જેના જન્મ થી એક જ દિવસ માં આટલું પરિવર્તન લાવી દેનારી આ કેશવ હતી કોણ ? તો મિત્રો આ એજ મેધા ની દીકરી હતી જેને પોતાનું કર્તવ્ય નિભાવવામાં માં કઈ જ બાકી મૂક્યું નો હતું. આ શેરી માં મેધા પહેલી એવી હતી જેને કોઈ બાળક ને જન્મ આપ્યો હોય. મેધા આવી ત્યાર થી કૃષ્ણ ની ભક્તિ માં આખી શેરી ને તલ્લીન કરતી હતી એટલે જ એની દીકરી નું નામ કેશવ પાડવામાં આવ્યું હતું. " કેશવ એટલે સ્વયમ કૃષ્ણ જી ".
છ મહિના માં આ શેરી ની અનેક છોકરીઓ ના લગ્ન અને ઘર વસી ચૂક્યા હતા. ગુડિયા બાનું હવે આ બધા ની મા બની ગઈ હતી અને આજે મેધા ના લગ્ન હતા. આ જ સુધી જે છોકરી બીજાની ઇશ્યા ઓ ખાતર પોતાની ખુશીયો ત્યાગ કરતી હતી એ આજે પોતાના મન થી લગ્ન કરી રહી હતી. આ મેધા ના પ્રેમ લગ્ન પણ હતા.
"એ અમારી શાન ના ખિલાફ છે અને શું સબૂત છે કે કેશવ તારી જ દીકરી છે ? એ કોઠા વળી ના જાણે ક્યાં ક્યાં જઈને એનું મોં માર્યું હશે ! ભગવાન જાણે એ કોનું પાપ અમારા ગળે બાંધવા માગે છે." રોહન ના પિતા
" હું તમારો આદર કરું છું એનો મતલબ એ નઈ કે તમે મારી થનારી પત્ની અને મારી દીકરી વિશે ગમે તે બોલશો. મને ખબર છે એ મારી દીકરી છે અને હું મારી પત્ની મેધા ને બઉ પ્રેમ કરું છું , અને હું એની સાથે જ લગ્ન કરવાનો છું. એ આ અનંત ખાનદાન ની વહુ બની ને જ રહેશે. " રોહન
બસ આજ કારણ હતું કે રોહન એકલો જ જાન લઈને કેશવ નગર આવી પોચ્યો હતો.
**** ****** ******* ******* ****** *******
આજે આખું કેશવ નગર ખુશીયો માં મશગુલ હતું. આખું નગર ફૂલો થી સુશોભિત હતું , ચારે બાજુ શરણાઈ ને નગારા ના શુર રેલાયેલા હતા. મેધા નો દુલ્હો રોહન ચોરી માં એની દુલ્હન ની રાહ જોઈને બેઠો હતો ને આખરે " કન્યા પધરાવો સાવધાન " કાને પડે છે.
મેધા ધીરે ધીરે મંડપ તરફ આગળ વધી રહી હતી ને આજ એની ખુશીયો નું કોઈ ઠેકાણું પણ નોહતું. બધું જ ઠીક ચાલી રહ્યું હતું.
મારા માટે પ્રથમ વાર કઈ કરી રહી છું.
આજ સુધી કર્તવ્ય ,
નિભાવીને બલી નો બકરો હું બની છું.
ખુશીયો બઉ છે આજ ,
કેમકે લગ્ન ની સાથે પરિવાર બની છું.
કર્તવ્ય નીભાવિશ હું ,
ખોખા નું ઘર પણ બનાવી રહી છું.
સમય ની સાથે ડગલે ને પગલે કર્તવ્ય નિભાવતી મેધા આજે પોતાના માટે પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે ને આ જોઈને નાના ફૂલ કેશવ મુસ્કાઈ રહ્યું છે કેમકે તેને તેની માની સાથે પોતાના પિતા નો પ્રેમ પણ મળી રહ્યો છે. કોઈક ભાગ્યશાળી હોય જેને પોતાના મા અને પિતા ના લગ્ન માં સહભાગી બનવા મળી રહે.
લગ્ન ની વિધિ બરાબર ચાલતી હતી ને પછી બ્રાહ્મણ છેડા બાંધવા માટે મેધા ની મા ને બોલાવે છે. પણ મેધા ની મા ના હોવાને લીધે મેધા ની આંખ માંથી ધર ધર આંશુ વહેવા લાગે છે. ને અચાનક ગુડિયા બાનું આગળ આવે છે અને મેધા ના આંશુ લૂછી નાખે છે.
" રડ નઈ બેટા હું છું તારી મા , આ કેશવ શેરી તારું માયકુ છે. હું બાંધીશ તારા ને મારા જમાઈના છેડા. " ગુડિયા બાનું
આટલું બોલી ને તો મેધા જોર જોર થી રડવા લાગે છે અને ગુડિયા એના માથા ઉપર હાથ મૂકી ને એને શાંત કરે છે . પછી પોતાનું મા હોવાનુ કર્તવ્ય નિભાવી ગુડિયા પોતાની દીકરી મેધા અને જમાઈ રોહન ના છેડા બાંધી દે છે.
આટલી ખુશીયો ની આશા નોહતી ,
ગુડિયા બાનું માં પોતાની મા મળશે.
આ શેરી પોતાનું પિયર બનશે,
શેરી ના બધા લોઈ કરતા સગા થશે.
બ્રાહ્મણ મેધા અને રોહન ને ફેરા માટે ઊભા થવાનું કહે છે. બધી જ વિધિ સમજાવી રોહન અને મેધા ને ફેરા શરૂ કરાવી દે છે. એક , બે , ત્રણ , ચાર , પાંચ , છ ફેરા પૂરા થઈ જાય છે ને સાત મો ફેરો લેવા માટે કદમ જેવા આગળ ઉઠે છે કે તરત જ ..
આ લગ્ન નઈ થઈ શકે .
બધા ના ચહેરા ઉપર માતમ સવાઈ ગયું કેમકે જે લગ્ન શાંતિ થી ચાલતા હતા એમાં બાધા નાખવા વાળું આ હતું કોણ ? તો એ બીજું કોઈ નઈ રોહન ના પિતા શિવરાજ હતા જે આ લગ્ન થી જરાય પણ ખુશ નોહતા....
**** ***** **** ***** **** ***** **** ***** **** *****
શું મેધા ની ખુશીયો મંઝિલ સુધી આવી ને બરબાદ થઈ જશે ? કે પછી આ ખુશીયો કોઈ નવો જ મોડ લેશે ? જાણવા માટે થોડી રાહ તો જોવી જ પડશે. તો આવતા સોમવારે ફરી લઈને આવી રહ્યો છું કર્તવ્ય ભાગ - ૭........
To be continue.........
WhatsApp :- 9624265491
Instagram :- @ankit_chaudhary_gj2
Gmail. :- iamsoankit@Gmail.com
Lot's of love to all by Ankit Chaudhary ....❤️