Sky Has No Limit - 10 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - 10


મોહીત ખૂબ આનંદમાં હતો. એનું કામ સફળ થયેલું ઓફીસમાં બોસ પાસે પ્રોજેક્ટ રીપોર્ટ અને પ્રેઝન્ટેશન ખૂબ જ પસંદ આવ્યું. એમાં એણે ટેક્નિક એનાં પાપાની નીતીઓ અને વિચારશરણીને પરોવી સક્સેસ કરેલું ક્યાં USA અને ક્યાં ઇન્ડીયા સુરતનો એક વેપારી છતાં બીઝનેસ બીઝનેસ છે એની પોલીસી અને વર્કીગ સ્ટ્રેટેજી એપ્લાય કેમ ના થાય ? મોહીતે રીસ્ક લીધેલું. એનાં પર ખૂબ સ્ટડી કરીને પ્રોજેક્ટ બનાવેલો અંતે એની મહીનાઓની મહેન્ત સફળ થઇ હતી આજે એ ખૂબ જ ખુશ હતો.
બાથ લઇને ફ્રેશ થઇને માં બાબા નો ખૂબ આભાર માન્યો એમનાં આશીર્વાદથી અભિભૂત થઇને આંખમાં ઝળઝળીયા આવી ગયેલાં એણે મનોમન કહ્યું તમે મારો વિશ્વાસ ટકાવી રાખ્યો અને તમારાં આશીષથી મને સફળતા મળી.
પછી મલ્લિકાને ગ્રાઉન્ડ નટ ફ્રાઈ કરી લાવવા કહ્યું અને એ બીયર લઇને બેઠો અને એનાં ફોનમાં મેઇલનું નોટીફીકેશન આવ્યું એણે તરતજ મેઇલ ઓન કર્યો એણે જોયુ રીચર્ડસનો મેઇલ છે એ વાંચીને આશ્ચર્ય અને આનંદમાં પડી ગયો એણે જોયું કે રીચડર્સ લખ્યુ છે કે એણે ચેરમેન જહોનસરને બધોજ રીપોર્ટ અને અપડૅટ કરેલુ છે કાલે સાંજે 5.00 વાગ્યે એમની સાથે મિટિંગ છે અને એ પ્રીપેર રહે.
માહિતી વાંચીને ખુશ થઇ ગયો એ ઉઠીને દોડ્યો કીચનમાં મલ્લિકા પાસે પહોચ્યો અને ખુશ ખબરી આપી.
મલ્લિકા ખૂબજ ખુશ થઇ ગઇ એણે મોહીતને વળગીને વ્હાલ વ્યક્ત કર્યુ આજે બંન્ને જણાં ખૂબ જ ખુશ હતાં. મોહીતે બીયર સાથે ફ્રાઈડ શીંગની મજા માણી બંન્ને જણાં સોફા પર બેઠાં બેઠાં એકમેકને વળગીને બેસી રહ્યાં.
મોહીતે કહ્યું "ચીકુ તને ખબર છે. આજે સક્સેસ એ મને ખૂબ આનંદિત કર્યો છે નાની નાની ખુશીમાં પણ મને તને પ્રેમ કરીને શેર કરવું ગમે છે એક આનંદનો આવેગ મનમાં હૃદયમાં અને મારાં શરીરમાં પણ આવે છે અને એ આનંદની તૃપ્તિ હું તારી સાથે સેક્સ કરીને લઊં છું તને આપું છું.
પણ મીઠુ આજનો આનંદ ખૂબજ મન હૃદયમાં છે એ શરીરથી વ્યક્ત કરવાનું મન નથી બસ તારી સાથે આમ વ્હાલથી વળગી બેસીને મમળાવવો છે ક્યાંક આવો આનંદ હાથથી સરી ના જાય.. સેક્સ કરીને નિર્વાણ નથી કરવું. મલ્લિકા મોહીતની આંખોમાં જોઇ રહી એને મોહીત માટે વધું આનંદ સાથે પ્રેમ ઉભરાયો એણે મોહીતનાં હોઠ પર હોઠ મૂકી દીધાં. આઇ લવ યુ માય લવ. તારી વાતો સાંભળવી ગમે છે અને તારાં પર વધારે વ્હાલ ઉભરાય છે.
મોહીતે કહ્યું "તારાં આ મીઠાં હોઠ આનંદ આપે છે. એમાં જ આનંદની પરિતૃપ્તિ થાય છે તનથી સુખ મળે છે તનમાં આનંદ... સુખ ક્ષણજીવી હોય છે તૃપ્તિ થયાં પછી પુરુ થાય છે અને આનંદ સદાબહાર છે એ સતત જ રહે છે આજે આનંદની પરીતૃપ્તિ કરવી છે આજે સાચાં પ્રેમનો જાણે અવિષ્કાર સફળતા સામે પરોવાઇ ગયો છે.
મલ્લિકા અને મોહીત બંન્ને જણાં એકમેકને વળગી વ્હાલ કરતાં સાચો આણંદ માણી રહ્યાં.
****************
મોહીત આખો દિવસ ઓફીસમાં બીઝી રહ્યો. એનો પ્રોજેક્ટ સફળ થયો બધાએ સ્વીકાર્યો એનો કલીગ અને કોમ્પીટીટર જોસેફે ઘણાં આરગ્યુમેન્ટ કરેલાં છે કંપનીની પ્રોડક્ટ પ્રમાણે જે પોલીસી અને ટર્મ્સ હતી એ ઓફે જ હતી આમાં નવું કરવાની ક્યાં જરૂર છે ? પણ મોહીતનાં જવાબથી બધાં જ ચૂપ થઇ ગયેલાં.
મોહીતનાં ઇમીજીએટ બોસ રીચડ્સે મોહીતને જ સાથ આપ્યો અને કહેલું "મોહીતનાં પ્રોજેક્ટ અને પ્રેઝન્ટેશન તમે ધ્યાનથી જોયો છે પહેલાં સ્ટડી કરો પછી આરગ્યુમેન્ટ કરો એમનેમ એને એપ્રીશીએટ નથી કરવામાં આવ્યો.
ઘણાં ડીસ્કશન થયાં પરંતુ. મોહીત બધામાં જ સફળ રહ્યો. સાંજનાં 4-30 થઇ ગયાં મોહીતે ચાન્સ લઇને વચ્ચે મલ્લિકાને ફોન કર્યો. "હાય સ્વીટુ મારે કદાચ મોડું થાય એમ છે તું ઘરે પહોચી જજે પ્લીઝ મેનેજ યોર સેલ્ફ એન્ડ ટેક કેર પછી વાત કરુ કહીને ફોન મૂકી દીધો.
બરાબર 5.00 વાગે રિચર્ડ્સની ચેમબરમાં મોહીતને બોલાવ્યો અને રિચર્ડ્સ સાથે કંપનીનાં મેનેજીંગ ડાયરેક્ટર કમ ચેરમેન જ્હોન હાજર હતાં. મોહીતે એમને હેલો કહીને હાથ મિલાવ્યાં.
જ્હોન સ્મિત સાથે કહ્યું "હાય યંગ બોય... આઇ એમ વેરી હેપી એન્ડ એપ્રિસિએટ યોર પ્રોજેક્ટ એન્ડ પ્રેશન્ટેશન આઇ લાઇક ઇટ મી. રીચર્ડ એન્ડ ઓલ્સો સ્ટડી ઇન ડીટેઇલ્સ એન્ડ રીપોર્ટ મી. આઇ થીંક યુ હેવ યુ મેનેજ ધ હોલ પ્રોજેક્ટ એન્ડ આઇ પ્રમોટ યુ એસ વર્કીગ ડાયરેક્ટર ઇને અવર કંપની. યોર ઓફીસ એટ ન્યુયોર્ક નાઉ યુ હેવ યુ મેનેજ એવરીથીગ ફોમ ન્યુયોર્ક ઓફીસ.
યુ આર પ્રમોટેડ ઇન ડેજીગ્નેશન એન્ડ પેકેજ એઝ કંપનીસ પોલીસી…. કોન્ગ્રેચ્યુલેશન્સ.
મોહીતે ઉભા થઇને હાથ મીલાવીને કહ્યું "થેક્સ સર આઇ એમ ઓબ્લાઇઝ. આઇ વીલ ડુ બેટર એન્ડ બેટર… આઇ વીલ પ્રુવ ઇટ ઇન પ્રેક્ટીકલ.
જ્હોન અને રીચડ્સે થોડું ડીસ્કસ કર્યુ પછી મોહીતને કહ્યું " ફ્રોમ નેક્સટ મન્થ યુ હેવ ટુ શીફ્ટ ન્યુયોર્ક એન્ડ મેનેજ યોર ડ્યુટી ઘેર.. યુ વીલ રીસીવ્ ઓલ ડીટેઇલ્સ ઇન યોર મેઇલ બેસ્ટ લક એન હેવ એ સક્સેસફુલ જરની વીથ કંપની.. કોનગ્રેચ્યુલેશન ગો હેડ.
આમ કહીને જ્હોન એને પ્રમોશન આપીને ખુશખુશાલ કરી દીધો. રીચડસ જ્હોન-મોહીત બધાં જ ખુશ હતાં પછી રીચડ્સે કહ્યું યુ યંગમેન કમ વીથ અસ એમ કહીને ચેમ્બર્સની બાજુનાં હોલમાં ગયાં ત્યાં ડ્રીંક પાર્ટી એરેન્જ કરેલી હતી, મોહીત આશ્ચર્યમાં પડી ગયો એ ખૂબ જ ખુશ થયો.
ઓફીસ સ્ટાફના કલીગો સર જ્હોન, રીચડ્સ માટે પેગ બનાવીને આપ્યા. મોહીતને રીચડ્સે બનાવીને આપ્યો. મોહીતને ખૂબ જ રીસ્પેક્ટ મળી રહ્યુ હતું બધો માહોલ આનંદમય હતો. બધાં જ ખુશ હતાં.
સર જ્હોને ચીયર્સ કર્યુ મોહીત અને રીચડ્સ સાથે અને એ લોકોએ સક્સેસની ઉજવણી કરી. મોહીત ખૂબ જ ખુશ હતો કંપની માટે એ ખૂબ મહેનતથી કામ કરશે એવું પ્રેમીસ કર્યુ અને વિચારોમાં પણ પડી ગયો કે ન્યુયોર્ક જવાનું મલ્લિકાની જોબ... છોડાવી દઇશ હવે ક્યાં જરૂર છે આમ ઓફીસની પાર્ટી પતાવીને એ ઘરે આવવા નીકળ્યો.
મોહીતે ઘરનો બેલ માર્યો અને મલ્લિકા દોડતી આવીને એણે દરવાજો ખોલ્યો મોહીતનાં હાથમાં મોટો ફૂલોનો બુકે હતો અને હાથમાં સાથે ઘણી ચોકલેટ્સ બીજા હાથમાં બેગ મલ્લિકાને એણે બુકે આપીને કહ્યું "આ સર જ્હોને આપો છે એન્ડ ધીસ ચોકલેટ્સ ફોર યુ. મલ્લિકા ખુશ થઇ ગઇ એવા મોહીતને અંદર ઘરમાં લેતાં કહ્યું તું બેસ પ્હેલાં અને અને કહે આજે ઓફીસમાં શું થયું તારાં બોસે શું કહ્યું ?
મોહીતે રીલેક્ષ થતા ટાઇ કાઢી શર્ટનાં બટણ ખોલ્યાં બેગ મૂકીને શાંતિથી સોફામાં બેઠો એણે પહેલાં મલ્લિકાને કપાળે ચુંબન કર્યુ પછી કહ્યું ડાર્લીગ આજે મારાં જીવનનાં સકસેસ અને આનંદીત દીવસ છે પછી જ્હોને કીધેલુ બધુ જ કહ્યું આપણે ન્યૂયોર્ક શીફટ જવાયુ છે ત્યાંની ઓફીસ મારે સંભાળવાની છે અને વર્કીંગ ડાયરેક્ટર તરીકે મને પ્રમોટ કર્યો છે બાકી ડીટેઇલ્સ મેઇલમાં આવી જશે.
મલ્લિકા એકદમ ખુશ થઇ ગઇ.. વાહ ન્યુયોર્ક વાહ મારાં મોહુ તારો તો વટ પડી ગયો.. આઇ લવ યુ ન્યૂયોર્કમાં ક્યાં ? બધું કહેને..પછી વિચાર આવતાં બોલી પણ મારી જોબનું શું ? હું ઓફીસમાં વાત કરીશ કે મારાં પીયુની ન્યૂર્યોક ટ્રાન્સફર થઇ છે પ્રમોશન થયુ છે મને મારી કંપનીની ત્યાંની બ્રાન્ચમાં પોસ્ટીંગ આપો.
મોહીતે કહ્યું ડાર્લીંગ તારે કામ કરવાની શું જરૂર છે ? હવે મારું પેકેજ એવું મળશે કે તારે બસ મજા કરવાની અને મલ્લિકાનાં પેટ પર હાથ ફેરવીને કહ્યું " આપણાં લાડકાનું ધ્યાન રાખવાનું... તારું ધ્યાન રાખવાનું.. બાકીનું બધુ હું જોઇ લઇશ. હવે તારે કામ કરવાની જરૂર જ નથી. આમ પણ કમાઇને લાવવાનું કામ પુરુષોનુ છે તું જલ્સા કર.
મલ્લિકા કહે એવું નહી... પછી હું ઘરે બેઠી બેઠી ? બોર થઇ જઇશ એનાં કરતાં ત્યાં પોસ્ટીંગ આપે તો હું ખોટું છે હું મારું ધ્યાન રાખીશ.
મોહીતે કહ્યું "ત્યારની વાત ત્યારે... હવે કન્ફર્મ થયું છે બધુ જ સારું સારું થયું છે લે ઇન્ડિયા વાત કરી લઇએ ? મલ્લિકાએ કહ્યું... હજી બે દિવસ પછી કરીએ....
વધુ આવતા અંકે --- પ્રકરણ-11

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED