bravo inspector part-2 books and stories free download online pdf in Gujarati

બ્રેવ ઇન્સપેક્ટર ઓફ ભારત

મારુ મનગમતુ શહેર એટલે અમદાવાદ મારી પોસ્ટીંગ અમદાવાદ માં થય હુ ઘણો ખુશ હતો પણ પોલીસ ની નોકરી તો સાહેબ જેટલી સહેલી એનાથી ધણી અઘરી પણ ખરી જ,દિન રાત ક્રાઇમ સ્પોટ અને સ્મગલીન ની હેરાફેરી ચોરી કિડેન્પીંગ અને મર્ડર ના અને આવા અંન ગીનંત ગુનાઓ સાથે ઉલજતી પોલીસ અને તમે લોકો આરામ થી તહેવારો ઉજવી શકો એટલે અમે બંધોસ્ત માં તહેનાત રહિએ અને તહેવાર ઉજવાય જાય પછી અમે ફેમીલી સાથે તહેવારો ઉજવીએ અને પરિવાર ની ખુશી  માં જ અમે ખુશ થઇએ...
15મી ઓગસ્ટ નો ભારી બંધોબસ્ત ગોઠવવાનો જીંમો મને આપ્યો હતો ડિ.આઇ.જી સાહેબે કેમ કે હુ કેરલા થી ગુજરાત માં મારુ ત્રીજી વાર પોસ્ટીંગ થયુ હતુ,કેરલા માં અસાંતી ફેલાવનાર તત્વો નો ખાતમો કર્યા બાદ હવે ફરી હુ મારી જન્મભુમી પર આવ્યો હતો અને 15મી ઓગસ્ટ નો ભારે દબદબો મને સોપવામાં આવ્યૉ હતો,
ગમે તેવા વી.આઇ.પી હોય એની ગાડિ પણ ચેકપોસ્ટ પર થી વિધાઉટ ચેંકિંગ વગર જવી ના જોઇ એ મારો ઓર્ડર હતો અને હુ ખુદ પણ તમામ હાઇવે અને ચેકપોસ્ટ પર હુ પેટ્રોલીંગ કરતો હતો,એક દિવસ સવાર નો ટાઇમ હતો લગભગ દસેક વાગ્યા હશે એવામાં એક કાર ને મે રોકિ તો એમાં એક ખુબસુરત છોકરી બેઠિ હતી,મે એને રોકિ અને લાઇસન્સ માંગ્યુ અને ગાડિ ના પેપર્સ માંગ્યા પણ આ બંને માંથી એક પણ વસ્તુ એમની પાસે હતી નહિ એટલે મે એમને નીચે ઉતરવાનુ કિધુ એટલે તેઓ નીચે ઉતર્યા અને કિંધુ તમારી પાસે કાંઇ આધાર છે જ નહિ ફિલહાલ તો તમે રિક્ષા પકડો અને ઘરે જાઉ બાકિ ગાડિ હુ તમને નહિ લઇ જવા દઉ તો તેણી બોલી કે મારી પાસે રિક્ષા ના પૈસા નથી,અરે અજીબ છોકરી છો,જવાન છો ખુબસુરત છો લાગે છે કુંવારી પણ છો અને આવડિ મોટી ગાડિ માં ફરો છો અને તમારી પાસે પૈસા નથી,અરે બાબા હા મારી પાસે પૈસા નથી જો તમારે રિક્ષા કરવી હોય તો કરી આપો નહિતર હુ ચાલતી જઇશ...
અરે હાઆઆ બાબા લો આ પૈસા ને જાઉ ઘરે અને હા કાલ થી થોડા પૈસા રાખતા જાજો કેમ કે વારે વારે હુ નહિ હોઉ હો...અજી શુકરીઆ આ નશીહત દેવા માટે ઇન્સપેક્ટર સાહેબ...જો તમે કો તો હુ જાઉ હવે...અરે હાહા જાઉ કોણ કમબખ્ત તમને રોકવા માંગે છે...
એ છોકરી ઘરે આવી અને ફુલ ગુસ્સા માં રસોડા માં આવી ને જોર જોર બોલતી હતી અરે કેવા કેવા પોલીસ વાડા આવ્યા છે એક અબલા નારી ને સરેઆમ ફિરકિ લીધી ત્યાં નાનો એવો સરસ મજા નો ગોલ મટોલ અને એક દમ ક્યુટ ચોકરો આવ્યો અને બોલ્યો માઁ કેમ આટલા ગુસ્સા માં છો,કાંન્તા માસી એ કાંઇ કિંધુ તમને ???
છોકરા ની માઁ બોલી ના રે ટેણીયા તુ ચુપ રે અને ચુપચાપ દુધ પી...માઁ બોવ ગરમ છે...શુ બોલ્યો ટેણીયા...અરે માઁ આ દુધ બોવ ગરમ છે,માઁ સાચુ કેને સાંન્તા માસી એ કાંઇ કિધુ તમને...?અરે ના લ્યા કિંધુ ને કે દુધ પી...એક વાર માં સમજાતુ નથી...છોકરો મન માં બોલ્યો હાશશશષ હુ બચી ગયો માઁ ને નથી ખબર કે હુ સાંન્તા માસી ના ટેણીયા નુ ટીફિન ખાઇ ગ્યો તો ....હાહાહા...
માઁ  તમે એક કામ કરો બાપુ ને આવા દો એ જ તમારો પ્રોબ્લેમ સોલ્વ કરશે...
ત્યાં રાત પડિ અને હુ ઘરે આવ્યો અને દરવાજા ની ધંટડિ વગાડિ ત્યાં મારો ટેણીયો દરવાજો ખોલવા આવતો હતો એની પેલા એની માઁ એટલે કે મારી પત્નીએ અંદર થી સાદ પાડ્યો કોણ છે બહાર...? મે પણ પુછ્યુ કોણ છે અંદર...?
હુ બારી પાસે આવ્યો અને બોલ્યો અરે દરવાજો ખોલો મને બોવ ભુખ લાગી છે...આહાઆ સવારે તો બોવ પુલીસ બનતા હતા ને અને તમારી પાસે સબુત શુ છે કે આ ઘર તમારુ છે ???
અરે અરે સવાર થી હજી ગુસ્સો સાંન્ત નથી થયો લાગતો અરે પણ ચારણીયાણી સાંભળતો ખરા મારે ગાડિ જોઇતી હતી એટલે મે મજાક માં તમારી પાસે થી ગાડિ લીધી હતી બાકિ એમ ને એમ લેત તો મારે તમને મુકવા આવા પડત અને પાછુ મારે જાઉ પડત એટલે ચારણીયાણી વાત ને સમજો અને દરવાજો ખોલો...ના ના ના આ દરવાજો તો આજે ખુલશે જ નહિ ચારણ તમે થાય ઇ આજ કરી લ્યો...
અરે બાપ રે આજ તો ચારણીયાણી ભારે કરી...આમ જો એ ચારણીયાણી હુ બધા ને ભેગા કરે હો...
અરે હા હા કરી લ્યો ભેગા....
હુ જોર જોર થી બુમો પાડવા લાગ્યો...અરે પંડ્યા કાકા,અરે પટેલ ભાઇ...એ સાંન્તા બેન આ તમારી બેન ને સાંન્ત કરો બાપા અંઇયા કકળતી ભુખ લાગી છે ને ચારણીયાણી દરવાજો ખોલતી નથ...
ત્યાં ચારણીયાણી બહાર આવી ને બોલી અરે હાહા ચારણ તમે તો સાચેજ બુમો પાડવા લાગ્યા આવો હવે અંદર અને ફ્રેશ થય જાઉ એટલે જમવાનુ પીરશી દઉ...
ત્યાં ઘર ની બહાર ઉભેલા પાડોશી ઓને મારો ટેણીયો બોલ્યો એલા એય કાય કામ ધંધો છે કે નહી આવી ગયા બધા મીયા બીબી નો તમાશો જોવા...જઉ સઉ સઉ ના કામે વળગો એમ કહિ ને ટેણીયા એ દરવાજો બંધ કર્યો અને આવી ને મને ગળે વળગ્યો...બાપુ તમે મારી માઁ ને હેરાન ના કરો કેમ કે એ તમને પોહચી નથી શક્તા એટલે મને દબાવે છે અને હોમ કર્યુ હોય તોય વાંચવા બેહાડિ દિયે હે...
અરેરે પ્રભાસ બેટા આવુ ના બોલાય એ તારી માઁ છે અને માઁ તને નહિ ભણાવે તો બીજુ કોણ ભણાવશે...અરે શુ બાપુ તમેય તે ટીચર ભણાવે છે એટલુ ઓછુ છે કે વડિ માઁ પણ ભણાવે...મારે નિહાળે ઇ અને ઘરે ઇ...અરે ખેલકુદ પણ એક ભણતર જ છે તો હુ કાલ થી ઇ ભણીસ...
જોયુ ચારણ આ સાવ તમારા જેવો જ સે...એને હુ ભણાઉ ઇ નથ ગમતુ અને ટીચર ભણાવે ઇ પણ નથ ગમતુ બસ ઓલી ક્રિકેટ માં ખુબ ભણવુ ગમે તમારા આ હાવજ ને...
અરે માઁ તમે શુ કરવા ને આટલી વ્યાધી કરો શો...મારે તો આમેય તે પોલીસ જ બનવાનુ સે તો બાપુજી ને જ્યારે ભણાવો હશે ત્યારે મને ઇ ટ્રેનીંગ આપશે કા બાપુજી હાચુ ને...
હા હો તુ તો મારો પોલીસ જ છો અને આ વખતે તારા ગ્રેડ પણ સારા છે શારીરીક અને માનસીક માં અને આમેય તે હવે ફક્ત આઠ વર્ષ ની કમી છે તારા પોલીસ બનવા માં...
અરેરે મારો છોકરો હજુ ટેણીયો છે હો ચારણ આવુ અત્યાર થી એને ના ક્યો એને એનુ ભવિષ્ય ખુદ નક્કિ કરવા દો..
અરે મારી ભોળી માઁ મને તો જ્યાર થી બાપુજી ને વર્દી માં જોઉ છુ ત્યાર થી જ મે મારુ ભવિષ્ય નક્કિ કરી રાખ્યુ છે કે હુ બાપુજી ની જેમ આઇ.પી.એસ બનીશ બસ બીજુ એ કે મારી ફિટનેસ પર પુરે પુરુ ધ્યાન આપીસ...
વાહ મારો હાવજ વાહ...જોયુ ચારણ આને કેવાય બાપ ને કેડે કેડે અને માર્ગે માર્ગે હાલનારો દિકરો...
હા ચારણ સારુ આમેય તે તમે બંને ને જીદ માં કોય ના પોચી શકે...
સારુ હવે સુઇ જાઉ કાલે સવારે બધા ને કામ છે અને પોલીસ સ્ટેશન અને હોસ્પિટલ અને આ ટેણીયો હાઇસ્કુલ માં...
ચાલો દિકરા મારા લાડકા માતાજી નુ ધ્યાન ધરી ને સુજે અને સવારે વેલો ઉઠજે...
હા માઁ બાપુજી ગુડ નાઇટ....જય માતાજી...
જય માતાજી બેટા...
આમ અમે પોત પોતેના રુમે ગયા અને સુવા ની તૈયારી કરી ત્યાં મને ફોન આવ્યૉ કે અંગ્રેજી દારુ પકડાયો છે અને મુંબઇ થી અમદાવાદ લવાતો હતો...
હુ ચારણીયાણી ને કહિ ને પોલીસ સ્ટેશન જવા નિકળ્યો અને ટ્રક ને જપ્ત કર્યો પણ ડ્રાઇવર ભાગવા માં કામયાબ થયો હતો...
અને આર.ટી.ઓ પર થી ખબર પડિ કે ટ્રક પણ ચૌરાઉ હતો અને ટ્રક ના અસલી માલીકે આ બારા કંમપ્લેન પણ લખાવી હતી...
પુરે પુરો માલ જપ્ત કર્યો અને સીલ કરી ને સરકારી ગૌડાઉન માં રાખ્યો અને હુ રાત્રે ત્રણ વાગે ઘેર આવ્યો પણ ચારણીયાણી જાગતી હતી,મે કિધુ અરે ચારણીયાણી આમ આટલો ઉજાગરો કરાતા હશે તમારે પણ સવારે હોસ્પિટલ હોય પ્રભાસ ને તૈયાર કરવા નો હોય અને આમ ને આમ તમે ક્યાં સુધી મારી ફિક્કર કર્યા કરશો હે...
અરે ચારણ શુ કરુ મન માનતુ નથ અને તમારો દિકરો પણ તમારી જેમ જ છે એ પણ આઇ.પી.એસ જ બનવા માંગે છે,હુ આમ ને આમ જો ફિક્કર ના કરુ તો બીજુ શું કરુ ચારણ...
એક કામ કરો માઁ બાપુજી ને બોલાવી લઉ છુ એ અંઇયા આવશે તો પ્રભાસ ને પણ ફાવશે અને દાદા પોત્રા ને ખુબ મજા આવશે અને તમને પણ સહેલુ પડશે,આમેય તે તમે ગરીબ દર્દિ ની ખુબ સેવા કરો છો અને એકેય પાહે થી એક રુપિયો પણ લેતા નથ તો આવા કર્મો કરીયા ને ભલા ફિક્કર શાની કરવાની હોય...
હા ચારણ તોય તે એક માઁ છુ અને અને તમારી અર્ધાગીની છુ માટે ફિક્કર તો રે જ ને અને બા બાપૂ ને બોલાવો તો મને પણ સારુ કેમ કે આમેય તે પ્રભાસ ઘરે એકલો પડિ જાય છે અને સાંન્તા બેન પણ ખુબ જ હેરાન થાય છે જો બા બાપુજી આવી જાય તો તો બોવ સારૂ ચારણ...
સવારે ઉઠી ને બા બાપુજી ને ફોન કરી ને આવાનં કિધુ અને ચારણીરાણી અને પ્રભાસ એમને લેવા માટે ગયા અને હુ મારી ડ્યુટી નીભાવતો હતો ત્યાં કમીશ્નર સાહેબ નો કોલ આવ્યો કે કાલે રાતે કોઇ ટ્રક પકડાયો હતો...??? મે કિંધુ હા સર 
એ ટ્રક ના માલીક નો કાંઇ અતો પતો કે ડ્રાઇવર મડ્યો...??? ના સર હજુ કાંઇ કોઇ સુરાગ હાથ લાગ્યુ નથી છાનભીન ચાલૂ જ છે...ઓકે ગઢવી કોઇ પણ એક્શન લેતા પહેલા મને જાણ કરજો...હા સર સ્યૉર સર જય હિંન્દ...
હુ સીલ કરેલા ટ્રક પાસે ગયો અને ટ્રક ને આખો ચેક કર્યો પણ હાથ કાઇ આવ્યુ નહિ એટલે વડિ હુ પોલીસ સ્ટેશન ગયો અને પાણી પીવા માટે બોટલ હાથ માં લઉ એની પેલા મને એક કોલ આવ્યો ચારણીયાણી નો કે તમે જલ્દિ થી હોસ્પિટલ આવી જાવ...અરે પણ આમ કેમ આવા અવાજ માં વાત કરો છો થયુ છે શુ એ તો કો???અરે ચારણ તમે અહિયા અવો એટલે હંધુય તમને કઉ ચારણ...હુ અને એક બે પી.આઇ ને લઇ ને હોસ્પિટલ ગયો ત્યાં જોયુ તો સાત લાસુ પડિ હતી એટલે મે ચારણીયાણી ને પુછ્યુ કે આ બધુ શુ છે ???
ચારણ આ બધા તાવ અને મલેરીયા ના પેસેન્ટ હતા અમે લોકો એ રોજ ની જેમ ગુલકોસ્ટ ના બોટલો ચડાવતા હતા પણ આ વખતે એક નવો સ્ટોક આવ્યો હતો અને મને આ વાત ની ખબર પણ ન હતી કેમ કે હુ રેલ્વે સ્ટેશન ગય હતી બા બાપુજી ને લેવા અને આ સાત માણસો ને નવા સ્ટોક ની બોટલો ચઢાવી હતી પણ મે લેબ માં આ બોટલો ને ટેસ્ટ કરી તો જાણવા મડ્યુ કે આમાં પોઇઝન મીક્સ છે જે માણસ ના લોહિ માં ભળતા ની  સાથે જ એનુ ર્મુત્યુ થાય છે અને આ ઝેર એ સ્ટાર ફિસ ના કાંટા નુ ઝેર છે જે અમેરીકા ના સિંકાગો શહેર માં ઉપલબ્ધ છે જે હાલ ત્યાં પણ બેન છે...કેમ કે અમુક કરપ્ટ ડોક્ટરો એ બનાવ્યુ હતૂ જે હાલ જેલ માં છે...
પણ ચારણીયાણી આ સ્ટોક આવે છે ક્યાંથી અને કોણ મંગાવે છે આ સ્ટોક..???
ડો.ડેવીડ અને ડો.વીલીસ બસ એ સીવાય બીજુ કોઇ આ સ્ટોક ને મંગાવી જ ના શકે એ બે ને જ ઓથોરીટી છે દવા નો સ્ટોક મંગાવાનો અને એક્સપાઇરીડ વાડિ દવા નો નાસ કરવાનો...
ઓકે બટ હાલ એ બંને ક્યાં છે...???
એ બંને તો હોસ્પિટલ ની મીટીંગ માટે મુંબઇ ગયા છે અને આજે જ ગયા છે...
અરે મીટીંગ માટે ગયા હોય તો તમને પણ લય જાય ને કેમ કે મેઇન તો તમે પણ છો જ ને...
હા પણ મે ના પાડિ હતી કેમ કે એક બીજા ડોક્ટર છુટી પર છે અને મારુ અંઇયા રહેવુ ફરજીયાત છે...
ઓકે તમે મને લોકેશન આપો અમે ત્યાં જાય છી અને હા આ લેબ રિપોર્ટ આવી ગયા કે બાકિ છે ???
લેબ રિપોર્ટ તો આવી ગયા છે અને મારી પાસે જ છે...
તો મને એની એક કોપી આપો એટલે હુ સાબીત કરી શકુ કે આ સ્ટોક ખરેખર ભુલ થી નથી આવ્યો પણ જાણીજોય ને લાવા માં આવ્યો છે...
ઓકે હુ તમને રિપોર્ટ મેઇલ કરુ છુ તમે પ્રીન્ટ કાઢી લેજો...
ઓકે થેંન્ક અને હા ઘર માં બધા નુ ધ્યાન રાખજો અને બને તો થોડા દિવસ માટે હોસ્પિટલ આવતા નહિ કેમ કે આઇ હોપ કે તમે મને સમજી ગયા હશો...
ભલે ચારણ હુ તમે કહેશો એમ જ કરીશ પણ આ દર્દિઓ નુ શુ...???
એ લોકો વંદના ની હોસ્પિટલો માં સિફ્ટ કરો અને હુ જ્યાં સુધી કહુ નહિ ત્યાં સુધી હોસ્પિટલ ને ખોલતા નહિ...
ઓકે વંદના ને કોલ તમે કરી લો ત્યાં હુ એમ્બુલેન્સ માં બધા દર્દિ ને સિફ્ટ કરુ છુ...
ઓકે ચારણીયાણી...
મે વંદના ને કોલ કર્યો અને બધી હકિકત એને કિધી અને મારુ અને મારી પત્ની નુ માન રાખી ને બધા દર્દિ ને ત્યાં સારવાર મડિ રહે એવી વ્યવસ્થા કરી આપી...
અને આ બાજુ હુ કમીશ્નર ઓફિસ ગયો જ્યાં બધી મે વાત કરી અને કમીશ્રરે હેલ્થ મીનીસ્ટર ને કોલ કર્યો અને બધા બનાવ ની જાણ કરી એટલે કમીશ્નરે હોસ્પિટલ ને સીલ ઓર્ડર જાહેર કર્યો કે જ્યાં સુધી હકિકત ની ખબર ના પડે ત્યાં સુધી હોસ્પિટલ સીલ રહેશે...
હુ મારા સાથી મીત્રો સાથે મુંબઇ જવા નીકળ્યો અને ત્યાં મને એક કોલ આવ્યો કે સાહેબ વડોદરા હાઇવે પર એક ટ્રક મડ્યો છે જેમાં ચરસ અને ગાંજો પ્લસ માં અંગ્રેજી દારુ છે...
ઓકે ટ્રક ડ્રાઇવર નુ થયુ....???
સાહેબ એ પણ આપણા કબજા માં છે અને તમને ટ્રક નંબર મેસેજ કરૂ છુ જે મુંબઇ નો જ છે અને ડ્રાઇવર પણ ત્યાં નો છે પણ કંઇ બોલતો નથી...
એક કામ કરો અનવર પાસે જાવ અને અનવર સાથે મારી વાત કરાવો...
ભલે સાહેબ હુ અનવર સાહેબ પાસે જઇ ને કોલબેક કરુ છુ...
ઓકે...ગુડ...
હુ ચારણીયાણી ના બતાવ્યા એડ્રેસ પર પહોચ્યો જ્યાં  ડો.ડેવીડ અને વીલીસ વિદેશી માણસો હારે મીટીંગ માં બીઝી હતો એટલે મે થોડો વેઇટ કર્યો ત્યાં સ્ટેશન પર કોલ આવ્યો અનવર નો...
અનવર-હા જી સર બોલીએ
હુ-અનવર ધ્યાન સે સુન અભી અભી એક ટ્રક હાથ લગા હે જીસ્મે સ્મગલીંગ કા માલ હે મે ચાહતા હુ કિ તુમ અપને તરીકે સે દેખો મગર ઉસકો ઇતના ભી મત માર કિ વો જાન સે જાએ ઔર ઉસે ઇકબાલે જુર્મ કબુલ કરવાઓ ઔર ઇસ પુરે દહેસત કે પીછે કોન કોન લોગ હે વો પતા કરો...ટ્રક કો પુરા ચેક કરો કુછ ઔર મીલતા હે કિ નહિ દેખો...સબ હો જાને કે બાદ ટ્રક કો સીલ કરો ઔર સરકારી ગૌડાઉન મે લે જાકે રખો...એક ખાસ બાત ઉસ ડ્રાઇવર કો ચોકિ મે નહિ અપને ઘર લે જાકે ખીલાઉ પીલાઉ ઔર જરા નજાકત સે પુછો અગર ફિર ભી ના બોલે તો અપને અંદાઝ મે ઉસકો ઉગલાઉ થીક હે...
અનવર-જી સર આપ વહા મહેફુસ રહિએ ગાં બોમ્બે બહુત કડક હે બકાયદા...
હુ-જી જનાબ સલ્લાહ મસ્વારાહ કે લીયે સુકરીયા....ચલ ખુદા હાફિઝ
અનવર-જી જનાબ ખુદા હાફિઝ
ત્યાં અચાનક મને વંદના નો ફોન આવ્યો કે એમ.વી.હોસ્પિટલ માં બાર માણસો ર્મુત્યુ પામ્યા છે જેમા અનવર નો ભાઇ રહિમ પણ હતો અને એને મલેરીયા થયો હતો માટે એ એમ.વી.માં એડમીટ હતો...
મે વંદના ને કારણ પુછ્યુ કે આ દવાઓ ત્યાં કેમ પહોચી તો જાણવા મડ્યુ કે એ હોસ્પિટલ ના ડોક્ટરો ડેવીડ અને વીલીસ ના ફ્રેન્ડ્સ હતા...
પછી મે નક્કિ કર્યુ કે ડેવીડ અને વીલીસ સાથે જેટલા હોસ્પિટલો સામેલ હોય ત્યાં દવાઓ તો પહોચી જ હોય અને એ દવાઓ ને જલ્દિ થી જલ્દિ જપ્ત કરવી ખુબ જરુરી હતી એના માટે મારી પાસે એક જ ઓપ્ટશન હતો કે હુ અનવર ને કહુ પણ અનવર નો ખુદ નો ભાઇ આ દવા નો શીકાર થયો હતો તો હુ કયાં મોઢે થી એને આ કામ સોપુ એ જ નોતુ સમજાતુ છતાપણ મે એક કોંશીશ કરી અને અનવર ને ફોન કર્યો....
અનવર-જી જનાબ..
હુ-કહા પે હો અનવર ??
અનવર-જી જનાબ આપ ને હિ તો બોલા થી કે સારા માલ કો ગોડાઉન મે સિફ્ટ કરદો બસ વહિ કર રહા થા...
હુ-અનવર તુમ્હારા ભાઇ રહિમ અબ ઇસ દુનિયા મે નહિ રહા...
અનવર-જી સર પતા ચલા મુજે...
હુ-અરે ફિર ભી તુમ વહિ હો ઘર પે ક્યુ નહિ ગએ...???
અનવર-જી જનાબ મેરે ઇલાવા ચોકિ પે કોઇ નહિ હે ઓર જનાજે કો કાંધે દેને વાલે તો મીલ જાએંગે લેકિન જીસ વજહ સે મેરે ભાઇ કા ઇન્તાકામ હુ આ હે ઉસકો સજા દેને વાલે હમ ચાર હિ હે...જનાબ આપ રહિમ કિ ફિકર મત કરે ઉસ્કો અલ્લાહ જન્નત દેગા...આપ હુકુમ કિજીએ 
હુ-મે ભી દુઆ કરતા હુ કિ રહિમ કો વાકેઇ મે જન્નત મીલે...
સુનો મેરે ભાઇ રહિમ  તરહ ઔર ભી અપને ભાઇઓ કો બચાના હે ઇસલીયે તુમ એક લીસ્ટ તૈયાર કરો ઔર ડેવીડ ઓર વીલીસ કે અંડર મે જીતને હોસ્પિટલ આતે હો ઉસ હોસ્પિટલ મે સ્ટારટેબ કિ જીતની દવાએ હે ઉનકો જપ્ત કરો અપને ગોડાઉન મે સીલ કરો...સીર્ફ અહમદાબાદ હિ નહિ પુરે ગુજરાત કે સીટી મે જીતની ચોકિઆ ચાહે છોટી હો યા બડિ ઉન સબી કો  ઇતીલાહ કર દો કે સ્ટારટેબ કો જપ્ત કરો ઔર અહેમદાબાદ મે ભેંજો અગલે છત્તીસ ઘંટો કે અંદર...ગોટ ઇટ અનવર ???
અનવર-જી જનાબ...
હુ એક દમ થી એ લોકો ને પકડવા માંગતો ન હતો મારે હજી ઘણુ જાણવુ હતુ કે આવડા મોટા કોંભાડ ની પાછળ આ વિદેશી તાકાત નો હોય શકે જરુર મામલો કંઇક જુદો છે...એટલે મીટીંગ ઓવર થયા બાદ ડેવીડ અને વીલીસ કાર માં બેસી ને જુહુ વાડા રસ્તા પર ગયા અને એક બોવ મોટી બસ્તી માં ગયા પણ કાર ને બીજે પાર્ક કરી ને એ લોકો ને લેવા આવેલા બાઇક સવારો સાથે નીકળ્યા,બરોબર બંધ ફેક્ટ્રી ની સામે એક ગોડાઉ જેવુ હતુ ત્યાં એ લોકો એ બાઇક પાર્ક કરી ને ગયા પણ મુશ્કિલ એ હતી કે અમે માત્ર બે જણ હતા હુ અને અભેસીંહ ખુમાણ,ખુમાણ આમ તો મારા મામા થાય પણ એ વખતે હુ ઓન ડ્યુટી હતો એટલે એમણે પુછ્યુ કે તમ તમારે તમારો કોઇ આઇડિઆ હોય તો સેર કરો કેમ આપણે બે જણ છી અને એ લોકો ની ફોઝ છે...બોલો મામા શું કરવુ છે...???અરે ચારણ પુત્ર કરવાનુ શું હોય માઁ જોગમાયા નુ નામ લઇ ને હમલો કરો દઇએ...
ના મામા ના દિમાગ થી કામ લો આમા બોવ જોશ માં અવાય એવુ નથી...એક કામ કરો તમે પાછળ જાવ અને એક દમ શાંતી થી અને એક એક નુ જડબુ તોડિ ને અંદર આવજો પણ બંધુક ચલાવતા નય ખાલી એક હાથ તમારો માણસ ના માથા ઉપર અને બીજા હાથે મુંગો દયને માથા નો હાથ અને મુંગા વાડો હાથ જોર થી જમણી બાજુ ખેંચી લેજો એટલે એ ન્યા ને ન્યા મરી જાસે...ઓકે મામા....????
વાહ ભાણુ ભા વાહ...પર જો જો હો મરતા નહિ નઇતર મારી ખાંનદાની ને ડાગ લાગશે...
ના મામા ના હુ મારી માઁ નો દિકરો છુ પણ એની પેલા હુ ભારત માઁ નો દિકરો છુ અને હુ એની પર કોઇ આંચ નો આવે એના ખાતર હુ આ કરી રહ્યો છુ અને જો આમા હુ ખપી જાઉ તૉ કેમ હાલે....
ભલે ભાણુ ભા તમે આગળ છો તો જરાક ધ્યાન રાખજો કેમ કે ખતરૉ હમેશા આગળ જ હોય....
આમ હુ ધીમા પગલે થોડાક ખુલેલા દરવાજે થી અંદર ગયો ત્યાં તો શરીફ લાલા જે પાકિસ્તાની આઇ.એસ.આઇ નો મુખબરી(જાસુસ)હતો અને હેલ્થ ઓફ ઓર્ગેનાઇઝ ના ડોક્ટરો જેના થકિ આખા ભારત ભર માં દવા નુ લાઇસેન્સ તેમજ હોસ્પિટલો માં દવા આપવા ની ગ્રાન્ટ પરમીટ પાસ કરે અને દવા નુ ટેસ્ટીંગ કર્યા પછી એ બધી દવા ને ઝોનવાઇઝ આપવા માં આવે અને આ બધાય સાથે એવા માણસો કે જેની પાસે હથીઆર હોય અને સાથે સાથે ડેવીડ અને વીલીસ પણ હતા...
મામા એ પાછળ ની સાઇડ થી એક પછી એક માણસ નો ખાતમો કરી ને હથીયાર પણ એમણે લઇ લીધા હતા અને આ બાજુ હુ પણ ધીમે ધીમે બધા ને મારી ને આગળ વધતો હતો છેલ્લે આઠ જણ વધ્યા હતા જે પેલા દુશ્મનો ની આજુ બાજુ હતા પણ હવે હથીયાર થી હુમલો કરવો જરુરી બની ગયુ હતુ એટલે મે અને મામા એ નીશાન લગાવી ને એની આજુ બાજુ ના માણસો ભાગે એની પેલા ત્યાં જ મારવા ના ચાલુ કર્યા પણ પેલો આઇ.એસ.આઇ એજન્ટ ની બંધુક માથી નીકળેલી ગોળી મારા ડાબા હાથ માં વાંગી પણ નસીબદાર હતો કેમ કે જે હાથ માં હથીયાર હતુ એ હાથ માં વાગ્યુ હોત તો મારા હાથ માંથી હથીયાર પડિ જાત અને એ બીજો રાઉન્ડ ફાયર કરત પણ એવૂ થયુ નહિ અને મારા પલટ વાર(ફાયર)માં પેલા એજન્ટ ને ખંભા પર ગોળી વાંગી અને એ ત્યાં બેસી ગયો...ત્યાં મામા એ ફટાફટ આવી ને હથીયાર હાથ માંથી લય લીધા અને પેલા ડેવીડ અને વીલીસ ની સાથે અન્ય ને પણ અરેસ્ટ કર્યા પણ પેલા એજન્ટ પાસે હુ ગયો અને બોલ્યૉ...
બોલ તેરે સાથ ઔર કોન કોન હૈ...????
અરે મે અકેલા કાફિ થા ઇસ હિન્દુસ્તાન કિ હસ્તી કો મીટાને કે લીએ...
અચ્છા...અરે મર ગયે મેરે હિન્દુસ્તાન કિ હસ્તી કો મીટાને વાલે ઔર આજ મે તુજે ભી મારુંગા લેકિન એસી મોત દુંગા કિ તેરી રુહ તો ભી ડર લગે કિ મે જીસ્મ મે રહુ યા જીસ્મ કે બહાર...
અરે જા જા તુજ જેસા દો કોડિ કા પુલીસ વાલા ક્યાં મેરી રુહ નીકાલેગા...રુહ તો હમ નીકાલેંગે હિન્દુસ્તાન કિ વો ભી ચુન ચુન કર જેસે આજ મરે હે ઉસી તરહ હર એક કો મારુંગા...
અરે મરા હુઆ ક્યાં મારેગા દુઆ કર કે તેરી લાસ કો દો કદમ જમીન ભી નશીબ હો ક્યુકિ મેરે યહા દુશ્મનો કો ઇસી મોત મીલતી હે કિ ઉસ લાસ કો મેરે હિન્દુસ્તાન કા કુતા ભી મુંહ નહિ મારતા સમજે પાકિસ્તાની ચુઝે...
અરે પુરે હિન્દુસ્તાન મે દવાએ પહોચ ચુકિ હે બચા સક્તા હે તો બચાલે અપને પ્યારે વતન 
કો...
અરે બેટે યેહ મોબાઇલ દેખ રહા હે તુ જો કુછ ભી ભોક્તા હે ના વોહ મેરે હિન્દુસ્તાન કિ સારી આવામ દેખતી હે ઔર સુનતી હે અબ તક તો સારે હોસ્પિટલ મે સે તેરી ભેજી હુઇ ઇન નમકહલાલો કે હાથો સે ઉન સભી દવાઓ કો નષ્ટ કર ચુકા હોગા મેરા હિન્દુસ્તાન....
નહિ યેહ ના મુમકિન હે ઇતની જલ્દિ યહ દવાઓ કો કેસે નષ્ટ કિઆ જા શક્તા હે...
અરે હમે તો એક સેંકન્ડ ભી ના લગે તેરે મુલ્ક કો તબાહ કરને મે યે તોહ ફિર ભી એક દવાઇઆ હે...
એટલા માં પાસે ઉભેલા મામા પાસે થી બંધુક જટી ને મારા પેટ માં ગોળી મારી અને વળતા જવાબ માં મે બધા જ રાઉન્ડ એ એજન્ટ પર ફાયર કરી દિધા અને ડેવીડ વીલીસ અને હેલ્થકેર ઓર્ગેનાઇઝર ના બે ડોક્ટરો ને અરેસ્ટ કર્યા અને એજન્ટ ની લાસ ને પણ થાણે મુંબઇ લય ગયા અને હુ હોસ્પિટલ માં એડમીટ થયો અને ત્રણ કલાક ના ઓપરેશન બાદ બાઇ ફ્લાઇટ મને અમદાવાદ ની સીટી કેર સોસ્પિટલ માં દાખલ કર્યો અને અને એક બે દિવસ માં ભાન માં આવ્યો તો ન્યુઝ માં પ્રાઇમ મીનીસ્ટરે મને મેડલ આપવા ની ધોસણા કરી અને બધાઇ આપમાં આવી...
મારી આજુ બાજુ મામા,અનવર,મારા માઁ બાપુજી,મારી પત્ની અને મારો પ્રભાસ બધા તાલીઓ પાળી ને મારી બહાદુરી ને બીરદાવતા હતા...
આ બાજુ પેલા ચાર ડોક્ટરો ને આજીવન કારાવાસ અને એમને સ્થાપીત કરેલા તમામ હોસ્પિટલો સિવાય એક હોસ્પિટલ જેમા મારી પત્ની ડોક્ટર હતી એ મુકિ ને બધા હોસ્પિટલો ને આજીવન સીલ કરી દેવામાં આવ્યા...
મીત્રો ધણી વાર આપણી આંખ ની સામે બનતા ગુનાહો ને આપણે નજર અંદાન કરતા હોય છી અને પોલીસ ની થી ડરી ને અસલી ગુનેગાર ની સામે આપણે ઉભા રહેતા નથી...
આમા જીત માત્ર ગુનેહગાર ની થાય છે અને ઇલ્જામ પોલીસ પર આવે છે અને આપણે પોલીસ ને પણ ધીક્કારતા હોય છી પણ હુ કહુ તો પોલીસ કાનુન એ આપણા માટે આપણને સુરક્ષીત કરવા માટે છે અને જો આપણે જ કાનુન ની મદદ નહિ કરી તો કોણ કરશે...
માટે જાગ્રુત બનો...સતર્ક બનો...અને પોલીસ ની હારે મડિ ને જનતા ની સેવા કરીએ દેશ ની સેવા કરીએ અને કરપ્ટશન ને રોકિએ અને દેશ ને ગુનાહ મુક્ત દેશ બનાવી ને એક થય ને રહિએ...
ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા તુ ઇન્સાન કિ ઓલાદ હે બસ ઇન્સાન બનકે જીએગા...

જય હિંન્દ...વંદે માતરમ્......જય જવાન...જય કિશાન...ઇનક્લાબ જીંદાબાદ...


લેખક શ્રી,
દિપક ગઢવી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED