Sambandho - 5 books and stories free download online pdf in Gujarati

સબંધો - ૫

ઓનલાઇન લાગણી..

શું છે આ ઓનલાઇન લાગણી ! અત્યારે જમાનો બદલાઈ ગયો છે, લોકો ને પોતાનાં લોકો જોડે જેટલી લાગણી નો વ્યવહાર જોવા નથી મળતો, પરંતુ ઓનલાઇન લાગણીઓ આવા લોકો ભરપૂર વેંચે છે.

તમે અગર ધ્યાન થી વિચારો તો સમજાશે, જેટલાં લોકો ઓનલાઇન લાગણી માં જલદી આવી જાય છે, એ પોતાનાં મન થી એકલાં હોય છે.ને ઘણીવાર એ એકલાં એટલાં માટે હોય છે કે એમને પોતાનાં લોકો ને છોડીને પારકા ને પોતાનાં બનાવવાની ઘેલછામાં જોવા મળે છે.

સત્ય તો એ છે, અંદર થી તૂટેલો માણસ જેણે લાગણી પોતાનાં લોકો થી નથી મળતી, એવા લોકો હંમેશાં બહાર લોકો પાસે લાગણી શોધે છે.અને આવા લોકો બહુજ નાજુક હોય છે. આવા લોકો કોઈ સારી રીતે વાત કરે તો એના જોડે અટેચ થઈ જાય છે.

અમુક લોકો અટેચ એટલી હદ સુધી થઈ જાય છે કે જ્યારે સામેવાળા માણસ ને માનસિક ત્રાસ આપતા હોય એવું લાગવા માંડે છે. આવા લોકો એક રીતે બહુ સારા અને એક રીતે સૌથી વધારે ખતરનાક માણસ પણ સાબીત થઈ શકે છે. જરૂરત થી વધારે કોઈને જીવન માં સ્થાન આપવું નહીં.

ઓનલાઇન નહિ પરંતુ આપણાં વાસ્તવિક જીવન માં પણ એ વસ્તું તમારે ધ્યાન રાખવી જોઈએ કે , સામેવાળા વ્યક્તિ ને પોતાનાં જીવન માં કેમ અને કેટલું સ્થાન આપવું જોઈએ. ઘણીવાર આપણે નજર સામે દેખાતી સચ્ચાઈ ને ઈગનોર કરી દેતાં હોઈએ છે.સામેવાળા વ્યકિત તમારા જીવન માં હદ થી વધારે ઘૂસપેટ કરે છે. તમને તમારે શું કરવું જોઈએ અને શું નાં કરવું જોઈએ એવી સલાહ આપવા માંડે છે. ત્યારે સમજી જાઓ કે, સામેવાળા જનાબ તમારા જીવન મા કઈક વધારે રસ લઈ રહ્યાં છે. અને જો તમને આ વર્તન નથી ગમતું તો તરત એક્શન લેવું જોઈએ તમારે.

સબંધ મિત્રતા હોય કે પછી કોઈપણ નામ નો સબંધ કેમ નાં હોય,જરૂરત થી વધારે હક જતાવનાર લોકો ને આપણે સહન નથી કરી શકતાં. અને અમુક લોકો તમારાં જીવન માં આવા હદ સુધી પહોંચી જાય છે. અને પછી સબંધ પણ તૂટે છે.અને હૃદય માં કડવાશ પણ આવી જાય છે.અમુક કડવાશ એટલી હદ સુધી વધી જાય છે, સામેવાળી વ્યક્તિ તમારા પર બદલો લેવા અવાદા થઈ જાય છે.

ઓનલાઇન હોય કે ઑફલાઈન હંમેશા લિમિટ માં રહેવું હિતાવહ હોય છે. આપણે હજુ પણ ભારત દેશ માં રહીએ છે. અને આપણા દેશમાં ખાલી તમે બોલવામાં પણ ખુલ્લા વિચારો વાળા જોવા મળ્યાં ને તો પણ લોકો તમને જજ કરવાનું નથી છોડે.

જ્યારે તમે અજનબી લોકો જોડે વાત કરો છો. ત્યારે તમને નથી ખબર કોણ કેવું છે, એનું જીવન શું છે, કેવું છે, તો પણ આપણે ઘણીવાર અજનબી લોકો જોડે વાત કરીએ છે. અને ખરેખર ક્યારેક ને ક્યારેક એના સારા નરસા પરિણામો આપણને ભોગવવા પડે છે.એક માણસ નું પાગલપન તમારું પુરું જીવન ખરાબ કરી શકે છે.એ આપણે સોચી નથી શકતાં.

હવે વાત કરીએ અમુક લોકો તમારા થી અટેચ થઈ ગયા, તમે એમણે ક્યારે મળ્યાં નથી જોયા નથી. પણ આવા લોકો તમને કે હું તને પ્રેમ કરું છું. અને પાગલપન આવા લોકો નું ત્યાં નથી અટકતું. આવા લોકો સતત તમને મેસેજ કર્યા કરશે, આવા લોકો તમને એમ પણ કહી શકે છે, મારાથી વધારે ખુશ તને કોઈ નાં રાખી શકે.
હવે અહિયાં સમજવાની વાત એ છે, તમે થોડાં ફ્રી માઈન્ડ થી વાત શું કરી સામેવાળા જોડે એ લોકો તમને ગલત સમજી બેસે છે. અત્યારે સમય એટલો ખરાબ છે કે પાડોશી ને પણ પહેલાં સરખી રીતે પારખી લેવા પછી એમના જોડે વાત કરવું જોઈએ.


તમે હમેશા સાવચેત અને સાવધાન રહો, કોઈના જોડે વાતો કરિને કઈ બૂરું નથી પણ લિમિટ માં રહેવાનું. સામેવાળા ને એટલો હક ક્યારે નાં આપવો કે આપણને સલાહ આપવા માંડે આપણને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઇએ.આપણે હંમેશા લોકો સમજી લેવા જોઈએ.

ક્યારે કોઈને પોતાનાં સારાપણાનો ફાયદો લેવા નાં દેવો જોઈએ. અમુક લોકો નાં બોલવા થી કઈ ફરક નાં પડે કે એ લોકો તમને સારા માને કે પછી ખરાબ પરંતુ સત્ય એ છે તમે તમારી નજર માં શું છો, જો તમે પોતાની જાત સાથે વફાદાર છો, તો બસ છે, અને બીજું કે તમને એ ખબર હોવી જોઈએ કે તમે શું છો, તમારૂ અસ્તિત્વ શું છે. કોઈને કંઈ સાબિત કરવાની જરૂર ક્યારે હોતી નથી.

બીજા રસપ્રદ વિકલ્પો