Gamdani Prem Kahaani - 3 books and stories free download online pdf in Gujarati

ગામડાની પ્રેમ કહાની - 3

(કાનજીભાઈ ને કોકિલાબેન સૂઈ જાય છે,ને ધનજીભાઈ પોતાની ઘરે ચાલ્યા જાય છે.હવે જોઈએ આગળ.)




ધનજીભાઈ ના ગયા પછી કાનજીભાઈ ને કોકિલાબેન સૂઈ જાય છે.મનન પોતાના રૂમમાં સુમન એ જે ઓપરેશન વિશે કહ્યું હતું,એ વિશે વિચારતો હતો. ત્યાં તેને ધનજીભાઈ એ કરેલા પોતાના વખાણ અને તેની ગેરહાજરીમાં તેના મમ્મી-પપ્પા ની કરેલી મદદ યાદ આવે છે,ને તે ઊંડા વિચારોમાં ખોવાઈ જાય છે.
જ્યારે મનન અભ્યાસ માટે અમદાવાદ હતો.ત્યારે કાનજીભાઈ ની તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી.મનન ને ત્યારે પરીક્ષા ચાલુ હોવાથી તે આવી શકે એમ નહોતો.ત્યારે ધનજીભાઈ એ દિવસ રાત જાગી કાનજીભાઈ ની સેવા કરી હતી.કાનજીભાઈ પાસે ત્યારે છોકરો ભણતો હોવાથી ઘરખર્ચ કાઢી શકે એટલા જ રૂપિયા હતા.તે પોતાનો કોઈ સારી હોસ્પિટલમાં ઈલાજ કરાવી શકે.એવી તેની હાલત નહોતી.ત્યારે ધનજીભાઈ એ હોસ્પિટલ નો બધો ખર્ચ પોતાની માથે લીધો હતો.આ વાત યાદ આવતાં મનન ને થાય છે કે, ક્યાંક તેનો સુમન પ્રત્યે નો પ્રેમ તેના પપ્પા ને ધનજીભાઈ વચ્ચે ના સંબંધો પર ખરાબ અસર ના કરે.આ વિચાર આવતાં જ તે સુમન ને પોતાનાં મનની વાત કહેવાનું માંડી વાળે છે.પણ,આપણે વિચારીએ એવું જ જીવનમાં થાય એ જરૂરી નથી.
મનન પોતાના દિલની વાત સુમન ને નહીં કહેવાનો વિચાર કરી. પથારીમાં લંબાવે છે.પરંતુ,સુમન થી દૂર થવાનો વિચાર તેને સૂવા નથી દેતો.આખી રાત આમતેમ પડખાં ફેરવ્યા બાદ આખરે ત્રણ વાગે તેને નીંદર આવે છે.તે ઘડિયાળ માં પાંચ વાગ્યા નું એલાર્મ લગાવી સૂતો હતો. પાંચ વાગતાં એલાર્મ વાગે છે.મનન અમદાવાદ હતો, ત્યારથી તેની આદત હતી. પાંચ વાગે ઉઠી કસરત કરવી,ને દોડવા જવું. તેના બોડી બિલ્ડર જેવા શરીરનો બાંધો એ જ કસરત નું પરિણામ હતું.
એલાર્મ વાગતાં મનન ઉઠી રોજની માફક અગાસી પર કસરત કરે છે.કાનજીભાઈ ને ધનજીભાઈ ના ઘર વચ્ચે વધું અંતર નહોતું.ધનજીભાઈ નું ઘર બે માળનું હોવાથી તેની અગાસી પરથી કાનજીભાઈ નું આખું ઘર જોઈ શકાતું.મનન કસરત કરતો હતો.ત્યારે જ સુમન ઉપર પોતાના ભીના થયેલા વાળ સુકવી રહી હતી.ત્યારે અચાનક જ મનન નું ધ્યાન સુમન પર પડે છે.
સુમન એ ઘેરાં કેસરી રંગ નો ટૂંકો ડ્રેસ,ને નીચે બ્લુ રંગની પટિયાલા સલવાર પહેરી હતી.તે કોઈપણ પ્રકારના શ્રુંગાર વગર પણ એટલી સુંદર લાગી રહી હતી,કે મનન તેના પરથી નજર હટાવી નથી શકતો.તેના ભીનાં અને લાંબા વાળ મનન ને તેની તરફ વધું આકર્ષિત કરી રહ્યા હતા.મનન મનમાં જ બોલી ઉઠે છે,
तेरे घने बालों में,
ऐसे खो जाऊं कि,
खुद को ही भूल जाऊं मैं।
तेरे गीले बालों की खुशबू में,
खुद को समाकर,
दुनिया को ही भूल जाऊं मैं।

સુમન ને જોતાં જ મનન રાત્રે કરેલો પોતાનો જ નિર્ણય ભૂલી જાય છે.અચાનક જ તેને કોઈનો અવાજ સંભળાય છે.નીચે થી કોકિલાબેન મનન ને શિરામણ(નાસ્તો) કરવાં બોલાવતાં હતાં.
"મનન જલ્દી નીચે આવ.ગરમ ગરમ રોટલી બને છે."કોકિલાબેન રોટલી બનાવતા બનાવતા મનન ને બોલાવે છે.
કોકિલાબેન નો અવાજ સાંભળી મનન ઝડપથી નીચે ઉતરે છે, ફટાફટ નાહીને તૈયાર થઈ ને રસોડામાં જાય છે, જ્યાં કોકિલાબેન રોટલી બનાવતા હતા.
" મમ્મી જલ્દી રોટલી આપો.મારે પછી હોસ્પિટલ પણ જવું છે.આજે એક દર્દી નું ઓપરેશન કરવાનું છે,તો તૈયારી કરવાની છે."મનન તેના મમ્મી ને ઉતાવળા અવાજે કહે છે.
"તારે જ્યારે હોય ત્યારે જમવામાં ઉતાવળ જ હોય.ઉપર બેઠો હતો.ત્યારે ઉતાવળ નહોતી થતી તારે.?"કોકિલાબેન મનન ને વઢતા હોય એમ કહે છે.
"મમ્મી હું ઉપર બેઠો ન્હોતો.કસરત કરતો હતો."મનન કોકિલાબેન ને સફાઈ આપતાં કહે છે.
"હા,એ જે કરતો હોય તે.હવે ચૂપચાપ નિરાંતે શિરામણ કરી લે.પછી જ હોસ્પિટલ જાજે."કોકિલાબેન મનન ને વ્હાલ કરતાં કહે છે.
મનન કાંઈ બોલ્યા વગર નાસ્તો કરીને હોસ્પિટલ જવા નીકળે છે.ત્યા જ કોકિલાબેન કહે છે."બપોરે સમયસર જમવા આવી જાજે.આજ પણ તારું મનપસંદ જમવાનું બનાવવાની છું."
મનન માત્ર હા કહી હોસ્પિટલ તરફ જાય છે. હોસ્પિટલ પહોંચતાં જ તેને દરવાજા પર જ એક નર્સ મળે છે,જે મનન ને સુમન ના કેબિનમાં જવા કહે છે.મનન સુમન નું નામ સાંભળતા જ એક અલગ દુનિયા માં પહોચી જાય છે.તે ધડકતા દિલે સુમન ના કેબિન તરફ જાય છે.
દરવાજે પહોંચી સુમન ને અંદર આવવા પૂછે છે.સુમન પોતાના કામમાં વ્યસ્ત હતી.મનન નો અવાજ સાંભળી તે ઉંચુ જોઈ મનન ને અંદર આવવા કહે છે.મનન સફેદ બોડી ફિટિંગ શર્ટ અને બ્લુ જીન્સ પહેરીને આવ્યો હતો.એકવાર માટે તો સુમન મનન ને જોવા માં જ ખોવાઈ જાય છે.ત્યા જ મનન કહે છે,"તે મને બોલાવ્યો હતો?"
મનન ના શબ્દો સાંભળી સુમન પોતાના કામ તરફ ધ્યાન આપતા કહે છે,"હા આજ આપણે એક ઓપરેશન કરવાનું છે, મેં કાલ તને જે ફાઈલ બતાવી હતી.એ દર્દી નું."
"હા,મને યાદ છે,એટલે જ હું વહેલો હોસ્પિટલ આવી ગયો.તો બોલ શુ તૈયારી કરવાની છે?ક્યારે છે ઓપરેશન?"સુમન ની વાત ને ધ્યાન માં રાખી મનન તેને પૂછે છે.
"હમણાં દર્દી આવતા જ હશે.આપણે ઓપરેશન માટે ના સાધન અને ઇંજેક્શન ને એવી બધી વસ્તુઓ ચેક કરવાની છે.આ આપણું પહેલું ઓપરેશન છે.તો કોઈ ખામી ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે."મનન ને જવાબ આપતાં સુમન કહે છે.
બંને બધી તૈયારી જોવા માટે ઓપરેશન રૂમમાં પહોંચે છે.જ્યા સુમન ના કહેવા મુજબ નર્સ એ બધી તૈયારી કરી લીધી હતી.સુમન અને મનન બધી વસ્તુ જોઈને બહાર નીકળે છે. સુમન નર્સ ને દર્દી ને ઓપરેશન રૂમમાં લાવવાનું કહે છે. દર્દી ના આવ્યા પછી સુમન અને મનન બીજા ડોક્ટર સાથે મળીને ઓપરેશન ચાલુ કરે છે.અંદાજીત પંદર મિનિટ માં ઓપરેશન પૂરું કરી બધા બહાર નીકળે છે.ઓપરેશન સફળ થયું હોવાથી,ને સુમન અને મનન નું પહેલું ઓપરેશન હોવાથી બધા બહુ ખુશ હતાં.સુમન અને મનન ની ડોક્ટર બનવા પાછળ ની અત્યાર સુધી ની મહેનત સફળ રહી હતી.
ઓપરેશન સફળ થયાં ની ખુશી મનન સુમન સાથે મનાવવા માંગતો હતો.પણ,તે કહી નથી શકતો.એટલા માં જ સુમન મનન ને કહે છે,"ચાલ આજે આપણે બહાર જમવા જઈએ.આપણુ પહેલું ઓપરેશન સફળ થયું,તેની ખુશી મનાવીએ."
મનન સુમન ની વાત થી ખુશ થઈ.સુમન ને હા પાડવા જતો જ હતો.ત્યા તેને તેની મમ્મી ની વાત યાદ આવે છે કે, કોકિલાબેન આજ મનન ની મનપસંદ રસોઈ બનાવવાનાં હતાં.ને મનન ને બપોરે ઘરે જમવા આવવા કહ્યું હતું.મનન થોડું વિચારી સુમન ને જમવા ની ના પાડવાનો જ હતો.ત્યા તેને એક કેશ આવી જાય છે,જે બહુ જરૂરી હતો.જેથી સુમન પોતે જ બહાર જવાની ના પાડી નીકળી જાય છે.
મનન ને સુમન પોતે ના પાડી દે છે,એ વાત ની ખુશી થાય છે,ને પોતે સુમન સાથે સમય વિતાવવાનો મોકો ગુમાવી દીધો.એ વાત નું દુઃખ પણ થાય છે.પણ,મનન માટે તેના મમ્મી-પપ્પા પણ મહત્વ ના હતા.આથી તે પોતાનું પહેલું ઓપરેશન સફળ થયાં ની ખુશી તેના મમ્મી-પપ્પા સાથે વહેંચવા ઘરે પહોંચી જાય છે.જ્યા કોકિલાબેન અને કાનજીભાઈ તેની રાહ જોઈ ને જ બેઠાં હતાં.
મનન જેવો ઘરે પહોંચે છે,એવા જ કોકિલાબેન મનન ના મનપસંદ શીરા થી તેનું મોઢું મીઠું કરાવે છે.મનન થોડી વાર માટે તો વિચાર માં પડી જાય છે,કે કોકિલાબેન કંઈ ખુશી માં તેનું મોઢું મીઠું કરાવે છે, ત્યાં જ કાનજીભાઈ કહે છે,"બહુ વિચાર ના કર.આપણા ગામ નો પેલો છગન છે ને,તે ત્યાં હોસ્પિટલમાં આવ્યો હતો.તેને તાવ આવ્યો હતો,તો દવા લેવા.ત્યારે તેણે સુમન દીકરી ના મોઢે તમારું પહેલું ઓપરેશન સફળ થયાં ની વાત સાંભળી.તો તેણે આવી મને કહ્યું.તો તારી માં એ તારા હારુ(માટે) શીરો બનાવ્યો."
મનન કાનજીભાઈની વાત સાંભળી અને કોકિલાબેન નો પોતાના પ્રત્યે નો પ્રેમ જોઈ બહું ખુશ થાય છે.બધા મોઢું મીઠું કરી જમવા બેસે છે.જમીને મનન પરત હોસ્પિટલ જવા નીકળે છે.ઘરે પણ બધા ખુશ હતાં.એ જોઈ મનન ને ખૂબ આનંદ થાય છે.તે હોસ્પિટલ પહોંચીને સીધો સુમન ની કેબિન તરફ જાય છે.સુમન ત્યાં કેબિનમાં નહોતી.તો મનન એક નર્સ ને પૂછે છે,"સુમન મેડમ ક્યાં ગયાં?"
"મને ખબર નથી.તે અચાનક જ કોઈ નો ફોન આવતાં નીકળી ગયાં"નર્સ મનન ને કહે છે.
મનન વિચારમાં પડી જાય છે,કે સુમન પોતાના કામ પ્રત્યે વફાદાર છે.તો આમ અચાનક કોનો ફોન આવ્યો હશે,કે તેને હોસ્પિટલ નું કામ મૂકી જવું પડ્યું.મનન ને સુમન ની ચિંતા થાય છે,એટલે તે તેને ફોન કરે છે.પરંતુ,સુમન ફોન ઉપાડતી નથી.મનન ને વિચાર આવે છે,કે તેની ઘરે તપાસ કરી જોવ કદાચ કોઈ કામ આવી ગયું હશે,એટલે ઘરે ગઈ હશે.મનન સુમન ના ઘર તરફ જવા નીકળે છે.તે જેવો સુમન ની ઘરે પહોંચે છે,કે અંદર નું દ્રશ્ય જોઈ હેરાન થઈ જાય છે.
અંદર સુમન ને જોવા છોકરાવાળા આવ્યા હતા.સગાઈ ની બધી તૈયારી થઈ ગઈ હતી.બસ,સુમન તૈયાર થઈ ને નીચે આવે એટલી જ વાર હતી.મનન તો આ બધું જોઈને બહુ દુઃખી થઈ જાય છે.તે સુમન ને મળવા અધીરો બની જાય છે.પરંતુ,બધા ની હાજરીમાં મળવું સંભવ નહોતું.એટલે તે ફરી હોસ્પિટલ જવા નીકળે છે.તે પાછળ ફરે જ છે, ત્યાં જ ધનજીભાઈ ની નજર મનન પર પડે છે,ને તે કહે છે,"અરે,મનન તું અહીં?અંદર તો આવો બેટા,કોઈ કામ હતું?"
ધનજીભાઈ ના આમ અચાનક સવાલ કરવાથી અને મનન ને જોઈ જવાથી મનન થોડો ગભરાય છે કે શું જવાબ આપવો.અચાનક તેને ઓપરેશન ની વાત યાદ આવે છે,એટલે તે કહે છે,"ના,ખાસ કાંઈ કામ નહોતું.બસ,આજ એક ઓપરેશન કર્યું તો તે દર્દી ને ચેક અપ કરવાનું હતું.તે દર્દી ની ફાઈલ સુમન પાસે છે.તો હું સુમન પાસે એ ફાઈલ લેવા જ આવ્યો હતો.
ખરેખર,તો એ ફાઈલ ઓફિસ માં જ હતી.પરંતુ,મનન સુમન ને મળવા માંગતો હતો,એટલે તેની પાસે ફાઈલ નું બહાનું બનાવવા સિવાય કોઈ રસ્તો નહોતો.ધનજીબાઈ પણ એ ઓપરેશન વિશે જાણતાં હતાં.સુમને દિવસ-રાત તે ઓપરેશન માટે મહેનત કરી હતી.એટલે ધનજીભાઈ મનન ને ફાઈલ લેવા સુમન ના રૂમ માં જવાની પરવાનગી આપે છે.મનન તો ધનજીભાઈ ની પરવાનગી મળતાં તરત જ સુમન ના રૂમ તરફ દોડી જાય છે.જેવો તે સુમન ના રૂમ માં પહોંચે છે.તેના દિલ ની ધડકન જોરજોરથી ધડકવા લાગે છે.
સુમન પોતાના રૂમમાં ઘેરા ગુલાબી રંગ ની સાડી માં સજ્જ થઈ ને બેઠી હતી.કપાળે સાડી ને મેચ થતી ગુલાબી બિંદી, હાથમાં ગુલાબી બંગડી,ડોક માં ઝીણો એવો ચેન અને તેમાં સરસ મજાનું એક હીરાવાળુ પેન્ડન્ટ પહેર્યું હતું.મનન તો સુમન ને સાડી માં જોઈને પોતાના હોશ જ ખોઈ બેસે છે.તેના મોઢામાંથી એક શબ્દ પણ નથી નીકળતો.સુમન પણ મનન ને જોઈને ખુશ થાય છે.પરંતુ,આ ખુશી કેટલો સમય બંને ના જીવનમાં રહેશે એ બંને માંથી કોઈ જાણતું નહોતું.જો આજ સુમન ની સગાઈ થઈ ગઈ તો મનન ક્યારેય સુમન ને પોતાની દિલ ની વાત નહીં કહી શકે.એ વાત જ મનન ને અંદર થી કોરી ખાતી હતી.
બંને થોડી વાર એકબીજાંની આંખો માં જોવે છે.મનન સુમન ની આંખો માં જોતા જ અંદાજો લગાવી લે છે,કે સુમન આ સગાઈ થી ખુશ નથી.અને ખરેખર સુમન એ‌ સગાઈ થી ખુશ નહોતી.સુમન અને ધનજીભાઈ બંને આ અચાનક આવેલી મુસીબત થી અજાણ હતાં.આ બધી તૈયારી સુશિલાબહેને કરી હતી. જ્યારે મહેમાન આવ્યાં ત્યારે ધનજીભાઈ ને ખબર પડી હતી.હજુ ધનજીભાઈ સુમન ને કાંઈ જાણ કરે એ પહેલાં જ સુમન ઘરે પહોંચી ગઈ.અને સુશિલાબહેન એ તેને તૈયાર થવા રૂમમાં મોકલી દીધી.ધનજીભાઈ ને એમ હતું,તે પછી સુમન સાથે વાત કરી લેશે.પણ,સુશિલાબહેન એ તો સગાઈ ની તૈયારી કરી રાખી હતી.ધનજીભાઈ સુમન ની સગાઈ થી ખુશ હતા.પરંતુ,તે સુમન ને પૂછ્યા વગર કાંઈ કરવા નહોતાં માંગતા.પણ, અત્યારે તે કાંઈ કરી શકવાની હાલતમાં નહોતાં.મનન ના આવવા થી તેને થોડી રાહત થાય છે,ને તે હિંમત એકઠી કરી હોસ્પિટલ ના કામ નું બહાનું બનાવી ઉપર સુમન ના રૂમ તરફ જાય છે.ત્યા જ સુશિલાબહેન તેમને રોકી લે છે.
જે છોકરો સુમન ને જોવા આવ્યો હતો.એ સુશિલાબહેન ની જૂની અને પાક્કી મિત્ર નંદિનીબેન નો હતો.એટલે સુશિલાબહેન આ સગાઈ માં કોઈ અડચણ આવવા દેવા નહોતા માગતા.એટલે જ તેણે સુમન કે ધનજીભાઈ ને અગાઉ આ વાતની જાણ નહોતી કરી.તે જાણતા હતા કે જો અગાઉ તેને આ વાત ની ખબર પડશે તો તે આ સગાઈ નહીં થવા દે.
‌ ***
ઉપર સુમન અને મનન ચૂપચાપ એકબીજાની સામે જોઇ ને ઉભા હતાં.બંનેમાથી કોઈની બોલવાની હિંમત નહોતી થતી.સુમન ના દિલમાં પણ મનન માટે એક સોફટ કોર્નર હતું.પણ,તેણે ક્યારેય મનન ને એ વાત જણાવા નહોતી દીધી.
આખરે મનન હિંમત એકઠી કરી સુમન ને કહે છે,"આમ અચાનક સગાઈ નું કેવી રીતે નક્કી થઈ ગયું?તને આ વાત ની જાણ પહેલેથી હતી?તે મને તો કાંઈ કહ્યું નહીં."મનન હજી આ બધું મનમાં જ વિચારતો હતો.ત્યા જ સુશિલાબહેન સુમન ને લેવા ઉપર આવે છે.




(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED