સબંધો ૯
પ્રેમ કે પછી પસંદ!
💞પ્રેમ અને પસંદ નો ફરક શું છે. એ ફરક મને બહુ નાની ઉંમર માં સમજાઈ ગયો હતો. મારી નાની ને ગુલાબ નાં અને મોરગા નાં ફૂલો વાવવાની આદત હતી, અને મને એ ફૂલો ને તોડીને પોતાના પાસે રાખવાની આદત હતી. પછી ફૂલ કરમાઈ જાય એટલે ફેકી દેવનાં, તો નાની એ મને કીધું કે કેમ ફેકી દીધું ફૂલ તો મે કીધું કે કરમાઈ ગયું છે, તો નાની એ સમજાવ્યું કે હવે તને સુગંધ નથી આપતું એટલે, તો મે કીધુ હાં! તો ફૂલ પાસે રાખવું મારી પસંદ છે, અને થોડા સમય પછી મને નઈ ગમે એ ફૂલ. અને નાની એ સમજાવ્યું કે જો આપણો બગીચો રોજ સુગંધ આવે છે ફૂલોની.
💕બીજું એક મારા જીવન માં વક્યાત બન્યું કે, હું ઉનાળામાં ઘરે હોઉં, રજાઓ હોય મે સ્કુલ માં એટલે! તો ત્યારે ઘરમાં ઘઉં સાફ થતાં હોય, અને મે નવું મિત્ર બનાવ્યું ચકલી નું બચ્ચું! તો ચકલી મે હું લોટ ખવડાવતી, એનું ધ્યાન રાખતી પાણી પીવડાવી હતી, પરંતુ ગરમી બહુજ હતી અને ચકલી મરી ગઈ મારી, અને હું બહું રડી હતી. પછી બીજી ચકલી આવી એણે બી મે પ્રેમ થી રાખી, અને મોટી થઈ ને એ ઉડી ગઈ, હું બહુજ રડી અને મમ્મી ને કીધું એ મને છોડી ને જતી કેમ રહી. મમ્મી એ કીધું એ પક્ષી છે, એણે આકાશ માં ફાવે જેમ તને આ ઘરમાં ફાવે. પછી પાછી ચલકી આવી અને મારી એક બહેનપણી હતી એણે મને સલાહ આપી આપણે એની પાંખો કાપી નાખીએ, એ ઉડી નહિ શકે. મને એ વાત નાં ગમી હું એને તકલીફ નાં આપી શકું, ભલે એ મારા પાસે રહે નાં રહે! પછી મારી બેનપણી એ એની પાંખો કાપી અને મારો અને એનો જગડો થયો. અને મમ્મી એ મને સમજાવ્યું કે આપણે કોઈને એની મરજી વગર આપણાં પાસે નાં રાખી શકીએ, મમ્મી એ મને સમજાવ્યું કોઈ તારા પગ કાપી નાખે તો, પછી મને એક વસ્તુ સમજમાં આવી કે જેનાથી આપણને પ્રેમ થઈ જાય એ પશુ હોય કે પંખી હોય કે પછી માણસ એટલું અટેચ નઈ થઈ જાઉં કે એના વગર રહી ન શકાય. અને બીજું કે બધી વસ્તુ બહુજ સમય પૂરતી છે આપણાં જીવન માં! કોઈ પણ વસ્તુ માણસ એક જેવો આપણાં જોડે ક્યારે રહી નઈ શકે.
💞એટલે મને ક્યારે કોઈના થી અતેચમેન્ટ થતું નહિ, મારા જીવનમાં બધું હું સ્વીકારી લેતી હતી. અને પોતાની જાત સાથે ખુશ રહેવાનું મે બાળપણમાં શીખી લીધું હતું. જેમ જેમ આપણે વાસ્તવિકતા ને અપનાવતા જશું ને એમ આપણાં જીવન માં મુસીબત નામનો રસ્તો બંધ થતો જણાશે.આપણે શું કરીએ છે, આકર્ષક દેખાતી વ્યક્તિ આપણને ગમે છે અને એ વ્યક્તિ જોડે તમે અટેચ થઈ જાઓ છો, અને તમે એ સમજી પણ નથી શકતા કે એ ફક્ત પસંદ છે, પ્રેમ નથી. કારણ કે કોઈ નું અટેંશન આપણાં પર રહે એ માટે તમે કોઈને સતત મેસેજ કર્યા કરો, કોઈને તમે કોલ કર્યા કરો, અને એ માણસ ને ફોકટ માં માનસિક ત્રાસ આપી રહ્યાં છો તમે, પણ જો તમે એ વ્યકિત થી પ્રેમ છે તો તમે શું કરશો, એ વ્યક્તિ જ્યારે તમને કહેશે કે તમારો પ્રેમ એકતરફી છે, તો તમે જીવન માં આગળ વધશો, અને એ માણસ ને ક્યારે કોઈ મેસેજ કે કોઈ કોલ નહીં કરો. કારણ કે તમે એણે કોઈ તકલીફ આપી જ નાં શકો.
💞લોકો નાં જીવન ની મુસીબત એ છે કે એ લોકો એક માણસ પાછળ પોતાનો ખોટો સમય બગાડે છે. પોતાની લાગણી ઓ ની મજાક બનાવે છે, એવા વ્યક્તિ માટે જે વ્યક્તિ માં જીવન માં તમારૂ અસ્તિત્ત્વ ઝીરો છે.પોતાને એટલી હદે કમજોર બનાવી દે છે કે એ પ્રેમ માં ભિખારી પણ બની જાય છે અને ભીખ પણ માંગવા માંડે છે પ્રેમ ની! પરંતુ એ સમજો કે તમારો પ્રેમ એના તરફ સાચો છે પરંતુ જો એક તરફી છે તો બધું ભૂલી ને આગળ વધો.
🔺બીજું કે અમુક લોકો નાં જીવન માં પ્રેમ છે બન્ને તરફથી પણ, એ પ્રેમ જો ખોટો છે,તો એ લાગણી તમને ફક્ત ને ફક્ત તમને દુઃખ આપે છે, જ્યારે કોઈ તમારું અપમાન કરે તો સમજી લેજો, કે જે વ્યકિત તમારું માન નથી કરી શકતો એ વ્યકિત તમને પ્રેમ શું કરવાનો. અને માન અને સન્માન વગર તો કોઈના પણ જીવન માં રહેવું નહિ.
🔻બહુ નાની નાની બાબત થી તમે સમજી શકો છો કે કોઈ વ્યકિત ને ખરેખર તમારી કદર છે કે નહિ. જેમ કે કોઈ વ્યકિત સતત તમને તમારાં શરીર કે રૂપ રંગ ઉપર કોમેન્ટ કરે છે તો ભાઈ એ વ્યકિત તમારી જરા પણ સન્માન નથી કરતો, અને કદર પહેલાં તો સન્માન આવે ને!
🔺પછી કોઈ વ્યક્તિ જો તમને બધાની વચ્ચે ઊંચા અવાજે બોલે, તો બી સમજી જાઓ તમારું શું અસ્તિત્ત્વ છે એ વ્યકિત નાં જીવન માં!બીજી ઘણી બાબત છે કે એ વ્યકિત તમને કઈ રીતે ટ્રીટ કરે છે, એની બોલવાની ટોન તમારા તરફ કેવી છે, રૂડ છે સોફ્ટ છે કે બધું કોકટેલ છે. કે હંમેશાં બસ નીચું બતાવવાનું વર્તન છે. માણસ ની વાણી અને વર્તન એના જીવન માં તમારું સ્થાન શું છે એ કહી દે છે.