સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-32 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-32

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-32
મોહીતનાં ઘરે આવીને બધાં મજા માણી રહ્યો હતાં મોહીતે શરૂ કરેલી રમત હવે ગંભીર બની રહી હતી. રમતમાં ને રમતમાં ઘણું રમાઇ ગયું હતું કોઇને ખબર જ ના પડી કે આટલાં એકબીજાનાં કલોઝ મિત્રોમાં પણ આવું હોય છે. સોનીયા કેફમાં અને નશામાં જે મનમાં સંઘરી રાખેલું એ બોલે જતી હતી એને ભાન જ નહોતું એ ફક્ત પોતાની જાતને નહીં એની ખાસ ફ્રેન્ડ ગણાવતી મલ્લિકાને પણ ખૂલ્લી પાડી રહી છે.
મલ્લિકા અને મોહીત અવાક થઇને સાંભળી રહેલાં અને મલ્લિકાની પછી સહેવાયું નહીં એ એની જગ્યાએ ઉઠી અને સોનીયાને જોરથી એક લાફો મારીને કહ્યું "સોનીયા યુ રાસ્કલ તું શું બોલી રહી છે તને ભાન છે ? મોહીત મારો વર છે તારો નહીં... અને તું મારી ખાસ ફ્રેન્ડ થઇને આ શું કરી રહી છે ?
મલ્લિકા પણ નશામાં હતી એણે સોનીયાનાં શબ્દો અને વાક્યો ખૂબ વાગ્યાં હતાં એનાથી લાફો ગુસ્સામાં મરાઇ ગયો અને સોનીયાએ વધુ એક ઘૂંટ પીધો અને વળતો મલ્લિકાને શબ્દોનો પ્રહાર કર્યો.
મલ્લિકા તું શું સમજે છે ? તું કોઇ બ્યુટી ક્વીન છે કે બધાને આમ નચાવ્યા કરે છે ? તારાં વરને નચાવજે બીજાને નહીં ? તું મને આમ મારી જ કેવી રીતે શકે ? તું તો તારાં વરની એક નંબરની દગાખોર અને ધમંડી સ્ત્રી છે તને તો હું પહેલેથી જ ઓળખતી હતી. તારી મહત્વકાંક્ષાઓએ તેં મોહીતનાં પ્રેમને એનાં વિશ્વાસને મારી નાંખ્યો તારાં જેવી સ્ત્રી તો...
ફાલ્ગુન ઉભો થઇને આવ્યો અને સોનીયાને એણે પણ લાફો ઝીંકી દીધો અને બોલ્યો "તને ભાન છે ? તું નશામાં શું શું બકી રહી છે ? કોઇનું જીવન બરબાદ કરવા માટે તુલી છે તને બફાટ કર્યા સિવાય શું આવડ્યું છે ? તું પોતે શું છે ? તારું ચરીત્ર હું અહીં વાંચી સંભળાવું ? સભળાશે તારાથી ?
તને એમ કે મેં કંઇ સાંભળ્યું નથી ? તેં નશામાં મસ્ત અને ડાન્સ કરતાં કરતાં મોહીતને શું કીધું ? તને નશામાં ભાન નથી મને નશામાં ભાન છે અને તું શું કરી રહી છું બોલી રહી છું એનું પણ ધ્યાન છે.
મારાં મિત્ર ખૂબ સંસ્કારી છે એટલે ગમ ખાઇ ગયો છે તું અહીં એનોજ સંસાર ભાંગવાની વૃત્તિઓ કરે છે ? કરમચંડાળ ?
બધાં જ ખૂબ નશામાં હતાં છતાં બધાં ભાનમાં હતાં કોણ શું બોલે છે વર્તે છે એમાં બધાનું ધ્યાન હતું. જોસેફે અને મેરીને ગુજરાતી આવડતુ સમજાતું નહોતું છતાં બોડી લેગ્વેજથી બધી જ ખબર પડી રહી હતી કે મોટી ગરબડ થઇ ગઇ છે.
મોહીતે ફાલ્ગુનને કહ્યું "સોનીયા અત્યારે બીલકુલ ભાનમાં નથી એને રૂમમાં લઇજા અહીંયા હવે એનું કામ નતી ફાલ્ગુને કહ્યું "મોહીત તારી વાત સાચી છે પણ હવે પલાળ્યું છે તો પુરું મૂડી લેવાદે આવી તક મને પણ નહીં મળે.
ફાલ્ગુને કહ્યું "સોનીયા તેં મારી અને મારીયાની વાત ચગાવી હું સહન કરતો રહ્યો. આ બધાં ઉપર હું તને પ્રેમ કરતો રહ્યો તારી બધી જ જરૂરીયાત જે જરૂરી હોય ના હોય બધી જ પૂરી કરતો રહ્યો છું મેં એવું શું ના કર્યું કે આપ્યું કે તે માંગયુ હોય અને ના આપ્યું હોય સાચુ કહેજે.
મોહીત હવે સ્થિતિ એવી આવી છે કે હું હવે ખરેખર મારીયાને પસંદ કરવા લાગ્યો છું સોનીયાનો કકળાટ, કચ મારાં પર ત્યાં સુધી આરોપ મૂક્યાં કે તું પુરુષમાં જ નથી મારે કોઇ માંગ સંતોષતો જ નથી.... બોલ મને શું કરવું ? શું સાબિત કરવું ? હું પુરુષમાં નથી એવું બોલતાં એને શરમ ના આવી એને ખબર છે કે હું ... છોડ હું એનાં જેવો હલકટ નહીં થઇ શકું એ તો શું કરે છે એને જ પૂછો... એને પૂછો કે સામાન્ય સ્ત્રીનાં લક્ષણો ધરાવે છે કે સાઇકીક અને વિકૃત થઇ ચૂકી છે એને ભાન છે ? કદાચ આપણે અહીં ભેગા ના થયાં હોત તો નેક્સ્ટ વીકમાં અમારાં ડાઇવોસનાં સમાચાર મળી ચૂક્યાં હોત.. પણ હવે હજી પણ રીઝલ્ટ તો એજ આવશે.
બધાં અવાચક બનીને સાંભળી રહેલાં સોનીયાનાં ચહેરા પર કોઇ પસ્તાવો, ગ્લાનીનો ભાવ જ નહોતો એ જાણે જડની જેમ સાંભળી રહેલી એણે મલ્લિકાની સામે જોયું અને બોલી "મારાં કહેવતાં વરે તો મને માર્યું. પણ તે ક્યા હકથી મારાં પર હાથ ઉપાડ્યો ? તારાથી સચ્ચાઇ સહન ના થઇ મહારાણી મલ્લિકા ? બોલ ? હજી નગ્ન સત્ય બધાં ઉજાગર કરું ?
મોહીત ધ્યાનથી એ તરફ જોવા લાગ્યો અને એનાં કાન સાંભળવા માટે સરવાં થઇ ગયાં.
હિમાંશુ, શિલ્પા અત્યાર સુધી સાવ શાંત હતાં એ લોકોને લાગ્યું કે બાજી હાથની બહાર સરકી રહી છે હવે અહીં બધાં રહસ્ય પ્રકટ થશે અને બધાની જીંદગી ધૂળધાણી થઇ જશે. મોજમજા એક બાજુ રહી અને અહીં ખોટા તોફાનો સર્જાશે અને રહ્યુ સહ્યુ સુખ તાણી જશે.
હિમાંશુએ ફાલ્ગુનને કહ્યું "ફાલ્ગુન તું પ્લીઝ સોનીયાને સમજાવીને અંદર લઇ જા પ્લીઝ શિલ્પા ઉભી થઇ અને મલ્લિકાની પાસે આવીને બેઠી. ફાલ્ગુન ઉભો થઇને સોનીયાને કહ્યું "ચલ અંદર હવે કંઇ બોલવાની જરૂર નથી ચલ ઘણું બોલાઇ ગયું તારાં જીવને ટાઢક થઇ હશે બધાનું બગાડીને તને શું મળ્યું તારાં જેવી વિધ્નસંતોષી પોતાનું તો શું કોઇનું જીવન પણ બરબાદ કરી શકે ઉભી થા ચલ અંદર.
ક્યાંય સુધી મોન ધારણ કરી તમાશે જોતો અને બધું સાંભળી રહેલો મોહીતે મોં ખોલ્યું અને કહ્યું "બધાં શાંતિથી બેસી જાવ. કોઇએ ક્યાંય જવાની જરૂર નથી બધાં આપણાં અને દરેક પોતાનાં પાર્ટનગરનાં છે આમ નાની વાતને મેક્યું સ્વરૂપ આપી માહોલ કે જીવન કંઇજ સ્પોઇલ ના કરો. જેને જે બોલવું હોય એ બોલવા દોજો... શું ફરક પડે છે ?
સત્ય તો ક્યારેકને ક્યારેક ઉજાગર થઇને સામે આવવાનું જ છે જે કાલે જાણવા મળવાનું હતું એ આજે જાણીશું ફરક શું પડશે ? છૂપાવવાથી કે દબાઇ રાખવાથી એ વધુ જોખમી ભરાવો થશે મને કોઇ દુઃખ કે ડર નથી હું દરેક વાત સ્થિતિનો સામનો કરવા તૈયાર જ છું
મોહીતે કહ્યું "મને મારી ખબર છે મે ક્યારેય મારું સારું કરવા કોઇને ઉપયોગ નથી કર્યો ના કોઇને દગો દીધો છે ના કદી સ્વપ્નમાં પણ કોઇનું ખોટું કર્યું છે છતાં મને કોઇ દગો દે છે કે મારી પાછળ રમત રમે છે તો એ એમનું કર્મ છે.. એનું ફળ પણ એમણે ભોગવવાનું છે હું એ બાબતે સ્થિતપ્રગ્ન છું મને કોઇ ફરક નહીં પડે હાં એ ચોક્કસ છે કે...
મોહીત આગળ બોલે પહેલાં જ સોનીયાએ મલ્લિકાની સામે જોઇને ક્હ્યુ આવાં દેવ જેવાં માણસને તું... તને મળ્યો છે એવો કોઇને નથી મળ્યો મલ્લિકા...
સોનીયા કંઇ આગળ બોલે એ પહેલાં જ મલ્લિકાનો ફોન રણક્યો. મલ્લિકાએ વિચાર્યું કે મેં તો સ્વીચ ઓફ કહેલો ચાલું કેવી રીતે થયો ? એને એટલો નશો ચઢે લોકો કે એને એ પણ ખબર નહોતી કે એણે ફોન ક્યારે ચાલુ કર્યો.
મલ્લિકાનાં હાથમાં ફોન રહેતો નહોતો એ સરખો પકડી નહોતી શક્તી એટલી હાલમ ડોલમ થતી હતી એ સ્ક્રીન પર નામ જોવા શક્તિમાન નહોતી મેરી એ એની એવી સ્થિતિ જોઇને એની પાસે ગઇ અને મેમ મેમ કહી એનો ફોન હાથમાં આપવા ગઇ અને ફોન ઉંચકાઇ ગયો અને મલ્લિકા ફોન પકડી નહોતી શક્તી એટલે મેરીએ ફોન સ્પીકર પર મૂકી દીધો.
મલ્લિકાએ મેરીની સામે ગુસ્સાથી જોયુ મેરીને સમજ જ ના પડી કે મેમ મારી સામે ગુસ્સાથી કેમ જુએ છે ત્યાં સામેથી મલ્લિકાની વધારે ક્હ્યુ "એમ બોલી કેમ છે તને ? આજે શનિવાર હતો એટલે તું ઘરે જ આરામમાં હોઇશ એટલે ફોન કર્યો.. કેમ શું કરે છે ? મોહીત ક્યાં છે ?
કંઇ નહીં જો અગત્યની વાત સાંભળ. તારી તબીયત તો સારી છે ને.. મોહીતને કંઇ.. ભાળ લાગી ગઇ નથી ને ? કંઇ ચિંતા ના કરીશ. મેં તને અગાઉ પણ કીધેલું કે આપણું જ રાજ ચાલવું જોઇએ તારાં પાપાની સફળતા..
મલ્લિકાને પૂરા નશામાં પણ ભાન આવ્યુ કે માં આ શું ભફાટ કરે છે ? એણે ફોન હાથમાં રહે તો નહોતો પણ ઉંચકીને દૂર ધા કરી દીધો.
બધાં મલ્લિકાને જોતાં જ રહી ગયાં. સ્પીકરમાં સંભળાયેલી બે લીટીની વાતનો પણ અર્થ શું નીકળતો હતો ? એની માં શું સમજાવી રહી હતી ? મોહીતને શેની શું રંધાઇ રહેલું છે ?
મોહીત સાંભળીને આધાત પામ્યો.એનો પપ્પાની સફળતા.. આ બધું શું છે ? મલ્લિકા મારી પીઠ પાછળ શું કરી રહી છે બધા ચક્કર શું ચાલે છે ? સોનીયાને પણ ગર્ભિત રીતે શું બોલી રહી હતી.. મોહીત ચક્કર ખાઇ ગયો અને એણે મલ્લિકાને જોરથી.....
વધુ આવતા અંકે --પ્રકરણ-33