાળી લીધો હતો. સાઈઠ વર્ષ દરમિયાન બિઝનેસમાં જેટલી પ્રગતિ દેવરાજભાઈ નહોતાં કરી શક્યાં. એની દશ ગણી પ્રગતિ માત્ર બે વર્ષમાં આરવે કરી લીધી હતી. આરવની બે વર્ષની સખત મહેનતે આજે દેવરાજભાઈની પાલડી વિસ્તારમાં આવેલી દેવાંશી પ્રાઈવેટ લિમિટેડ કંપની આજે અમદાવાદની બધી કંપનીઓ કરતાં ટોચનું સ્થાન ધરાવતી હતી. જેમાં કેટલાંય વર્કર કામ કરતાં હતાં. આ કંપની આરવનો બીજો પરિવાર હતી. આરવ બધાં વર્કર સાથે પરિવારની જેમ જ હળીમળીને રહેતો. આજે કંપની જ્યાં પણ હતી. એ આરવની સમજદારી અને વર્કરના સપોર્ટનુ જ પરિણામ હતું.

કંપનીનાં મેનેજમેન્ટથી લઈને એક એક પ્રોજેક્ટ આરવ હેંડલ કરતો. નાનામાં નાની ફાઈલથી લઈને ક્યાં પ્રોજેક્ટ પાછળ કેટલો સમય લાગ્યો?? ક્યાં પ્રોજેક્ટમાં કેટલું રોકાણ કર્યું?? એમાં કેટલો નફો થયો?? એ બધું ધ્યાન આરવ જાતે જ રાખતો.

આજે પહેલીવાર ધનજીભાઈના બોલાવવાથી આરવ કંપનીનું બધું કામ નિલેશના હાથે સોંપીને જતો હતો. નિલેશ આરવનો ખાસ મિત્ર અને કંપનીનો આસિસ્ટન્ટ મેનેજર હતો. આરવ તેને બધું કામ સમજાવીને રાતોરાત જ કાર લઈને રાણપુર આવવાં નીકળી ગયો.

આરવ આવશે તો કોઈ રસ્તો નીકળશે. એવાં વિચારથી ધનજીભાઈ આખી રાત આરવની જ રાહ જોતાં રહ્યાં. જ્યારે સુશિલાબેન શાંતિથી સૂતાં હતાં.

આરવને ધનજીભાઈએ અચાનક બોલાવ્યો. એ વાતથી દેવરાજભાઈની ઉંઘ પણ ઉડી ગઈ હતી. સુશિલાબેનના કારનામાં માત્ર રાણપુરમાં જ નહીં. અમદાવાદમાં પણ જાણીતાં હતાં.

"તમે હજું સૂતાં નથી!!"

"ધનજીએ અચાનક જ આરવને બોલાવ્યો. કારણ પણ નથી જણાવ્યું. એ વાત જ પરેશાન કરી રહી છે."

"એમાં કાંઈ નવું નથી. આજ સુધી આરવ ધનજીભાઈને અમદાવાદમાં રહીને જ સુશિલાબેનને કેવી રીતે કાબૂમાં રાખવા?? એ અંગે જણાવતો હતો. પણ હવે એ ત્યાં ગયાં વગર કોઈ નિર્ણય લઈ શકે એમ નહીં હોય. એનાં લીધે ધનજીભાઈએ આરવને ત્યાં બોલાવવો પડ્યો હશે."

"હવે એ તો આરવ સાથે વાત થયાં પછી જ ખબર પડે."

"હાં, અને સાચી વાત જાણ્યાં વગર તમને ઉંઘ પણ નહીં આવે. આ તમારી વર્ષો જૂની ટેવ જો રહી!!"

સુમન ભેંસાણથી આવીને, હોસ્પિટલની ફાઈલ લઈને બેઠી હતી. સુશિલાબેનની બધી હરકતોથી ધનજીભાઈની જેમ‌ સુમન પણ હવે ટેવાઈ ગઈ હતી. જેનાં લીધે તેને એમની વાતોની ખાસ કોઈ અસર પડતી નહીં.

સુમન માટે હોસ્પિટલ ચાલું કર્યા પછી હોસ્પિટલ જ તેનાં જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગઈ હતી. ઘરમાં જે શાંતિ નાં મળે. એ શાંતિ સુમનને હોસ્પિટલમાં મળતી હતી.
ઘર કરતાં તેને હોસ્પિટલમાં રહેવું જ વધું પસંદ હતું.


(ક્રમશઃ)

આરવ કોણ હતો?? ધનજીભાઈએ તેને શાં માટે બોલાવ્યો હતો?? હવે આરવના આવવાથી સુમન અને મનનના જીવનમાં કેવો વળાંક આવશે??


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED