Kartavya - ek balidan - 3 books and stories free download online pdf in Gujarati

કર્તવ્ય - એક બલિદાન - 3

રોજ રાત પડે ને મેધા ના શરીર પર જેમ ભૂખ્યો ભાલું શિકાર કરવા નીકળી જાય તેમ એનો પતિ જગો આવી જતો.... મેધા ની જિંદગી આમને આમ બરબાદ થતી હતી પણ મેધા એના માટે કઈ કરવા તૈયાર જ નોહતી.......


વીતી જતી રાતો મને પૂછે છે ?
કેમ આટલા દર્દ તું સહે છે ?
ને હું દર વખતે એક જ જવાબ ,
આપી ને હું ઊભી રઈ જાઉં છું...
હું હંમેશા નિભાવિશ મારું પોતાનું ,
હર એક કર્તવ્ય , હર એક કર્તવ્ય. ......


એક દિવસ સવારે મેધા ઉઠે છે અને એની નજર ભાભી ના કક્ષ પર પડે છે... અને એની આંખો ચાર થઇ જાય છે.... એની આંખો ની આગળ જે નજરો હતો એવો નજરો ભાગ્યે જ કોઈ પત્ની એ જોયો હશે...મેધા નો પતિ જગો જેને ભાભી ભાભી કહેતો હતો એની સાથે જ તે સેજ ઉપર હતો.....મેધા ની આંખો માં આંશુ હતા ને એનું રુદય હિલોળે ચડ્યું હતું.. મોટો તો મોટો પણ હતો તો મેધા નો પતિ ને ! મેધા હિમ્મત કરી ને રૂમ માં ગઈ અને એના પતિ અને ભાભી ને એક તમાચો મારી દે છે..... પછી તો મેધા નો પતિ કોપાયમાન થઈ ગયો અને મેધા ને એટલી મારી કે કોઈએ કલ્પના જ નઈ કરી હોય......

"મારી પત્ની સાથે હું ગમે તે કરું તું મને રોકનારી કોણ ? " જગો


દિલ તો ભડકે બડી રહ્યું છે ,
અંધારા માં જિંદગી વીતી રહી છે.
પણ યાદ કરી ને હું મારું કર્તવ્ય ,
જીવી રહી છું રાત - દિવસ ...


હવે મેધા સામે સચ્ચાઈ હતી પણ એક અબળા નારી કરી શું શકે ? ને પછી તો રૂમ માં લઇ જઇને ને મેધા સાથે એટલી જબરજસ્તી કરી કે મેધા નું આખું શરીર પર બસ નહોર જ હતા... બચકા , લોહી અને દર્દ મેધા ના જીવન ની સચ્ચાઈ બની ગઈ હતી .... હવે મેધા સાથે એ થવા નું હતું જેના માટે એનો પતિ જગો એણે વ્યાહી લાવ્યો હતો ... અને સવાર નો મિઠો પોર ઉગી જાય છે.....


" સાંજે તૈયાર રેજે.. " જગો


આંખો માં આંશુ ને શરીર પર વહેતું લોહી મેધા ઉપર થયેલા જુલ્મો વિશે ઘણું બધું કઈ જતું હતું...પણ એના મનમાં ઘણા બધા સવાલ હતા... સાંજે તૈયાર રેજેં ! પણ સેના માટે ?? બહુ બધા સવાલો હતા પણ એના જવાબ એટલા મુશ્કિલ અને દર્દનાક હતો કે એની કલ્પના ના મેધા એ કરી હતી , ને લગભગ આપડે કોઈએ કરી હશે ..જેમ જેમ દિવસ ની ઢળતી સાંજ નજીક આવી રહી છે તેમ તેમ મેધા ના મનની બેચેની હરપળે વધતી જ જાય છે ... એના મનમાં સવાલો પણ વધતા જ જાય છે પણ એનો જવાબ એની પાસે બિલકુલ નથી.... એના ભાભી રૂમ માં આવે છે અને મેધા ને મજબૂરી માં નવરાવે છે.... નવરાયા પછી મેધા ને સોળે શણગાર સજવી દે છે...

આજે મેધા એટલી સુંદર લાગતી હતી કે જે જોવે એ બસ જોતું જ રઈ જાય ! રૂપ નો ધડક્તો ચાંદ લાગતી હતી...જેમ જેમ સમય જાય છે એમ મેધા ની ધડકનો વધતી જાય છે અને એનું કાળજું હિલોળે ચડે છે........

થોડા સમય પછી જગો મેધા ને લેવા આવે છે અને એની આંખો પર પટ્ટી બાંધી દે છે.... મેધા ને એવી જગ્યા એ લઈ જાય છે જે જગ્યા ભાગ્યે જ કોઈએ જોઈ હશે... સ્ટેજ ઉપર લઇ જઇ મેધા ને અવડી ઊભી કરી દે છે..... અને એની તારીફો માં ફૂલ બાંધે છે....


સ્વર્ગ સે આઈ થી,
અબ નર્ક મે જાયેગી.
અપનો કે ખાતીર યે ,
સારે કર્તવ્ય નીભાયેગી...
રૂપ નો ચાંદ આનો,
ક્યારે ખૂટશે નહિ ....
દર્દ ભરી હતી જે ,
દર્દ ભરી રેવાની છે....

" આની કિંમત શરૂ થાય છે ૪૫ લાખ રૂપિયા થી ...." જગો

લાઈટ ચાલુ થાય છે અને મેધા ના મોઢા ની પટ્ટી ખોલવામાં આવે છે... ચારે બાજુ આખો રૂમ બસ મર્દો થી ભરેલો હતો... મેધા ની આંખો ચાર થઇ ગઇ ... એ હજુ સુધી સમજી નોહતી કે એણે વેચવામાં આવી રહી છે.... કોઈ ૪૫ તો કોઈ ૫૦ , કોઈ ૭૫ તો કોઈ ૯૫ લાખ પણ આપવા માટે તૈયાર હતું.... છેલ્લે મુંબઈ ના શેઠ એણે ૧ કરોડ ૨૫ લાખ માં ખરીદી લે છે... આટલી બધી કિંમત કોઈ કઈ રીતે આપી શકે ? આ જ સવાલ છે ને તમારા બધા ના મનમાં ? તો એનો જવાબ છે મુંબઈ નું સેક્સ રેકેટ જ્યાં એક છોકરી રોજ ના ૫૦-૮૦ હજાર કમાવી આપતી હતી... બસ હવે મેધા નું જીવન પણ લગભગ આ ગંદકી માં જ ડૂબવાનું હતું ....

" શું સોના ના મુલ્ક સમાન હિન્દુસ્તાન માં છોકરીઓનું બસ આ જ મૂલ્ય બચ્યું છે ? ક્યારે આગળ વધશે આપડો વેપારી સમાજ કે જેને નાનામાં નાની વસ્તુ માં પણ બસ વેપાર જ દેખાય છે. " અંકિત ચૌધરી

મેધા ના મનમાં ઘણા બધા સવાલ હતા પણ મેધા ને બરાબર એના કર્તવ્ય નિભાવવાની ખબર હતી .... જે નિભાવવા માટે એ હરપળ તૈયાર રહેતી...હવે મેધા ને એના પતિ એ પેલા શેઠ ને સોંપી દીધી હતી...મેધા પહેલી છોકરી નોહતી કે જગા એ જેને વેચી હતી !! મેધા પહેલાં જગો ૩૪ છોકરીઓને વેચી ચૂક્યો હતો , જેની ગામ લોકો ને ભનક પણ નોહતી..... અને હવે મેધા નો મુંબઈ દોર શરૂ થવાનો હતો....


"જ્યાર સુધી પૈસે જ વેચાશે દીકરી ,
ત્યાં સુધી નઈ ઊભી રે ખિસ્સા માં લક્ષ્મી ."

*********************************

બે દિવસ પછી


ઠીક બે દિવસ પછી મેધા નો માલિક એણે મુંબઈ લઈ જાય છે અને રસ્તા માં પોલીસ એમને રોકે છે ..." એ ટપોરી તું આ છોકરી ને ક્યાં લઇ જાય છે ... " પોલીસ

" અમે અમારા ઘરે જઈએ છીએ , આ મારી પત્ની છે.... " દલાલ

" શું આ સાચું કહે છે ? " પોલીસ

" હા આ મારા પતિ છે.... " મેધા


અંતે પોલીસ બંને ને જવા દે છે... તમે એજ વિચારો છો ને દલાલ ને મેધા એ એનો પતિ કહ્યો કેમ ?? તો એનો જવાબ એક જ છે મેધા તેનું હમણાં જ મળેલું કર્તવ્ય નિભાવતી હતી...મેધા પોતાને બચાવા માટે પોલીસ ને પોતાની સચ્ચાઈ કઈ શકી હોત પણ મેધા એ છોકરી હતી જે પોતાના કર્તવ્ય નિભાવવા માટે કઈ પણ કરી શકતી હતી.. અત્યારે છે આપડા ગામડે , શહેરો અને આ દેશ માં આવી છોકરીઓ , જે ડગલે ને પગલે પોતાનું સર્વસ્વ કુરબાન કરી દે છે... હવે મેધા પોતાનું નવું કર્તવ્ય નિભાવવા પણ તૈયાર હતી ....

***************************

મેધા હવે એ જગ્યા એ જવાની હતી જ્યાંથી એ લગભગ ક્યારેય પાછી નઈ આવી શકે..... મેધા જાણતી પણ નથી કે તેની સાથે ત્યાં શું શું થવાનું છે ?? કેમ કે એ અજાણ હતી કે આવા પણ ધંધા ચાલે છે દુનિયામાં .... એનું જીવન વેર વિખેર થવાની આરે હતું અને એની વજહ હતું એનું કર્તવ્ય..... ને એના દર્દ હજુ પણ કૂદકા મારવા તૈયાર જ બેઠો હતો.... નર્ક જેવી જિંદગી શરૂ થવા ની આરે હતી....... એ દરવાજો હવે દૂર ન હતો જ્યાંથી મેધા ની બરબાદી શરૂ થવાની હતી ......

મેધા હવે એ જગ્યા ઉપર હતી બસ ૧૦ કદમ ની દુરી હતી... ધીરે ધીરે એ દરવાજા તરફ આગળ વધી રહી હતી અને એનું મન વિચારો માં ડૂબેલું હતું પણ એની હિમ્મત હજુ સુધી તૂટી નોહતી.... ધીરે ધીરે એ દરવાજા ની નજીક પોહચી જ્યાંથી એની નવી જિંદગી શરૂ થવાની આરે હતી............શું મેધા કરી લેશે સચ્ચાઈ નો સ્વીકાર ?

શું મેધા પણ ધકેલાઈ જશે આ અંધારા ભરી જિંદગી માં ?

મેધા પોતાના માટે કઈ સ્ટેપ ઉઠાવશે કે નઈ ?

શું મેધા આ કળા ધંધા નો સ્વીકાર કરી લેશે ?


To be continue ............whatsapp :- 9624265491
gmail :- iamsoankit@gmail.comબીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED