Sky Has No Limit - 30 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-30

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-30
મોહીતનાં ઘરે એનાં મિત્રો આવેલાં છે બધાં ખૂબજ મૂડમાં છે ચિઠ્ઠી નાંખીને પોતાનાં પ્રેમ અને લગ્નજીવન વિશે જે હોય એ સાચું બોલવાનું છે. હવે પછી કેવી જીંદગી જીવવી છે એ સંપૂર્ણ સત્ય બોલવાનું છે. આજે બધાએ કમ્પલસરી પીવાનું છે આજનો જ દિવસ છૂટ છે અને કમ્પલસરી પણ છે.
શિલ્પા અને હિમાંશુની વાતો પતી ગઇ એમનો ટર્ન પત્યા પછી શિલ્પાએ હિમાંશુ તરફ જોયું હિમાંશુ શિલ્પાને વળગી પડ્યો એની આંખમાં ઝળઝળીયાં આવી ગયેલાં હિમાંશુએ શિલ્પાને કહ્યુ અહીં જે બોલી અને હું જે બોલ્યો સત્ય છે પણ આપણાં પ્રેમ અંગે બીજી વાતો હું એકાંતમાં કરીશ. બધાએ આ સાંભળી લીધુ અને તાળીઓથી વધાવી પણ લીધુ શિલ્પા અને હિમાંશુ બન્ને શરમાઇ ગયાં.
મોહીતે પણ ખૂબ બિરદાવ્યાં બન્ને તે અને બોલ્યો "મિત્ર હિમાંશુ હું તારી નજરની પસંદગીની જીંદગી જીવે છે જીવવા માંગે છે એ બધામાં તને શિલ્પા સહકાર આપે છે તારાં આનંદમાં જ એણે એનો આનંદ વણી લીધો છે કહેવું પડે હેટ્સ ઓફ શિલ્પા ગોડ બ્લેસ યુ બોથ બોલતાં બોલતાં મોહીત થોડો ઇમોશનલ થયો.
બોલીને મોહીતે પોતાની નજર ક્યાંય ના પડવા દીધી અને એણે મેરી તરફ ઇશારો કર્યો બીજી ચીઠ્ઠી નાંખવા અને જોસેફે ઉપાડી અને નામ વાંચી બોલ્વા ગયો અને ત્યાંજ... સોનીયા બોલી ઉઠી.. યાર બહુ ઝડપી ઝડપી થઇ રહ્યું છે બધુ કેમ ? એવુ નથી લાગતું ? વચ્ચે થોડી મસ્તી મઝાક થઇ જાય આ બંન્ને જણાંતો ફુલ્લીપાસ થઇને નીકળી ગયાં એની પાર્ટી પછી આગે આગે દેખા જાયેગા.. શું કહો છો બધાં ?
મોહીતને કંઇ ખબર ના પડી પણ છતાં બોલ્યો "ઓકે ડન.. અને એણે જોસેફને ઇશારો કર્યો. જોસેફે ચીઠ્ઠી હતી એ ખીસ્સામાં મૂકી દીધી બધાએ એ જોયું અને એણે ડ્રીંકની બીજી વ્યવસ્થા કરવા માટે અંદરથી બીજી લીકર બોટલ્સ લઇ આવ્યો.
મોહીત ઉભો થયો અને વચ્ચેનાં સેન્ટર ટેબલ પર છ બ્લેક લેબલ બે વાઇન અને 10 બીયર ટીન મૂકાવી દીધાં મેરી આઇસક્યુબ એનાં બોક્ષમાં લઇ આવી.
મોહીતે કહ્યું "મન ભરીને પીઓ... જીભને છૂટી મૂકો દીલની વાત જે કંઇ હોય આજે બધા સામે રજૂ કરો. અને એ સ્ક્રીન અને સીસ્ટમ તરફ ગયો અને એકદમ મોર્ડન લેટેસ્ટ ઇંગ્લીશ મ્યુઝીક લાઉડર ટોનમાં મૂક્યું. આખો માહોલ બદલાઇ ગયો બધાં મસ્તીનાં મૂડમાં આવી ગયાં અને મીતાબેન બીજા ગાંઠીય સાથે,ચેવડો સેવ, શીંગ ભૂજીયાં અને તળેલાં પાપડ સેકેલાં પાપડ બધુ જ ડીશો ભરી ભરીને લઇ આવ્યાં. બધાની સામે એક નજર નાંખીને સીધાં પાછળ કીચનમાં જતાં રહ્યાં.
હિમાંશુએ એક બોટલ ઉઠાવી અને ખોલી સીધી નીટ ચૂસકી લીધી બીજી બોટલ સોનીયાએ ઉઠાવી અને મોહીતનાં હાથમાં આપી... મોહીતને નવાઇ લાગી એણે કહ્યુ તું લે હું હમણાં લઊં છુ.. સોનીયાએ કહ્યું "હું લઊં છું આ પડી બધી અને મોહીતે આગળ ચર્ચા વિના લઇ લીધી અને પછી સોનીયાએ વાઇન બોટલ મલ્લિકાને આપી અને બીજી વાઇન બોટલ ફાલ્ગુનનાં હાથમાં આપી.
ફાલ્ગુને કહ્યું મને વાઇન કેમ ? બ્લેકલેબલ આપ. હું પ્રેગટન્ટ નથી ? અને મલ્લિકાએ સોનીયા અને ફાલ્ગુન સામે જોયું થોડીવાર ચૂપ રહી.. પછી એણે વાઇન બોટલ મૂકી બ્લેકલેબલ જ ઉપાડી મોહીતે જોયું.. મલ્લિકાની આંખમાં આંખ પરોવી પણ કંઇજ બોલ્યો નહીં.
સોનીયાને આશ્ચર્ય થયું કે મોહીતે કેમ ટોકી નહીં ? ફાલ્ગુનને બોલ્યાનો અફસોસ થયો. પણ એણે બ્લેકલેબલ જ ઉપાડી. સોનીયાએ કહ્યું "તને દારૂ પચતો નથી એટલે... પછી જેમ ફાવે એમ બોલે છે.
ફાલ્ગુને કહ્યું "આજે એની તો જરૂર છે અને હસવા લાગ્યો. સોનીયાએ બોટલ ખોલી ગ્લાસમાં વ્હીસ્કી નાંખી સાથે સોડા ઉપડીને એક સાથે આખો પેગ પી ગઇ.
ફાલ્ગુન-હિમાંશુ અને મોહીત નીટ પી રહેલાં હતાં શિલ્પાએ લેવાની ના પાડી... સોનીયા એક પછી એક પેગપી રહી હતી અને મલ્લિકા હાથમાં બોટલ પકડીને બેસી રહી હતી. એણે પીવાનું ચાલુ નહોતું કર્યું.
ખૂબ મસ્તીવાળુ લાઉડર ટોનમાં મ્યુઝીક વાગી રહેલું મોહીત અને હિમાંશુ ઉભા થઇને ડાન્સ કરવા લાગ્યાએ ધીમે ધીમે સોનીયાનાં પગ થીરકવા માંડ્યા એ પણ ઉભી થઇને ડાન્સ કરવા લાગી. હિમાંશુએ બોટલ લઇને એક ખુરશી પકડી લીધી એમાં બેસી પીતો જાય અને નાસ્તો ખાતો જાય.
મલ્લિકા ક્યાંય સુધી બધાને જોઇ રહી હતી હવે એને પણ પીવાની તલપ લાગી હતી એણે બ્લેકલેબલ બાજુમાં મૂકી અને વાઇન પીવા માંડી. મસ્તી બરાબર રંગ લાવી રહી હતી.. ફાલ્ગુન શિલ્પા સાથે ખાવાની રેસીપી અંગે માથાફૂટ કરી રહેલો એને પૂરે પૂરી ચઢી ગઇ હતી.
મોહીત અને હિમાંશુ બન્ને બરાબર ડાન્સ કરી રહ્યાં હતાં બંન્ને જણાં માઇકલ જેક્સનનાં ભાણાં હોય એમ નાચી રહેલાં સોનીયા પણ બરાબર મસ્તીમાં હતી એણે આ બંન્ને સાથે જોઇન્ટ કર્યું અને એ ડાન્સ કરવા માંડી હતી માહોલ બરોબર ગરમ હતો... અને મ્યુઝીકમાં રોમેન્ટીક સોંગ્સ આવ્યાં અને બરાબર રોમાન્સનો માહોલ છવાયો બધાં બરાબર પી રહેલાં હિમાંશૂ થાકીને થોડીવાર લોનમાં જ બેસી ગયો અને સોનીયા અને મોહીત ડાન્સ કરી રહેલાં.
મલ્લિકા સ્ક્રીનપર ચાલી રહેલાં લાઇવ રોમાન્ટીક ડાન્સ જોઇ રહેલી અને એ ઊડાં વિચારોમાં ઉતરી ગઇ હતી એણે વાઇન બોટલ પુરી કરી દીધી બ્લેક લેબલ ખોલીને પીવાનું ચાલુ કર્યું સોનીયાએ બોટલ પુરી કરી અને લોનમાં જ ફેંકી એ સાવ નશામાં હતી એણે મોહીતનાં ખભાનો ટેકો લીધો મોહીતની કેડમાં હાથ નાંખી ડાન્સ કરવા લાગી અને પૂરાં પીધેલાં મૂડમાં બોલી એય આઇ લવ યું માય ડાર્લીંગ એય આઇ લાઇક યુ અને મોહીત પૂરાં નશામાં હતો છતાં એણે આ ડાયલોગ સાંભળ્યા અને નશો ઉતરી ગયો એણે ફાલ્ગુનને બૂમ પાડીને બોલાવ્યો... સોનીયા તને બોલાવે છે અને હાથ છોડાવી સોનીયાનો અને હિમાંશુ સાથે લોનમાં બેસી ગયો.
મલ્લિકાને કંઈજ ખબર નહોતી એ એની મસ્તીમાં હતી પણ મોહીત થોડો ડીસ્ટર્બ થઇ ગયો પછી મન મનાવ્યું કે એ ખૂબ નશામાં છે કદાચ ફાલ્ગુન સમજી બેઠી હશે.
મોહીતે થોડો સ્વસ્થ થયાં પછી મેરી અને જોસેફને બોલાવ્યાં મ્યુઝીક બંધ કરવા કહી દીધું.
મોહીતે કહ્યું "ફેન્ડ્સ પ્લીઝ બધાને ખૂબ નશો થયો છે થોડીવાર બ્રેક લો નો મોર ડ્રીંક્સ પ્લીઝ બધા આવીને બેસી જાઓ પ્લીઝ. મોહીત પ્લીઝ પ્લીઝ કરી વિનંતી કરતો રહ્યો અને બધાં ધીમે ધીમે આવીને નીચે લોનમાં જ બેસી ગયાં.
મોહીતે એક પછી એક બધાં સામે જોયું શિલ્પા સિવાય બધાંજ પીને ધૂત થયાં હતાં. શિલ્પાએ મોહીત સામે જોયું અને કંઇક ઇશારો કર્યો પણ મોહીત સમજ્યો નહીં.
મેરી અને જોસેફ આવી ગયાં. મેરી મોહીત સાથે અને સોનીયા સામે કંઇક વિચિત્ર રીતે જોઇ રહી રહી મેરી સોનીયાની બાજુમાં જ હતી અને સોનીયા મોહીતને કહી રહી હતી. મેરીને ગમ્યું ના હોય એવું એનાં હાવભાવથી લાગી રહેલું.
મોહીતે મલ્લિકાને કહ્યું "તું નીચે ના બેસ ચેરમાં બેસ અને જોસેફે ચેર લાવી આપી અને મલ્લિકા એમાં જઇને બેઠી.
મોહીતે કહ્યું બધાં આવીને બેસી ગયાં હવે સાવ બધાં ભાન વગરનાં થાય પહેલાં ચીઠ્ઠી ઉપાડેલી છે એ જાણીએ કોનો વારો છે. આમ પણ હવે બે જણાં જ રહ્યાં છીએ હું અને મલ્લિકા ત્થા ફાલ્ગુન અને સોનીયા..
સ્વાભાવિક છે અમારાં બે માંથી એક કપલ હશે જ અને મોહીતની નજર પડી દૂર વરન્ડામા કોઇના જુઓ એમ મીતાબહેન બેઠેલાં હતાં અને એની નજર આ રમત પર હતી મોહીતે કંઇ બોલ્યો નહીં પણ એને હસુ આવી ગયું.
મોહીતે કહ્યું આ ગેમ જ એવી છે બધાને કૂતૂહૂલ થાય સાચું કહું તો આ ગેમ કહીએ છીએ પણ હકીક્ત છે આપણે જીવનમાં હકીતનું જીવીએ છીએ કે "ગેમ" કરીએ છીએ એ આપણે આપણાં જ મોઢે સાંભળવાનુ અને કહેવાનું છે કેવું કૌતુક છે નહીં ?
કંઇ નહીં જોસેફ તે ચિઠ્ઠી ઉપાડી લીધી છે તું હશે જે આલ્ફાબેટ છે એ બોલ કોણ છે નેક્ષ્ટ ?
જોસેફે ખીસામાં હાથ નાંખીને ચીઠ્ઠી આપી ખોલી અને "S" સોનીયાનો વંચાવ્યો અને ચીઠ્ઠી બધાની સામે બતાવી અને પાછી ખીસ્સામાં મૂકી દીધી.
મોહીત કંઇ બોલે તે પહેલાંજ મલ્લિકા બોલી ઓહ માય ડીયર ડાર્લીંગ સોનીયા. વેલ તું કહી દે પછી મારો જ વારો છે.. કારણ કે હવે છેલ્લે અમે જ છીએ.
સોનીયા બરાબર કેફમાં હતી એણે એક નજર ફાલ્ગુન તરફ કરી અને બોલી "બોલ પહેલાં તું કહે છે કે હું જ કબૂલી લઊં ? અને બધાં ચમક્યાં ?
વધુ આવતા અંકે-- પ્રકરણ-31

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED