Pani ni chori books and stories free download online pdf in Gujarati

પાણી ની ચોરી

એક ગામડા ગામ હતુ પણ એટલુ સુંદર હતૂ કે જાણે ગોકુલ હોય, એક દમ સ્વંછ્ત ગામ હતુ, ગામ ની સીમ ધટાધોર છે જેમાં માલધારી પોતાની ગાયુ, ભેંસુ અને વછડરાઓ ચારે, એક હાથ માં લાકડી હોય, ઇ ખંભે પાણી ની નાની માટલી હોય, બીજા ખંભે નાનો થેલો હોય, એમા ચા ખાંડ, ચા ગારવાની ગરણી હોય અને નાની ટપેલી હોય, અને સાંજ ના 4 5 વાગે બે ચા થાય એટલુ ગાય દોઇ લે અને પછી ત્રણ પાણા વચે સાઠીકડાની ભઠ્ઠી બનાવી ચા બનાવી ને પીવે, ગામ મોટો વડવાયુ વાળો વડલો ને નીચે હનુમાનજી ની નાની એવી ડેરી, ગામ માં ચણતર વાડા, નળીયા વાડા અને માટીના સરસ મજા ના ઘર છે, ગામ નો ચોહરાયો છે જ્યાં મોટી ઉંમરના ત્યાં આવીને સુખ દુઃખ ની વાતો કરે, ગામ માં મંદિર છે મોટુ મહાદેવજી નુ અને રામજી નુ અને બરોબર ગામના પાધરે માઁ ખોડિયાર નુ પણ સરસ મંદિર છે, સરસ મજાનુ તળાવ છે, ગામની પાછળ બે કાઠા ની નદિ છેઅને સરકારી યોજના વાડી નાની એવી નેર પસાર થાઇ છે, પણ અધુરી ભરાયેલ છે, જેમાથી પાણી ખેચવાના સાધન થી પાક ને પાણી પવાઇ છે, આજુ બાજુ ખેતરો છે, કોક ના મોટા ખેતરો તો કોક ના નાના ખેતરો છે, દોઠ સો વિધાથી માંડી સાત વિધા સુધી ના ખેતરો છે, જેમા સવથી વધારે ખેતર સરપંચ નુ છે, બરોબર જેને કેવાય કે ચૈતર માસ બેસતો જણાય છે, ઉનાળા ના પાક ના વાવેતરા થાય છે, જેના જેવડા ખેતર એવડિ એમની વાવણી,

એમા સવથી નાનુ ખેતર દિપકભાઇ ગઢવી નુ છે, માત્ર સાત વિધા નુ એમનુ ખેતર છે, ઇ ગઢવી ધીરે ધીરે ખાતર નાખી વાવણી ચાલુ કરે છે, ધીરે ધીરે ગઢવી વાવણી પુરી થાતી જાત છે, માઁ-બાપ ચાર ધામ ની જાત્રાએ ગયેલા હતા એટલે ગઢવી અને પોતાની પત્ની બેવ જ ઘરે ભાણાઇ છે, ઇ સાતે વીધા માં વાવેતર થઇ ગ્યું છે અને સાત દિવસ પછી પાણી પાવાનુ ચાલુ કરવાનુ હોય એટલે બાજુ ના ખેતરવાડા ભીમજી ભાઇ પાસે થી પાણી ઇ ગઢવી લે અને ખેતર માં પાઇ, આમ દિવસો ધીરે ધીરે પસાર થાઇ અને ઉનાળા ગરમી મંડી મોકળી થવા, સુરજ નારાયણે એમનુ તેજ દરિયા સુકાવી દે એવડુ તેજ મંડ્યુ છે થાવા આ બાજુ તળાવ સુકાંઇ ગીયા છે અને નદિ ના તળ મંડ્યા છે દેખાવા, જોત જોતા માં એમ કેવાઇ કે નદિ સુકાઇ ગઇ અને પાક ને પાણી ઓછુ પડવા માંડ્યુ છે, ભલુ થાય સરકાર નુ કે એની નેર ચાલુ હોવા થી પાક ને પાણી દેવાય છે, ખેતર માથી જીણો પાક માંડ્યો ઉગવા પણ એક દિ ટલાટી મંત્રી ગામ માં આવે છે પંચ બોલાવે છે અને પંચે આખુ ગામ બોલાવ્યુ છે, મંત્રી એ ફરમાન જાહેર કર્યુ કે આ વર્ષે વરસાદ ઓછો પડવાથી નહેર માં પાણી અપાસે નઇ એવી સર્વ ગામ ખેડુત ભાઇ ને વિનંતી છે આ વર્ષ નો ઉનાળા નો પાક ઉછેર્વો નઇ, ગામ આખુ મુંજાણુ કે હવે શુ કરશુ અમુક મા તો છોડવાઓ પણ થઇ ગ્યા છે જો પાણી નઇ

મડે તો પાક નીષ્ફળ જાસે અને બળી જાસે,

ગામ માં અમુક ખેતરો મા કુવા હતા જેમાના ચાર કુવા ભરેલા હતા પણ કુવા સાવ તળીયે હતા એટલે પાણી ખેચવા ના પાંઇપ પણ લાંબા જોય અને ધાસલેટ પણ વધારે જોય, હવે જેને સગવડ હતી એ પાણી ખેચવા ના સાધન લેતા હતા અને જેને સગવડ ના હો અમુક જ મુડી હોય એ ભાગીદારી માં લેતા પણ દિપક ગઢવી પાસે કોઇ સગવડ પણ નઇ અને ભાગીદારી પણ નઇ, દિપક તો મુંજાણો કે હવે શુ કરવુ એક વાર તો કરજ લઇ ને વાવેતર કર્યૂ હવે પાણી માટે પાઇપ, પાણી ખેચવાનુ સાધન અને ધાસલેટ પણ બોવ જોય પણ આ બધુ કરવુ એના માટે બોવ બધી મુડી જોય જે હતી નઇ, સાંજે ઘરે આવી ને એના પત્ની ને બધી વાત કરી, રાત ના ભોજન પછી ગઢવી એ વચાર કયરો કે આપણો પાક તો થાસે નઇ લાવને સરપંચ બાપા પાસે જઇ આવુ, ગઢવી સરપંચ પાસે ગયા અને બધી ગરીબાઇ ત્યાં જઇને વાગોળી પછી સરપંચે કિધુ કે હુ આમા કાંઇ ના કરી શકુ પણ તુ જો મારા ખેતર માં પાણી વાળે તો તારો ઉનાળો પણ નીકળી જાયને મારો પાક પણ થઇ જાય, ગઢવીએ કિંધુ ભલે સરપંચ બાપા તમે ક્યો એમ,

પછી ગઢવી રોજ રાતે સરપંચ નુ પાણી ખેતરમાં વાડે અને માઁ ભગવતી ના ગુણગાન ગાઇ પણ એક દિ એને વીચાર આવ્યો કે મારુ ખેતર તો સરપંચ બાપા ની બાજુ માં છે અને મારુ ખેતર તો આમેય બોવ નાનુ છે બે તણ કલાક માં તો પી રેસે આમેત આમા પાણી પવાઇ ગ્યા પછી ધણો ટેઇમ વધે છે એટલે પેલા માં મારુ પાણી પાઇ વઇ પછી સરપંચ બાપાનુ પાઇસ, ધીરે ધીરે પંદર વીસ દાળા વયા જાય છે, બેવ ખેતર ના પાક સારા જાતા જાય છે પણ એક દિવસ બન્યુ એવુ કે જ્યાંરે ગઢવી પોતાના ખેતર માં પાણી પાતો હતો ત્યાંરે સરપંચ ત્યાં આવીને જોઇ ગયા પણ ત્યાંરે કંઇ બોલ્યા નઇ પણ સવારે પંચ ભેગુ કર્યુ અને પંચને બધી વાત કરી એટલે પંચે મંત્રી ને બોલાવ્યાં અને મંત્રીને બધુ કિધું એટલે કોકને ગઢવી બોલાવા મોકલ્યાં પણ આ બાજુ ભર ગરમી માં ગઢવી સુતેલા હતા છ વાગે તો હજી પાણી પાઇને આવ્યા હતા, ધર માં વિજળી પણ નઇ અને ગરીબાઇ સાવ આટો લઇગયેલ એવામાં હાકલ પાડી કે ગઢવી ઓ ગઢવી !

હાલ પંચ બોલાવેશે, એ બાપા આવુ સવ લ્યો !

એમ કઇ ને ગઢવી નીકળીયા બાર બંડ્ડી પેરેલી દુબળુ પાતળુ શરીર નીચે ધોતી અને ઉપર સીયણી(રુમાલ) પેરેલ, અને પંચ ની સામે હાથ જોડી પ્રણામ અને બોલ્યા,

બોલો પંચદેવ મારો કોઇ ગુનો મે કાઇ કર્યુ બાપા ! ત્યારે મંત્રીએ બધી વાત કરી અને ગઢવી એની સફાય માં બોલવા જાય તે પેલા સરપંચે કિધુ કે આમાથી કાંઇ ખોટુ હોય તો કે સાડા બાર વાગે તુ તારા ખેતર માં પાણી. વાળતો હતો નઇ ઇ કે...એટલે સહજતા થી મે હા પાડી..હા બાપા વાળતો હતો, બસ ઇ જ તારો ગુનો છે અને તલાટી ની સામે તે કબુલાત કરી છે એટલે કાર્યવાહી તો થાસે જ,

ગઢવી ગરીબાઇ માં એની સફાઇ દઇ ના શક્યો અને પંચ ને હાથ જોડી ને ઘરે જતો રહ્યો, ગઢવી ને આવતા જોયો એટલે એની પત્ની પુછ્યુ શુ વાત છે કેમ આમ ઉદાસ છો એટલે પંચ માં જે વાત ચીત થઇ એ ચારણયાણી ને કિંધુ એટલે માઁ ખોડિયાર ની સામે જોય ને રોય પડી અને કડવા વેણ ઉચારવા લાગી પણ ગઢવી એ કિધુ અફસોસ ના કરો ચારણયાણી જે ભાગ્ય માં લખ્યુ છે એને કોઇ મિથ્યાં કરી સઇકુ નથ,

ધીરે ધીરે સમય પસાર થાઇ છે અને આ બાજુ ટલાટી જીલ્લા પંચાયતનુ ફરમાન લઇ ને આવે છે અને વડિ પંચ ભેગુ કરે છે અને પંચ ગામ ભેગુ કરે છે એમા ગઢવી ને બોલાવા માં આવે છે, અને ગઢવી શીટષ્ઠાથી જે ન્યાય મડે છે એને સાંભરે છે, તલાટી ફરમાન વાંચે છે જેમા લખ્યુ હતુ કે દિપકભાઇ ગઢવી ને સરકાર તરફ થી જે કર હતો એ હવે બમણો ભરવાનો રહેશે ત્યાંર બાદ જે ખેતર પોતાનુ છે એમા જે પાક ઉપજે એમાથી અડધો ભાગ સરપંચને દેવાનો રહેશે, આ બધુ સાંમભણી ને ગઢવી ખુબ જ મન માં રોવા લાગ્યો કે આવડી સજા કેમ થઇ શકે માત્ર પાણી ના પાવાણ માટે ખેર જે થયુ તેમ ગઢવી એ તલાટી ને કિંધુ ભલે બાપ જેવો તમારો નિય્ણય, એમ કઇ ગઢવી ઘરે જાય છે,

ઘરે બધીય વાત એની પત્ની કરે છે, પત્ની એ કિંધુ તો તો આપણુ કરજ પણ નઇ ભરાય અને જો અડધુ અંન સરપંચ બાપા લઇ જાય તો ચારણ આપણી પાસે કંઇજ નો વધે,

બરોબર મધ્યરાત નો ટેમ થાય છે, મધ્યરાત એવી હતી કે ધીરો ધીરો સુસુવાતા મારતો પવન વાય છે, ઝાડ પર પાન ખરે એનો ધીરો અવાજ આવે છે, દુર દુર સીમ માં શિયાળ નો ભળકાર સંભળાઇ છે, ગમાણ માં બાધેલા બળદ ના ડોક માં ધંટડી બાંધી હોય એનો અવાજ સંભળાતો હોય, આકાશ જેને કેવાય અસંખ્ય તારલા નો જગમતો તેજ જરે છે, આવી જ્યારે રાત જામી છે ત્યારે ગઢવી ને ઉંધ આવતી નથી, અને મન માં વચાર કરે છે કે અરે રે મારી માથે તો આભ ફાટ્યો હો ! ગામ માં મારી શુ ઇજ્જત રહી હશે ! સંરપંચ બાપા એ જાણ્યા જોયા વગર નુ આરોપ નાખ્યો હવે મારી પર કોન ભરોશો કરશે ! એમ ગઢવી ના મન માં લાખો સવાલ ઉત્પન્ન થતા હતા, એમા એમની નજર પાક માં મારવા ની જંતુનાશક દવા પર પડી અને ક્ષણ ભર વચાર કરે ના કરે ત્યાં તો દવા હાથ માં લઇ અડધી બોટલ પી ગયા અને ક્ષણ માં આંખ સામે અંધારા આવ્યા અને ધડામ... દઇ ને નીચે પડ્યા, અવાજ સાંભળી ને ચારણીયાણી ઉંધ માં થી ઉભા થયા અને જ્યાં ગઢવી પડ્યાં ત્યાં ગયા અને એમના શરીર પાસે આવી ને બોલ્યા, ગઢવી એ ગઢવી શુ થયુ વાલા તમને ! આમ કેમ પડી ગયા ! જવાબ આપો ચારણ ! એ મારા ભરથાર તમને કઉ છુ ! ત્યાં ચારણીયાણી ની નજર દવા ની શીશી પર ગઇ અને બોલ્યા કે ચારણ આ તમે શુ કર્યુ, આમ કા મોત ને મિઠ્ઠુ કર્યું, મારો જરાય વચાર તમને ના આવ્યો ગઢવી ! અરે રે હુ તમારા માઁ-બાપુ ને શુ મોઢુ દેખાળીશ એમને હુ બોલી શકિશ ગઢવી ! તમારે કાંઇક તો વચાર કરવો તો ! આવા કલાપાત કરતી ચારણીયાણી એ પણ મોત ને વાલુ કરવા નુ વચાર્યુ એમના વગર કેમ જીવતર કાઢવુ, હુ માઁ - બાપુ ને શુ મો દેખાશી એના કરતા હુ પણ ધણી ની હારે મોત ને વાલુ કરુ,

આમ બંન્ને એ ઝેરી દવા ખાઇ ને જીવતર નો અંત કિધો છે અને આમ સવાર ધીરે ધીરે ખુલે છે, બરોબર જેને કેવાય કે ધીરા ધીરા ભાણ નુ ઉગવુ, પંખીઓ નુ કિલકીલાટ કરી જાગવુ, મંદિરો માં આરતી ઓની જાલરૂ વાગવી, અને સામે થી ગઢવી નો ભેરુબંધ તેજોજી આહીર નુ આવવુ, ગઢવી ના માટી ના ઘર માં લાકડા ની ખડકી છે, ધીરી ધરી ખડકી ને ખખડાવે છે અને બોલે છે, ગઢવી એ ગઢવી હજી જાગ્યો નથી બાપ ! આમ જોતો ખરો સુરજ નારાયણ ક્યાંર ના ઉગી ગયા છે ભાણુ ભા જાખો હવે(આહીર અને ગઢવી મામા ભાણેજ કેવાય જે હજારો વર્ષો નો સંબંધ ઇતિહાસ ને પંન્ને લખાયેલો છે)

પણ ઘણી વાર થઇ એટલે તેજોજી આહીરે ખટકી માં હાથ નાખી ને અંદર ની સાકળ ખોલી અને ગઢવી ના સાદ પાડી ને અંદર ગયા ત્યાંતો ઇ આહીર ના હૈયા માં ફાળ પડી ગયો અને ગઢવી ના માથા ને ખોડા માં લઇ આહીરે થપકો આપવા નુ કર્યુ છે, અરે મારા વાલીડા ભાણજડાઉ આમ તો ભારી કરી મારી હારે હો ! મારો ભેરુ થઇ ને આવુ મોત ને વાલુ કર્યુ, અરે બોન(બેન) તે પણ આને રોકવા ને બદલે તુ પણ મોત ને મીઠ્ઠુ કરી ને હાલી ગઇ, બોન તે તો મારા હાથ નુ કાંડુ શુનુ કર્યુ બોન હવે મારા કાંડે રાખડી કોન બાંધસે, મારે તો તારા સીવાય કોઇ બોન પણ નથી, અરે ગઢવી તારા જેવો ભાણેજ ભેરુ બીજે ક્યાં મડશે, આવા કલોપાત કરતા કરતા ઇ આહીર ગામ માં જાય છે અને ગામ માંથી ત્રણ ચાર જણ અને ચારેક જેવી બહેનો ને લાવે છે, બહેનો ચારણીયાણી ના મ્રુત દેહ ને બહાર લાવે છે અને ભાઇઓ ગઢવી ના મ્રુતદેહ ને બાહર લાવે છે, ઇ આહીર રોતા રોતા કલોપાત કરતા કરતા અરથી તૈયાર કરે છે, ગામ માં સાવ સોફો પડી ગયો હતો, અલક મલક ની વાતો થાતી હતી, સરપંચબાપા ને હૈયા માં અફસોસ નો પાર નોતો સમાતો, સરપંચબાપા આકાશ સામે જોઇને બે હાથ જોડી માફી માંગી છે ભુલ ની પણ મુઆ પછી પાણી શા કામનુ !

આ બાજુ અરથી તૈયાર થઇ છે અને બંન્ને સબ ને એક એક અરથી માં રાખે અને આહીર યુવાને એક કંધો ભેરુબંધ ને આપ્યો છે અને બીજો કાંધ બેનને આપ્યો છે, ત્યાર બાર બંન્ને ના શબ ને ગામ ને સીમાડે લઇ ને જઇ ને લાકડા ના અગ્ની ભારા ઉપર રાખે છે ઇ આહીર યુવાને શબ ની ફરતી કોર માટલી ખંભે રાખી ને આટો મારી ને માટલી જમીન પર ફોડે છે ત્યાર બાદ એક બેરુબંધ અને ભાઇ ને નાતે લાકડા ના બર ને અગ્ની આપે છે અને ધીરે ધીરે લાકડા નો ભર સળગે છે, આહીર યુવાન ને માનીય્યામાં આવતુ નથી કે નાનપણ નો ભેરુ આમ એકલો મુકી ને સ્વર્ગે સીધાવ્યો છે, નાનપણ ના બધા વીતેલા દિવસો એણે દેખાઇ છે, આમ જોત જોતા માં લાકડા નો ભારો રાખ થઇ ગયો છે, ત્યાર બાદ ઇ આહીર યુવાન રાખ માંથી ગઢવી અને ચારણીયાણી ના અસ્થી ને ભેગી કરી ને લે છે અને ઉભો થઇ ને પાછળ જાય છે ત્યાં ભીમજી ભાઇ એકલા જ ઉભા છે, ઇ આહીર યુવાન ભીમજીભાઇ ને કિયે છે એવુ કે કયું કારણ હતુ કે ગઢવી એ આવુ પગલુ ભરવા મજબુર થવુ પડ્યુ ! ત્યા ભીમજી ભાઇ અફસોસ કરતા અને દુઃખી થતા બધી ઘટનાનો ખુલાશો કરે છે, અને ગુસ્સા થી લાલ પીળો થઇ ઇ આહીર યુવાન સરપંચ બાપા પાસે જાય છે, સરપંચ બાપા ત્રાડ નાખી ને બહાર બોલાવે છે, ઇ આહીર યુવાન ની ત્રાડ એવી હતી કે સિંહ જેવો સિંહ પણ બી જાય, સરપંચ બાપા બહાર આવ્યા એટલે આહીરે ગુસ્સા માં પુછ્યુ કે શુ આ હકિકત છે કે મારા ભેરુ નુ મોત નુ કારણ તુ છે ? ત્યારે સરપંચબાપા એ માફી માંગતા બે હાથ જોડતા હા પાડી, ત્યારે આહીર યુવાને કિધું કે મુખી તુ મુખી થવા ને લાયક નથી, એ ગરીબ ઘર ને વિખેરવામાં શુ મજા આવી તને ? શુ મડ્યુ તને આવુ કાળમુખુ કામ કરી ને ? ગઢવી તારા ખેતર નુ પાણી પુરે પુરુ પાઇ ને પછી એનામા થોડુક પાણી પાતો હતો એ શુ પાણી ની ચોરી કરી કેવાય ? અરે મુર્ખ માનવી એ ભગવાન ના માણસ હતા, ગરીબ હતા, લાચાર હતા , એટલે તે આવુ કર્યુ એમની સાથે, હોય તારા માં હિમ્મત તો મારી હારે આવુ કરી ને દેખાડ, ઇ આહીર યુવાન હજારો ઠપકા સરપંચ બાપા ને આપે છે, અને સરપંચબાપા બે હાથ જોડી ને ચુપચાપ ઉભા છે, એવામા ટલાટી મંત્રી ત્યાં આવે છે અને સરપંચબાપા ને કહે છે, બોલો મુખી શુ યાદ કર્યો મને ! ત્યારે મુખી ગઢવી ની તમામ વાત કરે છે, તલાટી ને પણ અફસોસ નો પાર સમાતો નથી, મુખી એ કિધુ કે હુ એક અરજી કરવા માંગુ છુ સરકાર ને કે ગઢવી ના તમામ દેણા માફ કરે અને મારી કરેલી ફરીયાદ ને હુ પાછી ખેંચુ છુ, આ બધુ આહીર યુવાન જોતો અને સાંભળતો હતો, ત્યારે આહીરે કિંધુ કે મુખી હવે તુ સરપંચ ને લાયક નથી અને તારી સામે બરજબરી ધાક ધમકી નો કેસ કરી ને તને જેલ ભેગો કરીશ, આવુ ઇ આહીર મુખી ને જોર જોર થી કેતો હતો ત્યાં ગઢવી ના માત-પિતા જે ચાર ધામ ની જાત્રાએ ગયા હતા તે ત્યાં આવ્યા અને ગઢવી ના પિતા એ આહીર ના ખભે હાથ રાખી ને બોલ્યા, ભાઇ તેજા શુ વાત છે આમ કા સરપંચ બાપા ને ધમકાવશ, ત્યારે એ આહીર ગઢવી ના પિતા ને બાથ ભરી ને રોવે છે, રોતા રોતા કિંધુ કે દિપક જગ મુકિ ને આપણ ને મુકિ ને ચાલ્યો ગયો કાકા, હારે હારે બેન બા પણ મારા કાંડા ને દોરો વગર ના કરી ને સ્વર્ગે ચાલ્યા ગયા, ગઢવી ના પિતા એ કિધુ કે માંડિ ને વાત કરે તેજા આમા કાઇ હંમજણ પડતી નથ, ત્યાર બાદ આહીરે તમામ વાત કરી ત્યાંતો ગઢવી ના માતાશ્રી કલાપાત કરવા લાગ્યા અને દિકરા ના અને દિકરા ની વહુ ના અધળક અફસોસ કરવા લાગ્યા, માઁ ખોડિયારે આવુ મારા દિકરા સાથે કેમ કર્યુ, એવા અનેક થપકા માતાજી અને ભગવાનને આપવ્વા લાગ્યા, પેલા આહીર યુવાને ગઢવી ના માત - પિતા ને પોતાના ઘરે લઇ ગયા, પાણી આપ્યુ પણ પીધુ નઇ એટલે આહીર યુવાને એના માત - પિતા ને કિધુ અને સંમજાવા મોકલ્યા, આહીર ના માત - પિતા એ ખુબ સંમજાવ્યા બાદ પાણી પીધુ અને થોડી સહાયત આપી અને ગમે તેમ કરી ને એમણે તેવોને ત્યાંજ આશરો આપ્યો, ધીરે ધીરે સમય પસાર થાઇ છે આ બાજુ આહીર યુવાને ગઢવી અને ચારણીયાણી ના અસ્થી ને એજ કુવા માં પધરાવે છે જેના લીધે આવુ પગલુ ગઢવી એ ભરવુ પડ્યુ, આમ તેમ દિવસો ના દિવસો પસાર થાય છે, બરોબર જેને કેવાઇ કે વૈશાખ મહીનો બેસવાની તૈયારી થરુ થઇ ગય છે, ધીમે ધીમે પવન માં ઠંડાશ આવતી જણાય છે, આકાશ માં વાદળ થવા ના એંધાણ ચોક્કસ પણે દેખાય છે, ધીમે ધીમે વાદળ માં કાળાશ નીતરી આવે છે, વૈશાખ જેન કેવાઇ કે બરોબર જામ્યો છે અને વાદળ માંથી ધીમે ધીમે પાણી ના છાટા નોખા પડે છે, આમ દશક દિવસો માં વરસાદ ના આગમન ની તૈયારીયુ થાઇ છે, વૈશાખ ના અઢાર માં દિવસે વરસાદ પડવાનુ શરુ થાઇ છે, પણ એક દિ મેધરાજા આવે છે ને પાછા ત્રણ દિ આવતા નથી આવુ થાય છે, પણ જેઠ મહીના ના બેસતા ની સાથે સંપુણ પણે મેધરાજા રીજે છે, અને મન મુકી ને વર્ષે છે, આવો સખત બે દિ સુધી વરસાદ પડે છે નાના નાના ઝરણાઓ ભરાઇ જાય છે, નદિ નો તળ મંડ્યા છે ભરાવા, ત્યાં તો અષાઢ મહીના માં પુર તોડ વરસાદ પડે છે, નદિ, નાળા, ડેમ, કુવા છલકાતા જાય છે, ગામ ના ચાર કુવા માંથી ત્રણ કુવા માં છબોછબ છલકાઇ છે પણ એક કુવો હજુ તળીયે જ હતો, વરસાદ માજા મુકી ને વર્ષે છે પણ કુવો ભરાતો જ નથી,

ગામ આખુ વચાર કરે છે આવુ કેમ બની શકે, વરસાદ આ વખતે જામ્યો છે એવો છેલ્લા બે દાઇકા માં નથી પડ્યો તોય કેમ આ કુવો ભરતો નથી, આવી અલક મલક ની વાતુ થાતી હતી ત્યાં પેલો આહીર યુવાન આવ્યો અને જોયુ ત્યારે બધા ને કિધુ કે જે માણસ માથે કરજ હોય, કરજ ચુકવા અનાજ ઉગાડવા અને ખેતી સીવાઇ કોય સહારો, ના હોય, દિન અને રાત એક કરીને પાણી વાળતો હોય, પોતાના ખેતર ના બદલે બિજાનુ ખેતર પાતો હોય અને સહજ હિમ્મત કરી ને પોતાના ખેતર માં પાણી પાતો હોય અને એક દિવસ પકડાય જતો હોય એ આરોપ માં કે એણે પાણી ની ચોરી કરી છે, આ આરોપ ની સાથે જીવ ને એક જાટકા માં ખતમ કરી નાખતો હોય, અને ઇ માણસ ની અસ્થી કેટલી તરસી હશે કે આ કુવો પણ ભરાતો નથી, એ ગઢવી ના સપનાઓ આ કુવા મા દટાઇ ગયા છે, એ ગઢવી ની ઇસ્છા, એની પવિત્રતા, લાગણીઓ, ધીરજતા, અને ચુપ કરી ને એના હક ની કેવાની વાત પણ આ કુવા માં જ ધરબાઇ ગઇ છે, માટે આ કુવો તરસ્યો થઇ ગયો છે, માટે આ કુવો ભરાસો નથી, એની આત્મા ખુબ તરસી છે અને તડપતી હશે માટે આ કુવા ભરાતો નથી.....

મિત્રો માણસ ને એટલો મજબુર ના કરો કે એને એનો પરીવાર માટે નો કિંમતી જીવ આપવો પડે, મજબુર માણસ જરુર તમારા થી નાની હેસીયત નો હશે પણ વાત ને કહેવાનો, પુરાવો કરવાનો અને પોતાની મજબુરી કેવાન હક જરુર આપજો, નહીતર આવા હજારો ગઢવી ની આત્માઓ અધુરી રહેશે અને તડપતી હશે કે એક મોકો આપ્યો હોત મારી વાત કેવાનો તો આજે મારુ પરિવાર દુઃખી ના હોત અને મારી મારા પરિવાર માં ખોટ ન પડત.

એક વાર નાના માણસ ને અચુક સાંભળજો ત્યાર બાદ ફેસલો કરજો... જય માતાજી.. અસ્તુ....

-દિપક ગઢવી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED