sambandho - 4 books and stories free download online pdf in Gujarati

સબંધો - ૪

સબંધો....

વિષય : ઈચ્છા શક્તિ

ક્યાં અને કેટલાં નજીક નાં છે આપણા સબંધો, ક્યારેય વિચાર્યું છે? ક્યાં અને કઈ રીતે ક્યા સબંધ પર કેટલો વિશ્વાસ કરવો અને જીવન માં કયો સબંધ ક્યારે દગો આપે છે !! કયો સબંધ તમને કેટલી હદ સુધી તોડી નાખે છે !!

આમાં સૌથી પહેલો આવે છે, પ્રેમ નો સબંધ. આ પ્રેમ પણ ક્યારેક માછલી ને પાણી ની જરૂર છે, બસ એવી જ રીતે પ્રેમ માં પડતાં માણસ ને પણ સામેવાળા માણસ ની ટેવ પડી જાય છે. એનાં વગર ચાલે જ નહીં !!

આદત કદાચ આવી જ હોય જેમ માછલી પાણી ની બહાર નીકળતા મરી જાય છે, અને માણસ કોઈ સબંધ થી એટલો જોડાઈ જાય છે કે , એ સબંધ કોઈ કારણસર તૂટી જતાં એ વિખરાઈ જાય છે, અને એની અંદર કઈક મરી જાય છે. એના અંદર જીવન ને જીવવાની ઈચ્છા મૃત્યું પામે છે. માણસ એની ઈચ્છા શક્તિ થી જીવન માં બધું મેળવી શકે છે. એની ઈચ્છા શક્તિ છે, જેના કારણે એ ખુશ રહી શકે છે.માણસની ઈચ્છા શક્તિ વગર જીવનમાં કંઈ નથી કરી શકતો.

ઈચ્છા શક્તિ વગર તો માણસ એક જીવતી લાશ બની જાય છે. અને આ પરિસ્થિતિ માંથી લગભગ ઘણાં લોકો પસાર થાય છે. જ્યારે તમે જીવન નાં એવા સ્ટેજ પર આવી જાવ છો તેને મરવાનો એક માત્ર રસ્તો દેખાય છે.

પરંતુ દરેક માણસ એટલો નબળો નથી હોતો.અમુક માણસો આ ખરાબ સમય માં થી પસાર થઈને જીવન ને આગળ વધારે છે, એ સમજે છે કે જીવન માં શું છે અને જીવન નો મતલબ ક્યારેય કોઈ એક વ્યક્તિ માટે વિશેષ નથી હોતું.
જ્યારે તમે એવું અનુભવો કે હવે તમારા જીવનમાં કંઈ બચ્યું જ નથી, જ્યારે તમે એવું અનુભવો કે મને સતત આત્મહત્યા કરવાનાં વિચારો આવે છે, ત્યારે તમે સમજજો કે તમે જીવન માં કઈ દિશા તરફ વળી રહ્યા છો, તમે તણાવ એટલે કે ડિપ્રેશન માં જઈ રહ્યાં છો, ધીમે ધીમે તમે તમારા પોતાનાં પર નું કન્ટ્રોલ ખોઈ નાખશો. તમારૂ જીવન કેટલી હદ સુધી સામેવાળા પર આધીન થઈ રહ્યું છે !!. તમારી ખુશી પણ એ વ્યકિત પર આધારિત છે. જીવન માં ક્યારેય કોઈપણ વ્યક્તિ વિશેષ ને પોતાના જીવન માં એટલું મહત્વ નાં આપતા કે તમારાં જીવન માં તમારૂ જ મહત્ત્વ નાં બચે !!

પ્રેમ કરવો નથી પડતો એ તો બસ થઈ જાય છે, એમાં કંઈ ખોટું નથી. ખોટું ત્યાં હોય જ્યાં એક ની હા હોય,જીવન માં અસ્વીકાર ને સ્વિકાર કરતાં શીખી જાઓ.

જ્યારે માણસ ની ઈચ્છા શક્તિ મરી જાય છે, ત્યારે એ વસ્તુ માંથી અમુક લોકો બહુ જલદી બહાર નીકળી જાય છે તો અમુક લોકો નું પૂરું જીવન બસ ખોટા વિચારો, ડિપ્રેશન નો શિકાર બની જાય છે !!


જીવન નાં દરેક પડાવ ને હસતાં હસતાં લેવા જોઈએ. હંમેશાં એક હકારાત્મક વલણ રાખવું જોઈએ, જે થાય એ સારા માટે જ થાય છે.પરંતુ માણસ એટલો ડૂબી ગયો હોય છે પ્રેમ નાં દરિયામાં કે એણે વાસ્તવિકતા સમજાતી નથી. આ બધું થવાનું કારણ છે. તમારી ઈન્દ્રીઓ, જે માણસ પોતાનાં વશ માં નથી જેની ઈન્દ્રીઓ પર પોતાનું કોઈ નિયંત્રણ નથી, તો તમે જીવન માં ક્યારેય આગળ વધી નહીં શકો. હંમેશા એક જગ્યાએ બેસી રહેવાના. માણસ ને જો જીવન માં આગળ વધવું હોય, કંઈક મેળવવું હોય તો એના માટે કઠોર પરિશ્રમ છે. પણ એ બધું ત્યારે થશે જ્યારે ઈચ્છા શક્તિ પ્રબળ હશે. અને ઈચ્છા શક્તિ પ્રબળ કરવાં માટે તમારૂ તમારી ઈન્દ્રીઓ પર નિયંત્રણ હોવું અનિવાર્ય છે.

જે પોતાની ઈન્દ્રીઓ પર કંટ્રોલ કરી લે છે, એ વ્યક્તિ જીવનમાં અચૂક આગળ આવે છે. એણે દુનિયાની કોઈ તાકાત રોકી નથી શકતી.

જીવન માં કેવા બનો?? હું કહીશ કૃષ્ણ જેવા બનો. જે વાંસળી અને સુદર્ષન ચક્ર હાથમાં લઈને ફરે છે, અને એમણે ખબર છે કે ક્યાં કઈ વસ્તુ ની જરૂર છે, અને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. તમારા જીવન નાં પાસા તમારા હાથમાં રહેવા જોઈએ, સમય આવે વાંસળી વગાડવી કે ચક્ર ગુમાવવું !!

તમારાં જીવન ની હસી ખુશી ની લાગણીઓ તમારા વશ માં રહેવી જોઈએ.જીવન માં કૃષ્ણ ભગવાન ને પણ એમની રાધા ક્યાં મળી હતી !!!

શીખો કૃષ્ણ પાસેથી એ એમનાં જીવન માં ક્યારેય અટક્યાં નથી એક જગ્યા ઉપર. કૃષ્ણ ગોકુળ છોડ્યાં પછી ત્યાં ક્યારેય પાછા નથી ફર્યાં અને ક્યારેય રાધા ને નથી મળ્યાં. જીવન માં સમજજો કે જો ભગવાન નાં મનુષ્ય અવતાર માં પણ એમણે પણ સામાન્ય માણસ ની જેમ જે જોઈએ એ નથી મળ્યું. જીવન માં કંઈક નું કંઈક ગુમાવીએ છે.

માટે તમારાં જીવન માં ક્યારેય એવું કઈ બને તો ક્યારેય પોતાની ઈચ્છાશક્તિ ગુમાવતાં નહીં. અને શીખો કે જીવન માં જરૂરી શું છે? પોતાની ઈન્દ્રીઓ પર કાબુ મેળવવું.જે પણ વ્યકિત આ શીખી જાય છે, એણે ક્યારેય કોઈપણ કોઈ પણ મુસીબત માંથી બચવાનો રસ્તો મળી જાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED