Bhvya Milap (part 11) books and stories free download online pdf in Gujarati

ભવ્યા મિલાપ (ભાગ 11)

ભવ્યા મિલાપ (ભાગ 11)
(પ્રેમલાપ)

મિત્રો અગાઉના અંક માં જોઈ ગયા કે..ભવ્યા અને મિલાપ નું એક ગેરસમજણ દૂર થવાના લીધે મૌન બ્રેકઅપ પછી ફરી મિલન થાયછે. બન્ને વચ્ચે હવે પ્રેમાલાપ થાયછે.. ભવ્યા ખુબજ ખુશ હોયછે...
મિલાપ ની કેરિંગ વાતો થી ભવ્યા અતિ આનંદિત થયી ઉઠેછે..અને એમાં પાછો મિલાપ એની ફ્રેંડશિપને લગ્ન પછી પણ અંકબંધ રાખશે એવી પ્રોમિસ આપેછે એટલે ભવ્યા મીઠો છણકો કરીને ના પાડીને પોતે પતિવ્રતા નારી જ રહેશે એવું કહેછે ..પણ મનમાં તો એ મિલાપને જ પતિ બનાવવા ઈશ્વરને પ્રાર્થના કરેછે..

જોઈએ હવે આગળ....

સાંજ પડે છે જમીને ભવ્યા મોબાઈલ માં નજરો ટિકાવી રાખેછે. કે ક્યારે મિલાપ ફ્રી થાય અને એની સાથે ભવ્યા મીઠી મીઠી વાતો કરતા કરતા સુઈ જાય.. એ ખુબજ ઉત્સાહિત હતી..

ભવ્યા ઓ ભવ્યા ક્યારની મોબાઈલ માં શુ કરેછે એની મમ્મી ચાલ મારી સાથે આંટા મારવા અને તારી ફેવરિટ ચોકલેટકોન આઈસ્ક્રીમ ખાઈએ..

ભવ્યા એ વિચાર્યું આ મિલાપ તો વર્કોહોલિક છે . રાતના 10 વાગ્યા પછીજ ઘેર આવેછે જમે છે અને ત્યાં સુધી હું કેટલી વેઇટ કરું મમ્મી સાથે જઈશ તો ટાઈમ જતો રહેશે અને શું ખબર ત્યાં મિલાપ ની ઝલક જોવા મળી જાય કારણકે એ મિલાપના ઘર પાસેની આઇસ્ક્રીમ પાર્લરમાં જવાનું નક્કી કરેછે. જેથી એનો ભેટો થાય.

એ રેડી થયીને સ્ફુટી માં મમ્મી સાથે નીકળી પડેછે..રાતના જ્યારે સડક પર નીકળે ત્યારે આસપાસ ની લાઈટીંગ ,ઠંડો પવન અને ખુબસુરત નજારો જોઈને ડ્રાઈવ કરવાની ઔર મજા આવેછે. પાર્લર સામે પાર્ક કરેછે..અને એક ખૂણામાં ટેબલ પર બન્ને ગોઠવાય છે.

મમ્મીને ઓર્ડર કરવા કહેછે, અને એને થાયછે કે લાવને મિલાપને મેસેજ કરીને જણાવું..

ભવ્યા : hi. મિલું..😍

મિલાપ : ઓહ..મારી ભવ્યું..શુ કરેછે,😍

ભવ્યા : બસ આઈસ્ક્રીમ ખાવા🍧

મિલાપ : ઓહ કોની સાથે?😉

ભવ્યા : ન્યુ બોયફ્રેન્ડ સાથે☺️

મિલાપ : ઓહ, આટલી રાતે ન્યુ બોયફ્રેન્ડ મને પોપટ સમજે..ગાંડી
..મને ખબર તારી મમ્મી થી કેટલી ફાટે કે તને એકલી રાતે ન જવા દે..😜

ભવ્યા : હા, તો ખબર હોયતો કેમ પૂછે છે..?ડાયા🙄

મિલાપ : બસ મજા આવેછે તને હેરાન કરવાની..મારી વાંદરી😂

ભવ્યા : હા હો ,મારા ગોરીલા..,🤣

મિલાપ : હું ક્યાં એન્ગલથી ગોરીલા..? 😢

ભવ્યા : 360 એન્ગલ થી..🤣🤣 જાડિયા
મિલાપ : ઓહ ,.ખરેખર હું એટલો જાડો છું..🙄?

ભવ્યા : હાસ્તો તારો ફોટો તો જોયો એમાં લાગે તું.

મિલાપ : ઓહ એ તારો વહેમ છે😏..હુતો તારા શાહરુખખાન😎થી પણ હેન્ડસમ છું..

ભવ્યા : જાને ફેકુ ..😎

મિલાપ : લે તને ટ્રસ્ટ ના આવેતો એનું કાંઈક કરવું પડશે તારો ભ્રમ તોડવા મારે હવેતો રૂબરૂ મળવું પડશે☺️

ભવ્યા : હાતો અવિજા અત્યારે જ..😊

અત્યારે ક્યાં આવું..?

ભવ્યા : તારી સોસાયટીના નાકે જે પાર્લર છેને રાધે પાર્લર ત્યાં હું અને મમ્મી છીએ..

ઓહ..ખરેખર ..! હું આવું દૂરથી તો જોઈ લઉ તને મારી રાહ જોજે..

ભવ્યા : એટલે કાઈ મારે આખી રાત અહીં નથી રહેવાનું તારુ કયા નક્કી હોયછે.. જોબ માં 10 વાગે કે 11 પણ.

હા એતો છે..પણ ટ્રાય કરું નિકલવાનો..

ભવ્યા : હા, બસ 30 મિનિટ મારી અને મમ્મીની આઈસ્ક્રીમ પતે એટલો..

મિલાપ :ઓહ ..બોવ કડક બની ગયી તુતો ..હમમ.

ભવ્યા : હા એતો થવું જ પડે અમને પણ તમે ક્યાં ઓછી તકલીફ આપીછે..કેવી વરસાદ માં પલળી ને હું વેઇટ કરી મોબાઈલ શોપ માં પણ તું ના આવ્યો😢

મિલાપ :અરે મારી ભવ્યા એ વાત પુરાની હવે નવી કહાની લખવાની આપડે હું મળીશ તું એકજ વાત પકડી ના રાખીશ..
અરે હું આવુતો મને પકડજે..,😉

ભવ્યા : જાને બેશરમ..😡

મિલાપ : " ઓહ ગુસ્સા ઇતના હસીન હેતો ..પ્યાર કેસા..હોગા.?."

ભવ્યા : કોઈ પ્યાર વાર નય મળે હાથમાં ચપ્પલ સાથે રાહ જોઇશ..હુહ આયો મોટો રોમેન્ટિક બાબા

મિલાપ : હાહાહા. તું પણ જબરા નામ આપેછે.

ભવ્યા : હા આપુજ ને..તને ખબર.! તે જ્યારે મને રીપ્લાય નહોતો આપ્યો મારી કદર નહોતી કરીને હું રડતી હતી પછી તારું નામ.મિલાપ ચેન્જ કરીને બેદર્દી રાખ્યું ફોનમાં.☺️

મિલાપ : ઓહ. .હવે એવું ના રાખતી હવે રોમન્સ કિંગ srk રાખજે..

ભવ્યા : ના હો..મારો srk એટલે srk ,કોઈ એની તોલે ના આવે. તું પણ નહીં..

મિલાપ : ઓહ એમ..

ભવ્યા : હા એમજ

ભવ્યા આઈસ્ક્રીમ ઓગળી ગયી તું શુ કરેછે ક્યારની મોબાઈલ માં જલ્દી ખાને મારેતો પતી પણ ગયી
હા મમી, ખાઈ લઉછું

ભવ્યા : ઓકે, બાય મિલાપ

અને થોડી વેઇટ કરેછે પણ મિલાપ ને કામ હોવાથી નીકળવું મુશ્કેલ હોયછે એટલે એ આવતો નથી.. અને ભવ્યાને ઈન્ફોર્મ કરેછે જેથી એ વેઇટ ન કરે..

મિલાપ : સોરી ભવ્યા નીકળાશે નહીં..લેટ થઈ જશે કામ વધુછે તો

ભવ્યા : અરે ભૂત ,હુતો નીકળી ગયી તારી જેમ અર્ધી રાતે રસ્તા પર ભૂતની જેમ થોડી ભટકું..

મિલાપ : ઓહ..જબરી તુતો

ભવ્યા : હા એવું જ રેવાય.😎

અને ભવ્યા ક્યારે વાત કરતા કરતાં સુઈ જાયછે એને જ ખબર નથી પડતી..

સવારે મિલાપ નો ગુડમોર્નિંગ મેસેજ જોઈ ખુશ થયી ને રીપ્લાય આપેછે..

મિલાપ : ઓહ ઉઠી ગયા મેડમ

ભવ્યા : હા

મિલાપ : કાલતો મને એકલો મૂકીને સુઈ ગયી'તી..

ભવ્યા : બકુ ક્યારે ઊંઘ આવી તારી સાથે.મીઠી મીઠી વાતો કરતા ખબરજ ના પડી

મિલાપ : હા મારા પ્રેમની અસર છે..આગે આગે દેખીયે હોતા હે ક્યાં..!☺️

ભવ્યા : અચ્છા, ઓકે હું જાઉં, જોબ જવાનું રેડી થવાનું પછી વાત કરું..મિસયું બેબી

મિલાપ :ઓકે,મિસયું ટુ બેબી💐

મિત્રો આજે મન થયું કે લખી દઉં (ભાગ 12)
આમતો રાતે જ લખુછુ, પણ લાગ્યું તમને બોવ રાહ ન જોવડાવાય..
ઓકે લાઈક કમેન્ટ શેર કરતા રહેજો બાય
સ્ટે હોમ અને મારી વાર્તા વાંચો☺️


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED