ભક્ષક Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ભક્ષક

ફળિયા માં રમતું ખેલતી પાંચ વર્ષ નું બાળક અચાનક ગાયબ થઈ ગયું. તેના માતા પિતા છોકરા ને ફળિયા માં ન દેખાતા તે બાળક ને શોધવા લાગ્યા. આજુ બાજુ ના મકાન માં તપાસ કરી પણ તે ક્યાંય મળ્યો નહિ. આખરે આખા ગામ માં આ ખબર ફેલાઈ ગઈ.

ગામ લોકો પણ તે બાળક ને શોધવા લાગ્યા. આખા ગામ માં શેરી,ગલી, ઘર માં શોધી વળ્યા પણ બાળક ક્યાંય મળ્યું નહિ. ગામ ના લોકો વિચાર કરવા લાગ્યા આખરે પાંચ વર્ષ નું બાળક ક્યાં ગયું હશે. અચાનક બાળક ક્યાં જતું રહ્યું હશે ?

બાળક ના માતા પિતા દીકરા ની યાદ માં સોધાર આશુ એ રડી રહ્યા હતા. મન માં એક જ સવાલ હતો કે બાળક આખરે ગયું ક્યાં. જો ગયું હોય તો ક્યાં ગયું હશે. ગામ ના લોકો એ તે માતા પિતા ને આશ્વાસન આપ્યું કે તમારા દીકરાની આખું ગામ શોધખોળ કરશે જ્યાં સુધી મળશે નહિ ત્યાં સુધી શોધખોળ કરતા રહીશું.ત્યારે તે માતા પિતા ને થોડી રાહત થઇ ને તેમણે પાણી પીધું.

હવે ગામના બધા લોકો ભેગા થઈ રણનીતિ બનાવવા લાગ્યા ને આગળ શું કરવું તે વિચારવા લાગ્યા. ત્યારે એક વિચાર લીધો કે દરેક વ્યક્તિએ જુદી જુદી દિશામાં જવાનું. અને તે બાળક ની શોધખોળ કરવાની. તે સમયે વાહન વ્યવહાર હતો નહિ એટલે ચાલીને કે બળગાડામાં જવું પડતું. કારણ કે ત્યાં પરિવહન સુવિધા ન હતી. પછી બધાએ નક્કી કર્યું કે કેટલાક લોકો દરેક દિશામાં અલગ અલગ દિશામાં જશે અને જાણ્યા પછી, દરેક લોકો ત્યાં ભેગા થઈને એકબીજાને માહિતી આપશે. અને જો બાળક ન મળે તો બધા લોકો સાંજ ના પાંચ વાગ્યે ગામમાં એકઠા થઈ જવાનું. અને બીજે દિવસે ફરી શોધખોળ કરવાની

બીજે દિવસે ચાર માણસ ની ટુકડી જંગલ તરફ તે બાળક ની શોધખોળ કરવા નીકળી પડી. બધા અલગ અલગ દિશા તરફ ગયા. એક કલાક જેવો સમય થયો હસે ત્યાં તો એક માણસ ચિચો પાડતો પાડતો ગામ તરફ આવી રહ્યો હતો. તેની સાથે કોઈ અઘટિત ઘટના બની હોય તેવું લાગી રહ્યું હતું. તેની સાથે ગયેલ ત્રણેય માણસો તેની પાસે આવ્યા જોયું તો તે લોહી થી લથપથ હતો. તેને કોઈએ ઢોર માર મર્યો હોય તેવું લાગી રહ્યું હતું. તેને કઈ પૂછ્યા વગર તે ત્રણેય માણસો એ તેને ઉપાડી ને ગામ માં લઇ ગયા.

જ્યારે તે માણસ ને ગામ માં લાવ્યા તો તે માણસ બેભાન ની હાલત માં હતો. અને આખા શરીર પર લોહી હતું. ચેક કરતા ખબર પડી કે તેમાં માથા પર વાગ્યું છે. તરત ત્યાં ના વૈદ ને બોલાવવા માં આવ્યા ને તેની પાટાપિંડી કરવામાં આવી.

થોડો સમય થયો એટલે તે માણસ ને ભાન આવી તે માથા પર હાથ મૂક્યો ને ઊભો થઈ બોલ્યો પેલા બાળક ને બચાવો. તે જંગલ માં છે તેની સાથે ઘણા હથિયાર ધારી માણસો પણ છે. જલ્દી જઈ તેને બચાવો નહિ તો બાળક ને મારી નાખશે.

આ સાંભળી ને વીસ પચીચ માણસો તૈયાર થયા. પોત પોતાની ઘરે થી હથિયાર લીધા ને એક સાથે જંગલ તરફ રવાના થયા. તેની સાથે ઘાયલ માણસ સાથે હતો નહિ એટલે બાળક ને શોધવા માં મુશ્કેલી પડી રહી હતી. પણ હિંમત થી તે આગળ વધી રહ્યા હતા થોડો બધા ના ચહેરા પર ડર હતો કે પેલા માણસ ની જેમ આપણ ને પણ તે ઘાયલ કરી ન નાખે. તેમાંથી એક બોલ્યો કે ત્યાં ભૂત તો નહિ હોય ને નહિ તો આમ અચાનક બાળક કઈ રીતે ગુમ થઈ જાય. બધી વાત છોડો ને આગળ વધો નહિ તો સાંજ પડી જાશે.

ચાલતા ચાલતા એક ગુફા દેખાઈ ને બધા એક સાથે ઊભા રહી ગયા ને જોયું તો ગુફા માંથી ધુમાડો નીકળી રહ્યો હતો. એક માણસ બોલ્યો કે ત્યાં કોઈ સાધુ હસે એટલે ધૂણી કરી હસે એટલે ધુમાડો થયો હોય. જે હોય તે આપણે અહી સુધી આવ્યા છીએ તો ત્યાં જોઈ લઈએ અને જો સાધુ હસે તો તેને પૂછી લેશું કેતમે બાળક ને જોયો છે. એક સાથે બધા કહેવા લાગ્યા ચાલો ચાલો...

ગુફા ની નજીક પહોંચતા જોયું તો બહાર આઠ દસ માણસો બહાર પહેરો લગાવી રહ્યા હતા તેમાંના હાથ માં લાકડીઓ હતી. ને એક બીજા વાતો કરી રહ્યા હતા. બધા ત્યાં ઊભા રહ્યા ત્યાં તંત્ર મંત્ર નો અવાજ સંભળાયો. ટોળા માંથી એક માણસ બોલ્યો આ તો તાંત્રિક નો અવાજ છે. જે કોઈ વિધિ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

બધા એકબીજા સામે જોઈ રહ્યા કે કરવું છું. બાળક ની ખાતરી કર્યા વગર ત્યાં જવું હિતાવહ નથી. તેમાંથી એક માણસ બોલ્યો મને લાગે છે ગુફા ની અંદર બાળક હશે. ત્યાં એકદમ ધીમી અવાજ આવ્યો અવાજ પર થી લાગી રહ્યું હતું કે તે બાળક નો જ અવાજ હશે. બધા માણસો ખાતરી થઇ કે ગુફા ની અંદર જ બાળક છે. પણ જવું કેવી રીતે તે વિચાર કરવા લાગ્યા.

દસ માણસો આગળ થી હુમલો કરવાનું નક્કી કર્યું ને બાકીના માણસો એ પાછળ થી હુમલો કરવાનું. ભગવાન નું નામ લઈ હાથમાં લાકડી લઈ બધા એક સાથે તે પહેરેદાર પર તુટી પડયો. સામે સામે લાકડી વડે ઘમાસાણ લડાઈ શરૂ થઈ. તે દસ હતા ને આ બધા વીસ હતા એટલે તેના પર ભારી પડ્યા તે ટપોટપ જમીન પર પડવા લાગ્યા. ને આખરે બધા પહેરેદાર ઘાયલ થઈ જમીન પર પડ્યા.

રસ્તો સાફ થતાં બધા માણસો ગુફાની અંદર પ્રવેશ્યા જોયું તો એક તાંત્રિક એક મૂર્તિ સામે તંત્ર મંત્ર કરી રહ્યો હતો ને સામે બાળક ને સુઈ રાખ્યો હતો, બાળક માથે થોડા ફૂલી પડ્યા હતા ને કંકુ થી લાલચોળ હતો, પણ તે બાળક થોડો ભાન માં હતો. તો થોડી દેર થઈ હોત તો તે તાંત્રિક તે બાળક ની બલી ચડાવી દેવાનો હતો. આ જોઈ બધા માણસો તે તાંત્રિક પર તુટી પડયા ને તેને ખુબ માર મારવા લાગ્યા એટલો મર્યો કે તે તાંત્રિક ત્યાં જ મરી ગયો. એક માણસે બાળક ને ગોદ માં લીધો ને ગુફા ની બહાર લઈ ગયો. તેની પર થોડું પાણી છાંટ્યું એટલે બાળક પૂરેપૂરો ભાન માં આવ્યો ને માં માં બોલવા લાગ્યો. બધા માણસો તે બાળક ને લઇ ગામ માં ગયા ને તેના માતા પિતા ને બાળક સોંપી દીધું.

જીત ગજ્જર