Kartavya - ek balidan - 11 books and stories free download online pdf in Gujarati

કર્તવ્ય - એક બલિદાન - 11 - આત્મા નો પ્રવેશ

ગયા ભાગ માં આપડે જોયું કે મેધા ની મૂહદીખાઇ ઉપર રોહન ને તેને બહુજ અણમોલ ગિફ્ટ એટલે કે એના છૂટેલા પિતા ને આપી દીધા હતા. જેના લીધે મેધા ની ખુશીઓનો પાર નોહતો. પછી ધૂમધામ થી મેધા નો જન્મ દિવસ મનાવવાની તૈયારી ઓ પણ થઈ ગઈ હતી. હવે આગળ ......


ભાગ - 11 - આત્મા નો પ્રવેશ


અનંત પરિવાર પૂરા ધામ ધૂમથી મેધા નો બર્થડે ઉજવી રહ્યો હતો જેનાથી મેધા ની આંખો ધર ધર વહેવા લાગી હતી કેમકે આજથી પહેલા મેધા એ સિર્ફ અને સિર્ફ દુઃખ જ જોયા હતા. મેધા નો સફર એના કર્તવ્ય ના લીધે ઘણો જ દુઃખ દાયક બની ગયો હતો પણ એના કર્તવ્ય એ જ એને બચાવી ને રોહન થી મળાવી દીધી. આજે મેધા ની ખુશી નો કોઈ પાર નો હતો કેમકે એનો પરિવાર આજે પૂરો હતો.ખુશીયો ની કોઈ કમી હવે મેધા ને નોતી પણ આ ખુશીયો ને ક્યાંક નજર લાગી જશે તો ?

મેધા નો જન્મદિવસ બઉ જ ધૂમ ધામથી ઉજવાતો હતો જે જોઈને એના પિતા ને દિલ પર પડેલા વર્ષો પેહલા ના બોઝ થી રાહત મળી હતી ! કેમકે ગયા બે વર્ષ માં મેધા સાથે જે જે થયું એના માટે જવાબદાર સિર્ફ મેધા નો પિતા અને મેધા નું કર્તવ્ય હતું. પણ હવે નઈ ! રોહન નો મેધા માટે પ્રેમ અને માન જોઈ મેધા નો અભાગીયો બાપ મન માં ને મન માં મલકાતો હતો. મેધા પોતાના પિતા ના ચહેરા પર ખુશી જોઈને એના પિતા ને ગળે પડી જાય છે ને ખુબ રડે છે. મેધા અને એના પિતા ને આ રીતે જોઈને આખા અનંત પરિવાર ની આંખો માં પણ આંસુ આવી ગયા હતા.


"બેટા મને માફ કરી દે મે ચંદ રૂપિયાની મજબૂરી ખાતર તારી સાથે બઉ ખોટું કર્યું છે , હું ના સારો બાપ બની શક્યો ના ક્યારેય સારો પતિ બન્યો હતો.બસ આખી ઝીંદગી દારૂ પીધો અને તારી મા અને તારા ઉપર અત્યાચાર જ કર્યા પણ હવે નઈ બેટા ! હું દુનિયા નો સૌથી સારો બાપ બનીશ જેના પર હર એક દીકરીને ગર્વ હશે." પોતાના બાપ નો આ બદલાયેલો અંદાઝ જોઈ ને મેધા ફરી એકવાર રડી પડે છે. " બેટા મે તને એ કસાઈ ને વેચી જેને આજ સુધી બસ છોકરીઓની દલાલી કરી ને એમને નર્ક માં ધકેલી દીધી છે. મને માફ કરી દેજે બેટા ! હું તારો ગુનેગાર છુ." આટલું કહી ને તો મેધા નો બાપ નોધારા આંસુ એ રડવા લાગે છે. મેધા ના બાપ નું આ રુદન કોઈથી જોઈ શકાતું નથી. પણ ચંપા ફોઈ એ હવે થોડી હિંમત કરી લીધી છે; "કે ચાલો હવે મેધા કેક તું કપિશ કે હું જ કાપી દઉં ? " ને મેધા હસી પડે છે.


રોહન મેધા માટે રેડ વેલ્વેટ કેક નો ઓર્ડર કરી ચૂક્યો હોય છે ને એ કેક હવે દરવાજા સુધી આવી ગઈ હતી.જલ્દી થી કેક લાવી ને મેધા ની આગળ એક આલિશાન ટેબલ પર મૂકવામાં આવે છે. આ કેક એટલી સુંદર હોય છે કે જેને જોઈને ત્યાં ઉભા દરેક લોકો ની નજર તરસવા લાગે છે.મેધા કેક કાપી દે છે અને પહેલો બાઈટ ખાવા માટે રોહન પોતાનું મોં ખોલે છે પણ મેધા પહેલા કેશવ ને કેક ખવડાવે છે. ફરી વાર મેધા કેક નો ટુકડો ઉઠાવે છે ને રોહન પોતાનું મોં ખોલે છે પણ મેધા કેક એના પિતા ને ખવડાવે છે.આમ ના આમ ચાલતું રહે છે ને આખરે રોહન નો નંબર પણ આવી જાય છે ત્યારે રોહન નાના છોકરા ની જેમ મુહ ફુલાવીને ઉભો રહિ ગયો હતો પણ મેધા ની આંખો માં આંસુ જોઈને એ જટ થી કેક ખાઈ લે છે.


આખો પરિવાર ધૂમ ધામ થી મેધા નો બર્થડે મનાવ્યા પછી પોત પોતાના રૂમ માં જાય છે. ને મેધા ના પિતા પણ પોતાના ઘરે જવા નીકળી પડે છે ત્યારે મેધા એમને રોકી લે છે " પાપા થોડા વધારે દિવસ રોકાઈ જાઓ ને મારી પાસે." ત્યારે એનો પિતા સ્મિત કરીને " બેટા દીકરીના ઘરે આમ ના રોકાવાય , પણ હું આવતો રહીશ બેટા તમે મળવા માટે. " પણ મેધા જીદ ઉપર અદેલી છે , " રોહન હવે તમે જ સમજવો મારા પિતા ને કે એ અહી જ રોકાઈ જાય બસ. " પછી રોહન સમજવાની કોશિશ કરે છે ને આખરે મેધા નો પિતા રોકવા માટે તૈયાર થઈ જાય છે. હવે બધા શાંતિ થી સૂઈ જાય છે કેમકે સવારે વહેલા ઊઠી ને કુળદેવી ના દર્શન માટે નીકળવાનું હતું.


સવાર નું મીઠું પરોઢ ઉગી નીકળે છે ને બધા લોકો કુળદેવી જવા માટે રવાના થાય છે એ જ વખતે એક કાળી બિલાડી રસ્તો કાપી લે છે પણ કોઈ નું ધ્યાન હોતું નથી. આખો અનંત પરિવાર કુળદેવી ના દર્શન માટે તો નીકળી પડ્યો હતો પણ એમની સાથે શું થવાનું છે જેની કોઈ એ કલ્પના પણ નઈ કરી હોય.


કુળદેવી ના મંદિરે પહોંચી જાય છે આંખો અનંત પરિવાર ને દર્શન કરવા માટે બધા લોકો ગાડી માંથી નીચે ઉતરી ગયા છે પણ મેધા નઈ ! આખો પરિવાર મેધા ને કહે છે કે " બેટા આવી જા. " પણ મેધા તો એ રીતે બેઠી હતી કે કોઈથી એને કોઈ જ મતલબ નોતો. આખરે રોહન તેની પાસે જઈને તેને લઈ આવે છે.કુળદેવી ના મંદિર ની ૨૦૦ સીડી ચડવાની હોય છે જે આખો પરિવાર ધીરે ધીરે ચડવા લાગે છે. ૧૦૦ પગથિયાં ચડી ને રીતિ ને રીવાજ મુજમ નવી દુલ્હન અને દુલ્હા ને ત્યાં સ્નાન કરવાનું હોય છે. બંને સ્નાન કરવા માટે જાય છે પણ જેમ જેમ ત્યાંનું પાણી મેધા ના શરીર અડે છે તેમ તેમ મેધની બેચેની અને ગુસ્સો વધતો જાય છે.સ્નાન પૂરું કર્યા પછી મેધા ને પોતાના બાલ ખુલ્લા રાખીને લાલ સાડી પહેરવાની હોય છે. જ્યારે રોહન ને સફેદ કુર્તો અને લાલ પાયજામો પેહરીને દર્શન કરવાના હોય છે. બંને સમયસર તૈયાર થઈ જાય છે ને આખો પરિવાર ફરી એકવાર કુળદેવી ના પગથીયા ચડવા લાગે છે.


જેમ જેમ કુળદેવી નું મંદિર નજીક આવે છે તેમ તેમ મેધા ના શરીર ની બળતરા વધતી જ જાય છે પણ એને સમજાતું નથી કે એની સાથે શું થઈ રહ્યું છે ! આખરે આખો પરિવાર કુળદેવી ના મંદિરે પોહચી જાય છે પણ મેધા ૧૦ પગથીયા નીચે જ રોકાઈ જાય છે. આજે મેધા નો વર્તાવ બધાને અજીબ લાગતો હતો. રોહન જેમ તેમ કરીને એને મંદિર સુધી લઈ આવ્યો.


મંદિર નો ઉમરોઠ પર જેવો જ મેધા એ પગ મૂક્યો કે તરત જ એની દશા બદલાઈ ગઈ. સાડી માથા પરથી નીચે ને બાલ હવા માં ઉડવા લાગ્યા ! મેધા નું આ બદલાયેલું રૂપ જોઈને આખા પરિવાર ના રૂંવાટા ઊભા થઈ ગયા હતા. કોઈને પણ સમજ નોતું આવતું કે મેધા ના આ વર્તાવ નું કારણ શું છે પણ ત્યાંના પૂજારી ને બધું સમજાઈ ગયું હતું. મેધા મંદિર થી દૂર જતી હતી પણ રોહન એને રોકવાની કોશિશ કરતો હતો. એ જ વખતે તે રોહન ને નીચે ધકેલી દે છે પણ રોહન ની સારી કિસ્મત એને બચાવી લે છે.મેધા નો વર્તાવ આખા પરિવાર ને ડરાવી દેતો હતો કેમ કે સહેરી લોકો આ આત્મા માં માને થોડા ? પણ મેધા હવે રોહન માટે ઘાતક પુરવાર થવાની તૈયારી માં હતી.........


ભાગ - ૧૨


આ આત્મા કોણ હતી અને મેધા સાથે રોહન ના વિરુદ્ધ કેમ હતી ?


આ આત્મા રોહન અને મેધા ની લાઈફ માં શું મોડ લાવશે ?


આ બધા પ્રશ્નો ના જવાબ આગળ ના ભાગ માં જરૂર !



હું અંકિત ચૌધરી " અંત " આપ બધાનો દિલ થી આભાર વ્યક્ત કરું છું. આગળ પણ આટલો જ પ્રેમ મળશે એની આશા સાથે ટુંક જ સમય માં મારી નવી નવલકથા " અનહદ " આવી રહી છે જેમાં હિંદુ સહજ અને મુસ્લિમ મહેર ના નિકાહ અને તેમના પ્રેમ ની પરીક્ષા તમારું દિલ અનહદ હદ સુધી જીતી લેશે. ટુંક જ સમમાં માં " અનહદ - છેલ્લી હદ સુધી "

વોટ્સએપ :- 9624265491

gmail :- iamsoankit@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED