Sky Has No Limit - 31 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-31

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-31
મોહીતે બધાંને એક એક આખી હોલ બોટલ પકડાવી પીવા ઐયાશી કરવા... હવે સોનીયાને જોયાં સાંભળ્યા પછી ભૂલ લાગી રહી હતી.. મોહીતે મેરી સામે જોયું.... મેરીએ ઇશારામાં કહ્યું "સોનીયાને ચઢી છે અને ગમે તેમ બોલી રહી છે. "મોહીત ઇશારો સમજી ગયો પણ શાંત રહેવા કહ્યું "સાથે સાથે એને આશ્ચર્ય પણ થયું. મેરીને શું લેવા દેવા ? ઠીક છે કહીને એવો ધ્યાન બીજે દોર્યુ ત્યાં સોનીયાએ ફાલ્ગુન સામે જોઇને કહ્યું "બોલ પહેલાં તું બોલે છે કે હું કબૂલી લઊં ? બધાં સોનીયાનું વાક્ય સાંભળીને ચમક્યા....
થોડીવાર માથું ખંજવાળી અને માથું હલાવતાં એ ફરીથી બોલી સોરી સોરી આઇ મીન યુ સે.. ફાલ્ગુન.. પહેલાં તું કબૂલે છે કે હું બોલી લઊં ?
ફાલ્ગુન પણ ચિક્કાર પીધેલો હતો એ આગળ આવ્યો આવીને બધાની વચ્ચે લોન પર બેસી ગયો. એણે હાથનાં ઇશારાથી બધાને નજીક બેસવા માટે વિનંતી કરી અને મલ્લિકા શિલ્પા દૂર હતાં બધાં જ લોનમાં કૂંડાળુ વાળીને બેસી ગયાં હિંમાશુ શિલ્પા સાથે સાથે હાથમાં હાથ પરોવીને બેઠાં હતાં હિંમાશુ ધીમે ધીમે પી રહેલા અને જાણે તમાશો જોતો હોય બેઠો. મલ્લિકા મોહીતની બાજુમાં આવી બેઠી અને એ પણ પી રહી હતી સોનીયા અને ફાલ્ગુન બાજુ બાજુમાં પણ સામ સામે બેઠાં જોડે જોડે નહીં. મેરી અને જોસેફ થોડાં દૂર ઉભા રહ્યાં... વરન્ડામાં દૂર બેઠાં બેઠાં મીતાબેન પણ બધો તાલ જોઇ રહેલાં.
ફાલ્ગુને એક ઘૂટ મારીને કહ્યું "ફ્રેન્ડસ આજે સારો મોકો મળ્યો છે. થેક્સ ડીયર મોહીત આજે તે આ ગેમ ચાલુ કરી... પણ સાચું કહું તો તે બધાની "ગેમ" કરી નાંખી અને પછી જોર જોરથી હસવા માંડ્યો.. પછી એ સાવ ગંભીર થઇ ગયો એનો અવાજ ધીમો થયો ગળામાં બોલતાં બોલતાં રુંધામણ થઇ હોય એવું લાગ્યું થોડો લાગણીભીનો થયો.
ફાલ્ગુન ભીંજાયેલાં અવાજે બોલ્યો ફ્રેન્ડ આજે હું જે કહીશ માત્ર સત્ય કહીશ આપણી ફ્રેન્ડશીપનાં વાઉ (vow) ખાઉં છું તમે બધાં સાથી મારાં. મારાં માટે ફ્રેન્ડ, સગા, સંબંધી જે ગણો એ માત્ર તમે છો. હવે હું મારાં દીલ-મનની વાત કરું પ્રશ્ન મારી અને સોનાયાની જીવનની સાથનાં જીવનની અને આવનાર સમયમાં કેવું જીવવું છે એ મારે કહેવાનુ છે સોનીયાએ મને પહેલાં ચાન્સ આપ્યો છે એટલે પહેલાં હું જ કહીશ...
થોડીવાર ચૂપ રહ્ચો. આંખમાં આવતાં આંસુ ખાળવા પ્રયત્ન કર્યો ગળામાં ભરાયેલાં ડૂમો શાંત કરી રહેલો... મોહીતે ફાલ્ગુનનાં ખભે હાથ મૂકીને પછી બરડે પ્રસાર્યો અને એ સારૂ લાગે એવો પ્રયત્ન કર્યો અને ફાલ્ગુને ખાળી રાખેલાં આંસુ આંખમાંથી વછૂટી ગયાં.. થોડીવાર એ હીબકા ભરી પછી શાંત થઇ ગયો... આખા માહોલમાં શાંતિ પ્રસરી ગઇ.
સોનીયાનો ચહેરો કાળો પડી ગયો એને થયુ આને શું થાય છે ? એણે કહ્યુ ફાલ્ગુન અહીં કોઇનું મરણ નથી થયું કે નથી આપણી લાઇફ એવી કે તું આવા ત્રાગા કરે છે જે છે એ સ્પષ્ટ કહી દેને કોઇ તને રોકી નથી રહ્યું.
ફાલ્ગુન સોનીયા સામે જોઇ રહ્યો. એણે ધીર ગંભીર છતાં વજનવાળા અવાજે કહ્યું "મેડમ ધીરજ રાખો બધુ જ જે છે એજ કહી રહ્યો છું કહેવાનો છું એણે પાછો એક ધૂંટ માર્યો પછી બોલ્યો.. આપણે ગમે તેવી લાગણી દર્શાવીએ કે એ પ્રમાણે વર્તીએ સામેવાળાને કોઇ ફરક નથી પડતો કે તમે કેટલાં લાગણીશીલ છો.
હું ઇન્ડીયાથી ઓટો એન્જીનીયરીંગનું ભણીને આવેલો આવીને સ્ટ્રગલ કરી રહેલો. મને અહીં અમેરીકામાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝનું ફ્યુચર બહુ બ્રાઇટ લાગી રહેલું અને હતું અરે છે.... પણ મને ચાન્સ થોડો મોડો મળ્યો. એ અરસામાં જ સોનીયાનો સંપર્ક ટ્રેઇનમાં થયો હતો. એ અને હું બંન્ને મુંબઇથી જ હતાં. એમણે સ્ટ્રગલ કરી રહેલી અમારી મુલાકાતો વધી આકર્ષાયા અને પછી પરણી ગયાં.
સોનીયા ખૂબ મહત્વાકાંક્ષી હતી અને એની પહેલેથી જ એવી વીશ હતી કે સ્ટ્રગલ કર્યા વિના શાંતિથી ઘરે રહી બધી જ મોજ મજા અને સુખ સગવડ મળે એમાં કાંઇ ખોટું પણ નથી મેં એને કહેલુ તું જોબ ના કરીશ હું પહોચી વળીશ. શરૂઆતનાં વરસોમાં એણે ખૂબ સાથ આપ્યો અને ખૂબ પ્રેમ કરતાં હરતાં ફરતાં. પણ એને બીજાઓનું જોઇને એનું કંમ્પેર કરવાની ખૂબ ખરાબ આદત. હું એને કાયમ કહેતો આપણું છે એજ આપણું અને એમાંજ સંતોષ રાખ.
હું પણ ધીમે ધીમે પ્રગતિ કરી રહેલો. સોનીયાની વીશ પુરી કરવા ઘણીવાર બે બે શીફ્ટમાં કામ કરતો એનાંથી હું રાત્રે લેટ આવવા લાગયો થોડો સમય ઓકે ચાલતુ એ પછી મારાં માટે શંકા કરવા લાગી. એક રાતે ખૂબ લેટ થયેલું તો મારી બોસ મારીયા મને ડ્રોપ કરવા ઘરે આવી હું ત્યાંથી ઉતરી સીધો જ ઘરમાં આવેલો મેં મીસ મારીયાને કોફી માટે ઇન્વાઇટ કરી હતી પણ એમણે લેટ થયેલ છે એટલે ના પાડી.
આમ ઘણીવાર લેટ થાય ત્યારે મીસ મારીયા મને ડ્રોપ કરતી કારણકે એ સમયે મારી પાસે કાર નહોતી. હવે તો મારી પાસે મારી પોતાની કાર છે આજે સોનીયા જે ઇચ્છે એ હું કરું છું પણ મારી ચાદર પ્રમાણે.
પણ આ સમયગાળા દરમ્યાન સોનીયા શંકા કરવા લાગી એણે મારું નામ મીસ મારીયા સાથે જોડી દીધું અને મને મેણાં ટોણાં મારવાં માંડ્યા હદ થઇ ગઇ હતી હું મૂંગા મોઢે સહન જ કરતો રહ્યો. હું સોનીયાને ખૂબ જ ચાહતો-ચાહુ છું પણ એનાં મનમાં શંકાનો કીડો રોજ મોટો થઇ રહેલોએ પછી એ કયારેય સીધા મોંઢે વાત જ ના કરતી અને બીજાનાં જ દાખલા અને કંમ્પેરીઝન મારાં મોઢે કર્યા કરતી.
મીસ મારીયાને તો ખબર જ નહીં હોય કે મારી વાઇફ મારાં માટે આવું વિચારે છે. અહીંની જે રીતભાત અને કલ્ચર છે એમાં આવા વ્યવહાર સામાન્ય છે મને મીસ મારીયા માટે કોઇ ભાવ નહોતો માત્ર બોસ અને એ મારાં રેસીડન્સનાં રોડથી નીકળે છે અને ડ્રોપ કરે છે ક્યારેય એમનાં કે મારાં મનમાં એ જે શંકા પાળીને બેઠી છે એવો ભાવ આવ્યો જ નથી.
તમારાં મોઢે કેટલીયે વાર બોલી છે કે ફાલ્ગુન એની બોસ સાથે અફેર છે મને બદનામ કરતી ફરે છે.
એ આખો દિવસ ઘરે હોય છે. હું બે બે શીફ્ટ કામ કરીને આવુ છું મેં ક્યારે શંકા કરી ? મારી સતત ગેરહાજરીમાં તું શું કરે છે ? મેં એને ક્યારેય પુછ્યું છે ? પૂછો એને..તમે...
હવે તો એવું લાગે છે કે માત્ર વૈતરાં કરુ છું પ્રેમ ક્યાંય પામ્યો જ નથી કાશ એની શંકા સાચી પડી જાય અને એ ચૂપ થઇ ગયો. થોડીવાર શાંત રહી એણે ત્રાંસી આંખ સોનીયા સામે કરીને કહ્યું "એક વધુ ખૂલાસો કરું.
મોહીત તને ખબર છે ? જ્યારથી તને આ પ્રમોશન થયું. આ ઘર આ પોઝીશન - શું કહુ તને ? એણે મલ્લિકાનો વાદ લેવાં માંડી છે મને કહે છે જો જો પ્રગતિ મોહીતે કરી છે આવો વર જેને મળ્યો હોય એનું જીવન કેટલું આનંદમય હોય મલ્લિકા જો કેવો એશ કરે છે કેટલી સાહબી ભોગવે છે આપણે વરસોથી જ્યાં છીએ ત્યાંજ છીએ મારી મહત્વકાંક્ષા અને મારાં સપનાં ધૂળમાં મળી ગયાં છે.
પેલી મલ્લિકા... આટલું મળ્યું છેં છતાં... એ... પછી ફાલ્ગુન ચૂપ થઇ ગયો. એણે ક્હ્યુ મારાંથી વધારે નહીં બોલાય આ એમ સોરી. લવ યુ ગાયસ. એમ કહીને બોટલ ઉચકી મોટો ઘૂંટ માર્યો.
સોનીયા તો કાપો તો લોહીનાં નીકળે એવી સ્થિતિમાં આવી ગઇ. એણે પણ ધૂંટ પર ધૂંટ માર્યા પછી અચાનક મોહીત અને મલ્લિકા સામે જોઇને બોલી "અમાં શું કોઇની પ્રગતિ જોઇને એનું અનુકરણ કરવાનું કે એવું મેળવવાનું મન ના થાય ?
"સાચું કહુ તો સ્ત્રીઓમાં ઇર્ષ્યા ભાવ હોય જ છે એમાં નવી નવાઇની કોઇ વાત જ નથી મલ્લિકાને મોહીત આમ હાથમાં અને હાથમાં રાખે છે પાણી માંગે દૂધ હાજર કરે કેટલી નસીબવાળી છે બધાંજ સુખ એનાં પગમાં લાવી મૂક્યાં છે એનાં જેવી નસીબ વાળી કોઇ નથી ક્યારેક મને મારાં જીવનમાં ઓછપ લાગે છે સુખ આનંદ નથી આવતાં ત્યારે કડાવી વાણી ફાલ્ગુનને કહેવાઇ જાય છે.
પણ એટલું પણ આજે સાચું બોલીશ જ કે મને આવો ઘણી મળ્યો હોય તો હું કોઇની સામે ના જઊ. અને એનાં પગ ધોઇને પીવું. પણ.. છોડ મારે શી પંચાત પણ આવતાં ભવે આવો વર મળે એવી જ ઇચ્છા છે મારી અને હું એને ખૂબ ખુશ રાખું ખૂબ પ્રેમ કરું આંગળીએ નચાવુ નહીં કોઇ પણ પ્રકારનો દગો કરુ નહીં અને ખૂબ જ પ્રેમ કરું એમ કહી મોહીતની સામે જોવા લાગી.
મોહીત અને મલ્લિકા બંન્ને કોઇ આઘાતમાં જ સરી ગયાં મલ્લિકાતો સોનીયાનાં શબ્દો પચાવી જ નહોતી શકતી એને થયું આણે તો મારી...
વધુ આવતા અંકે - પ્રકરણ-32

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED