Sambandho - 3 books and stories free download online pdf in Gujarati

સબંધો - ૩

શું સબંધો હંમેશા બે બરાબરી વાળા લોકો માં થવા જોઈએ.?

🔹 સંબંધો હમેશાં બે બરાબરી વાળા લોકો વચ્ચે થાય છે. પણ હવે સમાજ માં છોકરીઓ ની અછત થવા લાગી છે. છોકરાઓ ઘણાં છે અને અે રીતે છોકરીઓ નથી સમાજ માં.
આવી પરિસ્થિતિ શાં માટે આવી છે. ખબર છે? આ વસ્તુ માટે આપણે કોણે દોષ આપી શકીએ? એક સ્ત્રી ને કે પછી એક પુરુષ ને?? આમાં દોષ છે માનસિકતા નો કે છોકરી ની જરૂર નથી. પરંતુ ઘર નાં દીકરા માટે વહુ ની જરુર છે. પણ પોતાને દીકરી નાં જોઈએ. તો સમજો તમારે દીકરી હશે તો વહુ આવશે, બધાં આવી વિચારસરણી થી ચાલવા લાગશે તો નોબત તો આવી જ સર્જાશે.

🔹આવી પરસ્થિતિમાં થોડાં પૈસાવાળા લોકો હવે મિડલ ક્લાસ પરિવાર ની દીકરી ને વહુ બનાવવા તૈયાર થાય છે.અહીંયા થયો કરાર વાળો સબંધ. આ સબંધ માં કોઈ પણ પ્રકારની બરાબરી તો છે જ નહિ. આવા સબંધો માં અમુક પૈસાવાળા લોકો ખરેખર સારા માણસો નીકળે છે જે વહુ ને દીકરી ની જેમ રાખે છે.અને અે ગરીબ ઘરની દીકરી નું જીવન ખરેખર સાચા અર્થમાં બદલાઈ જતું હોય છે.

🔹 હવે આપણે વાત કરીએ સિક્કા નાં બીજી બાજુની ! જ્યાં બીજી બાજુ નાં લોકો વહુ ને વહુ ની રીતે પણ અપનાવી નથી શકતાં.અને એના જોડે પારકા લોકો કરતાં પણ ખરાબ વર્તન કરે છે. આવી સથિતિમાં અમુક વહુ જેને જવાબ આપતાં કયા માણસ ને કઈ રીતે હેન્ડલ કરવું અે આવડે તો આવા લોકો પર એક માણસ ભારે પડી જાય છે. પરંતુ જો વહુ ખરેખર સીધી સાધી માણસ છે તો એનું જીવન ખરાબ બની જતું હોય છે.

અમુક લોકો વહુ ને બધી રીતે પરેશાન કરે માનસિક શારીરિક અને આવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ સ્ત્રી પાસે કોઈ આધાર નાં હોય કોઈ સાથ આપનાર નાં હોય ત્યારે અે આવી બધી સ્થિત સાથે લડે છે. અને આવા માણસો પરિસ્થિતિ અને નસીબ સાથે સમાધાન કરીને એક દિવસ સુખ મળશે એવી હકારાત્મકતા રાખીને પોતાનું જીવન વ્યતીત કરે છે.

પછી અમુક લોકો એવા હોય છે જે સમજે છે પોતાની જાત ને કે સક્ષમ છે, પોતાના જાત માટે! અને આ સ્ત્રી લડવા માગે છે પોતાનાં આત્મ સન્માન માટે. આપણે એક સ્થિતિ લઈએ કે કોઈ પણ કારણે પતિપત્ની ને બોલવાનું થાય છે. અને પતિ કહે છે ચાલ નીકળ મારા ઘરેથી. તો શું અહીંયા સ્ત્રી ને પોતાના આત્મ સન્માન માટે લડવું જોઈએ કે નાં લડવું જોઈએ. સ્ત્રી કોઈ માન નથી રહેતું કે જ્યારે અે આવા લોકોના ઘરની વહુ બને છે. આ તો ફક્ત એક ઉદાહરણ હતું.પરંતુ મારું માનવું છે કે સ્ત્રી હોય કે પછી પુરુષ પોતાનું આત્મ સન્માન બન્ને લોકો માટે કોઈપણ માણસ માટે સરખું જ હોય છે.

સ્ત્રીઓ ને પુરુષ પાસેથી બહુ નાની આશાઓ હોય છે, જ્યારે પુરુષ ને સ્ત્રીઓ પાસેથી આશાઓ બહું મોટી હોય છે.સ્ત્રી ને જોવે છે થોડો પ્રેમ થોડી કદર અને એમનાં સન્માન ને પતિ કોઈ ઠેસ નાં પહોંચવા દે

⚜️ અે એક માણસ પાસેથી સ્ત્રી અને પુરુષ બંને ની એક જ અપેક્ષા હોય છે કે .....

🔹જ્યારે બધાં એમનો સાથ છોડી દે ત્યારે અે બંને એકબીજા સાથે રહેવા તૈયાર હોય..
🔹જ્યારે કોઈ અે લોકો પર ભરોસો કરે નાં કરે પરંતુ એમના જીવન સાથી એમનાં પર ભરોસો કરે...
🔹 આ જીવન સાથી કોઈપણ પરિસ્થિતિ કેમ નથી હોતી, તમારો હાથ ક્યારે નાં છોડે.

જે પોતાના અપાયેલા સાત ફેરા નાં હર એક વચનો નિભાવે. આટલું પરફેક્ટ તો કોઈ હોઇ જ નાં શકે એટલે થોડું ઘણું બને ચલાવી લે તો ચાલે.

🔸 ઘણાં લોકો બહું નાની નાની વાત માં આર્ગુમેંટ કરતાં હોય છે. એમની સમજણ કદાચ અોછી હોય છે. પણ જ્યારે પરિસ્થિતિ એવી સર્જાય કે બને માંથી એકપણ પોતાની જીદ અને અહંકાર ને છોડવા તૈયાર નથી તો, આવી સ્થિતિમાં કોઈ પણ બે વ્યક્તિ ને એકબીજા પર થોપી દેવી ખોટું છે.

🔸લોકો ના વિચાર અે દિશા પર ચાલે છે કે સમાજ શું કેશે, લોકો શું વાતો કરશે, લગન તો હમણાં થાય છે.એટલો સમય પણ નથી થયો. બે માણસ વચ્ચે જ્યારે લગ્ન જેવો કોઈ સબંધ છે નહિ, સમાજ ની દ્રષ્ટીએ લોકો ની નજર માં મજાક નાં બનીએ આવી સોચ વિચાર માં બે લોકો ને એકબીજા પર થોપી દેવા તો ખોટા છે.

સમજવાની વસ્તુ અે છે, જો બંને સમજદાર હોત અને જો બંને માંથી એકપણ વ્યક્તિ હર વસ્તુ ને જતું કરી શકતો હોત. મન મોટું રાખીને સાચા હૃદય થી માફ કરી શકતો હોત. તો કદાચ આવા લગન નાં બચવાના ચાંસ હોઈ શકે. એટલે કે તમારા સબંધો તમારી સમજદારી પર ટક્યા હોય છે. કોઈ પણ પરસ્થિતિ નો દોષ નાં તમે પોતાનાં માતાપિતા ને ઓઢાળી શકો નાં તો નસીબ ને!

કેમ માણસ પોતે પોતાની ભૂલો નથી માનતો. અને પોતાનાં લીધેલાં નિર્ણયો જ્યારે સાચા પડે કે ખોટાં એની જવાબદારી લેતા શીખો. અને જો કોઈપણ વસ્તું ની જવાબદારી લેતા શીખી ગયા અને બીજાને દોષ આપતાં ભૂલી ગયા તો સુખી થઈ જશો.

🌺 માતાપિતા તમને છોકરી બતાવે છે, અમુક માતા પિતા દીકરાઓ ને કે છે કે જોવો છોકરી કેવી છે.મારું કહેવું છે કે માતા પિતા માટે કે , છોકરી કેવી દેખાય છે અે જોવું પણ ખોટું નથી પણ સૌથી વધારે જરૂરી છે, છોકરી કેવી છે, હવે આ વાત હું છોકરા માટે પણ સરખી કહીશ. બંને નાં માતાપિતા અે કહેવું જોઈએ આ છોકરી છે અને આ છોકરો છે, હવે તમે મળો વાતો કરો, તમને બંને ને યોગ્ય લાગે તો સગાઈ અને લગન નું વાત વિચારીશું. હવે અહીંયા આવશે ભરોસા ની વાત જ્યારે બે પરિવાર એક બીજા ને સારી રીતે જાણે છે પારખે છે. તો છોકરી વાળા ને ડર નાં હોવો જોઈએ કે સામેવાળો છોકરો ખોટો હોઈ શકે. થોડી છૂટ આપશો તો માણસ પોતાની રીતે સામેવાળા ની ટેસ્ટ લઈને એને હા કે નાં કહે. બીજું બધું પારખી લીધા પછી પણ અમુક લોકો નાં જીવન માં છૂટા છેડાં નાં સંજોગ બને છે. આવી સ્થિતિમાં દોષ પોતે જાતે લેતાં શિખજો. માતાપિતા રાહ ચીંધે છે. ફાઈનલ નિર્ણય હંમેશા તમારો હોય છે.

જીવન માં જે પણ બને છે લગન થી જોડાયેલું કે પછી બીજી રીતે પરંતુ માણસ બીજા નાં માથે દોષ ઢોળી દેતાં શીખ્યો છે. પોતાની જાત ને સક્ષમ બનાવો એટલી કે જાતે નિર્ણય લઈ શકો એને છેવટે પરિણામ કોઈ પણ આવે વટ થી કહી શકો કોઈ ને દોષ આપ્યા વગર મારી ભૂલ હતી.

સંબંધો ત્યારે ટકવાના જ્યારે માણસ ની આપસી સમાજ અને વિચારો એક બીજા જોડે મળશે. જ્યારે બધા લોકો એક બીજાની કદર કરશે.એક બીજા પ્રત્યે માન સન્માન અને આદર ની ભાવના રહેશે. અને કંઈ પણ પરિસ્થિતિ માં માણસ માણસાઈ ના ભૂલે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED