પાયલ નો રણકાર Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાયલ નો રણકાર

ગાંડી ગીર ને કાચી સડક બાઈક પર જઈ રહેલો વિરલ થોડો ડરી રહ્યો હતો. પહેલી વાર ગીર માં રસ્તા પર થી પસાર થઈ રહ્યો. અમાસ ની તે રાત હતી. પક્ષી અને પ્રાણી નો અવાજ વિરલ ને ડરાવી રહ્યો હતો પણ હિંમત કરી તે બાઈક ચલાવી રહ્યો હતો. રાત ના આઠ વાગી ગયા હતા ને જંગલ નો ગેટ બંધ ન થઈ જાય તે બીક થી બાઈક ફાસ્ટ ચલાવી રહ્યો હતો.

સામે ગેટ દેખાતા તેને હાશકારો અનુભવ્યો. ગેટ પર રહેલા અધિકારી ને પાસ બતાવ્યો એટલે વિરલ ને જવા નું કહ્યુ. ભૂખ બહુ લાગી હતી એટલે વિરલે તે અધિકારી ને કહ્યું અહી કોઈ હોટેલ કે લોજ છે ? ત્યારે તે અધિકારી એ કહ્યુ સારી હોટેલ તો બહુ દૂર છે. ને હજુ તમારે દસ કિમી સુધી જંગલ કાપવું પડશે પછી એક સામાન્ય હોટેલ છે જો તમે ત્યાં વહેલા પહોંચી જાવ તો કદાચ જમવાનું મળે.

તે અધિકારી નો આભાર માની વિરલ ફરી ફાસ્ટ બાઈક ચલાવવા લાગ્યા. ગેટ બહાર નીકળતા પાકી સડક પણ આવી ગઈ હતી ને ક્યાંય ક્યાંક લાઈટ પણ દેખાઈ રહી હતી. પંદર મિનિટ બાઈક ચલાવી ત્યાં રસ્તા માં તેને નાની હોટેલ જેવું દેખાયું એટલે ત્યાં જઈ બાઈક પાર્ક કરી અને હોટેલ માં હાજર રહેલ માણસ ને પૂછ્યું. જમવાનું મળશે.?
માણસે હા પાડી પણ બે કલાક પહેલા બનાવેલું પડ્યું છે છે થોડું પણ મારે પણ જમવાનું બાકી છે. થોડું હોય તો થોડું મને જમવાનું આપો. તે માણસ કહ્યું ટેબલ પર બેસો હું લઈને આવું છું વિરલ ડાઇનિંગ ટેબલ પર બેસી ગયો ને થોડી વાર માં તે માણસ જમવાનું લાવ્યો.

બંને સાથે જમી રહી હતા. જમવાનું પેટ માં જતાં વિરલ ને થોડીક ટાઢક વળી. પેલા તે હોટલ ના માણસ નો આભાર માન્યો ને પછી કહ્યુ અહી રહેવાની કોઈ વ્યવસ્થા છે. ?

તેણે કહ્યું રહેવાની વ્યવસ્થા તો છે પણ તે રૂમ ની હાલત થોડી ખરાબ છે કારણ કે અહી કોઈ રહેવા માટે પૂછતું પણ નથી. હું તો અહી સુઈ રહુ છું તમે તે રૂમ માં સુવા માંગતા હો તો હું સફાઈ કરી આપું.

વિરલ થાકી ગયો હતો ને તેનાથી બાઇક આગળ ચલાવી શકે તેમ ન હતો એટલે ગમે તેવી રૂમ થી ચલવવા માંગતો હતો. તે માણસે તે રૂમ ખોલી સફાઈ કરી ને સૂવાની વ્યવસ્થા કરી આપી. તે રૂમ હોટલ થી થોડો દૂર હતો. ચારેય બાજુ બારીઓ હતી એટલે બહાર નું સાફ જોય શકાતું હતું.

વિરલ થાક્યો હતો એટલે તે પલગ પર પડતાં જ તેને ઊંઘ આવી ગઈ. ત્યાં બાર વાગ્યે કોઈનો અવાજ સાંભળ્યો,

અચાનક અવાજ આવતા વિરલ જાગી ગયો ને ઊભો થઈ ગયો. અને બારી પાસે જઈ જોવા લાગ્યો ગયો. પણ ક્યાંય કોઈ દેખાયું નહિ પણ તે હોટલ પાસે તે માણસ સૂતો હતો. એટલે થયું કોઈ નહિ હોય જંગલ જેવું છે તો અવાજ આવે. મન મનાવી તે ફરી સુઈ ગયો. થોડો સમય થયો ત્યાં ફરી અવાજ આવ્યો આ અવાજ એક પાયલ નો હતી જે મહિલા પગ માં પહેરતી હોય તે. વિચાર કર્યો અહી કોઈ મહિલા કેવી રીતે હોઈ શકે.

વિરલે કઈ જોયું નહીં, ને પેલા માણસ ને સાદ પડયો માણસ જાગી ને હોંકારો આપ્યો. બોલો સાહેબ રાતે બાર વાગ્યે મને કેમ જગાડ્યો.?

અહી કોઈ મહિલા રહે છે. પાયલ નો અવાજ આવી રહ્યો છે.

ના સાહેબ તમારી અને મારી સિવાય અહી કોઈ નથી તમે આરામ થી સુઈ જાવ. આ જંગલ કહેવાય થોડો ઘણો અવાજ આવ્યા કરે.

તે માણસ ની વાત સાંભળી વિરલ ફરી સુઈ ગયો. થોડા સમય પછી, ફરીથી પાયલનો અવાજ સાંભળવા લાગ્યો. આ સમયે વિરલે દરવાજો ખોલ્યો અને જાતે જોવા બહાર ગયો.

તેણે જોયું કે કોઈ સ્ત્રી જંગલ તરફ જઈ રહી હતી અને તેણે સફેદ સાડી પહેરી હતી. લાંબા એટલે પગ સુધી પહોંચે તેટલા લાંબા હતા. થોડો પ્રકાશ પણ તેની આજુ બહુ હતો. વિરલે અવાજ પણ કર્યો, પરંતુ તે સાંભળ્યા વિના તે જંગલ તરફ જઈ રહી હતી. અને વિરલ તેની પાછળ ગયો. થોડો સમયમાં જ સંપૂર્ણ અંધારું છવાયું ગયું.

વિરલ હવે તે સ્ત્રીને જોઈ શકતો ન હતો. પરંતુ તે હજી પણ તેના પગની પાયલ નો અવાજ સાંભળી રહ્યો હતો કે જાણે તે તેની સાથે જ ચાલતી ન હોય.

વિરલ ખૂબ ડરી ગયો હતો હવે તે રૂમ તરફ પાછા ફરવાનો રસ્તો પણ જોઈ શકતો ન હતો. તે વિચારી રહ્યો હતો કે હવે હું મારા રૂમ માં પાછો કેવી રીતે જઈશ કારણ કે તે જંગલમાં ખૂબ દૂર આવી ગયો હતો .ને પાયલનો તે અવાજ તેને છોડતો ન હતો.

શું કરવું તે સમજાતું ન હતું. વિરલ થર થર ધ્રુજી રહ્યો હતો ને ભગવાન નું નામ જપી રહ્યો હતો . ક્યાં અને કઈ તરફ જવું તે કઈ સુજી રહ્યું ન હતું. અચાનક તેની સામે એક પ્રકાશ પડયો પહેલાં તો તે ખુબ ડરી ગયો ને અંધારા માં અચાનક પ્રકાશ થી તેની આંખો અંજાઈ ગઈ. એક અવાજ કર્યો કોણ છો આપ. ?

ત્યાં સામે થી અવાજ આવ્યો હું હોટલ નો માણસ છું. તે વિરલ ની નજીક આવ્યો. તે માણસ ને જોતા વિરલ ના જીવ માં જીવ આવ્યો. તે માણસે પૂછ્યું તમે આટલે દૂર કેમ આવી ગયા.

તેણે તમને વાત કરી પેલી સફેદ સાડી ની મહિલા. તે મહિલાના પાયલ ના અવાજ પાછળ પાછળ આવતો ગયો ને ખબર ન રહી હું અહી સુધી પહોંચી ગયો. તે મહિલા ભૂત છે તેમાં પેલા માણસ ને વિરલે કહ્યુ.

હા તે ભૂત છે ને તે અહી વર્ષો થી રહે છે તે રાત્રે રોજ અહી થી પસાર થાય છે. પણ તે કોઈ ને નુકસાન પહોંચાડતી નથી.

વિરલ તે માણસ સાથે ચાલી ને હોટલ પાસે પહોંચ્યો ને તે રૂમમાં જઈ તેનો સમાન લઈ તે જ સમયે બાઈક લઈને નીકળી ગયો. થોડે દુર ડર ને કારણે ફાસ્ટ બાઈક ચલાવી ને એક શહેર આવતા તેને રાહત નો શ્વાસ લીધો ને બસ સ્ટોપ પણ જઈ ત્યાં સુઈ ગયો.

જીત ગજ્જર