Gamdani prem kahaani - 1 books and stories free download online pdf in Gujarati

ગામડાની પ્રેમ કહાની - 1

(આ કહાની એક કાલ્પનિક છે.પરંતુ,આપણી આસપાસ બનતી ઘટનાઓ પર આધારિત છે.આ કહાની ના પાત્રો અને સ્થાન કાલ્પનિક છે,તો તેને કોઈ સાથે સરખાવવામાં ના આવે એવી મારી નમ્ર વિનંતી 🙏🏻)

નદી કિનારે એક સરસ મજાનું ગામ હતું.આ ગામ તમામ સુવિધાઓ થી સભર હતું.ગામમા રહેતાં તમામ લોકો આધુનિક શૈલી થી પોતાનું જીવન જીવતા હતા.ગામના બધા લોકો સુખી અને સંપન્ન પરિવાર ના હતાં.ગામ ઘણું એવું મોટું હતું.એટલે,ગામને પોતાની શાળા, કોલેજ, હોસ્પિટલ, બેંક જેવી અન્ય સુવિધાઓ ઉપલબ્ધ હતી.
આપણા વિચારો મુજબ ગામમાં બધા બહુ રૂઢિચુસ્ત વિચારો ધરાવતા હોય છે.પરંતુ,આ ગામનાં લોકો આજના આધુનિક વિચારો ધરાવતા હતાં.છોકરી કે છોકરા વચ્ચે કોઈ મતભેદ નહોતો.છોકરીઓને પણ ભણવાની પૂરી છૂટ હતી.બધા લોકો હળીમળીને રહેતાં.બધાને પોતાનુ જીવન આઝાદી થી જીવવાની છૂટ હતી.
આજ ગામમાં એક ધનજીભાઈ નો પરિવાર રહેતો.ધનજીભાઈ ને આલિશાન મકાન હતું.ઘરમા નોકરચાકર ની કોઈ કમી નહોતી.ધનજીભાઈને આ ગામમાં જ સો વિઘા જેટલી જમીન હતી.જેમા વર્ષોથી સારો એવો પાક થતો.આમ, ધનજીભાઇ પહેલેથી જ પૈસેટકે સુખી હતાં.ઘરમા બસ એક ધનજીભાઈ અને તેમની પત્ની સુશિલાબહેન રહેતા.એમને એક જ સંતાન હતું.એ હતી તેમની લાડકવાયી દીકરી સુમન.
સુમન નાનપણથી જ બહુ સમજદાર અને ચંચળ સ્વભાવની હતી.ધનજીભાઈને ક્યારેય દિકરાની ઈચ્છા નહોતી.તેને મન સુમન જ દિકરો હતી.પરંતુ,સુશિલાબહેન ને દિકરાની અદમ્ય ઈચ્છા હતી.પણ,અમુક સંજોગોના કારણે તે પૂરી ના થઇ શકી.છતા,દિકરી હોશિયાર હતી.એ વાતથી તેમને સંતોષ હતો.
સુમન હતી જ એવી કે કોઈને પણ ગમી જાય.નાના હોય કે મોટા બધા સાથે હસીને વાતો કરવી,બધાની મદદ કરવી એ તો જાણે તેની આદત હતી.મોટા ઘરની હોવા છતાં કોઈ ખોટો દંભ ના કરતી.બધાને માનથી બોલાવતી.સુમન સ્વભાવથી જેટલી સુંદર હતી.એનાથી વધુ સુંદર એ દેખાવે હતી.જાણે રૂપરૂપનો અંબાર જ જોઈ લો.મોટી અણિયારી આંખો જેમાં હંમેશા કાજલ લગાવેલુ હોય.નાના ને પાતળા ગુલાબની પાંખડી જેવાં હોઠ જેના પર હંમેશા એક અદભૂત હાસ્ય રમતું.તેના શરીરનો બાંધો તો જાણે ભગવાને નવરાશ ના સમયે ઘડી હોય એવો એકસરખો હતો.એકદમ પાતળી સુડોળ કાયા હતી.જેના પર હંમેશા ટૂંકો પણ પટિયાલા સલવાર પર ફીટ બેસે એવો કૂર્તો અને સાથે મેચ થાય એવી ઓઢણી તેના શરીરની સુંદરતા વધારતા હતા.સુમન હંમેશા આવા જ પહેરવેશ માં રહેતી.તે એજ્યુકેટેડ હતી,પણ,તેની તેના પહેરવેશ ઉપર કોઈ અસર ના દેખાતી.તે હંમેશાં ગામડાને અનુરૂપ કપડાં જ પહેરતી.
સુમન તેના જ ગામની હોસ્પિટલમાં ડોક્ટર હતી.તેનુ સપનું હતું ડોક્ટર બનવાનું છે તેના પપ્પા ના સાથ થી આજે પૂરું થયું હતું.સુમન ને શહેરની મોટી હોસ્પિટલમાં નોકરી માટે ની ઓફર મળી હતી.પરંતુ,તે પોતાના ગામની હોસ્પિટલમાં રહીને જ પોતાનું સપનું પૂરું કરવા માંગતી હતી.સુમન નું માનવું હતું કે જો આપણે જ આપણું ગામ છોડી બીજે નોકરી કરીએ તો એક દિવસ ગામના બધા લોકો ગામ છોડી શહેર જતા રહે.સુમનના આ વિચારથી ગામના બધા લોકો બહુ ખુશ હતાં.સુમનનો ગામ અને ગામ લોકો પ્રત્યે નો નિઃસ્વાર્થ પ્રેમ જોઈ ધનજીભાઈ ને ખુબ આનંદ થતો.જયારે સુશિલાબહેન ને માનસિક સંતોષ થતો કે તેની છોકરી તેમની નજર સામે રહેશે તો તે તેના ઉપર નજર રાખી શકશે.ધનજીભાઈ ને મન સુમન એક દિકરાથી ઓછી નહોતી.જયારે સુશિલાબહેન ક્યારેય સુમન ને દિલથી અપનાવી નહોતા શક્યા.સુમન આ વાતથી અજાણ નહોતી.પરંતુ,તેના પપ્પા તેનો પૂરો સાથ આપતાં એટલે તે સુશિલાબહેનની એ આદતોને અવગણતી હતી.
એક દિવસ તેના ગામની હોસ્પિટલમાં એક નવો ડોક્ટર આવે છે.જે આ ગામનાં જ કાનજીભાઈ નો દિકરો મનન હતો.મનન દેખાવે કોઈ ફિલ્મના હીરો જેવો જ લાગતો.તેનુ શરીર એકદમ સ્ફૂર્તિલું ને કસરતી હતું.ઉચાઈ પણ પૂરી હતી.પણ, હંમેશા સાદાં કપડાં માં જ રહેતો.કયારેય ખોટો દેખાવ ના કરતો.તેના પપ્પા ને ગામમાં માત્ર વીસ વિઘા જમીન હતી.જેમા બધું કામ કાનજીભાઈ અને કોકિલાબેન જ કરતાં.કાનજીભાઈ એ પોતાના છોકરાના ભણતર માટે કોઈ ખામી નહોતી રાખી‌ જે વાત મનન સરખી રીતે સમજતો હતો.એટલે,તે અભ્યાસ મા જેટલો સમય વધે એ સમય દરમિયાન નોકરી કરી પોતાના ભણતર નો થોડો એવો ખર્ચ કાઢી લેતો.
મનન સ્વભાવે શાંત અને સમજું હતો.સુમન અને મનન પોતાના ગામની શાળામાં સાથે જ ભણ્યા હતા.કોલેજ દરમિયાન મનન પોતાના માસા ની કોલેજ માં અમદાવાદ જતો રહ્યો હતો.સુમન એ કોલેજ પોતાના જ ગામમાં કરી હતી.પછી, ગ્રેજ્યુએટ થવા તે પોતાના ફઈ ની ઘરે સુરત જતી રહી હતી.આમ,બંને કોલેજ ના અભ્યાસ દરમિયાન છૂટા પડી ગયા હતા.આજે બંને ડોકટર બનીને ફરી એકસાથે એક જ હોસ્પિટલમાં મળ્યા હતા.મનન ને સુમન શાળા ના અભ્યાસ દરમિયાન જ પસંદ હતી.પરંતુ, પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે ક્યારેય સુમનને કહી નહોતો શક્યો.પણ,હવે તે ડોક્ટર બની ગયો હતો.એટલે,તે સુમન ને તેના મન ની વાત કહેવા માંગતો હતો.પરંતુ,સુમન શું વિચારશે એ બાબત થી એ ડરતો હતો.સુમન ને મનન પસંદ નહીં આવે એવું નહોતું.પણ,તે મોટા ઘરની છોકરી હોવાથી તેને ડર હતો કે તેનો પરિવાર કાંઈ ખોટું ના સમજી બેસે.(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED