Kartavya - ek balidan - 9 books and stories free download online pdf in Gujarati

કર્તવ્ય - એક બલિદાન - 9

ગયા સપ્તાહે આપડે જોયું કે મેધા અને રોહન ના લગ્ન સંપન્ન થયા પછી નવદંપતી સીધા જ અનંત ખાનદાન માં પોહચી જાય છે. અનંત ખાનદાન માં મેધા અને કેશવ નો ધૂમધામથી પ્રવેશ કરાવવામાં આવ્યો ને પછી અચાનક જ રોહન ની ફોઈ ચંપા આવીને મેધા અને કેશવ પર સવાલો ઉઠાવે છે.. હવે આગળ.......


****** ******* ******* ******* ****** ******* *******


આગામી સમય માં પ્રકાશિત થનારી નોવેલ " અનહદ " જેમાં હિંદુ અને મુસ્લિમ ધર્મ ના પ્રમ નું પ્રતિક બનશે સહજ ધ્યાની અને અનાયા ખાન ની પ્રેમ કહાની.

બઉ જલ્દી......


******* ******* ****** ******* ******* ******* ********


ભાગ - 9 મુહદિખાઇઅનંત ખાનદાન માં મેેેેેેધા ને એટલું બધું માન અને સમ્માન મળ્યું હતું કે એની એની ખુશીયો ની કોઈ જ હદ નોહતી પણ આ ખુશીયો પળ દો પળ ની મેહમાન હતી કેમકે રોહન ની ચંપાફોઈ એ મેધા ની ખુશીયો પર ગ્રહણ લગાવી દીધું. પણ કહેવાય છે ને કે પોતાનું થડિયું મજબૂત હોય તો કોઈ પણ હોધો ના આવે !


"હે ભગવાન ! આ કોનું પાપ લઈને આવી છે ? મારા દીકરા રોહન ની જિંદગી બરબાદ કરવા આવી છે ! બે સરમ અમારા પરિવાર માંથી બાર નીકળ." આટલું કહી ને ચંપા ફોઈ મેધા નો હાથ પકડી ને ધક્કા મારતા બાર નીકળવા લાગે છે. આખો અનંત ખાનદાન ચંપાફોઈ ને રોકતો હતો પણ એ એકની બે ના થઈ ! પછી હવે રોહન એ જ આગળ આવવું પડ્યું " ફોઈ હવે તમે તમારી હદ ઓળગી રહ્યા છો , તમે આ રીતે મારી પત્ની નું અપમાન ન કરી શકો." રોહન એ બઉ કોશિશ કરી પણ ચંપા ને જ માની અને મેધા ને દરવાજા બાર ધક્કુ દઉં દીધું.


અચાનક એ જ સમયે ગુડિયા બાનું આવી જાય છે ને મેધા સીધી જ એની બાહો માં આવી જાય છે. મેધા ની આંખો માં ખુબ જ આંસુ હોય છે પણ શું કરે બચરી ? હતી તો એક અબળા મારી ને ! મેધા ને રડતી જોઈને ગુડિયા ને પણ ગુસ્સો આવી ગયો ! " મેધા બેટા તું આ બાજુ ઉભી રે , મોટી હવેલી વાળા ને નાની સોચ વાળા ને હું એમની ઔકાત બતાવીને આવું ! " મેધા રડતા રડતા " ના મા જે મારી કિસ્મત ! કોઈને દોષ આપવાની જરૂર નથી. " ને ગુડિયા બાનું અનંત ખાનદાન માં પોતાનો પગ મૂકે છે.

"જેને તમે લોકો આટલી બેજતી સાથે નીકાળી રહ્યા છો ને એ જ તમારી લક્ષ્મી છે , તમે લોકો મેધા અને કેશવ નું અપમાન નથી કરી રહ્યાં સ્વયં માતા લક્ષ્મી નું અપમાન કરી રહ્યા છો. અત્યાર સુધી મે છોકરીઓ લાવી ને લોકો ના જીસ્મ ની હવસ જ પૂરી કરી છે પણ જ્યાર થી મેધા અમારી એ બદનામ ગલી માં આવી ને એ જ દિવસ થી અમારી ગલી સુદ્ધ થવા લાગી હતી. ને ધીરે ધીરે તમારો દીકરો રોહન મારી મેધા ના પ્રેમ માં પડી ગયો ! મેધા ના પહેલા દિવસ થી લઈને આજ સુધી એક પણ સેકન્ડ એવો નઈ હોય જ્યારે રોહન મેધા સાથે નઈ હોય ! મોટી હવેલી વાળા ઓ ના દિલ નાના જ હોય ! મને તો પેહલા થી જ ખબર હતી કે મારી દીકરી ને અહી સન્માન નઈ દિક્કર જ મળશે." ગુડિયા આગળ કઈ બોલે એના પેલા જ મેધા " મા હવે આગળ કઈ ના બોલતા ! "


* ચંપા જી આ એજ મેધા છે જેને ૩ મહિના પેલા તમારો જીવ બચાવ્યો હતો ! યાદ છે તમારો એક્સિડન્ટ થયો હતો ત્યારે તમને હોસ્પિટલ મેધા જ લઈ ગઈ હતી. તમારી રગો માં જે લોહી દોડી રહ્યું છે એ પણ મેધા નું જ છે. " આ સાંભળી ને આખો પરિવાર વિચારે ચઢી જાય છે કેમ કે આ વાત ની તો રોહન ને પણ જાણ નો હતી. " એ સમયે મેધા એ પોતાની ફૂલ જેવી કેશવ ની પરવાહ પણ નોહતી કરી ! ચંપા બેન તમારી જીવન દાતા સાથે પણ આવું કેમ કર્યું તમે ? મેધા નો ગુનો એ જ હતો કે એને તમારું જીવન બચાવ્યું ? " ને ગુડિયા રડી પડે છે.


ચંપા એટલી પણ કઠોર નો હતી જેટલી એ બધા ની સામે હતી ! આખરે એનું પણ હૃદય દ્રવી ઊઠયું અને એને મેધા ને ગળે લગાવી દીધી. " દીકરી મને માફ કરી દે ! તારી ફોઈ થી બઉ મોટી ભૂલ થઈ ગઈ ! તું હવે મારા રોહન ની પત્ની પછી એની પેલા મારી દીકરી છે. હવે તારું માયકું મારું ઘર છે. " આ સાંભળી ને મેેેધા ની આંખો છલકાઇ જાય છે ને રોશની પણ ખુશીયો નો પાર રહેતો નથી. મેધા અને કેશવ નું ફરી એકવાર ભવ્ય થી અતિ ભવ્ય સ્વાગત કરે છે.. "મેધા અને રોહન તમે બંને આજે રાત્રે અલગ અલગ કમરા માં રહેવું પડશે અને કાલે સાંજે કુળદેવી ના દર્શન કર્યા પછી જ તમે બંને સાથે રહી શકશો. " સરલા ના આ શબ્દો હતા ને પછી બધા પોતપોતાના કક્ષ માં જઈને સૂઈ જાય છે.

બીજા દિવસે સવારે મેધા ની મુહદીખાઈ રસમ ની શરૂઆત માટે જોરો અને શોરો થી તૈયારી ઓ થઈ રહી હતી. ફરી એકવાર અનંત ખાનદાન ને ફૂલો થી સજાવવામાં આવ્ય હતું. આજે અનંત ખાનદાન ની હવેલી કોઈ નવી નવેલી દુલ્હન થી કમ નો હતી લાગતી. મેધા અને કેશવ એક બીજા સાથે રમી રહ્યા હોય છે ને એટલા માં જ સરલા અને ચંપા ફોઈ આવે છે. " મેધા બેટા અમે અંદર આવી શકીએ ? " મેધા પાછળ જોઈને " દીકરી ના કક્ષ માં મા ને આવવા માટે દીકરી ની પરવાનગી લેવી પડે તો મારું દીકરી ઉપર હું કલંક લેવાય ! " મેધા ની આ વાતો
એ ફરી વાર ચંપા ફોઈ નું દિલ જીતી લીધું હતું.

" મેધા બેટા આજે તારી મુહદીખાઇ છે તો ચંપા ફોઈ તારા માટે આ કપડા લાવ્યા છે , તારે આજે આજ કપડા પહેરીને નીચે આવનું છે. " સરલા મા આટલું કહીને મેધા ના હાથ માં કપડાંની બેગ પકડાવી દે છે. મેધા આ કપડા ની બેગ લીધા પછી સીધી રડતી રડતી ચંપા ફોઈ ના ગળે પડે છે. " ફોઈ તમારા રૂપ માં મને મારી મા મળી ગઈ ! હું હવે તમને મા કહીને બોલાવી શકું ? " મેેેધા ના આ શબ્દો સાંભળીને ચંપા ફોઈ નું પથ્થર દિલ પણ રડી પડે છે. " આજ સુધી ભગવાને મારો ખોળો ખાલી જ રાખ્યો જેનું મને વર્ષો થી દુઃખ હતું પણ આજે એ જ ભગવાને મારું વાંઝિયા પણું ભાગીને તારા જેવી સુંદર અને સંસ્કારી સંતાન આપ્યું. મારો આ જનમ તો સફળ થઈ ગયો બેટા " આટલું સાંભળી ને તો સરલા મા ની આંખો પણ રોઈ પડી ! એક બીજા ને મળે હજુ ૨૪ કલાક પણ નોતા થયા ને બંને વચ્ચે આટલો પ્રેમ સરલા મા માટે પણ એક ખુશીનો અનુભવ હતો.


" હવે મારી બંને માતા ઓ રડવાનું બંધ કરો નહિ તો આપડા ફોટો ભૂત જેવા આવશે !. " પછી સરલા મા અને ચંપા ફોઈ હસી પડે છે. " આજે અમારી દીકરી ને અમે બંને માતા ઓ ભેગા થઈને સજાવશું ! " પછી તો મેધા ની બંને માતા ઓ તેને ચાહ થી તૈયાર કરવા લાગી જાય છે. મેધા ને તૈયાર કરતા કરતા બંને ની આખો માતા ઓ ના ચહેરા પર ખુશીયો ની લહેર હોય છે ને આ જોઈ ને મેધા ની આંખો માં આંશુ આવી જાય છે. " શું થયું દીકરા ? તારી આંખો માં આંશુ ? " સરલા એ ઢીલા અવાજ માં પૂછ્યુ ! " કઈ નઈ મા ! તમારો બંને નો પ્રેમ જોઈને આંખો માં આંસુ આવી ગયા . " પછી તો મેધા ની બંને માતા ઓ એ તેને પોતાની બાહો માં સમાવી દીધી.મેધા ની મુહડીખાઈ માં મેધા ની જિંદગી માં શું વળાંક આવશે એ જોવું રસપ્રદ રહેશે ! જાણવા માટે આવતા સોમવારે મહકાથા માં આપનો ઇન્તેઝાર રહેશે.


હું અંકિત ચૌધરી ફરી વાર દિલ થી આપનો આભાર વ્યક્ત કરું છું ને આશા રાખું છું કે આગળ પણ મારી આ નોવેલ ની જેમ અન્ય નોવેલ ને તમારો પ્રેમ મળતો રહેશે !

To be continue............


WhatsApp number :- 9624265491

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED