Sky Has No Limit - 8 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - 8

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-8
મોહીત અને મલ્લિકા વચ્ચે ઘણાં સંવાદ થયાં આજ પહેલી વાર મલ્લિકાએ મોહીતની અંદર ધરબાયેલાં વિચારો સાંભળ્યાં. એને અંદરને અંદર એટલું આશ્ચર્ય થયું કે આ તો મોહીત સાવ જુદોજ છે જાણે કોઇ ઋષીકુમાર બોલી રહ્યો હોય એને સંસારનાં સુખ આનંદ ભોગવવા જરૂર છે પણ એની પાછળ પાગલ નથી અંતે તો એ આ બધાં સુખને એક્ષ્પાઇરી ડેટ નશ્વર માને છે.
મલ્લિકાએ મનમાં વિચાર્યુ કે હું એને એવો મારામાં રંગી નાંખીશ કે એ બરાબર એન્જોય કરતો થઇ જાશે એને આ બધામાં આનંદ આવી જશે.. ભલભલા ઋષીઓ ચલીત થયાં છે અને હું તો એની પરણેતર છું પ્રેમીકા છું. મારે તો અહીનાં બધાંજ શુખ ભોગવવાં છે સારાં મોટાં આધુનીક ઘરમાં કોટેજમાં બધીજ લેટેસ્ટ સુવિધા હોય મારી પાસે લેટેસ્ટ કાર અને બસ મજા જ મજા. ભલે કામ કરવું પડે પણ કોઇ વાતની ખોટ ના હોય.. ફ્રેન્ડ્સ, પાર્ટી-ડ્રીક્સ કેસીનો, પીકનીક ટુર્સ,... વર્લ્ડ ટુર.. નવી નવી ફેશનનાં કાપડા, કોસ્ટમેટીક પરફ્યુમ, શુઝ, ડાયમંડ ઓર્નામેન્ટ, બધુ બહુ જોઇએ છે મલ્લિકાનું લીસ્ટ પુરુંજ નહોતું થતું અને વધુને વધુ ભોગવવું હતું. યુ.એસ.ની ન્યુજર્સીની વેલનોન હાઇફાઇ કલબની મેમ્બર થવું હતુ... બસ એને એવાંજ વિચાર આવી રહેલાં.
મોહીત સાથેનાં સેક્સ સંબંધ ભોગવ્યા પછી મોહીત તો એને તૃપ્તિ સાથે વળગીને સૂઇ ગયો પરંતુ મલ્લિકાને બસ આવાં બધાં વિચારો ઘેરી વળ્યાં. મારે એવું સાદુ અને સંયમી કે સંતોષી જીવન જીવવું જ નથી અહીં શા માટે આવી છું ? નહીંતર મુંબઇ શું ખોટું હતું ?
અહીં કરવી પડે એટલી મહેનત કરીશું મોહીતને એવોજ તૈયાર કરીશ એની માનસિકતા બદલી નાંખીશ એને વધુને વધુ કામ કરવા મોટીવેટ કરીશ.. લાખો ડોલર હજી કમાવા છે મારે અત્યારથી છોકરાની પળોજણમાં નથી પડ્યું હું મોહીત સારાં મૂડમાં હશે સમજાવીશ હજી એવી ઉંમરજ ક્યાં છે ? થોડા સેટલ થઇએ જીંદગી જીવી લઇએ મજા કરી લઇએ પછી વિચારીશું.
મલ્લિકા નિરાંતે નિશ્ચિંત સૂતેલા મોહીત વધુ જોઇ રહી કેવો ભોળો નિર્દોષ છે મારો મોહુ મને કેટલો પ્રેમ કરે છે એને હું પ્રેમ કરીને મનાવી લઇશ. આ બધાં સુખમાં પણ ઘણો આનંદ છે અહમ પોષાય છે સમાજમાં વટ પડે છે માન મળે છે... હજી એણે સ્વાદજ ક્યાં ચાખ્યો છે ? એ લોકો ઘણાં પૈસાવાળા છે પરંતુ માનસિક સંતોષી છે મટીરાલીસ્ટીક દુનિયાનાં સુખ જોયાં જ ક્યાં છે ? હું એને ભોગવતો કરી દઇશ આમ વિચાર કરતાં કરતાં મલ્લિકા પણ સૂઇ ગઇ.
***************
સવારે વહેલો ઉઠીને મોહીત પરવારવા માંડ્યો એણે બાથ લઇને કીચનમાં મૂકેલાં માં ની તસ્વીર પાસે આવીને પગે લાગ્યો મનોમન પ્રાર્થના કરી અને માતાજીનો આભાર માન્યો કે મલ્લિકા માની ગઇ છે એબોર્ટ નહીં કરાવે.
ત્યારબાદ એણે કોફી મૂકી અને કીચનમાંથી બોર્નવીટા કાઢી થોડું કોફીમાં નાખ્યું બે કપ કોફીનાં તૈયાર કરી ડાઇનીંગ ટેબલ પર મૂક્યાં અને મલ્લિકાને ઉઠાડવા ગયો. એણે મલ્લિકાના માથે હાથ ફેરવી કપાળ ચૂમી લીધુ અને બોલ્યો" એય ડાર્લીગ ઉઠને મારે ઓફીસ જવુ છે તારે તો વર્ક ફ્રોમ હોય છે. ચિંતા નથી પણ ઉઠ તારે પણ લોગ ઇન થવાનો સમય થયો.
મલ્લિકા આળસ ખાતી ખાતી ઉઠી. ... એણે માહીતને તૈયાર થયેલો જોઇ ઊંઘ ઉડી ગઇ. તું તૈયાર પણ થઇ ગયો ? ઓહ મને ખૂબ મોડી ઊંઘ આવી એ ત્યારથી ઉઠી અને વોશરૂમમાં ઘૂસી.. મોહીતે કહ્યું "આવી જા જલ્દી કોફી પણ તૈયાર છે.
મોહીતે કીચનમાંથી ખારી, ટોસ્ટ અને બીજા બિસ્કિટ લઇ આવ્યો. મલ્લિકા ઝડપથી આવી અને મોહિતને કીસ કરી કહ્યુ માય ડાર્લીગ હની તું તૈયાર થઇ ગયો હું તારા માટે ચલ ઝડપથી ગ્રીલ સેન્ડવીચ અને ઓમલેટ બનાવી દઊં છું અને હું આજે ઘરેજ છુ તારી ભાવતી કોઇ આઇટમ બનાવીશ મોહીતે એને વળગીને કીસ્સીઓ લઇ લીધી અને બોલ્યો તુંજ મારી મીઠી ગળી ગળી વાનગી છે.
મલ્લિકા કહે "ચાલ ઝડપ કર તારે લેટ થશે આમ વળગ વળગ કરીશ તો ઓફીસેજ નહીં જવા દઊં.
મોહીતે કહ્યું "નાના મારે તો ઘણાં કામ છે તું ઝડપથી ગ્રીલ સેન્ડવીચ ઓમલેટ આપ એટલે હું ભાગું અને હા તું ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લઇને ચેક અપ કરાવી આવજે. પ્લીઝ એમાં ભૂલ ના થાય અને આગળ કેવું સાચવવું તે જાણી લેજે અને પછી ઘરે પણ જાણ કરી શકાય.
મલ્લિકા કીચનમાંથી બોલી "હાં હાં તુ પેનીક ના થા હું ચેકઅપ કરાવી આવીશ. મનમાં વિચારવા લાગી ઘરે કહેવાની ખૂબ ઉતાવળ છે એને થોડી ડીસ્ટર્બ થઇ પછી ગ્રીલ સેન્ડવીચ અને આમલેટ તૈયાર કરી બહાર લાવી અને બંન્ને જણાં નાસ્તો કરવા બેઠાં.
મોહીતે કહ્યું "હાંશ ચાલો મને તો ખૂબજ જોરમાં ભૂખ લાગી છે આમે મારે આખો દિવસ હેક્ટીક છે મારે નવાં પ્રોજેક્ટમાં પ્રેઝનટેશન બનાવીને રજૂ કરવા જુએ ખબર નથી સામે કેટલા વાગે પતશે ? મનમાં આવા બધાં વિચારો આવે છે ઓફીસ પહોચીને કોન્સેન્ટ્રેટ કરીશ પછી પ્રોજક્ટ રીપોર્ટ અને પ્રમોશનનો આઇડીયા ક્રિએટ કરીને પછી બધાં સામે મૂકીશ. મલ્લુ તને ખબર છે આમાં હું સક્સેસ ગયો તો મારુ પ્રમોશન પણ ફાઇનલજ છે.. સેલેરીમાં એટલો વધારો અને ડેઝીગનેશનમાં પણ મસ્ત થઇ જશે.
મલ્લિકા રહે "મોહું પ્લીઝ તું બીજા કોઇપણ વિચારોમાં ના રહીશ તારાં પ્રોજેક્ટ અને પ્રમોશનમાં જ ફોક્સ કરજો... આઈ નો યુ આર સો બ્રીલીયન્ટ... યુ વીલ બી હન્ડ્રેડ પરસેન્ટ સક્સેસ ઇન યોર પ્રોજેક્ટ આઇ હેવ ટ્રસ્ટ ઇન યુ આઇ લવ યુ માય ડાર્લીંગ.
મોહીતે કહ્યું " યસ આઇ વીલ.. અને એણે ફટાફટ બ્રેકફાસ્ટ લઇ લીધો સાથે થોડાં બીસ્કીટ જ્યુસ વગેરે લીધાં અને ઓફીસ જવા દોડ્યો. લીફટ બોલવીને નીચે ઉતર્યો મલ્લિકા બાલ્કનીમાં જઇને ઉભી રહી, પાર્કીગમાંથી કાર લઇને મોહીત નીકળી ગયો અને વીન્ડોમાંથી હાથ કાઢી મલ્લિકાને બાય કહી દીધુ.
મોહીતનાં ગયાં પછી મલ્લિકા પણ ડાઇનીંગ ટેબલ પરજ એવું લેપટોપ મૂકીને લોગ ઇન થઇ ગઇ બ્રેકફાસ્ટ કરતાં કરતાં એણે એનું કામ આટોળવા માંડ્યુ મોહીતની ઇન્સ્ટ્રકશન યાદ આવી આવી એટલે સમય થતાં જ એણે ડોક્ટરની એપોઇમેન્ટ માટે ફોન કરીને સમય લીધો બપોર 2.00 પછીની એપોઇમેન્ટ મળી.
*****************
મોહીત ઓફીસે પહોચીને એની ચેમ્બરમાં ગયો અને એમએ એનાં પ્રોજેક્ટ અંગેનું સર્ચ ચાલુ કર્યુ. આમ સતત બે થી ત્રણ કલાક એક ધારું બેસીને એણએ પ્રોજેક્ટ તૈયાર કરી દીધો. એણે સેવ કરેલા રેફરન્સ અને સઝેશન ધ્યાનમાં રાખીને એનો પ્રમોશન રીપોર્ટ પણ તૈયાર કર્યો વધુ તૈયાર થઇ ગયુ એટલે થોડો રીલેક્ષ જઇને બેઠો. એણે ઉભા થઇને પેન્ટ્રીમાં જઇને કોફી- બીબ લીધાં અને ત્યાંજ વીન્ડો પાસેનાં ટેબલપર બેઠો અને પોતે ડેડી બનાવાનો છે એ વિચારોમાં આનંદ લઇ રહ્યો. એને થયુ કે કેવું હશે મારુ બાળક ? બેબી બોય કે બેબી ગર્લ ? જે હોય એ મને ખૂબ જ વ્હાલું હશે હું ખૂબ પ્રેમ કરીશ સાચવીશ. એની કાલી કાલી ભાષામાં વાતો કરશે હું એં માટે ખૂબ ટોયઝ લાવીશ.. હજી બધાં વિચારેમાં આનંદ લઇ રહેલાં અને એનાં મોબાઇલમાં રીંગ વાગી.
એણે સ્ક્રીનમાં જોયું મલ્લિકાનો ફોન છે એ ખુશ થઇ ગયો એ પૂછવા જાય એ પહેલાંજ મલ્લિકાએ કહ્યું "કોન્ગ્રેચ્યુલેશન મોહું યુ.આર.ગોઇંગ ટુ બી એ ડેડ ઇટ ઇઝ કન્ફર્મ.
મોહીતે કહ્યું કોન્ગ્રેચ્યુલેશન ટુ યુ માય જાન આઇ એમ.સો હેપી. આજે તું જ મને ગીફ્ટ આપવાની એ મારાં માટે જીંદગીની સહુથી વેલ્યુએબલ ગીફ્ટ હશે આઇ લવ યુ ચીકુ. એન ટેક કેર. ડોક્ટર પાસેથી બધી જ કેર લેવાનું બધુ સમજી લેજે ફરીનાં ચેકઅપ માં તો હું સાથે આવીશ...... લવ યુ ડાર્લીંગ ટેક કેર...
મલ્લિકાએ કહ્યું "હાં મે બધી જ ડીટેલ્સ લીધી ચે મન સમજાવ્યું છે મેં પૂછી લીધુ છે ડોન્ટ વરી. તારાં પ્રોજેક્ટ પ્રમોશનનું શું થયું ?
મોહીતે કહ્યું "ઓલ રેડી બસ આ બ્રેક પછી હું બોર્ડ ઓફ ડાયરેક્ટર સામે મૂકીશ આમતો ઘણાં દિવસોની મહેનત છે જ મારી પણ આજે આખરી ફીનીશીંગ આપ્યું હવે હું રજૂ કરીશ.
મલ્લિકાએ કહ્યું "બેસ્ટ લક ડાર્લીંગ... ચાલ હુ હવે ઘરે રઊં સાંજે શાંતિથી વાત કરીશું બાય...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-9

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED