એક હતો ચારણ Deeps Gadhvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હતો ચારણ

હુ ચારણ છુ, મારુ ગામ હાલાર માં છે, પણ અમારા ગામ નો હોય અમારે તો એય ને નેહ (ચારણ નેસ) હોય, માલ ઢોર ચારુ અને માઁ ભગવતીયુ ના ગુણગાન ગાવ, અમારે દુધ, ધી, છાસ, માખણ અને દહીં નુ સંઘરાવો કરવુ એ અમારુ કામ, મારી પાહે એઇને ગાયો ભેંસો અને એમના વછેરાઓને છે એમને સાચવા અને એમને પાળવા ઇ અમારો ધરમ હો,

ધરમ નુ કઉ એટલે હંધુય આવી જાય હો, એટલા માલ ઢોર જ નઇ પણ આખા ગામને હાચવા ની જવાબદારી મારી સે, વટ વચન અને આબરુ રાખવા મારો જીવ દેતા પણ અચકાઉ નઇ ઇ હુ ચારણ, મારી હારો હાર મારુ આખુય ગામ પણ એવુ હો, અમારે ન્યાં માઁ ખોડીયાર નુ મંદિર સે, એમા સાતેય બેનુ ના અને ભાઇ મેરખીયા ના બેસણા સે, અમારે બાજુ ની સિંમ માં આહિર નો નેહ સે, 0 અને આમેય તે ચારણો અને આહિરો તો મામા - ભાણેજ કેવાય જે હજારો વર્ષ પુર્વે ઇતિહાસ ના ચોપડે લખાઇ ગ્યાં સે,

એયને અમે ચારણો અને આહિર મામાઓ માઁ ખોડીયાર જયંતી ના દિ બધા ભેગા થાઇ અને ખુબ જબરો તેવાર ઉજવીએ, અમારી દિકરીયુ ને માઁ ખોડીયાર સહીત એમ સાત બેનુ બનાવીએ અને એક દિકરા ને મેરખીયો બનાવીએ અને આખી આહિર નાત અને ચારણ ને એક હરોળ માં બેહી ને લાપસી, કઢી ને રોટલા નુ ભોજન કરીએ અને સાંજ ના માતાજી ની આરતી કર્યા બાદ, આહિર અને ચારણી રાસ રમીએ આમ વર્ષો સુધી અમે આ દિ ને નવા વરહ ની જેમ ઉજવીએ, અમારી પરંપરા અને અમારી શૈલી ને ત્રીજુ ગામ પણ જોવા આવી ના શકે જે દિ અમારી બેન દિકરીયુ રાસ રમતી હોય ત્યારે કેમકે આ કોઇ સોખ ના હતો આ માતાજી ની ચરજો અને ગરબાઓ સાથે રમાતા રાસ છે, જ્યાં કોઇ પારકા ગામ નો આવી જોઇ ના શકે એવો અમારો પરંપરાગત રીવાજ છે, તો આમ ને આમ દિવસો પસાર થતા જાય સે ને અમારી ખુશ ખુશાલ જીંદગી જીવતા જાઇ સી, પણ ઉનાળો પુરો થયા ને માથે બે મહીના થાય છે, ઇ જેઠ મહીના માં દુકાળ પડવા ના એંધાણ વર્તાતા હતા, વાદળો કોઇ કારણે બંધાતા જ નથી, ઉનાળો આખો પુરો થયો ને અમારા માલ ઢોર ને ખાવા નીણ કે સુકો ભારો પણ ના જડી રે !એવા તાણે તો સરકાર પણ કાઇ નો કરી હકે, આહિરો એ અને ચારણો ભેગો મેળાપ કિધો, અને આ દુકાળ ઉપર નો વહમો ટેમ ને વાગોળ્યો, એવામા એક આહિર એ અવાજ કરીયો, કે આપણે હંધાય પરદેશ માં જાય, જ્યાં દુકાળ નુ પગલુ ના હોય કેમ કે આમ ને જો વચાર કરતા રેસુ તો માલ ઢોર ભુખ્યા મરસે અને આપણી પાસે જે થોડુક દસ દાળા જેટલુ છે એમા આપણે પરદેશ પુગી વળશુ, ત્યાં એક મોટી ઉંમર ના ચારણે કિધુ કે મામા દુકાળે તો હંધેય પગલા માંડ્યાસ, અને માન્યુ કે દહ દાળા માં પુગી પણ વળી પણ આમા અમુક માલ ઢોર તો સાજા પણ નથી શુ એ માલ ઢોર નીય્યા હુધી પુગી રેશે અને આ નેહ મુકી ને જાઉ પણ કેમ ગમે, આહિરે કિધુ કે ભાણેજ બાપા જાઉ પડવુ જરુરી સે આ મુંગા માલ ઢોર ને ખાતર જાવુ જ જોહે ઇમા નઇ હાલે, ભલે ઇ માંદા હોય એને જીવાડવા તો, ભાણેજ બાપા જાઉ કે નઇ !વાત હધીય હાચી હો મામા ! પણ જાહુ કયાં અને ઇ પરદેશ માં આપણને રેવા દેહે એનો શુ ભરોહો મામા ? અરે ભાણેજ બાપા હંધુય હારુ થાહે મુરલી વારો અને માઁ ખોડીયાર સેને આપણી હારે હુ લેવા મુંજાવશો, ચારણ બાપા એ નીરાશ થઇ બોલ્યા, હા બાપ માઁ હંધુય સારુ જ કરશે,

આમ બધાએ વચાર કર્યો નેહ છોડવા નો પણ ચારણ બાપા નુ મન માનતુ નથ આ નેહ છોડી ને જાવા નુ, એની નીંદર હરામ થાય છે અને મન મુંજાય સે, અને આમ જેને કેવાય કે બરો બર સુરજ નારાયણ નુ ઉગવુ(ભલે ઉગ્યા ભાણ, ભાણ તોડા લઉ ઓવરણા, બસ જીવણ, મરણ ની લાજ તુ રાખ કશ્યપ રાઉત)

જીણી જીણી માતાજી ની ઝાલરુ વાંગે છે, શંખ ના સાદ સંભળાય છે, કલરવ કરતા પછી નો અવાજ આવે છે, અને ચારણ બાપા ઢોલીયા પર બેઠા થાય છે અને માઁ ધરતી ને હાથ અડાડી ને નમન કરે છે, સુરજ નારાયણ સામે મીત્યુ માંડે છે અને બે હાથ જોડી ને એટલુ માંગે છે કે બાપ જોઇ તો મારા પ્રાણ લઇ લો, અરે મારી છાતી ના લોઇ થી આ માઁ ધરતી ને રંગી નાખુ એવુ મન થાય છે સુરજ નારાયણ હવે મેર કરો બાપ ! અને તમારી ક્રુપા નો વરસાદ વરસાવો બાપ, આ મારા માલ ઢોર ભુખે મરે ઇ મારા થી જોવાય નય હો બાપ, મેર કરો બાપ મેર કરો, આવી ઇ ચારણ બાપા સુરજ નારાયણ અને માતાજી ને પ્રાથના કરે સે, બરો બર જેને કેવાય કે જેઠ આખો કોરો જાય સે, વાદળ બંધાતા નથી ને વરસાદ આવા ના કોઇ એંધાણ દેખાતા નથી, આ બાજુ બધા નેહ છોડવાનુ પ્રયાણ કરે છે, પણ ચારણ બાપા ને ઇ નેહ ની ધરતી હારે અને માઁ ખોડીયાર ની જગ્યાં હારે બોવ ગહેરો સંબંધ હોય છે, માઁ દિકરા જેવો પ્રેમ હોય છે, એને ઇ જગ્યાં મુકવી એટલે માઁ નો ખોળો મુક્યા જેવુ લાગતુ હતુ, પણ સમય એની જગ્યા પર ખુબ બળવાન છે અને વરસાદ નથી આવતો એનુ ખુબ દુખ લાગે છે કેમ કે જેઠ મહીનો આખો પુરો થયો છે ને વરસાદ નો જેને કેવાય કે સરુઆતી સમય પુરો થયો છે, અષાઢ મહીના ના ત્રણ દિ પસાર થયા છે, એવા વખતે ચારણ બાપા એ અંન જળ નો ત્યાંગ કરયો છે, એક દિ બે દિ આમ કરતા કરતા આઠ દિ વયા જાય છે, આહિરો અને ચારણો બોવ સમજાવે છે પણ ચારણ બાપા જેને કેવાય કે ભગવાની સામે હઠ લય ને બેઠા છે, એમની આખી કાઇ બંધાતી જાય છે ભુખ અને તરસ ને કારણે, શરીર પર નુ એકેય અંગ એમના કયા પ્રમાણે જોર કરતુ નથી અને શરીર ની સક્તિ ખુબ ઓછી પડી ગઇ છે અને વરસાદ આવે કે ના આવે પણ મોત જરુર એમના માથા પર બેઠુ હતુ પણ એમનો જીવ વરસાદ મા છે એટલે જતો ના હતો, આમ અઢાર વીસ દિ પુરા થાતા, ધીરે ધીરે વાદળ મંડયા છે બંધાવા, ટેહુ ટેહુ અવાજ કરતા મોરલા મંડયા સે બોલવા, અને સુરજ નારાયણ ધીરે ધીરે ઇ વાદળો માં ધંકાઇ છે, આ બાજુ ચારણ બાપા નો જીવ વરસાદ માં છે, જોત જોતા માં આખુ આભ કાળા દિંબાગ વાદળાઓ થી સંપુણ પણે ધંકાઇ ગયુ હતુ, વિજળયુ સરરરરાત કરતી ચમકારા કરે છે અને ધણધણધણધણધણ એમ આભ માથી અવાજો આવા ના સરુ થાય છે, ચારણો અને આહિરો માં હરખ સમાતો નથી, ખુશી ચોક્કસ પણે માલ ઢોર માં પણ વર્તાય છે, નાના નાના વાછરડાઉ ઠેકડા મારે છે, આખોય નેહ જેને કેવાય કે આનંદમય બની જાય છે, ચારણ બાપા ને ચારણો બધા કાન માં કેતા હતા અને ચારણો ની દ્રષ્ટી કોણ થી જે આભ મા થાતુ હતુ ઇ ચારણ બાપા ને કેતા હતા પણ ચારણ બાપ ને જવાબ દેવાની પણ સક્તિ ના હતી, એવામા કાળા વાદળ માં નાનુ એવુ ટીપું ચારણ બાપા ના મોઢા માં પડે છે અને ચારણ બાપા હસે છે અને હસતા મોઢે એમનુ પ્રાણ પંખીડુ ઉડી જાય છે, ઇ ચારણ ની હઠ પુરી ભગવાન કરે છે અને ઇ ચારણ બાપા જાતા જાતા મુશળાધાર વરસાદ ને વરસાવતા જાય અને આખો નેહ ઇ ચારણ બાપા ના મુતક શરીર પાહે બેહી ને સોક મનાવે છે, પણ સોક ની જગ્યા એ સોખ પણ જાહેર કરે છે કે ચારણ ની હઠ કાઇ સહેલી નોતી હો પંદર વીહ દાળા ભુખ ને તરસ વેઠી છે, પવીતર ચારણ નો માઁ ધરતી અને આ નેહ પ્રત્યે નો પ્રેમાળ આત્મા છે જે ભગવાન ને પણ રીજવી નાખે છે,

આહિરો ઇ ચારણ બાપા ના વખાણ કરતા થાકતા નો હતા, વાહ ચારણ ભાણેજ વાહ, આવો ચારણ બીજે ક્યાં મડે, આતો માઁ ખોડિયાર ની અસીમ ક્રુપા હોય ત્યારે ભગવાન સામે હઠ લેનારો ચારણ મડે બાપ !

જ્યારે આપણો દેહ પવીત્ર હોય, આત્મા શુધ્ધ હોય અને જીવન નીખાલશ વાડુ હોય ત્યાં પ્રભુ સ્વયમ સહાય કરે છે, કોઇ પણ ચિજ વસ્તુ અથવા સજીવ જીવ હોય એને પ્રેમ ની અને પવીત્રતા થી પોતાનુ માનીયે ત્યારે એ સદેવ અને સંપુણપણે આપણામય બની રહે છે, તમારી હાજરી મા કે ગેરહાજરી મા સદેવ તમ થકી બની રહે છે,

આશા રાખુ છુ કે "એક હતો ચારણ" નામની કથા તમને ગમી હશે....

જય માતાજી

"અસ્તુ"

લેખક શ્રી...

દિપક ગઢવી