Sky Has No Limit - 7 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - 7


મલ્લિકાએ મોહીતને આશ્વસ્ત કરી દીધો કે હું એબોર્ટ નહીં કરાવુ. મોહીત ખૂબજ ખુશ થઇ ગયો. એણે કહ્યું તું એવું કરીજ ના શકે તને ખબર છે આપણાં પ્રેમની નિશાની છે આપણો અંશ છે જે મારો વંશ વધારશે... આપણી ભારતીય સંસ્કૃતિમાં મૃત્યુ પછીની ગતિ વંશ દ્વારા થાય છે હું આ બધામાં માનું છું... પણ એ પણ કહું કે સાચો પ્રેમ હોય સાચી પાત્રતા હોય તો... ઘણાં એવાં છે જેને કોઇ અંશ કે વંશ નથી હોતો એની ગતિ નહીં થતી હોય ?
મલ્લિકા એને શાંત ચિત્તે સાંભળી રહી હતી... એ તરત જ બોલી કે હું આજ પૂછવાની હતી હવે કહે એ લોકોનું શું થતું હશે ? મારે જાણવું છે.
મોહીતે કહ્યું “ મને સમજ છે કે જેટલું જ્ઞાન છે એ પ્રમાણે જેને અંશ કે વંશ નથી હોતાં એ લોકોની પણ સદગતિ થાય છે જે ભલે પાછળ તર્પણ કરનાર ના હોય.. એલોકો એકમેકને અપાર પ્રેમ કરે છે એક જીવ થઇને જીવતાં હોય છે એમની પાત્રતા પ્રબળ હોય છે એવાં જીવોનું ઇશ્વર ખુદ તર્પણ કરે છે કારણ કે સહુથી નજીક ઇશ્વરથી એજ જીવો હોય છે જે સાચો પારદર્શી અને અપાર પ્રેમ કરે છે. પ્રેમ ઇશ્વરનું જ સ્વરૂપ છે.. ભક્તિમાં પ્રેમ સિવાય કંઇજ નથી હોતું ભક્તિમાં પ્રેમ સાથે વિશ્વાસ પરોવાયેલો હોય છે જે ઇશ્વર છે ઇશ્વરને મેળવવા માટે ભક્તિ એટલે કે પ્રેમ અને ઇશ્વર હોવાનો મળવાનો વિશ્વાસ એટલે કે શ્રધ્ધા, આસ્થા...
વધુ આગળ કહેતાં કહ્યું પ્રેમ લક્ષણા ભક્તિ, વિશ્વાસ રૂપી શ્રધ્ધા અને આસ્થા જે કહો એ અને એને પામવાની ધીરજ એટલે સબૂરી... તમારું આટલું કેળવાય પછી તમે ઇશ્વરને.. મોક્ષને પામી જ ગયાં. ત્યારે કોઇ વિધી-પીંડ-રાખને વહાવવાની કે તર્પણની જરૂર જ નથી તમે જીવતાં જ મોક્ષ પામી જાવ બસ આવી પાત્રતા પામવાની જરૂર હોય છે.... આટલું કહેતાં કહેતાં મોહીત લાગણીશીલ બન્યો આંખોમાં જળ ઉભરાઇ આવ્યાં.
મલ્લિકાએ કહ્યું "એય ડાર્લીંગ તું તો ઇમોશનલ થઇ ગયો. આઇ લવ યુ મોહુ એમ કહીને વળગી પડી.
મોહીત-મલ્લિકા ક્યાંય સુધી એકબીજાને વળગી અને એકમેકને પ્રેમથી હૂંફ આપી રહ્યાં. મોહીત મલ્લિકાનાં માથે હાથ ફેરવી રહ્યો એની આંખનાં જળ એનાં માથે ટપકી રહેલાં. ભાવ વિભોર થયેલો મોહીત મનોમન ઇશ્વરને પ્રાર્થના કરી રહેલો. માહોલ એકદમ ગંભીર અને લાગણીવશ થયેલો... મલ્લિકાએ કહ્યું મોહુ તને કેવી રીતે ખબર આ બધી ? તું તો ઋષીમુની જેવી વાગે કરે છે... તે ક્યાં વાંચ્યુ ? ક્યાં ભણ્યો શીખ્યો ?
મોહીતે કહ્યું "મલ્લુ... હું ક્યાંય ભણ્યો શીખ્યો નથી મારાં હૃદયમાં અપાર પ્રેમ ભર્યો છે હું ચાહું છું તને તારાં જીવને આ ઇશ્વરને સદાય કામ કરતાં ટ્રાવેલ કરતાં, ડ્રાઇવ કરતાં ઇવન તને પ્રેમ કરતાં સૂક્ષ્મ રીતે મારાં મનમાં પ્રેમ-પ્રેમ અને ઇશ્વર જ હોય છે મારું મન બીજે ક્યાંય, ભટકતું નથી.. આઇ સ્વેર... જ્યારે અંદર કોઇ વિચારો સ્કુરે ત્યારે વાણી એની મેતે જ નીકળે છે હું પ્રયાસ નથી કરતો સ્વયંભૂ જ બધું તને કહી દઊં છું.
મલ્લિકાએ કહ્યું અહીંના આટલાં એડવાન્સ મટીરીયાલિસ્ટિક વાતાવરણ આવી આધુનિક દુનિયા દેશનાં માહોલમાં તને આવાં વિચારો સ્ફુરે છે ? આવું જીવે છે ? તારાં મિત્રો તો મ્યુઝીક-ફીલ્મ, ડાન્સ, ડીસ્કો, ગેઇમન્ટેન, ગેમ્બલીંગ પાર્ટીસ સેક્સ, ડોલર, પૈસો, કપડાં... ગાડી.. આ બધામાં જ રચ્યા રચ્યા હોય છે સુખ અને કામસુખ માટે પાગલ અને છે બધામાં એ એવુંજ શોધતાં હોય છે. તને મન નથી થતું ? તને નથી થતું કે આનાથી મોટું એડવાન્સ અને મોર્ડન ઘર લઇએ એવાં એરીયામાં જઇએ. પાર્ટી ફંકશન કલબ પિકનિક બધાં સાથે મસ્તી.. ડ્રીંક્સ -બસ મજા જ મજા.. તું કમાય છે પણ આટલું સારુ… તને આ બધી ભૂખ નથી ?
મોહીત થોડીવાર એની સામે જોઇ રહ્યો. થોડો વિચારમાં પડ્યો પછી એણે ગંભીર થઇને કહ્યું તુ જે જુવે છે સમજે છે એ બધું જ મારી નજરમાં અને સમજમાં છે આ બધું ક્યાં સુધી કેટલી હદ સુધી ? કેટલો આનંદ આપશે ? એમાંથી પણ થાક લાગશે... નફરત થશે. ઊંમરનો ઉન્માદ હોય પૈસાનો તોર અભિમાન અને દેખાડાં હોય. પાર્ટી સ્ત્રી પુરુષ સેક્સ બધુ જ હોય ના નથી પાડતો એનો પણ નશો હોય.... એનાંથી ઉપર મને બધો જ આનંદ પ્રેમમાં તારાં સાંન્ધિયમાં અને કુદરતમાં મળતો હોય તો એ બધાને હું પ્રાધ્યાન્ય આપુ મારાં માટે મારું નિજાનંદ વધુ આઇ એમ.પી. છે અને આ બધુ ગમે છે પણ કોઇક હદ સુધી.. કારણ કે આ બધાંજ સુખની એક્ષ્પાઇરી ડેટ હોય છે અને હું જે પ્રેમ આનંદની વાત કરું છું એ અનંત છે અમર છે.
મલ્લિકાએ હસ્તાં હસ્તાં કહ્યું " મોહુ તને જોઇ સાંભળીને એવું લાગે કે હું કોઇ સાધુ એને ઉમરવાળા ઋષીને સાંભળું છું તને આવાં બધા શબ્દો વિચાર ક્યાંથી આવે છે ? આટલાં બધાં તારે ડીપ જવાની શું જરૂર છે ? જે મન થાય એ કર મજા લે મજા કર અને કરાવ આવતી કાલની વાત આવતી કાલે એક એક પળની મજા લે જેમાં આનંદ હોય ભલે ને મટીરીયાલીસ્ટીક કેમ નથી ? નવું ઘર, પાર્ટી, ડ્રીક્સ, ફ્રેન્ડસ, પીકનીક, ડીસ્કો, બધુ ભોગવું મજા કર... અંશ અને વંશની ફીકરમાં શા માટે પડે છે ? બસ એન્જોય યોર લાઇફ એન્ડ વાઇફ અને પછી જોરથી હસી પડી...
મોહીતે મલ્લિકાને ધ્યાનથી સાંભળી પછી કહ્યું આ બધી વાત તારી તદ્દન સાચી સામાન્ય જીવન જીવવા માટે હું સંપૂર્ણ સંમત છું પણ મને એક્ષ્પાઇરીટી ડેટ હોય એવાં આનંદ કરતાં અનંત આનંદ વધુ ગમે છે. પછી એણે મૂડ બદલતાં કહ્યું" ઓકે ડાર્લીંગ ચલ ઘણી ભારે ભારે વાત થઇ ગઇ આ બધુ સમજથી ઉતારવા માટે છે પણ મેં કીધેલી વાત પુરવાર થશે બધીજ... એક્ષપાઇરી ડેટ કેવી પીડા આપે અને અનંત અમર પ્રેમ કેવો આનંદ એ આપણે આપણામાં અને સમાજમાં જોઇ અને અનુભવી શકીશુ કારણકે સાચી વાત હોય એ માત્ર વાત જ નથી હતી એ પુરાવા અને પ્રમાણ આવતી જ હોય છે.
એની વે આવે તો સન્ડે પર જતો રહેશે આમને આમ કાલે તારું મેડીકલ ચેકઅપ ટેસ્ટ કરાવી લઇએ એનાં માટેની એપોઇન્ટમેન્ટ લઇ લઊં છું. જેથી એક વાત કન્ફર્મ થાય અને એ કન્ફર્મ થયાં પછી તારુ શરીર તારે સાચવવુ છે ડાયેટ થી માંડીને તારુ ડેઇલી રુટીન બધું જ સેટ કરવુ પડશે એમાં હું તારી સહેજ પણ કેરલેસનેસ નથી ચલાવાનો મલ્લિકાએ કહ્યું "અરે હાં સ્વીટુ સમજી ગઇ હજી કન્ફ્રર્મ તો થવા દે પછી હું તું જે કહીશ એમ કરીશ ઓકે ? એમ કહીને મોહીતનાં શર્ટ પકડીને લાડ કરવા લાગી. મોહીતે એને વળગીને હોઠ પર ચુંબન લીધું.
બંન્નેનાં હોઠ ભીનાં થયાં બન્ને એક મેકનાં હોઠ ચૂસીને પ્રેમ કરતાં હતાં અને વધુ ભીનાં થવાં જાણે સરકી ગયાં. મોહીત એને પ્રેમ કરતો કરતો જ બેડરૂમ સુધી લઇ ગયો અને બેડ પર સુવાડીને એને હળવે હળવે સહેલાવતો રહ્યો. એણે મલ્લિકાનો ગાઉન ઉતારી નાંખ્યો અને એનાં પેટ પર હાથ મૂકીને કહ્યું આમાં મારો અંશ સચવાયો છે એ રોજ રોજ વધતો જશે ઉભરતો જશે એમ કહીને એણે ત્યાં ચુંબન કર્યુ મલ્લિકા એને જોઇ રહી હતી.
મોહીત ક્યાંય સુધી પેટ પર પ્રેમથી હાથ ફેરવતો રહ્યો ચૂમ્યો રહ્યો પછી એનો હાથ લપસ્યો અને એનાં તનમાં ખાસ અંગોમાં ફરી રહ્યો પ્રેમ કરતો રહ્યો. નાનાં મોટાં બધાં ઉભારોમાં સ્પર્શ કરીને પ્રેમ કરતો રહ્યો. મલ્લિકા પણ ઉત્તેજીત થઇ ગઇ હતી એણે મોહીતને આવકારી સહકાર આપણ માંડ્યો.
મોહીતે એનાં વસ્ત્રો દૂર કર્યા બંને જણાં એકમેકમાં પરોવાઇ રહ્યાં. રવિવારની સાંજે વિતી રહી હતી અહી બંન્ને તન એકમેકમાં પરોવાઇને જાણે પ્રેમ સમાધાનમાં હોય એમ પ્રેમ કરતાં રહ્યાં.
મોહીતે મલ્લિકાનાં અંગ અંગને સ્પર્શી ચૂમવા માંડ્યુ એનાં છાતીના ઉભારને મર્દન કહીને ચૂસ્તાં કહ્યું પછી તો અહીં બીજો... મારો અંશ કબ્જે લઇ લેશે... મને.. મલ્લિકાએ ખોટો ઠપકો કરતાં કહ્યું "સાવ લૂચ્ચો છે એ વખતની એ વખતે વાત અત્યારે તો તારાં હાથમાં છે ને એન્જોય....
અને મોહીત તૂટી પડ્યો બંન્ને જણાંનાં તન એકમેકમાં પરોવાઇ મંથન અને સંભોગ કરી રહેલાં અને સંભોગની સમાધીની પરાકાષ્ઠા આવી ગઇ તૃપ્તિ થઇ ગયાં અને એકમેક વળગીને ક્યાંય સુધી પડી રહ્યાં. તૃપ્તિનાં આનંદ પછી મલ્લિકા બેડ પર પડીને વિચારોમાં ઉતરી ગઇ....
પ્રકરણ-8 ---- વધુ આવતા અંકે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED