Bhvya Milap (part 12) books and stories free download online pdf in Gujarati

ભવ્યા મિલાપ (ભાગ 12)

ભવ્યા મિલાપ (ભાગ 12)

(પ્રેમનો ઉત્સવ)

તમે આગળના અંકમાં જોયું કે..

ભવ્યા અને મિલાપ નો પ્રેમ દિવસે દિવસે વધતો જ જાયછે બન્ને ની વાત કરવાની બેચેની પ્રેમ ની મીઠી વાતો દિવસ રાત અવિરતપણે આગળ ધપે છે..

ખુબજ મીઠો મધુરો સમય વીતી રહ્યોં છે બન્નેનો, અને હવે જોઈએ આગળ શું થાય છે..

આગળ વાંચો...

ભવ્યાને આજે આનંદનો પાર નથી કારણ જ એવું સરસ છે,કે એની ખુશી ઠેકાણે જ નથી. ખુબજ ઉત્સાહમા એ ગીત ગણગણે છે..

" સંજના આઇ લવ યું.."😊

હા એજ ગીત જે એને ભવ્યા ને મોકલી ને પહેલીવાર મિલાપે પ્રપોઝ કરેલું..

આજથી વેલેન્ટાઈન નું વીક સ્ટાર્ટ થવાનું હતું..જેમાં ચોકલેટ ડે, ટેડી ડે, રોઝ ડે, કિસ ડે, વગેરે જેવા ડે હવે એને સૌથી વધુતો વેલેન્ટાઈન ડે માં રસ હતો..મિલાપ ને મળવાનો એક ઓર ચાન્સ હતો કાશ આ વખતે અમે મળી શકીએ આખરે પ્રેમનું એક સુખદ વર્ષ પૂર્ણ થવાનું હતું..

એ મિલાપ ને ચોકલેટ ડે વિશ કરેછે ,સવારમાં આજ એણે જ પહેલો મેસેજ કર્યો નહીતો લગભગ મિલાપ જ પહેલો ગુડમોર્નિંગ અને લાસ્ટ ગુડનાઈટ મેસેજ કરતો.


ભવ્યા : હેપી ચોકો ડે માય મિલું..,😍🍫🍬🍭

મિલાપ : ઓહ સવાર સવાર માં દેવીએ દર્શન દીધા..

ભવ્યા : હાસ્તો આજ દિવસો જ એવા ચાલે છે એટલે ભક્તો ને દર્શન જરા જલ્દી આપવા પડે

મિલાપ : અરે હા પ્રેમની દેવી નો અવસર છે આજતો
મારી ભવ્યું.. મિસ યું

ભવ્યા : હા મિલું મિસ યું ટુ, યાદ છે મિલાપ આપડા પ્રેમ નું આ એક વર્ષ પૂરું થવા આવ્યું તે પેલું કરીના નું સોન્ગ મોકલીને પ્રપોઝ કરેલું..

મિલાપ : હા , અને પછી તે ગુસ્સો પણ કેટલોય કરેલો, કેવા નાની નાની વાતમાં ઝગડા કરે છે તું સાવ ઘેલી

ભવ્યા : હા એતો છું. મિલાપઘેલી😊

મિલાપ : અરે વાહ, તો હવે મળવાનું કૈક કરવું પડશે..

ભવ્યા: ના હો મારે નથી મળવુ..

મિલાપ : કેમ પણ

ભવ્યા : બસ એમજ મારે તારી રાહ જોવાનો કોઈ શોખ નથી આપડા આજદિન સુધી પ્લાન ફેઈલ જ ગયા છે હમણાંજ તારી સોસાયટી પાસે આવેલી આઈસ્ક્રીમ પાર્લર બાજુ પણ તું ના આવી શક્યો ..
શું કરવાનું એવું સાવ કેરલેસ ખાતું તારું

મિલાપ : અરે.. એતો કામ જ એવું હોય હું એમાં શું કરું બકુ

ભવ્યા : ઓહ ..દર વખતે તારે કામ ? એટલે જ તો કહુછું કે નય મળવું.. ખોટું મારે જ હેરાન થવું..

મિલાપ : અરે તું ના થતી હેરાન હું આવીનેપેહેલા ઉભો રઈશ પછી તું આવજે..ઓકે..

ભવ્યા : ના,હો
ઓકે ચાલ મારે મોડું થાય જોબ પર જવાનું પછી વાત કરું..

મિલાપ : ઓકે મેડમ બાય

અને બન્ને પછી કામ માં વ્યસ્તતા ને લીધે વાત નથી કરી શકતા પણ રાતે વિડિઓ કોલ અને મેસેજ માં જરૂર વાત કરતા
****


આજે ખૂબ જ ખુશ હોયછે ભવ્યા, કારણ એની ઇંતેજારી નો અંત આવવાનો હતો, આજે વેલેન્ટાઇન ની આગલી રાત હોયછે

ભવ્યા ને મિલાપ બોવ જ યાદ આવેછે પણ એ ઈચ્છે છે કે પહેલો મેસેજ મિલાપ કરે..અને એ મોબાઇલ માં નજરો બિછાવીને રાહ જોતી બેસી હોયછે.

કહેવાય છેને કે પ્રેમમાં ઇંતજાર એક સજા હોયછે. ખુબજ રાહ જોવડાવે છે આ વાંદરો..
ક્યારે ઓનલાઇન થશે.
બસ આખો દિવસ કામ કામ ને કામ..

ભાઈ પર્સનલ લાઈફ તો હોવી જોઈએને ..
પ્રેમનો ઉત્સવ છે આજે તો.
.એને આજેતો મારા માટે એક મેસેજ કરવો જોઈએને સાવ બેદર્દી..

અને એના નેમ ચેટ નું નામ બદલીને " સૈયા જુલમી " રાખી દેછે..એને મનમાં જ હસવું આવી જાયછે.

મેસેજ ટોન આવેછે..

ભવ્યા ઝડપથી મૅસેજ જુએછે પણ એ કંપનીનો ટેક્સ્ટ મેસેજ હોયછે. એટલે પછી ઉદાસ થયી જાયછે..બોવ થયું આ ભૂલકકડનું મારે જ કરવો પડશે પહેલો મેસેજ.

લગભગ રાતના 10.30 થયી ગયા હોયછે, એને થાયછે કે હવે તો ઘેર આવી ગયો હશે ને જમી પણ લીધું હશે..
હવે એને સીધો કોલ જ કરું

અને કોલ કરેછે..પણ..ભવ્યા ને એ ધ્રાસકો પડેછે..
ફોન માં રેકોર્ડર બોલેછે .

" જે વ્યક્તિને તમે કોલ કરી રહ્યાં છો એ વ્યક્તિ હાલ અન્ય કોલ પર વ્યસ્ત છે કૃપયા થોડીવાર પછી કોલ કરશો.."

ઘડીવાર તો એના મનને મનાવે છે, કદાચ કામ ના સિલસીલામાં કોઈ ક્લાયન્ટ સાથે વાત કરતો હશે..

એ થોડીવાર પછી ફોન કરેછે.. પણ હજુ એજ શબ્દો એના કાને અથડાયછે..

"જે વ્યક્તિને તમે કોલ કરી રહ્યાં છો એ વ્યક્તિ હાલ અન્ય કોલ પર વ્યસ્ત છે કૃપયા થોડીવાર પછી કોલ કરશો.."😢

ભવ્યાને 2 સેકન્ડ માટે તો ચક્કર જેવું થવા લાગેછે એ મહાપરાણે પોતાને સ્વસ્થ કરીને મન ને મનાવે છે.. કદાચ કોઈ ફેમિલી કે ફ્રેન્ડ્સ હોઈ શકે..

પણ એનું દિમાગ તો એજ રાગ ગણગણે છે..

" જે વ્યક્તિને તમે કોલ કરી રહ્યાં છો એ વ્યક્તિ હાલ અન્ય કોલ પર વ્યસ્ત છે કૃપયા થોડીવાર પછી કોલ કરશો.."

ભવ્યા એ મિલાપ તને ઉલ્લુ બનાવી રહયો છે તું એની વાતો માં આવી ગયી નહીતો કોઈ એટલું પણ બીઝી કયી રીતે હોઈ શકે કે વેલેન્ટાઈન એ મેસેજ કે કોલ કરવાની જગ્યાએ અન્ય કોલ પર બિઝી બતાવે..એનું મન અશાંત થાય છે..એને ખરાબ વિચારો અવવાના ચાલુ થાયછે..
અને ખુબજ વ્યથિત થઈ જાયછે.

એ રડમસ ચહેરે મિલાપ ના ફોટા ને નિહાળે છે..અને જુના મેસેજ વાંચે છે..એનું મન ક્યાંય નથી લાગતું એ એક વાર ફરી ચાન્સ લેવા માંગે છે. લગભગ રાતના 12 વાગ્યા હોયછે..

એટલે એ ફરી એને કોલ કરેછે પણ એજ ટોન..

"જે વ્યક્તિને તમે કોલ કરી રહ્યાં છો એ વ્યક્તિ હાલ અન્ય કોલ પર વ્યસ્ત છે કૃપયા થોડીવાર પછી કોલ કરશો.."

હવે ભવ્યા ના સબર નું બાણ તૂટે છે એને ગુસ્સો આવી જાયછે .એ મિલાપને લાસ્ટ મેસેજ કરેછે

" આજનો દિવસ મારા માટે ખુબજ સ્પેશ્યલ હતો. હું ખુબજ ઉત્સાહિત હતી.તારા મેસેજ ની રાહ જોતી, પણ તે બધું સપોઇલ કરી દીધું. તું છેલ્લા 10.30 થી કોઈ સાથે ફોનમાં વ્યસ્ત છે અને હું અહી રાહ જોઇને છેવટે હારી ગયી.

તું ખુબજ ખરાબ છે આજ મને ખબર પડી તું મારી જોડે ખાલી સમય જ પસાર કરવા.. અને એ આગળ લખી નથી શકતી એ ચોધાર આંસુ એ રડવા લાગેછે. એટલે સુધી કે ડૂસકાં ભરે છે.

બાય ફોરેવર ...બટ સ્ટીલ લવ યુ એન્ડ ટુડે આઈ મિસ યુ સો મચ..bye

કલાક સુધી રડ્યા પછી ગુસ્સામાં ફોન સ્વિચ ઓફ કરીને સુઈ જાયછે.."

સવારે રડીને એની આંખો સુજી ગયેલી હોયછે પાણી છાલકો મારીને સોજા દૂર કરવા વ્યર્થ પ્રયત્ન કરેછે પણ પછી ફરી રડી પડેછે

જોઈએ હવે આગળ શું થાયછે..શુ મિલાપ ભવ્યાને માનવશે કે પછી ફાઇનલ બ્રેકઅપ..

જોઈશુ આવતા અંક માં બોવ રાત થયી ગયી હું પણ સુઈ જાઉ ઓકે ગુડનાઈટ..મિત્રો

#સ્ટે સેફ 😊
# સ્ટે હોમ
આવજો..😊


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED