Ajib love Marriage books and stories free download online pdf in Gujarati

અજીબ લવ મેરેજ

હુ દિપક ગઢવી એક ગામડા માં રહેતો નાનો માણસ, હુ પરિવાર સાથે ખુબ જ હેત થી રહેતો અને મારા બાપુજી ખેતી કામ કરે છે અને મારી માઁ ઘર કામ કરે છે,

હુ જાજુ ભણ્યો તો નથી કારણ કે મારા ગામ થી 8 કિલો મીટર દુર એક હાય સેંકન્ડ્રી સ્કુલ છે જ્યાં મે 12 પાસ કરેલુ છે, અને ઘર ખુબ જ ગરીબ હોવાથી આગળ ભણ્યો નહી અને બીજુ કારણ એ હતુ કે કોલેઝ કરવા માટે શહેર જાવુ પડે અને મારા ગામ થી શહેર બહુ દુર થાઇ એટલે આગળ ભણવા નુ ટાળી ને હુ મારા બાપુજી ના ખેતી કામ માં મદદ કરવા લાગ્યો, આમ ધીમે ધીમે મારી ઉંમર વધતી ગઇ એમ મારા સપનાઓ પણ વધતા જતા હતા, કેમ કે મેરા ગામના લગભગ છોકરાઓ શહેર માં રહેતા હતા અને નૌકરી કરતા હતા, એક દિવસ મે મારા બાપુજી ને મારા સપના ઓની વાત કરી એટલે બાપુજી એ મને શહેર જાવાનો ખર્ચો અને થોડાક રૂપિયા આપ્યા, ત્યાર બાદ અમારા ગામ થી થોડે દુર એક બાયપાસ હાઇવે આવે ત્યાં સુધી હુ અને મારા બાપુજી ટ્રેક્ટર લઇ ને મુકવા આવેલા બાયપાસ સુધી ટ્રેક્ટર હુ ચલાવતો હતો કેમ કે ટ્રેક્ટર ચલાવતા ધણુ સારૂ આવડતુ હતુ અને મને તમામ ગાડીઓ નુ સારૂ એવુ ગ્યાન હતુ, તો હવે બાયપાસ થી સરકારી બસ માં બેસી ગયો અને જામનગર આવ્યો, ત્યાં જઇને સારી એવી લોજ માં જમ્યો અને મારા મીત્રએ આપેલા સરનામા પર પોચ્યો, મારો ખાસ અને નાનપણ નો મીત્ર હતો જેનુ નામ નીખીલ હતુ, બોવ જ રમુજી અને સદા આનંદ માં રાખે અને રેતો એવો મીત્ર હતો, હવે એ ભાડે રૂમ રાખીને રેતો, અને મકાન માલીક સાથે નીખીલ ની સારી એવી મીત્રતા હતી, તો મકાન માલીક ને પમ કાંઇ વાંધો ન હતો મને રાખવા માં, આમ અમે ત્રણે મીત્ર હળીમળી ને રહીએ અને આનંદ કરીએ, પણ મારે સારી એવી નૌકરી ની જરુર હતી તો હુ સાંજ ના સમાચાર માં નોકરી ની જાહેરાત આવે એ હુ દરોજ વાંચતો પણ ભણતર નો હોવાને કારણે મને નૌકરી મડતી નો હતી, એક દિવસ એક કાર સો રુમ ની જાહેરાત આવી જેમા લખ્યુ હતુ કે કાર નુ માર્કેટીંગ કરી શકે અને કારનો ડેમો ચલાવી શકે એવા એક માણસ ની જરુર છે એટલે સવારે વહેલો ઉઠ્યો નાઇ ને ભગવાન માતાજી ને દિવા ધુપ કરી ને એમને પ્રાથના કરી ને સો રુમે ગયો અને સો રુમ ના માલીકે પુછ્યુ કાર ચલાવતા આવડે છે એટલે મે હા પાડી પછી કિધુ કે કાર નુ માર્કેટીંગ અને દિલર ફાવશે તો મે કિધુ હા જરુર કેમ નઇ !એટલે એમણે મારી ટ્રેનીંગ સરુ કરી અને માર્કેટીંગ અને દિલર વીસે શીખવાડ્યુ એટલે મને તરત જ બધુ આવડી ગયુ અને 15 દિવસે હુ જાતે બધુ કરવા લાગ્યો અને શેઠ રાજી થયા કે ગામડા નો ઓછા ભણતર વાડો છોકરો આજે ધીમે ધીમે આગળ આવા લાગ્યો છે, આમ લગભગ સાતેક મહીના થયા એટલે કાર નુ ડેમોનેશન કરવાનુ હુ એકલો કરતો થઇ ગયો, બપોરે જમવા જાવ ત્યારે કાર લઇ ને જાવ કેમ કે કાર નુ ડેમોનેશન થઇ જાય અને મારે રિક્ષા માં કે હાલી ને ના જવુ પડે,

પણ એક દિવસ અચાનક એક ગોલાઇ પર એક સ્કુટર મારી કાર સાથે અથડાયુ અને હુ ફટાફટ કાર પર થી નીચે ઉતર્યો અને જોયુ તો એક છોકરી હતી, લાંબા કાળા વાળ હતા, કાળી એમની આંખો અને પાપણ ટીમટીમાટા, ગોળ એમનુ મુખ હતુ, ભારતીય ફેન્સી ડ્રેસ પહેરેલો અને દુધ જેવી સફેધ ત્વચા હતી, કુમણુ નાજુક એમનુ શરીર હતુ, પણ હાથ પર વાગ્યુ હતુ એટલે હુ એમને ઉભા કરતો કરતો પુછતો હતો કે તમને વાગ્યુ છે અને લોહી પણ નીકળે છે, પછી મે સ્કુટર ઉભુ કર્યુ અને રોડ ની એક બાજુ સ્કુટર રાખી લોક કર્યુ ત્યાર બાદ એ છોકરી ને હોસ્પિટલ લઇ જાવાનુ કિંધુ પણ એ ના પાડતી હતી પણ મે ગમેતેમ એને મનાવી ને હોસ્પિટલ લાવ્યો અને ઇલાજ કરાવ્યો,

ફરી એમને કાર માં બેસાડ્યા અને એસીડેન્ટ વાળી જગ્યા પર લઇ જતો હતો જ્યા એમનુ સ્કુટર હતુ,

મે એમનુ નામ પુછ્યુ તો જાણવા મડ્યુ કે એમનુ નામ અંજના છે, ત્યાર બાદ સ્કુટર પાસે આવ્યા પણ સ્કુટર નુ બંપર તુટી ગયુ હતુ અને હેંડલ પણ સહેજ વડી ગયુ હતુ એટલે નજીક ના ગેરેઝે સ્કુટર ને લઇ ગયો અને મેકેનીક ને કિધુ કે કેટલો ટાઇમ લાગસે એટલે મેકેનીકે કિધુ કે બે દિવસ લાગસે કેમ કે મારી પાસે ગાડીઓ વધારે છે અને આને રિપેર કરવા માં પણ વાર લાગસે એટલે ઓલા દાળે આવો તો રિપેર થઇ જશે, મે એમને મારા નંબર આપ્યા ને કિધુ કે રિપેર થાઇ એટલે ફોન કરજો તો હુ આવી ને લઇ જઇશ, મેકેનીક કે સારુ ભાઇ,

આમ હુ કાર પાસે ગયો જ્યાં અંજના પણ હતી એટલે મે વાત કરી કે બે દિવસ લાગસે સ્કુટર રિપેર થતા, અંજના કે વાંધો નઇ કારણ વાંક મારો હતો કે મે તમને જોયા નઇ અને તમારી કાર સાથે અથડાઇ ગઇ, મે અંજના ને પુછ્યું ખરે ખર તમારો વાંક હતો ! અંજના હા 100% મારો જ વાંક હતો કે મે તમારી કાર જોઇ નઇ, આ સાંભળી ને ડંગ રહી ગયો કે દુનીયા ની પેલી છોકરી મને મડી જે ભુલને સ્વીકારી છે નઇતર આ કલયુગ માં ભુલ સ્વીકારવા વાળા ભાગ્યે જ જોવા મડે, એની આ વાત થી હુ ખુબ પ્રસન્ન થયો, મે અંજના ને ઘરે ડ્રૌપ કરવાનુ વીચાર્યુ અને કિધું તમારુ ઘર ક્યાં છે ચાલો તમને મુકી જાવ, એટલે એ મેરી કાર માં ફરી એક વાર બેઠી અને એણે મારુ નામ પુછ્યું તો મે કિધુ મારુ નામ દિપક છે, એણે મારા નંબર માગ્યા એટલે મારા થી પુછાય ગયુ કેમ મારા નંબર તમારે જોય છે, ત્યાંરે સહજ હસી ને કિધુ કે મારુ સ્કુટર રિપેર થઇ જશે તો મારે ક્યાં આવાનુ અને ક્યાં મડવાનુ એ પુછવા માટે તમારા નંબર લવ છુ, એટલે મે મારા નંબર આપ્યા અને એણે મારા માં ફોન કરી ને પોતાના નંબર આપ્યા ત્યાં એમનુ ઘર આવી ગયુ એટલે અંદર આવા ની સલાહ કરી તો મે કિધુ મારે અત્યારે બોવ મોડુ થાઇ છે માટે ફરી ક્યારેક આવીશ ઘરે, ત્યાર બાદ અંજના બોલી ભલે કાંઇ વાંધો નઇ જય શ્રી ક્રિષ્ના, મે પણ જય શ્રી ક્રિષ્ના કહી ને છુટા પડ્યાં,

મારો લંચ ટાઇમ તો પુરો થઇ ગયો હતો એટલે ડાઇરેક્ટ સો રુમે જાવા નીકળી ગયો પણ આખા રસ્તા માં એમનો સાફ ચહેરો યાદ આવતો હતો, એમની નીખાલશતા ને અનુવતો હતો, એમની મીઠી હસી નજરે નીહાળતો હતો, અને એમની ભુલ સ્વીકારવા ની વાત એ મારુ દિલ જીતી લીધુ હતુ, અને હુ સંપુણ પણે એમને ચાહવા લાગ્યો હતો, અને માતાજી ને બસ એક પ્રાથના કરતો હતો કે મારા જીવન માં જો કોઇ ને આપ તો અંજના ને આપજે માઁ...

સો રુમ ના કામ પુરા કરી ને ગાડી સો રુમે મુકી અને રિક્ષા કરી ને રુમે આવ્યો અને આખો દિવસ બસ અંજના જ દિલો દિમાગ માં હરતી ફરતી હતી,

સવાર નુ બરોબર ખીલવુ, સુરજ નારાયણ નુ ઊગવુ, મંદિરો માં આરતી ના ઝાલરો વાગવાં અને ઇ ઝાલર મારા કાન સંભરાણા અને મારુ ઉઠવુ, ઉઠતા ની સાથે નાહવા જવુ નાહીને માતાજી ને દિવા ધુપ કરવા, ત્યાં મારા ફોન માં મેસેજ આવવો, મેસેજ મા લખ્યુ હતુ ! શુભ પ્રભાત ! જય માતાજી, એટલે મે પણ શુભ પ્રભાત અને જય માતાજી લખ્યુ, ત્યાં અંજનો ફોન આવ્યો કે શુ કરો છો એટલે મે કિધુ કે કામ પર જાઉ છુ રસ્તા પર છુ, અંજના એ પુછ્યું આજે ટાઉન હોલ માં નાટક છે જોવા જઉ ગમે ? મે કિધું હા વાંધો નઇ જો તમને ગમતુ હોય મને કેમ નઇ,

અંજના - તો બોલો કેટલા વાગે આવી જાસો 7 વાગે નાટક સરુ થાય છે,

દિપક - હા વાંધો નહી એટલા વાગા મા આવી જઇશ,

અંજના - ભલે તો હુ તમારી રાહ જોઇશ...

દિપક - ભલે સારુ હુ આવી જઇશ...

અંજના - ઓકે જય માતાજી

દિપક - એ જય માતાજી ;

પણ મારે અચાનક શેઠને લઇ ને રાજકોટ જવા નુ થયુ ને પાછા આવતા વાર લાગતી હતી અને અંજના ના ફોન આવતા હતા પણ શેઠ હારે હોય તો ફોન પર કેમ કરાઇ એમ કરતા કરતા 7 30 વાગ્યે જામનગર આવ્યો અને તરત જ અંજના ને ફોન કર્યો ને બધી વાત કરી એટલે માની તો ગઇ પણ આ બાજુ કોઇ રિક્ષા પમ મડતા હતા નઇ એટલે આગળ હાલતા હાલતા નાકે પોછ્યો ત્યાં રિક્ષા મડી અને હુ ટાઉન હૉલ પચ્યો, અંજના એ ટિકીટ બુક કરી લીધી હતી એટલે હું અંદર ગયો અને એ જ્યાં બેઠી હતી ત્યાં ગયો અને આખુ નાટક ને ખુબ માણ્યુ, પછી એણે મારી હારે ડિનર કરવા ની ઓફર કરી પણ ખિંચા માં આત્ર 500 રુપિયા જ હતા, ત્યાં મકાન માલીક નો ફોન આવ્યૉ કે ક્યાં છો જલ્દી આવી જા આજે નીખીલ નો બર્થ ડે છે, એટલે અંજના ને વાત કરી કે આખા જામનગર માં મારો એક જ મીત્ર છે જે નાનપણ નો છે અને આજે એનો જન્મ દિવસે છે જો તમને વાંધો ના હોય તો હુ જાવ ?

અંજના હસી ને કિધુ જાવ એમા એમ મને પુછી ને સરમાવો નઇ એટલે અંજના સ્કુટર લઇ ને ઘરે ગઇ અને હુ રિક્ષા કરી ને રુમે ગયો, અને નીખીલ નો બર્થ ડે ઉજવ્યો,

બીજા દિવસે માતાજી ને દિવા ધુપ કરી ને કામે જવા નીકળ્યો ત્યાં અંજના નો મેસેજ આવ્યો, શુભ પ્રભાત, જય માતાજી મે રિપ્લે આપ્યો, શુભ પ્રભાત, જય માતાજી....પછી એમનો ફોન આવ્યો...

અંજના - આજે આપણે મડશુ ને ?

દિપક - લે આજ વડી કા મડવા નુ થાય છે !

અંજના - અરે આજે બે દિવસ થય ગયા અને પેલુ સ્કુટર લેવા જવા નુ નથી !

દિપક - અરે હા એ તો સાવ ભુલાય જ ગયુ હો !

અંજના - મને ખબર હતી કે તમે ભુલી જસો એટલે તો યાદ કરાવા ફોન કર્યો !

દિપક - સારુ તો લંચ ટાઇમ થાય એટલે તમારા ઘરે આવીશ ને તમને લઇ ને ગેરેઝે જઇશુ !

અંજના - એ સારુ લ્યો તારે જય માતાજી...

દિપક - હા સારુ જય માતાજી...

લગભગ એક વાગ્યે ને આસપાસ એમના ઘરે ગયો અને બહાર ઉભા રહી ને ફોન કર્યો એટલે અંજના બહાર આવી...પણ હુ જોતો જ રહ્યો એને એટલી એ સુંદર લાગતી હતી, જાણે કોઇ અપસરા સ્વર્ગ થી ઉતરી ને ધરતી પર આવી હોય એવુ એનુ મન મોહક રૂપ હતુ, પછી એ બાજુ માં આવી અને પુછ્યું ચાલો આપણે નીકળશુ, પણ હુ એના રૂપ માં ખોવાય ગયો હતો એટલે મને કાંઇ સંભાણુ નહી એટલે મારો હાથ પકડી ને કિધું એ તમને કહુ છુ કયાં ખોવાય ગયા તમે ! એટલે મે કિધુ ક્યાંઇ નથી ખોવાણો અંઇયા જ છુ, તો હાલો હવે આપણે ગેરેઝે જાઇ, પછી કાર માં બેઠા અને આગળ નીક્ળયા ત્યાં એમણે મને કિધુ કે હવે તો તમે મને મડશો પણ નઇ ને કાં ! મે કિધુ કેમ આવુ બોલો છો, ચોક્કસ આપણે મડિશુ આ તમારુ સ્કુટર આપી ને હુ છુટો નથી પડવા નો હો ! ત્યાર બાદ અંજના એ કિધુ કે હા તમારુ મન તો સ્કુટર સીમીત સુધી જ છે ને સ્કુટર આપ્યા બાદ કયા બહાને મને મડશો તમે ! મે કિધુ લે ફ્રેન્ડશીપ માં બહાના ની શી જરુર છે અમથા પણ પણ મડી શકાય જ ને !

અંજના નીરાશ થતા અવાજ માં બોલી, ફ્રેન્ડશીપ !

મે કિધુ હાસ્તો વડી ફ્રેન્ડશીપ વધારે બીજુ તો હુ શુ કહી શકુ તમને !

અંજના ધીરે રહી ને બોલી કે હુ તો તમારુ સાફ મન અનુભવી ને તમને પ્રેમ કરવા લાગી છુ અને તમે તો ફ્રેન્ડશીપ ની વાતુ કરો છો ! અંજના ની આ વાત સાંભળી ને મે કાર ને સાઇડ કરી ને ઉભી રાખી, અને અંજના ને કિધુ કે હ હ ! આમ ઉતાવડા ના થાવ તમે હજી મને સારી રીતે જાણતા પણ નથી અને મારી ઓડખાણ ફક્ત મારા નામ સુધી ની જ તમારી પાસે, તો અંજના એ કિધુ કે નામ અને મન બેવ જાણ્યા પછી જ મને પ્રેમ થયો છે અને હવે તમારા થી અળગુ થવુ એ તો કોઇ કારણે શક્ય નથી, મે કિધુ જુવો અંજના તમે થોડો ટાઇમ લો અને મને પણ થોડો ટાઇમ આપો વિચારવાનો પછી આપણે નક્કી કરીયે ને આમ પ્રેમ માં ઉતાવડ નો હોય, અંજના કે સારુ તો તમે લો ટાઇમ મારે મન તો તમે ક્યાર ના સેટ થઇ ગયા છો, ત્યાર બાદ અમે ગેરેઝ પર ગયા ત્યાં અંજના નુ સ્કુટર આપ્યુ ને છુટ્ટા પડ્યા અને રાતે જ્યારે નીખીલ આવ્યો ત્યાંરે બધી માંડી ને વાત કરી તો નીખીલ નુ માનવુ એવુ હતુ કે એ કાર જોઇને અને મારુ સરલ સ્વભાવ ને જોઇને અંજના એ મને પ્રેમ કર્યો છે, તો એણે મને એક નાટક કરવા નુ કિધુ કે તુ એને કે હુ એક બીઝનેશમેન છુ અને માર્કેટીંગ વારી મારી ફ્રેકટ્રી છે અને માઁ - બાપ ગામડે રહે છે અને શહેર હવા એમને માફક આવતી નથી એટલે તેઓ ત્યાં રહે છે,

જો એ પૈસા અને અમીરદારી પર પ્રેમ કરતી હશે તો તને ખબર પડી જાશે અને જો એ તારા સાફ અને નીસ્વાર્થ મન ને ચાહતી હશે તો ઝુપડા માં રહેવા પણ તૈયાર થઇ જાશે, તને આમા તારા પ્રેમ ની પરખ પણ થઇ જાય અને સાચા ખોટા નુ ભાન પણ થઇ જાય, આમેય તે મારો બોસ પંદર દિવસ માટે મુંબઇ જાય છે અને હુ એમની ફ્રેકટ્રી માં મેનેજર છુ અને આખો ઓફીશ સ્ટાફ મા કંટ્રોલ માં છે અને મંજુર માણસો પર મારી અંદર માં જ કામ કરે છે એટલે હુ એ બધા ને એક મીટીંગ બોલાવી ને આ બધી વાત કરશુ અને આપણા આ જુઠ્ઠા નાટક માં આપણો સાથ આપે એવી આશા રાખશુ, તુ તારા સો રુમ માંથી પંદર દિવસ ની રજા લઇ ને અને હા કાર લેવા નુ ભુલતો નઇ, પણ મારુ મન આ બધુ કરવા માં માનતુ ના હતુ, મારો પ્રેમ સંપુણ પણે સાચો અને નીસ્વાર્થ હતો, અને અંજના પર ભરશો હતો કે એ પણ પવિત્ર મન થી મને ચાહે છે,

હુ સો રુમે ગયો અને શેઠ પાસે રજા લીધી અને કાર માંગી અને કિધુ કે હુ જ્યાં જઇશ ત્યાં કાર નુ ડેમોનેશન કરીશ અને કાર ડિલ થાય એમા એક રૂપિયો પણ કમીશન નઇ લવ, શેઠે કિધુ એવુ થોડી હોય દિકરા તુ રજા પર જાય છે અને ત્યા પણ તારુ કામ ને ચાલુ રાખશ અને કાર ની ડિલ કરવા નુ કેસ તો મારે કમીશન તો આપવુ જ પડે ને ! આમેય તે જોવા જઇએ તો તે ધણી બધી કાર વેચી છે અને તારા મને બોવ ફાયદો થયો છે માટે આ લે રૂપિયા અને કાર ની ચાવી જા એશ કર બેટા, હુ શેઠ ને હાથ જોડી ને ધન્યવાદ કેવા લાગ્યો અને ત્યાં નીકળી ને પેલી ફેકટ્રી તરફ જતો હતો ત્યાં સીટી ના ટ્રાફીક માં મારી કાર ની લાઇન ની પાછળ અંજના સ્કુટર લઇ ને ઉભી હતી ટ્રાફીક ક્લીઅર થયુ એટલે હુ ફેકટ્રી તરફ વડ્યો ત્યાં અંજના પાછડ બુમ પાડતી હતી પણ મારી કાર ના કાચ બંધ હતા એટલે મને સંભળાયુ નઇ એટલે અંજના મારી પાછડ પાછડ આવી ફેકટ્રી સુધી, હુ કાર માંથી નીચે ઉતર્યો ત્યાં અંજના જય માતાજી બોલી એટલે એક મીનીટ માટે હુ બોવ ખુશ થયો પણ પછી આતો એક નાકટ સાચુ થવા માંડ્યુ હતુ એનો ખ્યાલ આવ્યો, એટલે મે કિધુ જય માતાજી,

આમ અચાનક આવ્યા ! ફોન પણ ના કર્યો, એટલે અંજના કિધુ કે તમારી કાર જોઇ એટલે બુમ પાડી પણ તમે સાંભળા નહી એટલે હુ પાછડ પાછડ આવી, મે કિધુ સારુ આવો અંદર ચા કોફી પીએ, પણ ફેકટ્રી નો સ્ટાફ સમજણો હતો અને નીખીલ ની વાત ને ધ્યાન માં રાખી ને મને ફેકટ્રી ઓનર માનવા લાગ્યા. ત્યાર બાદ મારુ અને અંજના નુ સ્વાગત કર્યુ, હુ એને મેઇન ઓફિસ મા લઇ ગયો જ્યાં મારો મીત્ર નીખીલ હતો, અને નીખીલ ની ઓડખાણ કરાવી અને અંજના ની ઓડખાણ નીખીલ ને કરવાની, એટલે નીખીલે અંગુઠો મને દેખાડ્યો અને ઇશારો કર્યો કે ભાભી બોવ સારા છે અને તારા લાયક પણ છે, ત્યાર બાદ અમે બંને એ થોડી હસી મજાક ની વાત કરી ત્યાં અંજના એ મારા માઁ - બાપ વીશે પુછ્યુ એટલે મે કિધુ કે મારા માઁ - બાપ ગામડે રહે છે એમને શહેર ની હવા પાણી માફક આવતા નથી એટલે, અંજના બોલી તમે ગામડે જતા નથી ! મે કિધુ હા જઉ છુ ને, ત્યાર બાદ અંજના એના ઘરે જવા માટે નીકળી અને હુ બહાર એના સ્કુટર સુધી મુકવા ગયેલો, પણ ખોટુ છુપે છુપાઇ નહી અને ફેકટ્રી નો માલીક જે પંદર દાળે આવાનો હતો એ અચાનક આવ્યો પણ એ દિવસે હુ બહાર ગયેલો અને મહીના નો બીજો શનિવાર હોવાથી અંજના ના પપ્પા ને મને મડવા નુ મન થયુ એટલે અંજના પાસે થી ફેકટ્રી નુ એડ્રેસ લીધુ અને તેઓ ફેકટ્રી પર ગયા અને ઓફિસ પર જઇને પુછ્યું કે દિપક ક્યાં છે ? એટલે ફેકટ્રી ના અશલી માલીકે કિધુ કે કોણ દિપક વડિલ ! તમે કોની વાત કરો છો ! અરે દિપક ગઢવી આ ફેકટ્રી નો માલીક, ના ના વડીલ તમારી કાંઇક ભુલ થતી હશે કેમ કે આ ફેકટ્રી નો અસલી માલીક હુ પોતે છુ, ત્યાં અંકલ ગુસ્સા માં ઘરે પાછા આવ્યા ને અંજના ને રાડ પાડી ને બોલાવી એટલે અંજના આવી અને ફેકટ્રી મા જે કાઇ પણ બન્યુ એ બધુ અંજના ને કિધુ એટલે અંજના એ અફસોસ વ્યક્ત કરતા મને ફોન કર્યો અને બોલી હા જય માતાજી...ક્યાં છો તમે હે...હમણા ને હમણા તળાવ ની પારે આવો મારે તમારુ કામ છે,

એમ કહી ને ફોન મુક્યો અને મારી પેલા એ તળાવ ની પાર પર બેઠી હતી એટલે મે કાર સાઇડ માં પાર્ક કરી ને એની પાસે ગયો ત્યાં એ દુઃખી લાગતી હતી અને થોડોક ગુસ્સો પણ દેખાતો હતો, હુ ત્યાં પહચ્યો ત્યાં સટાક દઇને ગાલ પર તમાચો માર્યો અને રોઇ ને બોલી કે આવુ મારી સાથે કેમ નાટક કર્યુ, તમને ખબર છે આજે પપ્પા ને રજા હતી એટલે ફેકટ્રી પર ગયા હતા ત્યાં તારી જગ્યા પર કોક બીજુ એટલે કે અસલી માલીક હતો, અરે દિપક તે કિધુ હોત ને કે હુ ઝુપડા માં રહુ છુ તો મને કાંઇ વાંધો ના હોત, પણ આવુ નાટક કરવા ની તારે શી જરુર પડી, એટલે નીખીલ ની કિધેલી બધી વાત મે અંજના ને કરી એટલે અંજના એ કિધુ કે બધી છોકરીઓ સરખી ના હોય, એક વાર તમે સાચુ બોલ્યા હોત તો તમને હુ મુકી ના દેત, મને તમારા મન સાથે મેળાપ છે, તમારા સાથે પ્રેમ છે ના કે અમીરી થી, હવે પપ્પા ને કોણ સમજાવસે, કોણ કેસે હકિકત, ત્યારે હુ ગયો અંજના ના ઘરે અને અંકલ અને આન્ટી ને પગે લાગ્યો પણ અંકલ ને ખુબ જ ખોટુ લાગ્યુ હતુ, ત્યા મોટા અવાજે અંકલ મારી પર ગુસ્સો કરતા રહ્યા ને હુ અદબ વાળી ને નીચુ મોં કરી ઉભો હતો,

ત્યાં અંજના આવી અને અંકલ ને સાંત કર્યા અને બોલી કે પપ્પા એમા દિપક નો કાંઇ વાંક નથી, એ તો જેમ તમે કહો એમ એ કરે, એનુ મન બોવ પવિત્ર અને સાફ છે, એને મને ખોઇ બેસવાનો ડર હતો, એને એમ લાગતુ હતુ કે અમીર માણસ ને જ પ્રેમ કરવા નો હક છે કેમ કે અત્યાર નો કલયુગ પૈસા પાછળ પાગલ છે, પણ દિપકે મને ઓડખવામાં ભુલ કરી છે કેમ કે એની આંખ પર મારા મા સ્વાર્થ છે કે નઇ એ વહેમ ની પટ્ટી બાંધેલી હતી જે મે ખોલી નાખી છે અને હવે સંપુણ રુપે મારા છે, હુ લગ્ન કરીશ તો માત્ર દિપક ની હારે જ કરીશ, મન સાફ માણસો જગત માં અમુક ને જ મડે પપ્પા ! માટે તમે દિપક ને માફ કરો અને એમના માઁ - બાપ ને બોલાવો એટલે લગ્ન નક્કી કરીએ, અને આ બાજુ હુ અફસોસ કરતો હતો કે આવુ કરવા કરતા સાચુ બોલ્યો હોત તો અંકલ ની નજર માં સારો લાગ્યો હોત,

અંજના ને મારો બધો અફસોસ જાહેર કર્યો અને માફી માંગી ત્યાં અંકલ આવ્યા અને મારા માથા પર હાથ ફેરવ્યો અને બધુ ભુલી ને લગ્ન ની તૈયારી કરવા નુ કિધુ, પછી હુ રુમે ગયો અને નીખીલ ને બધી વાત કરી તો નીખીલે કિધુ કે આખરે જીત તારા સાચા મન ની અને નીસ્વાર્થ પ્રેમ ની થઇ છે, જા તારા બા બાપુજી ને લઇ આવ અને લગ્ન કરી ને જીવન ની સરુઆત કર,

હુ ગામડે ગયો અને માઁ - બાપ ને બધી વાત કરી અને શહેર હારે લઇ આવ્યો, મારા શેઠ ને પણ લગ્ન માં બોલાવ્યા, અને લગ્ન પર મારા શેઠે જાહેર માં મારા પ્રમોશન ની વાત કરી કે દિપક ને હુ મારા સો રુમ નો ઇનચાર્જ બનાવુ છૂ અને જામનગર માં મારી સૌથી વધુ કાર નુ વેચાણ કરવા બદલ દિપક ને રહેવા માટે હુ મારો એક 3 બી.એચ.કે ફ્લેટ એના નામ પર કરુ છુ,

આ સાંભળી ને મારા માઁ - બાપ ખુબ ખુશ થયા અને હારે બધા પણ ખુબ જ ગર્વ અનુભવવા લાગ્યા, ત્યાર બાદ ધીરે ધીરે અમારુ લગ્ન જીવન સફલ થવા લાગ્યુ અને અમે બંન્ને પણ ખુબ ખુશી થી રહેવા લાગ્યા......

જોયુ ને મીત્રો મારા પ્રેમ માં જુઠુ નાટક હતુ પણ નીષ્ટપાપ અને નીસ્વાર્થ ભર્યુ હતુ, જેમા અંટુટ વિસ્વાશ હતો, જો તમારો પ્રેમ સાચો હશે તો તમારે કોઇ પણ નાટક કરવા ની જરૂર નહી રે, પ્રેમ સાચા પ્રેમી નો સાથ કદાપી છોડતો નથી, પરંતુ સદા અમર કરી દે છે અને એક મીસાઇલ કાંઇમ કરી જાય છે.... અસ્તુ... જય માતાજી......

લેખક શ્રી,

દિપક ગઢવી

બીજા રસપ્રદ વિકલ્પો