Kalyug nu Ver books and stories free download online pdf in Gujarati

કલયુગ નુ વેર

હુ એક નોકરી કરવા વાડો અને ઇજ્જતરદાર માણસ હતો, મારી જીંદગી માં મારા માઁ-બાપ ને ટેકો દેવો અને ઘરને માટે કમાઉ ગુજરાન ચલાવવુ એ જ મારી જીંદગી નુ પહેલુ અને છેલ્લુ સપનુ હતુ કેમ કે બાપુજી નુ એસીડેન્ટ થયુ હતુ એટલે એમનો પગ ખુબ જ જખમી થયો હતો એટલે એ હવે કામ કે નોકરી કરી ના સક્તા હતા આમેય તે મારુ સીવીલ ઇંજીનરીંગ પત્યુ જ હતૂ એટલે મે જોબ શરુ કરી દિધેલી હતી, હુ ઘર થી જોબ અને જોબ થી ઘર બસ બીજો કોઇ જ માર્ગ મારા જીવન માં હતો જ નહી, રવિવારે પણ ઓવરટાઇમ કરતો હતો, મને હજુ સુધી કોઇ જ નવો સોખ કે આદત પડી ન હતી, કેમ મારા માટે હિમાલય જેવડુ દેણુ હતુ કેમ કે બાપુજી ના ઇલાજ ના પૈસા હજુ લેણદાર ને ચુકવાના હતા અને લોન પર ઘર લીધુ હતુ એટલે લોન ના હપ્તા ભરવાના અને જોબ પર જાવુ હોય તો બાઇક વગર કેમ ચાલે એટલે બાઇક પણ હપ્તે જ ખરીદેલુ આમ બધા લેણા ભરવા હુ દિને રાત એક માની ને મહેનત કરતો હતો, મારા માથે જે દેણુ હતુ એ ધારત તો પલભર માં ભરાઇ જાય એમ હતુ અને મારી સામે એવી ધણી બધી તકો હતી પણ એ તકો ખુટ્ટલ હતી, બેઇમાન થી સખત ભરેલી હતી જે મારે કોઇ બી હદે બેઇમાની નો રસ્તો અપનાવો ન હતો,

હુ મલ્ટીનેશનલ કંપની માં જોબ કરતો હતો જે રાજ્ય લેવલે ટોપ ફાઇવ માની આ એક કંપની હતી, જેમા કંટ્રકશન, બીલ્ડીંગસ અને મોલ બનાવતી બોવ મોટી કંપની હતી, જેમા હુ કંટ્રક્શન મેનેજર કમ ઇંજીનીઅર હતો, આ કંપની ને ટોપ ફાઇવ પર લાવનાર બીજુ કોઇ નહી પણ હુ પોતે જ હતો, ડિઝાઇનસ થી માંડી ને ફુલફીલ મલ્ટી પેટર્નસ અને મેગા સાઇડ બાધવામાં મારુ પ્રથમ નામ હતુ, મારુ કામ લગભગ બધા ને ખુબ જ ગમતુ અને મારો હાવ ભાવ અને સ્વભાવ પણ બધા ને ખુબ જ ગમતો, પણ આતો હળાહળ કલયુગ છે જ્યાં પાંચ લોકો હળીમળી રેવાવાડા હોય એની સામે દસ લોકો નફરત પણ કરતા હોય છે, આવી જ એક ભંયનકર ધટના મારી સાથે ઘટી જ્યાં મારે સુઇસાઇડ કરવાનો વારો આવ્યો, હવે તમને થતુ હશે જે માણસ અત્યારે આવી કહાની સંભળાવે છે એ સુઇસાઇડ કેમ કરી શકે ! જી હા મારી સાથે કંઇક આવુ જ ધટ્યુ છે જે હુ તમને કહેવા જઇ રહ્યો છુ,

મીત્રો એક વાર મારા રોજીંદા કામ પ્રમાણે હુ ઓફીસ જવા નીકળ્યો હતો અને એવામા મને એક ફોન આવ્યો જે અનનોન નંબર હતા જેમા આપણને નંબર દેખાઇ નહી, એટલે મે ફોન ઉપાડ્યો નહી ત્યાં તરત જ એક મેસેજ આવ્યો કે તારા મમ્મી અત્યારે ખોડીયાર માતાજી ના મંદિરે છે જો એને સહીસલામત જોવા માંગતો હોય તો મારો ફોન ઉપાડ, ત્યાં મે તરત જ મારી બા ને મે ફોન કર્યો ને પુછ્યુ બા તુ ક્યાં છે એટલે બા એ કિધુ કે હુ ખોડીયાર મંદિર છુ કેમ કાઇ કામ હતુ બેટા ! ત્યાં એક પાછો મેસેજ આવ્યો જેમા લખ્યુ હતુ કે ફોન કરી ને ખાતરી થઇ ગઇ કે તારી બા ક્યાં છે ! જો હજુ પણ ટાઇમ છે મારો ફોન ઉપાડ નહી તો હવે મેસેજ નહી કરુ અને તારી બા ને જ કિડનેપ કરી લઇશ, ત્યાં ફોન આવ્યો એટલે મે ઉપાડ્યો અને ગભરાતા અવાજે હુ બોલ્યો કે શુ જોઇએ છે તમારે જુવો જો પૈસા જોતા હોય તો એક ફુટી કોડી પણ મારી પાસે નથી કેમ કે મારી માથે લાખો નુ દેણુ છે, ત્યાં તો એ માણસ સામે થી જ બોલ્યો કે મારે પૈસા નથી જોઇતા, મારે તારુ પર્સનલ કામ છે આજે સાંજે સાત વાગે, અમીના પાર્ક પાસે જે રુત્વિક નામનુ ગૌડાઉન છે ત્યાં આવી જાજે નહીતર આઠ વાગ્યા ની માથે એક મીનીટ પણ નહી થાય તારા બા ને કિડનેપ કરવા માં ! હુ ગભરાતા અવાજે બોલ્યો જુવો મારા બા ને કાઇ નો કરતા હુ તમે જેમ કેસો એમ કરવા તૈયાર છુ, ત્યાં એણે ફોન મુકી દિધો અને આ બાજુ હુ ઓફીસ પહીચીયો પણ આજે કામ માં સહેજ પણ મન લાગતુ ન હતુ, ભર શિયાળા માં પરસેવો આવતો હતો, એવામા મારા બોસે મને એમની કેબીન માં બોલાવ્યો એટલે હુ ત્યાં પહોચ્યો, બોસે કહીયુ ગઢવી (મારી ઓફીસ માં મને બધા સરનેમ થી જ બોલાવતા પણ મારુ નામ દિપક ગઢવી છે)આવતા વીક માં એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે જેની તૈયારી તુ આજ થી કરવા માંડ અને પ્રોજેક્ટ ની તમામ ડિટેઇલસ તને મેઇલ કરુ છુ જોઇ લે કેમ ડિઝાઇનસ અને થીમ્સ તૈયાર કરવી ઓકે ! પણ મારુ જરાઇ પણ ધ્યાન બોસ ની વાતુ માં ના હતુ કેમ કે મને મારા બા ની ચિંતા થતી હતી અને મન માં સવાલ થતો હતો કે એ માણસ કોણ હશે, મને કેવી રીતે ઓડખતો હશે, આવા સત્તર જાત ભાત ના સવાલ મારા મગજ માં રમતા હતા પણ જવાબ એકૈય ના મડતા ન હતા, એવામા બોસે મારો ખંભો હલાવ્યો અને પુછ્યુ ક્યાં ધ્યાન છે તારુ બેટા અને આમ આટલો ઉદાસ કેમ છે ?તબીયત તો સારી છે ને તારી !મે બોસ ને કિધુ જી બોસ હુ સારો જ છુ, તમે મને મેઇલ કરો એટલે કામ ચાલુ કરી દઉ, હુ ત્યાથી મારી કેબીન માં આવ્યો ત્યાં અચાનક અનનોન નંબર પર થી કોલ આવ્યો કે તારા બોસ જે મેઇલ તને કરે ઇ મેઇલ પર કામ ચાલુ કર પણ એ કામ પત્યા પછી પ્રોજેક્ટ ની તમામ ડિટેઇલ્સ મને મડવી જોઇ મારા મેઇલ પર, પછી હુ બોલ્યો કે જો હુ આવુ કરીશ તો હુ બરબાદ થઇ જઇશ અને બરબાદિ સહન થાઇ પણ બેઇમાની મારા થી સહન નહી થાય પ્લીઝ આવુ ક્રુત્ય કામ મારી પાસે ના કરાવો હુ એક લાચાર વ્યક્તિ છુ મારા પર મારા ઘર નો ભાર છે ભાઇ મારી મજબુરી ને સમજો !ત્યાં એ માણસ બોલ્યો જો તારી પાસે ટાઇમ નથી તુ કામ કરવાનુ વીચાર નહી તો તને ખબર છે કે આગળ શુ થવાનુ છે એ !પેલા માણસે એવુ કહી ને ફોન કટ કરી નાખ્યો અને મને કાઇ પણ સમજાતુ ના હતુ કે આ માણસ છે કોણ અને એને કઇ રીતે ખબર પડી કે મારે પ્રોજેક્ટ તૈયાર કરવા નો છે ! પણ એક વાત નક્કી હતી કે એ માણસ અમારા જ બીઝનેશ ને લગતો હતો પણ કોણ હશે એનુ નક્કી થતુ ન હતુ, અને આ બાજુ મે જોરશોર થી કામ ચાલુ કર્યુ અને લગભગ સાત વાગા પેલા પ્રોજેક્ટ તૈયાર થઇ ગયો હતો, એટલે હુ પેલા માણસ ની ફોન ની રાહ જોતો હતો, ત્યાં ફોન આવ્યો કે મે તારા મેઇલ આઇ.ડી પર મેઇલ કર્યો છે જેમા તુ તારો પ્રોજેક્ટ ફોર્વડ કરી આપ અને આઠ વાગ્યા પેલા તને જ્યાં બોલાવ્યો હતો ત્યાં આવી જાજે, હુ ફટાફટ મેઇલ ફોર્વડ કરી ને ઓફીસે થી નીકળ્યો અને કહેલી જગ્યા પર જાવા નીકળતો હતો ત્યાં બોસે કિધુ અરે આટલી બધી સેની ઉતાવડ છે બેટા બધુ બરાબર તો છે એને ! મે કિધુ હા બોસ બધુ ઓકે છે પણ બાપુજી ની તબીયત જરાક ખરાબ છે માટે ઉતાવડ છે, બોસ કે ઓકે બેટા સાચવીને જાજે, ત્યાંથી નીકળ્યો અને ફોન પર કિધેલી જગ્યાં પર આવ્યો ત્યાં પેલા માણસ નો ખાલી અવાજ આવ્યો કે વેરી ગૂડ ગઢવી યોર પ્રોજેક્ટ ઇઝ ટુ ગુડ, આઇ રિયલી અપ્રેસીઝ એન્ડ પ્રાઉડ ફિલ ઓફ યોર ઓનેસ્ટ વર્ક, પણ મે કિધુ જુવો તમે આ ખોટુ કરો છો મારી સાથે અને મારી મજબુરી નો ગેરફાયદો ઉઠાવો છો તમે!ત્યાં એ માણસ બોલ્યો કે ગેરફાયદા માં જ મારો ફાયદો છે અને તારી કંપની નો રેંક મારી કંપની કરતા થોડો વધારે છે પણ આ પ્રોજેક્ટ મડ્યા પછી મારી કંપની તારી કંપની કરતા આગળ આવી જશે અને હુ ટોપ ફાઇવ મા આવી જઇશ, હુ બોલ્યો ઓહ તો તમે હેવન બીલ્ડર્સ કંપની ના ચેરમેઇન છો એમ ને હવે આવી જાવ મારી સામે હુ ઓડખી ગયો છુ તમને અને તમારી આ દગાખોરી ને, ત્યાં એ ચેરમેઇન બહાર આવ્યો અને બોલ્યો કે અરે વાહ ગઢવી પલભર માં ઓડખી લીધો મને હે!પણ આ પ્રોજેક્ટ તો તમારે જ તૈયાર કરવો પડશે નહીતર હુ શુ કરીશ એનુ તમને તો યાદ હશે જ કેમ કે મારા માણસો તમારા ઘર થી માંડી ને ઓફીસ સુધી પહોચેલા છે અને એમની બાજ જેવી નજર તમારી પર સખત મંડાણી છે જો કાઇ પણ આડુ અવડુ કરશો તો તમારી બા જે કિડનેપ થવાના હતા એ હવે જીવથી જશે, કેમ કે તમારી કંપની સામેનુ વેર હવે તમને પર ભરખી જાશે એટલુ યાદ રાખજો અને હા આ કામ થયા પછી તમે કંપની ને રિઝાઇશ આપશો અને મારી કંપની જોઇન કરશો કેમ કે એ કંપની તો હવે તમને રાખશે નહી અને તમારુ નામ પણ બીઝનેશ માર્કેટ માં ખરાબ થશે તો મારી કંપની જોઇન કરવા સીવાઇ બીજો કોઇ રસ્તો તમારી આગળ છે જ નહી માટે આ પ્રોજેક્ટ તૈયાર કરો અને મને આગળ કરો અને હા પોલીસ નો ખૈયાલ તમારા મગજ માં લાવતા જ નહી કેમ કે પોલીસ મોડી થશે ત્યાં તમારા બા જીવથી જશે માટે હુ કહૂ એટલુ કરો એમા જ તમારી ભલાઇ છે, મે કિધુ કે આવુ કરવા કરતા હુ અત્યારે જ મારી કંપની માં રિઝાઇન આપી દઉ અને તમારી કંપની જોઇન કરી લઉ એના માટે એટલુ બધુ કરવાની શી જરુર છે, પેલો ચેરમેઇન બોલ્યો કે ભાઇ મારે તમારી કંપની શાથે વેર વાડવુ છે, જુનો હિસાબ ચુક્તો કરવો છે એના માટે મે તમને ઢાલ બનાવ્યા છે જેમા તમારી સાથે તમારી કંપની નુ નામ ખરાબ થાઇ અને બીજીવાર કોઇ પ્રોજેક્ટ કરવા માટે આ કંપની સાથે કોઇ ડિલ નો કરી શકે અને મારુ વેર પણ વડી જાય, હવે એવા ટાઇમ માં મારી પાસે સ્વીકારવા સીવાય કોઇ રસ્તો ના હતો અને બા ને પણ પ્રોટેક્ટ કરવના હતા એટલે મે એ પ્રોજેક્ટ માટે હા પાડી અને હુ ઘરે ગયો ત્યાં ઘણુ વીચાર્યા પછી એક ચાલ મારા મગજ માં આવી એટલે મે મારા એક આહિર મીત્ર હતા જે પોલીસ ઇન્સપેક્ટર હતા એટલે મે એમને ફોન કર્યો અને બધી વાત કરી એટલે મે કિધુ કે તમે કાર લઇને અને સાદા ડ્રેસ માં આવો ફેમીલી સાથે મારા ઘરે અને બા - બાપુજી ને તમારા ઘરે લઇ જાઓ જ્યાં સુધી મોડી રાત નો થાય ત્યાં સુધી મારા ઘરે આવતા નહી અને મોડી રાત્રે આવો ત્યારે ચારેય બાજુ જોઇને આવજો અને પછી બા-બાપુજી ને લઇ જાજો,

આમેય તે જો એના કોઇ માણસો જોઇ જાસે તમને બા-બાપુજી ને લઇ જતા તો કોલ આવશે અને જો ના જોઇ જાઇ તો અતી ઉતમ આપણો પ્લાન સફલ થશે, એ આહિર મીત્ર મારા બા-બાપુજી ને લઇ ગયા અને કોઇએ પણ જોયુ નઇ એટલે મે બોસ ને કોલ કર્યો ને બધી વાત કરી એટલે બોસે કિંધુ કે હવે તારો નેક્ષ્ટ પ્લાન શુ છે એટલે મે કિધુ કે મારો હવે સુઇસાઇડ કરવા નો પ્લાન છે હુ જેવો ફોન મુકુ એટલે તમે 108 કોલ કરી ને મારા ઘરે મોકલી આપજો અને હુ ધેઇન ની બધી ગોળીઓ ગળી જાઉ છુ, બોસ અરે ના ના આવુ નઇ કરતો હુ હમના ત્યાં આવુ છુ અને તને લઇ જઉ છુ, મે કિધુ બોસ એના માણસો સખત મારી પર નજર રાખી ને બેઠા હશે એટલે હુ જેમ કહુ એમ તમે કરો નઇતર પ્લાન પર પાણી ફરીવડશે, બોસ કે સારુ જેમ તુ કે એમ!ત્યાર બાદ મે ઘેઇન ની ગોળી ખાધી ત્યાં દસ મીનીટ માં એમ્બુલેન્સ પણઆવી ગઇ મને હોસપીટલ લઇ ગયા જ્યાં ઇમરજન્સી વોર્ડ માં એડમીટ કર્યો કાનુન મુબજ જે વ્યક્તિ સુઇસાઇ કરે તો પોલીસ કેસ બને અને કારણ સોધી ને કેસ ફાઇલ થઇને એક્શન લેવાય અને જો વ્યક્તિ જીવીત હોય તો એનુ બયાન લેવાય ર્મુત્યુ થયુ હોય તો ઇનવેક્ટીગેશન થાય પણ હુ તો જીવી ગયો હતો અને બયાન લેવા માં મારા જ આહિર મીત્ર હતા જેમને બધી ખબર હતી એટલે કેસ ફાઇલ થયો અને હેવન બિલ્ડર્સ ના ચેરમેન ને મને ધમકાવા અને બેઇમાની ના કામ કરવા તેમજ સુઇસાડ કરવા મજબુર કર્યો ના ગુના દાખલ કર્યા અને વીસ લાખ નો જુરમાનો છ વર્ષ ની જેલ ની સજા ફટકારી.

મારા બોસ મારી ઇમાનદારી અને મારી હિંમત જોઇ ને ખુબ ખુશ થયા અને મને ચેરમેઇન તરીખે નુ પ્રમોશન આપ્યુ ત્યારબાદ મારા લેણા પણ ચુકતે કર્યા અને બોલ્યા કે સારુ થયુ કે ઘેઇન ની ગોળીઓ ગળી પણ જો ઘેઇન ની ગોળી ના હોત તો તુ શુ કરત!મે કિધુ કે બોસ તો સુ એપાર્ટમેન્ટ પરથી કુદિ જાત પણ આપણી કંપની નૂ નામ ખરાબ નો થવા દેત અને મારી જાતને બેઇમાન પણ ના થવા દેત અને એક ઇજ્જત ના મોત ને વાલુ કરત કેમ કે તમામ છુલ્લાસો મારા મીત્રને કરી દિધો હતો કદાચ હુ મરી જાત તો એ મારો મીત્ર જમીન આસમાન એક કરી ને મને ઇમાનદાર અને ઇજ્જતદાર માણસ સાબીત કરત.

તો આ હતી મારી કહાની જેમા પૈસા કરતા ઇમાનદારી વહાલી હતી અને ઇમાનદારી નુ ફળ તમને ચોક્કસ મડે પણ થોડી ધીરજ હોવી જરુરી છે અને એક સારો અને પવીત્ર મીત્ર હોવો જરુરી છે જે તમારા કરતા તમારી ઇમાનદારી વધુ ઓડખતો હોવો જોઇ....

આશા રાખુ છુ કે "કલયુગ નુ વેર"તમને ખુબ જ ગમી હશે.....

જય માતાજી

'અસ્તુ'

લેખક શ્રી,

દિપક ગઢવી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED