કર્તવ્ય - એક બલિદાન - 7 Ankit Chaudhary શિવ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્તવ્ય - એક બલિદાન - 7

ગયા સપ્તાહે આપડે જોયું કે મેધા અને રોહન નાં લગ્ન ધૂમ ધામ થી ચાલતા હતા. બંને ની સપ્તપદી પણ પૂરી થવાને આરે હતી ! ને રોહન ના પિતા એ આવીને લગ્ન રોકી દીધા. જેનાથી આખા કેશવ નગર ના મોઢા પર દુઃખ ના વાદળ છવાઈ ગયા હતા.. હવે આગળ....

**** **** ***** ***** ***** **** ****** **** **** *****

કર્તવ્ય - એક બલિદાન - 6



આ લગ્ન નઈ થઈ શકે !




આ અવાજ જેવો જ કાને પડ્યો કે તરત જ મેધા ના લગ્ન માં સામેેલ થયેલા બધા જ લોકો ના ચહેરા ઉદાસી છવાઈ ગઈ હતી પણ થોડી જ વારમાં આ ઉદાસી ખુશીયો માં બદલાઈ ગઈ કેમકે જે રોહન ના પિતા આ લગ્ન ના ખિલાફ હતા એ જ આ લગ્ન કરાવવા માટે તલપાપડ થઈ રહ્યા હતા. આ જોઈને ત્યાં ઉભેલા બધા જ લોકો મનોમન વિચારે ચઢી જાય છે કે કે થોડી વાર પહેલા આ લગ્ન માટે મનાઈ કરતા હતા એ આ લગ્ન માટે કઈ રીતે માની ગયા ? એક કહેવત યાદ જ હશે બધાને " શાંત પાણી ઊંડા પાણી "


રોહન મારા ને આપડા પરિવાર વગર તું લગ્ન કઈ રીતે કરી શકે ? રોહન ના પિતા

પણ તમે તો ના કહી હતી ને ?
રોહન

મારા દીકરા ના લગ્ન છે અમે ના આવીએ એવું થોડું બને ! દાદી

દીકરી કેશવ ક્યાં છે ? રોહન ની મા

આ રહી મમ્મી આપડો કેશવ ! મેધા

ચાલો હવે તમે બંને સપ્તપદી નો છેલ્લો ફેરો લઈને લગ્ન પૂરા કરી લો. રોહન ની મા

હા ચાલ મેધા આપડે છેલ્લો ફેરો પૂરો કરી દઈએ ! રોહન



મેધા અને રોહન પોતાના લગ્ન જીવન નો છેલ્લો ફેરો લઈને પતિ પત્ની બની ગયા પણ આ બે વર્ષ માં એવું તો શું બન્યું કે મેધા ની જિંદગી માં સાચો પ્રેમ આવી ગયો ?



બે વર્ષ પહેલા




આજથી બે વર્ષ પહેલા મેધા ની સૌથી વધારે બોલી લગાવીને ત્રણ દિવસ માટે જીતનાર શેઠ બીજો કોઈ નઈ આ રોહન જ હતો. પેલા દિવસે મેધા સાથે એક જ રૂમ માં રહ્યા પછી મેધા વિશે રોહન બધું જાણી ગયો હતો. આ ત્રણ દિવસો માં મેધા ની આખી કહાની એને ખબર પડી ગઈ હતી. મેધા સાથે એ રાત તો વીતવા જરૂર આવ્યો હતો પણ વિતાવી ના શક્યો હતો કેમકે મેધા બઉ જ દુઃખી હતી જે રોહન થી જોવાયું ના !


તમે આ બધા માટે તૈયાર છો ? રોહન

તમે મારી કિંમત ચૂકવી છે તમારું મન કે એ કરી નાખો મારી સાથે. મેધા


મેધા ના આ શબ્દો સાંભળીને રોહન ને એટલી તો ખબર પડી ગઈ હતી કે મેધા આ બધા માટે જરાય પણ તૈયાર નોહતી ! હવે રોહન ને મેધા વિશે જાણવાનું મન થાય છે .


હું તારી સાથે તારી મરજી વગર કંઈપણ કરવા નથી માગતો ! પણ થઈ શકે તો તારી કહાની જાણવા માગું છું . રોહન

મારી કહાની જાણી ને તમે શું કરશો ? મેધા

બસ મારે જાણવું છે ! હું કંઇક તારી મદદ કરી શકું તો હું કરીશ. રોહન

મારી મદદ હું ખુદ નથી કરી શકી. મેધા

પણ મને કે શું થયું છે તારી સાથે ! તારે આટલા સુધી કેમ આવવું પડ્યું ? રોહન

આનો મારી પાસે બસ એક જ જવાબ છે મારું કર્તવ્ય ! મેધા

કર્તવ્ય ? રોહન

હા મારું કર્તવ્ય ! જેને નિભાવવા માટે મે મારી જિંદગી ની બધી જ ખુશીયો ની અવાર નવાર બલી આપી છે. મેધા


મેધા ની વાતો સાંભળી ને રોહન પણ થોડો ઢીલો ઢીલો થઇ ગયા અને એને મેધા વિશે થોડું વધારે જાણવાનો પ્રયાસ કર્યો.


શું થયું છે તારી સાથે ? કર્તવ્ય કોના માટે નિભાવ્યું તે ? રોહન


પેલા મારા પિતા માટે કે જેમને મને સાત લાખ રૂપિયા માટે ૫૦ વર્ષ ના દારૂડિયા સાથે પરણાવી દીધી , જેને મારી આખી જિંદગી નર્ક માં ધકેલી દીધી ! ( ને રડે છે ) મેધા

પણ શું કર્યું એને તારી સાથે ? રોહન

પેલા તો રોજ જેમ શિકાર પર ભેદિયો ત્રાટકે એમ મારા કુમળા શરીર ઉપર ત્રાટક્યો નેં મારી આબરૂ લૂંટી લેતો ! થોડા દિવસ પછી મે એને ભાભી સાથે પકડ્યો જે અસલ માં એની પત્ની હતી. મે એની પત્ની ને તમાચો માર્યો એ દિવસે એને મને બઉ મારી , હું ખૂબ રડી હતી . મેધા

પછી શું થયું તારી સાથે અહી આ નર્ક માં કેવી રીતે પોહચી ? રોહન


પછી મારા પતિ એ મને વેચી નાખી અહીં ને હું આજે સવારે જ અહી આવી છું. મેધા

તો તું આ બધા માટે તૈયાર કેમ થઈ ? રોહન

કર્તવ્ય ! જે મારે નિભાવવાનું હતું. મેધા

આટલી હદ સુધી કોઈ કુરબાની આપી શકે મે તો ક્યારેય વિચાર્યું પણ નથી. રોહન

આપી દીધી પોતાના ઓ માટે ..... ( બસ આટલું બોલી ને મેધા ખૂબ રડી)


મેધા ની કહાની સાંભળી ને રોહન ના પગ નીચે થી જમીન સરકી ગઈ હતી. બસ એજ દિવસ થી લઈને આજ દિવસ સુધી રોહન રોજ મેધા પાસે રહેતો અને ધીરે ધીરે બંને ને પ્રેમ પણ થઈ ગયો. આજે આ દુનિયા માં મેધા અને રોહન ના પ્રેમ ની નિશાની કેશવ પણ હતી.



વર્તમાન દિવસ


મેેેધા અને રોહન ના લગ્ન સુુુખ શાંતિ થઈ ગયા હતા. કેશવ શેરી માં આજે મેેેધા અને કેશવ નો આજે છેલ્લો દિવસ હતો. મેધા ની વિદાય આખી શેરી માટે બહુ જ દુઃખ દાયક હતી ! જેના લીધે આખું શેરી ની આંખો માં આંશુ હતા. આજે સૌથી વધારે દુઃખી ગુડીયા બાનું હતું કેમ કે એના જીવન માં આટલું મોટું પરિવર્તન મેધા લઈને આવી હતી. ગુડિયા પોતાને મેધા ની મા સમજવા લાગી હતી એટલે જ એ વધારે દુઃખી હતી. મેધા એની પાસે આવી અને જોરથી ગળે પડી ને રડવા લાગી અને પછી તો મા દીકરી ના આંશુ નું પુર આવી ગયું. આખા નગર ના લોકો મેધા ની વિદાય ના દુઃખ માં ડૂબી ગયા હતા.


મેધા તારી કમી હંમેશા આ કેશવ નગર ને રહશે અને આપડી કેશવ નું ધ્યાન રાખજે. ગુડિયા

હા મા ! મેધા

જ્યારે પણ મન થાય મા ને મળવા આવી જજે. આ કેશવ નગર ને હમેશા અમારી રાજકુમારી ની કમી રહેશે. ગુડિયા

ચાલો મેધા બેટા હવે આપડે આપડા ઘરે જઈએ ! રોહન ની મા


મેધા ને લઈને રોહન ગાડી માં બેસી જાય છે ને મેધા માટે આ કેશવ નગર છૂટી જાય છે.


***** ****** ****** ****** ***** ***** ****** ***** ****


આગળ ના સપ્તાહે એ જોવું રસપ્રદ રહેશે કે મેધા ને રોહન ના પરિવાર માં એ માન અને સન્માન મળશે જેની એ ખરા અર્થ માં હકદાર હતી ? મેધા નો ગૃહ પ્રવેશ અને બીજું ઘણું આપની રાહ જોઈ રહ્યું છે આપની આવતા સોમવારે ..


હું અંકિત ચૌધરી આપનો આભાર વ્યક્ત કરું છું .🙏