Sky Has No Limit - 9 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - 9

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-9
મોહીતે કોફી નાસ્તો પતાવી પોતાની ચેમ્બર્સમાં આવીને બધી તૈયારી પ્રોજેક્ટની પૂરી કરી ત્યાંજ કોન્ફરન્સ હોલમાં જાવ માટેનો મેસેજ આવ્યો એણે ફટાફટ પોતાની ફાઇલ અને લેપટોપ લઇને સીધો ત્યાં પહોચ્યો મોહીતે જોયુ કે ત્યાં બધાં પહોચી ગયાં છે એનાં કલીગ એનાં કોમ્પિટિટર અને એનો બોસ બધાં મોહીતનાં પ્રેઝન્ટેશનની રાહ જોઇ રહેલાં. મોહીતે પોતાની ચેર પર બેસીને એનું લેપટોપ ચાલુ કર્યું અને વોલપર નાં સ્ક્રીન પર બધુજ પ્રેઝેન્ટેશન હાઇ લાઇટ કર્યું. એણે સ્ક્રીન પર શરૂ થી અંત સુધી બધુજ રજૂ કરીને આખો પ્રોજેક્ટ રીપોર્ટનું પ્રેઝેન્ટેશન રજૂ કર્યું.
વચ્ચે વચ્ચે એનાં કલીગ તથા એનો બોસ રીચડર્સ પૂછી રહેલા એ એનાં આન્સર્સ આંપી રહેલો. આખુ પ્રેઝન્ટેશન પુરુ થયું એટલે મોહીતનો બોસ રીચડર્સ ઉભો થઇને મોહીતની પાસે આવ્યો અને હગ કરીને કહ્યું "કોન્ગ્રેચ્યુલેશન્સ મોહીત એક્ષેલન્ટ માય બોય આઇ એમ ઇમ્પ્રેસ્સડ આઇ એપ્રિસિયેટ યોર પ્રેઝન્ટેશન એન આઇ વીલ રીપોર્ટ ટુ અવર ચેરમેન મી. જહોન.
મોહીતે કહ્યું "થેક્યુ સર થૈક્યુ મોહીત ખૂબ જ ખુશ થઇ ગયો એનાં કોમ્પીટીટરનાં મોઢાં પડી ગયાં મોહીતે બનાવેલું પ્રેઝેન્ટેશન અને પ્રોજેક્ટ પરફેટ જ હતો કોઇ એમાં ખામી ના શોધી શક્યું. ઘણાં કવેશ્ચન અને આન્સર્સસ થયાં પણ મોહીતે એવું પરફેક્ટ કામ કરેલું કે રીચર્ડ એપ્રિસિયેટ કર્યા વિના રહી જ ના શક્યો રીચ્રડસે કહ્યું "મી. મોહીત પ્લીઝ કમ ઇન માય ચેમ્બર્સ મોહીતે એનાં બોસને ફોલો કર્યુ અને એની સાથે એની ચેમર્બ્સમાં ગયો.
રીચાર્ડસે એનાં ચેમ્બરની સ્ક્રીન પર મોહીતને એક પ્રેઝેન્ટેશન મૂકવા કહ્યું અને પછી બંન્ને જણાંએ પ્રોજેક્ટ અંગે કાંઇક કોન્ફીડેન્શીયલ વાત કરી. રીચર્ડસે કહ્યું "આઇ ડોન્ટ વોન્ટ ટુ આસ્ક સમ કવેશ્ચન ઇન ફ્રન્ટ ઓફ ઓલ બડીઝ.
મોહીતે એનાં પ્રોજેક્ટમાં અમુક ડીટેઇલ્સ એવી હાઇલાઇટ કરી હતી કે રીચાર્ડ ખૂબ જ ઇમ્પ્રેસ થયેલો એણે મોહીતને શાબાશી આપીને કહ્યું "એનાં આ પ્રોજેક્ટ અને પ્રેઝેન્ટેશન પ્રમાણે કંપની કામ કરશે અને પોલીસી બનાવશે તો કંપનીને કરોડો ડોલરનો બેનીફીટ થવાનો છે એ નક્કી જ રીચાર્ડસે કહ્યું "યુ આર વેરી બ્રીલીયન્ટ. આઇ એમ સો હેપ્પી. કોન્ગ્રેચ્યુલેશન અગેઇન એન્ડ થેંક્સ ફોર નાઇસ પ્રોજેક્ટ. એમ કહીને મોહીત સાથે હાથ મિલાવીને કહ્યું આઇ વીલ રેકમન્ડ યુ એઝ એ ટીમ મેમ્બર ઓફ કંપની ડાયરેક્ટર્સ... આઇ વીલ પ્રમોટ યુ વેલ્ડન બેસ્ટ લક.
મોહીત ખૂબ જ ખુશ થઇ ગયો એની આટલાં સમયની મહેનત એનાં પ્રોજેક્ટ માટેનાં આઇડીયા અને પ્રેઝેન્ટેશન ખૂબ સક્સેસફુલ થઇ ગયુ અને આટલુ મોટુ પ્રમોશન એતો આનંદની ફૂલ્યો ન હોતો સમાતો. એણે રીચાર્ડને થેંક્સ કહ્યું અને બોલ્યો "થેક્સ વેરી મચ સર એન્ડ આઇ એમ ઓબ્લાઇજ આઇ વીલ સર્વ બેટર એન્ડ બેટર ફોર કંપની. એમ કહીને એ ચેમ્બરમાંથી બહાર નીકળ્યો.
મોહીત બહાર નીકળ્યો અને એનાં કલીગ, કોમ્પીટિટર સ્ટાફ બધાએ એને કોન્ગ્રેચ્યુલેશન કહીને વધાઇ આપી. એનો બરાબર કોમ્પીટિટર મી. જોસેફ એણે પણ સ્પોર્ટ્સમેન સ્પીરીટ દાખવી મોહીતને અભિનંદન આપ્યાં એ રીચર્ડસથી ઘણો નજીક હોવાં છતાં રીચર્ડસે મોહીતને ચાન્સ આપેલો.
મોહીતે બધાનો આભાર માની પોતાની ચેમ્બરમાં આવ્યો અને એની બેગ લઇને પોતાનાં ઘરે આવવા માટે ઓફીસથી નીકળી પોતાની મર્સીડીસમાં બેસીને એણે પવનવેગે ઉડ્યો એને થયું ફોન નથી કરવો હું મલ્લિકાને રૂબરૂ જઇને જ ન્યુઝ આપીશ.
ગાડી ડ્રાઇવ કરતા કરતાં એ વિચારોમાં હતો સક્સેસ મળ્યાનો આનંદ મનોમન લૂંટી રહેલો હવે મી.જહોન સાથે ચર્ચા થયાં પછી પ્રમોશનનો લેટર એનાં ન્યૂઝની જ રાહ જોવાની હતી.
મોહીતે ઘરે પહોચીને ડોર બેલ વગાડ્યો એ સાથે જ મલ્લિકાએ ડોર ખોલ્યો. મોહીતનો ચહેરો જોઇને એ શોક પામી એણે કહ્યું કેમ આવું ઉતરેલું મોઢું છે ? પ્રોજેક્ટ પ્રેઝેન્ટેશન ઓકે ના રહ્યુ ? શું થયું કેમ આટલો ઉદાસ છે ?
મોહીતે દરવાજો બંધ કરી પોતાની બેગ સોફા પર રીતસર ફેંકી અને મલ્લિકાને ઉચકી લીધી અને ગોળગોળ ફરતાં બોલ્યો "આઇ સક્સિડેડ મારી જાન મી. ચીચડર્સે ખૂબ વખાણ કર્યા અને મારાં પ્રમોશન માટે મી.જહોનને રેકમન્ડ કરશે. તને ખબર છે મારો આ પ્રોજેક્ટથી કંપનીને લાખો ડોલરનો ફાયદો થશે.
મલ્લિકાએ ખૂબજ ખુશી વ્યક્ત કરી. એણે કહ્યું "મને તો ખબર જ હતી હું જોઇ રહેલી છેલ્લાં મહિનાઓથી તું એની પાછળ રીસર્ચ અને મહેનત કરતો હતો. એટ ધ એન્ડ યુ આર સક્સિડેડ આઇ એમ હેપી.
મોહીતે કહ્યું "તને એક સસપેન્સ કહુ "મારી સક્સેસ પાછળ મારાં પાપાનો હાથ છે. મલ્લિકાએ કહ્યું તારા સક્સેસ પાછળ પાપાનો હાથ ? હું સમજી નહીં..
મોહીતે કહ્યું "તને ખબર છે પાપાને સુરતમાં ટેક્ષટાઇલનું મોટું કામ એમાં એ ઘણાં કમાયાં તે પણ કાળા બજારનું કોઇ કામ કર્યા વિનાં. ધંધામાં એમની નીતીથી તેઓ ખૂબ આગળ આવ્યાં બધાનો વિશ્વાસ જીત્યાં. ક્યારેય કાયદા વિરૂધ્ધ કામ ના કર્યું આજે બે નંબરનાં ધંધામાં પડ્યાં હોત કરોડો રૂપિયા હોત આપણી પાસે પરંતુ એ જે જે નીતી અખત્યાર કરતાં અમલમાં મૂકતાં એનાંથી આપણો ઘંધો ખૂબ જ વિકાસ પામ્યો અને વધુમાં બધાં વેપારી અને મીલોનાં શેઠીયાઓએ પાપા પર ખૂબજ વિશ્વાસ મૂક્યો જેનાં કારણે 35 વરસની આપણી પેઢીની ઇજ્જત છે અને એટલો જ પૈસો કમાવી આપ્યો છે.
મેં મારાં પ્રોજેક્ટ પાપાની નીતીને અહીંની નીતીઓ નિયમો સાથે પરોવી છે અને ઘણાં નિયમો રજૂ કરેલાં પ્રોડકશનથી કસ્ટમર સુધી પહોંચે એ આખી ચેઇન રજૂ કરી છે અને માર્કેટમાં કેવી રીતે પ્રેજન્ટ કરવી કસ્ટમર સેટીફેકેશન કેવી રીતે લેવું બધુજ ગૂંથ્યું છે.
મારાં પ્રોજેક્ટમાં હીડન બેનીફીટ કંપનીને એટલાં બધાં છે કે જે આજ સુધી કોઇને ફોક્સ નહોતાં કર્યા નીતી અને નિયમો જ એવાં હોય કે કંપનીને કયારેય લોસ જ ના જાય અને પ્રેસ્ટીજ અને ગુડવીલ વધતી જ જાય.
મલ્લિકા મોહીત સામે જોઇ રહી અને એને મીઠું ચુંબન આપી દીધુ આઇ એમ પ્રાઉડ માય લવ કહીને વ્હાલથી વળગી ગઇ.
મોહીતે કહ્યું "એય માય લવ આજે તો પ્રબુ મારાં પર મહેરબાન છે ... પ્રોજેક્ટ સક્સેસ અને હું બાપ બનવાનો એ પણ સકસેસ એમ કહીને મલ્લિકાને વળગીને ખૂબ વ્હાલ કર્યું.
મોહીતે કહ્યું "તેં પૂછી લીધુને બધુ તારી કેર લેવાની વગેરે મલ્લિકાએ ફાઇલ લઇને હાથમાં પકડાવીને કહ્યું આમાં બધુ જ છે વળી બે સીડી પણ આપી છે શાંતિથી જોઇશું એમ કહીને મોહીતને ફરી કીસી કરી.
મોહીતે કહ્યું બેબી આઇ વોન્ટસ ટુ રીલેક્ષ હું બાથ લઇ આવુ અને પછી બહારથી ઓર્ડર કરીને મંગાવી લઇએ કાંઇ રસોઇ નથી કરવી તું ઓર્ડર કરીલે અને મંગાવી લે એમ કહીને એ બાથ લેવા જતો રહ્યો.
મલ્લિકાએ ખુશ થતાં ફોન ઉઠાવીને ફોન કરીને ઓર્ડર લખાવી દીધો ન્યુજર્સીની ફેમ્સ ઇન્ડીયન રેસ્ટોરામાં મોહીત બાથ લઇને આવ્યો અને પ્હેલો કીચનમાં જઇને માં-બાબાની તસ્વીર પાસે આવી ઉભો. મનોમન પ્રાર્થના કરી અને આશીર્વાદ માટે આભાર માન્યો. એની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં.
એણે પછી ફ્રીઝ ખોલીને બીયર ટીન કાઢ્યું એ લઇને મલ્લિકા પાસે આવી કહ્યું "હું એન્જોય કરુ છું તારે હવે બંધ પછી બોલ્યો સ્વીટુ પ્લીઝ મને ગ્રાઉન્ડ નટ બીન ફ્રાય કરી આપને પ્લીઝ.
મલ્લિકાએ કહ્યું "જસ્ટ બનાવી લાવુ છું પ્લીઝ બી રીલેક્ષ... થોડીવાર પછી મોહીતનાં ફોન પર મેઇલનું નોટીફીકેશન આવ્યું અને એ એકી નજરે આનંદ અને આશ્ચર્ય સાથે વાંચી રહ્યો.
વધુ આવતા અંકે --- પ્રકરણ-10

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED