ભવ્યા મિલાપ (ભાગ 9)
(ભૂલકકડ ભવ્યા ☺️)
તમે અગાઉના અંક માં.જોયું કે...
ભવ્યા મિલાપ.ના સ્ટેટ્સ રીડ ન કરવાથી અને ઓનલાઇન હોવા છતાં મેસેજ ન કરવાથી બેચેન હોયછે..એણે વારંવાર ચેક કરીને પોતાની મનોસ્થિતિ નું એની વિહ્વળતાનું દર્શન કરાવ્યું હતું. આખો દિવસ અને રાત રાહ જોયા છતાં મિલપનો મેસેજ ના આવતા અંતે એને હારી થાકીને એક ખુબજ લાગણીસભર લાસ્ટ મેસેજ કરે છે . બ્રેકઅપ માટે..
હવે જોઈએ આગળ શું થાય છે..
ભવ્યા નું બેચેન મન ક્યાંય નય લાગતું મેસેજ કરીને પણ વારંવાર જોવે છે કે મિલાપે મેસેજ ચેક કર્યો કે નહીં..
એના ઉદાસ મનને કોઈ વાત ખુશી નથી આપતી ના એનું ક્યાંય મન લાગે છે..એ આજે એનું મનગમતુ અને આજની પરિસ્થિતિ ને બંદબેસતું સોન્ગ વગાડે છે
"લગજા ગલે... કે ફિર એ હસીન રાત હો ના હોઓઓ ઓ..
શાયદ ફિર ઇસ જન્મ મેં મુલાકાત હો ના હો...
લગજા ગલે.."
સોન્ગ ના એક એક શબ્દને સાંભળી એની લાગણીઓ આંસુ રૂપે આંખમાંથી ધોધની જેમ વહે જાયછે..
એ એની જિંદગી માં જાણે મિલાપ વગર કશુંજ નહિ એમ માની બેસી છે..એનું ખુદનું અસ્તિત્વ એ ભૂલી ગયી છે..ટોટલી મિલાપ પર એની ખુશી ડીપેન્ડેડ છે ..
અતિ ભારે હૈયે એ પોતાના આંસુ ને છુપાવીને ભીના ઓશિકાને જોઈ રહેછે..અને વિચારે છે..મિલાપ આટલી જલ્દી તું ભૂલી ગયો મને..? હજુ તો આપડા સંબંધને એક વર્ષ પણ નથી થયું હજુ તો એક મહિનાની વાર છે વેલેન્ટાઇનને અને તું અત્યારથી જ આમ સાવ ..તું આટલો કઠોર કયી રીતે હોઈ શકે..?
અરે ભવ્યા બી સ્ટ્રોંગ.. તું એની માટે લાગણીઓ માં વહી જાયછે અને એને તો પડી પણ નથી.. ભૂલી જા એને હવે કોઈ અર્થ નથી એની પાછળ આંસુ સરવાનો..
"બસ મિલાપ બોવ થયું બાય ફોરેવર એવો "
મેસેજ કરીને સેન્ડ કરેછે
અને રડતી રડતી સુઈ જાય છે...
અને દસ મિનિટ પછી મિલાપ મેસેજ વાંચીને રીપ્લાય આપે છે..
" સુ કરે છે?
ક્યાં છે.. મિસ યુ..આજ આખો દિવસ બોવ કામ હતું તો તને મેસેજ ના કરી શક્યો
એક ક્લાયન્ટ સાથે બરોડા જવાનું થયું મિટિંગ પણ હતી એટલે..
અને બાય કેમ કહેછે..આટલામાં હારી ગયી😉.. પાગલ હું તને ઇગ્નોર નથી કરતો ..
હમણાંજ ઘેર અયો છું હજુ જમ્યો પણ નથી ..અને ઈચ્છા પણ નથી🙄 ..ટ્રાવેલિંગ માં થાક લાગ્યો છે😢 બોવજ..એટલે સીધો સુઈ જાઉં છું.😊
ગુડનાઈટ☺️ .."
આખરે રાતના 1 વાગ્યા હતા એટલે ભવ્યા સુઈ જ ગયી હતી..રીપ્લાય ના આવતા મિલાપ પણ થાક્યો હોવાથી સુઈ જાય છે..
સવારે ભવ્યા ને લેટ ઉઠેછે..
લગભગ 8.30 જેવું થયી જાયછે..એટલે ભવ્યા ને ઓફીસ જવા માટે રેડી થવાનો સમય માં ફક્ત થોડોક જ સમય બાકી હોવાથી એ તરતજ ઊઠીને સીધી નાહી-ધોઇને સીધીજ પર્સ લઈને જતી રહે છે.. એને યાદ પણ નથી કે એને મોબાઇલ લેવાનું ભૂલી ગયી હતી..
સીધી જ બસ પકડવાની હોયછે એટલે ઉતાવળમાં એનું ધ્યાનમાં ન આવ્યું કે તે મોબાઈલ ભૂલી ગયીછે. એટલે બસસ્ટેશન પણ બસ ઉપડી જ હતી દોડીને બસ પકડી લીધી અને સીટ ના મળી એને ઉભા ઉભા જ 40 km નું અંતર કાપવું પડ્યું.. એટલે એણે પર્સમાં પણ મોબાઇલ જોવાનો મોકો ન મળ્યો કારણકે ..માંડ તે ઉભી રહી શકતી હતી..જોબ પ્લેસ આવ્યું એટલે સ્કૂલના ગેટ અગળજ ઉતરી ને સીધી સ્ટાફ રૂમમાં બેસી ગયી .ભાગી ભાગી ને અને ઉભા ઉભા આવી હોવાથી એને થાક લાગ્યો હતો, પાણી પીને થોડી વાર પોરો ખાધો.
થોડીવારમા સર એ 3- 4 ફાઈલો આપી હતી એ આમતેમ ઉઠલાવીને રેકર્ડ તપસ્યા અને ડેટાબેઝ તૈયાર કર્યો..ખર્ચનો હિસાબ અને બિલો વગેરેની વ્યવસ્થિત ગોઠવણી કરીને એન્યુઅલ તારીજ કાઢી ..અને કમ્પ્યુટરમાં એન્ટ્રી કરી.
હાશ..હવે કામ પત્યું ..એણે હાશકારો લીધો
ઘડિયાળ માં 3 વાગી ગયા હતા ..એ જમવા બેસી અને મોબાઈલ યાદ આવ્યો સાથે મિલાપ પણ..
એ આમતેમ ફંફોસીને જોયું પણ મોબાઈલ ન મળ્યો..ખૂબ શોધ્યો સ્ટાફ અને પટાવાળાએ પણ હેલ્પ કરી પણ મોબાઈલ ન મળ્યો. છેવટે એક સ્ટાફની બેન એ મિસ્કોલ નો આઈડિયા આપ્યો...અને રિંગ વાગી.. ટ્રીન ટ્રીન.. એના કાન અવાજની દિશા ને જાણવા મથતા હતા ..પણ ક્યાંય સંભળાતી નહોતી..
થોડીવાર પછી
"હેલો"
કોણ ? આ ભવ્યાનો મોબાઈલ છે..તમે.
?
હું ભવ્યાની મમ્મી..
ભવ્યા મોબાઈલ ભૂલી ગયી છે..એને આપો
ભવ્યા મોબાઈલ માં થોડી વાતો કરીને મૂકી દેછે.
અને બોલે છે...ઓહ શીટ મોબાઈલ ભૂલી ગયી હું સાવ ભૂલકકડ..મિલાપ નો જવાબ શુ આવ્યો હશે મને ઇન્ટજારી છે
સુ એને બ્રેકઅપ મંજુર કર્યું હશે કે..પછી...ઓહ યાર હું વિચારી વિચારીને ગાંડી થયી જઈશ...મને પણ શું થયું કે મેં એવો બ્રેકઅપ નો મેસેજ..
હું એના વગર નહિ જીવી શકું
એ મારાથી દૂર જશે તો એ કલ્પના જ ધ્રુજાવી જાયછે...ઓહ ..ગોડ .હું સાવ બુદ્ધુ છું થોડો વેઇટ ના કરી શકી સાવ પાગલ.. ડફર. છું હું...
ઓહ ગોડ ક્યારે ઘેર જાઉં ને મોબાઈલ હાથમાં લઉ
અને જાણે ભગવાને એની સાંભળી હોય એમ એક ઈમેઈલ આવ્યો હેડ ઓફિસથી એને એક લેટરમાં માહિતી ભરી રૂબરૂ મોકલવાનો હતો એટલે એને જલ્દી ત્યાંથી નીકળવાનું હતું
ભવ્યા ને તો ભાવતું તું ને વૈદે કીધું જેવું થયું એતો ફટાફટ માહિતી ભરીને લેટર લઈને ઉપડી સીધી બસ પણ મળી ગયી અને કલાકમાં તો પહોંચી ગયી લેટર આપી ઘેર રવાના થયી ગયી..
મમ્મી : આજ વહેલી આવી ગયી બેટા?
ભવ્યા : હા આજ હેડઓફિસ નું કામ હતું એટલે. અને તે
હાથ ધોવા પણ ના રહીને સીધી રૂમ માં ગયી ને મોબાઈલ હાથમાં લીધો.
એની ધડકન તેજ હતી.. એણે મોબાઈલ લીધો પણ. બેટરી લો હોવાને લીધે અને સ્વરમાં ઉતાવળ માં ચાર્જ ન કરેલો એટલે સ્વિચઓફ થયી ગયેલ ..
ઓહ...આને પણ અત્યારેજ ઓફ થવું હતું...
અરે પણ એમાં એનો વાંક ક્યાં ભૂલ મારીજ હતી મેં જ ચાર્જ માં નહોતો મુક્યો અને લઇ જવાનો ભૂલી પણ ગયી.
ઉઠીને મોબાઇલ ચાર્જમાં મુકેછે...
હવે ફ્રેશ થઈને ચા પીને આરામ કરેછે.. અને ખબર જ નય પડતી ટ્રાવેલ દરમ્યાન એનિઆંખ ભારે થયી હોવાથી એ સુઈ જાય છે..
મિત્રો હવે શું ભવ્યા મેસેજ જોશે પછી સુ પ્રતિક્રિયા હશે ?
શુ એનો ગુસ્સો પીગળી જશે કે ફાઇનલ બ્રેકઅપ થશે..?
તમે શું ઇચ્છઓ છો એમનું બ્રેકઅપ થયી જાઉં જોઇયે ને મિલાપ એની કેર નથી લેતો એટલે..? મને કમેન્ટ માં જણાવો
બાકીનો ભાગ આવતા અંકમાં.
ત્યાં સુધી આવજો
# stay at home☺️
be happy😊💐