kasoti jindagi ni books and stories free download online pdf in Gujarati

કસોટી જીંદગી ની

ઘણા લોકો પાતાની અને પોતાના પરિવારની ચિંતા કરતા હોય છે,પરંતુ પોતાની ચિંતા કર્યા વગર ગામની ચિંતા કરે એવા કેટલાં લોકો હશે...?
આ સવાલ ફક્ત મારો જ નહીં તમારો પણ હશે જ,તો આજે હું જે તમને વાર્તા કરવા જઇ રહ્યો છું એ એક એવા માણસ ની વાર્તા છે જેને પોતાનાં ગામ અને આજુ બાજુના ના ગામ માટે પોતાની જીંદગી દાવ પર લગાડિ દીધી હતી,
એક યુવાન લોહી લુહાણ હાલતમાં શહેર બાજું જનારા રસ્તા પર પડ્યો હતો,એક બોવ મોટા બિઝનેસ મેનની ગાડિ ત્યાંથી પસાર થઇ અને એણે ગાંડિને માંડ કંટ્રોલ કરીને ઉભી રાખી,અને તેઓ નીચે ઉતર્યા અને એ યુવાન ને પાણી પાયું પરંતુ ભાનમાં આવ્યો નહીં એટલે એ યુવાનને ગાડીમાં બેસાડિને અમદાવાદની હોસ્પિટલમાં એટમીટ કર્યો અને માથા પર અને હાથ પગ પર ખુબ જ ઇજાઓ થઇ હતી એટલે એ કોમા જેવી હાલતમાં જતો રહ્યો,
અને બીજે દિવસે એજ માણસ એજ હોસ્પિટલમાં એડમીટ થયો જે પેલા યુવાનને લાવ્યો હતો,
એ બીઝનેસ મેન નું નામ હતું હિતુલ શેઠ અને એમને હાર્ટએટેક આવ્યો હતો એટલે એમને ત્યાંજ બાજુંના બેડ માં દાખલ કર્યાં જ્યાં પેલો યુવાન દાખલ હતો,હિતુલ શેઠ ઉંમરે મોટા હતા,લગભગ ૫૫ વર્ષ ની ઉંમર હશે,
એક દિવસ એક રાતના ટાઇમમાં અજાણ્યા માણસે વેન્ટીલેટર ની ઓક્સીજન ની નળી પેલા હિતુલ શેઠ મોંઢા પરથી આગળ ના ભાગ પર કાંપી નાંખી અને હિતુલ શેઠને અચાનક સ્વાસ લેવામાં તકલીફ થવા માંડી એટલે તેઓ આમતેમ લથડીયા ખાવા લાગ્યાં ત્યાં લોહી કે ગ્લુકોઝ ચડાવાનો પાઇપ હોય એને ધક્કો લાગ્યો અને એ પાઇપ પેલા યુવાનના માથાં પર લાગ્યો અને યુવાન ધીરે ધીરે ભાનમાં આવા લાગ્યો અને જોયું તો કોઇક બુઝુર્ગ ને સ્વાસ લેવામાં તકલીફ પડે છે તો એણે પોતાની ઓક્સીજનની નળી કાઢીને હિતુલ શેઠને આપી અને પોતે બે હાથે માથું પકડીને બેહોંશ થઇ ગયો અને પછી હિતુલ શેઠએ એમણે એલાર્મ બટન દબાવ્યું પણ કોઇ આવ્યું નહિં,વારે વારે એલાર્મ બટન દબાવાથી કોઇ આવ્યું નહિં એટલે એમણે બાજુંમાં પડેલી દવાની મોટી શીશી હાથમાં લઇને ICU ના કાચના બારણાં માં મારી અને કાચ ટુટવાના અવાજ થી હિતુલ શેઠના માણસ અને નર્સ સ્ટાફ ત્યાં આવ્યા અને સમગ્ર ઘટનાની વાત કરી એટલે હિતુલ શેઠના માણસોએ CCTV રુમમાં ગયાં તો ત્યાંનો સીક્યોરિટી બેહોશીની હાલતમાં પડ્યો હતો અને કેમારા બંધ કર્યા હતા,
ધીમે ધીમે સમય પસાર થયો અને પોલીસે છાનબીન કરી તો ખબર પડિ કે હોસ્પિટલ વાડિ ઘટનામાં હિતુલ શેઠની વિરોધી કંપની વાડાનું કાવતરું હતું,
એક દિવસ ડોકટર હિતુલ શેઠની મુલાકાત લે છે અને પેલા યુવાન વીશે વાતો કરે છે,એ યુવાનને કાંઇ યાદ આવતું નથી કે એ કોણ છે,ક્યાં રહે છે,એનું આ દુનિયામાં કોઇ છે કે નહીં,પરંતુ એક પર્સ એના પોકેટ માંથી મડે છે,જેમાં એની પત્ની સાથે એનો ફોટો હોય છે,અને એ પર્સ પેલા હિતુલ શેઠ એમની પાસે રાખે છે અને સમય આવ્યે હું બધું કહિશ પરંતુ હું હવે કેટલો ટાઇમ જીવીશ એ માનીને તેઓ પેલા યુવાનને પોતાનો પુત્ર હોય એવું એની સામે સાબીત કરી છે,અને એનું નામ વિજય શેઠ બતાવે છે,
અને તેઓ અરબો સંપતીની કંપનીના CEO છે એવું બતાવે છે,અને તેઓ એક કાર એક્સીડન્ટમાં એમને આવું થયું હોય એવું એ પેલા હિતુલ શેઠ કહે છે,અને હિતુલ શેઠની સંપુર્ણ વાત સાચી માનીને તે યુવાન કે જેનું નામ વિજય શેઠ હોય એ સાચી ઇમાનદારી અને નિષ્ઠા પુર્વક એમને મડેલા પદનું માન રાખે છે અને ખુબ મહેનત કરીને એ કંપનીને ટોપ વનની પોઝીશનમાં લાવે છે,
એવામાં એક વખત જે બીજા નંબરે કંપની હોય છે એની માલકિન રાગિણી હોય છે,જે લંડનથી માસ્ટર ઓફ બીઝનેસ નો કોર્ષ કરીને એ આ રાગિણી કન્ટ્રશન કંપનીને બીજા નંબરે લાવે છે,અને રાગિણીના પેરેન્ટ્સ એ હિતુલ શેઠના ખાસ મિત્રો હોય છે કોલેજ ટાઈમથી,અને રાગિણીને પોતાની કંપનીને નંબર વન પોઝિશન પર લાવવી હોય છે,જે એક દિલ્હીમાં થનારી બોવ મોટી ડિલથી એ નંબર વન પોઝિશન પર આવવાની શક્યતા હોય છે પરંતુ વિજયે ઓલરેડી એની બધી જ તૈયારી અને પ્લાન્સ સેટઅપ કરી રાખ્યાં હોય છે,દિલ્હીમાં થનારા આ મોટા પ્રોજેક્ટસમાં ટોટલ ચાર કંપનીના CEO ને બોલાવ્યા હોય છે,જેમાં વિજય,રાગિણી,રાધવન અને પુનીત,શામેલ હોય છે,
પુનીત અને રાઘવનને આશા હતી નહીં કે એ પ્રોજેક્ટસ એને મડે એટલે તેઓ માત્ર ફોર્માલીટીસ પુરી કરવા અને મોજ મસ્તી કરવા જ જવાના હતા,રાગિણીએ એના PA ને વાત કરી કે મને સારા એવા હેંકર જોઇએ છે જે વિજય ના લેપટોપ માંથી મને પ્લાન્સની કોપી કરીને પેન ડ્રાઈવમાં આપી શકે,અને રાગિણીનો PA એક જોકર જ હતો, એટલે એ હેંકર પણ જોકર જેવા જ લાવ્યો,રાગિણી અને વિજયની એક જ ફ્લાઇટ અને એક જ હોટલ હતી પણ પેલા જોકરોએ હોટલ રુમ્સ બેવ માટે એક મડે એમ એને બધા રુમ્સની સીસ્ટમને હેંક કરી લીધી અને પ્રોજેક્ટસ શબમીટ કરવાનો ટાઇમ ફક્ત કાલ સુધીનો જ હતો એટલે મેનેજરે કહ્યું એમ એક રૂમમાં વિજય અને રાગિણી રોકાયાં હતા,પરંતુ રુમની અંદર બે રુમ હતા અને વચ્ચે દરવાજો હતો,અને પેલા જોકરોને એટલી જ ખબર હતી કે પીળા કલરની સુટકેસ હોય એ રુમ વિજયનો હોય અને બ્લેક કલર ની સૂટકેસ હોય એ રુમ રાગિણી મેડમનો,
વિજય ચતુર અને હોશિયાર હતો,એરપોર્ટ પર જ્યાંરે એ પોતાની સુટકેસ સાથે હતો પણ સુટકેટ એની મેડાએ એની સાથે ચાલતી હતી,મતલબ કે એ સુટકેસ બ્લુટુથ વાડિ હતી અને પેલા જોકરો આ દ્રશ્ય જોઇને વિજય પાસે ગયા અને વિજયને પુછ્યું કે આ સુટકેસ તમે પકડિ નથી,બાંધી નથી છતાય તમારી સાથે કેમ ચાલે છે,એટલે વિજય એને એની સુટકેસ વીશે માહિતી આપી અને એ લોકો વિજય હારે અને સુટકેટ હારે સેલ્ફિ પડાવા માંડ્યા એટલે આ બધું રાગિણી જોઇને ખુબ ગુસ્સે ભરાઇ અને એ કારમાં બેસી ગઇ અને પેલા ચાર જોકર પણ બેસી ગયા અને રાગિણી બોલી કે હવે આ પ્લાન કેમ વર્ક કરશે એ પેલો વિજય તમને ઓડખી ગયો છે,
વિજય અમને ઓડખે છેને તમને તો નહિં ને...!
મતલબ...???
મતલબ ગમેતે બહાનું બતાવીને તમે એને હોટલની બહાર લઈ જજો,અને તમે જ્યારે પાછા આવતા હશો ત્યાં સુધીમાં તો પેઇન ડ્રાઇવ તમારા રુમ સુધી પહોંચી ગઇ હશે,
ઓકે હું એને કેટલો ટાઇમ બહાર રાખું...!
જેટલો ટાઇમ રાખી શકો એટલો ટાઇમ રાખો,અમે જ્યાંરે ફોન કરીએ ત્યાંરે તમે આવજો,
ઓકે આ પ્લાન વર્કીંગ તો થશે ને...!
થાય જ ને મેડમ વાય યુ વરીડ...
ઓકે ઓકે...
હોટલની લીફ્ટમાં વિજય અને રાગિણી એક સાથે હોય છે અને પેલા જોકરો રાગિણીને થમ્સ દેખાડિને ગુડલક વીશ કરતા હોય છે,વિજયને એમ એ લોકો એને વિશ કરે છે એટલે એને પણ થંમ્સ દેખાડ્યો,પણ વિજયને ત્યાં લાઇટ થઇ કે આ એજ જોકરો છે જે મને એરપોર્ટ પર મંડ્યા હતા અને વિજય બધું સમજી ગયો એટલે એ બ્લુટુથ વાડિ બેગ સંતાડતો સંતાડતો એક રુમના વચ્ચેનો દરવાજો ખખડાવે છે એટલે રાગિણી બહાર આવે છે અને રાગિણીને ખબર નો પડે એમ એ બેગ એના રૂમમાં માં મુકી દે છે,અને પોતે એવું લગાડે છે કે એ રાગિણી ના હાલચાલ પૂછવા આવ્યો છે,
થોડાક કલાકો પછી રાગિણી વિજયના રુમમાં જાઇ છે અને કહે છે કે મારી સાથે ડિનર કરશો,
અને રાગિણી એટેલી મસ્ત તૈયાર થઇને આવી હતી એટલે વિજય પણ ના નહીં પાડિ શક્યો,
એ બંને ડિનર કરવા નીકળે તે તરજ પેલા જોકરો વિજયના રૂમમાં ગયા પણ એમને જોતા લાગ્યું કે આ રુમ વિજયનો નથી કેમ કે પિળા રંગની બેગ આ રુમમાં નથી તેઓ વચ્ચેનો દરવાજો ખોલીને એ રુમમાં ગયા અને જોયુ તો એ પિળા રંગની બેગ ત્યાં પડિ હતી અને એની નજીક પડેલું લેપટોપ તેઓ લઇને ખોલ્યું એટલે એમાં એક પાસવર્ડ થી લોક હતું એટલે પીન લોક ખોલવાનું એક સોફ્ટવેર એને રન કર્યું તેઓ ના મોબાઇલથી લેપટોપમાં ગણતરીની સેંકડમાં લોક ખુલી ગયું હતું રાગિણીનો PA બાથરુમમાં ગયો હતો એટલે લેપટોપ ના ડેસ્કબોર્ડમાં રાગિણીની કંપનીનો શિંબોલ હતો પણ ઓલા ત્રણને તો એ ખબર નહીં એટલે એ જોકરોશે રાગિણીનો પ્લાન પેઇન ડ્રાઇવ પર કોપી મારવાં મુકિ દિધો અને પછી રાગિણીને બોલાવી તો રાગિણી સીધી એ જ રુમમાં આવી એટલે એના PA પુછ્યું કે તમને આવતા વિજયે જોયા તો નથી ને,
ત્યાં રાગિણી વિચાર કરવા લાગી કે મારા રુમમાં હું આવું કે જાઉં વિજય જોવે તો શું ફેર પડે,
એટલામાં રાગિણીની નજર એના જ લેપટોપ પર પડિ અને PA ને જોરદાર જાપટ મારી અને પેલા ત્રણ જોકરોને પણ નો બોલવાનું બોલી કે સાલાઓ તમે મારી બાજું છો કે વિજય બાજું,
બધા બોલ્યા તમારી બાજું,
તો મારા રુમમાં મારા લેપટોપમાં મારો પ્લાન કેમ કોપી મારો છો,
તો પેલો PA બોલ્યો ના મેડમ આતો પેલા ગબરુ જવાન વિજયનો રુમ છે,જુઓ આ બેગ અંઇઆ છે,એટલે આ રુમ એનો છે,
રાગિણી પેલા જોકરોની મુર્ખતા અને પેલા વિજયની ચાલકતાથી નારાજ થઇને હોટલની ટોચ પર એક કોફિસોપ પર આવીને બેસી ગઇ અને ત્યાંજ વિજય પણ આવ્યો અને બોલ્યો કે શું થયું આમ કેમ નારાજ છો,
તો શું કરું,આટલી મહેનત કરી ભણવામાં,મહેનત બીઝનેશને આગળ વધારવામાં પણ કરી અને અંતે હું તારી કંપનીથી થોડિ પાછળ રહી ગઇ છું,જો આ પ્રોજેક્ટ મને મળ્યો હોત તો મારી કંપની નંબર વન બની જાત,પણ ઓલા જોકરોથી એક કામ થીકથી ના થયું,
કયું આ પેઇન ડ્રાઇવ વાડુ કામ....! લે આ લે આમાં મારા બધા જ પ્લાનની ડિટેઇલ્સ છે,જા લઇજા અને થઇજા નંબર વન બસ...
ના કોઇ જરુર નથી મારે આવી હમદર્દિની હું મારી મહેનતે આગળ આવીશ,અને હજી મારી પાસે ટાઇમ છે,હું હજી મારા પ્લાનમાં ફેરફારો કરીશ,
વિજયે રાગિણી ના વખાણ કર્યા અને બીજી સવારે પેલા પ્રોજેક્ટ મેનેજર સાથે વાત કરીને આ કોન્ટ્રાક્ટ રાગિણીને મડે એવું કર્યું અને વિજય પાછો જયપુર આવા નીકળતો હતો ત્યાં એરપોર્ટ પર ખુબ જ સુંદર અને દેવી જેવી લાગતી એક છોકરી એની નજરની સામે આવી એટલે એને એ છોકરીના બધા પોઝના ફોટા પાડિ લીધા એના મોબાઈલમાં,અને એ પ્લેનમાં બેસીને જયપુર આવ્યો અને રાગિણી પણ ખુબ જ ખુશ હતી અને એ હરખાતી,હરખાતી,ઘરે પહોંચી જ્યાં હિતુલ શેઠ બેઠા હોય છે,અને એને હિતુલ શેઠને બધી વાત કરી,એટલે રાગિણીના પિતાએ રાગિણીને કિધું કે હવે ફર્સ્ટ અને સેકન્ડ જેવું કંઇ રહ્યું જ નથી,તારા લગ્ન વિજય સાથે થવાના છે,એટલે બે કંપની એક થશે અને નંબર એકની પોઝિશન પર રહેશે,
શું વાત કરો છો પપ્પા,
હા બેટા તારા લગ્ન માટે હિતુલ માંગુ લઇને આવ્યો છે,અને આટલા વર્ષોની ભાઇબંધીમાં પહેલી વાર એણે કંઇક માગ્યું છે,
રાગિણી મનમાં ખુબ જ હરખાઇ છે,અને શરમાઇ ને રુમમાં ચાલી જાઈ છે,
હિતુલ શેઠ ઘરે આવે છે,અને ઘરે આવીને જોયું તો વિજય ટી.વી હારે મોબાઇલ કનેક્ટ કરીને પેલી એરપોર્ટ વાળી છોકરીને જોતો હોય છે,એ એજ છોકરી હોય છે જે વિજયના પર્સના ફોટામાં હોય છે,
હિતુલ શેઠ કંઇજ બોલ્યાં વગર ચુપચાપ ત્યાંથી જતા રહે છે,
એક દિવસ હિતુલ શેઠ પોતાનો મોબાઇલ ઘરે ભુલી ગયા હોય છે અને અચાનક એમાં રીંગ વાંગે છે અને વિજય એ ફોન રિસિવ કરે છે,
હા હેલો કોણ
કેમ ઉંમર જતા જતા,હવે યાદ શક્તિ પણ જતી રહી કે શું,?
કોણ બોલો છો...?
હું અમરકોટનો એમ.એ.લે.બોલું છું તે જે મારા વિરુદ્ધ PIL દાખલ કરી છે એ હજી તે પાછી કેમ ખેંચી નથી,તને એક હાર્ટએટેક તો અપાવ્યો અને બીજો હવે તારાથી સહન નહિં થાય બુઢ્ઢા,હજી સમય છે ચેંતવીજા,
તને ખબર છે હું કોણ બોલું છું.!
કોણ બોલશ તું...???
હું તારો બાપ અને તું જેને બુઢ્ઢો કહેશને એનો દિકરો વિજય,
હા તો તું શું રાવણ છો...! હે....!સમજાવ તારા બાપને કે PIL પાછી ખેંચી લે નહિંતર અગ્નિસંસ્કાર દેવા તું નહીં રહે અને અગ્નિસંસ્કાર લેવા તારો બાપ...
અરે ખાખમાં ભડિ ગયા અમને અગ્નિસંસ્કાર ની ચેતવણી દેવા વાળા,તું તૈયાર રે આ વાવાઝોડાની સામે ભીડવા માટે,
હા જોયા હવે તારા જેવા વાવાઝોડા કેટલાય,આવ અમરકોટ એટલે દેખાડું મારો રાજનેતી પાવર,
હા આઉ છું...
વિજય ઓફિસમાં જઇને હિતુલ શેઠને બધી ફોન વિશે માહિતી આપે છે અને એ અમરકોટ જાવાની જીદ કર છે, ઘણું સમજાવ્યું પણ એક વાત માન્યો નહિં અને PIL ફાઇલ સાથે એ અમરકોટ જવાં નિકળે છે,
અમરકોટ એટલે ત્યાંની સરકારી તમામ કામોનો કોન્ટ્રાક્ટ હિતુલ શેઠને મડવાનો હતો પરંતું ત્યાંના સાંસદે ગુંડાઓ બોલાવીને હિતુલ શેઠ પર હુમલો કર્યો અને એ આ વધારે સહન ના કરી શક્યાં અને એમને હાઇ બી.પી સાથે હાર્ટઅટેક આવ્યો હતો,
વિજય ત્યાં પહોંચે છે પણ પેલા નૈતાની જગ્યાએ પેલા ગુંડાઓ હોય છે,અને એ ગુંડા ઓનો માસ્ટર માંઇન્ડ ત્યાં ગાડિ પર બેસીને એના ગુંડાઓ કેમ વિજય સાથે લડે છે એ જોતો હોય છે,
વિજય આત્મરક્ષણ સાથે એ ગુંડાઓ સાથે લડતો હોય છે અને તલવાર અને ધારીયું હાથમાં લઇને એક પછી એક ગુંડાને મારતો જતો હોય છે,
આ બધુ પેલો કારમાં બેઠેલો મેઇન ગુંડો જોતો હોય છે અને એ એના માણસોનો ખાતમો જોતા એ ગુસ્સે ભરાઇ છે અને વિજયની નજીક જાય છે,અને નજીકથી વિજયની પીઠ પાછળ ઘા' કરે છે અને વિજય જ્યાં એ ગુંડા સામે જોવે છે તો ગુંડાની આંખો ચાર થઇ જાય છે અને રાડું પાડિને એનું વિજયનું નામ દિપક બોલે છે,અને આ બધું ગામનો એક માણસ જોતો હોય છે અને એ વિજયની નજીક જાય છે અને વિજય એ ગામના માણસ પર તલવાર મારવાં જાઇ છે,ત્યાં એ ગામનો માણસ નીચે જુકિને વિજયને પગે લાગે છે,અને એ વિજયને ક્યાંય નો જવાનું કહીને ગામવાળાને બોલાવે છે,અને ગામના બધા માણસો ત્યાં ભેગાં થાય છે અને વિજયને હાથ જોડિને પ્રણામ કરે છે,એવામાં ગામવાળા લોકોની પાછળથી દિપક, દિપક તુ આવી ગયો એવો અવાજ સંભળાય છે અને એ એક છોકરી,એ એજ છોકરી હતી જે વિજયે એના ફોટા પાડિને ટી.વી માં જોતો હતો,એ છોકરી એકદમથી આવીને વિજયને ગળે વળગી અને હાથમાં,કપાળમાં ચૂમીઓ આપવા લાગી,
પરંતુ વિજય આ બધું કાંઇ જ સમજી શક્તો નથી,એને કાંઇ પણ સમજાતું નથી,
પેલી છોકરી કહે છે કે તમે ડાધી વગરના ખાલી મુંછ માં જરાઇ સારા નથી લાગતા,તમે ડાધી કેમ કરાવી નાખી,
વિજય બોલ્યો હું એક કંપનીનો માલીક એક CEO ડાધી વારો સારો ના લાગે,અને તમે બધા કોણ છો,મને કેમ દિપકના નામ પર બોલાવો છો,આ દિપક કોણ છે...??
ગામ વાળા બોલ્યાં કે તો શું તમે અમારા દિપક ગઢવી નથી...
ના હું હિતુલ શેઠનો દિકરો વિજય શેઠ છું અને આ નેતા જે કોઇ પણ છે એ તમારી ઉપર અત્યાચાર કરે છે,તમારી રોજી રોટીનું કામ એ પોતે ખાઇ જાઇ છે,અને અમારી કંપનીને મળવા વાળો કોન્ટ્રાક્ટ પર એને રોક લગાવી તો એની સામે મારા પિતાજી એ કોર્ટમાં આ નેતા વિરુધ PIL દાખલ કરી હતી,જેથી કરીને તમને અને તમારા કામમાં કાંઇ નુકશાની ના થાય અને એની ચોખી ભરપાઇ મડિ રહે,
ગામના લોકો વિજયની વાત પર વિચારવા લાગ્યાં પરંતુ પેલી છોકરી એકધારી નજરથી વિજયને જોઇ રહિ હતી, અને બોલી કે તમે ભલે એવું કહો કે હું દિપક નહીં પણ વિજય છું પરંતુ એના ગુણ અને સંસ્કારને કેવી રીતે છુપાવી શકો,ગામ વાળાની ચિંતા,એના શોષણ વિરુધની PIL આ બધા માટે તમે કેમ દોડતા આવી ગયા,
ત્યાં રાગિણી એના પેરેન્ટ્સ અને હિતુલ શેઠ પણ ત્યાં આવી પહોચ્યા અને પેલી છોકરીની વાત ચાલું જ હતી,
જ્યારે હું દોડતી દોડતી તમારી પાસે આવી અને તમને ગળે મળી તો અચાનક તમારા દિલની ધડકનો કેમ વધવા માંડિ હતી,જ્યાંરે હું તમારી ચુમીઓ લેતી હતી ત્યારે તમારી આંખોમાં મારા માટેનો પ્રેમ કેમ જરતો હતો,
માણસની યાદ શક્તિ જતી હશે કદાચ પણ એના હાવ,ભાવ સ્વભાવ અને સંસ્કાર ક્યારે ક્યાંય જતા નથી,
મુખીકાકા હું 100% કહું છું કે આ મારા જ દિપક છે,મને મારા પ્રેમ પર પુર્ણ વિશ્વાસ છે,
ત્યાં અચાનક પેલો નેતા આવે છે એના કેટલાઇ ગુંડાઓ સાથે,
કેમ દિકરા હું તો યાદ છું ને કે ભુલી ગયો,તારો બચપણનો સાથી તારો મિત્ર વિપુલ....
ત્યાં પેલી છોકરી બોલી કે આ એજ માણસ છે જેને તમને જાનથી મારી નાખવાનો પ્રયત્નો કર્યા હતા...
વિજય પેલી છોકરી સામે જોતો હતો એવામાં વિપુલે વિજયના માથાંમાં વાર કર્યો અને વિજય માથું પકડીને નીચે પડી ગયો અને ગામના લોકોની ભીડ એટલી હતી અને જાણે એક પ્રતિમા માં કેમ કોઇકે જાન ફુંકિ દિધી હોય એમ એ ગામના લોકોએ એક સાથે વિપુલ પર હમલો કરવા દોડ મુંકિ હતી,એવામાં વિપુલ અને પેલો નેતા ભીડને ગાંડિ થતા જોઇને તેઓ ત્યાંથી ભાગી ગયા,અને વિજયને કારમાં બેસાડિને હોસ્પિટલ લઇ ગયા અને ર૪ કલાક માં હોંશ તો આવ્યો એની સાથે ધીમે ધીમે બધું યાદ આવવા લાગ્યું હતું અને વિજયે ગામના મુખીને બોલાવ્યાં અને એની હકીકત જણાવવાનું કિધું
અને મુખી બોલ્યા કે આ વાત છે અમરકોટના દેવાણા ગામની જેમાં સરકારી યોજનાઓ સાથે અનેક લાભોના કામ તલાટીને સોંપવામાં આવ્યાં હતાં જેમ કે નહેર ખોડવી,નહેર ખોડિને એનું બાંધકામ કરવું,નદિના તળીયા ઉંડા કરવાં અને બાવળા કાંપીને ગાયો ભેંસો માટે ગોચર ની યોજના કરવી અને એનું સરસ બાંધકામ કરવું,
આજુ બાજુના ગામના સરપંચો ની પંચાયત બોલાવી અને આ કામનો શુભારંભ કરવાનું નક્કી થયું એટલે એ બધા ગામોમાં હોંશિયાર અને વધું ભણેલો કોઇ છોકરો હોય એને આ બધા કામોની જવાબદારી સોંપવામાં આવી હતી,
અને દિપક ગઢવી એ ગામનો વધું ભણેલો છોકરો હોય છે, અને ગામ માટે અવારનવાર એને ઘણા કામો અગાવ પણ કરેલા હોય છે,જેમ કે ઓર્ગેનિક ખાતર બનાવું અને ઓર્ગેનિક પધ્ધતિથી ખેતી કરવી,બાઇકમાં નાનું હળ જોડિને વાવણી તેમજ ખેતર ખેડવું,પોતાની જાતે વગર કોઇ ખર્ચે ટપક સિંચાઈ પદ્ધતિ બનાવી,ગોબર નો પ્રયોગ કરીને ગોબર પ્લાન્ટ બનાવવો,આવી અનેક પધ્ધતિ જેમાં એક પણ ખર્ચો નો થાય અને ઉપજ બમણી આવે એવી અનેક યોજનાઓ દિપકે ગામને આપી હતી,
દિપક ના લગ્ન બાજુના ગામની છોકરી કાજલ સાથે થયા જે એમણે એમના માઁ-બાપુજીની અનુમતિ સાથે પ્રેમ લગ્ન કર્યાં હોય છે,તેઓ કોલેજમાં સાથે ભણેલા હોય છે,અને પરંતુ વાદ વિવાદ માં એક વિપૂલ અને એની ગેંગ એ દિપક અને કાજલ ના લગ્ન ના વિરુધ હોય છે,એણે ઘણી બધી કોંશીશ કરી આ લગ્નને અટકાવાની પણ એ લોકો અટકાવી ના શક્યા અને પોલીસ કેસ સુધી પણ આ વાત પહોંચી હતી પરંતુ કાજલ આ લગ્નની છેલ્લે સુધી સહમતી હતી અને અંતે એ બંને ના લગ્ન થયા હતા,પરંતુ આજુ બાજુના ગામના સરપંચો નો આ નિર્ણય લેવો અને બધા કામોનો કારભાર દિપકને સોંપવો એ વિપુલને ગમ્યું નહીં અને ત્યાં પણ વાંધો ઉઠાવ્યો હતો,પરંતુ ગામોના સરપંચોનો ફેસલો એ વિપુલને કામયાબ ના થવા દીધો અને અંતે એની ત્યાં પણ હાર જ મડિ,અને આ બધા કામો કમસેકમ કરોડોના ખર્ચે થવાના હતા,અને દિપક ધારત તો લાખોની હેરફેર કરી શકત પરંતુ એ ઇમાનદારી માં જીવનાર વ્યક્તિ હતો,
વિપુલ એની ચાલ ચલવા માંડ્યો હતો કેમ કે આમાં લાખોની કમાણી એને દેખાતી હતી એટલે શહેર ગયો અને ત્યાંના એમ.એ.લે ને બધી જ વાત કરી અને એ નેતા એ કીધું કે એ બધાં ગામોનું કામ કરાવનાર હું પોતે છું અને મારી સરકાર હોવા છતા જો મને લાભ નો મડે તો તો બધું પાણીમાં ગયું કહેવાય,
વિપુલની ચડામણી થી ત્યાંનો નેતા ગામમાં આવ્યો અને દિપકને સમજાવાનો પ્રયત્ન કર્યો પણ દિપક માન્યો નહીં એટલે એ પાછો શહેર જતો રહ્યો,
શહેર જઇને નેતા ખુબ જ આક્રોશમાં ભરાયો અને નેતાનો આક્રોશને જોતા વિપુલે એને દારુ પાયો અને વધારે ચડાવ્યો હતો,અને એણે એક ડોનને ફોન કર્યો અને દિપક જ્યાંરે ગામની બહાર શહેર જતો હોય ત્યાંરે એની પર હુમલો કરે,
પેલા ડોન ૧૦૦ થી વધું માણસો લાવીને દિપક જ્યાંરે બાઇક પર શહેર જતો હતો ત્યાંરે એની પર હુમલો કર્યો,દિપકે ખુબ જ બચવાનો પ્રયત્નો કર્યાં પણ એ એકલો ને સામે સો માણસો તોઇ પણ એણે પીછે હઠ નો કરી અને બને એટલા સામે એ લડ્યો અને વારા ફરતી વારા દિપકના માથા પર અને હાથ પગ માં ખુબ ગંભીરથી અતી ગંભીર ઇજાઓ થઇ હતી,એવા વખતે ગામોના સરકારી કોન્ટ્રાક્ટ લેવા માટે એક શેઠ આવવાના હતા પણ કંઇક કારણોસર એ નો આવી શક્યાં,દિપકના ગયા બાદ ગામ વાળા પર નેતાની અને પેલા ડોન અને વિપુલ ની જબરજસ્તી ખુબજ વધી હતી,ત્યાં સુધી વધી હતી કે એને જવાન દિકરી ઓને પણ....
બસ મુખી બાપા બસ હવે મને બધું યાદ આવી ગયું છે,જો આપણી પાસે ખુબ સારા એવા વકિલ છે,જે આપણી મદદ કરશે અને લડવાનું થાય છે તો સંવિધાન અને કાનુની લડાઇ લડીશું,PIL ફાઇલ થઇ ચુકિ છે,બસ તમારા બધાના બયાનની જરુર છે,જો તમે લોકો કોર્ટ માં ગવાહિ આપશો તો નેતાનું નેતાપણું તો જાશે જ,સાથે એને આજીવન કારાવાસ પણ મડશે,કેમ એક તો એને મને જાનથી મારી નાખવાની કોંશીશ કરી,બીજા નંબરમાં ગામની બેન-દિકરી ઓની આબરુ પર હાથ નાખ્યો છે,અને ત્રીજું એ કે એને સરકારી સહાય કામોમાં કરોડાના ગોટાળા કર્યાં છે,
હું તો આ બધી કસોટી માંથી પાર નીકળી ગયો છું,હવે મારે ગામને કસોટી માંથી પાર કરાવું છે,તો મુખી કાકા હું સુપ્રીમ કોર્ટે જઇને તારીખ કઢાવું છું,મારા એક અંઇના એસ.પી મીત્ર છે,એને કહિને બધી જ ઇન્વેસ્ટીગેશન કરાવીને ચાર્જશીટ ફાઇલ કરાવું છું અને આખા ગામને નેતાની વિરુધ ગવાહિ સાંભળીને કોર્ટ એને આજીવન સજા આપશે,
ભલે બેટા મારા તરફથી ગામને એક કરીને નેતા અને વિપુલ વિરુધ ગવાહિ માટે તૈયાર કરુ છું અને બને એટલું જલ્દિ કરાવજો...
હા બસ તમે પહોંચો ત્યાં સુધીમાં હું પણ રેડિ થય જઉં,
પરંતુ રાગિણીને હવે ખુબ જ ચિંતા થતી હતી કેમ કે વિજયની યાદશક્તિ પાછી આવી ગઇ હતી અને એ દિપક હતો કે જેના લગ્ન થઇ ચુક્યાં છે,
જીંદગી પણ ખુબ જ કસોટી લે છે,કેમ કે અત્યાર સુધી કાજલ એવી કસોટીમાં જીવતી હતી કે દિપક છે નહીં અને જો ના હોય તો એનું શું થયું,અને જો જીવીત હોય તો એ અત્યાર સુધી ક્યાં હશે,કેવી હાલતમાં હશે,દિવસ રાત બસ દિપકની રાહ જોવામાં કાઢતી હતી,ન ખાવાનું ભાન,ના સુવાનું ભાન કે ના કોઇ પણ જાતની સુજ એ કાજલ પડતી નો હતી,
કાજલે જીંદગીમાં જાણે જીંદગી ખોઇ હોયને એવું એને લાગતું હતું,દિપક નો વિરહ ખુબ લાંબો ચાલ્યો હતો અને ઉપરથી પેલો વિપુલ એને વારે વારે દિપકના માઠા સમાચાર આપતો રહતો હતો,એટલે કાજલ પુરી રીતે સુન થય જતી હતી,અને એકદમ ખરાબ એના વિચારો થય જતા હતા માઠા સમાચારને લીધે,અને પેલા વિપુલને પણ એટલું જ જોઇતું હતું,
આખરે આટલા સમયના વિરહ બાદ તપસ્યા ફળી અને દિપક એને મડ્યો હતો,
દિપકે હિતુલ શેઠની મદદથી વકિલની જજમેન્ટથી એક નિર્ણય લેવાયો હતો અને પોલીસના સપોર્ટથી ચાર્જશીટ ફાઇલ કરી અને PIL પણ ફાઇલ કરી નાખી હતી,
સુપ્રીમ કોર્ટે ગવાહિ,સબુત અને બયાન બાજી,દલીલ સાંભળી અને કોર્ટે આવતા અઠવાડિયાની તારીખ આપી હતી,
પરંતુ સરકાર પેલા નેતાની હોવાથી દિપકે અને બીજા ધણા બધા રાજકારણીઓ એ મડિને સરકારને અપીલ કરી કે આ નેતાને તમે સસ્પેન્સ કરો અને ન્યાંય ગામ વાળાના પક્ષમાં રહે એવી સુપ્રીમ કોર્ટેને વિનંતી ભર્યો પત્ર લખો,
અપક્ષની સાથે બીજા ઘણા રાજકારણીઓ અને દિપકની વાતને માન આપ્યું અને પેલા નેતાને સસ્પેન્ડ કર્યો અને અરજીપત્રક સાથે સુપ્રીમ કોર્ટને આપ્યો હતો,
આવતા અઠવાડિયાની તારીખ મડિ પરંતુ એ દરમિયાન એક એવી ઘટના બની કે પેલો નેતા જે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો એણે આત્મહત્યા કરી લીધી હતી,
ત્યારબાદ વિપુલ અને અન્ય ગુંડાઓને સજા થય,ગામ વાળાને માનસિક તેમજ આર્થીક નુકશાન અને ગામની યુવાન બેન દિકરી પર જબરજસ્તી અને દિપકને જાનથી મારવાના પ્રયત્નોમાં આરોપી ઓને 25 વર્ષ ની જેલ અને આર્થિક નુકસાનનો માટે બે કરોડનો જુર્માના ની સજા સરકારે આપી હતી,
હવે વાત રહિ રાગિણીની જે દિપકને વિજય માનીને પ્રેમ કરતી હતી અને એની તો વિજય એટલે કે દિપક સાથે સગાઇ પણ થઇ ગઇ હતી પરંતુ કિષ્ન ભગવાન જેમ મીરા કે રાધાના નો થયા અને એમ જ દિપકને તો અંઇઆ રાગિણીને છોડવાની હતી જે થોડું અઘરું હતું પણ કરવું તો પડશે,
જિંદગી ની કસોટી માંથી કોઇને તો ન્યાય મડવાનો જ હતો જે કાજલને મડ્યો હતો,રાગિણી દિપક પાસે આવીને એટલું બોલી હતી કે આમેય મીરાને ક્યાં શ્યામ મડ્યો હતો પણ એની ભક્તિ અને એના પ્રત્યેનો પ્રેમ સાચો હતો એમ મારો પણ પ્રેમ સાચો જ છે અને આમેય તે કાજલ મારી બેન જેવી છે અને એના તારી જોડે લગ્ન પણ થયા હતા અને આપણી તો માત્ર સગાઈ જ થઇ હતી તો સગાઈ છોડિ શકાય પણ લગ્ન જીવનને નો તોડિ શકાઇ કેમ કે એ બે આત્મા ઓનું મિલન છે જેને હું તોડિને પાપમાં પડવા નથી માંગતી પણ હા અંત સમય સુધી હું તને જ ચાહતી રહિશ એ વાદા સાથે તને કાજલને સોંપુ છું કેમ કે મારા કરતા એણે વધારે કસોટીઓ આપી છે,
દિપકે પણ રાગિણીની માફી માંગતા કહ્યું કે હું ધન્ય બની ગયો છું કે તારા જેવી પ્રેમ કરવા વાડિ મડી હતી અને કાજલ જેવી નિભાવવા માડી હતી,પણ કુદરતના અપે સંસ્કારના નિયમ પ્રમાણે મારે તમારા બે માંથી એક ને પસંદ કરવાની છે તો હું કાજલને કરીશ કેમ કે એ મારો અતી જુનો પ્રેમ છે અને લગ્ન ગ્રંથિ બંધાયેલા છીએ અને બીજું એ કે એણે ગામના લોકો માટે ઘણું કર્યું છે મારી ગેરહાજરીમાં અને પોતાની પર્વાહ કર્યા વગર જ એને કસોટીઓ માંથી પસાર થઇને કર્યું છે અને આવા વિપુલ અને ગુંડાઓના સકંજામાં હોવા છતાય એણે ગામ વાળાની દિકરી ઓની રક્ષા કરી છે એટલા માટે હું કાજલને જ પસંદ કરુ છું.
આમ દિપક,કાજલ અને રાગિણી ના કસોટી ભર્યા જીવનની વ્યાખ્યા સાથે ઘણું બધું સમજાવી જાય છે,
પોતાના કામ આવા બદલ પોતાનાઓ માટે કામ આવવું એજ મહત્વની વાત છે,
અંતમાં હિતુલ શેઠે પણ દિપકની માફી માંગી કેમ કે તેઓ દિપક વિશે જાણતા હોવા છતા અજાણ રહ્યાં અને દિપકને કાજલ થી અને ગામના લોકો થી અલગ રાખ્યો હતા,
પણ દિપકે સહજ હસીને તેઓને કાંઇ નો કહેતા હિતુલ શેઠના આશીર્વાદ લીધા અને ગામ વાળા લોકોએ દિપકના આગમનની તૈયારી કરી અને ફરી એક વાર ગામોમાં ખુશીની લહેર થવાં માડી,

"અસ્તુ"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED