Sambandho books and stories free download online pdf in Gujarati

સબંધો
પ્રસ્તાવના

સબંધ....

શું હોય છે આ સબંધ ની વ્યાખ્યા ? સમજાણી નથી હજુ ..

૧. આપણો પહેલો સબંધ એટલે કે આપણાં માતાપિતા.

૨.માતા પિતા સાથે જોડાયેલાં બધાં સબંધો જોડે આપણો સબંધ.

૩.જીવનમાં થોડાં મોટા થયાં પછી આપણે જાતે પોતાનાં માટે જે સબંધ બાંધી અે છે, મૈત્રી નો સબંધ.

૪.થોડા મોટા થઈએ એટલે આપણાં સબંધો નાં લિસ્ટમાં એક નવો સબંધ આવે છે, કામનાં માણસો છે !!

૫. પછી આપણે જીવનમાં જ્યારે કામ ધંધો કરીએ, ત્યારે વ્યવહારીક .

૬. જીવનમાં સેટલ થવાનો નિર્ણય લઈએ, અને તમને તમારો જીવનસાથી મળે એટલે થયો પ્રેમ નો સબંધ.
ક સબંધો.

જીવનમાં આપણાં અનેક સબંધો બને છે, અને તૂટે છે.આપણે આ સબંધો બનાવી કઈ રીતે રાખવાં એના માટે કઈ મહેનત નથી કરતાં, નિસ્વાર્થ સબંધ સબંધ તો આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણો રહે છે.બધાને સંસાર નાં નિયમોની ખાતરી છે.

# મિત્રતા બરાબરી વાળા માં થાય અને સબંધો પણ બરાબરી વાળા માં થાય છે.
# સબંધો હવે માત્ર ઔપચારિકતા નાં રહી ગયા છે. અને દેખાડો તો એટલો કે બધા સાથે ખુશ છે.

૧. આપણાં માતાપિતા જોડેના સબંધો :-
જીવનમાં નાના હોય છે ત્યાં સુધી આપણને માતાપિતા ની બધી વાત સાચી માની ને અનુ સરીએ છે, પછી થોડા મોટા થઈએ એટલે આપણને પોતાની મરજી કરવાનું મન થાય છે.પોતાની આત્માં હંમેશા રોકે છે, આ ખોટું છે, તો તું નાં કરીશ.પરંતુ તમને અે ખોટું સાચું લાગે છે,અને જીવનમાં આપણે ભૂલો કરી બેસીએ છે, પરંતુ એ ભૂલ બી ત્યારે થાય જ્યારે કઈક કરવાની કોશિશ કરી હોય, તો જે થાય અે સારા માટે થઈ ને આપણે કરેલી ભૂલો થી શિખામણ મળે છે, એણે અનુસરી જીવનમાં આગળ ભૂલો નથી કરતાં.

૨.માતાપિતા સાથે જોડાયેલાં સબંધો, એટલે કે તમારા માતૃશ્રી નાં ભાઈ બહેન અને એમના દીકરા દીકરી સાથે પણ તમારો સબંધ, પિતાશ્રી જોડે જોડાયેલાં એમના સગા અને કાકા નાં દીકરા દીકરી આખું લૌકિક કુટુંબ બની જાય. આ કુટુંબ માં બધા તમારા શુભચિંતક હોય એવું તમે સોચી પણ નાં શકો.

🍁 આપણને આપણાં જીવન સંગ્રામ માં ઇતિહાસ નાં બધા પાત્રો જોવા મળશે, અલગ અલગ સબંધ નાં રૂપે. અને જો આપણે પણ હંમેશા ધર્મરાજ યુધિષ્ઠિર ની નીતિ થી ચાલ્યાં તો જીવનમાં ઘણું બધું ગુમાવ્યાં પછી, પોતાના સન્માન ની અને પોતાનાં લોકો નાં સન્માન નીં રક્ષા કરવા યુદ્ધ લડવું પડશે.

🌾 જીવનમાં આવતાં બધા લોકો કેવા છે, એણે સમજો ..કોઈ મામા શકુની જેવું મળે તો, એનાથી દૂર રહો, કારણકે એમને તો દુર્યોધન નાં અસ્તિત્વ ને જ મારી નાખેલું.

🌾જો કોઈ ભીષ્મ પિતામહ જેવું મળે તો સદૈવ એમનો આભારી રહો. તમારાં જીવનમાં તમારે પણ ક્યાં સમયે કઈ મિત્ર શસ્ત્રું નાં રૂપમાં અવતરિત થશે અે નઈ સમજાય.

🌾 આપણું જીવન પણ ક્યારેક મહાભારત જેવું બની શકે છે. જીવનમાં ક્યારે કયો સબંધ તમારા માટે દુર્યોધન બનીને ઊભો રહી જશે નઈ સમજાય.

🌾 હમેશાં મામા શકુની જેવાં લોકો ને પહેલાં પારખતાં શીખો, કારણકે આવા લોકો તમને ક્યારે ખુશ નાં જોઈ શકે.

🔥 પહેલાં તો શકુની ને ભીમ ને મારી નાખવાના કાવતરા કર્યા. અને આ વસ્તુ પાંડવો અને માતા કુંતી ને સમજાઈ પણ ગઈ હતી. તેમ છતાં શાંતિ રાખવાં માટે એમને આ વાત ભૂલી ગયા, બાળક સમજી ને માફ કર્યો દુર્યોધન ને.

🌾 આના પરથી સમજવાની વાત અે છે, આપણાં જીવનમાં જ્યારે કોઈ પોતાની વ્યક્તિ આપણને દુર્યોધન ની નફરત ની હદ સુધી નાપસંદ કરતું હોય, તો આપણે પાંડવો જેવી ભૂલ નાં કરવી એને આપણી તરફ મારવા ઉગમેલા હાથ ને પકડી લેવો. અે સમયે યુદ્ધ થતાં આપણાં આ સમયે આપણે ન્યાય ક્યાં માગીએ છે,કોર્ટ કચેરી માં ! આપણાં જીવનમાં કઈ પણ પરિસ્થિતિ એવી બને તો કાનૂન નાં ખિલાફ નાં જવું અે આપણી નાગરિકતા છે.જીવનમાં કોઈ પણ સમય હોય અને કેવી પણ પરિસ્થિતિ હોય, આપણે હંમેશા આપણાં સાવિંધાન નું પાલન કરવું જોઈએ.

🌾 લાક્ષ્યાગ્રહ ની યોજનાં માંથી પાંડવો બચી ગયાં. અને જ્યારે સમય આવ્યો પાંડવો ને એમનો હક આપવાનો ત્યારે એમણે શું મળ્યું ખંડવપ્રસ્થ, એક પથરાળ જમીન, જ્યાં નાગો અને રક્ષક્ષો નો નિવાસ છે, અે ભૂમિ સાવ નકામી છે, દુર્યોધન ને એટલો નકામો જમીન નો ટુકડો પણ પાંડવો ને મળ્યો અે ખટકે છે.
હવે અહીંયા આટલી નાની વાત માં સમજવાનું અે છે, પાંડવો આ મળેલું સ્વીકાર કરીને ખંદાવપ્રસ્થ ને ઇન્દ્રપ્રસ્થ બનાવે છે, પાંડવો પોતાનું કર્મ સિદ્ધ કરે છે, એમને જીવનમાં કંઇક મેળવવવા માટે હસ્તિનાપુર નાં સિંહાંસંન ની જરૂર નથી. આપણે હર સમયે એમ કહે છે, જીમ કરીએ તો વજન ઉતરે અે નાકમાં તુક્કા છે, આળસ છે કઈ નાં કરવાની, એવીજ રીતે જીવનમાં આપણે પણ જે ચાહીયે અે મળી શકે,સચી નીતિ થી મહેનત કરીએ તો !!
પરંતુ.....
🔥 શકુની ને અહીંયા ઠંડક ક્યાં મળે છે, કૌરવો જેવા લોકો, કોઈને શાંતિ થી જીવન વિતાવવા નાં દે તો શું થાય....
આપણાં જીવનમાં પણ જો આવા લોકો હોય તો આપણે જો હર સમયે પાંડવો જેવી શાંતિ નું નીતિ અપનાવી તો પસ્તાવાનો વારો આવે. સમજવાની વાત અે છે, પાંડવો અે બધું પોતાનાં બલ હાસિલ કર્યું, અને આપણી ભાષા માં વેસ્ટ માંથી બેસ્ટ બનાવ્યું. તેમ છતાં શકુની અને કૌરવો નાં મન ને શાંતિ નથી , પોતાની પાસે હસ્તિનાપુર છે, અને એમણે ઇન્દ્રપ્રસ્થ પણ જોવે છે. આવા વિજ્ઞાંતોષી લોકો નો ભેટો આપણને થશે જીવનમાં ત્યારે આપણે પાંડવો ની જેમ એની વાત માં આવી ને ધૂત નથી રમવાનું, પરંતુ સામેવાળા સાથે લડીલેવાનું છે.

🌾 જ્યારે તમારા સબંધો માં તમે અનુભવો છો,કે આ સબંધ ખરેખર હવે બોજ બની ગયો છે! ત્યારે તોડી દેતા નાતો પણ અમુક લોકો તમને શાંતિ થી સુકુંન થી જીવન વ્યતીત નહિ કરવા દે. માટે જ્યારે પહેલીવાર કોઈ તમારા સન્માન ને ક્ષતિ આપે ત્યારે પહેલીવાર માં સમજાવી દેવું જોઈએ.અે પણ એની જ ભાષા અને એના જેવા વર્તન થી.

હવે તમને લાગશે આ શું કામ મહાભારત ની વાર્તા કરવા બેસી હસે, પરંતુ એવું નથી એનાં શિવાય તો સબંધો માટે નું કોઈ ઉચિત ઉદાહરણ હોયજ નાં શકે. બસ એટલા માટે .......

૩.જીવનમાં થોડાંક મોટા થયાં પછી આપણે જાતે પોતાનાં માટે જે સબંધ બાંધીએ અે છે, મૈત્રી નો સબંધ.

🌾આપણે જ્યારે થોડાં મોટાં થાય છે, ત્યારે આપણે જાતે આપણા મિત્રો ની ચોઈસ કરીએ છે. અને આ સબંધ માં કોઈ સ્વાર્થ નથી હોતો, આ સબંધ માં બંને ની ભાવના દેવાની હોય છે. આ સબંધ હ્રદય થી જોડાયેલ હોય છે. પણ ગણી વાર દોસ્તી નો સબંધ પણ આપણા સમય સારા નારસા સમય નાં હિસાબે બદલાઈ જાય છે.અને અમુક લોકો દોસ્તી માં પણ એટલું દુઃખ થાય છે જેટલું બ્રેક અપ માં થાય છે.સમજવાની વાત અે છે, પ્રેમ તો દોસ્તીમાં પણ છે અને પ્રેમ માં પણ છે.અને પ્રેમ કોઈ પણ હોય જ્યારે દરાડ પડે ત્યારે સહન નાં થઈ શકે એવી પીડા હોય છે.

🌾દોસ્તી માં એક અતૂટ વિશ્વાસ હોય છે, અને આપણે આપણા મિત્ર જોડે બધી વાતો કહી શકીએ, આ મિત્રતા પુરુષ અને સ્ત્રી ની પણ હોઈ શકે છે.મિત્રતા ની સૌથી મોટી ખાસિયત એ છે, આ સબંધ માં ક્યારે પણ કોઈ ઇંગો નથી આવતો કે વાત પહેલાં કોણ કરે! આ સબંધ કેટલો જૂનો કેમ નાં થઈ જાય પણ હમેશાં એવું લાગે કાલે તો મળ્યાં હતા યાર.વાતો તો જાણે ક્યારે પૂરી થાય જ નઈ.

🔥 મિત્રતા નાં સબંધ શું છે, અને આપણાં જીવન માં કેટલો ખાસ હિસ્સો છે, આપણે બધા જાણીએ છે.

૪.થોડા મોટા થઈએ એટલે આપણાં સબંધો નાં લિસ્ટમાં એક નવો સબંધ આવે છે, કામનાં માણસો છે !!

🌾 આપણે જ્યારે જીવનમાં પોતાનાં પગભર ઊભા રહીએ, જ્યારે આપણે નોકરી - ધંધા વિશે વિચારીએ, અને કામ શરૂ કરીએ. ત્યારે આપણાં જીવનમાં કામનાં માણસો નું એક લિસ્ટ તૈયાર થાય છે. આ માણસો થોડા પહોચેલા હોય છે, પોતાનાં જીવન ક્ષેત્ર માં થોડા આગળ વધેલા હોય છે.આવા લોકો ને આપણે કામનાં કોઈ ક્ષેત્ર મળવાનું થાય છે. વાસ્તવિકતામાં જોવા જઈએ તો ક્યાંક જ કોઈ માણસ કોઈ નું કામ કરી આપે, બાકી બધાં સમજ્યા હવે તમે !

🔥 આપણું અે સમજવું જરૂરી છે, આપણે જેવું વિચારીએ એવું નથી હોતું, બીજું કે કોઈપણ માણસ કોઈના પણ કામ માં નથી આવતું. માણસ ને સફળતા તરફ ફક્ત ને ફક્ત એની તનતોડ મહેનત અને થોડું એનું નસીબ લઈ જાય છે. તમારું કર્મ તમને શિખર સુધી પહોંચવા મદદ કરે છે, નઈ કે કામનાં માણસો.

🌾તમારો સૌથી મોટો હિતેચ્છુ તમે પોતે છો, નઈ કે કોઈ બીજું.

🔥૫. પછી આપણે જીવનમાં જ્યારે કામ ધંધો કરીએ, ત્યારે વ્યવહારીક .

🌾આપણે જ્યાં કામ કરતાં હોઇએ છે,ત્યાં આપણાં સબંધો બહુજ વ્યવહારીક પૂરતાં રાખીએ છે. પણ ઘણીવાર કામ ક્ષેત્રે આપણને સારા અને સાચા મિત્રો પણ મળી જાય છે. રોજ ૮ કલાક સાથે કામ કરવાનું, તો આપણને એમની ટેવ થઈ જાય છે. આ સબંધ માં એક સરસ ખાસિયત છે, જો સમજાય તો ! આપણે જ્યારે રાજા લઈએ છે, થોડા દિવસ ફરવા કરવા જઈએ તો આપણને કામ ને કે પછી ઓફિસ નાં લોકો ની યાદ નથી, આવતી અને આપણે એમને ફોન પણ નથી કરતાં, બીજું કે જ્યારે આપણે નોકરી થી છૂટાં થઈને બીજે નોકરી કરવા જઈએ, તો પણ જૂની નોકરી પર મળવા આવાનું એવું કંઈ નથી કરતાં. આપણે આગળ વાધી જઈએ છે. "આપણે માનીએ છે, અને પહેલેથી સમજીએ છે, કે એક જગ્યા અે નોકરી જીવનભર નાં હોય, ગણા ને હોય છે."

🍁 બસ આવી જ રીતે આપણે અે પણ માણવાનું છે કે, આપણા જીવનમાં જે પણ લોકો આવે છે, અને જાય છે, અે પણ જીવનભર એવું રહે અે જરૂરી નથી.

જીવનમાં કશું પણ અત્યારે જેવું છે , એવું નથી રહેવાનું, સમય ની સાથે બધી રીતે બદલાવ આવશે.જીવમાં બધું થોડાક અવધિ નું હોય છે, આપણું જીવન પણ અવધિ હોય છે. જીવનમાં બધું સમયની દેણ છે.

🌾૬.જીવનમાં સેટલ થવાનો નિર્ણય લઈએ, અને તમને તમારો જીવનસાથી મળે એટલે થયો પ્રેમ નો સબંધ.

🌾 તમારા જીવનમાં પોતાનાં માટે જીવનને જીવવા નો સબંધ. આ સબંધ બહું ખાસ છે, પણ આપણે આ સબંધ ને બોજ દર્શાવીએ છે. એક ફરજ માનીને નિભાવીએ છે ! જીવનમાં આપણને બધાં ને ખબર છે, જ્યારે કોઈ સાથે નહિ હોય ને ત્યારે માત્ર તમારો જીવન સાથી તમારી સાથે હશે, જીવન અંતિમ ચરણ પર તમને બંને લોકો ને એકબીજાની જરૂર પડશે. જરુરત પ્રમાણે તમારાં માં બદલાવ આવે અે સ્વાભાવિક છે, પણ અે બદલાવ પહેલાં લાવી દો ને તો જીવન ને માણવાની મજા અલગ આવે છે.

🔥 માટે સબંધો જાળવી રાખો.....🙏😍🌺😘


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED