સબંધો ૧૨.
🔺દ્રૌપદી ની વાત લઈએ કે, એનું અપમાન કરનારા એનાં પોતાનાં ઘરનાં લોકો હતા, દુર્યોધન અને દુઃશાસન, અને એનું માન ભંગ કરવાની કોશિશ જૈયદ્રાર્દ એ કરી હતી.
⏳અને ઘણી સ્ત્રી નાં જીવન માં એમને આવા ઘરનાં લોકો નો સામનો કરવો પડતો હોય છે. એ સ્ત્રી નાં જીવન માં જ્યારે જૈયદ્રાર્દ જેવા લોકો ભટકાય ત્યારે ઘણી સ્ત્રી ઓ ને ચૂપ કરાવી દેવામાં આવે છે કે ઘરની વાત બહાર નાં જવી જોઈએ. ત્યારે મજબૂરી નું નામ મહાત્મા ગાંધી બની જવું પડતું હોય છે સ્ત્રીઓ ને! બહાર દુનિયા દેખાવ માટે બધું બહુજ પરફેકટ હોય છે. અને એ સબંધો અંદર એટલાં ખોખલા હોય છે.
જ્યારે આવી કોઈ પરિસ્થિતિમાં કોઈ સ્ત્રી હોય અને એનાં ઘરવાળા એનો પતિ પણ એણે ચૂપ રહેવા સહન કરવાં મજબૂર કરે તો એ સ્ત્રી એ શું કરવું જોઈએ.
▪️ ચૂપ રહેવું એટલે ચૂપચાપ પોતાનું અપમાન સહન કરી લેવું. અને ગીતા માં લખ્યું છે, સહન કરે છે એ પણ ખોટું છે, અને ત્રાસ આપે એ પણ ખોટું છે.
▪️પોતાનાં સન્માન માટે લડવું, એ સ્ત્રી નો જન્મ સિધ્ધ અધિકાર છે. અને પોતાનાં માન સન્માન ની રક્ષા કરવી એ સૌથી પહેલા આપણાં હાથ માં છે.
▪️તમારા નજર સામે કંઈ ખોટું થઈ રહ્યું છે, તો અસ્વીકાર કરો, અને ખોટાં ની સામે ક્યારે પોતાની જાત ને નઈ જુકાવો.
▪️જ્યારે આવા ઘરેલું ઇસ્યૂ બહાર આવે છે, ત્યારે સૌથી પહેલાં તમને એમ કહીને ચૂપ કરાવવામાં આવે છે, કે લોકો શું કહેશે? તો ભાઈ જેણે ખોટું કર્યું છે, જેણે દુઃસાહસ કર્યું છે ,કોઈ સ્ત્રી નું માન ભંગ કરવાનું , એણે કોઈ શરમ નથી!એણે દુનિયા નો કોઈ ડર નથી કે મે કઈક ખોટું કર્યું છે. તો તમારે શા માટે ડરવાનું! સાચું બોલવામાં શાનો દરે, પોતાનાં માટે લડવું પોતે પડે છે, કોઈ સાથ નથી હોતું ક્યારે તમારી આત્મસન્માન ની લડાઈ માં, તમારા ગૌરવ ની લડાઈમાં, તમારું સર્વસ ફકત ને ફક્ત તમારા હાથ માં છે.
🔻ક્યારે વિચાર્યું છે, ખોટું કરવા વાળા લોકો ડરતા કેમ નથી ? એ લોકો એટલાં માટે નથી ડરતાં કે એમણે ખબર છે, સ્ત્રીઓ ચૂપ રહેશે, લોકો શું કહેશે આ એક વિચાર થી એ ક્યારે એમનાં મૌન ને નહિ તોડે. તો શીખો તમારા મૌન ને તોડતાં કારણકે બીજું કોઈ તમારા માટે આ નહિ કરી શકે.તમારે જાતે પોતાનાં માટે લડવું પણ પડશે અને જીતવું પણ પડશે.
▪️ જ્યારે કોઈ પહેલી વાર તમારા જોડે અભદ્ર વ્યવહાર કરવાની ચેષ્ઠા કરે છે, ત્યાં એણે રોકી દો અને સમજાવી દો કે જો એ વ્યકિત, બોલવાથી આગળ વધ્યો તો એનું પરિણામ સારું નહિ આવે.
⏳સ્ત્રી ઓ ને બહુ ખોટું શીખવામાં આવે છે.કે ...
▪️ તું સ્ત્રી ની જાત છે, આવી રીતે જોરથી તો કંઈ હસાતું હશે.
▪️ તું સ્ત્રી નું જાત છે, આવી રીતે જોરથી બોલાય તું હશે.
▪️તું સ્ત્રી ની જાત છે, આવી રીતે તો કઈ બેસતું હશે.
▪️તું સ્ત્રી ની જાત છે , આવી રીતે તો કઈ ખવાતું હશે...
આનાથી વધારે અનેક ઉદાહરણ તમે સમજી શકો છો.જ્યારે સમાનતા ની વાતો કરો છો, ત્યારે આ શબ્દો બોલવામાં ક્યાં આવે છે. અને જો સમાનતા માં વિશ્વાસ છે તો પછી કેમ હંમેશાં સ્ત્રી ઓ ને લેબલ લાગવા માં આવે છે કે " તું સ્ત્રી જાતિ છે."
▪️ નીકળો ખોટાં લેબલ માંથી બહાર અને પોતાની જાત ને એટલી સ્ટ્રોંગ બનાવો કે, આવા લોકો જોડે ડીલ કરવું, તમારા માટે એક નોર્મલ વાત બની જાય. લોકો સબંધો ની દુહાઈ આપશે, કે સબંધ બગડી જશે, એ સબંધ શું મતલબ નો કે જેમાં તમારૂ સન્માન જ નાં હોય.
⏳ સમજવાની વસ્તુ બહુજ સહેલી છે કે...
▪️ દ્રૌપદી ને પાંચ પતિ હતા, અને પાંચે શક્તિશાળી હતાં, એમને કોઈ હરાવી નાં શકે, તો પણ એ પાંચ પતિ પોતાનાં પત્ની ની રક્ષા નાં કરી શક્યા. અને પોતાનાં જીવન ની એ કઠિન લડાઈ માં દ્રૌપદી એકલી હતી, અને એ પરિસ્થિતિ સાથે એણે એકલાં લડવું પડ્યું હતું.જીવન માં કોઈ પણ પ્રકાર ની મુશ્કેલી હોય , આપણે જાતે જ આપણાં જીવન રથ નાં સારથી બની ને જીવન માં નિર્ણયો લેવા પડતા હોય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ની લાજ સાચવી લીધી. તમારા જીવન માટે દ્રૌપદી અને કૃષ્ણ તમારે પોતે જ બનવું પડશે.
⏳લડતા શીખો સામે કોઈપણ સબંધ હોય ! પોતાનાં સન્માન અને ઈજ્જત માટે, પોતેજ નાં બોલતાં શીખવું પડશે, કાયદા થી કે બીજી રીતે સમજાવવા ની રીતે, પોતેજ પોતાની લડાઈ લડવી પડશે.