Sky Has No Limit - 5 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - 5

પ્રકરણ-5
સ્કાય હેઝનો લિમિટ્સ
મોહીત-જગજીતની ગઝલમાં પરોવાઇને ઇમોશનલ થયેલો. મલ્લિકાએ એ જોયુ કે એની આંખની પડળમાં આંસુઓનાં તોરણ બંધાયાં એ ક્યાંક બીજે જ ઉતરી ગયો છે એ ઉભી થઇ અને સીડી બંધ કરી દીધી. થોડો સમય તો પણ ખોવાયેલો રહ્યો એને ખબર પડી કે મલ્લિકાએ જ સીડી બંધ કરી.
મલ્લિકાએ કહ્યું "સોરી મોહુ મેં બંધ કરી સીડી પણ તું કંઇક વધુજ ઇમોશનલ થયેલો એમાં નશાએ સાથ આપ્યો તું ક્યાંક બીજે જ હતો એટલે પાછો વાળવા બંધ કરી સીડી. આજે આપણે મજા લેવા એન્જોય કરવાં ભેગા થયાં છીએ રડવા નહીં ઇમોશનલ થવાની ઘણી પળો મળશે આજે મજા લૂંટીએ પ્લીઝ.
મોહીતે કહ્યું "ઓકે તારી વાત સાચી છે.. હું ક્યાંક.. બટ નાઉ બી સેલીબ્રેટ એન્ડ બી રોમેન્ટીક એમ કહીને એણે મલ્લિકા સામે આંખ મારી.. ત્યાંજ સોનીયાએ કહ્યું ફાલ્ગુન તું કાંઇ ગાને આજે. ફાલ્ગુને કહ્યું મને ક્યાં આવડે છે ? જેને આવડે છે એને કહેને.. એ તો રમતા રમતામાં કડીઓ બેસાડી નવી પોએમ લખી દે છે. એય મોહીત આજનાં મૂડમાં કોઇ મસ્ત રોમેન્ટીક પેરોડી બનાવને...
મોહીતે પેગ બનાવીને એક સાથે અડધો ગટગટાવી ગયો પછી મલ્લિકાની પાસે જઇ એનાં ગળામાં હાથ પરોવીને એની આંખોમાં જોયા કર્યું નશો હવે મગજ પર હતો. એક હાથમાં શરાબ અને બીજા હાથમાં શબાબ હતો એણે નશા ભરી આંખે મલ્લિકા સામે જોઇને કવિતા ગાવાનું શરૂ કર્યું અને મલ્લિકને ચૂમી લીધી.. એણે ગાયું...
હું તારો લવર બોય તું મારી સ્વીટ ગર્લ.
કમ ઓન ડાર્લીંગ કરીએ આજ મૌજ હી મૌજ..
ફરગેટ ઓલ લવ મી મોર, આઇ કીસ યુ કિસ મી મોર
કમ ઓન લવ, યુ આર માઇન મૌજ હી મૌજ..
યૂ આર સ્વીટ મૈં હું હોટ લવ મેં ચલેગા સબ
ઇન ઔર આઉટ કમસીન તન મૌજ હી મૌજ..
કમ વીથ લવ આજ હૈ મૌકા ભૂલ જા ઘર,
હોઠ હૈ લાલ, ગુલાબી ગાલ બસ મૌજ હી મૌજ.
દીલમેં હૈ તૂ જીગર મેં તૂં હી તૂ મરતાં હુ તુજપે મૈં
ભાડમેં જાય દુનિયા આજા મૌજ હી મૌજ

મોહીતને સ્ફુરતું ગયું એમ ગાતો જ ગયો બધાં છેલ્લાં શબ્દો કોરસમાં ગાતાં હતાં કરલો મૌજ હી મૌજ. આખું વાતાવરણ મોહીતે બદલી નાંખ્યું. હેમે તો બોટલ માથે મૂકીને નાચવા માંડ્યુ ફાલ્ગુને ત્રીજો પેગ બનાવી પીવા માંડ્યો સાથે સાથે બોલતો મૌજ હી મૌજ સોનીયાએ જોયું પણ માહોલ મસ્ત હતો કંઇ બોલી નહીં જેવું ગીત પુરુ થયું અને મલ્લિકાએ મોહીતને વળગીને એનાં હોઠ પર હોઠ મૂકી દીધાં અને ચૂસ્ત ચુંબન આપી દીધું.
મોહીતે પણ એને વળગીને સામે ચુંબન આપી રહ્યો બંન્ને જણાં ક્યાંય સુધી ચૂમતાં રહ્યાં અને બધાં ફ્રેન્ડ્સ એ તાળીઓ વાગીડને બંન્નેને વધાવી લીધાં પછી મોહીતે બીયર ટીન તોડી મલ્લિકાને આપ્યું બીજુ પોતે લીધુ અને બંન્ને જણાં એકબીજાનાં હાથ પરોવી મૌજ હી મૌજ બોલતાં ડાન્સ કરી રહ્યાં બાકીનાં એમને જોતાં જ રહ્યાં.
થોડીવાર પછી હેમે શિલ્પાને ઉભી કરી બંન્ને જણાં ડાંસ કરવા લાગ્યાં. એ જોઇને ફાલ્ગુને સોનીયાને બોલાવી સોનીયા આવી અને તેઓ પણ ગોળ ગોળ ફરીને ડાસ કરવા લાગ્યાં આંખા હોલમાં મૌજ હી મૌજ ગૂંજતુ રહ્યું અને પછી મોહીતે મોટેથી કહ્યું "લવ યુ મલ્લુ માય ચીકું લવ યું મલ્લીકાએ કહ્યું જાને ચીકુ વાળા લૂચ્ચા મને ખબર છે કેમ ચીકુ ચીકુ કરે છે અને મોહીત એને સાંભળી ખડખડાટ હસી પડ્યો અને આંખ મારી મલ્લિકા મોહીતને આવીને વળગી ગઇ.
ફાલ્ગુને સોનીયાને કહ્યું "જો આને કહેવાય પ્રેમ... બીજો ડફોળીયા મારે એ આવું ના કરી શકે. ફાલ્ગુન નશામાં હતો એણે કહ્યું " એય ડાર્લીગ જસ્ટ એન્જોય એન્ડ ફરગેટ ઓલ મારીયા ફારીયા.. આઇ લવ યુ. પછી સોનીયાનું ફટક્યુ "મેં એ ડાકણનું નામ જ ક્યાં લીધું છે અને તારાં હોઠે કેમ આવ્યું ? એ ખૂબ ગુસ્સે થઇ ગઇ.
ફાલ્ગુને કહ્યું "સોનીયા બી કાલમ શાંત થા પ્લીઝ એન્જોય ધ પાર્ટી પ્લીઝ ઘરેજ લડજે અહીં નહીં અહીતો માન રાખ બધાં સામે પ્લીઝ અને સોનીયા સમસમીને ચૂપ રહી. ફાલ્ગુને બીયર લીધી ટીન એણે સોનીયાને આપ્યું બીજુ પોતે લીધુ સોનીયાએ ગુસ્સામાં એક શ્વાસે પીવા ગઇ પણ એને અંત્રાસ આવી ફાલ્ગુન એની પાસે બેસી ગયો. એક કપલ શાંત થયું.
મલ્લિકા અને મોહીત પોતાની મસ્તીમાં હતાં એલોકોને બીજા શું કરે છે એની પડી જ નહોતી એ લોકો પ્રેમ કરવામાં જ મસ્ત હતાં. હેમે શિલ્પાને કહ્યું "તું બીયર પીશ ? હું લઊં છું પેલી કહે "તમને ખબર છે ને હું નથી પીતી તમારે પીવુ હોય તો પીવોને મેં ક્યાં ના પાડી છે. હેમે ટીન મોઢે માંડ્યુ અને શિલ્પાને પ્રેમ કરવા માંડ્યો. શિલ્પાએ પણ રીસ્પોન્સ કર્યો બંન્ને જણાં વળગીને પ્રેમ કરવા માંડ્યા પછી શિલ્પાએ કહ્યું "હેમ યુ એન્જોય.. હું ડીનરની તૈયારી કરુ થોડી મલ્લિકા ભલે અહી રહી હું જોઉં છું હેમે કહ્યું ઓકે ડાર્લીંગ કેરી ઓન હેલ્પ જોઇએ બોલાવજે તારો આ અમેરીકન બોય આવી જશે અને શિલ્પા હસ્તાં હસ્તાં કીચનમાં ગઇ.
મોહીત મલ્લિકાને વળગીને પ્રેમ કરી રહેલો સાથે સાથે બીયરની ચૂસ્કી લેવાતી હતી. ફરી પાછું એને ગીત સ્ફૂર્યું પણ એ હીન્દી મૂવીનું હતું. એણે ગાયું એકદમ રીધમમાં નશો તો ચઢેલો હતો જ....
શૌખીયોમેં ધોલા જાયે ફૂલોકો શબાબા
ઇસમે ફીર મિલાઇ જાયે થોડી સી શરાબ
હોગા યુ નશા જો તૈયાર..
વો પ્યાર હૈ..

બધાંને મજા પડી ગઇ મોહીત ગાતો રહ્યો અને જાણે બધાને મૌજ પડી ગઇ. શિલ્પા પણ કીચનમાંથી પાછી દોડી આવી અને તાળીઓ પાડીને હેમને કહ્યું "મારું ફેવરીંગ સોંગ હેમું આઇ લવ યુ કહીએ હિંમાશુ ને વળગી ગઇ.
રિસાયેલી સોનીયા પણ પાછી મૂડમાં આવી એણે ફાલ્ગુનને હગ કરી કહ્યું " આઇ લ યુ ડાર્લીગ એટલે જ મારાંથી ઝગડો થઇ જાય છે અને ફાલ્ગુને એનામાં સમાવી લીધા.
મોહીત ગાઇ રહેલો એક સૂરમાં મીઠાં અવાજે અને મલ્લિકા વધુને વધુ એનામાં પરોવાઇ રહેલી.. મોહીતનો બીયર પુરો થયો અને મલ્લિકાએ બીજુ ટીન તોડીને આપ્યું અને મોહીતને સાંભળી રહી બીયર પીવડાવતી રહી.
મોહીતે ગીત પુરુ કર્યું અને મલ્લિકાને ચૂસ્ત રીતે પોતાનામાં લીધી. હોઠ પર હોઠ મૂકી એવાં ચૂસવા માંડ્યા કે બીજા બધાએ તાળીઓ પાડીને બધા બોલ્યાં અને બોલ્યાં કેરી ઓન.. કેરી ઓન... એન્જોય.. બધાની એક સાથે તાળીઓ વાગી અને મલ્લિકાને જાણે હોંશ આવ્યો એ શરમાઇ ગઇ અને મોહીતથી છૂટી પડીને અંદર બેડરૂમમાં દોડી ગઇ.
મોહીતે બધાંને આંખ મારીને એ અંદર દોડી ગયો. અંદર આવી મલ્લિકાએ કહ્યું એય લૂચ્ચા તું કેમ અંદર આવ્યો હું તો.... છોડ ચલ જા બહાર હું આવુ છું આમ સારુ ના લાગે પ્લીઝ પછી રાત આપણી જ છે... મોહીત કહે અરે બધાં મિત્રો જ છે શું ફરક પડે છે ચાલને એક મસ્ત નશીલો દાવ લઇ લઇએ.
મલ્લિકાએ જૂઠ્ઠો ગુસ્સો કરતાં કહ્યું નોપ. પ્લીઝ ગો આઉટ પ્લીઝ મોહ આવુ સારું ના લાગે હું વધુ ભાન ભૂલૂ એ પહેલાં અંદર આવી ગઇ. બધાં સામે નહીં ગમે ભલે મિત્રો રહ્યાં પ્લીઝ મારી કોઇક મર્યાદા છે બધાં સામે.. પછી એકાંતમાં તને સંપૂર્ણ સમર્પિત છું અને ભલે નશો કર્યો પછી ઊંઘવા પણ નહીં દઊ એ પણ યાદ રાખજે જા બહાર હું ફ્રેશ થઇને આવુ પછી ડીનરની તૈયારી કરું બધાંને આમ પણ હવે ભૂખ લાગી હશે.
મેં શિલ્પાને કીચનમાં જતાં જોઇ અને હું જવા જ વિચારતી હતી અને તેં ગીત સ્ટાર્ટ કર્યુ... પછી હું રહી શકું ? તને બસ અપાર પ્રેમ કરવાની ચાહત થઇ મારાં મોહ આઇ લવ યુ માય લવ. તું જા બહાર હું આવું જ છું
મોહીતે મલ્લિકાને સંમતિસૂચક સ્માઇલ આવી એનાં કપાળે ચુંબન કરીને બહાર ગયો. મલ્લિકા એને જતી જોઇ રહી વિચારી રહી.. મારો મોહું કેટલો પ્રેમ કરે છે અને સાવ ભોળો છે.. એય મોહું આઇ લવ યુ જાન અને બોલી એ ફ્રેશ થવા માટે બાથરૂમમાં ઘૂસી.
મોહીત બહાર ગયો અને બધાએ બધાવ્યો યાર મસ્ત ગાયું તે બંન્ને ગીતમાં આખો માહોલ બદલી નાંખ્યો ગ્રેટ મોહીત.. વી લવ યુ.. મોહીતે થેંક્સ કહીને કહ્યું મલ્લુ આવે એટલે ડીનર લઇએ.. હે ને ? શિલ્પાએ કહ્યું હું તૈયારી ચાલુ કરું છું.. સોનીયા પણ પાછળ ખેંચાઇ...
મલ્લિકા બહાર આવીને કીચનમાં ગઇ બધાની ડીનરની તૈયારી કરવા માટે.. અને જેવી કીચનમાં પ્રવેશી એને ચક્કર આવ્યાં અને એ પડી ગઇ...
વધુ આવતા અંકે--- પ્રકરણ-6 માં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED