sambandho - 7 books and stories free download online pdf in Gujarati

સબંધો - ૭

સુંદરતા....

💞આ સુંદરતા એટલે શું ? આકર્ષક મનમોહક દેખાય એટલે એ સુંદર સાદી ભાષા માં જોવા જઈએ તો!
પણ વાત જ્યારે વ્યક્તિ ની સુંદરતા ની આવે છે,ત્યારે શું જોશો તમે . એષી ટકા લોકો ચહેરો જોશે, કેવો લાગે છે, બીજું એનું શરીર આકર્ષક છે કે નહિ, અહીંયા તમારા ખતમ થઈ ગઈ બધી વાત, મળી ગઈ તમને જોયતી સુંદરતા.

💕તો ચાલો આપણે જઈએ સાચી સુંદરતા ની વ્યાખ્યા ની તરફ! સુંદરતા ક્યારે મન ની નાં જોઈ શકાય, એટલે સાચી સુંદરતા એજ હોય છે, કે કેવું છે તમારું મન, કેવું છે તમારૂ હૃદય, કેવા છે એનાં વિચારો, કેવું છે એનું આચરણ.

💞વ્યક્તિ ની સુંદરતા માં આપણે શું જોશું? ઉપર પ્રમાણે જો તમે કોઈપણ વ્યકિત નાં બાહરી દેખાવ ની ઊપર મોહીત થઈ ગયા તો, જીવન ભર પસ્તાવાનો વારો આવશે ચોક્કસ.

💕વ્યકિત નાં ગુણો જૂવો, એ કેટલો સભ્ય છે.એની વાત કરવાની શૈલી માં કેટલી નમ્રતા છે. એનો સ્વભાવ કેટલો સરળ સીધો છે.
વ્યક્તિ નાં અંદર ક્યાં ગુણો છે, એ તો કોઈ ક્યારે જોઈ નથી શકતું, હા એ વાત સાચી કે સર્વગુણસંપન્ન તો કોઈ હોઈ નાં શકે, એટલે જીવન માં થોડું ઓગણીસ વીસ ચલાવું રહ્યું.

💞પરંતુ વ્યક્તિ માં આપણે બહાર નાં દેખાવ માં એટલાં અંજાઈ જઈએ છે કે એની અંદર રહેલી સુંદરતા કેવી છે એ જાણવાનું ક્યારે મન થતું જે નથી.જ્યારે તમે એ તમારા હિસાબે સુંદર વ્યક્તિ તમને મળી જાય છે, અને એના સાથે થોડો સમય વ્યતિત કરો છો, એણે સમજવાની કોશિષ કરો છો, ત્યારે પણ તમે એની સુંદરતા માં એટલાં મગન થઈ ગયા હો છો કે, એની વાસ્તવીકતા ને તમે ઈગનોર કરવાં માંડો છો. ધીમે ધીમે જેટલી વાસ્તવીકતા તમે અવોઈડ કરી છે, એ જ્યારે અણુબોમ્બ ની જેમ ફૂટે છે, ત્યારે તમે પોતાની જાત ને કોસવા માંડો છો, કે મે આ શું કરી નાખ્યું.
કેમ હું એ વ્યકિત નો અસલી ચહેરો જોઈ નાં શક્યો.

💕ભગવાન આપણને ચેતવે છે, સંકેત પણ આપે છે, પરંતુ આપણે એ સંકેત ને સમજી નથી શકતાં. સુંદરતા નું મોહીની બાણ થી તમે ગયાલ થઈ ગયા હો છો. જીવન માં હંમેશાં સચેત રહેવું જોઈએ, પોતાનાં સમક્ષ બનતી વસ્તુ ને જ્યારે તમે ઈગનોર કરો છો, ત્યારે પસ્તાવા સીવાય તમારાં પાસે કઈ શેષ બચતું નથી.

💞એટલે જીવન માં હંમેશાં મોહ ને બાજુમાં મૂકીને વસ્વિક્તા ને પ્રથમ પ્રાથમિક્તા અપાવી જોઈએ પોતાનાં જીવનમાં. હંમેશાં સમજતાં આવડવું જોઈએ કે, કોઈના બે મીઠાં બોલ આજે મારા માટે કેમ નીકળી રહ્યાં છે. જ્યારે તમે સામેવાળા વ્યક્તિ ની નીયત ને પારખતાં શીખી ગયા ને ત્યાં તમને કોઈ લલ્લુ ભાઈ નહિ બનાવી શકે.

💕પહેલાં તો પોતાની જાત ને બરાબર સમજવું, પછી સામેવાળા વ્યકિત ની વિચારસરણી ને સમજવું, જો તમે માર્ગ કરશો ને બહુ ઝીણવપૂર્વક તો તમને અવશ્ય સમજાશે કે , આ વ્યક્તિ જે બોલે છે,જે કરે છે, એવું નાટક કરે છે કે પછી આ વ્યકિત સાચે માં કોઈ સારો માણસ છે. માણસ નું પરીક્ષા તો કરવી અનિવાર્ય છે.

💞હંમેશાં સામેવાળા વ્યક્તિ નો એક માનસીક ટેસ્ટ લેવો જોઈએ કે, એ માનસીક રીતે કેટલો સ્ટ્રોંગ છે. એની સહનશકિત ની પરિક્ષા, એનાં માં રહેલાં અહંકાર ને તોડવાની પરિક્ષા, અને જ્યારે તમે એણે ગુસ્સો આપવો ત્યારે તમને એનો અસલી ચહેરો કદાચ દેખાઈ શકે.

💕સુંદરતા ખરાબ નથી પરંતુ ક્યારે પણ બહારની સુંદરતા જોઈને બેસી નાં રહેતા, વ્યકિત ને અંદર થી જાણવાનું કોશિષ કરજો એ કેવો છે શું છે.એ જાણવામાં બહુ બહુ અોછાં લોકો ને રસ હોય છે. બસ બહારી દેખાવ જોઈને પરણી ગયા, પછી બંને પાર્ટી પાછળ થી પસ્તાય છે, કે જીવન માં ખોટાં નિર્ણય લઈ લીધા.😜

💞 જીવન માં કોઈપણ વ્યકિત નું સ્ટેટ્સ કે પછી એનું લૂક આપણ પરથી જજ કરીને એ નાં કહી શકાય કે એ માણસ કેટલો સારો વ્યક્તિ છે. અને સારા વ્યક્તિ ની પરિભાષા બહુજ સરળ છે,

✍️ જે માણસ માં સભ્યતા હોય, માણસાઇ હોય, અને વાણીમાં નમ્રતા હોય.

✍️ જ્યાં જરૂરી લાગે ત્યાં જવાબ આપવા, વ્યર્થ અથીમેન્ટ ની ચર્ચાનો વિષય નાં બનવું કે નાં બનાવવું.

✍️ સૌથી અનિવાર્ય ગુણ એ છે કે સામેવાળા ને સરળતાથી ક્ષમા આપી શકે, અને સહનશકિત તો રાખવી રહી.

જીવનમાં એટલું યાદ રાખવું કે દરેક માણસ ને ૧૦૦ માંથી ૧૦૦ ગુણ નહિ આવે માટે ૧૦૦ માંથી ૮૫ ગુણો સારા છે, અને બીજા બાકી રહ્યાં ૧૫ ગુણો એવા છે મે જેણે ક્ષમા કરી શકાય તો એનાં સારા ગુણો ને યાદ રાખજો અને એના થોડા અવગુણો સાથે એ વ્યક્તિ ને અપનાવી લેજો.બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED