Relationship - 2 books and stories free download online pdf in Gujarati

સબંધો - 2

🌹 આપણે સબંધો ને જાળવી રાખવા માગીએ છે ? પણ શું આપણે જાળવી શકીએ છે? અને જો નથી જાળવી શકતાં તો એનું કારણ આપણે ક્યારે પણ સમજવાની કોશિશ કરી છે ખરી !🌹

🌾દામ્પત્ય જીવન થી ડર લાગે છે ? અમુક લોકો ને અને અમુક લોકો દામ્પત્ય જીવન સાથે જોડાયેલી જવાબદારી ને લેવાં નથી માગતાં હોતાં.અમુક લોકો બસ લગ્ન કરવાં પડે એટલે કરી નાખે છે, અને અમુક લોકો ફક્ત પોતાની શરીર ની જરૂરિયાત માટે લગ્ન કરે છે.
અમુક લોકોને પોતાનાં માતાપિતા નાં દબાવ માં પરણવું પડે છે.જે પણ સબંધ દબાવ ને કારણે બંધાયો હોય છે તેનો અંત બહુ જલદી આવે છે. આજકાલ આપણને આપણા સમાજ માં સૌથી વધારે છૂટાં છેડાં જોવા મળે છે. દેશ અને દુનિયા નો આંકડો જાણી લેવો અનિવાર્ય નથી. પરંતુ અનિવાર્ય છે, આપણા સમાજમાં આપણાં નજીકના સબંધો માં એવું થાય છે. ક્યારેક વિચાર કરીએ છે, કેમ આવું થાય છે?

🌾 દામ્પત્ય જીવન ને લઈને લોકો અે ખોટી માનસિકતા બેસાડી દીધી છે કે તે બોજ છે ! અહીંયા ફક્ત દામ્પત્ય જીવન ની વાત કરીશ. આપણે પણ ઘણા લોકો નાં કિસ્સા સાંભળ્યાં હોય છે કે છૂટાં છેડા કેમ થાય છે !! કોઈને પણ અધિકાર નથી કોઈના અંગત જીવન ને લઈને ટિપ્પણી કરવાનો તેમ છતાં પણ લોકો અે માણસ ને સવાલો કરે છે કે જાણે કોઈ ગુનો કર્યો હોય !!


♥️કોઈ પણ સબંધ પ્રેમ થી જોડાયેલો હોય છે ! દરેક સબંધ માં પ્રેમ છે,ફક્ત અે પ્રેમ નાં નામો અલગ અલગ સંબંધ ના રુપે હોય છે. ♥️

🌾દામ્પત્ય જીવન કેમ વિખરાય છે ? અને નાં વિખરાય એના માટે નાં કારણો જાણો છો??

❣️ સંબંધ કોઈ પણ હોય અે ત્રણ કારણે ચાલતો હોય છે.

૧. સંબંધ ને જાળવવી રાખવાની જવાબદારી બંને તરફથી હોવી જોઈએ.

૨. સંબંધ માં બંને લોકો ને એકબીજાં પર ભરોસો હોવો જોઈએ.

૩. સંબંધ માં બંને લોકો ને એક બીજા માટે આદર હોવો ખૂબ જરૂરી છે.


કોઈ પણ સબંધ હોય પણ જો આ ત્રણ પરિબળો ના હોય તો ના ટકી શકે !!

દામ્પત્ય જીવન માં પ્રવેશ કરતાં પહેલાં તમને તમારો જીવન સાથી કેવો છે અે જાણવાનો મોકો મળે છે, બંને સાથે હરો-ફરો છો!એકબીજાને સમજવાની કોશિશ કરો છો અને સમજો છો, અને પછી જ્યારે બંને લોકો ને યોગ્ય લાગે કે હવે દામ્પત્ય જીવન માં અમે પ્રવેશ કરી શકીશું પછી જ તમે લગ્ન કરો છો..

લગન પછી જ માણસ ની સાચી કસોટી જિંદગી કી...શરૂ થાય છે અને કોણ કેટલું સમજદાર માણસ છે તે ખબર પડે છે.. દામ્પત્ય જીવનમાં શરૂવાત માં બધાને કંઈ ને કંઈક પ્રોબ્લેમ રહે જ છે.

🔶 પહેલાં તો તમારે તમારા જીવન સાથી ને કોઈ પણ શરતો વગર જેવો કે જેવી છે તે જ રીતે અપનાવવો જોઈએ.🔶

તમારે તમારા જીવન સાથી માટે અમુક વસ્તુઓ એકબીજા માટે કરવી જ પડે છે. જેમ કે..

🔸 પૂરેપૂરી છૂટ આપો, એણે જે કરવું હોય એના માટે.
🔸તમારે શરતો વગર એકબીજા ને અપનાવવા અનિવાર્ય રહ્યા. જેમ કે માણસ ની આદતો, એનું વાણી વર્તન, એની પર્સનાલિટી !
🔸જતી કરવી પડે તમારે તમારી આશાઓ ને.
🔸બે માણસો સાથે રહેવાનું શરૂ કરે ત્યારે બધી રીતના બદલાવ આવશે જીવનમાં, તમે જેમ ચલવતા હતા તમારા રૂમ ને તે કદાચ ના પણ ચાલે, બદલાવ માટે તૈયાર રહો.

🔶 હવે આપણે વિચારીએ કે આવું બધું સામેવાળા આપણા માટે કરે? જો આપણે આશા રાખી શકીએ છે, તો આપણે પણ એવું વર્તન સામેવાળા જોડે કરવું અનિવાર્ય રહ્યું.🔶

❣️જીવનમાં બંને લોકો અે, નાના મોટા સમાધાન એકબીજા માટે કરવા રહ્યા.❣️મીનીમમ તો એકબીજાને સહન કરવું પડશે, તમારી મરજી નું બધું થાય અે નાં હોઈ શકે.

જેમ કે.... આટલું તો કરવું જ જોઈએ.

🔸એક બીજા નાં અને પોતપોતાના સાવસ્થ નું ધ્યાન રાખવું જોઈએ.
🔸પોતાના સાસુ સસરા ને આદર આપવો જોઈએ.
🔸 ઘણી વાર ઘર નું લાઈટ બિલ છે, હવે બધું ઓનલાઇન છે, તો આવા નાના મોટા કામ આપણે જાતે કરી લેવા જોઈએ.
🔸 આવાં ગણા નાના મોટાં કામ નાં ઉદાહરણ આપી શકાય છે. અને આપણે જાતે પણ સમજી શકીએ એવા કેટલા કામ આપણે કરી શકીએ.
🔸બંને લોકો અે સવારે સમયસર વહેલા ઊઠી જવું જોઈએ.
🔸ક્યારે પણ એકબીજાને ખોટું ના બોલવું જોઈએ.
🔸તમે કોઈ કામ કરવાનું વચન આપી ચૂક્યા હોય તો, અે કામ આપણે જાતે કરવું જોઈએ, અે પણ સમયસર.પોતાના વચન ની કિંમત પોતાને જાળવતા આવડવી જોઈએ.
🔸ઘરમાં ક્યારે પણ ઘરમાં અનાજ નો એક દાણો પણ વેસ્ટ નો જવો જોઈએ.
🔸 ક્યારેક પણ પબ્લિક સામે એકબીજા ને અપમાનિત ના કરવા જોઈએ
🔸વધારે નહીં તો લોકો જોવે છે ત્યાં નાં લડવું જોઈએ.
🔸જાણી જોઈને એકબીજા ને નારાજ નાં કરવા જોઈએ.

🔶 આટલું તો બંને એકબીજા માટે કરી જ શકે.🔶

🌾પણ થાય છે, શું ? આપણે એક અહંકાર લાવીએ છે, હું શું કામ કરું ! કેમ જે સબંધ માં કોઈ પણ જાતનો અહમ્ નાં આવવો જોઈએ તેમ છતાં ત્યાં અહમ આવે છે, અરે જે વાત પ્રિયજન ને કહેવાની હોય અે તમે બહાર જઈને દસ માણસ ને કહી દો છો.એના કરતાં શાંતિ થી તમારા મન ની વાત એને જ કહો ને જેનાથી ફરિયાદ છે તમને કશી !. પારકા લોકો ને તમે જાતે પોતે વચ્ચે લાવો છો. પછી, જ્યારે અે લોકો કઈક કહેવા આવશે તમારા વચ્ચે ત્યારે તમે કહેશો અમારી વાત છે, બે માણસ ની. પહેલેથી એવું કરવાનું શું કામ કે બે વચ્ચે પાડોશી ભાવ ભજવે.

🌾 સબંધો માં કોઈ નિયમો નો હોય,તમારે સમજવાનું છે કે તમારે શું કરવાનું છે. બાકી સમજદારી નથી એવું પણ નથી હોતું પરંતુ પોતાનું આધિપત્ય બનાવી રાખવા, નાં બધાના નાટક હોય છે. અમુક લોકો હોય છે, dominating Nature ના આવા લોકો હંમેશાં પોતાની મરજી નું તમારા પાસે કરવી ને જ રહે છે.

🌾તમે કોઈ પણ ને ખુશ રાખી નઈ શકો, નહિ તો ખુશ કરી પણ નઈ શકો. કારણ કે તમે આવા બનવા જતા એક કતપૂતળી બની જશો. જીવનમાં જે માણસ પોતે ખુશ નથી, અે બીજાને ખુશી પ્રદાન કરી નાં શકે. અે પોતે દુઃખી છે, તો અે બીજા સામે જોઇને હસી પણ નઈ શકે.જીવનમાં આપણે બીજા માટે પોતાના અસ્તિત્વ નો ત્યાગ નથી કરવાનો, પરંતુ સામેવાળા નાં અસ્તિત્વ જે છે, જેવું છે એણે અપનાવી લેવાનું હોય છે.

વાચવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો.😍🌹🤟🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED