Kartavya - ek balidan - 10 books and stories free download online pdf in Gujarati

કર્તવ્ય - એક બલિદાન - 10

આગળ ના સપ્તાહે આપડે જોયું કે મેધા નો અનંત ખાનદાન દ્વારા ધિક્કાર કરવામાં આવ્યો પણ આખરે એને આખા પરિવાર નો પ્રેમ મળી ગયો. જે ચંપા ફોઈ એના પર આક્ષેપો લગાવતા હતા ! તેમને મેધા ને પોતાની દીકરી બનાવી દીધી. બીજી તરફ મુહ દિખાઈ ની તૈયારીઓ શરૂ હતી જેના માટે મેધા ની બંને મા સરલા અને ચંપા તેને તૈયાર કરવા આવી હતી... હવે આગળ....


ભાગ - ૧૦ - મહાકથાઅનંત પરિવાર ની ખુશીયો નો આજે કોઈ પાર જ નો હતો કેમકે વહુ સમાન દીકરી મેધા ની મુહ દિખાઈ ને લક્ષ્મી સમાન કેશવ પણ એમના પરિવાર નો બહુ જ જલ્દી હિસ્સો બની ગઈ હતી. આખા પરિવાર માં બસ જેને જોવો તેના મોઢા પર સ્મિત જ હતું !

મેધા ના રૂમ માં સરલા અને ચંપા ફોઈ બંને તેને તૈયાર કરવા માટે પોહચી ગયા હતા ! કેમકે દીકરી ને પોતાની મા તૈયાર કરે ને તો એ દીકરી વિશ્વ ની સૌથી સુંદર સ્ત્રી લાગે છે. બંને મા ઘણા જ ભાવ થી મેધા ને તૈયાર કરી દે છે.

મુહ દિખાઈ નો કાર્યક્રમ હવે શરૂ થવાની આરે જ હતો એટલે બધા મહેમાનો ધીરે ધીરે આવી રહ્યા હતા ! ને લગભગ બધા જ મહેમાનો આવી ગયા હતા પણ મેધા નો પરિવાર હજુ સુધી આવ્યો નોહતો. મેધા નો પરિવાર એટલે કેશવ નગર પણ આજે કોઈ એવું પણ આવવાનું હતું જેની કલ્પના જ કોઈ કરી શકે !

થોડી જ વાર હતી હવે બધા જ મહેમાન આવી ગયા હતા. બધા મહેમાનો ની મહેમાન ગતી બહુ જ સારી રીતે થઈ રહી હતી ને આખરે મેધા ને લાવવામાં આવે છે. રોહન નારંગી રંગ ની શેરવાની માં આજે રાજકુમાર થી કમ નોહતો લાગતો , મેધા ની મૂહદિખાઈ માં આવેલી તમામ છોકરી ઓ બસ રોહન ને જ નિહાળી રહી હતી પણ રોહન એમની સામે એક વાર પણ જોઈ લે એવું થોડું બને ! એને તો બેસબ્રિ થી પોતાની પત્ની મેધા ને નિહાળવાનો લાહવો લેવાના જ ઇન્તેઝાર માં હતો.

હવે રોહન ના ઇન્તેઝાર ની ગડીયો સમાપ્ત થવાની આરે હતી કેમકે રોહન ની બેન હવે મેધા ને લઈને ધીરે ધીરે આવી રહી હતી ! પણ આ શું રોહન ને મેધા નો ચહેરો જરા પણ નિહાળવા મળ્યો નઈ ! કેમકે મેધા ના ચહેરા ઉપર લાંબો ગુમટો નીકાળેલો હતો. મેધા જેમ જેમ અનંત ખાનદાન ની સીડી ઓ ઉતરતી હોય છે તેમ તેમ રોહન ના દિલ ની ધડકનો વધતી જ જાય છે. મેધા ને જોવા માટે બેસબ્ર બનેલો રોહન નીચું ઊંચું જોઈને મેધા નો ચહેરો જોવા નો પ્રયાસ કરી રહ્યો હતો પણ એ દરેક વખતે નાકામ થઈ રહ્યો હતો ! રોહન ના આ પ્રયાસો જોઈને ચંપા ફોઈ મનો મન સ્મિત કરી રહ્યા હતા . "કેમ રોહન બેટા ! અમારી દીકરી ને જોવા કઈક બહુ મથામણ કરી રહ્યા છો તમે ? " રોહન થોડો ઠીક થવાનું નાટક કરી ને " ના ફોઈ હું તો મારી શેરવાની ઠીક કરતો હતો ! " મેધા ને ખબર હતી કે એનો રોહન એને જોવા માટે તલપાપડ થઈ રહ્યો હશે ! પણ શું કરે એ બચારી ? એનું તો મન હતું કે હાલ જ ગુમટો હટાવી ને પોતાનો દીદાર રોહન ને કરાવી દે ! પણ એ શક્ય નહોતું.

હવે મેધા ધીરે ધીરે રોહન ના આગળ થી નીકળી ને ત્યાં જે મુહ દિખાઈ માટે બેઠક બનાવી હોય છે ત્યાં જઈને બેસી જાય છે ! એટલી જ વાર માં કેશવ નગર માં રહેનારો મેધા નો પરિવાર આવે છે. જેને જોઈને બધા પુરુષો બે જબાન બની જાય છે કેમકે આમાં એક પણ પુરુષ એવો નોહતો કે જે ગુડિયા શેરી ( કેશવ નગર ) માં ના ગયો હોય ! મેધા ના ઘરે પોતાના જૂના ગ્રાહકો ને જોઈને ગુડિયા બાનું થોડી ડરી જાય છે ને તેની ખુશીને પણ ગ્રહણ લાગી જાય છે.

મુહ દિખાઈ ના મોટા પ્રોગ્રામ હતો એટલે બાર થી જ ત્યાં કેટરિંગ બોલાવ્યું હતું ! એક કેટરિંગ બોય ગુડિયા ની તરફ જ્યુસ નો ટ્રેય લઈને આવી રહ્યો હોય છે ! જેને જોઈને ગુડિયા બાનું ડરી જાય છે કેમકે આ માણસ ગમે ત્યાં ગમે તેમ બોલી દે એવો હતો. ગુડિયા ની નજીક આવીને "જ્યુસ જાતે લેશો ? કે પછી હું જ આપી દઉં ! તમને તો હું મારા હાથ થી પિવડાઈશ જ્યુસ !" કેટરિંગ બોય ની આ વાતો ગુડિયા બાનું ને ફરી વાર એ શરમિંદગી મેહસૂસ કરાવે એના પેલા જ રોહન ત્યાં આવી જઈને પેલા છોકરા ને ભગાડી દે છે.

રોહન ની મા સરલા મેધા ના સ્થાન પાસે જઈને " હવે તમે બધા મેધા ના મુખડાનો દીદાર કરી શકો છો. એક પછી એક આવીને મેધા ને આશીર્વાદ આપો ! " આટલું સાંભળી ને તરત જ રોહન આગળ તરફ ભાગે છે ! " મા પહેલા મારી પત્ની ની મૂહદિખાઇ ની શરૂઆત મારા થી જ થશે." રોહન ના આ શબ્દો સાંભળીને ત્યાં ના બધા જ લોકો હસી પડે છે. " બેટા તું આ રસમ ના કરી શકે. " તો રોહન " ના મા હું જ પેલા જોઈશ મારા ચાંદ ને ! " ને પછી આખરે ચંપા ફોઈ " સરલા ભાભી એને જોઈ લેવા દો એના ચાંદ ને પણ રોહન તારે ગુમટો ઉઠાવવાનો નથી ! " રોહન થોડો મુજવાઈને ! " તો હું મારા ચાંદ ને ગુમટો ઉઠાવ્યા વગર કઈ રીતે જોવું ? " ત્યારે સરલા મા " રોહન બેટા જુઓ નીચે સાફ પાણી નું ભરેલું વાસણ છે જેમાં મેધા નો ચહેરો જોશે આ બધા ! " ત્યારે રોહન થોડું સ્મિત કરી ને " ઓકે મા ! " ને પછી રોહન પાણી માં મેધા નો ચહેરો જોવે છે ને ચહેરો જોઈને રોહન ની આંખો પોહદી થઈ જાય છે !


આજ એવું લાગે છે આસમાન નો ચાંદ ,
ધરતી પર આવી ને રોહન ના દિલ માં બેસી ગયો !
બ્લૂ અને ગ્રીન કલર ના કહેવા માં ચાંદ ,
અનંત પરિવાર ને જગમગી રોહન ના દિલ રહ્યો !

રોહન હવે બસ મેધા ને નિહાળવામાં જ લાગી ગયો હતો ! ને આ બધું આખો અનંત પરિવાર અને આવેલા મહેમાનો જોઈ રહ્યા હતા. બધા ના મન માં એક જ સવાલ હતો કે આટલો પ્રેમ કોઈ કઈ રીતે કરી શકે ? તો એ જાણવા માટે થોડી ભૂતકાળ ની જલક જોઈ લઈએ !

(આજથી ઠીક એક વર્ષ ને દશ મહિના પહેલા જ રોહન એ મેધા ને પોતાના પ્રેમ નો ઈઝહાર કર્યો હતો. આ જ સમય હતો જ્યારથી મેધા ની ખુશીયો ની શરૂઆત થઈ ગઈ હતી. મેધા ખૂબ જ ખુશ હતી કે એની પણ જિંદગી માં પ્રેમ એ દસ્તક દીધી પણ ગુડિયા શેરી ના નિયમો હતા કે ત્યાંની કોઈ પણ છોકરી કોઈને પ્રેમ ના કરી શકે ! એટલે મેધા એ રોહન ને ના પાડી દીધી પણ પ્રેમ તો મેધા ને પણ હતો એટલે ઠીક એક મહિના પછી મેધા એ રોહન ના પ્રેમ ને કબૂલ કરી લીધો. એ દિવસ થી જ મેધા અને રોહન એક સાથે હતા ને એમના પ્રેમ ની નિશાની રૂપે કેશવ પણ આ દુનિયા માં હતી.)

રોહન મેધા નું મુખ સાફ પાણી માં ઘણા સમય થી નિહાળી રહ્યો હતો જેના લીધે એને કોઈ જ પરવાહ નોહતી પણ મુહ દિખાઈ ની રસમ પણ કરવાની હતી એટલે સરલા " રોહન ચાલ હવે અમને અમારી રસમ કરવા દે ! ". પછી રોહન મેધા ને કહે છે " મેધા તારી ગિફ્ટ રસ્તા માં છે." ને મેધા વિચારે ચઢી જાય છે.

હવે સરલા મા રસમ શરૂ કરે છે ને એક પછી એક બધા જ લોકો મેધા ને ગિફ્ટ આપે છે.બધા જ મેધા નો ચહેરો જોઈને ખુશ થઈ જાય છે કેમકે આટલી સુંદર દુલ્હન તેમને આજ સુધી ક્યાંય પણ જોઈ નોહતી ! બધા લોકો મેધા ને બઉ અમૂલ્ય ભેટો આપી ચૂક્યા હોય છે પણ મેધા ને તો રોહન ની ગિફ્ટ ની જ પરવાહ હોય છે ! હજુ સુધી રોહન ની ભેટ રસ્તા માં જ છે ? આ બધા સવાલો મેધા ના મન માં ઘર કરી ગયા હતા.

હવે મુહ દિખાઈ નો પ્રોગ્રામ પૂરો થવાની આરે હતો ને કોઈ ૪૭ વર્ષ નો માણસ અવડી પીઠે મેધા ના ઘર માં આવી રહ્યો હોય છે ને મેધા સિવાય બધા ની નજર એમની સામે જ હોય છે કે આખરે આ માણસ છે કોણ? પણ રોહન શિવાય કોઈ ને ખબર નોહતી કે આ કોણ છે. થોડા અંદર આવ્યા પછી એ માણસે એક ગીત ગાવાનું શરૂ કર્યું...

હેપી બર્થડે ટુ યુ ,
હેપી બર્થડે ટુ યુ ,
હેપી બર્થડે ટુ યુ ભોલી !
હેપી બર્થડે ટુ યુ !

બધા ને પેલા તો પ્રશ્ન એ હતો કે આ માણસ કોણ છે પણ હવે બધા ના મનમાં બીજા બે પ્રશ્નો હતા કે આ ભોલી કોણ છે ? ને આજે બર્થડે કોનો છે ? ને અચાનક જ મેધા ઉભી થઈને એ ઈન્સાન તરફ દોડી જાય છે ને પછી એ માણસ ને બાથે પડી જાય છે. પછી તો બંને લોકો બઉ જ રડે છે. મેધા ની આ હરકત એ ત્યાંના લોકોના મન માં વિચારવા માટે એક બીજો પ્રશ્ન આપી દીધો હતો ! પણ જેનો જવાબ અને આગળ ના પ્રશ્નો ના જવાબ ત્યાંના લોકો ને થોડી જ વાર માં રડતા રડતા મેધા બોલી પડે છે " બાબા " એટલે મળી જાય છે.

આજ એ જ માણસ હતો જે મેધા ના બદ નસીબે એનો બાપ હતો ! મેધા ની આખી ઝીંદગી બરબાદ કરનાર બીજું કોઈ નઈ એનો આ લાલચી બાપ જ હતો. જેને પોતાની જ દીકરીને પૈસા માટે જગા ને વેચી દીધી હતી. ને પછી તો મેધા ની જિંદગી માં શું શું થયું એના થી તમે થોડા અંજાન છો ? પણ મેધા એ આ બધા માટે ક્યારેય એના લાચાર અને મજબૂર બાપ ને સવાલ કર્યા નોતા કેમ કે એ બરાબર જાણતી હતી કે તેને પોતાનું દીકરી હોવાનુ કર્તવ્ય નિભાવવાનું હતું જે એ બઉ પેલા નિભાવી ચૂકી હતી.

રોહન એ પોતાને ગિફ્ટ માં ફરી વાર એના પિતા આપી દીધા આ જોઈને જ મેધા ના દિલ માં રોહન માટે નો પ્રેમ વધારે ગહેરો થઈ ચૂક્યો હતો. રોહન ને પણ આજે જ ખબર પડી હતી કે મેધા નો જન્મદિવસ આજે એકલે ૨૩ જૂન એ હતો. કેમકે અત્યાર સુધી મેધા એ ક્યારેય પણ એના જન્મ દિવસ ક્યારે છે એ રોહન ને કહ્યું નહતું. હવે મેધા ના પિતા મેધા માટે કેક પણ લઈને આવ્યા હતા અને જેના લીધે મેધા અને રોહન ની આંખો માં ફરી વાર આંસુ આવી ગયા હતા. કેમકે જે બાપ એ આખી જિંદગી મા વગર ની મેધા ને દારૂ પીને છતાવી જ હતી. આજે એજ બાપ મેધા નો જન્મદિવસ યાદ કરીને ને મેધા માટે કેક લાવ્યો હતો. પછી રોહન તેની બેન ને ઈશારો કરે છે ને તેની બેન મેધા ને અંદર રૂમ માં લઇ જાય છે.

થોડી જ વાર આખું અનંત પરિવાર બદલાઈ જાઉં છે. આખા જ ઘર માં બ્લૂ અને વ્હાઇટ બલૂન લગાવી દેવામાં આવે છે ને એક દમ જન્મ દિવસ નો માહોલ તૈયાર કરી દેવામાં આવે છે. બીજી તરફ રોહન ની બેન પણ મેધા ને નેવી બ્લૂ કલર નું ફ્રોક પેરાવિને તૈયાર કરી ચૂકી હતી.


થોડી જ વાર માં રોહન ઘર ની લાઈટ ઓફ કરી ને મેધા ને લેવા જાય છે. મેધા ધીરે ધીરે રોહન સાથે નીચે આવે છે ને જેવી જ એ પ્રથમ સીડી ઉપર પગ મૂકે છે કે તરત જ એક ફોકસ લાઈટ તેની ઉપર પડે છે.બંને ધીરે ધીરે નીચે આવી રહ્યા હોય છે ને એક બીજા ને બઉ જ પ્રેમ થી નિહાળી રહ્યા હતા. જેવો જ મેધા નીચે પગ મૂકે છે કે તરતજ બાજુ એલ. ની લાઈટ શરૂ થાય છે પછી જેમ જેમ આગળ વધે છે તેમ ઓ. પછી વી. પછી ઈ. એમાં આખા લવ ની લાઈટ શરૂ થાય છે. આ જોઈને મેધા ની ખુશી નો કોઈ પર રહેતો નથી.

ધીરે ધીરે આખા ઘર માં રેડ કલર ની રોશની છવાઈ જાય છે ને પછી ધૂમ ધમથી મેધા નો જન્મ દિવસ ઉજવવામાં આવે છે.

ખુશીયો હતી અનહદ ,
પણ લાગી હતી કોઈની નજર.
મેધા નું જીવન હતું રંગીન,
પણ પ્રેમ એમનો કમ નોહતો.
જીવન ની સચ્ચાઈ થી ,
પણ અંજાન હતો મેધા નો સફર.

~ અનાયાં ખાન ( મારી નવી નોવેલ "અનહદ" નું પાત્ર )ભાગ - ૧૧


મેધા અને રોહન ની સુહાગરાત માં અડચણ લાગવા કોઈક આવી જશે તો ?

મેધા ની જિંદગી માં આ ખુશીયો આગળ પણ લખાયેલી છે ?


આ બધા જ પ્રશ્નો ના જવાબ હવે આવતા બુધવારે. તો આવા નું ભૂલતા નઈ 🙏


:- ટુંક સમય માં પ્રકાશિત થનાર નોવેલ " અનહદ " વિષે. :-
થોડા જ સમય માં મારી અન્ય નોવેલ " અનહદ " આવી રહી છે જેમાં બ્રાહ્મણ છોકરો સહજ ધ્યાની અને ખાન છોકરી અનાયા ખાન ના પ્રેમ ની દાસ્થા વર્ણવવા માં આવી છે. જેમાં બંને ના અનહદ પ્રેમ માં આવતી અડચણો અને પરિવાર ની મજબૂરી આગળ જુકી જતો બંને નો પ્રેમ ! શું સમાજ માટે નવું ઉદાહરણ બની શકે ? જાણવા માટે રાહ જુઓ એક નવા જ અંદાજ માં આવી રહી છે મારી નવલ કથા "અનહદ".હું અંકિત ચૌધરી મારા બધા પ્રેમાળ વાંચકો નો દિલ થી આભારી છું. આગળ પણ મારી નોવેલ ને આટલો જ પ્રેમ આપતા રહેશો.🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED