Love Revenge - 18 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ - 18

લવ રિવેન્જ

પ્રકરણ-18

"આ બધું શું થઈ ગ્યું.....!?" અંકિતાનાં ખભે માથું મૂકીને કામ્યા મોટેથી રડી રહી હતી. હોસ્પિટલનાં પાર્કિંગમાં બેભાન થયાં પછી લાવણ્યાને એજ હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરી દેવાઈ હતી જ્યાંથી થોડીવાર પહેલાં સિદ્ધાર્થને ડિસ્ચાર્જ અપાઈ હતી.

"આ....છોકરી....!શ.... શું થશે....એનું...!?" કામ્યા હવે ડૂસકાં ભરવાં લાગી.

અંકિતા તેની પીઠ પસવારી રહી હતી. જોકે તે પોતે પણ રડી રહી હતી. બંને ઈમરજન્સી રૂમની સામે બેઠક ઉપર બેઠાં હતાં. ત્રિશા પણ ઢીલી થઈને કામ્યાની બીજી બાજુ બેઠી-બેઠી તેને શાંત કરાવવાંનો પ્રયન્ત કરી રહી હતી. જોડે ઉભેલો પ્રેમ માંડ પોતાને ભાંગી પડતાં રોકી રહ્યો હતો. રોનકની હાજરીને લીધે પ્રેમ પોતાને ભાંગી પડતાં સંભાળી શક્યો હતો. રોનક પ્રેમ જોડેજ ઊભો હતો.

લાવણ્યાને દાખલ કર્યાબાદ પ્રેમે તરતજ પહેલાં વિશાલને અને પછી ગ્રૂપનાં બાકીનાં મિત્રોને ફોન કરી દીધાં હતાં. વિશાલ સિવાય બીજાં બધાંજ પોતપોતાની રીતે હોસ્પિટલ આવી ગયાં હતાં.

"કામ્યા....!" પ્રેમે કામ્યાનાં ખભે હાથ મૂક્યો "ચિંતાનાં કર....!"

કામ્યા ક્યાંય સુધી રડતી રહી. અંકિતા, ત્રિશા અને પ્રેમ તેને શાંત કરાવવાંનો પ્રયન્ત કરતાં રહ્યાં. દાખલ કરાયાં બાદ ઈમરજન્સી રૂમમાં લાવણ્યાની સારવાર ચાલી રહી હતી.

----

"લ....લાવણ્યાના મમ્મીને ફોન કર્યો.....!?" કામ્યાએ લથડાંતાં સ્વરમાં પૂછ્યું. રડી-રડીને તે હમણાંજ શાંત થઈ હતી. છતાંપણ બોલતાં-બોલતાં તેને ડૂસકાં આવી જતાં હતાં અને મોઢાંમાં લાળ વળતી હતી.

"ના.....!" દીવાલનાં ટેકે ઊભાં રહેતાં પ્રેમ બોલ્યો "વિશાલ આવે પછી કરીએ...!"

વિશાલ હજી સુધી નહોતો આવ્યો.

"બહુવાર થઈ ગઈ એને...!" રોનક તેનાં કાંડે બાંધેલી વૉચમાં જોતાં બોલ્યો.

"એક્સક્યુઝ મી...!" કોરિડોરમાં રિસેપ્શન બાજુથી કોઈ નર્સે તે લોકોની જોડે આવતાં કહ્યું "રિસેપ્શન ઉપર આવીને એડ્મિટ કર્યાનું ફોર્મ વગેરે ભરી દેજોને....!"

"હાં....ચાલો...!" પ્રેમ બોલ્યો અને તે નર્સ જોડે ચાલવાં લાગ્યો. જતાં-જતાં તેણે પાછળવળીને રોનકને કહ્યું "તું અહિયાંજ રે'જે .....! કોઈ જરૂર હોયતો...!"

રોનકે હકારમાં માથું ધૂણાવી દીધું અને દીવાલનાં ટેકે ઊભો રહી ગયો.

પંદરેક મિનિટ પછી પ્રેમ પાછો આવ્યો.

"શું થયું. ....!?" અંકિતાને પ્રેમનો ચેહરો થોડો ટેન્શનમાં જણાતાં અંકિતાએ પૂછ્યું.

"અમ્મ....! આ લોકોએ બાર હજાર જમાં કરાવાંનાં કીધાં.....!" પ્રેમ બોલ્યો.

"ઊભોરે'.....!" એટલું કહીને અંકિતાએ તેની હેન્ડબેગની ચેઇન ખોલવાં માંડી "મારી પાસે લગભગ છએક હજાર હશે....!"

"તું ક્યારે લઈને આવી....!?" કામ્યાએ નવાઈપામીને પૂછ્યું "અરે....! મેં આજે લાવણ્યા અને બધાં જોડે ચણિયાચોલી લેવાંનું પ્લાનિંગ કર્યું'તું.....!" અંકિતાએ તેનાં હેન્ડબેગમાંથી નાનું પર્સ કાઢ્યું અને પાંચસો રૂપિયાની નોટોની વળેલી ગડી કાઢી "પણ હું વાત કરું એ પહેલાંજ ઓલી ચાંપલીએ સિદ્ધાર્થને ટોર્ચર કર્યો અને એ ગુસ્સામાં જતો રહ્યો અને એનો એસ્કિડેંન્ટ થઈ ગયો....! લે ગણતો....!"

અંકિતાએ પૈસાં પ્રેમ સામે ધર્યા. પ્રેમે પૈસાં હાથમાં લીધાં.

"મારી પાસે પંદરસો છે...!" રોનકે પણ તેનાં પર્સમાંથી પૈસાં કાઢીને પ્રેમ સામે ધર્યા.

"મારાં અકાઉંટમાં બે હજાર પડ્યાં હશે....!" કામ્યા ઊભી થતાં બોલી "આપણે ATMમાં જતાં આવીએ....!"

"હું પણ આવુંછું....!" ત્રિશા પણ ઊભી થઈ "મારાં અકાઉંટમાં પણ પડ્યાં હશે.....!"

"એવું કઈં નથી કરવું.....!" પ્રેમની પાછળથી વિશાલનો અવાજ આવ્યો "મેં પૈસાં ભરી દીધાં છે....!"

વિશાલ હવે બધાંની નજીક આવી પ્રેમ જોડે ઊભો રહ્યો.

"તને કેમની ખબર પડી...!?" પ્રેમે આશ્ચર્યથી પૂછ્યું.

"એમાં ખબર શું પડવાની....!?" વિશાલ બોલ્યો "તે કીધું એને ઈમરજન્સીમાં એડમિટ કરી છે એટ્લે હું સમજી ગયો કે હોસ્પિટલમાં પૈસાં જમાં કરાવવાં પડશે....! હું રિસેપ્શન ઉપર પૂછીનેજ આવ્યો...! અને પૈસાં ભરીને આવ્યો...!"

"પ્રેમ...! એ પૈસાં વિશાલને આપીદે...!" અંકિતા બોલી.

"નાં....! મારે જરૂર હશેતો માંગી લઇશ...!" વિશાલ બોલ્યો અને તેણે કામ્યા સામે ચિંતાતુર નજરે જોઈને પૂછ્યું "લાવણ્યા...! શું થયું એને....!? કેવું છે એને...!?".

"હું કહું છું....!" કામ્યા ફરી ઈમોશનલ થઈને રડી ના પડે એટલાં માટે અંકિતા વચ્ચે બોલી.

તે આખી વાત વિશાલને કહેવાં લાગી.

-----

"કામ્યા....! અંકિતા....!" રોનક બોલ્યો "તમારે કોઈને ચ્હા-કોફી કઈં પીવુંછે ...! હું લેતો આવું....!? મારુંતો માથું દુખે છે...!"

"કોફી લેતો આવ...!" જોડે ઉભેલો વિશાલ બોલ્યો "બધાં માટે...!"

અંકિતાએ આખી વાત કહ્યાં પછી લાવણ્યા વિષે વિચારી-વિચારીને વિશાલનું માથું પણ દુખવાં લાગ્યું હતું.

"વિશાલ .....! લાવણ્યાનાં મમ્મીને ફોન કરીને જાણ નથી કરવી....!?" બેઠકમાં કામ્યાની જોડે બેઠેલી ત્રિશાએ યાદ અપાવ્યું.

"ડોક્ટર જોડે વાત કર્યા પછી કરીએ....!" વિશાલે ઈમરજન્સી રૂમનાં દરવાજા સામે ચિંતાતુર નજરે જોઈ રહેતાં કહ્યું.

થોડીવાર પછી ઈમરજન્સી રૂમનો દરવાજો ખૂલ્યો અને ડોક્ટર વિનય શાહ બહાર આવ્યાં.

"ડોક્ટર....! કેવું છે....! એને....!?" કામ્યા અને વિશાલે લગભગ સાથેજ ઉચાટભર્યા સ્વરમાં પૂછ્યું. બધાં હવે ડોક્ટરની આજુબાજુ ઊભાં રહી ગયાં.

"Oh she is absolutely fine....!" ડો. વિનય સસ્મિત બોલ્યાં. કામ્યા સહિત બધાંનાં જીવને ટાઢક વળી.

"ડોક્ટર ....! થયું'તું શું એને....!?" અંકિતાએ પૂછ્યું.

"BP લૉ થઈ ગયું હતું....! મને લાગે છે છેલ્લાં લગભગ ચોવીસ કલ્લાકમાં એમણે એક દાણો પણ ખાધો નથી.....! એમનું બોડી ટોટલી ડિહાઈડ્રેટ થઈ ગયું છે....! કદાચ પાણી પણ નથી પીધું એમણે....!" ડોક્ટર બોલ્યાં "નકોડાં ઉપવાસ કર્યા હતાં કે શું એમણે....?!"

બધાંએ એકબીજાનાં મોઢાં તાક્યાં.

"હાં ડોક્ટર.....! એવુંજ કઈંક.....!" પ્રેમ કામ્યા તરફ શૂન્યમનસ્ક તાકી રહેતાં બોલ્યો.

"અમે મળી શકીએ છે એને....!?" અંકિતાએ ડોક્ટરને પૂછ્યું.

"હાં કેમ નઇ....! થોડીવારમાં એ ભાનમાં આવી જશે....! આજની રાત એમણે બોટલ ચઢવાંદો.....! એ જાગે પછી કઈંક ખવડાવી દેજો....! કાલે ડિસ્ચાર્જ આપી દઇશું....!".

ડોક્ટર વિનય બોલ્યાં અને ત્યાંથી જતાં રહ્યાં. કામ્યા ઉતાવળે લાવણ્યાનાં રૂમમાં દાખલ થઈ ગઈ. તેની પાછળ પ્રેમ, વિશાલ, અંકિતા વગેરે પણ દાખલ થયાં. અંદર એક નર્સ લાવણ્યાનાં ફોલ્ડેબલ બેડને ઊંચો કરી રહી હતી. તેણે બેડ નીચે લાગેલું લીવર ફેરવીને બેડને ઊંચો કરી દીધો.

"આ બેન જાગે એટ્લે અમને જાણ કરજો....! એમને જમવાનું આપવાનું છે...!" નર્સ બોલી અને રૂમમાંથી બહાર જતી રહી.

વિશાલે બેડની નીચેથી એક સ્ટૂલ કાઢ્યું અને તેની ઉપર બેઠો. કામ્યા બેડ ઉપર લાવણ્યાનાં પગ જોડે બેઠી. અંકિતા પણ બીજી બાજુ લાવણ્યાનાં પગ જોડે બેઠી. પ્રેમ વિશાલની પાછળ ઊભો રહ્યો.

"આ રોનક હજી કોફી લઈને આવ્યો નઈ....!?" અંકિતાની જોડે ઊભેલી ત્રિશાએ પૂછ્યું.

એટલાંમાંજ રૂમનું બારણું ખૂલ્યું અને રોનક દાખલ થયો. તેનાં હાથમાં પ્લાસ્ટિકની થેલીમાં કોફી અને થરમૉકૉલનાં નાનાં કપ હતાં. બેડની બાજુનાં સ્ટૂલ ઉપર કપ મૂકીને રોનકે બધાં માટે કપમાં કોફી કાઢી અને વારાફરતી બધાંએ કોફી પીધી. કામ્યાએ નાં પાડવાં છતાં વિશાલનાં આગ્રહને વશ થઈને તેણે છેવટે કોફી પીધી. વિશાલ સહિત બધાં લાવણ્યાનાં ભાનમાં આવવાંની રાહ જોઈ રહ્યાં.

----

"અમ્મ....! સ.....સિડ...!" લગભગ અડધો કલ્લાક પછી લાવણ્યા ધીમે-ધીમે ભાનમાં આવી રહી હતી.

"લાવણ્યા....!" જોડે ઉભેલો પ્રેમ તરતજ તેની નજીક આવી ગયો અને ભાવુક થઈ ગયો.

કામ્યા અને અંકિતા હજીપણ બેડ ઉપર તેનાં પગ પાસેજ બેઠેલાં હતાં. વિશાલ સ્ટૂલ ઉપર બેઠો હતો. રૂમમાં બેસવાની જગ્યા નાં હોવાથી રોનક અને ત્રિશા બહાર બેઠક ઉપર બેઠાં હતાં.

લાવણ્યાએ ધીરે-ધીરે તેની આંખ ખોલી. બેડ વચ્ચેથી ફોલ્ડ કરેલો હોવાથી લાવણ્યાને તેનાં પગ જોડે બેઠેલાં અંકિતા અને કામ્યાનાં ચેહરાં પહેલાં દેખાયાં. અંકિતા અને કામ્યા બંનેની આંખો એકસાથે ભીંજાઇ ગઈ.

"ક.....! કામ્યા....! " કામ્યા તરફ નજર ફેરવીને લાવણ્યાએ ભીંજાયેલી આંખે કાંપતાં સ્વરમાં કહ્યું "સિદ્ધાર્થ....!?

"લાવણ્યા...! તું આરામ કર.....! પ્લીઝ....! એ સાજોજ છે....!" અંકિતા માંડ બોલી. કામ્યા તેની સામે ભીંજાયેલી આંખે જોઈ રહી.

"he is fine લાવણ્યા...!" વિશાલે સ્ટૂલ ઉપર બેઠાં-બેઠાંજ લાવણ્યાનો હાથ પકડીને કહ્યું. વિશાલ પ્રેમથી લાવણ્યા સામે જોઈ રહ્યો.

લાવણ્યાએ તેની આંખો બંધ કરી દીધી. તેની બંધ આંખોમાંથી આંસુઓની ધાર વહીને નીકળતી રહી. ક્યાંય સુધી તે આંખો બંધ રાખીનેજ રડતી રહી.

આંખો ખોલ્યા પછીપણ કામ્યા અને અંકિતાએ ક્યાંય સુધી તેની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી જોયો. પણ લાવણ્યાએ કોઈપણ પ્રતિભાવ નાં આપ્યો. ફોલ્ડ કરેલાં બેડ ઉપર સૂતાં-સૂતાં તેણે સામે દેખાતાં રૂમનાં દરવાજા તરફ શૂન્યમનસ્ક જોયે રાખ્યું. દરવાજામાંથી કોઈ આવજા કરે તોપણ તે એજરીતે જોયાં કરતી.

પ્રેમે બહાર જઈને નર્સને લાવણ્યા માટે જમવાનું મોકલી આપવાનું કહ્યું. જમવાનું આવી ગયાં પછી વિશાલે લીવર ફેરવી બેડને થોડો વધુ ફોલ્ડ કર્યો જેથી લાવણ્યા બેડનાં ટેકે બેઠી રહી શકે અને જમી શકે.

"લાવણ્યા....! લે....!" કામ્યાએ ચમચીમાં ઢીલી ખિચડીનો કોળિયો ભરીને લાવણ્યાનાં હોંઠ સામે ધર્યો.

લાવણ્યા હજીપણ એજરીતે શૂન્યમનસ્ક તાકી રહી હતી. થોડીવાર સુધી કોઈપણ પ્રતીભાવ આપ્યાં વિના લાવણ્યા એજરીતે જોઈ રહી. કામ્યા અને પ્રેમની આંખો ભીંજાઇ ગઈ.

"લાવણ્યા....! જ...જમીલે બકા...!" કામ્યાએ ફરી કાંપતાં સ્વરમાં કહ્યું.

થોડી વધુવાર તાકી રહ્યાં પછી છેવટે લાવણ્યાએ ચમચીમાં રહેલી ખિચડીનો કોળિયો ભર્યો અને થોડું ચાવીને ગળેથી નીચે ઉતારી દીધો. કામ્યા વારાફરતી એક-એક કોળિયો તેની સામે ધરતી ગઈ અને લાવણ્યા ચૂપચાપ કઇંપણ બોલ્યાં વગર ખાતી ગઈ. પ્રેમ સહિત બધાં તેની સામે જોઈ રહ્યાં. સિદ્ધાર્થનાં તેનાં જીવનમાં આવ્યાં પહેલાં જે લાવણ્યા ઉત્સાહથી ભરેલું પાત્ર હતી એ હવે જાણે સાવ ખાલી અને નીરસ થઈ ગઈ હોય એમ તે બેસી રહી હતી.

જમ્યા પછી લાવણ્યાએ થોડો જ્યુસ પણ પીધો. જોકે તે કશુંજ બોલી નહીં. છેવટે વિશાલે બેડ ફરીવાર થોડો નીચે ફોલ્ડ કરી દીધો. લાવણ્યા હવે છત સામે જોઈને તાકી રહી.

"લાવણ્યા....! પ્લીઝ....! કઈંકતો બોલ....!" પ્રેમ ભીંજાયેલાં સ્વરમાં બોલ્યો.

લાવણ્યા તોપણ કઇંનાં બોલી અને છત તરફ તાકતી રહી. બધાં તેની આજુબાજુ રહીને તેને દયાભાવથી જોતાં રહ્યાં.

---

"લાવણ્યાનાં મમ્મીને શું કહેવું છે...!?" કામ્યા એ વિશાલને પૂછ્યું.

બંને રૂમની બહાર નીકળીને કોરિડોરમાં વાત કરી રહ્યાં હતાં. સાંજ ઢળી ચૂકી હતી. ત્રિશા અને રોનકને વિશાલે ઘરે જવાનું કહી દેતાં તેઓ જતાં રહ્યાં હતાં. પ્રેમ અને અંકિતા અંદર લાવણ્યા જોડે બેઠાં હતાં.

"કાલે સવારે ડિસ્ચાર્જ આપી દેવાનું કે'તાં'તાંને ....!?" વિશાલે યાદ અપાવ્યું.

"હમ્મ....!"

"એમ કહી દઈએતો ....! કે સિદ્ધાર્થને હજીપણ એડમિટ કરેલો છે...! એટ્લે લાવણ્યા હજીપણ એની જોડેજ રોકવાં માંગેછે....!?" વિશાલે આઇડિયા આપ્યો.

"મને એ છોકરાંથી સખત નફરત થઈ ગઈ છે....!" સિદ્ધાર્થનું નામ સાંભળી કામ્યાનો ચેહરો ગુસ્સાથી લાલ થઈ ગયો.

વિશાલ કઇંપણ બોલ્યાં વગર આજુબાજુ જોવાં લાગ્યો.

"જ્યારથી એ છોકરો લાવણ્યાની લાઈફમાં આવ્યો છે...!"

"કામ્યા....!" વિશાલે કામ્યાને વચ્ચે ટોકી "આપણે મૂળ વાત ઉપર આવીએ...!? મેં જે આઇડિયા આપ્યો એ કરવું છે...!?"

કામ્યાએ એક ઊંડો શ્વાસ ભર્યો અને બોલી "હમ્મ.....! બીજો કોઈ રસ્તો પણ નથી....!"

થોડીવાર મૌન રહી જોઈ રહ્યાં પછી કામ્યાએ તેનો ફોન કાઢ્યો અને લાવણ્યાના મમ્મીનો નંબર ડાયલ કર્યો.

"આન્ટી....! કામ્યા બોલું છું....!" લાવણ્યાનાં મમ્મીએ ફોન ઉઠાવતાંજ કામ્યા બોલી.

"હાં બોલ બેટાં....!"

"આન્ટી....! લાવણ્યા આજેપણ હોસ્પિટલમાંજ રોકવાનું કે'છે....!ચાલશે....!?" કામ્યાએ વિશાલ સામે જોઈને ડરતાં-ડરતાં લાવણ્યાનાં મમ્મીને પૂછ્યું.

"કેમ ...!? હજી સિદ્ધાર્થ હોસ્પિટલમાંજ છે...!? કેવુંછે એને...!?"

"આમતો સારું છે...! પણ લાવણ્યા ...!" કામ્યા બોલી "આન્ટી....! તમેતો જાણોછોને એ કેટલી જિદ્દીલી છે....!?"

"હાં....! એમાંય વાત જ્યારે સિદ્ધાર્થની હોય....!" લાવણ્યાનાં મમ્મીએ સૂર પુરાવ્યો "સારું....! કઈં વાંધો નઇ....! પણ એ એકલી રોકાય છે....!? જોડે કોઈ મદદ માટે ...!? કઈં જરૂર પડીતો...!?"

"હું પણ રોકાઉ છુંને આન્ટી.....!" કામ્યા બોલી "અને સિદ્ધાર્થનાં પપ્પા પણ છેજ...!"

"હાં સારું....! એ જમી...!?"

"હાં...હાં....! આન્ટી અમે જમ્યાં....! હું મૂકું ફોન ..... ?આન્ટી હવે...!?"

"હાં બેટાં...! ધ્યાન રાખજો...!બાય...!"

"બાય આન્ટી....!" કામ્યાએ છેવટે ફોન કટ કર્યો.

----

"પ્રેમ......!" રાતનાં લગભગ નવ વાગ્યે લાવણ્યાએ છેવટે પ્રેમ સામે જોઈને કહ્યું "મારે સિદ્ધાર્થ જોડે વાત કરવી છે....! એને ફોન કરને.....!"

પ્રેમ હવે સ્ટૂલ ઉપર બેઠો હતો. વિશાલ બહાર બેઠક ઉપર બેઠો હતો. કામ્યા અને અંકિતા હજીપણ લાવણ્યાનાં પગ આગળ બેડ ઉપર બેઠાં હતાં. કલ્લાકોનાં મૌન પછી લાવણ્યાએ કઇંક બોલતાંજ બધાં ખુશ થઈ ગયાં. જોકે સિદ્ધાર્થનું નામ સાંભળતાંજ કામ્યાનું મોઢું પાછું તરતજ ઉતરી ગયું.

પ્રેમે કામ્યા સામે જોયું. કામ્યા સામે જોઈ રહેલાં પ્રેમને જોઈને લાવણ્યાએ પણ કામ્યા સામે જોયું.

"મ....મારે વ...વાત કરવી છે.....! કરવાંદેને પ્લીઝ.....!?" કામ્યાએ હવે લાવણ્યા સામે જોતાં લાવણ્યા ધ્રૂજતાં-ધ્રૂજતાં બોલી.

"અરે હું તને ફોન કરી આપું છું....! કામ્યા શેની ના પાડશે....!" અંકિતા તરતજ ઊભી થઈ અને તેનાં ફોનમાંથી સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો "લે ....!" અંકિતાએ તેનો ફોન લાવણ્યાનાં કાને ધરી પકડી રાખ્યો. કામ્યા સામે ગભરાઈને જોઈ રહેતાં લાવણ્યાએ તેનું માથું ડાબી બાજુ નમાવી ફોન તેનાં ખભાંમાં દબાવ્યો.

"The number you have dialed is currently switched off.....!" લાવણ્યાએ રેકોર્ડેડ મેસેજ સાંભળ્યો.

"સ્વિચ ઓફ આવે છે....!" લાવણ્યએ અંકિતા સામે જોઈને કહ્યું.

"હેં....!?" અંકિતાને નવાઈ લાગતાં તેણે ફોન તેનાં કાને ધર્યો.

"હાં....યાર....! સ્વિચ ઓફ છે....!" અંકિતાએ કામ્યા સામે જોયું.

"હું નેહાનો નંબર ટ્રાય કરી જોઉ છું...!" કામ્યાએ અંકિતા અને લાવણ્યા સામે જોયું અને પોતાનાં ફોનમાં નેહાનો નંબર ડાયલ કર્યો.

"નથી લાગતો....! બીઝીજ બતાડે છે....!" કામ્યાએ તેનો ફોન કાનેથી હટાવતાં કહ્યું.

લાવણ્યાનું મોઢું ઉતરી ગયું.

"આપણે થોડીવાર પછી ફરી ટ્રાય કરશું...!" અંકિતાએ લાવણ્યાનો હાથ પકડતાં કહ્યું.

લાવણ્યાએ કઈંપણ બોલ્યાં વગર તેની આંખો બંધ કરી દીધી. તેની આંખોમાંથી ફરી પાણી નીકળી ગયું.

"પ્રેમ.....!" લાવણ્યા આંખો ખોલ્યાં વગરજ ગળગળાં સ્વરમાં બોલી "બ...બેડ નીચે કરીદે....! મારે સૂવું છે....!"

કામ્યાએ પ્રેમ સામે જોયું. પ્રેમે કઈંપણ બોલ્યાં વગર નીચે નમીને બેડ નીચેનું લીવર ધીરે-ધીરે ફેરવી દીધું. યોગ્ય ખૂણે બેડ ફોલ્ડ કર્યા પછી પ્રેમ પાછો સ્ટૂલ ઉપર બેસી ગયો. ત્રણેય જણાં ક્યાંય સુધી એમજ લાવણ્યાને જોઈ રહીને બેસી રહ્યાં.

----

"ઓહ મારી કમર.....!" સવારનાં લગભગ સાડાં પાંચ વાગ્યે લાવણ્યાનાં બેડ જોડે સ્ટૂલ ઉપર બેઠેલો પ્રેમ તેની કમરને આમતેમ મચેડતાં બબડ્યો.

રૂમમાં દીવાલ જોડે મુકેલાં એક સોફાંમાં અંકિતા અને કામ્યા બેઠાં-બેઠાં સૂઈ ગયાં હતાં. પ્રેમ લાવણ્યાની જોડે સ્ટૂલ ઉપર બેઠો-બેઠો ઝોકાં ખાતો રહ્યો હતો. વિશાલ રૂમની બહારની બેઠક ઉપરજ સૂઈ ગયો હતો. વિશાલે મોડી રાત્રે એક-બે વાર પ્રેમને બહાર બેઠક ઉપર થોડું આરામથી સૂવાં કહ્યું હતું પણ પ્રેમે નાં પાડી હતી અને ત્યાંજ સ્ટૂલ ઉપર આખી રાત ઝોકાં ખાતોખાતો બેસી રહ્યો હતો.

"ન.....નઈ સ...સિડ...સિદ્ધાર્થ....!" લાવણ્યા ઊંઘમાં બબડી રહી હતી.

"લાવણ્યા...!?" પ્રેમ સ્ટૂલ ઉપર બેઠાં-બેઠાં સહેજ ટટ્ટાર થયો.

"સ....સિડ...ના....કરને આવું....! નેહા...! ન.....! સિડ...!" લાવણ્યા હજીપણ ઊંઘમાં બબડી રહી હતી.

"લ....લાવણ્યા....!" પ્રેમ બોલ્યો. તેનો ચેહરો થોડો ચિંતાતુર થઈ ગયો.

" ન.....નઈ....!" હવે લાવણ્યાનાં ધબકારાં વધી જતાં તેનાં ઉરજોનો ગતિ વધી ગઈ તેનાં માથે પરસેવો વળવાં લાગ્યો.

"લાવણ્યા....! લાવણ્યા...!" પ્રેમ ગભરાઈને ઊભો થઈ ગયો "કામ્યા....! અંકિતા....!" લાવણ્યાની જોડે બેડ ઉપર બેસીને પ્રેમે સોફાં ઉપર સૂતેલાં કામ્યા અને અંકિતાને ઉતાવળાં સ્વરે બોલાવ્યાં.

"લાવણ્યા....!એય....!" પ્રેમે હવે લાવણ્યાનાં ગાલ થપથપાવ્યાં.

પ્રેમનો અવાજ સાંભળી સૌથી પહેલાં અંકિતા જાગી પછી તરતજ કામ્યા જાગી ગઈ. બંને ઝડપથી ઊભાં થઈને બેડ જોડે આવી ગયાં.

"લાવણ્યા....!" હવે પ્રેમની જોડે ઊભાં રહીને કામ્યાએ લાવણ્યાનાં ગાલ થપથપાવ્યાં. અંકિતા લાવણ્યાની ડાબી બાજુ બેડ ઉપર તેનો હાથ પકડીને બેસી ગઈ.

"લાવણ્યા...! ઉઠને....!" અંકિતા ચિંતાતુર સ્વરમાં બોલી.

છેવટે લાવણ્યાએ આંખ ઉઘાડી અને આજુબાજુ જોયું. ધડકતાં હ્રદયે થોડીવાર સુધી ત્રણેયની સામે જોઈ રહી. પછી પોતાનાં એક હાથવડે તેણે પોતાનાં માથે બાઝેલો પરસેવો લૂંછયો.

"પ...પાણી આપને...!" લાવણ્યાએ અંકિતા સામે જોયું. અંકિતા તરતજ ઊભી થઈ અને બેડની બાજુનાં નાનાં ટેબલ ઉપર પડેલાં જગમાંથી પાણીનો ગ્લાસ ભરીને લાવણ્યાને આપવાં લાગી. પ્રેમે ત્યાંસુધીમાં લીવર ફેરવીને બેડને થોડો વધુ ફોલ્ડ કરી નાંખ્યો જેથી લાવણ્યાને પાણી પીવામાં સરળતાં રહે.

અંકિતાએ ગ્લાસ વડે લાવણ્યાને પાણી પીવડાવ્યું. પાણી પીધાંબાદ થોડીવાર સુધી લાવણ્યા કઈંજ નાં બોલી. કામ્યા, પ્રેમ અને અંકિતા પણ ઢીલાં ચેહરે તેની સામે જોઈ રહ્યાં.

"શું થયું લાવણ્યા....!?" અંકિતા બોલી "ડોક્ટરને બોલાવવાં છે....!?"

"નાં....!" લાવણ્યાએ ભીંજાયેલાં સ્વરમાં માંડ જવાબ આપ્યો.

"શું થયું ....! તારે કઈં કે'વું છે...!?" પ્રેમે પણ ભીંજાયેલાં સ્વરમાં પૂછ્યું.

"બ..બહુ ખરાબ સપનું જોયું.....!" લાવણ્યાની આંખમાંથી ફરી આંસુઓની ધાર વહેવાં લાગી. તે હવે ડૂસકાં ભરવાં ભરવાં લાગી.

"સિદ્ધાર્થ.....! સિડ.....! એ બરોડા ...! બરોડા જતો રહ્યો .....! અને ...! અને નેહા પણ....! બંને....! મેરેજ ....! આપણે બધાં પણ મેરેજમાં ગ્યાં'તાં....!" ડૂસકાં લેતી-લેતી લાવણ્યા ત્રુટક-ત્રુટક બોલવાં લાગી "મેં....! મેં...! નાં પાડી...! તોય...! તોય એણે એની જોડે....! મેરેજ કરી લીધાં.....!"

"લ....! લાવણ્યા....!આમજો મારી સામે....!" અંકિતાએ રડી રહેલી લાવણ્યાનો ચેહરો તેની બાજુ ફેરવ્યો "It was just a nightmare .....okay....!" અંકિતાએ લાવણ્યાનાં ગાલ ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો.

"પણ...પણ...!"

"લાવણ્યા....! તને શું લાગે છે....!? એ તને છોડીને એ ટોર્ચરની મશીન જોડે મેરેજ કરીલે એટલો પાગલ છે....!? બોલ...!?" અંકિતાએ લાવણ્યાનાં વાળમાં હાથ ફેરવ્યો.

પ્રેમ અને કામ્યા બેયની આંખો વધુ ભીંજાઇ ગઈ. કામ્યાથી લાવણ્યાની હાલત નાં જોવાતાં તેણે પોતાનું મોઢું ફેરવી લીધું. તેણીની આંખમાંથી છેવટે પાણી વહેવાં લાગ્યું.

"બોલ લાવણ્યા....!?" અંકિતાએ ફરી પૂછ્યું "નેહાથી બચવાં તો એ તારી જોડે આવે છે....! તુજ કે'છેને....!?બોલ...!? તો પછી તને મૂકીને એ ક્યાં જવાનો...!?"

ક્યાંય સુધી અંકિતાએ લાવણ્યાને એજરીતે સમજાવે રાખી.

"પણ એનો ફોન પણ નથી લાગતો....!" લાવણ્યાએ દયામણું મોઢું કરીને અંકિતાને કહ્યું "એ મેસેજનો ...પણ રિપ્લાય નથી આપતો...!"

"અરે..... કદાચ એક્સિડેંન્ટ વખતે ફોન ડેમેજ થઈ ગયો હશે...!" અંકિતાએ તેને સમજાવી.

લાવણ્યા થોડીવાર સુધી ચિંતાતુર નજરે આમતેમ જોઈને વિચારતી રહી.

"તો...તો....! આપણે એનાં ઘરે ....જ....જવું છે....!?" લાવણ્યાએ પહેલાં અંકિતા સામે જોયું અને પછી પ્રેમ અને કામ્યા સામે જોયું "મેં....મેં ...! એનું ઘર જોયું છે..! તમે બધાં કે'તા'તાં યાદ છેને....!?"

થોડીવાર સુધી કોઈ કઈંનાં બોલ્યું. અંકિતા પણ હવે દયાભાવથી લાવણ્યા સામે જોઈ રહી. અંકિતાએ છેવટે કામ્યા સામે જોયું. લાવણ્યાએ પણ હવે તેની સામે જોયું.

"મને જવાદોને એનાં ઘરે.....!" લાવણ્યા ફરી રડમસ થઈ ગઈ.

"સારું.....!" કામ્યા કઈં બોલવાંજ જતી હતી ત્યાંજ અંકિતા બોલી "તને સારું થઈ જાય પછી આપણે બેય જઈશું બસ...!"

"અંકિતા...!?" કામ્યાએ તેની સામે જોયું. અંકિતાએ તેને ઇગ્નોર કરી.

"પણ ....! પણ હું સાજીજ છું....! મને કઈં નથી થયું....!" લાવણ્યા હવે બેડમાં એકદમ ટટ્ટાર બેસી ગઈ.

"તો પછી તું કેમ આખો દિવસ ખાધાં-પીધાં વગર બેસી રહી હતી....!?બોલ" અંકિતાએ હવે સહેજ મોટી આંખ કરીને પૂછ્યું.

"હવે એવું નઇ કરું બસ.....! પ્રોમિસ....!" લાવણ્યા નાનાં બાળકની જેમ બોલી.

"હાં તો સારું....!" અંકિતા બોલી "તને રજા આપીદે પછી આપણે બેય જઈશું...!"

"તો...તો...! પ્રેમ...!" લાવણ્યાએ હવે પ્રેમ સામે જોયું "તું ....તું પૂછીલેને .... ક્યારે ડિસ્ચાર્જ કરશે....!?"

"લાવણ્યા....!" પ્રેમ તેનો હાથ પકડતાં બોલ્યો "તું અત્યારે શાંતિથી સૂઈજા...! હમણાં ડોક્ટર આવી જાય પછી એ કે'શે.....! તો આપણે ડિસ્ચાર્જ લઈ લઈશું...! હોં"

"બેડ નીચો કરીદે....! અને ડોક્ટર આવે એટ્લે મને ઉઠાડજે...!" એટલું કહીને લાવણ્યા બેડ ઉપર પછી સૂઈ ગઈ અને અંકિતા સામે જોઈને બોલી "આપણે ડિસ્ચાર્જ લઈને પછી ડાઇરેક્ટ સિદ્ધાર્થનાં ઘરે જઈશું...!".

અંકિતાએ ફક્ત હકારમાં માથું ધૂણાવી સ્મિત કર્યું.

પ્રેમે લીવર ફેરવીને બેડ સીધો કરી દીધો. થોડીવાર આંખો ખુલ્લી રાખી છત સામે જોઈ રહ્યાં પછી લાવણ્યાએ છેવટે આંખો બંધ કરી ઘસઘસાટ ઊંઘવાં માંડ્યુ.

----

"અંકિતા...! તું એક્ટિવા લઈને આવી છેને..!?" લાવણ્યાએ બેડ ઉપરથી નીચે ઉતરતાં કહ્યું.

સવારે લગભગ આઠેક વાગ્યે ડો.વિનય શાહની વિઝિટ પછી લાવણ્યાને ડિસ્ચાર્જ આપી દેવાયું હતું. બધાં હવે હોસ્પિટલમાંથી જવાની તૈયારી કરી રહ્યાં હતાં. વિશાલે હોસ્પિટલનું ફાઇનલ બિલ પે કરી દીધું હતું. પ્રેમ અને વિશાલ હોસ્પિટલની ડિસ્પેન્સરીમાંથી ડોક્ટરે લખી આપેલી દવા લેવાં ગયાં હતાં. કામ્યા અને અંકિતા લાવણ્યા જોડે રૂમમાં હતાં.

"હાં....! લાવી છુંને...!" અંકિતાએ તેની સામે જોયું "કેમ...!? શું કામ છે...!?"

"અરે કેમ....!? તું ભૂલી ગઈ....!? સિદ્ધાર્થનાં ઘરે નઇ જવાનું...!?" લાવણ્યાએ ઉચાટભર્યા સ્વરમાં યાદ દેવડાવ્યું.

"અરે પણ....! પે'લ્લાં તું તારાં ઘરેતો ચાલ....!" કામ્યા બોલી "તું ફ્રેશથા...! પછી...!આવીને આવી થોડી જઈશ તું એને મળવાં....!?

"હાં લાવણ્યા....!" અંકિતાએ સૂર પુરાવ્યો "આમ થોડું જવાય....! સરસ તૈયાર થઈને જઈશ તો...! તો સારું રે'શે...!"

"પણ....! પણ એનું ઘર અંહિયાથી બહુ નજીક છે..!" લાવણ્યા હવે ઈમોશનલ થઈ ગઈ "હું ક્યારે મારાં ઘરે જઈશ...! ક્યારે તૈયાર થઈશ...! ક્યારે એનાં ઘરે જઈશ....! નઈ...! નઈ....! બહુ મોડું થઈ જશે યાર....!"

"પણ લાવણ્યા...!" હવે અંકિતાએ લાવણ્યાને ઉપરથી નીચે જોતાં કહ્યું “આવી સાવ લઘરવઘર યાર....!?”

લાવણ્યાએ પણ હવે પોતાને ઉપરથી નીચે જોયું. ગઈકાલથી પેહરેલો એકનો એક બ્લેક ડ્રેસ, જે લગભગ ચોળાઈ ગયો હતો. એડ્મિટ કરાયાં પછી લાવણ્યાને હોસ્પિટલનાં કપડાં પહેરાવી દેવાયાં હતાં. જેને લીધે લાવણ્યાનાં શરીરમાંથી વિચિત્ર સ્મેલ પણ આવી રહી હતી. ડિસ્ચાર્જ પછી હોસ્પિટલનાં કપડાં કાઢી તેણે પાછો પોતાનો બ્લેક ડ્રેસ પહેરી લીધો હતો. તેની હાલત એટલી દયનીય થઈ ગઈ હતી કે તેનું પોતાનું મોઢું બગડી ગયું.

“તારું ઘર પણ નજીકજ છેને...!?” અંકિતા બોલી “તો પછી ચાલને ફટાફટ....! ફ્રેશ થઈ ...તૈયાર થઈજા...પછી જઈએ...!”

“હાં ...! સાચી વાત...!” લાવણ્યા છેવટે માની “ચાલ ...! પેલ્લાં ઘરે જતાં આવીએ...!ફટાફટ”

એટલું કહીને લાવણ્યા રૂમની બહાર જવાં લાગી. અંકિતાએ કામ્યા સામે જોતાં કામ્યાએ હકારમાં માથું ધૂણાવ્યું.

"એને પછી કોલેજ લઈનેજ આવજે....! એનું મન ડાયવર્ટ થાય" કામ્યા બોલી "અમે અહીં બધુ પતાવીને નિકળીએજ છે....!"

અંકિતાએ હકારમાં માથું ધૂણાવ્યું અને લાવણ્યાની પાછળ ચાલવાં લાગી.

----

“અરે....! બેટાં...તું આવી ગઈ....!?” ઓટલો વાળી રહેલાં લાવણ્યાનાં મમ્મી સુભદ્રાબેન લાવણ્યાને જોતાંજ બોલ્યાં “હાય....હાય...! કેમ સાવ આવી ઢીલી થઈ ગઈ છે...!?”

લાવણ્યા તરતજ તેંમને વળગી પડી અને પોતાની આંખો બંધ કરી તેણે તેનું માથું તેમનાં ખભે ઢાળી દીધું.

“શું થયું....!? સિદ્ધાર્થને કેવું છે...!?” સુભદ્રાબેને લાવણ્યાનાં માથે હાથ ફેરવ્યો.

“એને સારું છે આન્ટી...!” અંકિતા હવે એક્ટિવા ગેટ આગળ પાર્ક કરીને આવી ગઈ “એને ડિસ્ચાર્જ અપાઈ ગયું છે....!”

“તો પછી કેમ આટલી ઢીલી-ઢીલી છે તું....!?” સુભદ્રાબેને લાવણ્યાનાં ગાલે હાથ ફેરવ્યો.

“આન્ટી ....!અ ....દવાખાનામાં સરખું ઊંઘીજ નથી એટ્લે...!” અંકિતાએ તરતજ કહ્યું.

“હમ્મ...! સારું ચાલ...! ફ્રેશ થઈજા...! હું પૌંઆ બનાવી આપું...!”

“નઇ...મારું કોઈ મૂડ નથી ખાવાનું....! મારે મોડું થાય છે...!”

“અરે કેમ નહીં....!” અંકિતા વચ્ચે બોલી પડી “આન્ટી....! તમે પૌંઆ બનાવો....! અને ચ્હા પણ....! અમે બેય નાસ્તો કરીનેજ કોલેજ જઈશું....!”

“અરે તું મોડું કરાવીશ યાર....!” લાવણ્યા રડમસ સ્વરમાં બોલી.

“અરે તું ફ્રેશ થઈશ....! તૈયાર થઈશ...! ત્યાંસુધીમાંતો પૌંઆ બની પણ જશે...!” સુભદ્રાબેન બોલ્યાં “ચાલ....! હું બનાવું છું...! તમે આવો અંદર...!”

સુભદ્રાબેન અંદર ચાલ્યાં ગયાં. લાવણ્યા વિલાં મોઢે અંકિતા સામે જોઈ રહી.

“મને બહુ ભૂખ લાગી’તી....!” અંકિતા નાનાં બાળક જેવુ મોઢું બનાવીને બોલી “અને આન્ટી ચ્હા બહુ સરસ બનાવે છે એટ્લે....! સોરી....!”

લાવણ્યા પરાણે હસી પડી. બંને હવે ઘરમાં જવાં લાગ્યાં.

ડ્રૉઇંગરૂમમાં બેડરૂમ તરફ જતી સીડીઓ ચઢીને લાવણ્યા તરતજ તેનાં રૂમમાં આવી અને વૉર્ડરોબમાંથી ટુવાલ લઈને સીધી બાથરૂમમાં ભરાઈ ગઈ. અંકિતા નીચે ડ્રૉઇંગરૂમમાં સોફાંમાં બેઠી-બેઠી તેનો મોબાઇલ મંતરવાં લાગી.

----

“ચાલ....જલ્દી...!” બેડરૂમમાંથી ફટાફટ સીડીઓ ઉતરીને નીચે આવી રહેલી લાવણ્યા બોલી. અંકિતા સોફાંમાંથી ઊભી થઈ ગઈ. લાવણ્યા છેલ્લાં પગથિયે આવીને ઊભી રહી. તે પોતાનાં કાનમાં પહેરેલી બુટ્ટી સરખી કરી રહી હતી.

અંકિતા બે ઘડી લાવણ્યાને જોઈ રહી. પિન્ક દુપટ્ટો, વ્હાઇટ ડ્રેસ, તેમાં ગોલ્ડન વર્ક. લાવણ્યા સાધારણ તૈયાર થઈ હતી. છતાંપણ તે સુંદર લાગી રહી હતી.

“તું આ વ્હાઇટ ડ્રેસમાં કેટલી ઈનોસંન્ટ લાગે છે યાર...!” અંકિતાએ ભાવુક સ્વરમાં કહ્યું. લાવણ્યા બીજાં કાનની બુટ્ટી સરખી કરતાં-કરતાં હળવું હસી.

“ચાલ હવે....! લેટ થાય છે.......!” લાવણ્યા છેવટે ઘરમાંથી બહાર જવાં લાગી.

“અરે પણ નાસ્તો તો કરી લઈએ....!” અંકિતાએ લાવણ્યાનો હાથ પકડીને ખેંચી અને ડાઈનિંગ ટેબલ તરફ જવાં લઈ જવાં લાગી.

“અરે યાર....!” લાવણ્યાએ આનાકાની કરવાનો પ્રયત્ન કર્યો. પણ અંકિતાએ તેનું કઇંના સભાળ્યું.

-----

"બસ..બસ...! અંહિયાંજ....! અહીંથી વળાઈલે....!" અંકિતાનાં એક્ટિવાની પાછલી સીટ ઉપર બેઠેલી લાવણ્યાએ અંકિતાને હાથવડે દિશા બતાવતાં કહ્યું.

બંને સિદ્ધાર્થનાં મામાનાં ફ્લેટ તરફ જઈ રહ્યાં હતાં.

"શું નામ કીધું'તું તે....! સચિન ટાવરને...!?"એક્ટિવા ચલાવતાં-ચલાવતાં અંકિતાએ આજુબાજુ જોતાં રહી ફ્લેટનાં નામો વાંચવા માંડ્યાં.

"હાં....! આગળ...!" લાવણ્યા પણ ફ્લેટનાં નામો વાંચી રહી હતી "જો એ રહ્યું....! મોટું લાલ બોર્ડ....! દેખાયું....!? સચિન ટાવર....!"

"હાં.....! હા.....!દેખાઈ ગયું....!"

અંકિતાએ તેની એક્ટિવા સચિન ટાવરનાં કમ્પાઉન્ડનાં ગેટ આગળ ચલાવીને લીધી.

"અરે.....! આ તો...!" લાવણ્યાએ એક્ટિવા ઉપર બેઠાં-બેઠાંજ કમ્પાઉન્ડનાં ગેટ આગળ સિદ્ધાર્થની બ્લેક BMW પડેલી જોઈ "આ તો સિદ્ધાર્થની કાર છે....!"

એટલાંમાંજ બંનેએ કમ્પાઉન્ડનાં ગેટમાંથી ઢાળ ઉતરીને કાર તરફ જઈ રહેલી નેહાને જોઈ. નેહાને જોતાંજ અંકિતાએ કારથી સહેજ છેટે કમ્પાઉન્ડનાં ગેટ પાસે એક્ટિવા ઊભી રાખી. નેહાની નજર પણ હવે અંકિતા ઉપર પડતાં તે ઢાળમાંજ ઊભી રહી. એક્ટિવાની પાછલી સીટ ઉપર બેસેલી લાવણ્યાને જોતાંજ નેહાનાં ચેહરાંનો ભાવ બદલાઈ ગયો.

અંકિતાએ એક્ટિવા ઊભી રાખતાંજ લાવણ્યા સીટ ઉપરથી ઉતરીને ઊભી રહી. અંકિતાએ એક્ટિવાને સાઈડ સ્ટેન્ડ કર્યું અને લાવણ્યા સામે જોઈ નેહા તરફ જોયું અને ચાલવાં માંડ્યુ. લાવણ્યા ડરતી-ડરતી અંકિતાની પાછળ ચાલી. છેવટે તેઓ નેહાની જોડે આવીને ઊભાં રહ્યાં.

લાવણ્યાએ જોયુંકે નેહાએ મરૂન કલરનું ટોપ પહેર્યું હતું. તે હવે વાળ ખુલ્લાં રાખવાં લાગી હતી. તેની માંજારી આંખોમાંથી લાવણ્યા માટે ભારોભાર તિરસ્કાર છલકાતો હતો. આજેપણ લાવણ્યાને નેહા પોતાનાં કરતું વધુ સુંદર અને સિદ્ધાર્થ માટે પોતાનાં કરતાં વધુ યોગ્ય લાગી રહી હતી.

"લાવણ્યા......! તું અંહિયાં શું કરે છે....!?" નેહાએ અંકિતાની પાછળ સંતાવાનો પ્રયત્ન કરી રહેલી લાવણ્યાને ડોકું નમાવીને જોયું.

"સ....સિડ....!સિદ્ધાર્થને....! સિદ્ધાર્થને" ગભરાંહટને લીધે લાવણ્યાની જીભ થોથવાઈ ગઈ. તેનાં ધબકારાં વધવાં લાગ્યાં અને તેને પરસેવો વળવાં લાગ્યો.

"અમે સિદ્ધાર્થની ખબર કાઢવાં આવ્યાં છે....!" અંકિતાએ વચ્ચે બોલતાં કહ્યું.

"પણ......!” નેહા થોડું અટકી અને અને લાવણ્યા સામે જોઈ વેધક સ્મિત કરતાં બોલ “સિદ્ધાર્થતો બરોડાં જતો રહ્યો....!"

“બરોડા જતો રહ્યો....! મને કીધું પણ નઇ...!?” લાવણ્યા નેહા સામે હતપ્રભ થઈ શૂન્યમનસ્ક તાકતાં મનમાં બબડી.

"પણ....પણ એતો અંહિયાંજ રે'તો'તોને ....! એનાં મામાને ત્યાં....!?" લાવણ્યા હવે રડમસ થઈ ગઈ અને માંડ-માંડ નેહા સામે જોઈને બોલી.

"હાં....! પણ અંકલે થોડાં દિવસ પહેલાંજ બોપલમાં નવું ઘર લીધુંછે ....!" નેહા તેનાં ખભાં ઉલાળતી બોલી. લાવણ્યાનો ચિંતાતુર ચેહરો જોઈને નેહા પિશાચી આનંદ લઈ રહી "અને હવે આ ફ્લેટ ફર્નિચર સાથે વેચવાનો છે....! અને અંકલ ત્યાં ક્યારનાં શિફ્ટ થઈ ગયાં છે....! તો સિદ્ધાર્થનું ધ્યાન અંહી કોણ રાખતું...!? એટ્લે એને બરોડાં લઈ ગયાં....!"

"પણ....પણ... એનો ફ...ફોન કેમ નઈ લાગતો...!?" લાવણ્યાએ ફરીવાર એજરીતે પૂછ્યું.

"એક્સિડેંન્ટમાં ડેમેજ થયાં પછી બરાબર નોહોતો ચાલતો....!" નેહાએ કહ્યું.

"તો....તો....મને એનાં પપ્પાનો નંબર આપને...!" લાવણ્યા હવે આજીજીભર્યા સ્વરમાં બોલી. તેનો ચેહરો હવે પરસેવે રેબઝેબ થઈ ગયો.

"કેમ...!? એનાં પપ્પાનું તારે શું કામ...!?"

"એનાં ...એનાં...પપ્પા એની જોડે હશેને...! તો....તો...હું એમનાં ફોનથી સિદ્ધાર્થ જોડે વાત કરી લઇશ..!" લાવણ્યા બોલી.

અંકિતા હવે રઘવાઈ થઈ ગયેલી લાવણ્યાને દયાથી જોઈ રહી. નેહા જાણીજોઈને લાવણ્યાને સતાવી રહી હતી.

"સોરી...! હું તને સિદ્ધાર્થનાં કોઈપણ ફેમિલી મેમ્બરનો નંબર એ લોકોને પૂછ્યા વિના નાં આપી શકું...!".

નેહા લાવણ્યાની સામે હાથ કરતાં બોલી અને કારનો દરવાજો ખોલવાં ઢાળમાંથી ઉતારવાં લાગી.

"તો...તો...!તું તારાં ફોનથીવાત કરને.....! પછી મને ફોન આપજે...! પ્લીઝ....!" લાવણ્યાએ હવે નેહાનું બાવડું ઝાલી લીધું અને આજીજી કરવાં લાગી.

"હું શું કરવાં તારી વાત કરાવું...!?" નેહાએ ફરીવાર તેનાં ખભાં ઉલાળ્યાં.

"આવું.....આવું...નાં કરને નેહા....! પ્લીઝ....!" લાવણ્યા હવે સાવ ભાંગી પડી "ખાલી...ખાલી એકવાર....એકવારતો વાત કરવાંદે....! પ્લીઝ...!"

"લાવણ્યા...! મારું માથું નાં ખાઈશ...!" નેહાએ ફરીવાર લાવણ્યાનો હાથ ઝાટક્યો.

"નેહા....! નેહા...! હું ...હું હ...હાથ...જ..જોડ..!"

"લાવણ્યા સ્ટોપ ઈટ....!" લાવણ્યાને હાથ જોડતાં જોઈને અંકિતા વચ્ચે બરાડી ઉઠી અને તેણે લાવણ્યાનાં હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચી"શું કરે છે તું...!?"

"અ...! અંકિતા....! તું કે'ને....! મારે કેટલી જરૂરી વાત કરવી છે..! તું કે'ને...!"

"જો લાવણ્યા....!" નેહાએ લાવણ્યાનો હાથ એક ઝટકાંથી હટાવ્યો "મારે પણ બરોડાં પહોંચવાંનું છે....! મને લેટ થાય છે...!"

"તો....તો ....હું પણ આવું તારી જોડે બરોડાં....!?" લાવણ્યાએ ફરીવાર નેહાનું બાવડું પકડ્યું "સિદ્ધાર્થને મળીને ....હું...હું મારી જાતે પાછી આવતી રઈશ....!"

અંકિતા ઢીલી થઈને લાવણ્યાને જોઈ રહી.

"લાવણ્યા....! સિદ્ધાર્થનાં ઘરે ફેમિલી ફંકશન છે....! મારે એમાં પહોંચવાનું છે....!" નેહાએ ફરીવાર લાવણ્યાનો હાથ ઝાટક્યો.

"સિદ્ધાર્થનાં ઘરમાં ફંકશન....!?" લાવણ્યાનાં પેટમાં ફાળ પડી. તે ડઘાઈ ગઈ.

નેહા હવે કારનો દરવાજો ખોલીને પાછળની સીટમાં બેસી ગઈ.

"શ...શેનું ..શેનું ફંકશન છે...!?" લાવણ્યા હવે રઘવાઈ થઈને ગાડીનાં કાંચની ખુલ્લી બારીમાં હાથ મૂકીને પૂછવાં લાગી. નેહા કઈંપણ બોલ્યાં વગર તેનાં વાળ સરખાં કરવાં લાગી.

"ન...નેહા ...! બોલને શેનું ફંકશન છે...!?" લાવણ્યાએ ફરીવાર એજરીતે પૂછ્યું.

"તુંજ સિદ્ધાર્થને પૂછી લેજેને....!” નેહાએ બોલીને લુચ્ચું સ્મિત કર્યું “જો એ બરોડાંથી પાછો આવેતો...!"

અંકિતાનું ધૈર્ય હવે ખૂટવાં લાગ્યું.

"પાછો આવેતો...! એટ્લે...! એટ્લે...!" લાવણ્યાનું મગજ ફરી બહેર મારી ગયું અને તે હોંઠ ફફડાવવાં લાગી.

"ચાલો ડ્રાઇવર....!" નેહાએ કહેતાંજ કારનાં ડ્રાઇવરે ધીરે-ધીરે ગાડી ચલાવવાં માંડી.

"ન...નેહા....!" લાવણ્યા હવે હાંફવાં લાગી અને કારની જોડે-જોડે ચાલતી-ચાલતી પૂછવાં લાગી "પાછો આવેતો...! એટ્લે...! એટ્લે...!એ પાછો નઈ આવવાનો...!?"

નેહા કઈંપણ બોલ્યાં વગર બેસી રહી અને ગાડીનાં કાંચનું બટન દબાવી દેતાં બારીનો કાંચ ઓટોમેટિક બંધ થવાં લાગ્યો.

"નેહા....! નેહા ....!" ગાડીની સ્પીડ વધતાં લાવણ્યા હવે સહેજ ઉતાવળાં પગલે ગાડી પાછળ દોડવાં લાગી "મને કે'ને....! એ પાછો નઈ આવવાનો....!? બ...બોલને નેહા...!આવું ના કરને....!"

"લાવણ્યા ઊભી રે'...!" અંકિતા પણ લાવણ્યાની પાછળ-પાછળ ચાલવાં લાગી.

ગાડીની વિન્ડોનો કાંચ બંધ થઈ જવાં છતાં લાવણ્યા કારની પાછળ ઉતાવળાં પગલે દોડતી રહી. છેક મુખ્ય રોડ સુધી લાવણ્યા રઘવાઈ થઈને નેહાને એકની એક વાત પૂછતી રહી. અંકિતા લાવણ્યા પાછળ થોડું દોડી, પણ લાવણ્યાની હાલત જોઈને છેવટે તેપણ ભાંગી પડી અને એક જગ્યાએ ઊભી રહીને ગાડીની પાછળ-પાછળ નેહા જોડે વાત કરવાં ઉતાવળાં પગલે દોડી રહેલી લાવણ્યાને જોઈ રહી અને રડવાં લાગી.

"લાવણ્યા .....પ્લીઝ યાર....! ના જઈશ....!" અંકિતાની આંખોમાંથી આસુંઓની ધાર વહી રહી.

કાર મુખ્ય રોડ ઉપર આવી જતાં ડ્રાઇવરે સ્પીડ વધારી દીધી.

"ન....નેહા....! પ્લીઝ....!" પહેલેથીજ હાંફી રહેલી લાવણ્યાનો શ્વાસ હવે વધુ ફૂલવાં લાગતાં છેવટે તે અટકી ગઈ. રડતી આંખે તે કારને જતી રહી.

"તુંજ સિદ્ધાર્થને પૂછી લેજે....!લેજે....!" લાવણ્યાનાં કાનમાં નેહાની વાતનાં પડઘાં પડવાં લાગ્યાં "જો એ બરોડાંથી પાછો આવેતો...! પાછો આવે તો.....!"

થોડીવારમાં તેની નજરોથી કાર ઓઝલ થઈ ગઈ. સાથે-સાથે સિદ્ધાર્થનાં પાછાં આવવાની આશા પણ જાણે ઓઝલ થઈ ગઈ.

-----

Note: with some literature freedom, love revenge is a true story, I was there.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED